Book Title: Don Quicksot
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd
Catalog link: https://jainqq.org/explore/006006/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સ્પેનિશ લેખક સર્વાંત કૃત اقبال સદગોપ્રાળને પ્રરિવાર પ્રકાશન સહકારી મંદિર લિ અમદાવાદમ Page #2 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તક વિષે “ લેખકે મધ્યકાલીન નાઈટ ' - સાહસવીરની પ્રથાને આધારે આ ઠઠ્ઠા-કથામાં, સદાકાળને માટે રસ અને આનંદ પડે એવું રંગરંગીલું લખાણ કર્યું છે; એટલું જ નહિ પણ, જીવનના સત્ય તારવી એમની સાચી મુલવણી એક ફિલસૂફની અદાથી કરી છે. જગતની જુદી જુદી પંચાવન ભાષાઓમાં એના અનુવાદો થયા છે અને અત્યાર સુધીમાં તેની બે હત્વનર ઉપરાંત આવૃત્તિઓ બહાર પડી છે. આ જાણીતા પુસ્તક વિષે પેનની પ્રજાને એવો દાવો છે કે, બાઈબલ પછી બીજે નંબરે ડૉન વિકસેટ' પુસ્તક દુનિયામાં રસપૂર્વક વંચાય છે.” - પ્રકાશકના નિવેદનમાંથી કમુબહેન પુત્ર છે. પટેલ “ આપણા આઝાદી જંગના ઇતિહાસમાંથી આવા નમૂનાઓ સહેજે તારવી આપી શકાય. કેટલાચ “બાગી'એ (કાંતિકારીઓ), વાદી એ (સમાજવાદ ઇના પુરકર્તાઓ), “ યોજના કારો છે. ભારતવર્ષના ઇતિહાસપટ ઉપર આવી કામગીરી બજાવી ગયા છે, અને બજાવી રહ્યા છે. મોટે ભાગે તેઓના પ્રયત્નોનું પરિણામ શૂન્ય અથવા વિપરીત આવ્યું હોય છે. - “ દરેક દેશને આવી નવલકથાની જરૂર રહેવાની; અને તેથી જગતની ઘણી ભાષાઓમાં તેના અનુવાદો થતા જ આવ્યા છે, તથા તે વંચાતી જ રહી છે. એ ગ્રંથ સોને માટે આત્મદર્શક અરીસા છે અને સાથે સાથે એક ભારે પડેTR પગ. - પ્રાસ્તાવિક માંથી ગેપાળદાસ પટેલ | ... આ નવલકથાએ, તે જમી તે જ દિવસથી, પેનને જ નહીં, આખા યુરોપને ગાંડુંઘેલું કરી મૂકવું, તે . આજ સુધી ચાલુ છે ! અને ભલભલા કલા-વિવેચકોએ પિતાની શક્તિ એ ૫૨ છાવર કરી છે. કેટલી બધી શાહી અને કાગળ એમાં જગતે ખરચ્યાં છે, તોય, ઈશ-ગુણગાન પેઠે,-તેને પ્રવાહ પૂરો નથી થતો.” - આવકાર ’માંથી મગનભાઈ દેસાઈ ૨ પ્રારાબ ૨ હSાર Page #3 -------------------------------------------------------------------------- ________________ સર્વાંત કૃત ડૉન કિવ ક્ સ ટ ! [પ્રેમશૌર્યની એક અનોખી નર્મકથા ] સંપાદક ગેાપાળદાસ જીવાભાઈ પટેલ પતાયા થ પરિવાર પ્રકાશન સહકારી મંદિર લિ અમદાવાદ-૧૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક કમુબહેન પુત્ર છે. પટેલ વ્યવસ્થાપક, પરિવાર પ્રકાશન સહકારી મંદિર લિ. અમદાવાદ-૧૩ મુક જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ નવજીવન મુદ્રણાલય, અમદાવાદ–૧૪ © પરિવાર પ્રકાશન સ. મ. લિ. પ્રત ૨,૦૦૦ મુખ્ય વિજેતા વર્ડ ક્લાસિક મ્યુઝિયમ અમદાવાદ–૧૩ એપ્રિલ, ૧૯૬૬ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન મશહૂર સ્પેનિશ લેખક મિગ્યુએલ દ સર્વાંત સાવેદ્રા (ઈ. સ. ૧૫૪૭૧૬૧૬) રિચત તથા ચાર ચાર સૌકાંઓથી આલમમશહૂર બનેલી પ્રેમશૌર્યની નર્મ-કથાનો આ વિસ્તૃત સંક્ષેપ ‘ડૉન કિવકસોટ’ પ્રસિદ્ધ કરતાં આનંદ થાય છે. આપણા દેશની સાહિત્ય અકાદમીએ પણ પ્રથમ બાર ‘કલાસિકલ ’ પુસ્તકોમાં આ પુસ્તકની ગણના કરી છે. જગતની જુદી જુદી પંચાવન ભાષાઓમાં એના અનુવાદો થયા છે, અને અત્યાર સુધીમાં તેની બે હજાર ઉપરાંત આવૃત્તિઓ બહાર પડી છે. આ જાણીતા પુસ્તક વિષે સ્પેનની પ્રજાનો એવો દાવો છે કે, બાઇબલ પછી બીજે નંબરે ‘ડૉન વિકસોટ’પુસ્તક દુનિયામાં રસપૂર્વક વંચાય છે. C ‘સત્યાગ્રહ ’ સાપ્તાહિકના વિદ્વાન તંત્રી શ્રી. મગનભાઈ દેસાઈએ ‘થ્રી મસ્કેટિયર્સ’ પુસ્તકના પ્રથમ ભાગના ઉદ્ઘાટન-સમારંભમાં પ્રમુખસ્થાનેથી બોલતાં એવા સારનું કહ્યું હતું, “ “ લે-મિઝેરાબ્ત ’, ‘નાઇન્ટી થ્રી ’, ‘એ ટેલ ઑફ ટૂ સિટીઝ', ‘ઑલિવર ટ્વિસ્ટ તથા અલેકઝાન્ડર ડૂમાની ‘ થ્રી મસ્કેટિયર્સ ’-જૂથની મશહૂર વાર્તાઓ, એ પરિવાર સંસ્થાની ગુજરાતી સાહિત્યને મળેલી કીમતી ભેટ છે. આ બધાં સુંદર પુસ્તકો જોયા બાદ પરિવાર સંસ્થાને ભલામણ કરું છું કે, સર્વાંતનું વિખ્યાત પુસ્તક " ડૉન કિવક્સોટ’ પણ બનતી ત્વરાએ તે આપણને આપે તો કેવું સરસ ! પરિવાર સંસ્થાએ આવા સાહિત્યની સાથે સાથે બાલસાહિત્ય, જીવનચરિત્ર, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનમાં પણ પોતાનો કડછો હલાવવો જોઈએ. આવાં કામ કરનાર હરકોઈને માટે આપણા દેશનાં સેવાક્ષેત્રોનાં બધાં મેદાન ખુલ્લાં છે. આજના યુગમાં આવી પ્રવૃત્તિઓ વધુ ને વધુ લોકપ્રિય થતી જાય છે. પરિવાર સંસ્થાનાં પ્રકાશનોએ થોડા જ સમયમાં સારી એવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. આવું ઉપયોગી, સુરમ્ય, માનવધર્મી વિશ્વસાહિત્ય ગુજરાતીમાં ઊતરે છે, તેને ધન્ય વસ્તુ માનું છું; તેને ३ > Page #6 -------------------------------------------------------------------------- ________________ હૃદયપૂર્વક આવકારું છું, અને પરિવાર સંસ્થાને અને ગુજરાતી વાચકને તે માટે ધન્યવાદ આપું છું.” આ લેખકના જીવનની શરૂઆત ઘણા જાણીતા મહાન સાહિત્યકારો ડિકન્સ, હ્યુગો, શેક્સપિયર, અને શૉની માફક ગરીબ માબાપના ઘરમાંથી થઈ હતી. એટલે માનવજાત પ્રત્યે તેને હમદર્દી છે. લેખક તરીકે તેને નામના મળી તે પહેલાં એણે એક બહાદુર અને નિ:સ્વાર્થ સૈનિક તરીકે સારી નામના મેળવી હતી. આ કથા લખવાનો તેને પ્રથમ ખ્યાલ કારાવાસમાં આવ્યો હતો. ૧૬૦૫ માં કથાનો પ્રથમ ભાગ પ્રસિદ્ધ થયો; અને છ મહિનામાં તો આ અદ્ભુત અને રોમાંચક નવલકથાથી, સર્વાતની કીર્તિ, સ્પેનની સરહદો ઓળંગી દૂર દૂર આખા યુરોપમાં પ્રસરી ગઈ. લેખકે મધ્યકાલીન “નાઇટ-સાહસવીરોની પ્રથાને આધારે આ નર્મકથામાં, સદાકાળને માટે રસ અને આનંદ પડે એવું રંગરંગીલું લખાણ કર્યું છે, એટલું જ નહિ પણ, જીવનના સત્યો તારવી એમની સાચી મૂલવણી એક ફિલસૂફની અદાંથી કરી છે. આજે ત્રણસો સાઠ વરસ બાદ પણ આપણે એ ગ્રંથ ફરી ફરીને રસપૂર્વક વાંચતાં થાકતાં નથી. આ જ ઊંચા અને ચિરંજીવ સાહિત્યની ખાસિયત અને ખૂબી છે. હાસ્ય અને કરુણતાના ભાવ પેદા કરવામાં આ વાર્તાના લેખકે જે કસબ દાખવ્યો છે, તે વાચકોને મંત્રમુગ્ધ કરે છે અને તેનો સારભાગ હૃદયમાં સીધો ચોંટી જાય છે. મધ્યકાલીન યુગમાં સરજાયેલી આ સફળ કૃતિનો અનોખો હાસ્યરસ ગુજરાતી ભાષામાં ઉતારવો, એ ખરેખર કપરું કાર્ય છે. મૂળ અસંક્ષિપ્ત કથા ઉપર સીધા જઈ, (અલબત્ત અંગ્રેજી અનુવાદ ઉપરથી) શ્રી. ગોપાળદાસ પટેલે આ વિસ્તૃત સંક્ષેપ રજૂ કર્યો છે. વાચક પણ તેમના આ પ્રયાસ બદલ અમારી સાથે તેમનો આભાર માનશે, એવી અમને ખાતરી છે. આ પુસ્તકનું પ્રકાશન સૂચવી, તેના આવકાર રૂપે બે બોલ લખી આપવાની અમારી વિનંતી સ્વીકારી, એ બદલ “સત્યાગ્રહ” Page #7 -------------------------------------------------------------------------- ________________ સાપ્તાહિકના વિદ્વાન તંત્રી શ્રી. મગનભાઈ દેસાઈના અમે ખાસ આભારી છીએ. નવજીવન ટ્રસ્ટના કાર્યકર્તાઓ, કલાકાર શ્રી. રજની વ્યાસ વગેરેની જહેમત તથા વર્લ્ડ કલાસિક મૂઝિયમની આર્થિક મદદ વિના આ સંક્ષેપ આવા સુંદર સ્વરૂપે ઝટપટ બહાર પાડી ન શકાત. તે બદલ એ સૌનો પણ અત્રે આભાર માનીએ છીએ. આ સચિત્ર વિસ્તૃત સંક્ષેપથી ગુજરાતી વાચકો આપણા વિશ્વ સાહિત્ય તરફ આકર્ષાય અને તેમાં રહેલા અમૂલ્ય વારસાના ઉપભોક્તા બને, એ અમારા આ નમ્ર પ્રયાસનું મુખ્ય પ્રયોજન છે. વિશ્વ-સાહિત્યમાં આ પુસ્તકની લોકપ્રિયતા અપ્રતિમ છે. ગુજરાતી વાચકને પણ હાસ્ય અને કરુણતાની પરમ પરાકાષ્ઠાનું આ અદ્ભુત કથાચિત્ર વાંચતાં અપૂર્વ રસબોધ સાથે આત્મતૃપ્તિ થશે. છેવટે, અમારાં પુસ્તકોને બિરદાવનાર રસિયા ગુજરાતી વાચકોને અમારે ખાસ યાદ કરવા ઘટે છે. માતૃભાષાથી સુસજ્જ એવા તે વાચકો વિના આવાં પ્રકાશનોનું આયોજન કે નિયોજન શક્ય નથી. આજનો ગુજરાતી વાચક ઝડપભેર ખીલતી જતી ગુજરાતી ભાષાનું સંતાન છે. તેની કસોટીમાંથી પાર ઊતરી તેની યત્કિંચિત્ સેવા બજાવવાની અમે અભિલાષા સેવીએ છીએ. તેનો આનંદ જ અમને આગળ ધસવા માટે પ્રેરણા પૂરી પાડે છે. તા. ૨૫-૪-૬૬ કમુબહેન પુત્ર છો૦ પટેલ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક માણસમાત્ર કલ્પના-ચક્ષુ વડે સ્વપ્નદ્રષ્ટા છે. સ્વપ્નમાં વિકલ્પ-વૃત્તિને ચિત્ત છૂટોદોર આપે છે, અને વસ્તુશૂન્ય એવી અવનવી સૃષ્ટિ ઊભી કરીને આનંદ માણે છે. ‘આનંદ’ જ માણે છે, એમ તો ન કહેવાય! કેટલાંય સ્વપ્ન જાગ્રત-અવસ્થાના દ્રષ્ટાને ન રચતાં – કેવળ દુ:ખરૂપ લાગતાં પણ હોય છે: તેને જાણે પરાણે એ દુઃખ અનુભવવું પડે છે! તેથી તો સ્વપ્નઅવસ્થામાં પણ જીવ પોતાનાં કર્મના ફળરૂપ સુખ-દુ:ખ અનુભવે છે, એમ કહેવાય છે. તેથી કેટલીક વ્યક્તિઓ (– કદાચ બધી જ હશે!) જાગ્રત અવસ્થામાં પણ એવી – પણ મનગમતી – સ્વપ્નસૃષ્ટિ ખડી કરે છે, અને તેમાં યથેષ્ટ મહાલે છે. એ “દિવાસ્વપ્ન' કહેવાય છે. “દિવા' એટલે દિવસે, અર્થાત્ જાગતાં જ આણેલું “સ્વપ્ન'! પરંતુ, એ જ દિવા-સ્વપ્ન, જ્યારે લમણે હાથ દઈને બેઠા હોઈએ ત્યારે માત્ર કલ્પનામાં જ દેખાતું મટી, ખરેખરી આંખે પણ દેખાતું થાય, ત્યારે એ એક અજબ-ગજબનો બનાવ થયો કહેવાય. એવી દૃષ્ટિવાળા માણસોને આપણે પછી ગાંડા જ કહીએ છીએ. કારણ કે, તેઓ બાહ્ય સૃષ્ટિને “જેવી છે, તેવી” જોવાને બદલે, તેઓ ‘જેવી જોવા ધારી તેવી’ જોતા થાય છે; અને તે પણ માત્ર કલ્પનાશક્તિના જોરે ! પરંતુ એવા છેલ્લી કોટીના છેક ગાંડા લોકો સિવાયના પણ કેટલાક લોકો આ સૃષ્ટિમાં અવતરે છે, જેઓ ગાંડા ન હોવા છતાં, પોતાની ધૂનમાં મસ્ત રહે છે, અને વાસ્તવિક સૃષ્ટિમાં આવી પડતી હતાશાનિરાશા કે સુખ-દુ:ખને અવગણીને, પોતે નિરધારેલે માર્ગે આગળ ધપ્યા કરે છે; અને ધાર્યા મુજબનું ધ્યેય, સૃષ્ટિમાં પલટો લાવીને પણ, હાંસલ કરે છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ એવા એકલવીરો જગતમાં સ્તુતિપાત્ર બને છે. પ્રભુદર્શન માટે ઝંખતા ભક્તો, કોઈ આદર્શને સિદ્ધ કરવા ઇચ્છતા સંકલ્પ-વીરો, કોઈ શોધને મૂર્તિમંત કરવા ઇચ્છતા શોધકો-વિજ્ઞાનીઓ, દેશ કે સમાજને આઝાદ કે પ્રગતિમાન જોવા ઇચ્છતા દેશભક્તો અને સમાજસેવકો – એ બધા એ વર્ગના લોકો છે. એવા બધા જવાબદાર ધૂનીઓ, જેઓ પોતાની જાતને તાવીને કે કસોટીએ ચડાવીને પોતાનું ધ્યેય હાંસલ કરે છે, એવા લોકો તો સમાજમાં જેટલા હોય તેટલા ઓછા. અરે, જે સમાજમાં એવા લોકો ઓછા હોય કે બિલકુલ ન હોય, તે સમાજ વિશે તો આશા જ મૂકવી સારી. અલબત્ત, પોતાના કેવળ સ્થૂળ સ્વાર્થ ખાતર અનેકોને રંજાડવામાં અભૂતપૂર્વ પરાક્રમ કે ખમીર દાખવનારા ચંગીઝખાન જેવા જાલીમો પણ હોય છે. પણ તેમની વાત આપણે પડતી મૂકીએ. તેમને કોઈ રીતે “સારા” કહેવાનો કોઈનો આશય ન હોઈ શકે. પરંતુ આદર્શને કલ્પીને તેને સિદ્ધ કરવા પરિશ્રમ કરનારા લોકો કરતાં, બીજાનું વાંચી-સાંભળી-જોઈને તે મુજબની કેવળ આકાંક્ષાઓ સેવનારો વર્ગ મબલક હોય છે. તે વર્ગ કેવળ કલ્પનાના ઘોડા દોડાવવામાં શૂરો હોય છે, તે સિદ્ધ કરવા માટે જોઈતી તપશ્ચર્યા કરવાની, પ્રયત્ન કરવાની, કે જોગવાઈ કરવાની દૃષ્ટિ તેમ જ શક્તિ તેને નથી હોતી. “તે હોવી જોઈએ' એ માન્યતાનો અંકોડો જ તેઓમાં ખૂટતો હોય છે. એ અંકોડા સિવાયનું બાકીનું બધું તેમનામાં બરાબર હોય છે! તેઓમાંના કેટલાક પોતાના જાનમાલની પરવા પણ છોડી શકતા હોય છે. એવા લોકો સમાજમાં વધુ પેદા થવા, એ આફત છે. કારણ કે, તેઓ સાચા આદર્શ-ધૂની અને ગાંડા એ બેઉ વર્ગની વચ્ચેના હોય છે. તેઓનું લક્ષ્ય, અલબત્ત, કેવળ સ્વાર્થ-સિદ્ધિ હોવાને બદલે, બીજાનો ઉદ્ધાર કરવાનું પણ હોઈ શકે છે, અને ત્યાં તેમને માટે તથા બીજાઓ માટે મોટું ભયસ્થાન રહેલું છે. તેવા, પોતાના સમાજના કે રાષ્ટ્રના લાખો કે કરોડો દુ:ખી લોકોને “ઉપર” ઉઠાવવા કેડ બાંધી નીકળી પડનારાઓનો પણ, દરેક દેશમાં કે તેના ઇતિહાસમાં નમૂનો મળી આવે ! ઘણી શુભ નિષ્ઠાવાળી Page #10 -------------------------------------------------------------------------- ________________ યોજનાઓ, પ્રવૃત્તિઓ; હિલચાલો, કે ઘણાય જંગો કે બળવાઓ એ રીતે તીવ્ર ભાવનાશાળી, પણ પૂરતી દૃષ્ટિશક્તિ વિનાના આદર્શવાદીઓએ ઉપાડયાં હોય છે. પરંતુ તેમનું પરિણામ જે આવે છે, તેનો યથાર્થ પરિચય તો ડૉન કિવકસોટે પેલા ખેત-મજૂર-છોકરા ઍયૂનું દુ:ખ ટાળવા કરેલા પરાક્રમના વર્ણનમાંથી મળે છે. તે છોકરો ડૉન કિવકસોટને ફરી વાર ભેગો થયો, અને ડૉન કિવકસોટે ફરી તેની મદદે ચડવા તૈયારી બતાવી, ત્યારે તેણે જે કહ્યું તે યાદ કરવા જેવું છે –“અલ્યા નાઇટડા, ફરીથી આખી જિંદગીમાં તું મને ભેગો ન થતો; મને ભલે મારીને કકડા કરી નાખે, પણ તારા જેવાની મદદની મારે જરૂર નથી! તારા જેવા નાઇટો દુનિયામાં ન આવે તો સારું– કારણ કે, તમારામાં લોકોનાં દુઃખ ઘટાડવાની નહિ પણ વધારવાની જ આવડત હોય છે!” દરેક જમાનામાં ‘યુટોપિયા” અર્થાત્ “સખાવતી’ નગરીની ઉટપગાટ કલ્પનાઓ કરી, તે રસ્તે આખી દુનિયાને દોરી જવા ઇચ્છનારાઓનો પાર હોતો નથી. અલબત્ત, જો તેઓ અહિંસાધર્મી હોય, તો તો પોતાની ઉટપટાંગ કલ્પનાઓ લઈને પડી રહે, અથવા પોતાની જાતને નુકસાન કર્યા કરે, ત્યાં સુધી વાંધો નહિ. પરંતુ તેમાંના ઘણા -લગભગ બધા – હિંસાધર્મી હોઈ, “પોતાની સાથે નહિ, તે પોતાનો વિરોધી દુશ્મન’ એમ માનીને ચાલતા હોય છે; અને એ દુશમનોનો નાશ કરવામાં જ પોતાની બધી તાકાત લગાવતા હોય છે, – ભલે લોકશાહી રીતે માથાં ગણીને કે સરમુખત્યારની રીતે માથાં ભાગીને ! આપણા આઝાદી-જંગના ઇતિહાસમાંથી આવા નમૂનાઓ સહેજે તારવી આપી શકાય. કેટલાય ‘બાગી ઓ (ક્રાંતિકારીઓ), ‘વાદીઓ (સમાજવાદ ઇ૦ના પુરસ્કર્તાઓ), ‘યોજના”કારો ઇ૦ ભારતવર્ષના ઇતિહાસપટ ઉપર આવી કામગીરી બજાવી ગયા છે અને બજાવી રહ્યા છે. મોટે ભાગે તેઓના પ્રયત્નોનું પરિણામ શૂન્ય અથવા વિપરીત આવ્યું હોય છે. ગાંધીજી જેવો એકાદ શક્તિ અને દૃષ્ટિવાળો પૂર્ણ-નેતા આવે છે, ત્યારે જ કાંઈક સિદ્ધિ હાંસલ થઈ હોય છે. પરંતુ એવા યુગપુરુષનું આગમન, થોડા વખતમાં જ પાછળ વિવિધ ક્ષેત્રે ડૉન કિવકસોટોને જન્મ Page #11 -------------------------------------------------------------------------- ________________ આપનારું થઈ પડે છે! તેઓ એ મહાપુરુષની સિદ્ધિઓની જેમ પોતાને નામે પણ તેવી મહાસિદ્ધિઓ ચડાવવા કટિબદ્ધ થાય છે, અને ચારે તરફ બીજાને માટે કે પોતાને માટે પણ, આફતના ઓળા ઉતારી મૂકે છે. દરેક દેશને આવી નવલકથાની જરૂર રહેવાની; અને તેથી જગતની ઘણી ભાષાઓમાં તેના અનુવાદો થતા જ આવ્યા છે, તથા તે વંચાતી જ રહી છે. એ ગ્રંથ સૌને માટે આત્મદર્શક અરીસો છે અને સાથે સાથે એક ભારે પાર પણ. તે મહા-કથાનો આ ભાવવાહી સંક્ષેપ ગુજરાતી વાચકને વિશેષ અનુકળ નીવડશે, એ શ્રદ્ધા સાથે, તેને સાદર કરું છું. ગોપાળદાસ જીવાભાઈ પટેલ નોંધઃ આ પુસ્તકની શરૂઆતમાં ડેન કિવકસેટની ભત્રીજને ઉલ્લેખ છે (પૃ. ૩, ૨૬, ૨૮, ૨૯ ઈ.). પરંતુ પછી પૃ૦ ૧૫ર, ૧૫૫, ૧૬૩ ઉપર “ભત્રીજીને બદલે “ભાણું” એ તેને માટે ઉલ્લેખ કરેલો છે. બધે એકસરખું ભત્રીજી” ગણી લેવા વિનંતી છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન પ્રાસ્તાવિક ગ્રંથકાર આવકાર અનુક્રમણિકા ગેાપાળદાસ પટેલ મગનભાઈ દેસાઈ ખંડ ૧લા ભ્રાંતિ ૧. ભાવી નાઈટ ’નું ઘડતર ૨. વિજયપ્રસ્થાન ૩. દીક્ષાવિધિ ૪. શુભ પ્રારંભ ૫. મહા-પ્રયાણ ૬. બિસ્કેચન ૭. ચાંગેસિયને ૮. વીશી કે કિલ્લા ? ૯. એ અદ્ભુત પરાક્રમે ! ૧૦. મૅસ્પ્રિનાના સુવર્ણ–ટાપ ૧૧. મંદીવાનાની મુક્તિ ૧૨. પ્રેમ-તપશ્ચર્યાં ૧૩. પાદરી ખુવાનીયેાજના ૧૪. કાર્ડિનિયા વાત પૂરી કરે છે ૧૫. ડારેાધિયાની વીતક-કથા ૧૬. ડૉન ક્વિસેાટનું પ્રેમ-શૌર્ય ૧૭. વીશીમાં શું બન્યું ? ૧૮. સિંહ ખુશીથી પાંજરામાં પુરાયા ! १० ૪ ઇ જ १२ “ v ૧૩ ૧૯ ૩૦ ૐ તેમ ૬૪ ७८ ૮૪ ૯૦ ૧૦૪ ૧૧૧ ૧૧૬ ૧૨૨ ૧૩૨ ૧૪૩ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ ૧૬૨ ૧૬૫ ૧૭૧ १७४ ૧૮૧ ૧૮૬ ૧૯૧ ૧૯૮ ૨૦૧ २०४ ૨૧૦ ખંડ ૨ જે ભાંતિનિવારણ ૧. નવા પ્રયાણને નિરધાર ૨. તૈયારીઓ ૩. ટોબેગ્સમાં ૪. મૃત્યુ-દેવને રથ ૫. અજબ પરાક્રમ ૬. સિંહને પરાજય ૭. મોન્ટેસિનોની ગુફા ૮. જેનું જાગ્રત પણ સ્વપ્ન સમાન છે! ૯. જળ-ચક્કીનું પરાક્રમ ૧૦. શિકારે નીકળેલી ડચેસ ૧૧. અનેક અને મહત્ત્વની બાબતો વિષે થોડુંક ૧૨. માચા-જાળ છેદવાને ઉપાય ૧૩. ઊડણ-ઘોડાનું પરાક્રમ ૧૪. સ્કવાયરને નાઈટને સદુપદેશ ૧૫. સાન્કોનું ગવર્નર-રાજ ! ૧૬. વંદ્વયુદ્ધમાં વિજય! ૧૭. ડકને ત્યાંથી વિદાય ૧૮. બાસિલોના તરફ ૧૯. “શ્વેત-ચંદ્ર” નાઈટ ૨૦. ઘર તરફ ચિત્રસૂચિ ૧. ચોપડીઓ વાંચીને મગજ ભ્રમિત થઈ ગયું. ૨. કૂવા પાસેના હવાડા આગળ શસ્ત્ર-જાગરણ. ૩. જાદુઈ ઔષધ પીને સાની વલે બેસી ગઈ. ૪. સારા મૌરના પર્વતમાળમાં મળેલી નેંધપેથી. ૫. અણીદાર ખડક ઉપર આદરેલી પ્રેમ-તપશ્ચર્યા. ૬. બિલાડીઓથી ઘાયલ થયેલા ડોન કિવકસોટ. ૭. સાન્કને બે ઢાલ વચ્ચે બાંધી રણમેદાનમાં જવા તૈયાર કર્યો. ૮. ડોન કિવકસેટની આખર. ૨૧૯ ૨૨૫ ૨૨૯ ૨૪૯ ૨૫૩ ૨૫૯ ૨૬૬ ૨૭૫ * = = . ૧૦૧ ૨૩૭ ૨૪૫ ૨૮૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકાર છે. સવક્તા [ ઈ. સ. ૧૫૪૭–૧૬૧૬] સામાન્ય રીતે પોતાના ગ્રંથ કરતાં ગ્રંથકાર હંમેશાં નાનો હોય છે. એનું એક કારણ કદાચ એમ હોય કે, પોતાના જીવનમાં જે ન સાધી શકાયું, તેની કલ્પના કરી લેવાની સાહિત્યકૃતિમાં એક પ્રકારની સગવડ હોઈ, તેનો ઘણો ભાગ લેખકનું સાક્ષાત્ દર્શન હોવાને બદલે તેણે સેવેલો આદર્શ પણ હોઈ શકે. ડૉન કિવક્સોટ' ગ્રંથને વિષે “ઓરડાઓ ભરીને' ગ્રંથો લખાયા છતાં, તેના લેખક વિશે ભાગ્યે વધુ લખાયું છે. જોકે, એ ગ્રંથ તેના ગ્રંથકારનું જ તાદૃશ પ્રતિબિંબ છે! ગ્રંથમાં જે ઉદાત્ત માનવતા,– ભલે સિદ્ધિ અને પરિણામની દૃષ્ટિએ ગાંડપણ ગણાય એવી,- ડગલે ને પગલે વ્યક્ત થાય છે, તે તેના ગ્રંથકારની પોતાની ઉદાત્તતાનું પ્રતિબિંબ છે. સામાન્ય રીતે એમ મનાય છે કે, આ ગ્રંથ લેખકે કેવળ “નાઈટ” – પ્રેમશૂરા લોકોની કથાઓના, લેખકના વખત સુધી ચાલુ રહેલા, આકર્ષણને દૂર કરવા લખ્યો છે. અંગ્રેજ કવિ બાયરન તો ત્યાં સુધી કહે છે કે, સર્વોતે સ્પેન દેશની નાઈટ-પ્રથાને હસી કાઢીને જ દૂર કરી આપી; “ડૉન કિવકસોટ' ગ્રંથનો પ્રથમ ભાગ પ્રસિદ્ધ થયા પછી, ‘નાઈટ’ લોકોનાં પ્રેમ-શૌર્ય વર્ણવતું એક પુસ્તક બહાર નથી પડ્યું. १२ Page #15 -------------------------------------------------------------------------- ________________ પરંતુ, લેખકે આદર્શ પાછળ ગાંડા બનનારાઓની ઠેકડી કરવા જ આ ગ્રંથ લખ્યો હોત, તો તો તે ગ્રંથ “માનવજાતનું બાઇબલ’ ગણાયો ન હોત, તથા તેનું આટલું જગદ્-વ્યાપી આકર્ષણ અને “અપીલ’ ઊભાં થયાં ન હોત. કેવળ ઠેકડી ઠઠ્ઠો એવું રસ-બીજ ધરાવે? ગીતાના શબ્દોમાં કહીએ તો, (અ) ૭, શ્લો૦ ૩) જગતમાં હજારમાંથી એકાદ જણ કોઈક આદર્શને વળગી, તેની સિદ્ધિ માટે જાનમાલ ન્યોછાવર કરી, નીકળી પડે છે; પરંતુ તેવા હજારમાંથી એકાદ જણ જ સિદ્ધિને માર્ગે ‘તત્ત્વત:’ આગળ વધે છે; બાકીના નવસો-નવ્વાણુંની તો ફજેતી જ થાય છે. તે વખતે વ્યાવહારિક ડહાપણવાળા લોકો એ નિષ્ફળ નીવડતા લોકોની હસવા દ્વારા આકરી ટીકા કરે છે. સર્વાત એ હસતા લોકોમાં જાતે ભળતો હોય એમ હસવા લાગે છે, પણ ખરી રીતે, પોતાની સાહિત્ય-કળા મારફત, માનવજાતના એ આદર્શમુખી પ્રયત્ન તરફ સહાનુભૂતિ જ ઊભી કરાવે છે. સિદ્ધિને જ બિરદાવવાની, અને નિષ્ફળતાને હસી કાઢવાની જે પ્રાકૃત વૃત્તિ છે, તેને એ રીતે તે હાસ્યરસની મદદથી કલારસિક કે “સંસ્કૃત' કરે છે. ગ્રંથકારના જીવનની જે ટૂંક માહિતી મળે છે, તે ઉપરથી પણ એમ જ માની શકાય છે. સર્વાતનું આખું નામ મિગુએલ દ સર્વાત સાવદ્રા છે. સાવદ્રા એ તેની દાદીનું નામ છે, અને તે વખતની સ્પેન દેશની પ્રથા અનુસાર, પોતાના નામમાં તેણે ઉમેરેલું છે. તે સેવિલેના સર્વાત ખાનદાનનો નબીરો હતો, એટલું કહી શકાય છે. અર્થાત્ ‘હથિયાર-બહાદુર (“જેન્ટલમેન’) કહેવાતા ક્ષત્રિય – રાજપુત્ર કુટંબનો. અને તેથી જ પહેલેથી તેણે સૈનિક તરીકેની કારકિર્દી પસંદ કરી હતી. તે કહે છે તેમ, “ઘણાં વર્ષ સુધી તેણે સૈનિકજીવન ગાળ્યું હતું, અને પાંચ વર્ષ તો બંદીખાનામાં ગાળ્યાં હતાં. તેથી સહનશીલતાપૂર્વક દુ:ખો સહન કરવાની મને જાણે ટેવ જ પડી હતી.” Page #16 -------------------------------------------------------------------------- ________________ ૪ તેના પિતાના પિતા ઍડવોકેટ હતા; અને તેનો પિતા રોડ્રિગો દ સર્વાંત ટ્રાવેલિંગ-દાકતર હતો. મિગુએલ ઉપરાંત બીજાં છ છોકરાં ખવરાવવાનાં હોઈ, બાપને દરદીઓની શોધમાં ઘણું ઘણું બહાર જ ભટકવું પડતું. મિગુએલ અને તેનાં બીજાં ભાઈબહેનોને કેટલી અને કેવી કેળવણી મળી શકી હતી, એ વિષે કશું નિશ્ચિત કહી શકાતું નથી. છતાં છોકરાં શાળાકીય કેળવણી લઈ શકે તેટલો લાંબો વખત એ કુટુંબ વલ્લાદૉલિદ મુકામે રહ્યું હતું, એટલું નિશ્ચિત છે. સર્વાંત પોતે કહે છે તે પ્રમાણે, બચપણથી તેને વાંચવાનો બહુ શોખ હતો; અને શેરીમાં કાગળનું ગમે તે પતાકડું હાથમાં આવે, તેને તે વાંચ્યા વિના છોડતો નહીં. મિગુએલે સાલામાંકા યુનિવર્સિટીમાં ઓછામાં ઓછાં બે વર્ષ ગાળ્યાં હતાં, એવી વાયકા છે; પણ એ પ્રમાણભૂત નથી મનાતી. પરંતુ તેની વીસ વર્ષની ઉંમરના પ્રારંભકાળમાં માડ્રિડ મુકામે તે વિદ્યાર્થી હતો, એટલું નિશ્ચિત કહી શકાય છે; કેમ કે બાદશાહ ફિલિપ - ૨ ની ત્રીજી પત્નીના મૃત્યુ સમયે તેણે જે કવિતા લખી, તેની જાહેર પ્રશંસા તેના શિક્ષકે કરી હતી. પુખ્ત ઉંમરનો થતાં જ સર્વાંત વિખ્યાત કાર્ડિનલ ઍકવાવિવાના રસાલામાં જોડાઈ રોમ ગયો. પરંતુ તેનો મોટો ભાઈ લશ્કરમાં જોડાયો હતો, એટલે મિગુએલ પણ ઇટાલીમાં થોડું ઘણુ ફર્યા પછી કાર્ડિનલની નોકરી છોડી સૌનિક તરીકે સ્પેનના લશ્કરમાં જોડાયો. લશ્કરમાં જોડાયા પછી, તેને પોતાની વીરતા અને પરાક્રમ દાખવવાની તક તરત જ મળી. તુર્કસ્તાન સામેના લેપાન્ટોના યુદ્ધ દરમ્યાન (ઈ. સ. ૧૫૭૧) ખ્રિસ્તી નૌકાસૈન્યે જ્યારે તુર્ક નૌકા-સૈન્ય ઉપર હુમલો શરૂ કર્યો, તેને આગલે દિવસે તે તાવથી પટકાઈ પડયો હતો; પરંતુ ચડાઈ શરૂ થતાં જ તે પથારીમાંથી ઊઠીને ઊભો થઈ ગયો અને ભયંકર જોખમવાળી જગાએ પોતાને મોકલી આપવાની તેણે માગણી કરી. અલબા, એવા ઘમાસાણ યુદ્ધમાં એવી જગાએ તેને મોકલવામાં મુશ્કેલી હતી Page #17 -------------------------------------------------------------------------- ________________ જ નહિ; એટલે એ દિવસને અંતે વિજય હાંસલ થયો, ત્યારે તે ત્રણ જગાએ બંદૂકની ગોળીથી વીંધાયો હતો : બે જગાએ છાતીમાં અને ડાબે હાથે એક જગાએ. ડાબા હાથના એ ઘાથી તેનો એ હાથ જીવનભર નકામો થઈ ગયો. આવા ગંભીર જખમો થયા હોવા છતાં, સર્વોતે બીજી લડાઈઓમાં ઝુકાવ્યું, અને તે લડાઈઓમાં પણ સારાં પરાક્રમ કરી બતાવ્યાં. પરંતુ પછી ડાબો હાથ વધુ ને વધુ નકામો થતાં, તેને લશ્કરી કારકિર્દી છોડી, કલમની કારકિર્દી સ્વીકારવી પડી. તદનુસાર પાન્ટો આગળના પોતાના કમાન્ડર ઑસ્ટ્રિયાના ડૉન જુઆનની ભલામણ-ચિઠ્ઠી બાદશાહ ફિલિપ-૨ ઉપર લઈને તે સ્પેન તરફ પાછો ફર્યો. તેની સાથે તેનો ભાઈ રોડ્રિગો પણ હતો. સર્વોતને આમેય ઘર અને કુટુંબ પ્રત્યે બહુ પ્રેમ હતો; ખાસ કરીને તેની એક બહેન તેની પરમ મિત્ર જેવી બની રહી હતી. એટલે વતન પાછા ફરવાનું થતાં તે આનંદમાં હતો. પરંતુ મધદરિયે જ મૂર લોકોના એક જહાજે આ લોકોના જહાજને આંતર્યું અને તેમાંના એકેએક માણસને કેદ પકડી તેઓ અજીરિયા 'લઈ ગયા. | સર્વાતનું પ્રભાવશાળી વ્યક્તિત્વ, તથા બાદશાહ ફિલિપ-૨ ઉપરની તેની પાસેથી નીકળેલી ભલામણ-ચિઠ્ઠીઓને કારણે, મૂર લોકોએ માની લીધું કે, એ કોઈ મહત્ત્વનું માણસ છે – એટલે તેને મારી નાંખવાને બદલે જીવતો રાખવાથી વધુ લાભ થશે. તેથી તેઓએ તેને કેદખાનામાં નાંખ્યો. એ પાંચ વર્ષના કારાવાસ દરમ્યાન સર્વોતે નાસી છૂટવા માટે જે યોજનાઓ ઘડી, કાવતરાંની સામે કાવતરાં રચ્યાં, જે ધીરજ અને સહનશક્તિ બતાવ્યાં, આશાવાદ, હિંમત અને ખુશમિજાજપાછું દાખવ્યાં, તે ઉપરથી મિથુએલની પ્રકૃતિનું અસામાન્યપણું દેખાઈ આવે છે. સામાન્ય રીતે મૂર લોકો જે ખ્રિસ્તી કેદીઓ નાસી છૂટવા પ્રયત્ન કરે, તેમને મારી Page #18 -------------------------------------------------------------------------- ________________ જ નાંખતા; પરંતુ, ઉપર જણાવ્યા પ્રમાણે, તેને રાજદરબારી અગત્યનો માણસ માનતા હોવાથી, તેઓએ તેને મારી ન નાંખ્યો. છેવટે, તેના કુટુંબીજનોએ મૂર લોકો પાસેથી તેને છોડાવવા ભરણા તરીકે રકમ ભેગી કરી; અને નસીબે પણ જાણે તેની પાસેથી બીજું અગત્યનું કામ લેવા નિરધાર્યું હોય તેમ, સદ્ભાગ્યવશાત્ ટ્રિનિટિરિયન મઠવાસીઓની મદદથી ઈ. સ. ૧૫૮૦માં છૂટીને તે સ્પેન પાછો આવ્યો. તે વખતે તેની ૩૦ વર્ષની ઉમર થઈ હતી, અને ઘરથી નીકળે દસ વર્ષ થયાં હતાં. તે દુનિયા બંદરે ઊતર્યો, ત્યારે તેના ખીસામાં કશું જ ન હતું. અને તેના અજીરિયાના બંદીવાસ દરમ્યાન, તેની પહેલાંનો કમાન્ડર ડૉન જુઆન પણ મરણ પામ્યો હોવાથી, તેને સ્પેનમાં આગળ કરે તેવું કોઈ ન હતું. એટલે સ્પેન પાછા ફર્યા બાદ પણ તરત તો તે લશ્કરમાં જ પાછો જોડાયો; અને કદાચ પોર્ટુગલ સુધી કામગીરી બજાવી આવ્યો. પરંતુ એ અંગે નિશ્ચિત કશું કહી શકાતું નથી. પણ એ લશ્કરી કામગીરી ચાલી હોય તો પણ થોડો જ વખત ચાલી હશે. એમ જ કહેવું જોઈએ કે, સ્પેન આવ્યા પછી તેણે તરવાર છોડીને કલમ જ હાથમાં પકડી. આ અરસામાં તેની પ્રથમ કૃતિ “ગેલેશિયા' પ્રસિદ્ધ થઈ. તે એક ભરવાડકથા છે, તથા તેમાં દુહા-ગીત વગેરે વધુ છે. જોકે, તેનો પહેલો ભાગ જ પ્રસિદ્ધ થયો અને તેનો બીજો ભાગ પૂરો થયો જ નહિ. ત્યાર બાદ તેનાં બે નાટકો પ્રસિદ્ધ થયાં. તેમાંનું એક અજીરિયાની રીતરસમો અંગે છે, અને બીજું રોમન આક્રમણકારોના ન્યુમૅન્શિયનોએ કરેલા સામના અંગે છે. આ સાહિત્ય-વ્યાપારથી તેને ધનપ્રાપ્તિ તો નહીંવત્ જ થઈ. એટલે દરમ્યાન તેને પુસ્તકોની જાહેરાત અર્થે ચૌદ લીટીઓમાં સૉનેટકાવ્યો પૈસા લઈને લખી આપવાનો ધંધો પણ કરવો પડ્યો. એક કાવ્ય તો મૂત્રાશયનાં દરદો અંગેની એક ચોપડીની જાહેરાત માટે હતું! Page #19 -------------------------------------------------------------------------- ________________ આ દરમ્યાન જ માહૂિડ અને ટૉલેડો વચ્ચે આવેલા એક ગામડાની સ્ત્રીને પરણીને (ઈ. સ. ૧૫૮૪) સર્વોતે પોતાની નાણાંકીય મુશ્કેલીઓમાં સારો સરખો વધારો કર્યો. એ બાઈ દહેજમાં કશું જ લાવી ન હતી, જેથી તેની આર્થિક મુશ્કેલીમાં કંઈકે રાહત થાય. આ દરમ્યાન જ તેને એક પોર્ટુગીઝ સ્ત્રી સાથે પ્રસંગ પડ્યો, જેની સાથે તેણે પછીથી લગ્ન પણ કર્યું. એ લગ્નથી તેને એક પુત્રી થઈ – ઇસાબેલ દ સાવદ્રા, જેણે તેના ધીરજવાન પિતાની મુશ્કેલીઓમાં અવારનવાર સારી પેઠે વધારો જ કર્યા કર્યો હતો. કદાચ આ બધાં કૌટુંબિક દબાણો હેઠળ જ છેવટે તેને પોતાની કલમ છોડી સરકારી નોકરીમાં દાખલ થવું પડયું. તે અરસામાં બાદશાહ ફિલિપ-૨ ઈંગ્લેંડ ઉપર આખરી ચડાઈ કરવા પોતાનું નૌકાસૈન્ય તૈયાર કરી રહ્યો હતો; તે અંગે સર્વતને નૌકાસૈન્ય માટે ઘઉં અને તેલ એકઠાં કરનાર કલેકટર તરીકેની નોકરી મળી ગઈ. - એ કામમાં વેપારી બુદ્ધિ અને કુનેહ જોઈએ. પરંતુ સર્વોત તો લશ્કરી પ્રકૃતિનો માણસ; એટલે બીજાઓ ઉપર વધારે વિશ્વાસ મૂકીને તે આ કામ કરતો; તથા પોતા પૂરતી પણ હિસાબકિતાબની ચોકસાઈ તે રાખતો નહિ. તેને ગામડે ગામડે સરકારી ગોડાઉનો માટે ખાધાખોરાકીનો સામાન એકઠો કરવા રખડવું પડતું. દેવળના અધિકારીઓ પાસે પણ કંઈ ઉઘરાવવું પડતું. આ લાંબા ગાળા દરમ્યાન તેને હિસાબ ચૂકતે ન કરી શકવા બદલ સેવિલની જેલમાં પણ પુરાવું પડયું હતું. અને ત્યાર પછી પણ બીજી વાર મારપીટ અને ત્રાસ આપ્યા પછી તેને ફરીથી જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. કદાચ સેવિલના એ જેલવાસ દરમ્યાન તેણે “ડૉન કિવકસોટ” પુસ્તકનો પહેલો ભાગ લખવાની યોજના કરી. જોકે, એ બાબતની ખાતરી કોઈને નથી; કારણ કે, આ પહેલો ભાગ લખતા અગાઉનાં વર્ષોનો ઇતિહાસ સર્વોતના જીવનકાળમાં ઓછામાં ઓછો ઉપલબ્ધ છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ઈ. સ. ૧૬૦૩ના અરસામાં સર્વોત પોતાના હિસાબકિતાબમાં મળી આવેલી અનિયમિતતાઓનો ખુલાસો કરવા, તથા બની શકે તો વધુ રાજકૃપા હાંસલ કરવા, વલ્લાદૉલિદ ગયો. બાદશાહ ફિલિપ-૩ પોતાનો દરબાર ત્યાં લાવ્યો હતો. સર્વોત પોતાના કુટુંબ સાથે શહેરના કંગાળ લત્તામાં એક નાનીશી ઓરડી ભાડે લઈ રહેવા લાગ્યો. “ડૉન કિવકસોટ” પુસ્તકના પહેલા ભાગનો કંઈક હિસ્સો એ કોટડીમાં લખાયો હતો, એ નક્કી છે. એ કોટડી હજુ જેવી ને તેવી જાળવી રાખવામાં આવી છે, અને અનુકૂળ પરિસ્થિતિ અને સંજોગો હેઠળ જ લેખનકાર્ય કરી શકતા લેખકોએ એ કોટડીની એક મુલાકાત લેવા જેવી છે. એ ઓરડીમાં સર્વોતના કુટુંબની પાંચ કે છ તો સ્ત્રીઓ જ રહેતી હતી! નીચે એક વીશી હતી અને ઉપર એક કુટ્ટણખાનું હતું. વીશીમાંથી કુટ્ટણખાનામાં જવાનો દાદર સવંતના ટેબલ પાસે થઈને જ પસાર થતો હતો, સવતની ૫૮મી વરસગાંઠના અરસામાં જ, “ૉન કિવકસોટ”નો પહેલો ભાગ પ્રકાશક રોબજો છાપવા માટે સ્વીકાર્યો. તે સમાચાર લઈને જે દિવસે (તા. ૨૬-૯-૧૬૦૪) સત પોતાના આ કમરામાં આવ્યો હશે, ત્યારે તેને અને તેનાં કુટુંબીજનોને કેટલો હર્ષ થયો હશે, તે કલ્પી શકાય તેવું છે. કારણ કે, તેની ઉંમર થઈ હતી, તે અપંગ હતો, કંગાળ હતો, પૈસાની તંગી વેઠતો હતો, અને કદાચ બીમાર હતો. કારણ કે, જે જલોદર રોગથી આખરે તેનું મૃત્યુ થયું, તેની શરૂઆત આ અરસામાં થઈ ચૂકી હતી. રોબશે એ ચોપડી માટે સર્વોતને શું આપ્યું હશે, તેની નોંધ તો મળતી નથી; પરંતુ, એ ચોપડી વેચાવાનો એને એટલો ઓછો ભરોસો હતો કે, એક કૅસ્ટિલે પ્રાંત માટે જ તેણે તેનો કૉપીરાઈટ લીધો હતો. એ પુસ્તક પ્રકાશિત થયું ત્યારે તેના લેખકની સાહિત્ય-જગતમાં કશી ખ્યાતિ કે વગસગ હતાં નહિ. એટલે એ પુસ્તકની સફળતાનો આધાર કેવળ તેના આંતરિક ગુણ ઉપર જ હતો. અને કોઈની પણ કલ્પનામાં ન હોય તેવી સફળતા એ પુસ્તકને તરત મળી. “ડૉન કિવકસોટ’નો Page #21 -------------------------------------------------------------------------- ________________ १९ પ્રથમ ભાગ જાન્યુઆરી, ૧૬૦૫માં પ્રસિદ્ધ થયો; પણ એ વર્ષ પૂરું થયું એ પહેલાં કૅસ્ટિલેમાં જ તેનાં ચાર પુનર્મુદ્રણ થયાં. અને પ્રથમ બાર માસમાં જ પોર્ટુગલમાં તે બે વખત છપાયું. ૧૬૦૫માં વૅલેન્શિયામાં એની ઓછામાં ઓછી એક ચોર-આવૃત્તિ પણ છપાઈ અને ૧૬૦૭ લગોલગ બ્રસેલ્સમાં તે પ્રસિદ્ધ થયું. બીજે વર્ષ તો પૅરીસમાં તથા હૅમ્બર્ગમાં પણ તે છપાયું. એ જ અરસામાં ઇટાલિયન આવૃત્તિ પણ પ્રસિદ્ધ થઈ. ઈંગ્લેંડમાં એ પુસ્તકની કદર થતાં વાર ન લાગી અને ૧૬૧૧માં શેલ્ટનનો અનુવાદ પ્રગટ થયો. પછી ૧૬૧૫માં ‘ડૉન કિવકસોટ’નો બીજો ભાગ પ્રસિદ્ધ થયો ત્યાર પહેલાં તો યુરોપના બધા જ અગત્યના દેશોમાં તેની રાહ જોઈ રહેનારા હજારો વાચકો ઊભા થઈ ગયા હતા. અને લેખકના મૃત્યુ પહેલાં, એ પુસ્તકના બંને ભાગ ભેગા તો જગતના લગભગ બધા સંસ્કારી દેશોમાં પ્રકાશિત થઈ ચૂકયા હતા! અને આ લેખકે ‘ડૉન કિવકસોટ' લખ્યા પહેલાંનાં વીસ વર્ષ દરમ્યાન છૂટાંછવાયાં થોડાંક કાવ્યો અને એક અધૂરી કથા ‘ગૅલેશિયા’ સિવાય બીજું કાંઈ સર્જન કર્યું ન હતું! કદાચ એ વીસ વર્ષ દરમ્યાન જે દુ:ખ-સંકટ-તંગી વગેરે એ લેખકને વેઠવાનાં આવ્યાં, તે વડે જ લેખક તરીકેની તેની સફળતાનાં મૂળ નંખાયાં હતાં. અલબત્ત, એ વીસ વર્ષના ગાળાની શરૂઆતમાં થોડાં નાટકો તેણે લખ્યાં હતાં, પણ તે સફ્ળ નીવડયાં ન હતાં. કદાચ તેનું કારણ એ હતું કે, પ્રસિદ્ધ નાટ્યકાર લોપ દ વેગા તે વખતે સ્પેનનાં બધાં થિયેટરોને પોતાનાં સફળ નાટકો પૂરાં પાડી રહ્યો હતો. ‘ડૉન કિવકસોટ’નો પહેલો ભાગ આટલો સફળ નીવડયો, છતાં તેના લેખકને તેમાંથી કશી વિશેષ આવક થઈ લાગતી નથી. કારણ કે, થોડાં વર્ષ બાદ પોતાની “દૃષ્ટાંતરૂપ નવલકથાઓ’ના હકો તેણે ૧,૪૦૦ રિયલ, અર્થાત્ લગભગ ૫૦૦ ડૉલરમાં વેચી નાંખ્યા હતા. સર્વાંત ‘ડૉન કિવકસોટ'નો પહેલો ભાગ લખ્યા પછી, એક દસકો જીવ્યો. પરંતુ તે દરમ્યાન ‘ડૉન કિવકસોટ’ને મળેલી સફળતાથી પ્રેરાઈ, તેણે કંગાલિયત, બીમારી અને વૃદ્ધાવસ્થાનો સામનો કરી, તે પુસ્તકનો Page #22 -------------------------------------------------------------------------- ________________ બીજો ભાગ લખ્યો, એટલું જ નહિ, પણ પેલી ‘દૃષ્ટાંતરૂપ નવલકથાઓ પણ લખી. એ નવલકથાઓને દૃષ્ટાંતરૂપ’ કહેવાનું કારણ એટલું જ હતું કે, તેની બીજી વાર્તાઓની પેઠે તે કેવળ ઠઠ્ઠામશ્કરીરૂપ ન હોઈ, એકાદ સગુણને અનુસરણ માટે રજ કરતી હતી. અલબત્ત, એ દસકા દરમ્યાન જ તેને વધુ દુ:ખો અને સંકટો સહન કરવાનાં પણ આવ્યાં. પ્રથમ ભાગ પ્રસિદ્ધ થયો તેને એક વરસ પૂરું થાય તે પહેલાં જ તેને વલ્લાદૉલિદમાં ખોટી રીતે કેદ પકડવામાં આવ્યો : તેના કંગાળ ઘરની સામે એક પ્રેમી-જનનું ખૂન થયું; સર્વાત તો તે વખતે આરામ કરતો હતો, પણ પેલાની ચીસો સાંભળી, નીચે દોડી આવી, પેલાની થાય તેટલી સારવાર કરવા લાગ્યો હતો. પરંતુ સૌથી વધુ આઘાત તો તેને ઈ. સ. ૧૬૧૪માં ‘લૅન કિવકસોટ'નો બનાવટી બીજો ભાગ પ્રસિદ્ધ થયો, તેનાથી પહોંચ્યો. એના લેખકે પહેલા ભાગના લેખકને શરમમાં નાંખી દે તેવાં અપમાનો એ ભાગમાં ભર્યા હતાં. સર્વાત ખૂબ ગુસ્સે થઈ ગયો, અને પછી તેણે ખૂબ ઉતાવળમાં તથા આવેશમાં આવી જઈને પોતાના ગ્રંથનો બીજો ભાગ લખ્યો (ઈ. સ. ૧૬૧૫). છતાં, એક વાત નોંધવી જોઈએ કે, સર્વોતને વેઠવી પડેલી મુશ્કેલીઓથી તેનું અંતર કદી કડવાશભર્યું કે ખિન્ન થઈ ગયું ન હતું. છેક છેલ્લા દિવસ સુધી તે કંગાલિયતમાં જ સબડતો રહ્યો; છતાં તેણે એ બધો દુ:ખભાર હસી કાઢયો હતો. ગમે તેવા દુ:ખદરિયાને માનવ આત્મા કેવી રીતે હસી કાઢી શકે, એનો સર્વાત ઉત્કૃષ્ટ નમૂનો છે. પોતાના મહા-ગ્રંથમાં તેણે એ જ વસ્તુનું પ્રતિબિંબ પાડ્યું છે કે, આદર્શસેવી માણસ ભલે ગાંડો ગણાય, અથવા ભલે ગમે તેવી મૂર્ખાઈઓ કરી બેસે; છતાં છેવટે એવા મનુષ્યોથી માનવજીવન તથા જગત સમૃદ્ધ જ થાય છે. સાહિત્યમાં હાસ્યરસનો ઉપયોગ કરી, માનવજીવનની આ આદર્શયાત્રાની કરુણતાને અને ઉજજવળતાને રજૂ કરવાનો એ અદ્ભુત પ્રયોગ છે. અને તેથી જ એ સાહિત્યકૃતિની માનવ ‘અપીલ કદી ખૂટતી નથી, તથા સર્વ કાળે અને સર્વ સ્થળે નિત્યનુતન રહે છે... Page #23 -------------------------------------------------------------------------- ________________ આવકાર “માનવતાનું બાઈબલ વિશ્વ-સાહિત્યમાં અમર થયેલી આ સ્પેનિશ કથાનો સચિત્ર સારાંશ ગુજરાતી ભાષામાં ઊતરતો જોઈને તેને સહર્ષ સ-વિનોદ આવકાર આપવા પૂરતા બે બોલ લખું છું; ખાસ તો, તેમાં એ જવાબદારીને લઈને કે, તેના આ ઢબના સંપાદનનું નિમિત-કારણ વરસો પરની એવી મારી માગણી હતું. આ “બે બોલ” જરા લાંબા લાગે, તો તે માટે ક્ષમા માગવાનો વિવેક શરૂમાં જ કરી લઉં. જોકે, લાંબું ટૂંકું થાય એ તો ડૉન-કથાને બંધબેસતી વાત ને? અસ્તુ. ઈસ્વી સનના આ વરસે તે બહાર પડે છે, એમાં અમુક કાકાલીય વિનોદ-સ્થાન નહિ? આપણી ભાષાના સાહિત્ય-ક્ષેત્રના આ વર્ષે, તેના રસ-સ્વામી-સ્થાને વિનોદ અને હાસ્ય બિરાજે છે. કામરસની માયા મોહિની જો કામ ન કરતી હોત તો, મને લાગે છે કે, રસમીમાંસકોએ શૃંગારને રસરાજ કહેવાને બદલે વિનોદ-હાસ્યનો જ તે સ્થાને અભિષેક કર્યો હોત. | વિનોદ-વ્યંજક હાસ્ય સર્વ રસોમાં પ્રબળ રસ છે: કોઈ પણ રસની વાટે પણ પોતે પ્રગટી શકે એવો સૂક્ષ્મ બહુરૂપી રસાત્મક ભાવ વિનોદ છે. આ પુસ્તકમાં વીર, કરુણ, શૃંગાર,- અરે બીભત્સ અને અભુત પણ!– લગભગ બધાય રસ વાટે હાસ્ય ઝરતું જ રહે છે. કેમ કે, હાસ્ય-બીજ મૂળ જ્ઞાનોભવ છે! તે તે વિભાવની સમભાવી સમજબુદ્ધિમાંથી જન્મે છે. હાસ્યનો આસ્વાદ કરવાને માટે, સમ-વિષમના વિસંવાદી ઠંદ્વથી પર થઈ, પ્રશાંત ભૂમિકા પકડવાની અમુક તંદ્રતીત – ભલે તાત્કાલિક ને ક્ષણિક છતાં, – પ્રજ્ઞાન-સમાધિ કારણ બને છે. તેથી જ બહેરી મંદબુદ્ધિ બે વાર હસે છે કે બોત પેઠે બને છે. આમ તો દરેક રસાસ્વાદ તે તે સ્થાને Page #24 -------------------------------------------------------------------------- ________________ २२ - પ્રશાંત રસની કલા-સમાધિનું જ ફળ હોય છે; તે વિનાનો રસ કલારસ નહિ, પણ વિષય-રસ કે ઇંદ્રિય-૨સ જ બહુધા હોય,— કે જેવું આજે સંભોગ-શૃંગારાદિના અશ્લીલ લાંપટય-રસિક સાહિત્યમાં પ્રાય: જોવા મળે છે. પણ આ તો હું, ડૉન-કથાના ચેપમાં, રસમીમાંસાની પવનચક્કી ઉપર કૂદી પડવા કટિબદ્ધ થયા, એવું વાચકને લાગે, તો વાચક ફરી ક્ષમા કરે; — વાત પર આવું. બીજું એક કાકતાલીય સમય-સ્થાન આ સંપાદનના પ્રકાશનકાળે એ છે કે, કેન્દ્રીય સરકારે વિશ્વ-સાહિત્યની ઉત્તમ કૃતિઓને દેશની બધી ભાષાઓમાં ઉતારવાની યોજના કરી છે; તેમાં સર્વાન્ત (અંગ્રેજીમાં તેને સર્વાન્ટિસ બોલાય ને?) -ની આ કૃતિને સ્થાન મળ્યું છે: તે અનુસાર આ ડૉન-કથાનો પૂર્ણ અનુવાદ “ડૉન કિહોટે” નામે બહાર પડયો, તે પણ આ જ વખતે બને છે! આમ સારાનુવાદ રૂપે આ લઘુ ડૉન-કથાને પ્રગટવા માટે આવું રૂડું ચોઘડિયું ઘડાયું છે! ૨ આ પૂર્ણ અનુવાદનું નામ ‘કિહોટે’ વળી શું? એવી શંકા થઈ બેસે એવું છે. તો જ્ઞાનયુદ્ધની એ ડાકણનો નાશ કરીને જ આગળ વધી શકાય; અને તેમ તેના વિદ્વાન અનુવાદકે ઉદ્યમપૂર્વક કર્યું છે. વાત એમ બની કે, આ સરકારી અનુવાદ-કામ કરવા અંગે એ કૃતિની જન્મભૂમિ સ્પેનની ખાસ યાત્રા તે કરી શકયા; તે દરમિયાન, એ ત્યાં જોઈ આવ્યા કે, અંગ્રેજીની જ્ઞાનની બારીમાંથી – કહો કે, અંગ્રેજી ‘દ્વારિકા ’થી જ્ઞાનવાન બનેલો વર્ગ જેને, (તે વિષેના સત્યના દ્વાર-દેશને જોયા વિના,) ‘ કિવકસોટ’ કે ‘ કિવઝ્ઝોટ’ કહી મારે છે, — છતાં જ્ઞાનગર્વ ધરી શરમાતા નથી! – તેમણે શરમપૂર્વક જાણવાની જરૂર છે કે, મહાન કથાનાયક ડૉનનું સાચું નામ ‘કિહોટે’ જેવું કાંઈક તેના વતનના મૂળ વતનીઓમાં બોલાય છે. - અને આથી કદાચ પેલા ધ્વનિ-પરાયણ ભાષાશાસ્ત્રીઓ, – કહો કે, ધ્વન્યાલોચકો, – (‘લિંગ્વિસ્ટિક્સ'વાળાઓ) છેડાઈ પડે ને કહી વાળે કે, Page #25 -------------------------------------------------------------------------- ________________ २३ ‘કિહોટે’ ઉચ્ચાર બરોબર નથી; (જોકે, તેથી કાંઈ તેઓ બરોબર ઉચ્ચાર કરી બતાવશે એવું રખે માનતા; તેઓ, તેના ઉચ્ચારના સ્વર-વ્યંજનો વિષે એક લઘુ કે લંબ નિબંધ જ લખી બેસીને, તેના ઉચ્ચારની ચર્ચાસ્પદતા જ સિદ્ધ કરશે !) – તો ડૉન-કથાના પૂર્ણાનુવાદક આ ભયસ્થાન વિષે અગમ-ચેતીને પાણી પહેલી જ પાળ બાંધે છે કે, આમ ‘ કિહોટે’ લખવા છતાં, એનો સાચો કે સચોટ ઉચ્ચાર તો એથી પણ યથાતથ લિપિબદ્ધ નથી જ થઈ શકયો! તટસ્થ વાચક અહીં કદાચ કહી બેસે કે, તો આપણા લોકમાં –(સર્વ લોકમાં નહિ, પેલા અંગ્રેજીની એકમાત્ર જ્ઞાન‘દ્વારિકા’માંથી હવા ખાધેલ લોકમાં, અને તેમનું સાંભળીને તે બારી વિનાનાં ઘરમાં હવા ખાતા રહેલા લોકોમાં કર્ણોપકર્ણ ગયેલો,) – અંગ્રેજ-કૃપાએ બોલાતો પરિચિત ‘ કિવકસો( - ઝો)ટ' ઉચ્ચાર શો ખોટો? . અને આ ઉચ્ચાર અને લિપિ ને લેખન શબ્દો સાંભળીને કદાચ । પેલા ધ્વન્યાલેખન-પટુ વ્યુત્પત્તિકારો જોડણી-યુદ્ધ જગવી બેસે ને કહે કે, બોલો તેવું જ લખો; ભલે બોલી બાર ગાઉએ બદલાયા કરે!–તો આ ‘કિહોટે’ને ‘સર્વાન્ત' બેના બિચારાના શા હાલ થાય? તેઓ નાદ કરીને કહેશે, ‘કિહોટે'માં ઈ, ઓ, એ સ્વરો લાંબા થયા છે કે પહોળા, અને હ-શ્રુતિ કે હકાર કે પછી હાક-શાક-ન્યાયે ઉચ્ચાર-ભેદ છે, – શું છે? એ બધી અનંત રાવ-ફરિયાદમાંથી બચીને સારાનુવાદકે ‘કિવકસોટ’ અપનાવી આબાદ વિક્રમ સાધ્યો ગણાય; તો ‘સર્વાન્ટિસ” અપનાવીને પૂર્ણનુવાદકે ‘સર્વાન્ત ’ને માત કરી બાકીનો અર્ધા વિક્રમ સર કર્યો છે. એમ આ દ્વૈતવાદી ગુજરાતી પરાક્રમ – સર્વાન્ટિસના ‘ કિવકસોટ ’નું – - બહાર પડે છે. પરંતુ પહેલી રસ-પવન-ચક્કી પેઠે જ આ ધ્વનિ- ને ઉચ્ચાર- પવનચક્કી પર કૂદવામાં પાછો લપસી પડયો! જોકે, ડૉન-કથા વાંચીને તેને આવકાર આપવાનો સક્રિય માર્ગ એવો જ હોય ને? તે પરથી વાચક જોશે કે, આ કથા કેવા જબરા ચેપી રસવાળી છે! Page #26 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણાનુવાદક ખાસ સ્પેનયાત્રા કરી આવ્યા, તેથી તેમની પાસેથી એટલું જાણવાનું સહેજે મન થાય કે, સ્પેનના લોકો, ૧૬મા સૈકામાં જન્મેલા તેમના દેશબંધુ લેખક અને તેમણે જન્માવેલા આ અમર મહાપુરુષની ‘રામાયણ’ ઉપર, સૈકાથી ચાલુ, આટલા બધા આફરીન શાથી છે વારુ? સ્પેનમાં આજે “ચોરે ચકલે ડૉનનાં પૂતળાં વેચાય; ત્યાંની નેશનલ લાઈબ્રેરીમાં તથા ફિલિપ્સના પુરાણા આલશાન મહેલમાં ડૉન વિશે સંઘરાયેલાં પુસ્તકો જોઈ ભલભલા આભા બની જાય.” ઇ૦ ઇ૦ જોવા જાણવા મળે, એ આ ડૉન-કથાના કયા અતૂટ જાદુથી વાર? સ્પેનનો સમાજ નજરે જોઈને આ વિશે કાંઈક પ્રકાશ પાડવા જેવો ખરો. જોકે, સતત સનાતન હાસ્યનો સ્વયંપ્રકાશ ઓછો છે કે, અન્ય-રસાશ્રયી પ્રકાશ ખોળવો?–એમ કદાચ કહેનાર કહે! અને આ નવલકથાએ, તે જન્મી તે જ દિવસથી, સ્પેનને જ નહીં, આખા યુરોપને ગાંડું ગાંડું કરી મૂક્યું; જે દશા આજ સુધી, ધીર-ગંભીર બનેલા હાસ્ય રૂપે ચાલુ છે! અને તે પછી દુનિયાભરમાં યુરોપવાળા તેમનાં વહાણો પર ચડીને લૂંટાલૂંટ કરતા ફરી વળ્યા, તેથી તે કથાના રસની લૂંટ દુનિયામાં જ્યાં ત્યાં પહોંચાડી. આ વસ્તુનું વિશ્લેષણ કરવા પાછળ ભલભલા કલા-વિવેચકોએ પોતાની રસંદ્રિયશક્તિ ચલાવી છે. ઈશ-ગુણગાન પેઠે, ડૉન-ગુણગાનાર્થે તેમના દ્વારા શાહી અને કાગળને કેટકેટલો ખર્ચ થતાં છતાં, તેઓને પ્રવાહ પૂરો નથી થતો! તેનો તાજો પુરાવો- આ એક નહીં બે,-એક પૂર્ણ અને બીજો સારાંશ, – અનુવાદો! અરે, સર્વાન્ટિસે પોતે જ પોતાની કથાની પ્રસ્તાવના લખીને એના કલ્પ-સૂત (ભૂલમાં આને “કલ્પસૂત્ર' ન વાંચતા!) ‘કિવકસોટ' અંગેની આ મૂંઝવણ વ્યક્ત કરતાં શરૂમાં જ કહ્યું છે કે, “આ મારી કથાકૃતિ વિશે, હે પ્રિય વાચક, તને શું કહું? એ લખવામાં મેં કાંઈક સમય તો આપ્યો જ છે. પરંતુ, છાતી ઠોકીને તને કહું છું કે, તેની આ Page #27 -------------------------------------------------------------------------- ________________ २५ પ્રસ્તાવના લખવામાં મને જે શ્રમ પડયો છે, તેનાથી અર્ધા પણ ડ્રામ મને આ કથા લખવામાં પડયો નથી!” એમ જ હું આ ‘આવકાર’ લખતી વખતે, – કલમ ઠોકીને અને તે ન ચાલે તો તેને જોરથી ખંખેરી શાહીના ડપકા નાખીને પણ, – તેના વાચકને કહી શકું છું કે, મહાન ડૉનનું આ લઘુ સંપાદન વાંચવામાં જે રમૂજાનંદ આવ્યો અને તે માટે શ્રમ-સમયનું ભાડું ભર્યું, તેનાથી કયાંય વધારે શ્રમ-સમય, આ પ્રાસ્તાવિક (અને ડૉન જેમ ઊંચા નહી તે, સાન્કો જેવા જાડા-પહોળા) લાંબા બે બોલ લખવામાં મારે આપવો પડયો છે; તથા તેમાં રમૂજાનંદની તો વાત જ ન પૂછો! તેને બદલે, ‘આવકાર’લખવાની જવાબદારી અદા કરવાનો ખિન્ન ત્રાસાનંદ ભલે કહો તો કહો! * પણ હવે આવકાર આપવાની વાત ઉપર આવું. આવકાર આપવા માટે મારે શું કરવું ઘટે? ઊંડા ને એકાંતિક વિચાર બાદ લાગે છે કે, આ એક જ કામ હોવા છતાં, તેને ચૂકતે કરવાને માટે મારે ‘દ્વિવિધા ’માં પડવાનું આવે, તો તેનો સામનો કરવો; – કેમ કે દ્વિવિધ રીતે આવકારનું કામ થઈ શકે; – પ્રકાશક આવકાર માગી માગીને એટલું જ માગે છે ને કે મારે એટલું કહેવું ઘટે કે, આ તેમનું લઘુ સંપાદન મને કેવું લાગ્યું? આવકાર આપું તો તેના કયા ગુણ પર મોહાઈને? અને એનો ઉત્તર દ્વિવિધ રીતે શકય છે એક તો એ કે, આ ગુજરાતી સારાનુવાદ,– નવા ડૉનકથાવતાર તરીકે, મને કેવો લાગ્યો? અને બીજું એ કે, મહાન ડૉન અને એમની મૂળ કથા વિષે શું કહું છું?-કે જે અત્યારે બે કદ-‘રૂપ’થી (જો જો, ‘કસ્તૂપ’ બોલી કે વાંચી બેસતા!) ગુજરાતની – અરે, મહાગુજરાતની – ભૂમિ પર અવતરે છે! " હજાર કરતાંય વધારે પાનની મૂળ કથા (અરે, ‘મૂળ’ નહિ, એકમાત્ર ઉઘાડી અંગ્રેજી જ્ઞાન‘દ્વારિકા’માંથી વાઈ આવેલી, ‘મૂળ-ભાડૂતી’ કથા)નું Page #28 -------------------------------------------------------------------------- ________________ નાનકડાં ૨૮૦ જ પાનમાં કેદ પુરાયેલું આ કથા-સંપાદન છે. તે વિષે તો વાચક પોતે જ જાત-અનુભવે કયાસ કાઢી લેશે. મને તે સુવાચ્ય અને સફળ લાગ્યું છે : મૂળ મહા-કથાની ગરજ આ લદા-કથાનક ઠીક સ-રસ સારી શકશે. તેમાંય આનો ઉદ્દેશ જો આપણા લઘુવી વિદ્યાર્થીઓને ઇતર વાચન રૂપે પહોંચવાનો હોય, તો આ ગ્રંથની ઠાવકી લઘુતા સચોટ બનશે. કેમ કે, વિદ્યા માટે મગજને સદા-તત્પર રાખવા સારુ સતત મનોરંજન ઝંખતા વિદ્યાર્થીઓ પાસે બહુ ઝાઝો સમય નહીં માગે. તેની ભાષા પણ અનુકૂલ વહેતી છે; અને કથા-પ્રવાહ ડૉન-ગતિએ ચાલે છે; તેથી તે ગુરુવયી વાચકવૃંદનેય ગમશે. એકમાત્ર જ્ઞાન-દ્વારિકા-ભવનમાં નહિ વસતા ગુજરાતી વાચકોને જગત્સાહિત્યની આ નીવડેલી ચીજ ચાખવા માટે આ સારાનુવાદ ખપ દઈ શકશે. મૂળ કથા વિષે તો કહેવાનું જ શું હોય? જગબત્રીસીએ ચડી ચૂકેલી આ કથા છે – દેશ-દેશાવરના લોકો પોતપોતાની બત્રીશીથી એ વિષે બોલે છે અને હસે છે; અને કહે છે તેમ જ ચર્ચે છે. કહે છે કે, બાઈબલ પછી બીજે નંબરે પ્રસરેલી આ કથા છે! તો પછી કહેવા જેવું શું બાકી રહ્યું કે રાખ્યું હશે? કેવાં વિરલ સ્તુતિવચનોને પાત્ર આ કથા છે! એક યુરોપીય વિવેચકે તેને “ખ્રિસ્તીને બદલે “માનવતાનું” બાઇબલ કહી છે. બીજો એક જણ વળી કહે છે કે, સર્વ શુભોપમાં લાયક -“અનુપમ’ મનોરંજનનો અખલિત ફુઆરો જ જાણો! ૩૬૦ વર્ષથી ઊડતો જ રહેતો અખૂટ ફુવારો! છે અને એનાં પાત્રો? અમીર ઉમરાવ ને રાજકુમારી ને અપ્સરાઓથી માંડીને પ્રાકૃત માનવ-તેમ જ પશુ- જનો સુધીની સર્વ જીવસૃષ્ટિને તે સ્પર્શે છે! પાત્રમણિ કિવકસોટે તો અંગ્રેજી ભાષાને એક અમર-ભાવને માટે શબ્દ આપ્યો છે! એ ઉચ્ચ નરોત્તમના પ્રેમશૂરા જીવનના પ્રેરક Page #29 -------------------------------------------------------------------------- ________________ રસ માટે નામ જ બીજું નથી: એ “કિવકસોટ'-રસ છે, કે જેને રસમીમાંસકો કેવળ હાસ્ય જ ગણીને હસનીય બને છે! આ ગ્રંથ માત્ર હી-હી હસાવતો વિદૂષક-ગ્રંથ નથી. બહુ બહુ તો, એ તો એનું એક બહિરંગ અર્ધવર્ણન જ કરે. “માનવતાનું બાઇબલ” સાવ હાસ્યાસ્પદ હોય ખરું? હા, જો એવી દલીલ કરી કે, ઈશ્વરની સૃષ્ટિમાં એકલો મનુષ્ય હસતું પ્રાણી સરજાયો છે. તેથી કરીને, માનવજાતનો મૂળ રસાઈ કે આવિર્ભાવ કુદરતી રીતે જ હાસ્ય ગણાય, તો એ સાન્કો પાન્ઝા પેઠે વજનદાર અને ડૉન પેઠે ઉન્નત તર્કસિદ્ધ વાત કહેવાય. પરંતુ હાસ્ય તો માનવ વર્ણમાળાનો વ્યંજન છે; સ્વર તો માનવભાવમાળા છે. અને હાસ્યરસ કેવળ હી-હી કરતાં વિશેષ છે– માર્મિક છે, તે આ કથા બરોબર સિદ્ધ કરે છે; નવા શબ્દથી જ તેને નવાજવો પડે– તેનો રસ અનુનામી – “કિવકસોટ-”રસ છે. અંગ્રેજી કોશકાર ‘કિવકસોટ’નો અર્થ સમજાવવા આ રીતે પ્રયત્ન કરે છે. –“૧. ઉત્સાહી સ્વપ્નદ્રષ્ટા, ૨. ઉન્નત પરંતુ અવહેવારુ આદર્શોનો અનુગામી, ૩. જીવનનાં સ્વમાન અને નિષ્ઠાભક્તિની તુલનામાં પોતાનાં પાર્થિવ હિતો વિષે બિલકુલ બેપરવા મનુષ્ય.” ડૉન આવો પુરુષ હતો. તેવાને હાસ્યાસ્પદ માનનાર જ હસનીય ઠરે! આથી એક અંગ્રેજ વિવેચકે કહ્યું કે, ડૉન-કથા આજ દિવસ સુધી આતુરભાવે વંચાય છે ને તેનો રસ મણાય છે, તેનું કારણ એનું મર્માળી અને વેધક વ્યંગ્યત્વ જ નહીં, પરંતુ તે એક ઉત્તમોત્તમ મનોરંજન પૂરું પાડે છે તે છે. જે દિવસે તે જન્મી ત્યારથી જ તેને આમ જગતે ઝડપી લીધી છે. અલબત્ત, લેખકે યુરોપના પ્રેમશૌર્યયુગની “નાઈટ-કે અમીર- કથાઓ પર ચચરતા ચાબખા રૂપે તે લખી; તે અર્થે તેણે (ડૉન જેમ બક-સેના પર તૂટી પડ્યો તેમ, ત્યારે ગતપ્રાણ થઈ બકરાં જેવા બનેલા નામશેષ નાઈટો પર) જે સચોટ ને મરણતોલ મશ્કરીનો સાટકો ચલાવ્યો છે, તેથી તે લોકપ્રિય નથી બની. તેનાથી વધારે ગંભીરાર્થક રહસ્ય એમાં હતું, અને તે તેનો અમર મનો Page #30 -------------------------------------------------------------------------- ________________ હારી સાત્વિક રંજન-ગુણ છે, એમ તે અંગ્રેજ વિવેચક કહે છે. આ વિધાન છણી જોવા જેવું છે. ડૉન-કથા, યુરોપના સાહિત્યમાં, અર્વાચીન શૈલીની નવલકથા તરીકે પ્રથમ કહેવાય છે. અગાઉનાં પ્રેમશૌર્ય-કથાઓ ને કાવ્યાદિથી નવું પ્રયાણ આ હતું; તથા વધુમાં એ કે, આખી વાર્તા જ બેઠી મશ્કરીરૂપે આલેખાઈ હતી. પ્રેમશૌર્ય-રસ વાસી થઈ ગયેલો, તેમાં આથી નવતાની રમણીયતા આવી એટલું જ નહીં, ‘નાઈટ’– અમીરીનો પ્રાચીન ખ્રિસ્તી આદર્શ પડતીદશામાં છતાં, તેનો આત્મા પુન: પ્રગટ થયો–મધ્યયુગીન ખ્રિસ્તી સમાજમાં રૂઢ થયેલી ભાવનાની ભક્તિને ટકોરીને તાજી કરાઈ. હાસ્ય જેવા સર્વ-ભોગ્ય રસથી આ કામ થવાથી, તે કથા તરત પરચો દેખાડી શકી – મીઠું મનોરંજન અને પુરાણપ્રિય ભક્તિ – બંનેને એકીસાથે અપીલ કરતી આ શક્તિ ડૉન-સ્થામાં નોંધપાત્ર છે. આવી બેઠી મશ્કરી-કથા આપણે ત્યાં જોવી હોય તો “ભદ્રંભદ્ર' છે. કદાચ ડૉન-કથાની જ પ્રેરક છાયામાં તેના લેખકને એનું સ્વરૂપ સફર્યું હોય. પુરાણપ્રિય મહાવ કાળધર્મને વશ થઈ સમાજમાં જડ કે ભ્રષ્ટ અથવા કાલગ્રસ્ત કે અ-હૃદયી બને, છતાં રૂઢિજડ ને ચાલ્યા કરે, ત્યારે એમાં જીવન વિશે અમુક અસંવાદિતા અને અસ્થાનેપણું આપોઆપ આવી જાય છે. છતાં પૂર્વબળે તે ચાલ્યા કરે છે. આવી વિસંવાદી અસંગતતા કે સમાજજીવનના અનુબંધમાં અદકેરા અંગ જેવી વિષમ વિસંગતિ એક બાજુ દંભનું મૂળ બને છે; પણ તેને બીજી બાજ પણ છે, કે જે વિનોદક હાસ્યપાત્ર છે. આ બાજુને ડૉન-કથા યુરોપમાં અને તેના અનુકરણમાં હિંદમાં ‘ભદ્રંભદ્ર' નિરૂપે છે. એક બીજી વસ્તુ પણ અહીં નોંધપાત્ર છે. સ્પેન ખ્રિસ્તી દેશ – તેના પ્રજાત્મામાં પ્રેમશૌર્યનો આદર્શ ભારેલો હતો; તેમ જ તેનો સમાજ Page #31 -------------------------------------------------------------------------- ________________ २९ પરધર્મી – ગેરખ્રિસ્તી – મુસ્લિમ મૂર લોકોના વશમાં પડયો હતો. એમ ત્યાં, –હિંદમાં અંગ્રેજ રાજ્ય જેમ, – પરવશતા વ્યાપી હતી : પ્રજા-હ્રદયમાં આથી પણ અમુક સંસ્કાર-શંકરની સ્થિતિ હતી. સ્વાભાવિક રીતે, આ પરવશ સ્થિતિમાં સ્પેનનાં કેટલાંય ભકતહૃદયો સમસમતાં હશે; – કે જેમ પુણ્યશ્લોક દાદાભાઈ અને લોકમાન્ય જેવાનું હતું. સર્વાન્ટિસનું ડૉનકથા-દર્શન આ રીતેય સમજવા જેવું અને સ્પેનને માટે પુનરુદ્ધારક હતું. એક વિવેચકે આ વિષે અછડતો ઉલ્લેખ એ રીતે કર્યો છે કે, “ડૉનકથાનો કલા-ચમત્કાર સમજવા માટે તેના લેખકનાં જીવન તરફ કાંઈક નજર કર્યા વિના ન ચાલે. આ પુસ્તક એવું છે કે, તેના લેખકના જીવનથી જુદું ન પાડવું જોઈએ; કારણ કે, ડૉનના ચારિત્રમાં જે માનવ ઉમદાપણું છે, તે જ એના સર્જકમાં હતું. દુ:ખની વાત એ છે કે, આ કથાનું ગુણગાન કરવા શાહીના ધોધ વહ્યા છે, છતાં તે ઓછા કે વત્તા અંશે વ્યર્થ છે તે એ રીતે કે, આ સમર્થ નવલોત્તમના લેખકની ખરેખર સંતોષપ્રદ જીવનકથા લખવા કોઈએ તસ્દી લીધી નથી. જોકે, "" એ અંગે જાણવા જેવું બહુ ઓછું આજે મળે છે. જે કાંઈ મળે છે તે પરથી આ લઘુક્થાના સંપાદકે આપ્યું છે, એ વાચકના આભારપાત્ર સારું થયું છે. ૧૦ સર્વાન્ટિસ પોતાની કથાની પ્રસ્તાવનામાં આ અંગે, લેખનસૃષ્ટિના સર્જન-વ્યાપાર વિષે એક નાનકડી મૂળ સત્યતા નોંધે છે; આ સંદર્ભમાં તે આ જ કલા-તત્ત્વ તરફ આંગળી ચીંધે છે. પોતાની પ્રસ્તાવનામાં શરૂમાં જ તે લખે છે “ પ્રિય વાચક, વિશેષ સાબિતી કે પુરાવો માગ મા; મારા વચન પર ભરોંસો રાખ કે, આ મારો માનસ-પુત્ર તારી ઇચ્છા મુજબ — યથેચ્છ બુદ્ધિમાન, આનંદમય, અને બહુશ્રુત બને એમ ઇચ્છું. પણ કુદરત એની ઉપર પોતાનો કરામતી જાદુ કર્યા વિના કેમ છોડે! દરજ્જાકૃતિ તેના સર્ગનું પ્રતિનિવત્વ પામે ન પામે; અને મારો ઉપલો માળ ખાલી Page #32 -------------------------------------------------------------------------- ________________ . ૩૦ વેરાન અને અનઘડ હોઈ, તે જે પેદા કરી શકે, તે સાવ મંદ, તદ્દન ઉદ્ધત ને અપ્રસ્તુત તથા કલ્પનામાંય ન આવે એટલું બધું અધ્ધરતાલ ન બને તો બીજું શું સંભવે? મિત્ર વાચક, એમ માનજે કે, કોઈ ખિન્ન વિષાદમય કારાવાસમાં પુરાઈને સબડતા વણસેલ-ચસકેલ માનસની ગરબડનું બાળક એ છે. . . . .” નવલ-કૃતિ તેના સર્જકની પ્રતિકૃતિ હોય જ; છૂટક તૂટક અનુભૂતિઓની હારમાળા રૂપી એ ફૂલગૂંથણીમાં, – ‘સૂત્રેમણિગણા-ઇવ’ પોતે સૂત્રધાર છે જ. અને સર્વાન્ટિસ એનો જ એકરાર કરે છે, અને આપણને ઉપરની એની વક્રોક્તિમાં, ડૉન-માહાત્મ મૂળ મારું (લેખકનું) અલ્પામ્ય જ હોઈ શકે છે, એવી સાવધાની આપે છે, અને અંતે તે કહે છે કે, પ્રિય વાચક, સિહાસને બેઠેલ કોઈ નૃપાળ જેવો જ તું તારા ઘરનો રાજા છે. તું સ્વતંત્ર છે અને ધનવાન છે; તેથી, સ્વતંત્ર રીતે, તને કોઈની કૃપા કે વગની પરવા ન હોય. તેથી, સ્વતંત્ર રીતે, તને તારો વિનોદાત્મા (“ઘૂમર') દોરે તે મુજબ, આ મારી કૃતિને પસંદનાપસંદ કરજે.” | સર્વાન્ટિસ મૂર લોકોની જેલમાં હતો. ખબર એવી મળે છે કે, ડૉન-કથા તેણે આ બંધન-વાસમાં લખી હશે. નિદ્રા-કેદમાં પડેલા જીવનો સ્વપ્નવિહાર કેવો અદ્ભુત હોય છે! તેમ જ, જેલ-વાસની કેદમાં પડેલા નાગરિક-જનનો જગતજીવન-વિહાર કેવો ઉદ્દામ અને મુક્ત હોય છે, તે એના અનુભવીઓ જાણે છે. સર્વાન્ટિસ તો એકલો અને શત્રુ-જેલમાં લાંબું ગોંધાયો હતો. તે દિશામાં તેના પ્રજાત્માએ જે પરાક્રમ-જીવન ઝંખ્યું, તેને એની વર્તમાન લાચાર બંધન-દશાની જડ નિ:સતાનાં ચશ્માંથી જોયું,– અને તે તેની વિદૃશ વિસંવાદિતાની સચોટ તુલનામાં. આથી હાસ્ય તો તેમાં આપોઆપ ગ્રથિત થયું અને કેદી સર્વાન્ટિસની વિષાદ-રાત્રિમાં વિનોદાનંદનો આવો હાસ્ય-પ્રકાશ તેને જ કેવો ધારક-તારક મનોરંજક નીવડ્યો હશે! ડૉન કથાનાં કેટલાંય કથાનકો લખતાં લખતાં, તેમના પર પોતે જ હસતો ને રાચતો કલ્પી શકીએ! Page #33 -------------------------------------------------------------------------- ________________ અને વિશેષ તો એ કે, પર-પ્રજાના બંધનમાં પણ તે સ્પેન-વાસીએ પોતાની પ્રજાની આદર્શ ભાવના જોઈ, પ્રજાત્મમુક્તિ અનુભવી હશે. કારણ કે, ડૉન-કથા પ્રેમશૌર્યાદર્શની તત્કાલીન ભ્રષ્ટતા અને વર્તમાન વ્યર્થતા નથી નિરૂપતી; બલ્ક, તે દ્વારા એ તો ઢંકાયેલા પ્રજાત્માને તેના ભ્રષ્ટ ઢાંકણથી જ પ્રકાશમાં લાવે છે – “તરણા ઓથે ડુંગર’ને દેખાડે છે! આથી જ કરીને, તે ગ્રંથ સ્પેનની પ્રજાનું ‘રામાયણ’ બન્યો: તેનાં પાત્રો ત્યાંના સમાજનાં સનાતન પ્રતીકો પેઠે ચાલતાં હશે! આ વસ્તુ-તત્ત્વ ડૉન-કથાની અમરતાનું બીજ છે. એ માટે હાસ્ય-રસનું વર્ણન એને અપાયું, તેથી બીજ સુકાઈ જઈ કે સડી જઈ નિર્જીવ નથી બનતું. કારણ, એની ભ્રમજ્ઞાનવૃત્તિ છોડીને જુઓ, તો ડૉન એક આદર્શપ્રેમી, પ્રેમશૂરો, ધીરોદાત્ત, અને સ્વમાની પુરુષ છે: માથે હાથમાં લઈને ચાલતો બલિદાનવીર પરગજુ ક્ષત્રિય છે. અને માનવતાનું હાર્દ આ ગુણો તો છે. તે માણસ પૂરો ‘જેન્ટલમેન’ – સજજન છે – ઈમાનદાર, શરીફ, અને નેકદિલ! સર્વાન્ટિસે ડૉનના ઉચ્ચકાય પાત્ર વાટે આવો અમૂર્ત કે સૂક્ષ્મ ઉચ્ચચરિત માનવ આલેખ્યો છે. એટલે કે, પોતાના અંતરાત્મામાં એ રૂપે પોઢેલો જોયો, અને તેને આ ગ્રંથ દ્વારા અક્ષરદેહ આપ્યો. ડૉન-કથા એવા ઉદારચરિત કલ્પ-પુરુષની જીવન કથા છે, કે જેનું સ્વપ્નદર્શન એણે જેલ-નિદ્રામાં જોયું. આ તેના દર્શન અને ક્લનનું તત્ત્વ છે. એના પ્રત્યે ઊંડા સર્ભાવસમભાવપૂર્વક,—અરે, તેના અભાવદર્શી વર્તમાન દ્વારા!– એવાં વિસંવાદ ચક્ષુથી, – તે જુએ છે. તેથી પોતાના ઇષ્ટદર્શના વર્તમાન અભાવ વિષે ધૃણાભાવ કે અસહાનુભૂતિને બદલે, વિનોદી સહાનુભાવ જન્મે છે – કે જે હાસ્યરસનું સાત્ત્વિક બીજ છે. ૧૧ હવે “ભદ્રંભદ્ર' જુઓ. તો એ કથા કેમ ચિરંજીવ ન બની શકી કે કોઈ ઉદાત્ત આદર્શની છાપ ન પાડી શકી, તે જણાતાં, ડૉન-કથાના ચિત્રણને અચ્છો ઉઠાવ મળે છે. “ભદ્રંભદ્ર”ના જનકને તે બ્રહ્મદેવ Page #34 -------------------------------------------------------------------------- ________________ ३२ પ્રત્યે સભાવ, સમભાવ કે કશી સહાનુભૂતિ હોય એમ લાગે છે ખરું? બલ્ક, તેના પ્રત્યે ધૃણાત્મક તુચ્છતાની નજરે નિહાળનારનું અભિમાની નિરૂપણ કે સર્જન એ છે, એમ દેખાઈ આવે છે. કલાકૃતિ તરીકે તે આવા ક્ષુબ્ધ અ-પ્રશાંત ભાવની નિષ્પત્તિ જેવું દેખાય છે. અને તેના લેખકની જીવનદૃષ્ટિ પણ અંગ્રેજ્યુગીન નવમતવાદને અનુરૂપ હતી, કે જે વસ્તુ ભારતની પ્રજાની કશી આદર્શતાને નહોતી સ્પર્શતી. આથી કરીને, અંગ્રેજ પરરાજ્યનાં આગંતુક વળેલાં પડ નીચે કાંઈક ભારતીય પરમદર્શન જોતી આંખ ત્યાં જણાતી નથી, – કે જેવી દાદાભાઈ, તિળક, કે ગાંધી જેવા પુરુષોમાં હતી. પરિણામે, “ભદ્ર ભદ્ર'-ભટનું જેવું ભોપાળું થયું તેવું ડૉન'નું નથી થતું. ઉપર ઉપરથી જોઈએ તો ભદ્ર ભદ્ર અને ડૉન આખા કથા-પ્રવાહમાં બન્યા જ કરે છે, પરંતુ એમાં ફેર છે. જેમ કે, ડૉન પ્રત્યે સતત કરુણાના સમભાવવાળું સંવેદન થાય છે; પરંતુ “ભદ્રંભદ્રશંકર અંગે? આમ, ડૉન ભદ્રંભદ્ર નથી. ડૉન દાતદર્શી છે; તે યુરોપીય મધ્યયુગમાંથી સોંસરી નજર કરીને ચાલે છે. એના ઉન્નત નાદમાં પડે છે. આ બે કલોપાજત મહાજનો વચ્ચે એક સમાનધર્મ છે ખરો– તેઓ બંને ભાતદર્શી છે. અને “જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ'-ન્યાયે ચાલે છે. પણ પોતાને જે લાગે તેને સત્ય માનીને ગાંધીજીના સત્યાગ્રહ-ન્યાયે જે કૂદી પડે છે, તેમાં જાનનો જ નહીં અકલ-આબરૂનો પણ સોદો થઈ જાય તોય પરવા નહિ! – બસ પોતાના ભ્રાત સત્યને માટે ઝૂઝે જ છે! જીવનમાં શુદ્ર લોભલાલચથી ને અલ્પ આબરૂની દરકારથી પામર પળશીમાં ન પડવું અને, બસ, સત્ય લાગે કે તેના માટે (આમ ગાંધીજી પ્રણીત સત્યાગ્રહી અદા ધરીને) ઝૂઝવું, એ શું મહાન કે મહત્તાદાયી નથી? ડૉન-કથા આવી મહત્તા જીરવી શકે છે, એ એના અમર કલાગુણને આભારી છે. ૧૨ પરંતુ એક સવાલ અહીં એ અંગે થાય ખરો: એક સન્નિષ્ઠ સમજણો અને અમીર માણસ પવનચક્કીને રાક્ષસ માને, ને શું નું શું Page #35 -------------------------------------------------------------------------- ________________ માનવાનું કાંઈ કાંઈ કરી શકે, – એવું ભ્રાન્તદર્શન ખરેખર બને? એવું માની શકાય? સર્વાન્ટિસની કલા વિષે આવો વાસ્તવવાદી સવાલ ઊઠે. અને તો પછી એની કૃતિ વિષે આંવી એક અસત્યની છાપ જાગીને, આખું કલાસર્જન અસમંજસ કે અશ્રદ્ધેય બની કલાભંગ થવા ભય રહે. આ કથાનું એવું નથી થતું એ તો, વાચક તે વાંચશે તે પરથી, હકીકતે જ પોતે જાતે ખાતરી કરી શકશે. પરંતુ, એમ થાય છે ખરું કે, ડૉન જેવા ઉચ્ચ પરાક્રમી પુરુષને તે આ ભ્રમભૂત કયાંથી વળગ્યું! અને તે વળગાડનું વર્ણન વાંચતાં સમવેદી કરુણા નીપજતાં છતાં, એ ભ્રમની ભવાઈ ને ભવાડો થતો જ રહે છે તે જોઈ હસવું પણ ખાળી શકાતું નથી: ડૉન પ્રત્યે કોઈ અનાદર કે તુચ્છભાવ વિના એમ બને છે, કે જે વસ્તુ રસમીમાંસામાં નોંધપાત્ર છે. તે તે પ્રસંગોપાત્ત સંબંધી અન્ય કેટલાંક પાત્રો હશે, પરંતુ ડૉનાનુચાર સાન્કો? દરેક પાત્ર અને વાચક પોતપોતાની રીતે વિનોદ માણે છે; અને તે બધો વખત મહાનુભાવ ડૉન તો નિલેંડવત્ પોતાની પ્રેમવીર પૂનમાં મસ્ત છે! વાર્તાને અંતે, “ઘર તરફ” જતાં તેમને જ્ઞાનોદય થાય છે કે, “પેલી નકામી ચોપડીઓ વાંચી વાંચીને કોણ જાણે મારા મગજમાં કેવીક ધૂન ભરાઈ બેઠી હતી!” જીવનને ઘડવામાં સાહિત્યકલા કેવી જબરી તાકાત છે! ડૉન-કથા તેનો અનુપમ નમૂનો છે. અને તેને ખંખેરીને તે સ્વસ્થ થાય છે. ૧૨. ફૉઈડ, જંગ આદિ આધુનિક કામ-અને સ્વપ્ન- માનસવિદો આવા ભ્રમજીવન વિશે શું કહે તે ખબર નથી. વેદાન્તનું માનસશાસ્ત્ર તો કહે જ છે કે, માનવ જીવાત્મા સર્પ- રજાવત્ માયા-ભ્રમમાં અટવાયા જ કરે છે. સુરદાસ ગાય છે એમ, “યહ માયા ભ્રમજાલ કહાવત, સુરદાસ, સઘરો.” રજજુ વિષે સર્પભાવ થાય તો આપણી સમગ્ર ચર્યા તે ભાવથી તરબોળ નથી થતી? એમ જ પવનચક્કીમાં રાક્ષસભાવ કેમ ન દેખાય? જ્ઞાનશક્તિ પેઠે જ ભ્રમજ્ઞાનશક્તિનેય થાહ નથી, એમ વેદાન્ત કહે છે – Page #36 -------------------------------------------------------------------------- ________________ ३४ “જ્ઞાનવૃતં જ્ઞાનં તેના મુલ્યક્તિ ગંતવ !” તેથી મનુષ્યો જગતમાં નવાર: મધન: મોષજ્ઞાન: વિજેતા:” બનીને, છતાં તે દશામાં કેવા રસપૂર્વક રચ્યાપચ્યા રહે છે! તેમનું મોઘત્વ તો તટસ્થ જોનાર જ્ઞાનીને દેખાય છે. અને એમ જ આપણને ડૉન વિશે લાગે છે, ને તે જોઈ અનુકંપાભર્યું હસવું આવે છે. અને એમ જ, આપણી માનવચર્યામાં રહેલા આ માયાભ્રમના સાક્ષાત્ વ્યવહારને જોતો માયાપતિ દેવ જો અને જ્યાં હોય, તો ત્યાંથી તે આ જગતની આપણી વિવિધ ચર્યાઓને માટે કરુણામય હાસ્ય નહીં કરતો હોય? કદાચ તેથી જ તે માયાપતિ સદાનંદ માણતો શેષ ઉપર નિરાંતે નિદ્રાસમાધિ લગાવી શકતો હશે – જગતનો ખેલ જોઈ પડયો પડ્યો હસ્યા જ કરતો હશે! કહેવાની મતલબ કે, હિંદમાં આપણે જો આ સ્પેનની ડૉન-કથા પરથી કલ્પના કરીને વેદાન્ત પર વળીને જગતકથા પર જો જઈએ, તો આ જગતની કથામાં પણ આવા કણ ભ્રમભૂલક હાસ્યનો અખૂટ ઝરો માણવા ન મળે? પરંતુ એ તો તટસ્થભાવે જોતા દેવને જ સંભવે, કે જેવું ડૉનથામાં વાચકદેવ તરીકે આપણને સંભવે છે. ૧૩ પણ ના, એ જ કથામાં અન્ય પાત્રો પણ ડૉનની ભ્રાંતિ જાણે છે, જુએ છે, અને તેની સાથે સંગ-સંસર્ગમાં આવે છે. પરંતુ તે તટસ્થ નથી: તેઓને માટે ડૉનનો ભ્રાત-ક્રમ વાસ્તવિક વ્યવહાર-ક્રમ છે. એટલે તેઓ વાચક પેઠે કરુણ હાસ્ય તો ન જ માણી શકે. જોકે, બે મિત્રો દયાભાવથી ડૉનના આ મનોરોગની દવા કરવા લાગે છે, અને કેટલાંય સ્ત્રીપુરુષો નર્યો ઉપહાસ એને ભોગે માણે છે. એમાંય, ડૉન સાથે જીવનમરણથી જડાયેલો તેનો પરમૈક સાથી-સેવક સાંકો પાન્ઝા! વ્યવહાર-સમજમાં ડૉન જેટલો ભાત, તેટલો જ અભ્રાન્ત આ સાન્કો છે, અને છતાં (કરણ અને હાસ્ય પેઠે, વિનોદ અને મૌખ્ય પેઠે) એ બેની અતૂટતા પણ કેવી ઊંડી અનુભૂતિ છે! યુધિષ્ઠિરના કૂતરા પેઠે પરમ વફાદારમણિ Page #37 -------------------------------------------------------------------------- ________________ ३५ સાન્કો સન્નિષ્ઠા અને સ્વામીભક્તિનો વિરલ આદર્શ છે! ઉચ્ચકાય ડૉન એમના શરીર પ્રમાણે ઊંચે કૂદે છે, તો આ વિપુલકાય ગોલાત્મા તેના શરીર પ્રમાણે ગોળ ગતિએ ગબડે છે! ઊંચ-નીચતામાં રહેલો આ ભેદભેદ પણ આ કથા વિષે લક્ષમાં લેવા જેવો મર્માર્થ ગણાય. ડૉનની કેટલીય મૂલ્યવત્તા તેના આ સાથી-સખા-સલાહકાર અનુચરની વિપુલ-બુદ્ધિ વ્યક્તિમત્તાને આભારી છે, એમ ન સમજીએ તો માનવ ગુણની કદર કરવામાં અકૃતજ્ઞ કહેવાઈએ. પરંતુ, ડૉન-કથામાં આવું બધું ઊંડું ને ઝીણું કાંતવા ન જઈએ. આ કથામાં “ય ય વિભૂતિમ સવં,' તે બધું મહાન ડૉન-અંશેન સ્થિતમ્” છે, એમાં શંકા નથી. અને તેનાં નાનકડાં ને છૂટક કેટલાંય કથાનકો પણ કેવી રમૂજ પેદા કરે છે! પ્રેમાનંદનો બાહુક ને તેનો રથ તથા ઘોડા: નરસિંહ મહેતાની વહેલ; અરે, શંખ ફૂંકવા સુધીની સમૃદ્ધિ સાથે નાગરી નાતમાં મામેરું કરવા નીકળવું તે-આવાં આવાં કથાનકોની યાદ આપતાં અનેક સ્થાનોથી ડૉન-કથા ભરેલી છે. તે બધાંમાં કૂદી પડીને, આમેય માથા કરતાં મોટી થયેલી પાઘડી ઉપર વળી પાછા વધારે આંટા ન લપેટું; પરંતુ અંત નજીક આવતાં, ડૉન પેઠે જાગ્રત થઈ, આ લઘુ ડૉનકથાને આવકાર આપવાનું આ “બે બોલ’ નું મૂળ કાર્ય પરવારું: આવા ગુજરાતી દેહે અવતરતા મહાપરાક્રમી ડૉન ગરવી ગુજરાતમાં ભલે પધારો! ૮-૪-૬૬ મગનભાઈ દેસાઈ *એક અંગ્રેજ વિવેચકે (૩નાલ્ડ કલાસ પિયેટી) આ બે મહાપાત્ર વિષે કહ્યું છે કે, “ડોન અને સાન્કે – એ બે જણ એક જ વ્યક્તિનાં બે પાસાં છે – એક દિવાસ્વપ્નદ્રષ્ટા, બીજે સાક્ષાત્ ધરતી પર વસતી વાસ્તવિક તથ્યતા; અને આ વ્યક્તિ હું કે તમે દરેક છીએ, એમ આ કથામાંથી આપણને જણાય છે.” Page #38 -------------------------------------------------------------------------- ________________ ३६ Humour is an affirmation of dignity, a declaration of man's superiority to all that befalls him. (Readers’ Digest, May, 266) Romain Garry [હાસ્ય-વિનેદ તો માનવ ગૌરવનો એકરાર હેં–મનુષ્ય ઉપર જીવનમાં જે કાંઈ ગુજરે, તે બધાથી પર માનવ-મહત્તા છે, એમ તે કહે છે.) આ બધાં સાહસની કથામાં “સૂત્રે મણિગણું ઇવ’– એકસરખી કઈ વસ્તુ હોય, તો તે એક ફિલસૂફના ડહાપણની ઊંડી ધારા તેમાં રહે છે તે છે; અને આ જ વસ્તુ તેના લેખક સર્વાન્ટિસને તેના જીવનમાં એક સાચો આશીર્વાદ હતો. સદાને માટે એક ઉદારચરિત વૃદ્ધ જન તેના ઘોડા પર બેસીને આગળ ચાલ્યો જ જાય છે, તેના હાથમાં ભાલો છે, તે જે કાંઈ દંભી જૂ હું જુએ તેને વીંધવા ઉગામતો જ જાય છે; અને એ વૃદ્ધ પુરુષને એછાયો આખા સ્પેન પર આખી દુનિયા પર, અને સૈકાના સમય પર આરપાર લાંબો પથરાય છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ સતકૃત ડોન કિવકસેટ! [પ્રેમશૌર્યની એક અનોખી કહાથા] Page #40 --------------------------------------------------------------------------  Page #41 -------------------------------------------------------------------------- ________________ ભાવી “નાઈટ'નું ઘડતર સ્પેન દેશમાં લો-માંશા પરગણાના કોઈ ગામડામાં જૂના જમાનાના એક ઠાકોર રહેતા હતા. એવા લોકોને ત્યાં સરસામાન ભેગો હંમેશ એકાદ જૂનો ભાલો પડેલો હોય છે, એકાદ જૂની ઢાલ તે ટિંગાવેલી હોય છે, દૂબળો-સૂકલો ઘોડો તબેલામાં હાંફતો ઊભો હોય છે, અને આંગણામાં શિકારી કૂતરો ઘૂઘવતો હોય છે. આપણા આ ઠાકોરની જાગીરી આવક કેટલી મોટી કે કેટલી નાની હતી એ કહેવાની તકલીફમાં પડવાને બદલે, એટલું કહી દઈએ કે, તેનો પોણો ભાગ ભોજન-સામગ્રી જોગવવા પાછળ ખરચાઈ જતો હતો. અલબત્ત, અમુક દિવસે અમુક અને અમુક પર્વે અમુક એમ ભોજન કરવું, આવાં ખાનદાનોમાં આવશ્યક હોય છે. - મહેસૂલી આવકમાંથી જે બાકી રહેતું, તેમાંથી વાર-તહેવારે પહેરવાના મખમલી પોશાક-બ્રિચિસ-સ્લિપર વગેરેમાં રોકાણ કરાતું. આડે દિવસે તો ઘર-કંતામણનો પોશાક જ તેમના શરીરને શોભાવતો. તેમના આખા કબીલામાં, ચાલીસ વર્ષ પસાર કરી કયાંક પહોંચેલી ઘરકામ કરનારી એક બાઈ, વીસ વર્ષની એક ભત્રીજી, અને ઘરમાં તથા ખેતરમાં કામ આપનાર એક નોકર– એટલાં માણસ હતાં. એ નોકર ઘોડો પણ પલાણી આપતો અને ખેતરમાં જરૂર પડદો દાતરડું પણ ચલાવતો. ઠાકોર પોતે પચાસ વર્ષ લગોલગના, નીરોગી, મજબૂત દેખાવના, સુકલકડી શરીરના અને લાંબા મોંવાળા માણસ હતા. તેમને શિકારનો ભારે શોખ હતો. તેમનું નામ કિવક્સાડા હતું. પણ તેનો અર્થ ‘લાંબા ડાચાવાળો’ થતો હોવાથી, કેટલાક વિદ્વાનો તેમનું નામ “કિવઝાડા’ ઠરાવે છે; પણ આપણે તે બાબતમાં કોઈ સાથે કશી તકરાર કરવી નથી. Page #42 -------------------------------------------------------------------------- ________________ ડૉન કિવકસોટ! આપણા આ ઠાકોરને જ્યારે કશું કામ કરવાનું ન હોય અને તમારે જાણી રાખવું જોઈએ કે આખું વરસ જ આ લોકોને કશું કામ કરવાનું હોય નહિ– ત્યારે તે, બીજું કશું કરવાને બદલે, પ્રેમ-શૂરા નાઈટ’ લોકોનાં પરાક્રમોની પ્રાચીન કથાઓનાં જૂનાં પુસ્તકો જ વાંચ્યા કરતા. એ વાતોનો ચટકો તેમને એટલો બધો હતો કે, શિકાર, ચોપાટ વગેરે પોતાના લોકોના સામાન્ય રસના બધા વિષયો તેમણે પડતા મૂક્યા હતા – અરે પોતાની જાગીરની દેખરેખનું કામ પણ તેમણે પડતું મૂક્યું હતું. વાત તો એટલે સુધી વધી હતી કે, એ મેંઘી જૂની ચોપડીઓ ખરીદવામાં તેમણે પોતાની કેટલીય ફળદ્રુપ જમીન વેચી નાંખી હતી. અર્થાત્ દૂર કે નજીક જ્યાંથી જેટલી ચોપડીઓ મળી શકે, તે બધી ચોપડીઓ તેમની પાસે ભેગી થઈ હતી. એ ચોપડીઓના પ્રેમ-શૌર્યભર્યા સંવાદો – ખાસ કરીને દુશ્મનને પડકારવા અંગેના, તેમ જ પોતાની પ્રેમ-રાજ્ઞીને સંબોધન માટેના – તો તેમને એટલા બધા ગમતા કે, જ્યારે ને ત્યારે, તેમના મેંમાં એ શબ્દો જ ગુંજ્યા કરતા. આ ચોપડીઓ વાંચવામાં તે એટલા બધા મશગૂલ રહેતા, કે કોઈ કોઈ વાર તો રાતે વાંચવાનું શરૂ કર્યું હોય તો બીજા દિવસની સવાર થઈ જતી; અને દિવસે વાંચવાનું શરૂ કર્યું હોય તો મધરાત પણ વીતી જતી. આમ અતિશય ઉજાગરા અને સતત વપરાશને લીધે છેવટે તેમના મગજનું તેલ ખૂટી ગયું અને વિવેક-બુદ્ધિનો દીવો હંમેશને માટે ગુલ થઈ ગયો. પછી તો આખો વખત, – વાંચતા હોય ત્યારે કે ન વાંચતા હોય ત્યારે, – તેમની નજર સમક્ષ એ ચોપડીઓમાં વાંચેલી કહાણીઓનાં કલ્પના-ચિત્રો જ ઘૂમ્યા કરતાં. જાણે માયાવી રાક્ષસોએ માયાજાળ બિછાવી છે, કોઈ રૂપસુંદરીનું હરણ તેઓ કરી જાય છે, તેણે પાડેલી મદદ માટેની ચીસો સંભળાય છે, અને તરત દુશ્મનને વીરોચિત પડકાર, રણશિગાનો કાર, ઘોડાના ડાબડાઓનો દડબડાટ, તરવારોનો ખણખણાટ, ઘાયલ થયેલાઓનો કણસાટ વગેરે તેમની આંખ સામે, કાન સામે, -ટૂંકમાં તેમની પોતાની સામે તાદૃશ થઈ જતાં. સાથે સાથે પોતાની પ્રેમરાજ્ઞીની કૃપાદૃષ્ટિ ન મળવાથી થતો વલવલાટ, વિયોગ-દુ:ખનો અમળાટ, Page #43 -------------------------------------------------------------------------- ________________ છે તે (BANKIRTI|ILLA WAT | પાનાં : કામ WilfvHHE is ચોપડીઓ વાંચીને મગજ ભ્રમિત થઈ ગયું.- પૃ૦ ૪ Page #44 --------------------------------------------------------------------------  Page #45 -------------------------------------------------------------------------- ________________ ભાવિ ‘નાઈટ’નું ઘડતર તથા અનેક પ્રકારની રિદ્ધિસિદ્ધિ તેનાં ચરણોમાં ન્યોચ્છાવર કરવાનો સળવળાટ – તેમને જંપ વગરના કરી મૂકતા. પરિણામે, ધીમે ધીમે, થોડા વખતમાં, પોતે વાંચેલું બધું જ અક્ષરશ: બન્યું હતું એમ માનવા ઉપરથી, તેમની આસપાસ ચોમેર બની જ રહ્યું છે, એમ માનવાકલ્પવા-જોવા ઉપર તે આવી ગયા! શૌર્યકથાઓમાં આવતા આ બધા ‘નાઈટ’-વીરોનાં જીવનચરિત્ર તે જેમ વર્ષશ: જાણતા હતા, તેમ તે કથાઓમાં આવતા રાક્ષસોના શરીર ઉપરના ઈંચ ઇંચનું તાદૃશ વર્ણન તે રોમશ: જાણતા. બધા વીરો વાતચીત કયા શબ્દોમાં કરતા હતા, તે તો તેમને અક્ષરશ: યાદ હતું, પણ તે શબ્દો બોલતી વખતે તેઓ કેવી જુદી જુદી અંગચેષ્ટા કરતા, તે પણ તેમને માલૂમ હતું. તે દરેકની ખાસિયતો, ગુણધર્મ– એ સૌ બાબતોની તેમને રજેરજ અને જરજર માહિતી હતી. ધીમે ધીમે તેમને ચોમેર ચાલતા અત્યાચારીઓના ઘમસાણમાં ધસી જઈ પરાક્રમો કરવાનો, અનેક બંદીવાન થયેલી અને ચાલુ થયા કરતી અસહાય અબળાઓને માયાવી દાનવોની ચુંગલમાંથી છોડાવવાનો, તથા એમ આખી દુનિયાને અત્યાચાર-મુકત અને દુ:ખમુકત કરી અક્ષમ્ય કીર્તિ પ્રાપ્ત કરવાનો અભળખો જાગ્યો. થોડા વખતમાં તો તેમણે એ મહા-વિજયપ્રસ્થાન માટે તૈયારી આરંભી દીધી. શુભસ્ય શીઘમ્! સારા કામમાં વળી ઢીલ શી? પ્રથમ તો તેમણે, તેમના પડ-દાદાના વખતનું એક બખ્તર ઉપરને માળ ભુલાઈ જઈ કાટ ખાવું પડયું હતું, તેનો જીર્ણોદ્ધાર કર્યો. પોતાની જાતે જ તેનાં મજબૂત પતરાં તેમણે ઘસી-માંજીને સાફ કર્યા તથા તૂટી ગયેલાં મિજાગરાં ધૂળ-ધમાં પરોવી-બાંધી-વટીને ઠીકઠીક કર્યા. જો કે, માથાના ટોપનો માત્ર માથાવાળો ભાગ જ બાકી રહ્યો હતો; નાક-મોં-કાન ઉપર પહોંચતો તેનો ભાગ ખોવાઈ ગયો હતો; પરંતુ ઉદ્યમથી અદકું શું છે, વળી? તેમણે જાડા પૂંઠાને કોતરી-ચોંટાડી એ બધો ભાગ એક અઠવાડિયામાં તૈયાર કરી દીધો. પરંતુ શૂરાને સંગ્રામમાં સો સો ઘા ખાવાના આવે! – એટલે તે પૂંઠું કેવું કામ આપે છે તે જોવા તેમણે પોતાની તરવાર તેના ઉપર ચલાવી જોઈ. પણ આ શું? શાકનું હિંગલું ઊડી જાય Page #46 -------------------------------------------------------------------------- ________________ ડૉન કિવકસોટ! તેમ તે પૂંઠાનું મહોરું કપાઈ ગયું! પછી તેમણે નવી મહેનત કરી તેવું બીજું મહોરું બનાવ્યું; અને અંદર લોઢાની પાતળી ચીપો સારી રીતે ગોઠવી દીધી. પછી, તે નવું મહોરું તો બરાબર કામ દેશે જ, એવું માની લઈ, તેના ઉપર તરવારનો પ્રયોગ કરી જોવાનું તેમણે માંડી વાળ્યું. બાદમાં તે પોતાના ઘોડાને તપાસી જોવા ગયા. તેનામાં હાડકાં અને ચામડી વિના બીજું કશું બાકી નહોતું રહ્યું. પરંતુ તેમની આંખોને હવે દિવ્યદૃષ્ટિ જ પ્રાપ્ત થઈ હતી — તેઓ વસ્તુને જેવી હોય તેવી જોવાને બદલે, તે વસ્તુ જેવી હોવી નોÇ તેવી જ આબેહૂબ જોતી. એટલે પોતાના ઘોડામાં તેમને વીરોચિત મહા-અશ્વ જ દેખાયો, અને તેને માટેતેવું જ સુંદર નામ શોધવાની તરખટમાં તે પડયા. કેટલાંય નામ તેમણે યાદ કર્યાં; કેટલાંય નામ તેમણે નાપસંદ કર્યાં; કેટલાંય નવાં નામ તેમણે યોજ્યાં; અને કેટલાંય નામ ઘડયાં. છેવટે તેમણે તેનું ‘રોઝિનૅન્ટી’ નામ પસંદ કર્યું. ‘રોઝિન' એટલે સામાન્ય ઘોડો; અને ‘ઍન્ટી’ એટલે પહેલાં-પ્રથમ-કોષ્ઠ. અર્થાત્ જે ‘પહેલાં સામાન્ય ઘોડો હતો, અને હવે સૌ ઘોડાઓમાં શ્રેષ્ઠ બન્યો છે!' આ નામ બોલતાં બોલતાં તેમને એટલું બધું ગમી ગયું કે, હવે પોતાને માટેય એવું સારું નામ યોજવાનું તેમને જરૂરી લાગ્યું. આઠ-આઠ દિવસના વધુ ચિંતન-મનન બાદ તેમણે પોતાને માટે ‘ડૉન કિવકસોટ’ નામ નિરધાર્યું. પણ પોતાના નામ સાથે પોતાના વતનને પણ અમર કરવું જોઈએ—પૂર્વે થઈ ગયેલાઓમાંના કેટલાકે તેમ કરેલું છે—એટલે તેમણે પોતાનું આખું નામ “ડૉન વિકસોટ દ લા માંશા” નક્કી કર્યું. આમ, બખ્તર ઘસાઈ-મંજાઈ ગયું, માથાનો ખંડિત ટોપ પૂરો થઈ ગયો, ઘોડાને અને પોતાને નવું નામ અપાઈ ગયું, પણ બાકીમાં બાકી રહ્યું પોતાની પ્રેમ-રાજ્ઞી નક્કી કરવાનું,— જેને પોતાના હૃદયનું સમગ્ર સામ્રાજ્ય નિવેદિત કરી શકાય. કારણ કે, તે બરાબર જાણતા હતા કે, પ્રેમ-રાજ્ઞી વિનાનો ‘નાઈટ’ એ ફળપાન વિનાના ઝાડને તોલે, તથા પ્રાણ વિનાના ખોળિયાને તોલે ગણાય. તેમણે વિચાર્યું, ‘ધારો કે સદ્ભાગ્યે કે દુર્ભાગ્યે મારે કોઈ રાક્ષસનો સામનો કરવાનો આવ્યો, અને મે તેને ભોંયભેગો કરી નાખ્યો,— કાં તો ભાલે પરોવી નાંખીને કે તરવારથી બે Page #47 -------------------------------------------------------------------------- ________________ ભાવિ ‘નાઈટ'નું ઘડતર ફડચાડિયાં કરીને,-ટૂંકમાં મેં તેને હરાવ્યો; તો પછી તે જ્યારે પોતાને જીવતો જવા દેવા કાલાવાલા કરવા માંડે, ત્યારે મારે કઈ પ્રેમ-રાજ્ઞી પાસે જીવતદાન માગવા, ક્ષમા માગવા, તથા મારા પરાક્રમની પ્રત્યક્ષ સાબિતી લઈ જવા તેને મોકલવો? –જેની પાસે જઈ, તે પગે પડી, ધૂળ ચાટી, પ્રાર્થના કરતો કહે કે –“હું જગવિખ્યાત મહારાક્ષસ ફલાણો, ફલાણા મહાદ્વીપનો માલિક, તેને પહેલી જ લડાઈમાં આપના મહાવીર, ‘નાઈટ ડૉન કિવકસોટ લા-માંશાએ – જેની બહાદુરીનાં વખાણ કર્યા કરાય તેમ નથી – તેણે પરાજિત કર્યો છે અને આપનાં ચરણોમાં મોકલી આપ્યો છે, જેથી આપ આપની મરજીમાં આવે તેવી મારી ગત કરી શકો.” સદ્ભાગ્યે તે રહેતા હતા તેની નજીકના ગામમાં એક ખેડૂત-કન્યા રહેતી હતી. પહેલાં તેમની “નજરમાં તે આવી ગઈ હતી; પણ તેમના તરફથી જેમ તેને કદી કશી જાતનું કહેણ ગયું ન હતું, તેમ તેને પોતાનેય એ બાબતનો કશો ખ્યાલ ઊભો થયો નહોતો. તેનું નામ આલ્ડોક્ઝા લૉરેન્ઝો હતું. ઠાકોર સાહેબે તેને પોતાના હૃદયનું સામ્રાજ્ઞી-પદ એકદમ અર્પી દીધું. પરંતુ તો પછી કોઈ રાજકુમારી કે ઉમરાવજાદી જેવું તેનું નવું નામ પણ વિચારી લેવું જોઈએ ! છેવટે તેમણે ઘણી ઘણી માથાકૂટ કે માથાફોડ કર્યા પછી તેને માટે “ડુલસિનિયા' નામ પસંદ કર્યું અને તેના ગામના નામને આવરી લેતો “ડેલ ટૉબોસો ભાગ તેની પાછળ જોડી, આખું નામ ‘ડુલસિનિયા ડેલ ટૉબોસો’ નક્કી કર્યું. એ નામ બોલતાં બોલતાં જ તેમને એટલું પ્રિય, આહલાદક અને ઉત્તેજક લાગ્યું, કે પોતાની વિજ્યયાત્રાની બધી સિદ્ધિ તેમને હાથવેંત લાગવા માંડી. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨ વિજયપ્રસ્થાન જુલાઈ માસના ગરમ દિવસોની એક વહેલી સવારે બખ્તરસજજ અને શસ્ત્ર-સજ્જ થઈને ડૉન વિકસોટ રોઝિનૅન્ટી ઘોડા ઉપર બેસી, કોઈને કશો વહેમ જવા દીધા વિના, ખુલ્લાં ખેતરો તરફ નીકળી પડયા. પોતાની વિજ્ય-યાત્રાની શુભ શરૂઆત આમ નિર્વિઘ્ન થયેલી જોઈ, તે અપરંપાર રાજી થયા. પોતાના માથા ઉપરનો ટોપ, મુસાફરી દરમિયાન ગબડી ન પડે તે માટે, તેને દોરી-પટ્ટીથી એકલે હાથે તાણી બાંધતાં તેમને ખરેખર મુશ્કેલી પડી હતી; તથા જૂનું બખ્તર શરીર ઉપર ભીડવું એ પણ સહેલી વસ્તુ જણાઈ નહોતી. પરંતુ કયાં મહાકાર્યો વળી સહેલાં-સુગમ હોય છે? થોડે દૂર ચાલ્યા પછી તેમને એક ભયંકર વિચાર સતાવવા લાગ્યો: તેમને વિધિસર – નિયમ અનુસાર – કોઈએ ‘નાઈટ ’ તરીકે દીક્ષિત કર્યા નહોતા! એટલે તેમનાથી બીજા કોઈ દીક્ષિત ‘નાઈટ’ સામે શસ્ત્ર-યુદ્ધમાં ઊતરી શકાય જ નહિ! ઉપરાંત તેમને યાદ આવ્યું કે, દીક્ષા મળ્યા પછી પણ જ્યાં સુધી પોતે કોઈ સાધારણ પરાક્રમ કરી ન બતાવે, ત્યાં સુધી તે પોતાની ઢાલ ઉપર કોઈ મુદ્રા-ચિહ્ન ધારણ કરી શકે નિહ, તથા બખ્તર પણ તેમણે સફેદ જ ધારણ કરવું ઘટે. પરંતુ શાસ્ત્રોમાં બધી મુશ્કેલીઓના અનેક આપ૬-ધમાં પણ વર્ણવેલા હોય છે. તેમને એવા દાખલા યાદ આવ્યા કે, તેમના જેવા કેટલાય નાઈટોએ વિજ્ય-યાત્રાએ નીકળ્યા બાદ રસ્તામાં જ કોઈની પાસેથી દીક્ષા લઈ લીધી હતી; અને સફેદ બખ્તરની બાબતમાં તેમણે એવો તોડ વિચારી કાઢયો કે પતરાને ઢેખલાથી વધુ ભારપૂર્વક ઘસવાથી, તે ધોળા રંગનું થઈ રહેશે. ८ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૯ વિજયપ્રસ્થાન એ જટિલ મુશ્કેલીનો આવો સુંદર ઉકેલ આવી જતાં, તેમણે હળવે હૈયે, ઘોડાને પોતાની રીતે, પોતાની ઝડપે, અને પોતાને મનફાવતા રસ્તે જવાની છૂટ આપી દીધી. આખો દિવસ કશું પરાક્રમ કરવાનું મળ્યા વિનાનો જ પૂરો થવા આવ્યો. એ વસ્તુ ખરેખર હતાશાજનક કહેવાય ખરી. તેમણે વાંચેલી ચોપડીઓમાં આવા ‘ખાલી’ ગાળા કોઈને આવેલા તેમણે વાંચ્યા નહોતા. ચોપડી શરૂ થઈ કે પરાક્રમોની જ ભરમાર વરસવા માંડેલી જણાતી. તે તથા તેમનો ઘોડો બંને થાકી ગયા હતા; – ભૂખે મરવા લાગ્યા હતા, એમ પણ કહી શકાય. ડૉન કિવકસોટે હવે આસપાસ કોઈ ગઢકિલ્લો શોધવા કે ભરવાડનો વાડો શોધવા નજર નાંખવા માંડી, જ્યાં તે આરામ લઈ તાજા થઈ શકે. એટલામાં દૂર દૂર તેમને વીશીનું એક મકાન દેખાયું. તેમણે હવે રાજી થતાં થતાં તે તરફ પોતાનો ઘોડો લીધો. સાંજ પડવાની તૈયારી થઈ હતી. તે વખતે વીશીના બારણા પાસે બે જુવાન ચપલાઓ ઊભી હતી. તેઓ એ વીશીમાં તે દિવસે જ ઊતરેલા વણજારાઓના સથવારામાં સેવિલ તરફ કાંઈ રોજગારની શોધમાં જવા નીકળી હતી. ડૉન કિવકસોટને તો દિવ્યદૃષ્ટિથી એ વીશીનું મકાન ચાર મિનારાવાળો એક ગઢ જ દેખાવા લાગ્યો; તેની આસપાસ જાણે ઊંડી ખાઈ છે, અને તેના ઉપર થઈને જવા માટે ખેંચી લેવાય તેવો પુલ છે. એટલે ચોપડીઓમાં વાંચ્યા પ્રમાણે, તે એવી આશા રાખવા લાગ્યા કે, પોતે ગઢના દરવાજા પાસે જઈને ઊભા રહેશે એટલે તરત બુરજ ઉપર કોઈ વામણો નીકળી આવશે અને ‘નાઈટ’ને પધારેલા જોઈ, ગઢની અંદર ખબર આપવા મોટેથી રણશિંગું ફૂંકશે. પરંતુ એવું કંઈ બન્યું નહિ, અને રોઝિનૅન્ટી તો ઝટ તબેલા તરફ જવા ખરીથી જમીન ખણવા લાગ્યો; એટલે ડૉન કિવકસોટે તેને વીશીના બારણા તરફ આગળ લીધો. ગઢના દરવાજા પાસે ઊભેલી બે સ્રીઓને તેમણે બે જુવાન ઉમરાવજાદીઓ સંધ્યા-કાળની ખુશનુમા હવા ખાવા ઊભી છે, એમ માની લીધું. તે. જ ઘડીએ અચાનક એક ભરવાડે પોતાના ભૂંડના ટોળાને સમેટવા પોતાનું શીંગડું ફૂંકયું. ડૉન વિકસોટ, તે અવાજને પોતાના Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ડૉન કિવકસોટ! ” આગમનની જાહેરાત માટે વગાડાતી નિશાની માની લઈ, પરમ પ્રસન્નતા સાથે વીશીના દરવાજે જઈ ઊભા. પેલી બે બાઈઓ, આખા શરીરે લોખંડ મઢેલા માનવીને ઢાલ-તરવાર સાથે પોતાની તરફ આવતો જોઈ, બીને અંદર પેસી જવા કરતી હતી, તેવામાં ડૉન કિવકસોટે પોતાના મહોરાનો ભાગ ઊંચો કરી, પોતાનું ધૂળભર્યું લાંબું મોં બતાવી, નમ્ર શિષ્ટ વાણીમાં સંબોધન કર્યું, “હે ઉમરાવબાનુઓ, તમારે મારા તરફથી કશી બીક રાખવાનું કાંઈ કારણ નથી; કારણ કે હું જે ‘નાઈટ'-દીક્ષાને વરેલો છું, તે મુજબ આખા વિશ્વમાં હું કોઈને નાહક ઈજા કરી શકતો નથી; તથા ખાસ કરીને તમારા જેવી રાજવંશી કુમારિકાઓને તો હરગિજ નહિ.” પેલીઓએ પોતાને ઉમરાવ-બાનુઓ તરીકે સંબોધનાર આ માણસનું મોં તેના ઊંચા કરેલા મહોરા નીચેથી જોવા પ્રયત્ન કર્યો, તથા પોતાને ‘કુમારિકાઓ’ તરીકે કરાયેલું સંબોધન યાદ કરી તેઓ ખડખડાટ હસી પડી. કારણ કે, તેઓ ચિર-કુમારિકાઓ – ગણિકાઓ હતી! ડૉન કિવકસોટને તેમના આવા બેશરમ ખડખડાટ હાસ્યથી ગુસ્સો ચડ્યો; તે બોલ્યા, “બાનુઓ, આપને જણાવવાની મને પરવાનગી બક્ષો કે, આમ અશિષ્ટપણે હસવું એ આપના જેવી ખાનદાન સ્ત્રીઓનું ભૂષણ નહીં; તેમાંય કારણ વિના આમ મોટેથી હસવું એ તો હલકટ સ્ત્રીઓનું લક્ષણ કહેવાય.” પેલીઓ પાછી પોતાના ખાનદાનપણાનો ઉલ્લેખ સાંભળી, તથા તે બોલનારના વિચિત્ર ઢંગ જોઈ, વળી વધુ હસવા લાગી; એટલે ડૉન કિવકસોટ વળી પાછા ચિડાયા. પણ સભાગે તે વખતે વીશીવાળો આવી ચડ્યો. તેના શરીર ઉપર ચરબીનો ભાર એટલો મોટો હતો કે, સામાન્યપણે તેને લડાઈ-ધાંધલને બદલે શાંતિ–નિરાંત જ વધુ ગમતાં. કિવકસોટ જેવા અસાધારણ દેખાવના માણસને આંગણામાં ઊભેલા જોઈ, તે પણ પેલી વંતરીઓની સાથે હસવામાં ભળવાની તૈયારીમાં જ હતો; પણ તે માણસનો લાંબો ભાલો જોઈ, તેણે વખત વિચારી, મીઠા અવાજે કહ્યું, “મહેરબાન નાઈટ'સાહેબ, જો આપ નામદાર અહીં ઘોડા ઉપરથી ઊતરવાના વિચારના હો, તો પથારી સિવાય બીજું બધું આપને સાદર કરવામાં આવશે.” Page #51 -------------------------------------------------------------------------- ________________ વિજયપ્રસ્થાન ૧૧ ડૉન કિવકસોટને આ માણસના શબ્દો કાયદેસર તથા નમ્ર લાગ્યા, એટલે તેમણે તેને આ ગઢનો સૂબો જ માની લઈને કહ્યું, “સિનિયોર કેસેલનો*, મને ગમે તે સગવડ આપશો તો પણ ચાલશે. આખા જગતમાં શસ્ત્રો સિવાય બીજી કોઈ વસ્તુની મારે મન કિંમત નથી, અને રણભૂમિ જ મારે મન ફૂલ-શપ્યા છે.” વીશીવાળો ચાલાક અને ઉસ્તાદ માણસ હતો. તે આ માણસ ભેજાગેપ છે એ તરત પારખી ગયો. તેણે એની પાસે જઈ કહ્યું, “નામદાર, તો તો ફરસબંધી એ જ આપને માટે યોગ્ય પથારી છે, અને આખી રાત જાગવું એ જ આપને માટે આરામ છે. તો આપ નામદાર હવે ઘોડા ઉપરથી નીચે ઊતરો; એવા આરામ માટે તો આ મકાનમાં, આપને માટે, એક રાત તો શું, આખું વરસ પૂરતું સ્થાન મળી રહેશે.” વીશીવાળાએ હવે ઘોડાની લગામ પકડી રાખતાં, ડૉન કિવકસોટ ભૂખથી તથા થાકથી અકડાઈ ગયેલા શરીરે મહાપરાણે જમીન ઉપર ઊતર્યા. તેમણે વીશીવાળાને પોતાના ઘોડાની યોગ્ય માવજત કરવા વિનંતી કરી; કારણ કે એ ઘોડો આખો દુનિયામાં જોડ’ હતો. - વીશીવાળાએ ઘોડાને તો નજર નાંખતાં જ પારખી લીધો હતો; એટલે તેણે સામાન્ય જાનવરની જેમ તેને તબેલામાં બાંધી દીધો. તે પાછો આવ્યો ત્યારે પેલી બે સ્ત્રીઓ ડૉન વિકસોટનું બખ્તર છોડવામાં તેને મદદ કરતી હતી. બીજું બધું તો છૂટું થયું, પણ માથા ઉપરનો ટોપ વિવિધ પટ્ટીઓથી એવી રીતે તાણી બાંધવામાં આવ્યો હતો કે, એ પટ્ટીઓ કાપ્યા વિના એ છૂટો થઈ શકે તેમ નહોતું. પણ ડૉન કિવકસોટ, સક્સ બંધાયેલો એ ટોપ, મુસાફરીમાં અધવચ છૂટો કરી નાંખવા દેવા હરગિજ રાજી ન હતા, એટલે માથે-મએ એ ટોપ તેમણે જેમનો તેમ રહેવા દીધો. ડૉન કિવકસોટે આ ભલી બાઈઓની સેવાશુશ્રુષાથી ખુશ થઈ, તેમને પોતાનું અને પોતાના ઘોડાનું નામ કહી દીધાં! તથા જણાવ્યું કે, “આપને માટે કાંઈ વીરોચિત પરાક્રમ કર્યા પહેલાં મારે આપની સમક્ષ મારું ખરું નામ પ્રગટ કરવું ન ઘટે; પરંતુ આપની મમતાભરી શુશ્રુષાથી પ્રભાવિત * “કૅસલ’ એટલે ગઢ. કેસેલનો એટલે ગઢપતિ. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ડૉન કિવક્સોટ! થઈ, હું આમ કરી બેઠો છું. છતાં, આપ લોકો ખાતરી રાખજો કે, ભવિષ્યમાં આપના નામ ઉપર કોઈ મહા-પરાક્રમ કરી, આ ઊણપ ભરપાઈ કર્યા વિના હું રહેવાનો નથી.” - પેલી બે બાઈઓને એ મહા-ભાષણમાંનું કાંઈ સમજાયું નહિ; પણ તેમણે તેને એટલું તો પૂછ્યું કે, “તમારે કંઈ ખાવાનો વિચાર છે?” | ડૉન કિવક્સોટે જણાવ્યું, “આ પ્રશ્ન મને યોગ્ય ઘડીએ, યોગ્ય રૂપે, અને યોગ્ય મુખે પૂછવામાં આવ્યો છે, અને મને જે કંઈ આપવામાં આવશે, તે હું મારા સંપૂર્ણ અંત:કરણપૂર્વક જમીશ.” પરંતુ કમનસીબ એવું કે, તે દિવસે શુક્રવાર હતો; એટલે વીશીમાંથી ધૂળ-ધમા જે કાંઈ વધ્યુંઘટયું જોગવી શકાયું, તે લાવીને વીશી બહાર ખુલ્લામાં ટેબલ ઉપર મૂકવામાં આવ્યું. પરંતુ માથે ટોપ બાંધી રાખેલો એટલે પોતે પોતાના બે હાથે મોઢા આગળનો ભાગ ખેંચીને થોડો ઊંચો કરી રાખે, તો જ ખાઈ શકાય. પછી મોઢામાં ઓરવાનું કામ તો બીજાએ જ કરવું પડે! તેથી પેલી બેમાંથી એક બાઈએ તેમને એ મદદ કરવા માંડી. પરંતુ તે રીતેય કશું પ્રવાહી તો તેમના મોંમાં રેડી શકાય તેમ નહોતું; એટલે વીશીવાળાએ અક્કલ ચલાવીને વાંસની એક ભૂંગળી અણીને તેમના મોંમાં ખોસી આપી. તેમાં પછી ઉપરથી કંઈક પીણું રેડી શકાયું. આ બધું ડૉન કિવકસોટે ખરેખર અજબ ધીરજથી સહન કરી લીધું. કારણ કે, ટોપની દોરીઓ કાપી નાંખવી એ તો તેમને પાલવી શકે તેમ નહોતું. ભોજન દરમ્યાન, દૂર ખેતરમાં ભૂંડણોનાં બીજાશય ખસી કરનારા એક ભરવાડે પોતાનો પાવો ચાર-પાંચ વખત વગાડયો. એટલે ડૉન કિવકસોટને ખાતરી થઈ કે, પોતે ખરેખર કોઈ દરબાર-ગઢમાં જ આવેલા છે, જ્યાં મહેમાનો ભોજન લે ત્યારે સંગીતથી તેમનું મનોરંજન કરાય છે. પોતે આજે જ વિજ્ય-પ્રસ્થાન કર્યું, અને પહેલી જ વાર રાતે પોતાને એક ગઢપતિ તથા ઉમરાવ-બાનુઓ તરફથી આવું બહુમાન મળ્યું, તે વિચારી તે ધન્ય ધન્ય થઈ જવા લાગ્યા. માત્ર એક જ ઊણપ તેમને સાલવા લાગી, અને તે એ કે, હજુ તેમનો નાઈટ તરીકે વિધિસર દીક્ષાવિધિ થયો ન હતો. Page #53 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાવિધિ ડૉન કિવકસોટને પોતાનો દીક્ષા-વિધિ થયો ન હોવાનો ડંખ તેમની કંગાળ વાળુ દરમ્યાન એટલો બધો સતાવી રહ્યો કે, તેમણે પોતાનું એ ટૂંક ભો. જન પણ વધુ ટૂંકું બનાવી દીધું, અને ઊભા થઈ, વીશીના માલિકને પોતાની સાથે ઝટ તબેલા તરફ આવવા વિનંતી કરી. ત્યાં જઈ, બારણું અંદરથી બંધ કરી, તેમણે વીશીવાળાના પગ આગળ ઘૂંટણિયે પડી, પોતાનો મક્કમ નિરધાર જણાવી દીધો કે, “મને એક વરદાન નહિ આપો, ત્યાં સુધી હું અહીંથી પાછો ઊઠવાનો નથી.” વીશીવાળાએ આ માણસને આમ નમ્રતાથી કાલાવાલા કરતો પોતાને ચરણે પડેલો જોઈ, તેને ઊભો કરવા ઘણો પ્રયત્ન કરી જોયો; પણ તેણે તેમના કહ્યા પ્રમાણે કરવાનું વચન આપ્યું, ત્યારે જ તે ઊભા થયા. I ઊભા થતાં જ રાજી થતાં થતાં તેમણે કહ્યું, “નામદાર કૅસેલેનો, આપના ઉદાર અંતરાત્મા તરફથી આવી ઉદારતાની જ મેં અપેક્ષા રાખી હતી. મને હજુ ‘નાઈટ' તરીકેનો દીક્ષાવિધિ થયો નથી, અને તેથી બહુજનહિતાય હું જગતમાં વિચરી શકતો નથી. આપ નામદારના શુભ હસ્તે જો મારો એ દીક્ષાવિધિ થશે, તો આપની કીર્તિ ચોમેર ફેલાશે અને જનકલ્યાણ પણ થશે. માટે આજની રાત હું વિધિ પ્રમાણે મારાં હથિયાર તથા બખ્તરની આપના ગઢના દેવ-મંદિરમાં સ્થાપના કરી, જાગરણ કરીશ; અને પછી આવતી કાલે વહેલી સવારે આપ મને દીક્ષિત કરજો, જેથી દુનિયાને ખૂણે ખૂણે ફરતાં ફરતાં હું દીનદુખિયાંનો ઉદ્ધાર કરું તથા મારા પ્રેમ-શૌર્યથી મારાં હથિયારને અને મારી પ્રેમ-રાજ્ઞીને અક્ષય કીર્તિનાં ભાગી બનાવું.” અગાઉ કહી આવ્યા તેમ, વીશીવાળો બહુ ચાલાક માણસ હતો. તેને આ માણસના ચક્રમપણા વિશે આશંકા તો હતી જ, તે હવે તેની આ ૧૩ Page #54 -------------------------------------------------------------------------- ________________ ડૉન કિવકસોટ ! માગણીથી દૃઢ થઈ. બીજી કોઈ રીતે આ ગાંડા માણસ સાથે કામ લેવું શકય માની, તેણે તેને ફાવતું કરી, તેની પંચાતમાંથી છૂટવાનો નિર્ણય કર્યા. તેથી તેણે કહ્યું, “તમારા આવા ઉમદા ધ્યેયથી હું બહુ પ્રસન્ન થયો છુ, અને હું જરૂર તમારો દીક્ષાવિધિ કરીશ. હું પોતે પણ યુવાનીમાં આ રીતે જ દીક્ષિત થઈ સ્વચ્છંદે ચોમેર વિચરતો હતો, અને તે દરમ્યાન મેં ઘણી યુવાન સ્ત્રીઓનાં અને વિધવાઓનાં દુ:ખ હર્યાં છે, તથા ધનપતિ થઈ બેઠેલાઓનો ભાર ઓછો કર્યો છે. સ્પેનના રાજદરબારમાં અને ખાસ કરીને તેનાં ન્યાયાલયોમાં તેથી હું બહુ જાણીતો બની ગયો હતો. એમ કરતાં કરતાં છેવટે હું આ કિલ્લામાં આવી, નિવૃત્ત જીવન ગાળી રહ્યો છું; તથા મારા જેવા બીજા જે મુક્ત સંચારવાળા લોકો અહીં આવી ચડે છે, તેમને બધી રીતે મદદ કરી, તેમના કીર્તિ-ધનમાં ભાગ પ્રાપ્ત કરું છું. પણ મારા આ કિલ્લામાં રાતે શસ્રો સમક્ષ જાગરણ કરી શકે તેવું દેવ-મંદિર અત્યારે મોજૂદ નથી —કારણ કે, તેને નવું બાંધવા તોડી પાડવામાં આવ્યું છે. પરંતુ આપદ્-ધર્મ તરીકે શસ્ત્ર-જાગરણ બીજે કોઈ પણ સ્થળેય થઈ શકે, તેથી તમે મારા ગઢના વાડામાં નિરાંતે એ જાગરણ કરો. ૧૪ "" પછી વીશી-વાળાએ તેમને પૂછ્યું કે, તેમની પાસે કંઈ પૈસાબૈસા છે કે નહિ. ત્યારે ડૉન કિવકસોટે જવાબ આપ્યો કે, તેમણે વાંચેલાં પુસ્તકોમાં કયાંય ‘નાઈટ'-લોકો પોતાની પાસે પૈસા લઈને વિજ્ય-યાત્રાએ નીકળ્યા હોય એમ જાણ્યું નથી. વીશીવાળાએ જવાબમાં કહ્યું, “નાઈટ-લોકો કદી ‘સ્કવાયર’ કે પાસવાન સાથે રાખ્યા વિના વિજ્ય-યાત્રાએ નીકળતા જ નહિ; અને સ્કવાયર લોકોની પાસે થેલીમાં પૈસા તેમ જ ઘા રૂઝવવાની દવાઓ વગેરે હોય જ. કારણ કે, દાનવો સાથેનાં યુદ્ધોમાં ઘાયલ થવાય ત્યારે બધા નાઈટોને કંઈ ઋષિઓ કે કીમિયાગરો પ્રસન્ન થયેલા હોતા નથી, કે જેઓ કોઈ અપ્સરાને કે વામણાને જાદુઈ દવા લઈને આકાશમાર્ગે મોકલી આપે — જેનાથી કપાઈ ગયેલા હાથ સંધાઈ જાય, તૂટી ગયેલા પગ જોડાઈ જાય, તથા ચિરાઈ ગયેલી ચામડી રુઝાઈ જાય. માટે હું તમને આદેશ આપું છું કે, હું તમને દીક્ષા આપીને પ્રેમ-શૌર્યની બાબતમાં મારા પુત્ર Page #55 --------------------------------------------------------------------------  Page #56 -------------------------------------------------------------------------- ________________ ફૂવા પાસેના હવાડા આગળ શસ્ત્ર-જાગરણ. - પૃ૦ ૧૫ Page #57 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાવિધિ ૧૫ તરીકે સ્વીકારું, ત્યાર બાદ, તમારે એક સ્કવાયર અને તેની પાસે પૈસા તથા ઔષધોથી ભરેલી થેલી રખાવીને જ વિજ્ય-યાત્રાએ જવું.” ડૉન કિવક્સોટને આ સલાહ અમૂલ્ય લાગી અને પોતાને આવો માહિતગાર તથા ઉદાર માણસ દીક્ષાવિધિ આપનાર મળ્યો તે બદલ તે પોતાને પરમ ભાગ્યશાળી માનવા લાગ્યા, અને પોતાની જવાબદારી અતિ વધી ગયેલી માનવા લાગ્યા. તેમણે હવે વીશીવાળાના બતાવ્યા પ્રમાણે, મોટા વાડામાં કૂવા પાસેના હવાડા આગળ બધાં હથિયાર-બખ્તર ઊભાં કર્યા. પછી ભવ્યતાથી હાથમાં ભાલો તથા ઢાલ પકડી, ટટાર ચાલે તેમણે પહેરો ભરવા માંડયો. સૌ નવાઈ પામી દૂરથી તેમની આ કરણી જોઈ રહ્યાં. રાત આગળ વધવા લાગી. વીશીમાં ઊતરેલા વણજારાઓમાંનો એક જણ મોડી રાતે પોતાનાં ખચ્ચરોને હવાડામાં પાણી પાવા આવ્યો. પરંતુ ત્યાંથી હથિયારો અને બખ્તર ખસેડ્યા વિના ખચ્ચરો પાણી પી શકે તેમ હતું નહિ, એટલે ડૉન કિવકસોટને તેમ કરવાનું કહેવા તે તેમના તરફ વળ્યો. ડૉન કિવોટ તેને આવતો જોઈ ત્રાડી ઊઠયા – “ખબરદાર, નાદાન નાઈટ, તું મારા શસ્ત્ર-જાગરણવિધિને મિથ્યા કરવા અને મારાં શસ્ત્રોને ભ્રષ્ટ કરવા આવ્યો છે, પરંતુ હું એકદમ થોભી જા, નહિ તો તત્કાળ તારું મોત છે, એમ જાણ.” પેલાએ તો આ વિચિત્ર માણસનો આ બધો ખટાટો૫ભર્યો બડબડાટ ન સમજાયાથી, બધું સમેટીને હવાડા આગળથી દૂર ફેંકી દીધું. ડૉન કિવકસોટે આ જોયું કે તરત આકાશ તરફ આંખો ઊંચી કરીને તથા પોતાના અંતરમાં વસેલી લેડી ડુલસિનિયાને સંબોધીને તે બોલ્યા, “તમારા આ નમ્ર સેવકને મળેલી અથડામણની આ પહેલી તક વખતે તમે મારું અને મારી ઈજજતનું રક્ષણ કરજો!” આટલું કહી, તેમણે તરત હાથમાંની ઢાલ નીચે મૂકી દઈ, ભાલાને બે હાથે પકડી, પેલાના અવિચારી માથા ઉપર એવો જોરથી ફટકો લગાવ્યો કે તે બિચારો તેમના પગ આગળ કરુણ સ્થિતિમાં ઢળી પડ્યો. જો તેમણે સાથે સાથે તેને તેવો બીજો ફટકો લગાવ્યો હોત, તો તેનું આ દુનિયાનું Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ડૉન કિવકસોટ! કામ ત્યાં ને ત્યાં જ પૂરું થઈ ગયું હોત. પણ ડૉન કિવોટે ઉતાવળ કરી પોતાના બખ્તરને ફરી પાછું મૂળ સ્થાને ગોઠવી દીધું, અને જાણે કશું બન્યું ન હોય, તેમ પહેરો ભરવા માંડયો. થોડી વાર પછી બીજો વણજારો પોતાનાં ખચ્ચરોને પાણી પાવા ત્યાં આવ્યો. પહેલો ગાડાવાળો હજુ બેભાન અવસ્થામાં હવાડા પાસે જ પડેલો હતો. આ બીજો પણ હવાડા પાસેથી બખ્તર વગેરે બધું ફેંકવા જતો હતો, તેવામાં ડૉન કિવકસોટે એક શબ્દ પણ બોલ્યા વિના, કે કોઈની મદદ માટે ધા નાંખ્યા વિના-કારણ કે આ તો તેમના જાગરણ-વિધિને ફોક કરવાનું માયાવી રાક્ષસોનું જ કાવતરું હતું એમ તેમને સમજાઈ ગયું હતું – ઢાલ નીચે નાંખી, પોતાનો ભાલો બે હાથે ઊંચકી, તેના માથા ઉપર એટલા જોરથી માર્યો કે, બે-ચાર જગાએથી તે ફાટી ગયું. પણ પહેલાની પેઠે તરત તે બેભાન બની ન ગયો; એટલે તેણે વેદનાના માર્યા બૂમાબૂમ અને ચીસાચીસ કરી મૂકી. તરત વીશીમાંથી કેટલાય જણ ત્યાં દોડી આવ્યા. વીશીવાળો પણ ભેગો હતો. | ડૉન કિવકસોટે આ બધું મોટું ટોળું જોઈ તરત પોતાની પ્રેમ-રાણીને સંબોધન કર્યું, “હે સૌંદર્ય-મણિ, હવે તારા આ સાહસી વીરના બાહઓમાં તારું બળ પૂરવાનો વખત આવી લાગ્યો છે.” આ સંબોધનથી તેમના અંતરમાં એવી અભુત શક્તિનો સંચાર થયો કે, આખી દુનિયાના બધા વણજારાઓ તેમના ઉપર અત્યારે તૂટી પડયા હોત, તો પણ તેમણે તે સૌને વીરતાથી અને જુસ્સાથી પડકાર્યા હોત. પેલા વણજારાઓએ પોતાના બે સાથીદારોની થયેલી વલે જોઈ, જરા દૂર રહી, ડૉન કિવકસોટ ઉપર જોરથી પથ્થરનો મારો ચલાવ્યો. પરિણામે તેમને પોતાની ઢાલ પાછળ બને તેટલાં છુપાવાની જરૂર પડી. પોતાનાં શસ્ત્રોવાળા હવાડાથી તો તે દૂર જઈ શકે તેમ ન હતું કારણ કે, તેમ કરે તો શસ્ત્ર-જાગરણવિધિ દરમ્યાન જ શસ્ત્રો સૂનાં મૂકવાનો દોષ લાગતાં તેમનો જાગરણ-વિધિ ફોક થઈ જાય. વીશીવાળો હવે બૂમો પાડી વણજારાઓને રોકવા લાગ્યો: “ભલાદમીઓ એ ગાંડાની પંચાતમાં ન પડશો – તેનું ચસકી ગયું છે, અને તે તમારું ખૂન કરશે તો પણ કાયદો તેને જતો કરશે.” Page #59 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાવિધિ ડૉન ક્વિકસોટે આ સાંભળી, વીશીવાળાને ‘હલકટ, પાજી, દગાબાજ ગઢપતિ’ તરીકે સંબોધ્યો; તથા પોતાની નજર હેઠળ એક “નાઈટ' ઉપર આવો હીન હુમલો થવા દેવાની તુચ્છતા દાખવવા તેના ઉપર ફિટકાર વરસાવ્યો. પેલા વણજારાઓને તો તેમણે પોતાના દિલની ભાષામાં, વિશ્વના દ્રોહી, રાક્ષસોની સેનાના મળતિયા, દુષ્ટ, બદમાશ તથા એક સાચો “નાઈટ' વિશ્વમાં ઊભો થઈ, તે સૌને ડારતો હતો ત્યારે ડરીને એકઠા થઈ તૂટી પડેલા ‘કાયરો' તરીકે સંબોધ્યા. પેલા વણજારાઓ, હવે વીશીવાળાની સમજાવટથી, તથા થોડુંક તો આ સશસ્ત્ર ગાંડો માણસ શું કરી બેસે તે બાબતના ડરથી, પાછા પડયા, અને ડૉન કિવકસોટ પણ શાંતિથી પોતાનાં શસ્ત્રો માટેની જાગરણવિધિ પૂરો કરવા પહેરો ભરવાના કામે લાગ્યા. અલબત્ત, પોતાના દીક્ષાવિધિના પ્રારંભમાં જ, પોતાની વીરજનોચિત આવી કસોટી થવા લાગી હોવાથી તેમને અંતરમાં પૂરો સંતોષ થયો; તથા અત્યાચારીઓથી પીડિત વિશ્વને પોતાની સેવાઓની કેટલી બધી જરૂર છે, તેની ખાતરી તેમના દિલમાં ખૂબ જ વધી ગઈ. વીશીવાળાને પોતાના આ વણનોતર્યા મહેમાનનું ગાંડપણ હવે મોં પડી જવા આવ્યું હતું. તેના બે ઘરાકો મરણતોલ ઘાયલ થયા હતા, અને બાકીના સૌ આ ગાંડા માણસને શું કરવું તેની ગડભાંજમાં પડ્યા હતા. એટલે, ધાંધલ વધે નહિ તે પહેલાં આ ગાંડાને ઝટપટ વિદાય કરી દેવાના હેતુથી, વીશાવાળાએ ડૉન કિવકસોટ પાસે આવીને કહ્યું કે, “મારે ત્યાં આવેલા આ બધા પીધેલ અણસમજુ મહેમાનોએ મચાવેલા તોફાન બદલ હું તમારી ઘણી ઘણી માફી માગું છું. પણ તે ભામટાઓને તેમના અપરાધની જે યોગ્ય સજા તમારે હાથે થઈ છે, તે બદલ હું મારા દિલમાં પરમ સંતોષ અનુભવું છું. મારે જોકે, તેમને ગમે તે રીતે સમજાવીને પાછા વાળવા પડ્યા, નહિ તો સમરાંગણમાં તે હિચકારાઓમાંનો એક પણ જીવતો જવાનો ન હતો ! હવે, મેં મારી પાસેના નાઈટ-દીક્ષાના વિધિ બાબતના પુસ્તકમાં વાંચ્યું છે તે પ્રમાણે, અમુક સંજોગોમાં શસ્ત્રજાગરણ બે કલાકનું થાય તો પણ બસ છે; જો કે તમે તો પૂરા ચાર કલાક તે વિધિ પાળ્યો છે. એટલે તમને દીક્ષિત ડૉ–૨ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ડૉન કિવકસોટ! કરવાનો વિધિ હું સમાપ્ત કરવા માગું છું. જે કિલ્લામાં દેવ-મંદિર ન હોય, ત્યાં ખુલ્લા મેદાનમાં જ દીક્ષા-વિધિ કરાય છે, એટલે તમે બહાર ખુલ્લામાં આવીને તૈયાર ઊભા રહો, હું બધી સામગ્રી લઈને આવી પહોંચું છું.” નાઈટ’ લોકોનાં શાસ્ત્રોની આણ દઈને વીશીવાળાએ કરેલી આ વાતોથી ડૉન કિવન્સોટ બહુ પ્રભાવિત થયા અને બોલ્યા, “આપ નામદારનો હું ઘણો ઘણો આભાર માનું છું. હું પણ આ બધાનું છેવટ આવી જાય એમ ઇચ્છું છું. એક વાર દીક્ષિત થયા બાદ, પેલા ભામટાઓ મારા ઉપર ફરી હુમલો કરવાની હિંમત કરે, તો આખા ગઢમાંથી એક જણને જીવતો ન મૂકવાની મારી ઇચ્છા છે, – સિવાય કે આપ નામદાર આંગળી કરી કરીને જેને જીવતો છોડવા હુકમ કરો.” વીશીવાળો હવે ઝટપટ પોતાના નામાનો ચોપડો લઈ આવ્યો, તથા સાથે પેલી બે જુવાન બાઈઓને બધું સમજાવીને લઈ આવ્યો. એક છોકરો હાથમાં સળગતી મીણબત્તી લઈને ઊભો રહ્યો. ત્યાર બાદ નામાનો ચોપડો ઉઘાડી, તેમાંથી જાણે કોઈ મંત્રપાઠ કરતો હોય તેમ ગણગણાટ શરૂ કરી, વીશીવાળાએ, ઘૂંટણિયે પડેલા ડૉન કિવકસોટની બોચી ઉપર જોરથી થપાકો માર્યો, ત્યાર પછી તેની તરવાર પકડી તેનો ચપટો ભાગ તેના ખભા ઉપર ઝાપટયો. આમ પોતાની બધી દાઝ એ બે પ્રહારોમાં કાઢી, પછી મંત્ર ગણગણવાનું ચાલુ રાખી, તેણે પેલી બેમાંથી એક યુવતીને નિશાની કરી; એટલે તેણે તે તરવાર, હસી ન પડાય તેમ, પૂરી ગંભીરતાથી નાઈટની કમરે બાંધી દીધી. આમેય સૌ કોઈને આ મશ્કરીરૂપ વિધિ જોઈ હસવું દબાવી રાખવાની કાળજી જ રાખવી પડતી હતી. પેલીએ તરવાર બાંધ્યા પછી આશીર્વાદ આપ્યા –“ભગવાન તમને ભાગ્યશાળી નાઈટ બનાવે અને તમારે હાથે વીરતાભર્યાં અનેક પરાક્રમ કરાવે!” ડૉન કિવસોટે રાજી થઈ, તેની ઓળખ અને નામ પૂછયાં: તેણે તેમની તરવાર કેડે બાંધી આપવાનું શુભ કૃત્ય કર્યું હતું, અને એ રીતે તે તરવારથી થનારાં ભાવિ પરાક્રમોથી મળનારા યશમાં તે ભાગીદાર બની હતી. પેલીએ નમ્રતાથી જવાબ આપ્યો કે, પોતે પાસેના બજારમાં મોચીની દુકાન ચલાવતા માણસની પુત્રી છે, અને પોતાનું નામ તોલોસા છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ શુભ પ્રારંભ ૧૯ ડૉન કિવકસોટે તેને આદેશ આપ્યો કે, હવેથી તેણે પોતાના નામ આગળ “લેડી’ શબ્દ જોડવો અને પોતાનું નામ લેડી તોલોસા” કહેવું; કારણ કે, આજથી તેણે આખા વિશ્વમાં યશોધન પ્રાપ્ત કરવા નીકળનાર એક “નાઈટ'ની ભેટે તરવાર બાંધવાનું બહુમાન પ્રાપ્ત કર્યું હતું. તે જ રીતે, પોતાની એડીઓ બાંધનાર બીજી બાઈ મિલરને “લેડી મિલર' તરીકે ઓળખાવાનું કહીને છેવટે ડૉન કિવકસોટ પોતાને દીક્ષિત કરીને કૃતાર્થ કરનાર વીશીવાળાને પ્રેમથી ભેટયા, તથા તેનાં એવાં વખાણ કરવા લાગ્યા કે, પેલા વીશીવાળાએ આ બધી પંચાતમાંથી ઝટ છૂટવા માટે, તે બધાના ટૂંકા જવાબો આપીને, તથા એક રાત વસવાટનું બિલ માગ્યા વિના, તરત તેમને વિદાય કરી દીધા. શુભ પ્રારંભ ડૉન વિકસોટ જ્યારે પૂરેપૂરા દીક્ષિત નાઈટ બનીને વીશી છોડી આગળ ચાલ્યા, ત્યારે તેમનું અંતર આનંદથી હિલોળે ચડ્યું હતું. વીશીવાળાએ આપેલી સલાહ મુજબ, પ્રથમ તો તેમણે પોતાના ઘર તરફ જ પ્રયાણ આરંભળ્યું; કારણ કે પોતાની સાથે થનાર એક પાસવાન-સ્કવાયર મેળવી લેવો આવશ્યક હતો, તથા તે સ્કવાયર પાસે પૈસા તથા ઔષધિઓથી ભરેલી થેલી રાખવી આવશ્યક હતી. | રૉઝિનેન્ટી ઘર તરફ જવાનું આવેલું જાણી ઉતાવળે ડગલાં ભરવા મંડી ગયો હતો. અચાનક ડૉન કિવસોટને રસ્તાની જમણા હાથ તરફની વાડ પાછળથી કોઈની કરુણ ચીસો સંભળાઈ. તરત તેમણે ઘોડો તે તરફ વાળ્યો. ત્યાં જઈને જોયું તો એક ઝાડના થડ સાથે ઘોડી બાંધેલી અને બીજા ઝાડના થડ સાથે પંદરેક વરસના એક છોકરાને કમરથી ઉપરનો ભાગ ખુલ્લો કરીને બાંધેલો. તેની સામે ઊભો ઊભો એક ખેડૂત પોતાનો ચામડાનો કમરપટ્ટો કાઢી તેના વડે પેલાને ખુલ્લા ભાગ ઉપર જોરથી Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ડૉન કિવકસોટ! ફટકારતો હતો, તથા પેલો ચીસો પાડે ત્યારે તેને શીખ આપતો હતો કે, આંખો ઉઘાડી, ને માં બંધ: એ નોકરી કરનારના ઢગ –એ કહેવત બરાબર યાદ રાખ જોઉં, દેડકા!” પેલો બિચારો કરગરીને કહેતો હતો કે, “આટલો વખત મને જીવતો છોડો, તો હવેથી તમારા કહ્યા પ્રમાણે જ વર્તીશ.” પરંતુ પેલો ખેડૂત એ છોકરો પોતાનો પાઠ વધુ ચીવટથી શીખે તે માટે દરેક ફટકે એક જ વાત કહ્યા કરતો હતો –“આંખો ઉઘાડી, ને મોં બંધ : એ નોકરી કરનારના ઢંગ.” ડૉન કિવકસોટે આ જોઈ, ગુસ્સાથી કહ્યું, “હે અવિવેકી નાઈટ, પોતાનું રક્ષણ ન કરી શકે તેવા ઉપર હુમલો કરવો, એ વીરનું લક્ષણ નથી, માટે તું ઘોડા ઉપર બેસી, ભાલો હાથમાં લઈ, મારી સામે લડવા આવી જા !” પેલો ખેડૂત બખ્તરધારી અને હાથમાં લાંબો ભાલો ઉલાળતા આ વિચિત્ર અસવારને જોઈને એકદમ બી ગયો. તે કરગરવા લાગ્યો, “નાઈટસાહેબ, આ છોકરો મારો નોકર છે. તેને મેં મારાં ઘેટાં સંભાળવા રાખ્યો છે. પણ તે એવો બેદરકાર છે કે, મારાં ઘેટાં રોજ ઓછાં થતાં જાય છે. હવે હું તે બદલ તેને શિક્ષા કરું છું, ત્યારે તે ઊલટો એમ ગળે પડે છે કે, મારે તેને ચડ્યો પગાર આપવો નથી, એટલે હું ઘેટાં ચોરાયાની વાત કરું છું. પણ હું મારા ગળાના સોગંદ ખાઈને કહું છું કે, તે જૂઠું બોલે છે.” ડૉન કિવકસોટે ગુસ્સાથી સળગી ઊઠીને કહ્યું, “કમજાત, એક સાચા નાઈટની સમક્ષ પણ તું જૂઠા સોગંદ ખાવાની હિંમત કરે છે? આ છોકરાને તેનો પગાર એકદમ ચૂકવી દે, અને તેને એકદમ છૂટો કર, નહિ તો હું આ ભાલો તારા શરીરમાં હમણાં જ પરોવી દઉં છું.” પેલા ખેડૂતે માથું નીચું ઝુકાવી દીધું, અને વગર બોલ્ય પેલા છોકરાને છૂટો કર્યો. ડૉન કિવકસોટે છોકરાને પૂછ્યું, “તારો કેટલો પગાર ચડેલો છે?” પેલાએ જવાબ આપ્યો, “નવ મહિનાનો. નાઈટ સાહેબ, મહિનાના સાત રિયલ લેખે.” Page #63 -------------------------------------------------------------------------- ________________ શુભ પ્રારંભ ૨૧ 66 ડૉન વિકસોટે હિસાબ ગણી જોયો તો કુલ ત્રેસઠ રિયલ થયા. તેમણે તરત ત્યાં ને ત્યાં પૈસા ચૂકવી દેવા પેલા ખેડૂતને હુકમ કર્યો. પેલા ખેડૂતે કહ્યું, નામદાર, હું સોગંદપૂર્વક કહું છું કે, આ છોકરાના આટલા બધા પૈસા મારી પાસે હરિંગજ લેણા નીકળતા નથી. ઉપરાંત તેને મેં ત્રણ જોડ જોડા ખરીદી આપ્યા છે, તેના પૈસા કાપવા જોઈએ; તથા તે માંદો પડયો ત્યારે બે વખત મેં તેની ફસ ખોલાવી છે, તેનો એક રિયલ પણ ગણવો જોઈએ. "" ડૉન કિવકસોટે ફેંસલો આપ્યો, “તારું આપેલું જોડાનું ચામડું તેણે ઘસ્યું હશે, તો ત તેના શરીરની ચામડીને પટાથી ફટકારીને સારી પેઠે નુકસાન પહોંચાડયું છે; તથા તે માંદો હશે ત્યારે તે તેની ફસ ખોલાવી હશે, તો અત્યારે તે સાજો હોવા છતાં તે તેનું સારી પેઠે લોહી કાઢયું છે. એ બંને બાબતોનું તારું લહેણું વાંસાં થઈ ગયું. માટે તેના પૂરા પૈસા અબઘડી ચૂકવી દે, નહિ તો આ ભાલો ખાવા તૈયાર થઈ જા.” ખેડૂતે કરીગરીને કહ્યું, “અબઘડી મારી પાસે એક પૈસો પણ નથી, એટલો જ વાંધો છે; બાકી, પૈસા તો આપ કહો તેટલા હું બઘડી ગણી દઉં..` આ ઍન્ડ્રયૂ મારી સાથે મારે ઘેર આવે, એટલે તેને હું તેના પૈસા જરૂર આપી દઈશ.” પેલો છોકરો તરત બૂમ પાડી ઊઠયો, “હું એમની સાથે એમને ઘેર જાઉં? તો તો તે ત્યાં મારી મારીને મારી ચામડી જ ઉતારી લે!” ડૉન કિવકસોટને છોકરાની આ વાત અવિનયભરી લાગી; તેમણે કહ્યું, “મારો હુકમ થયા પછી, તે એમ કરવાની હિંમત હરગિજ નહીં કરી શકે ! ઉપરાંત, હું તેને મારી સમક્ષ તેના નાઈટ-પણાના સોગંદ જ લેવરાવું છું કે તે તને તારા પૈસા ચૂકવી દેશે. નાઈટ માણસ કદી પોતાના નાઈટપણાના સોગંદ તોડી શકે જ નહિ. "" 66 પણ આ માણસ તમે કહો છો તેવો નાઈટ-ફાઈટ કશું જ નથી; એ તો પાસેના ગામનો એક માલદાર ખેડૂત છે, એટલું જ. "" પણ પોતે જેને નાઈટ માન્યો હતો, તેને ડૉન કિવકસોટ એક છોકરાના કહેવાથી સામાન્ય માણસ માનવા તૈયાર ન થયા. એ સમજી જઈ, પેલો ખેડૂત તરત બોલી ઊઠયો, અરે, હું આખી દુનિયાના 66 Page #64 -------------------------------------------------------------------------- ________________ ડૉન કિવકસોટ! "" 66 નાઈટપણાના સોગંદો ખાઈને કહું છું કે, આ છોકરાના માગતા પૈસા હું તેને મારે ઘેર લઈ જઈ, અત્તરથી ધોઈને જરેજર ચૂકવી દઈશ.” ડૉન કિવકસોટૅ ઉદારતાથી કહ્યું, “તમારે નાઈટ-મહાશય, તમારું અત્તર નાહક બગાડવાની જરૂર નથી. તમે તેને સાદેસાદા પૈસા આપી દેશો, તો પણ બસ છે. પરંતુ, ખબરદાર, ડૉન કિવસોર્ટ હવે હુંકાર કરીને કહ્યું, ‘જો તમે તમારા સોગંદને બેવફા નીવડયા, તો યાદ રાખજો કે, હું મારા નાઈટ-પણાના એવા જ આકરા સોગંદ ખાઈને તમને કહું છું કે, તમે ઘિલોડીની પેઠે ગમે ત્યાં છુપાઈ ગયા હશો, તો પણ ત્યાંથી હું તમને શોધી કાઢીને તમારું તુચ્છ માથું ધડથી જુદું કરી નાંખીશ; કારણ કે પોતાના સોગંદને બેવફા નીવડનાર નાઈટને જીવતો ન રહેવા દેવો, એ બીજા નાઈટનું પરમ કર્તવ્ય છે. હું અન્યાયોને દૂર કરનાર તથા અત્યાચારોનો બદલો લેનાર ડૉન કિવકસોટ લા-માંશા છું.” ૨૨ આટલું કહી, તેમણે રોઝિનૅન્ટીને રસ્તા તરફ એડી મારી; એ ઘોડો પણ, ઘર તરફ જતાં આ જેટલું આડું ફંટાવું પડયું હતું તેનો બદલો લેવા, ચાર પગે ઊપડયો. , પેલો ખેડૂત ડૉન કિવકસોટને ચાલ્યો ગયેલો જોઈ, તરત પેલા છોકરા પાસે ગયો, અને તેને માયાળુતાથી કહેવા લાગ્યો, “ચાલ બેટા, ‘અન્યાયોને દૂર કરનાર તથા અત્યાચારોનો બદલો લેનાર' મહાવીરે જે હુકમ કર્યો છે, તે મુજબ હું તારા બધા પૈસા તરત ચૂકતે કરી આપું.” આમ કહી તેણે પેલા છોકરાને પકડીને ફરીથી ઝાડ સાથે તાણી બાંધ્યો અને એટલો નિર્દયપણે માર્યો કે, તેનામાં જીવ જેવી ચીજ ભાગ્યે બાકી રહે. “હવે તારા નાઈટ-સાહેબને મારું ડોકું કાપી લેવા બોલાવવા હોય તો બોલાવજે” એમ કહી તેણે તેના બંધ છોડી નાંખ્યા, અને બોચીઓથી પકડી જોરથી તેને ખેતર બહાર ધકેલી મૂકયો. પેલો છોકરો થોડે દૂર જઈ, ડૉન કિવકસોટ લા-માંશાને પાછા ફરવા બૂમો પાડતો, જોરથી તે ગયા હતા તે દિશામાં દોડયો. ડૉન વિકસોટે આ પ્રમાણે એક અત્યાચારીના હાથમાંથી એક પીડિતને બચાવ્યો, અને તેને થયેલો અન્યાય દૂર કર્યા. Page #65 -------------------------------------------------------------------------- ________________ શુભ પ્રારંભ ૨૩ ૨ ડૉન વિકસોટ, અત્યાર સુધી જે કંઈ જે રીતે બની રહ્યું હતું તેથી પૂરા સંતુષ્ટ થઈ, હવે પોતાના ગામ તરફ આગળ વધવા લાગ્યા. તે ગઈ કાલે તો દીક્ષિત થયા હતા, પણ એટલામાં અન્યાય-અત્યાચારના એક કિસ્સામાં તેમને સીધા ઝંપલાવવાનું થયું, અને પોતાની હૃદય-રાણી ડુલિનિયા ડેલ ટૉબોસોને ચરણે એક સુંદર કૃત્ય નિવેદિત કરવાનું થયું, એ ઓછા સંતોષની વાત ન કહેવાય. તેઓશ્રી બેએક માઈલ આગળ વધ્યા હશે, તેવામાં લોકોનો એક કાફલો તેમને સામેથી આવતો મળ્યો. ટૉલેડોથી કેટલાક વેપારીઓ મર્શિયા મથકેથી રેશમી કાપડ ખરીદવા જતા હતા. બધા મળી તેઓ છ જણ હતા. દરેક જણે હાથમાં તડકો ખાળવાનું છાનું પકડેલું હતું. તેમના ચાર નોકરો પણ ઘોડા ઉપર હતા અને બીજા ત્રણ ખચ્ચરિયા* પગપાળા ચાલતા હતા. ડૉન કિવસોર્ટ એ ટોળાને દૂરથી આવતું જોયું કે તરત તેમને પુસ્તકોમાં વાંચેલું એક અનોખા પ્રકારનું પરાક્રમ યાદ આવ્યું. પોતાને દીક્ષિત થયા બાદ થોડા જ વખતમાં એવા પરાક્રમમાં ધસી જવાનું મળ્યું, તેથી અત્યંત ખુશી થઈને તથા જુસ્સામાં આવી જઈને તે, પુસ્તકમાં લખ્યા પ્રમાણે જ, ઢાલ હાથમાં પકડી, ભાલો આગળ કરી, રસ્તા વચ્ચે રોઝિનૅન્ટીને લાવીને ઊભા રહ્યા. પેલાઓ તેમનું બોલેલું સાંભળી શકે તેટલા નજીક આવ્યા, એટલે ડૉન ક્વિકસોટ મોટા તુમાખીભર્યા અવાજે બોલ્યા, “થોભો! આખી માનવજાતે અહીં થોભવાનું છે, અને ‘લા-માંશાની સમ્રાજ્ઞી ડુલિનિયા ડેલ ટૉબોસો કરતાં આખા વિશ્વમાં કોઈ વધુ સુંદર સ્ત્રી નથી’—એવું સ્વીકારીને જ અહીંથી આગળ જવાનું છે; જે ન સ્વીકારે, તેણે અહીં મારી સાથે શરુયુદ્ધ લડી, તે વાતનો ફેંસલો કરવો પડશે.’ "" *સ્પેનમાં, મુસાફરોની સાથે લાદેલાં ખચ્ચર દોરીને જનારા, અને વળતાં ખચ્ચર લઈ પાછા ફરનારા, તથા મુસાફરી દરમ્યાન બધી તહેનાત ઉઠાવનાર ભાડૂતી માણસો. Page #66 -------------------------------------------------------------------------- ________________ ડૉન કિવકસોટ! પેલા વેપારીઓ એમનો દેખાવ અને એમના બોલવાની ઢબ ઉપરથી સમજી ગયા કે, આ કોઈ ભેજા-ગેપ માણસ છે, એટલે તેની સાથે સાચવીને કામ લેવાનું તેમણે વિચાર્યું. | વેપારીઓમાંનો એક જરા મજાકી પ્રકૃતિનો માણસ હતો. તેણે આગળ આવી મીઠા અવાજે કહ્યું, “ઘોડેસવાર બહાદુર, અમે આપ કહો છો તે સુંદરીને જોયાં નથી; એક વખત તે સુંદરી અમને બતાવો, એટલે તેમની સુંદરતા જોઈને તરત તેમને વિશ્વનાં સર્વશ્રેષ્ઠ સુંદરી તરીકે અમે સલામ ભરીશું.” ડૉન કિવ સોટે જવાબ આપ્યો, “એક વખત હું તમને તે સુંદરી બતાવું, પછી તેમની સર્વશ્રેષ્ઠતા કબૂલ કરાવવામાં મારી જરૂર જ શી રહે? પરંતુ અહીં તો તમારે મારા કહેવાથી જ એ વસ્તુ માનવાની છે અને કબૂલ કરવાની છે. નહિ તો, હે મર્યો, તમે પ્રેમ-શૌર્યના નિયમો અનુસાર એક એક કરીને મારી સામે લડવા આવી જાઓ, અથવા કાયરોના નિયમો પ્રમાણે બધા સામટા મારા ઉપર તૂટી પડો. પરંતુ હું તો મારી એ સૌંદર્યરાજ્ઞીની આણ ન માનનારાને અહીંથી આગળ નહીં જ વધવા દઉં. તમે સૌ બીજી જ કોઈ સૌંદર્ય-રાજ્ઞીની આણ માનો છો, તે હું જાણી ગયો છું. તમારે હવે મારી સાથે લડવું જ પડશે.” પેલા વેપારીએ જવાબમાં નમ્રતાથી કહ્યું, “નાઈટ-બહાદુર, અમે પણ બધા માનવંત રાજવીઓ છીએ; એટલે અમે નજરે જોયા વિનાની કશી વાત કબૂલ કરી શકીએ નહિ. તમે તમારી સૌંદર્ય-રાજ્ઞીની નાની રાઈ જેટલી છબી અમને બતાવશો તો પણ ચાલશે; કારણ કે, એક દાણા ઉપરથી આખી ગૂણની પરખ અમે કરી લઈએ છીએ. અમે બધા તમારી વાત માની લેવા એટલા બધા ઉત્સુક છીએ કે, એમની છબી જોયા પછી, ભલે એમની એક આંખ બાડી હશે અને બીજી આંખ પીળી પચરક કે લાલ ધમક હશે, તો પણ અમે તેમને જગતની સર્વશ્રેષ્ઠ સુંદરી તરીકે સ્વીકારીશું.” ડૉન કિવસોટ તરત ગુસ્સાથી સળગી ઊઠીને બોલ્યા, “પીળી પચરક અને લાલ ધમક – હેં? તમે બદમાસો સોંદર્યરાજ્ઞીની આવી મજાક કરો છો? તમને તમારી નાસ્તિકતા બદલ હમણાં જ હું બરાબર પાઠ શીખવાડું છું.” આમ કહી તેમણે તરત પોતાનો ઘોડો એ મજાકી વેપારી ઉપર એવો જોરથી Page #67 -------------------------------------------------------------------------- ________________ શુભ પ્રારંભ ૨૫ દોડાવ્યો કે, જો રોઝિૉન્ટી અધવચ જ ઠોકર ખાઈને ગબડી પડયો ન હોત, તો તે દોઢડાહ્યાનું આવી જ બન્યું હતું! પણ ઘોડો પડ્યો તેની સાથે ડૉન વિક્સોટ પણ પોતાનાં બખ્તર, ઢાલ, એડીઓ, અને ટોપા સાથે એવા ચત્તાપાટ ગબડી પડયા કે પછી હજાર હજાર પ્રયત્ન કરવા છતાં તેમનાથી પગભર થઈ શકાયું નહિ. પરંતુ એમ નીચે પડયા છતાં તેમણે જીભથી તો એ સૌને પડકારવાનું ચાલુ જ રાખ્યું: “ઊભા રહો કાયરો, ભાગી ન જશો! હું અહીં ગબડી પડ્યો છું, તે મારા ઘોડાને કારણે, હરામજાદાઓ!” પેલા ખચ્ચરિયાઓમાંનો એક, હવે પોતાના શેઠ માટે વપરાતા આવા અપમાનભર્યા શબ્દો સહન ન થઈ શકવાથી, તરત પાસે દોડી આવ્યો અને ડૉન કિવકસોટનો ભાલો લઈ, તેણે તેના ત્રણ ટુકડા કરી નાંખ્યા; પછી એક ટુકડો લઈ, તેણે નીચે પડેલા ડૉન કિવકસોટને ઘઉંના પૂળિયાને ધીબે તેમ ધીબવા માંડ્યો. પેલા વેપારીએ તેને વધારે પડતું મારી ન બેસાય તે માટે ટકોર્યો, પણ પેલો તો હાથમાંનો ટુકડો ફાટી ગયો ત્યાં સુધી થોભ્યો નહિ; અને પછી તે ટુકડો ફેંકી દઈ તેણે બીજો ટુકડો હાથમાં લીધો અને તે ફાટી ગયો ત્યારે ત્રીજો. ડૉન કિવકસોટ પડયા પડયા પણ તે લોકોને પડકારતા અને તેઓની કાયરતા બદલ તેમને ડારતા જ રહ્યા. છેવટે ભાલાના બધા ટુકડા ફાટી ગયા, અને પેલો ખચ્ચરિયો પણ પૂરેપૂરો થાકી ગયો, ત્યારે તે તથા પેલા વેપારીઓ ડૉન કિવકસોટની ઠેકડી ઉરાડતા અને આખે રસ્તે તેના વિષે વાતો કરતા કરતા ચાલ્યા ગયા. | ડૉન કિવકસોટે તે લોકોના ગયા પછી ઊભા થવા ઘણી મથામણ કરી; પણ આટલો મેથીપાક મળ્યા પછી એમ કરવું વિશેષ મુશ્કેલ થઈ ગયું હતું; એટલે આવા પ્રસંગોએ પુસ્તકોમાંના નાઈટો શું બીલીને કે શું સ્મરીને આશ્વાસન મેળવતા, તે યાદ કરીને, કેટલાંક ગીતોની કડીઓ ગણગણતા રસ્તા વચ્ચે જ તે પડી રહ્યા. બનવા કાળ, તે એ રસ્તે થઈને તેમનો પડોશી ખેડૂત ગધેડા ઉપર ઘઉંની ગૂણ લાદીને આવતો હતો. તેણે ડૉન કિવકસોટને રસ્તા વચ્ચે પડેલા જોઈ, તે કોણ છે અને શા માટે રસ્તામાં પડયા છે, એમ પૂછયું. ડૉન કિવકસોટે તો જવાબમાં પ્રેમ-શૌર્યના પ્રાચીન દુહાઓ જ લલકારવા Page #68 -------------------------------------------------------------------------- ________________ ડૉન કિવકસોટ! ચાલુ રાખ્યા. પેલાએ હવે તેમના મોંનું ઢાંકણ ઊંચું કરીને જોયું અને તેમને ઓળખ્યા. “ઓહો, મેંશ્યોર કિવઝાડા, તમે છો? આ વેશ શાનો છે? અને અહીં પડયા પડયા શું કરો છો?” પણ ડૉન કિવકસોટે જવાબમાં વધુ દુહાઓ જ લલકાર્યા, એટલે પેલાએ મહેનત લઈ, ડૉન કિવકસોટના શરીર ઉપરનું ટિપાઈ ગયેલું પતરું છોડી નાંખ્યું, અને તે કંઈ ઘાયલ-બાયલ થયા છે કે શું, એ તપાસવા માંડ્યું. પણ કયાંય લોહી નીકળેલ ન જણાયું, એટલે તેણે તેમને બેઠા કરવાનો પ્રયત્ન આદર્યો. ત્યાર પછી તેણે તેમને પોતાના ગધેડા ઉપર ખેંચીને નાંખ્યા; કારણ કે ઘોડા ઉપર ઊંચે એકલાથી તેમને ચડાવાય તેમ નહતું. પછી બખ્તર તથા હથિયાર વગેરે બધું સમેટીને રોઝિનેન્ટી ઉપર બાંધી લઈ, બંને જાનવરોને દોરતો તે ગામ તરફ લઈ ચાલ્યો. સૂર્યાસ્ત સમયે તેઓ ગામ પાસે પહોંચ્યા. પણ પેલા ખેડૂતે આ હાલતમાં સૌના દેખતાં ઠાકોરશીને ગામ વચ્ચે થઈને લેવા ઠીક ન માની, અંધારું થવા દીધું અને પછી તે તેમને ઘેર લઈ ગયો. ઠાકોરને ઘેર તો ધમાલ મચી ગઈ હતી. ઠાકોર કોઈને કહ્યા વિના અલોપ થઈ ગયા હતા. એટલે ચોમેર તેમની શોધાશોધ ચાલતી હતી. ગામના પાદરી ડૉ. પેરીઝ, અને ગામનો હજામ નિકોલસ બંને ઠાકોરના મિત્રો હતા. તેઓ પણ તે વખતે ત્યાં આવેલા હતા. ઘરકામ કરનારી બાઈ કહેતી હતી –“ઘરમાંથી ઠાકોરસાહેબ, તેમનો ઘોડો, ઢાલ, ભાલો અને બખ્તર સાથે છ છ દિવસથી અલોપ થયા છે. શું થયું હશે, ભગવાન જાણે! પણ છેવટના તે નાઈટ' બની જગતમાં વિજ્ય-યાત્રાએ નીકળવાની ઘણી ઘણી વાતો કરતા હતા. નખ્ખોદ જાય પેલી ચોપડીઓનું!. આખો દિવસ અને રાત એ ચોપડીઓ વાંચી વાંચીને જ તેમનામાં એ ધૂન ભરાઈ હતી. દુનિયામાં એવી નકામી ચોપડીઓ રહેવા જ ન દેવી જોઈએ!” | ઠાકોરની ભત્રીજી હવે હજામને કહેવા લાગી, “નિકોલસબાબા, તમે તો જાણો છો કે, તમને ઠાકોરકાકા એ બધી ચોપડીઓમાંથી કેટલાં બધાં પાનાં વારંવાર વાંચી સંભળાવતા હતા! કેટલીક વાર તો લગભગ બબ્બે દિવસ! તથા કેટલી બધી વખત વાંચતાં વાંચતાં વચ્ચે ઊઠી, તરવાર Page #69 -------------------------------------------------------------------------- ________________ શુભ પ્રારંભ હાથમાં લઈ ભીંત સામે પટાબાજી ખેલવા લાગી જતા! પછી જ્યારે તે થાકી જતા ત્યારે કહેતા કે, તેમણે પહાડ જેવડા ચાર રાક્ષસોને યુદ્ધમાં મારી નાંખ્યા છે. તેમને કપાળેથી જે પરસેવો ટપકતો, તેને તે લડાઈમાં થયેલા ઘામાંથી ટપકતું લોહી માનતા. પછી પાણી પીને તે શાંત થતા, ત્યારે તે કહેતા કે, તો ફલાણા ષિએ આકાશમાર્ગે આવી તેમને દિગ્ય ઔષધિ પિવડાવીને ફરી સાજા કરી દીધા છે. એ ચોપડીઓથી જ આ બધી મોકાણ થઈ છે; એ બધી વેળાસર બાળી નાંખી હોત, તો તેમનું મગજ આમ ચસકી ગયું ન હોત.” પેલા પાદરી-બુવા હવે બોલ્યા – “સાચી વાત છે, અને આપણે એ બધી ચોપડીઓ બાળી જ મૂકવી છે, જેથી ભવિષ્યમાં પણ બીજા કોઈનું મન તેઓ એમ બગાડી ન મૂકે.” પેલો ખેડૂત બહાર ઊભો ઊભો આ બધું સાંભળતો હતો. તે હવે ઠાકોરની સાચી બીમારીનું સ્વરૂપ સમજી ગયો. તેણે બૂમ પાડીને સૌને બહાર બોલાવ્યાં અને ઠાકોરસાહેબની સુપરત તેમને કરી, તથા પોતાને તે કઈ હાલતમાં કયાં મળ્યા હતા, તે બધું કહી સંભળાવ્યું. પેલાં બધાં તરત ગધેડા પાસે દોડી ગયાં. ડૉન કિવકસોટથી આપમેળે તો ઊતરી શકાય તેમ નહોતું. એટલે તેં તેમને ઊંચકીને અંદર લાવ્યાં. પણ તેમણે બૂમો પાડીને જણાવ્યું કે, “ઘોડાની ગફલતને કારણે જ તેમનો આ ફેજ થયો છે; બાકી તો તેમણે એકલાએ આ માયાવી દાનવોને તેમના સાચે સ્થળે પહોંચાડી દીધા હોત. તેમને માર પણ જાદુઈ મારવામાં આવ્યો છે, માટે જાદુગરણ ઉર્નાન્ડાને જલદી બોલાવો, જે આવીને મારા આ અદૃશ્ય ઘા રુઝવી નાંખે.” ઘરકામવાળી બાઈને તેમ જ બીજા સૌને પેલી ભૂંડી ચોપડીઓની ઠાકોર ઉપર થયેલી અસરની ખાતરી થઈ, અને તેઓએ તેમને પથારીમાં સુવાડી, તેમના ઘા શોધવા માંડ્યા; પણ એક ઠેકાણે તરવારનો કે બીજો કશો ઘા માલૂમ ન પડયો. ડૉન વિક્સોટે પણ તે સૌને ભારપૂર્વક કહ્યા કર્યું કે, “દસ દસ માયાવી દાનવો સામે ઘમસાણ મચવાનું થયું હતું, પણ રોઝિનેન્ટીએ ઠોકર ખાધી, અને ઇત્યાદિ, ઇત્યાદિ.” Page #70 -------------------------------------------------------------------------- ________________ ડૉન કિવકસોટ ! તેઓએ ઠાકોરને કેટલાય સવાલ પૂછ પૂછ કર્યા, પણ ડૉન વિક્સોટે જવાબમાં માત્ર ખાવાનું અને આરામ જ માગ્યાં. તેઓએ ઝટપટ તેમને ખાવાનું આપી દીધું, જે ખાઈને પછી તેમણે ઘસઘસાટ ઊંઘવા માંડયું. ૩ ૨૮ બીજે દિવસે વહેલી સવારે પાદરી-બુવા હજામબાબાને લઈને ત્યાં આવી પહોંચ્યા. તેમણે ભત્રીજી પાસેથી પેલી ચોપડીઓવાળા ઓરડાની ચાવી માગી. તેણે તરત તે કાઢી આપી. તે ઓરડામાં સો મોટાં મોટાં પાકાં બાંધેલાં પુસ્તકો હતાં અને નાનાં પણ કેટલાંય પુસ્તકો હતાં. પાદરીઓ એ પુસ્તકોમાં કોઈ સારું ઉપયોગી ધર્મપુસ્તક હોય તો તે કાઢી લેવા દરેક પુસ્તકનું પહેલું પાન જોવા માંડયું. પછી ઉપરની બારીએથી જ નીચેના વાડામાં એ પુતકો નાંખવા માંડયાં. ધીમે ધીમે પાદરી-બુવાને એ પુસ્તકોનાં પ્રથમ પાનાં જોતાં એટલો થક ચડયો અને એવો કંટાળો આવ્યો કે, તેમણે બાકીનાં પુસ્તકોને જોયા વિના જ નીચે ફગાવી દેવાની રજા આપી. રાતને વખતે પછી ઘરકામવાળી બાઈએ એ બધાં પુસ્તકો ઉપરાંત ઘરમાં બીજું કંઈ પણ કાગળ જેવું જે હાથ આવ્યું, તે બધું સળગાવી દીધું. દિવસ દરમ્યાન ડૉન વિકસોટનો લવારો ચાલુ જ રહ્યો હતો, પણ સૌ તેમને સમજાવી-પટાવી, ખવરાવી-પિવરાવી, તરત ઊંઘાડી દેતાં. દરમ્યાન પાદરી-ભુવાએ પોતાના મિત્રનું પાગલપણું દૂર કરવાનો બીજો એક ઉપાય પણ વિચારી રાખ્યો. તેમણે કહ્યું —“પુસ્તકોના એ ઓરડાનું બારણું જ ચણાવી લેવું; જેથી, જ્યારે ઠાકોર ફરીથી ફરતા હરતા થાય, ત્યારે તે ઓરડા તરફ જવા ન પામે. તેમને આપણે બધાએ એમ કહેલું કે, તમે બેહોશીમાં હતા તે દરમ્યાન એક માયાવી જાદુગર આવીને પુસ્તકો ભરેલો આખો ઓરડો લઇને ઊડી ગયો છે.” સૌને એ વાત રુચતી આવી. એટલે તરત તેનો અમલ કરી દેવામાં આવ્યો. Page #71 -------------------------------------------------------------------------- ________________ શુભ પ્રારંભ ૨૯ બે દિવસ બાદ ડૉન કિવકસોટ હરતા ફરતા થયા એટલે પહેલું કામ તેમણે પોતાનાં પુસ્તકોવાળા ઓરડા તરફ જવાનું કર્યું. પરંતુ તેમને પોતાનો અભ્યાસનો ઓરડો જયો જ નહિ. કયાંય તેમને ત્યાં જવાનો રસ્તો કે બારણું જ દેખાયાં નહીં. સૌ ગુપચુપ તેમની હિલચાલ જોયા કરતાં હતાં, પણ કાંઈ બોલતાં નહોતાં. છેવટે ઠાકોરે ઘરકામવાળી બાઈને પોતાના અભ્યાસ-ગૃહનો રસ્તો બતાવવા કહ્યું, ત્યારે તેમની ભત્રીજી બોલી ઊઠી, “અરે કાકાજી, અમે તમને કહી શકયાં નહિ, પણ તમે બીમાર હતા તે દરમ્યાન એક જાદુગર વાદળ ઉપર સવારી કરીને ધસમસાટ આપણા ઘર ઉપર ચડી આવ્યો અને પુસ્તકો સાથેના એ આખા ઓરડાને લઈને તરત હવા થઈ ગયો !” ડૉન કિવકસોટ જરા વિચારમાં પડી ગયા; પછી તરત તે બોલી ઊઠયા, “અહા, એ તો પેલો ફ્રેસ્ટોન હોવો જોઈએ; એનો માલિક નાઈટ મારો જીવસટોસટનો દુશ્મન કહેવાય; એટલે તેણે મને ઘાયલ અવસ્થામાં ઈજા પહોંચાડવા એને મોકલ્યો હોવો જોઈએ. પરંતુ સમ્રાજ્ઞી ડુલસિનિયાની આણ મારું રક્ષણ કરી રહી હોવાથી, તે મારો પુસ્તકોનો ખજાનો લઈ જઈને જ સંતોષ પામ્યો હશે. પણ તે બદમાશ નાઈટનો છૂપો ગઢ કયાં આવ્યો છે તેની મને ખબર છે; અને હું તેની અને તેના આવા બધા હરામજાદા સેવકોની બધી માયાજાળ જગતમાંથી ફિટાડીને જ જંપવાનો છું.” આટલું કહી ડૉન કિવકસોટ ચૂપ થઈ ગયા અને પથારીમાં પડયા પડ્યા, એ નાઈટ ઉપર ચડાઈ કેવી રીતે લઈ જવી, તેનો જ વિચાર કરવા લાગ્યા. આમ, આ લોકોએ તેમના હિતમાં વિચારેલો ઉપાય ખરેખર તો ઠાકોરને તેમના ગાંડપણમાં વધુ ધકેલનારો જ નીવડ્યો. Page #72 -------------------------------------------------------------------------- ________________ મહા-પ્રયાણ દરમ્યાન ડૉન કિવકસોટે પડોશના સાજો પાન્ઝા નામના એક ખેત-મજૂરને બોલાવીને પલાળવા માંડયો હતો. તે બિચારો ભલી-ભોળો પ્રમાણિક માણસ હતો. ગરીબ માણસને જો પ્રમાણિક કહી શકાય, તો તે ખરેખર પ્રમાણિક હતો. તથા તે કંગાળ પણ હતો – પૈસાની બાબતમાં તેમ જ મગજની બાબતમાં. ડૉન કિવકસોટે તેની સાથે એટલી લાંબી લાંબી વાતો કરી, તથા એવાં મોટાં મોટાં વચનો આપ્યાં કે છેવટે એ ભલો માણસ તેની સાથે સ્કવાયર તરીકે જોડાવા કબૂલ થયો. ડૉન વિક્સોટે તેને એવી લાલચ પણ બતાવી હતી કે, તણખલું તોડીએ એટલા વખતમાં તો આપણે મોટા મોટા ટાપુઓ કબજે કરીશું અને પછી તેમાંના કોઈ એક ટાપુમાં તને હું ગવર્નર પણ બનાવીશ. એ વાત પતી, એટલે ડૉન કિવસોટે એક ઘર વેચીને, અને બીજાને ગીરો મૂકીને – તથા એ બંને બાબતોમાં ભારે ખાધ ખાઈને –ઠીક ઠીક રોકડ રકમ એકઠી કરી. ઉપરાંતમાં બીજા એક મિત્ર પાસેથી તેમણે એક ઢાલ ઊછીની લીધી, તથા પોતાનો માથાનો ટોપ તથા તેનું મહોરું પણ બની શકે તેટલાં સમરાવી લીધાં. ત્યાર પછી તેમણે પોતાના મહાપ્રસ્થાન માટેનો દિવસ તથા કલાક નક્કી કરી સાન્કો પાન્ઝાને જણાવી દીધો, જેથી તે તૈયાર રહી શકે. ખાસ તો તેણે ગૂણ જેવી એક મોટી થેલી લેવાની હતી. સાન્કો પાન્ઝાએ સાથે પોતાનું ગધેડું પણ લેવાની વાત કરી, – કારણ કે તેને પગે ચાલીને લાંબી મુસાફરી કરવાની ટેવ નહોતી. ડૉન કિવકસોટે કોઈ નાઈટના સ્કવાયરો ગધેડા ઉપર સવારી કરતા કે નહિ એ વાત યાદ કરી જોઈ, પણ કોઈ પુસ્તકમાં ગધેડાની સવારી તરીકે ૩૦ Page #73 -------------------------------------------------------------------------- ________________ મહાપ્રયાણ ૩૧ ઉપયોગ કરાયેલો તેમને યાદ આવ્યો નહિ. પણ તેમણે વિચાર્યું કે, જે પહેલો નાઈટ સામો મળશે, તેને ગબડાવી પાડી તેનો ઘોડો સાન્કો પાન્ઝાને આપી શકાશે જ – એટલે હાલ તુરત તેમણે સાન્કો પાઝાને પોતાનું ગધેડું લેવાની પરવાગી આપી.. આમ બધી તૈયારીઓ થઈ ગઈ, એટલે સાન્કો પાઝા તથા ડૉન કિવકસોટ પોતપોતાના કુટુંબમાં કોઈને ખબર આપ્યા વિના કે ખબર ન પડે તે રીતે એક રાતે છાનામાના નીકળી પડ્યા. બંનેને પોતાનાં કુટુંબીઓ પીછો કરશે એવી બીક હોવાથી, તેઓએ આખી રાત ઉતાવળે રસ્તો કાપવા માંડયો; અને સવાર થતાં સુધીમાં પોતાની અને પીછો કરનારાંની વચ્ચે મોટું અંતર મૂકી દીધું. સાન્કો મોટો રાજવી હોય તે પ્રમાણે તૈયાર થઈને નીકળ્યો હતો. તેના ગધેડાની એક બાજુ કેનવાસની ગૂણ જેવી થેલી બાંધેલી હતી તથા બીજી બાજુ મોટી મસક. ટૂંક વખતમાં જ, કોઈ ટાપુનો ગવર્નર થવાની તેને આશા હતી. તેથી તે પણ તેણે એ જ વાત કાઢી. ડૉન કિવકસોટે કહ્યું, “સારા સારા નાઈટોનો કાયમ એવો શિરસ્તો જ રહ્યો છે કે, તેઓ પોતાના સ્કવાયરોને પોતે જીતેલાં રાજ્યમાં કયાંક ને કયાંક ગવર્નર તરીકે ગોઠવી દે. પણ હું તો એમાં પણ સુધારો જ કરવાનો છું : સ્કવાયરો જ્યારે નોકરીમાં ઘરડા થાય ત્યારે જ જૂના નાઈટો તેમને આવી જગાઓએ ગોઠવી આપતા; પણ હું તો એક દિવસમાં જ કોઈ મોટું રાજ્ય જીતીને તેની સાથે બીજાં નાનાં નાનાં રાજ્યો ભેળવી દેવા માંડીશ તથા તરત એમાંના એકાદ રાજ્યના રાજા તરીકે જ તારો રાજ્યાભિષેક કરાવીશ. ઉપરાંત, આ નાઈટ-પણાની કારકિર્દીમાં એવા એવા અકસ્માતો આવી મળે છે કે, મેં તને વચન આપ્યું છે તેના કરતાંય કેટલુંય વધારે હું તને આપી શકીશ.” સાન્કો પાન્ઝા તરત જ ગેલમાં આવી ગયો. તેણે હિસાબ ગણી કાઢયો કે, પોતે જો રાજા થાય, તો પોતાની પત્ની રાણી જ થાય, અને પોતાનાં છોકરાં રાજકુમારો અને રાજકુમારીઓ જ બને. પણ પછી થોડો વિચાર કરીને તે બોલ્યો, “મારી પત્નીમાં બે દાણા ઓછા Page #74 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ડૉન કિવકસોટ! છે, એટલે તેને રાણીપણુ ફાવશે નહિ; માટે તેને ઉમરાવ-બાનુ બનવાનું મળે એવી જ વ્યવસ્થા કરજો.’ "" ડૉન કિવકસોટે કહ્યું, “મોટું પદ એ તો ભગવાનના હાથની વાત છે; પરંતુ આપણે પણ હલકા વિચારો ધરાવવા જ નહિ; અને વાઇસરોયથી નીચેનું પદ સ્વીકારવા કદી લોભાણું નહીં.” સાન્કો પાન્ઝાએ તેમને ખાતરી આપી કે, તમારા જેવા મહાપુરુષનો સેવક બન્યા પછી, એથી હલકી પદવી સ્વીકારવાના વિચારો આવવા દેવા જેટલો તુચ્છ પોતે કદી નહીં બને.” ૨ બંને જણ હવે નિરાંતે આગળ વધતા હતા. તેવામાં દૂર મેદાનમાં ત્રીસ ચાળીસ પવન-ચક્કીઓ તેમની નજરે પડી. ડૉન વિક્સોટ તે જોઈ આનંદથી બૂમ પાડી ઊઠયા—“વાહ, વાહ, આ તો આપણે ધાર્યા કરતાં ખુશનસીબી આપણને બહુ જલદી સામી આવી મળી કંઈ! જો, પેલા ત્રીસેક હરામજાદા દાનવો ખડા છે તેમનો નાશ કરી, તેમણે એકઠી કરેલી બધી લૂંટ આપણે હાથ કરીશું. એ લોકોની સંઘરેલી મિલકત કબજે કરવી, એ તો આપણા જેવા માટે કાયદેસર કર્તવ્ય ગણાય. ,, 66 કયા દાનવો?” સાન્કો પાન્ઝાએ ચોંકીને પૂછ્યું. "" “અરે પેલા લાંબા લાંબા હાથ કરીને ઊભેલા દેખાય છે, તે બધા. તેઓમાંના કેટલાકને બબ્બે ગાઉ જેટલા લાંબા હાથ હોય છે. તે લોકોનો આપણે નાશ કરીએ, તો ભગવાન પણ આપણા ઉપર પ્રસન્ન થાય. “અરે નામદાર, જરા ધ્યાનપૂર્વક જુઓ—સામે દેખાય છે તે રાક્ષસો નથી, પણ પવન-ચક્કીઓ છે; અને તમે જેમને લાંબા લાંબા હાથ કહો છો, તે તો પવનચક્કીઓનાં પાંખિયાં છે—એમાં હવા ભરાવાથી પવનચક્કી ચાલે છે.” ભાઈ, તને હજુ આ બધી બાબતોની જાણકારી નથી, એટલે તું એવું બધું માને છે. તેઓ રાક્ષસો જ છે અને મહા-માયાવી રાક્ષસો છે. તારા જેવાને તેમનું સાચું સ્વરૂપ ન જ સમજાય. તને જો બીક લાગતી હોય, તો બાજુએ જઈ ઊભો રહે, અને ભગવાનનું નામ લીધા કર. હું CC Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૩ મહા-પ્રયાણ તો તત્ક્ષણ એ ત્રીસે જણ સાથે સીધો યુદ્ધમાં ઝંપલાવું છું.” આમ કહી, તેમણે તરત રોઝિનેન્ટીને એડી મારી. સાન્કો બૂમો પાડતો જ રહ્યો કે, ‘એ તો પવનચક્કીઓ જ છે –રાક્ષસો નથી!” પણ ડૉન કિવકસોટને તો કલ્પનાચક્ષુ સિવાય બીજી આંખો જ ન હતી, એટલે તે એક પવનચક્કીની તદ્દન પાસે આવી ગયા હતા છતાં મોટેથી બૂમ પાડીને બોલ્યા, “કાયરો, હવે તમારાં તોતિંગ શરીરો લઈને નાસી ન જતા; હવે તમારો કાળ આવી પહોંચ્યો છે; અત્યાર સુધી તમે મનમાની રીતે આખા જગતને પીડયું છે – સંતાપ્યું છે– રિબાવ્યું છે; પરંતુ હવે તમારો દિવસ ખતમ થાય છે!” . તે જ ઘડીએ થોડો પવન ભરાતાં પવનચક્કીનાં પાંખિયાં ખસવા લાગ્યાં. તે જોઈ ડૉન કિવકસોટે ફરીથી બૂમ પાડીને કહ્યું, “તમે લોકો મહાદાનવ બ્રાયેરિયસ કરતાં પણ વધુ શસ્ત્રસજજ છો, છતાં તમારું હવે આવી બન્યું છે, નક્કી જાણો!” આમ કહી, ડૉન કિવકસોટે ભાલો આગળ ધરી, ઢાલ હાથમાં પકડી, રોઝિનેન્ટીને તે તરફ ચાર પગે ઉપાડ્યો. દરમ્યાન તેમણે લેડી ડુલસિનિયાને યાદ કરીને, આ કારમી કટોકટીની ઘડીએ પોતાના સેવકને જ વિજ્યમાળા અર્પવી, પોતાનો યશ દિગંતવ્યાપી કરવા આજીજી કરી. દરમ્યાન, પવનચક્કીનાં પાંખિયાં, જોરથી બૂમવા લાગ્યાં હતાં. એટલે રોઝિનેન્ટી પાસે જઈ પહોંચતાં ડૉન કિવક્સોટનો ભાલો એક પાંખિયાની અડફેટમાં આવતાં જ ફટાક દઈને ભાગી ગયો તથા ડૉન કિવસોટ અને રોઝિનેન્ટી પણ એના ધક્કામાં આવી જઈ, ઊછળીને દૂર એટલા જોરથી પટકાયા કે, બંનેનું હાલવું ચાલવું પણ તત્કાળ પૂરતું તો બંધ થઈ ગયું. - સાન્કો હવે પોતાનું ગધેડ દોડી શકે તેટલી ઉતાવળથી ત્યાં આવી પહોંચ્યો. “ભગવાન દયા કરે ! મેં તમને ચેતવ્યા નહોતા કે, આ તો પવનચક્કીઓ છે? જેના મગજમાં પવન ભરાયો હોય તેના સિવાય કોઈ તેમને બીજું કાંઈ ધારે જ નહિ!” “ભાઈ, તું આ બધી માયાવી લડાઈઓની વાત સમજતો નથી.” ડૉન કિવક્સોટ કરાંઝતાં કરાંઝતાં બોલ્યા, “હવે મને ચોક્સ ખાતરી થઈ છે કે, જે જાદુગર ફ્રી સ્ટોન વાદળ ઉપર આવીને મારાં પુસ્તકો તથા અયાસ ડૉ–૩ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૩૪. ડૉન કિવકસોટ! ગૃહ ઉપાડી ગયો છે, તે જ જતાં જતાં આ રાક્ષસોને પવનચક્કી બનાવતો ગયો છે, જેથી મને એ રાક્ષસોને માર્યાની કીતિ હાંસલ ન થાય. લડાઈમાં આવા વારાફેરા તો આવ્યા જ કરે ભાઈ; તે કેટલાંક આવાં યુદ્ધો અને તેય માયાવી મહાયુદ્ધો જોઈ નાંખ્યાં છે? પણ છેવટે મારી તરવાર એ બધાંના જાદુ-મંતર સામે વિજયી નીવડવાની છે, એની ખાતરી રાખજે!” “આમીન, જેવી ભગવાનની મરજી!” કહીને સાન્કોએ ડૉન કિવકસોટને તેમના પગ ઉપર ખડા કર્યા તથા થોડી મહેનતે રોઝિનેન્ટીને પણ ઊભો કર્યો. પછડાટમાં તેની ગરદન સારી પેઠે છોલાઈ ગઈ હતી. તેઓ હવે ધીમે ધીમે આગળ ચાલ્યા. ૩ ડૉન કિવકસોટે લૅપીસ-ઘાટ તરફ જતો રસ્તો પકડયો. પર્વતના એ ઘાટમાં સરકારી ટોલનાકું હતું તથા એ માર્ગે અવરજવર ઘણી હતી. એટલે ડૉન કિવકસોટને એ માર્ગે જતાં “કોણી સુધી હાથ ઝબોળાય” એટલાં પરાક્રમો કરવાની તક મળશે, એવી આશા હતી. પરંતુ ડૉન કિવકસોટનો ભાલો ભાગી ગયો હતો, તેનો તેમને ભારે રંજ હતો. તેમણે સાન્કોને એક પુસ્તકનો પ્રસંગ યાદ લાવીને સંભળાવતાં કહ્યું, “એક સ્પેનિશ નાઈટની તરવાર યુદ્ધમાં અધવચ ભાગી ગઈ, ત્યારે તેણે પાસેના એક મોટા ઓક ઝાડને મૂળમાંથી ઉખેડી નાંખ્યું અને પછી તેના વડે દુશ્મનોને એવા ઝાપટવા માંડ્યા કે તે નાઈટનું નામ જ ઝાપટિયા’ તરીકે મશહૂર થઈ ગયું. હું પણ રસ્તામાં આવતા કોઈ ઝાડને ઉપાડીને એવાં જ પરાક્રમ કરવાનો છું, તે તું નજરે જોજે.” તમે જરૂર ભગવાનની દયાથી એવાં એવાં અનેક પરાક્રમો કરવાના છો, એવો મને વિશ્વાસ છે. પરંતુ, તમે જરા તમારા ઘોડા ઉપર સીધા બેસો તો સારું; તમે એક બાજુ એટલા બધા નમેલા રહો છો કે, જાણે હમણાં ગબડી પડશો. કદાચ તમે ઊછળીને પડયા હતા ત્યારે તે બાજુ કંઈક વિશેષ ઈજા તમને થઈ લાગે છે.” “ખરી વાત છે,” ડૉન કિવકસોટે જવાબ આપ્યો; “પરંતુ નાઈટલોકોનો એવો કપરો આચાર છે કે, તેઓ ગમે તેવા ઘા થયા હોય Page #77 -------------------------------------------------------------------------- ________________ મહાપ્રયાણ - ૩૫ તોપણ ઊંહકારો ન ભરી શકે,– ભલેને તેઓનાં આંતરડાં તેમની નજર સમક્ષ બહાર નીકળી પડતાં હોય.” તો પછી મારે કંઈ કહેવાનું રહેતું નથી; જોકે, તમને લાગ્યું હોય, ત્યારે તમે થોડાક ઊંહકારા ભરી લો, તો જરૂર રાહત રહે. હું પોતે તો થોડુંક દુ:ખ થતું હશે તો પણ મોટેથી ઊંહકારા ભરવાનો! ઊંહકારા ન ભરવાનો નાઈટ-લોકો માટેનો કાયદો તેમના સ્કવાયરોને લાગુ નહિ જ પડતો હોય, એમ હું માનું છું.” ડૉન કિવકસોટને પોતાના સ્કવાયરના ભોળપણ ઉપર હસવું આવ્યું; અને તેમણે તેને જ્યારે મરજી થાય ત્યારે, જેટલી મરજી થાય તેટલા, ઊંહકારા ભરવાની પરવાનગી આપી; કારણ કે, સ્કવાયરો માટે એવી કશી બંધી હોય એમ તેમના વાંચવામાં આવ્યું નહોતું. સાન્કોએ હવે માલિકને પૂછયું, “તમારે, ખાવાપીવાનું કાંઈ પતાવવાનો વિચાર છે કે કેમ?” ત્યારે ડૉન કિવકસોટે તેને પોતાને જ્યારે મરજી થાય ત્યારે ખાઈ લેવાનું કહ્યું; કારણ કે તેમને હજુ જરા પણ ભૂખ લાગી ન હતી. સાન્કોને રજા મળતાં તેણે ઝોળીમાંથી ખાવાનું કાઢી કાઢીને ખાવા માંડ્યું તથા પેલી મશકમાંથી મોટા મોટા ઘૂંટડા ભરવા માંડ્યા. માલિકની પાછળ પાછળ, મરજી મુજબ ખાવાનું ખાતો અને પીવાનું પીતો, તે ધીમે ધીમે જવા લાગ્યો. ઉપરાંતમાં માલિકે ગવર્નર અને રાજા બનાવવાનાં વચનો આપ્યાં હતાં, તે બધું યાદ કરતાં કરતાં, આ નોકરી તેને આનંદપ્રદ લાગવા માંડી, ભલે એ થોડીઘણી ભયપ્રદ હોય. એ રાત તેમણે ઝાડ નીચે જ ગાળી. ડૉન કિવકસોટે ઝાડની એકાદ ડાળી તોડી લીધી અને તેને છોલી કરી, તેના ઉપર ભાલાનું ફળે બેસાડી દીધું. પરંતુ તે રાતે તેમણે જરાય આંખ મચી જ નહિ; અને પોતે વાંચેલાં પુસ્તકોમાં જણાવ્યા પ્રમાણે પોતાની પ્રેમરાજ્ઞી તુલસિનિયાના ધ્યાન-ચિંતનમાં જ આખી રાત ગાળી. સાન્કો પાન્ઝાએ પેટ ભરીને ખાધું પીધું હોવાથી, તે તો સવાર સુધી મુંડની પેઠે ઘોર્યો. Page #78 -------------------------------------------------------------------------- ________________ બિશ્કેયન સવાર થયું અને સૂર્યનાં કિરણો મોં ઉપર પડ્યાં એટલે ડૉન કિવકસોટે સાન્કોને ઉઠાડ્યો. ડૉન કિવક્સોટે તો સવારે પણ નાસ્તો કરવાની ઇચ્છા ન કરી; કારણ કે તેમણે તો આખી રાત લેડી ડુલસિનિયાનાં મનભાવતાં સ્મરણો જ વાગોળ્યા કર્યા હતાં. પરંતુ સાન્કોએ તો પેલી મશકમાંથી મોટા મોટા બેત્રણ ઘૂંટ ભર્યા. આગલી રાત કરતાં મશક ઘણી ખાલી તથા હલકી થઈ ગઈ હતી, એ જોઈ તેને મનમાં થોડુંક દુ:ખ જરૂર થયું, કારણ કે, એ મશક મરજીમાં આવે ત્યારે ખાલી કરવાની તેને સગવડ હતી, પણ પાછી ભરવાની સગવડ તેને આસપાસ નજીકમાં કયાંય દેખાતી ન હતી. | મુસાફરી આગળ વધતાં બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં લેપીસ ઘાટ તેમની નજરે પડ્યો.ડૉન કિવકસોટનો જુસ્સો હવે વધવા લાગ્યો. તેમણે આવેશમાં આવી જઈ, સાન્કોને સંભળાવી દીધું, “ખબરદાર, હવે ગળાબૂડ પરાક્રમો કરવાનો વખત આવી લાગ્યો છે, હવે તારે એક અગત્યની વાત યાદ રાખવાની કે, મારા બચાવમાં તારે કદી તારી તરવાર વાપરવી નહિ કોઈ સામાન્ય હલકી વર્ણ મારી ઉપર તૂટી પડી હોય તો તું તારી તરવાર ખેંચે તેનો વાંધો નહિ; પણ કોઈ નાઈટ સાથે હું લડાઈમાં ઊતર્યો હોઉં, ત્યારે તારે કદી વચ્ચે પડવું નહિ; કારણ કે તારાથી નાઈટ સામે તરવાર ખેંચી શકાય નહિ, એવો કાયદો છે.” “જરાય ફિકર ન કરશો,”સાન્કોએ ઝટ સંભળાવી દીધું; “કારણ કે હું સ્વભાવે બહુ શાંતિપ્રિય માણસ હોવાથી, મને તરવાર-ભાલાની ધમાચકડીમાં ખામુખા કૂદી પડવાનું બહુ પસંદ જ નથી. તેમ છતાં, મારા ઉપર સીધો હુમલો થાય, તો તે હુમલો કરનારો નાઈટ હોય કે સામાન્ય માણસ, પરંતુ હું મારું રક્ષણ જરૂર કરવાનો; તે વખતે હું તમારા કાયદાની મનાઈ Page #79 -------------------------------------------------------------------------- ________________ બિસ્કયન પણ નહીં સાંભળવાનો. કારણ કે, ભગવાનનો કે માણસનો કોઈ કાયદો આત્મરક્ષણ માટે ઊભવાની મનાઈ કરી શકે નહિ.” ડૉન કિવકસોટે તેના ઉપર હુમલો થાય તો આત્મરક્ષણ માટે લડવાની તેને છૂટ આપી. આમ વાતો કરતા તેઓ આગળ વધતા હતા, તેવામાં તેમને ઊંટ જેવાં ઊંચાં દેખાતાં બે ખચ્ચર ઉપર સવારી કરીને આવતા બેનેડિકટ* પંથના બે સાધુઓ મળ્યા. તેમણે માં-માથા ઉપર ધૂળ-તડકાથી બચવા બુરખા ઓઢી લીધા હતા, અને માથે મોટાં છત્તર રાખ્યાં હતાં. તેમની પાછળ થોડે દૂર એક કોચગાડી આવતી હતી; તેની આસપાસ ચાર-પાંચ વળાવિયા સવારો હતા તથા સાથે બે ખચ્ચરિયા પગપાળા ચાલતા હતા. કોચગાડીમાં એક બિસ્કયન લેડી પોતાના પતિને મળવા સેવિલે બંદર જતી હતી. ત્યાંથી તેનો પતિ સારા હોદ્દા ઉપર નિમાઈને ઈંડિઝ જવા જહાજે ચડી ઊપડવાનો હતો. ડૉન કિવકસોટે કાળાં કપડાં ઓઢેલા પેલા સાધુઓને જોયા, તથા પાછળ સ્ત્રી-જનોચિત બંધ કોચગાડી જોઈ કે તરત તેમને ખાતરી થઈ ગઈ કે, આ બે કાળી-વિદ્યા જાણનારા જાદુગરો કોઈ રાજકુંવરીનું બળાત્કારે અપહરણ કરી જાય છે. તેમણે તે પ્રમાણે સાન્કોને કહી સંભળાવ્યું તથા સાબદા થવા જણાવ્યું; કારણ કે, “હવે કોઈ અભૂતપૂર્વ પરાક્રમ તેમના માર્ગમાં આવીને ખડું થયું છે.” સાન્કો તરત જ આજીજી કરતો બોલી ઊઠ્યો, “માલિક, આ તો પવનચક્કીઓ કરતાં પણ વધુ ભૂંડું પરાક્રમ નીવડશે; કારણ કે, આ લોકો તો માત્ર બેનેડિટ-સાધુઓ છે, અને ઘોડાગાડીમાં કોઈ વળાવિયા સાથેનું મુસાફર માણસ જ હશે.” ' ડૉન કિવકસોટે સાન્કોની મૂર્ખતા ઉપર હસીને જણાવ્યું, “તને ભાઈ, આ બધી બાબતોની શી ખબર? મેં જે કહ્યું છે તે જ સાચું છે, અને તેનો પ્રત્યક્ષ પુરાવો તને હમણાં જ જાણવા મળશે.” આમ કહી તેમણે પોતાના ઘોડાને એડી મારીને આગળ લીધો. પછી રસ્તા વચ્ચે ઊભા *સેંટ બેનેડિકટે (ઈ. સ. ૪૮૦-૫૪૩) સ્થાપેલા પંથના. તે પંથનાં સાધુ-સાધ્વી કાળા ઝભા ઓઢે છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ડૉન કિવકસોટ! રહી, તે પેલા સાધુઓ પાસે આવી પહોંચે તેની રાહ જોવા લાગ્યા. તેઓ બોલવું સંભળાય તેટલા નજીક આવ્યા એટલે ડૉન કિવકસોટે તેમને મોટેથી સંબોધન કર્યું, “હે નરકના પામર કીડાઓ, તમે તત્કાળ કોચ-ગાડીમાંની આ રાજકુંવરીને મુક્ત કરી દો, નહિ તો લડવા તૈયાર થઈ જાઓ; દુ:ખિયાંનો બેલી અને અત્યાચારીઓનો જીવસટોસટ દુશ્મન એવો હું તમને અહીં ને અહીં પડકારું છું.” . પેલા સાધુઓ ડૉન વિકસોટના દેખાવથી તથા તેના અસંબદ્ધ પ્રલાપથી ચકી એકદમ થોભી ગયા. તેમણે ધીરેથી કહ્યું, “સર નાઈટ, અમે કોઈ હરામખોર બદમાશો નથી; અમે તો સંત બેનેડિકટના પંથના સાધુઓ છીએ; તથા આ કોચગાડીમાં કોણ છે તેની કશી માહિતી અમને નથી. અમે એ લોકોની સાથે પણ નથી કે તેમની મંડળીના પણ નથી.” તમારા મીઠા મીઠા શબ્દોથી હું ભોળવાઉં તેવો નથી; હું તમને બદમાશોને બરાબર પામી ગયો છું,” આટલું કહી ડૉન કિવકસોટે તરત ભાલો સામો કરી, ઘોડાને એડી લગાવી, અને પહેલા સાધુ ઉપર એટલા જુસ્સાથી અને ગુસ્સાથી હુમલો કર્યો કે, તે સાધુ ડહાપણપૂર્વક ખચ્ચર ઉપરથી નીચે ઊતરી ગયો ન હોત, તો ડૉન કિવકસોટનો ભાલો તેના શરીરની આરપાર નીકળી ગયો હોત. બીજો સાધુ, દરમ્યાન, પોતાના ખચ્ચરનાં પડખાંમાં જોરથી ગોદા મારતો, મેદાન તરફ, પવન સાથે હોડમાં ઊતર્યા હોય તેમ નાઠો. સાન્કોએ પહેલા સાધુને જમીન ઉપર પડેલો જોયો કે તરત તે તેનાં કપડાં ફંફોસવા દોડી ગયો. તે જોઈ એ સાધુઓના બે ખરિયા પાસે દોડી આવ્યા અને તેને પૂછવા લાગ્યા, “તું શું કરે છે, અલ્યા?” સાન્કોએ જવાબ દીધો કે, મારા માલિક ડૉન વિકસોટે આને યુદ્ધમાં હરાવ્યો હોવાથી, લડાઈના નિયમ મુજબ તેના શરીર ઉપરની બધી મિલકતનો હું હકદાર છું.” << પેલાઓને યુદ્ધ અને હક વગેરે બાબતો સમજાઈ નહિ; અને ડૉન કિવકસોટ તો કોચ-ગાડી પાસે કાંઈક ધમાલમાં પડયો હતો. એટલે તેઓએ તરત સાન્કોને નીચે નાંખી,કોણી, ઢીંચણ, ઘૂંટણ અને મુક્કાથી તેને ગદડવા માંડયો. થોડી વારમાં તો તે કણકની પેઠે ગુંદાઈ, શ્વાસ વગરનો કે હિલ Page #81 -------------------------------------------------------------------------- ________________ બિસ્કયન ૩૯ ચાલ વગરનો લોચો થઈને પડયો. દરમ્યાન પેલો સાધુ પોતાના ખચ્ચર ઉપર બેસી બનતી ત્વરાએ નાઠો અને દૂર ઊભેલા સાથીને જઈને મળ્યો. બંને જણા પછી પાછળનાનું શું થાય છે તે જોવા થોભ્યા વિના, ભગવાનનું નામ જપતા જપતા રસ્તે પડ્યા. દરમ્યાન ડૉન કિવકસોટ પેલી કોચ-ગાડી પાસે જઈ પહોંચી, અંદર બેઠેલી બાનુને કહેવા લાગ્યા–“લેડી, તમો હવે તમારા અત્યાચારીઓના હાથમાંથી મુક્ત થયાં છો; કારણ કે તમારું અપહરણ કરવા ઇચ્છનારો અત્યાચારી થોડે દૂર ધૂળ ચાટતો પડ્યો છે. તમને તમારા મુક્તિદાતાનું નામ પ્રાર્થના વખતે યાદ કરવાનું ફાવે તે માટે હું કહી દઉં છું કે, હું લેડી ડુલસિનિયા ડેલ ટૉબોસોનો નાચીજ બંદો, પ્રેમ-શૌર્યને વરેલો નાઈટ ડૉન કિવકસોટ દ લા-માંશા છું. તમારી સેવા બજાવ્યા બદલ મારે બીજો કંઈ બદલો જોઈતો નથી, માત્ર તમે અહીંથી ટૉબોસો મુકામે જઈ, લેડી ડુલસિનિયાને આ વાત કરજો, તથા તમારી મુક્તિ માટે હું પેલા જાદુગર સામે કેવી રીતે લડયો તે વાત તેમને વર્ણવી બતાવજો.” | ડૉન કિવકસોટની આ વાત સાંભળી, એ બાનુના હજૂરિયા-વળાવિયા જેવો એક બિયન સ્કવાયર કોચની બાજુએથી આગળ આવ્યો, અને ડૉન કિવકસોટને કોચ રોકીને ઊભેલો જોઈ તથા ટૉબોસો તરફ પાછા વળવાનો આગ્રહ કરતો જોઈ, તેનો ભાલો હાથ વડે પકડી, પોતાની બિસ્કયન ભાષાનો અને સ્પેનિશ ભાષાનો ખીચડો કરીને બોલ્યો, “અબે નાઈઠડા, ભગ બેટ્ટા, નહીં થો અઠે થારો માથો ભાગી લાખા. ઘાડી રોખનારો ખોણ મૂવો હે રે?” ડૉન કિવકસોટે હાથમાંનો ભાલો પડતો મૂકી તલવાર ખેંચી; પછી સીધા તે એની ઉપર ધસી ગયા. પેલો પણ કોચમાંની ગાદી ઢાલ તરીકે હાથમાં રાખી સામો ધસ્યો, અને થોડી વારમાં એક બીજાનો જીવ લેવા ઇચ્છનારા એ બે વચ્ચે તુમુલ યુદ્ધ મચી રહ્યું. પેલી બાનુએ ડરીને પોતાની ગાડી થોડી દૂર ઊભી રખાવી, અને ત્યાં ઊભી ઊભી તે આ બે જણનું યુદ્ધ જોવા લાગી. પેલા બિસ્કયને પોતાની તરવાર ડૉન કિવકસોટના માથા ઉપર એટલા જોરથી ઝીંકી કે, પેલો લોખંડી ટોપ ન હોત, તો તે તરવાર તેમની કમ્મર સુધી નીચે Page #82 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ડૉન કિવકસોટ! ઊતરી ગઈ હોત. પણ પેલા ટોપને કારણે તે તરવાર તેની સાથે અફળાઈ બાજુએ સરકી ગઈ; પણ જતાં જતાં ડૉન કિવકસોટનો અર્થો કાન અને તે બાજુના મહોરાનો ભાગ સાથે લેતી ગઈ. ડૉન કિવકસોટે એ ભયંકર ફટકાનો જીવલેણ ધક્કો અનુભવી, એકદમ લેડી ડુલસિનિયાને મનોમન યાદ કરી લીધી અને પોતાની તરવારને બે હાથે સખત પકડી, ઘોડાને સીધો પેલા ઉપર ઝીંકયો. પેલો પણ આ વળતા હુમલા માટે તૈયાર થઈ ગયો; પરંતુ તેનું ખચ્ચર એડી મારવા છતાં ડાબું કે જમણું એક તરફ વખતસર ખસ્યું નહિ. સૌ પ્રેક્ષકોનાં હૃદય ધબકતાં બંધ થઈ જવા આવ્યાં. ડૉન કિવકસોટની તરવાર કુહાડીની પેઠે પેલાના માથા ઉપર એટલા જોરથી પડી કે, પેલાએ આખી ગાદી તથા તરવાર માથા આડે ધરવા છતાં, માથે મોટી શિલા પડી હોય તેમ તેનું માથું ત્રણ ચાર જગાએથી ફૂટી ગયું અને તેનાં નાકમાં અને કાનમાંથી લોહી વહેવા લાગ્યું. તે તરત ખચ્ચર ઉપરથી ઢળી પડ્યો. નસીબજોગે તેના હાથમાં ખચ્ચરનું ડોકું આવી ગયું એટલે તે સીધો જમીન ઉપર ન પડયો, પણ બનેલા ખચ્ચરે મેદાન તરફ ફાવે તેમ નાસભાગ કરીને પેલાને પેંગડામાંથી જમીન ઉપર ફગાવી દીધો. ડૉન કિવકસોટે શાંતિથી તેની પાસે જઈ, તેના ગળા ઉપર પોતાની તરવારની અણી ટેકવી દીધી અને તેને તાબે થઈ જવા હુકમ કર્યો. પેલાનામાં બોલવાના પણ હોશ નહોતા રહ્યા, એટલે પેલી કોચ-ગાડીવાળી બાને ત્યાં દોડી આવી અને તેનો જીવ બચાવવા ડૉન કિવક્સોટને આજીજી કરવા લાગી. ડૉન કિવકસોટે વિજેતાના રૂઆબથી ગંભીરપણે તેને જવાબ આપ્યો, “હું તમારી વિનંતી સ્વીકારવાનું મંજૂર રાખું, પણ એક જ શરતે કે આ પરાજિત નાઈટ અહીંથી સીધો ટૉબોસો જાય અને ત્યાં લેડી હુલસિનિયા પાસે જઈ મારું નામ દઈ ઊભો રહે. પછી એ લેડી ડુલસિનિયા તેનું જે કરવું ઠીક લાગશે તે કરશે.” પેલી બાજુ છેક જ ગભરાઈ ગઈ હતી અને મૂંઝાઈ ગઈ હતી, એટલે લેડી ડુલસિનિયા કયાં રહે છે તથા ટૉબોસો કયાં આવ્યું એ પૂછવા થોભ્યા વિના તેણે તરત ડૉન કિવકસોટનું કહેલું સ્વીકારી લીધું. Page #83 -------------------------------------------------------------------------- ________________ બિસ્કેન ૪૧ ડૉન કિવકસોટે જરા પણ અભિમાનનો ભાવ ધારણ કર્યા વિના તેને જવાબ આપ્યો, “જાઓ બાનુ, જે વસ્તુ મેં તેના ઘમંડને કદી ન બક્ષી હોત, તે હું તમારી વિનંતીને બહું છું– ભલે તે જીવતો રહે!” સાન્કો પાન્ઝાને ખૂબ માર પડયો હતો તથા તે ખૂબ ઢીલો થઈ ગયો હતો; પણ પોતાના માલિક અને પેલા બિસ્કન વચેનું યુદ્ધ તે નિહાળી રહ્યો હતો તથા પોતાના માલિકને વિજ્ય મળે તે માટે પરમાત્માને પ્રાર્થના કર્યા કરતો હતો. ડૉન કિવકસોટને હવે વિયીપણે રોઝિનેન્ટી ઉપર ફરીથી સવાર થવા જતો જોઈ, તે તરત ડૉન કિવકસોટ પાસે આવ્યો અને ઘૂંટણિયે પડી બોલ્યો, “માલિક, તમે આ લડાઈમાં જે ટાપુ જીત્યા, તેનો ગવર્નર મને બનાવી દો.” ડૉન કિવકસોટે તેને જવાબ આપ્યો, “ભાઈ, ધીરજ રાખે; આ લડાઈઓ એ કંઈ રાજ્યો કે ટાપુઓ જીતવા માટેની લડાઈઓ નથી; આ તો રસ્તે જતાં આવી પડેલા સામાન્ય પ્રસંગો માત્ર છે – જેમાં કેવળ ફૂટેલું માથું કે કપાયેલો કાન જ મળે. પેલાં મોટાં પરાક્રમો તો હજુ ભવિષ્યમાં આવવાનાં છે, ત્યારે હું તને ગવર્નરપણું શું, તેથીય વધુ કંઈક આપી શકીશ.” સાન્કોએ રાજી થઈ ડૉન વિકસોટના હાથને ચુંબન કર્યું અને પછી તેમને ઘોડા ઉપર ચડવામાં મદદ કરી, પોતે પણ પોતાના ગધેડા ઉપર બેસી ગયો. રસ્તે ચાલતાં સાન્કોએ ડૉન કિવકસોટને કોઈક દેવળ-બેવળમાં પહોંચી જવા વિનંતી કરી; તેણે કહ્યું, “પેલો ઘાયલ થયેલો માણસ ધાડપાડુઓ અને લૂંટારુઓને જેર કરવા રાખેલાં થાણાં ઉપર જઈને ફરિયાદ કરશે, તો આપણને તરત ગિરફતાર કરવામાં આવશે.” ડૉન કિવકસોટે તેની વાતને હસી કાઢતાં કહ્યું, “કયાંય મેં એવું વાંચ્યું નથી કે, નાઈટ લોકો જે કાંઈ યુદ્ધો લડે, તે બદલ તેમના ઉપર કોઈ ન્યાયાધીશે ખૂનના આરોપસર કામ ચલાવ્યું હોય.” સાન્કોએ જવાબ આપ્યો, “ખેતરોમાં તો મારામારી કે કાપાકાપી કરનારા લોકોને ગિરફતાર કરાતા અને સજા પામતા મેં જોયા છે. બાકી Page #84 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ડૉન કિવકસોટ! તમે કહો છો તે નાઈટ લોકોની બાબત હું કશું જાણતો હોવાનો દાવો .. કરતો નથી. “ઠીક, પણ તું કહે, તે... આવી બહાદુરીભેર લડાયેલી લડાઈ કદી નજરે નિહાળી હતી? કે મારા જેવા વીરને દૃઢતાપૂર્વક, જુસ્સાપૂર્વક લડાઈમાં સામે મેએ ધસી જતો જોયો હતો?” “એ વાત તો હું કાનપટ્ટી પકડીને કહેવા તૈયાર છું કે, તમારી પેઠે જ્યાં કશું કારણ ન હોય ત્યાં પણ મારામારી કરવા દોડી જાય તેવો બહાદુર માણસ મેં કદી જોયો નથી કે સાંભળ્યો નથી. પરંતુ મારામારીમાં હંમેશ જોખમ રહેલું છે, એ તો હું જાણું છું, અને તેથી જ હવે તમારા કપાઈ ગયેલા કાનની કંઈ મલમપટ્ટી કરવાની પેરવી કરવી જોઈએ; કારણ કે, ત્યાં થઈને ઘણું લોહી વહી જતું દેખાય છે. મારી થેલીમાં ઘા ઉપર પાટો બાંધવાનાં બધાં સાધન છે, એ સારી વાત છે.” “ અરે ભાઈ, હવે મને યાદ આવે છે કે, મેં જો પેલું જાદુઈ તેલ તૈયાર કરી લીધું હોત, તો કેવું સારું થાત? એ તેલ જો આપણી પાસે હોત, તો આ પાટાપાટીની કશી ખટપટ જ ન રહેત. ,, “એ કેવું તેલ વળી, માલિક?” “અરે તે તેલ બનાવવાની રીત મને મોઢે છે; કેટલાંક પુસ્તકોમાં એ ગુપ્ત વિદ્યા બરાબર વર્ણવેલી છે. એ તેલ તને શીશી ભરીને મેં આપી રાખ્યું હોય, અને પછી લડાઈમાં હું અર્ધોઅર્ધ કપાઈ ગયો હોઉં, અને તે પણ એવી રીતે કે, મારો અર્ધો ભાગ ઘોડા ઉપર રહ્યો હોય અને અર્ધો ભાગ કપાઈને જમીન ઉપર પડયો હોય,—અને તું તરત પેલા ઘોડા ઉપરના અર્ધા ભાગ ઉપર એ તેલ રેડી, જમીન ઉપર પડેલા ભાગને ઉપાડીને તેની ઉપર બરાબર ગોઠવી દે, તો તરત મારું શરીર જેવું હોય તેવું આખું સંધાઈ જાય !” 66 આ સાંભળી સાન્કો પાન્ઝા તરત ખચ્ચર ઉપરથી નીચે ઊતરી ગયો અને ડૉન વિકસોટના ઘોડાને લગામથી પકડી કરગરતો બોલવા લાગ્યો, માલિક, ગમે તેમ કરી મને એ તેલ બનાવવાનું શીખવી દો; તો પછી મને કોઈ ટાપુનો ગવર્નર બનાવવાની તમારી શરત મા! કારણ, આ તેલના તો એક ઔંસના સીધા ત્રણ રિયલ ઊપજે અને એ વેચીને Page #85 -------------------------------------------------------------------------- ________________ બિસ્કેયન ૪૩ તો એવી કમાણી થઈ શકે કે પછી બીજું કંઈ કામ કરવાનું જ ન રહે! પણ માલિક એ તેલ બનાવવામાં બહુ મોંઘી ચીજો તો વાપરવી પડતી નથી ને?” cc ના, ના, ત્રણ રિયલમાં તો એક ગૅલન તેલ બને.” 66 તો તો ભલા ભગવાન, તમે મને હમણાં જ થોડુંક બનાવી દેતા કેમ નથી? અને ભવિષ્યમાં હું પોતે બનાવી શકું તે માટે તેની વિદ્યા તો મને અબઘડી શીખવી દો!” “અરે ભાઈ, હું તો એવી એવી કેટલીય અદ્ભુત વિદ્યાઓ જાણું છું—એક એકથી ચડિયાતી. વખત આવ્યે તને સારી સારી લાભદાયક બધી વિદ્યાઓ હું શીખવી દઈશ, જેથી તને અનર્ગળ લાભ થશે. પણ અત્યારે તો તારી ઝોળીમાં જે કંઈ મલમપટ્ટાની સગવડ હોય, તે જ કાઢ અને મારા કાનને બાંધી દે; કારણ કે, મને મારા કાનમાં બહુ દરદ થાય છે.” સાન્કોએ પોતાની ઝોળીમાંથી મલમપટ્ટાનો સામાન કાઢયો; પણ તે ઘડીએ ડૉન કિવકસોટને ખબર પડી કે તેમના કાન સાથે તેમના શિરટોપનો તે તરફ્નો ભાગ પણ કપાઈ ગયો છે. એટલે તે લગભગ ગાંડા જેવા થઈ ગયા. તેમણે ત્યાં ને ત્યાં આકરા સોગંદ ખાધા કે, જ્યાં સુધી મને આ ઈજા કરનારનું વેર હું નહિ લઉં, ત્યાં સુધી હું ભાણે પીરસેલી રોટી જમીશ નહિ, કે પાથરેલી પથારીમાં સૂઈશ નહિ. 66 સાન્કોએ તરત વાંધો ઉઠાવીને કહ્યું, નામદાર, તમે પેલા માણસને લેડી ડુલલિનિયા ડેલ ટૉબોસો પાસે જવા ફરમાવ્યું છે, અને તેમણે જા તેને માફી બક્ષી દીધી હશે, તો પછી તમારે ને તેને બધો ઝઘડો પતી ગયો ગણાય. તો પછી તમારાથી એ જૂના ગુના માટે વેર લઈ ન શકાય —કંઈ નવો ગુનો તે કરે ત્યારે જ તમે તેને સજા કરી શકો. માટે તમારા આ સોગંદ ફોક છે.” << “ ખરી વાત છે,” ડૉન વિકસોટે વિચારમાં પડી જઈને કહ્યું, તો જ્યાં સુધી હું કોઈ બીજા નાઈટને હરાવીને તેનો ટોપ ઉતારી નહીં લઉં, ત્યાં સુધી હું મારા એ સોગંદ ચાલુ રાખીશ. આવા આકરા Page #86 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ડૉન કિવકસોટ! સોગંદ મહાન માફિવસ ઑફ માટુઆએ પોતાના ભત્રીજા બૉલ્ડવિનના મૃત્યુનું વેર લેવા માટે લીધા હતા, એવું મેં વાંચ્યું છે.” પણ સરકાર, આવા બધા સોગંદ ફોગંદની વાતો પડતી મૂકો; કારણ કે, આ રસ્તે તો ગાડાવાળાઓ કે સામાન્ય હાલી-મવાલી જેવા લોકો જ અવરજવર કરતા હોય છે; અહીં કોઈ લોખંડી ટોપ પહેરેલો નાઈટ તમને મળવાનો નથી. આખી જિંદગીમાં એવો ટોપ પહેરેલો કોઈ માણસ આ તરફના લોકોએ નજરે જોયો નહિ હોય કે કાને સાંભળ્યો પણ નહિ હોય.” તારી ભૂલ થાય છે ભાઈ; આ રસ્તે બે કલાકમાં જ આપણને એટલા બધા સશસ્ત્ર લોકો મળશે કે જેટલા સુંદરી એંજલિકાનું હરણ કરી જવા બત્રીસ રાજાઓએ ચડાઈ કરી હતી ત્યારે પણ ભેગા નહિ થયા હોય. પણ એ બધી વાત તો પછી; અત્યારે તો હું તારી ઝોળીમાં કંઈ ખાવાનું હોય તો કાઢ, ત્યાર બાદ આપણે કોઈ કિલ્લો શોધીને રાતનો મુકામ કરીશું. ત્યાં ગયા પછી આ કાન માટે પેલું જાદુઈ તેલ બનાવવું હશે તો પણ આપણે બનાવી લઈશું.” - સાન્કોએ ઝોળીમાંથી એકાદ ડુંગળી, થોડી ચીઝ અને રોટીનું બટકું કાઢયું. બંને જણે તે થોડું થોડું વહેંચીને ખાઈ લીધું. સાન્કો બોલી ઊઠયો, “નામદાર, બહાદુર નાઈટ-લોકોને આવું લૂખું-પાખું ખાવાનું હોય ખરું?” ડૉન કિવકસોટે જવાબ આપ્યો, “તારી ભૂલ થાય છે ભાઈ, મોટા મોટા નાઈટ-લોકોએ મહિનો મહિનો ખાધા વિના જ ચલાવ્યું હોય છે. અને ત્યાર બાદ પણ જેવું મળ્યું તેવું જ ખાઈ લીધું હોય છે. તે આ બાબતનું કશું વાંચ્યું નથી, એટલે તને કશો ખ્યાલ નથી. મેં ઘણી ઘણી ચોપડીઓ વાંચી છે, તેમાં ભોજનનો વખત થયે નાઈટો ખાવા બેઠા – એવું કાંઈ આવ્યું જ નથી હોતું. તેઓને તો જવલ્લે જ ખાતા વર્ણવેલા હોય છે – અને તે પણ મોટી મોટી મિજબાનીઓમાં અને સત્કારસમારંભોમાં. બાકી તો તેઓ પોતાના વિચારો અને આદર્શોને જ વાગોળતા રહે છે. જોકે, તેઓ પોતાની શારીરિક જરૂરિયાતો પૂરી કર્યા વિના જીવતા રહી ન શકે, પરંતુ તેઓના જીવનનો મોટો ભાગ જંગલો અને વેરાન રણોમાં પસાર થતો હોવાથી, તથા તેઓની પાસે હંમેશાં રસોઈયો રહેતો ન હોવાથી, Page #87 -------------------------------------------------------------------------- ________________ બિસ્કેયન ૪૫ .. તેઓને જે મળે તેના ઉપર જ જીવન ગુજારવું પડતું હોય છે. એટલે મને શું ખાવાનું મળે છે કે કેળું ખાવાનું મળે છે એની ચિંતા તું ન કરતો.” સાન્કોએ વિચારમાં પડી જઈ કહ્યુ, નામદાર, મેં કશું વાંચેલુંકરેલું નહિ, એટલે મને કશો ખ્યાલ ન હોય એ બનવાજોગ છે. એટલે હવેથી હું મારી ઝોળીમાં તમારે માટે સૂકાં જંગલી ફળ વગેરે ભેગાં કરી રાખીશ; પણ મારે પોતાને માટે તો કાંઈ પુષ્ટિકારક ખોરાકની જ જોગવાઈ રાખવી પડશે; કારણ કે મને એવાં કંદમૂળ કે ભાજીપાલો ખાવાનો શોખ પણ નથી કે ટેવ પણ નથી.” “અરે, તું વનસ્પતિને ઉતારી પાડે છે, પરંતુ જંગલોમાં એવી વનસ્પતિઓ છે કે જેમના પાનનો રસ કાઢીને પી લઈએ કે મૂળિયાનો એકાદ ટુકડો ખાઈ લઈએ, તો મિષ્ટાન્ન જમ્યા જેટલું પોષણ મળી જાય છે; ઉપરાંત દિવસોના દિવસો સુધી ખાવાનું ન મળે તોપણ જરાય ભૂખ કે શક્તિ લાગતી નથી. ” “અરેરે, નાઈટ-મહાશય, તો એવાં મૂળિયાં પણ મને ઓળખાવી દોને; કારણ કે, આપણને પોતાને જ થોડા વખતમાં એમની જરૂર પડશે. આપણી પાસે હવે કશું ખાવાનું રહ્યુ નથી.” હવેદિવસ ઢળવા લાગ્યો હતો, અને કોઈ ઉતારો કરવા જેવી સારી જગા મળે તેની ચટપટી બંનેને લાગી હતી. પરંતુ સૂર્ય અને તેમની આશાઓ ભેગાં જ આથમી ગયાં! છેવટે રસ્તા ઉપર ભરવાડોએ ઊભાં કરેલાં સામાન્ય ઝૂપડાંમાં તેઓને રાત માટે આશરો લેવો પડયો. ભરવાડોએ તેમને અતિથિ ગણી હાર્દિક આવકાર આપ્યો. હાંલ્લીમાં કાંઈક ખાવાનું તાપણા ઉપર ઊકળતું હતું. તે રંધાઈ રહેતાં તેમાંથી પ્રથમ તો સૌએ ભેગા મળી ખાઈ લીધું; પછી તેઓએ બાકી રહેલી ભૂખ પૂરી કરવા સૂકાં ફળનો વચ્ચે ઢગલો કર્યા. ડૉન કિવકસોટે તેમાંથી એક ફળ હાથમાં લીધું અને તેની સામે જોતાં જોતાં નીચેનું ભાષણ આદરી દીધું — “અહો સતયુગ! જેને આપણા પૂર્વજો સુવર્ણ-યુગ પણ કહેતા ! તે વખતે સોનું સાંધ્યું હતું એટલા માટે નહિ, પણ તે વખતે ‘મારું” અને ‘તારું’ એવો ભેદ લોકોમાં નહોતો! તે વખતે સૃષ્ટિની સહુ મિલકત સહિ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ડૉન કિવકસોટ! યારી હતી. માણસોને પોતાના નિર્વાહ માટે માત્ર હાથ ઊંચા કરી વૃક્ષ ઉપરથી ફળ તોડી લેવાની જ જરૂર રહેતી. વૃક્ષો પણ પોતાના હાથ લંબાવી લંબાવી સૌને પોતાની લચી જતી ડાળીઓ ઉપરનાં ફળો તોડી લેવા નિમંત્રણ આપતાં! ઝરાઓમાં નિર્મળ તાજું પાણી વહેતું, અને પર્વતની અને વૃક્ષોની બખોલોમાં મધમાખો મીઠું મધ એકઠું કરી આપતી. તે વખતે ધરતીમાતાનાં આંતરડાં હળ વડે ચીરીને ખેતી કરવી પડતી નહોતી, કે ઘર બાંધવા આટલી તકલીફ લેવી પડતી નહોતી. ઝાડની જાડી ડાળખીઓ રોપી દઈ, ઉપર ઓક ઝાડની ફાટી પડતી છાલ જ બિછાવી દેતા; એટલે બસ, રહેઠાણ તૈયાર! ચારે બાજુ સંપ - જંપ -પ્રેમ-માયામમતા અને આનંદનું વાતાવરણ હતું. કુમારિકાઓ પોતાના લાંબા વાળ છૂટા મૂકી હરણીઓની માફક કલ્લોલતી – ગાતી – કૂદતી. કોઈ તેમની સામે મેલી નજર પણ કરતું નહિ. વૃક્ષનાં ફૂલપાનથી તેઓ એવો શંગાર સાધતી કે જે જોઈને અત્યારની કપડાં-ઘરેણાંથી લદાયેલી ભૂંડણ શરમની મારી જ મરી જાય. પ્રેમીઓ પોતાના અંતરનો પ્રેમ દિલના ઉમળકાની ભાષામાં વ્યક્ત કરતા અને પ્રેમની અદેખાઈ કે બળતરા જેવી વસ્તુ જ કોઈ જાણતું નહોતું. ચારે બાજુ નિષ્પક્ષ ન્યાયનું જ સામ્રાજ્ય પ્રવર્તે હતું; કારણ કે, અત્યારની પેઠે ન્યાય માટે વકીલાત કરનારા અને ન્યાયનો નિર્ણય કરનારા જૂઠા લોકો તે વખતે વચ્ચે આવતા નહોતા. પરંતુ ધીમે ધીમે સમય બદલાતો ગયો અને બગડતો ગયો; ત્યારે કેટલાક બહાદુર – શૂરવીર – અને પરાક્રમી માણસોએ જગતના કલ્યાણ અર્થે નાઈટ-સંપ્રદાય સ્થાપ્યો. એ લોકો પોતાનાં એશઆરામની પરવા કર્યા વિના ચોતરફ ફરતા રહેતા, અને અન્યાય – અત્યાચાર – દુ:ખ– પીડન – શોષણ વગેરેની સામે ઝૂઝી દુનિયાને દુ:ખમુક્ત કરતા. હે ભરવાડો, તમે અત્યારે એ પવિત્ર નાઈટ સંપ્રદાયના એક અદના આદમીને તમારે ત્યાં આશરો આપવાનું બહુમાન પ્રાપ્ત કર્યું છે. અલબત્ત, તમારા જેવા લોકોને એ બધી બાબતોની જાણકારી હોવાનો સંભવ નથી; પરંતુ આ પરોણાગત કરવાથી તમને એ જાણકારી જરૂર મળી રહેશે; અને એ બદલ તમે ઈશ્વરનો ખરા દિલથી આભાર માનો.” Page #89 -------------------------------------------------------------------------- ________________ યોગેસિયનો બિચારા ભરવાડોને આ લાંબા ભાષણમાં કશું સમજાયું નહિ. પણ તેઓએ પછી પોતાનામાંના એક જણને પ્રેમ-કહાણીનું લોકગીત ગાવા માટે જણાવ્યું અને તેણે લલકારીને એ ગાયું પણ ખરું. | ડૉન કિવકસોટને આ ભલા લોકોની સાથે બેસવામાં અને વાતો કરવામાં એટલો બધો આનંદ આવ્યો કે, તેમણે બીજું પણ એક ગીત સંભળાવવાની ફરમાયશ કરી. પરંતુ સાન્કોને તો વધારે પડતું ખાધું-પીધું હોવાથી ઘેન ચડવા માંડ્યું હતું અને તેણે સૂઈ જવાની રજા માગી. ડૉન કિવકસોટે પોતાને કાને દરદ વધતું જતું હોવાથી સાન્કોને મલમપટ્ટો બાંધવા માટે કહ્યું. પણ ભરવાડોએ થોડાંક પાન અને મીઠું ભેગાં મસળી, તેની લુગદી તેમને કાને બાંધી દેતાં, થોડી વારમાં તેમને આરામ જેવું લાગવા માંડ્યું. યોગેસિયને બીજે દિવસે ડૉન કિવન્સોટ અને સાન્કો પાન્ઝા આગળ ચાલ્યા. બપોર થતાં એક ઝરા પાસેની હરિયાળી જમીનમાં તેઓ આરામ કરવા થોભ્યા. રોઝિનેન્ટીને તથા સાન્કોના ગધેડાને તેઓએ ચરવા છૂટાં મૂકયાં અને ઝોળીમાંથી જે કાંઈ ખાવાનું મળ્યું તેના ઉપર હાથ ચલાવવા માંડ્યો. હવે બનવાકાળ તે એ જ હરિયાળા પ્રદેશમાં થોડે દૂર યાંગેસિયન વણજારાઓએ પડાવ નાખ્યો હતો. તેઓની ગૅલિસિયન ઘોડીઓ પણ એ ઝરાને કાંઠે કાંઠે ચરતી હતી. આ માંગેસિયન લોકો જ્યાં ઘાસ પાણીની સગવડ હોય ત્યાં જ પડાવ નાખે, આરામ કરે, અને ઢોરને ચરવા છૂટાં મૂકી દે. રોઝિનેન્ટી આમ તો બહુ ઠાવકું અને શાણું પ્રાણી હતું. એટલે જ સાન્કોએ તેને ગધેડા સાથે છૂટો જ ચરવા મૂકી દીધો હતો. રોઝિનેન્ટીને * ગૅલિસિયાના વણજારાઓ. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ડૉન કિવકસોટ! પેલી ઘોડીઓની ગંધ આવતાં, તે ચરવાનું છોડી તેમની તરફ દોડી ગયા. પરંતુ ઘોડીઓને અત્યારે ચરવાની જ વિશેષ જરૂર લાગતી હોવાથી, તેમણે રોઝિૉન્ટીને પાછલા પગની લાતોથી જ નવાજવા માંડ્યો. પરિણામે, રોઝિજોન્ટીની પીઠ ઉપર બાંધેલું જીન વગેરે છૂટું પડી ગયું, અને પછી તો પેલા વણજારાઓએ પોતાની ઘોડીઓની પજવણી થતી જોઈ, દંડા-ડાંગ વગેરે વડે રોઝિૉન્ટીને ધીબીને ખૂબ ખોખરો કર્યો. ડૉન કિવક્સોટ અને સાન્કોએ રોઝિૉન્ટીની માઠી વલે થયેલી જોઈ એટલે તેઓ તરત પેલા વણજારાઓ તરફ જોરથી દોડ્યા. ડૉન કિવક્સોટે સાન્કોને કહી દીધું કે, આ લોકો કોઈ નાઈટો નથી, પણ હલકી વર્ણના બદમાશો છે; એટલે તું પણ તેમની સાથે લડાઈમાં ભાગ લઈ શકે છે, અને રોઝિૉન્ટીને મારેલા મારનો બદલો લેવામાં મને મદદ કરી શકે “શાનો બદલો માલિક?” સાન્કો બોલી ઊઠ્યો; “જોતા નથી, કે તેઓ વીસેક જણા છે અને આપણે માત્ર બે જ જણા છીએ! અરે, મને તો અર્ધા જ ગણો તો પણ ચાલે.” પણ હું એકલો સોની બરાબર છું,” એમ કહી ડૉન કિવકસોટ તરવાર ખેંચી તરત પેલા યાંગેસિયનો ઉપર તૂટી પડ્યા. સાન્કો પણ પોતાના માલિકના દાખલાથી પ્રેરાઈ પાછળ પાછળ ધસી ગયો. ડૉન કિવકસોટે જે પહેલો ઘા કર્યો, તેનાથી એક યાંગેસિયનનું ચામડાનું જાકીટ કપાઈ ગયું અને તેના ખભા ઉપર ઊંડો ઘા થયો. બાકીના માંગેસિયનો લોહી રેડાયેલું જોઈ, તરત ડફણાં વગેરે જે હાથમાં આવ્યું તે લઈ નાઈટ અને તેના સ્કવાયરને ઘેરી વળ્યા અને થોડી વારમાં તેઓએ ધીબી ધીબીને તેમનો કૂટો કાઢી નાખ્યો. પણ થોડી વાર પછી, આ લોકો મરી ગયા તો નહીં હોય,’ એવી બીક લાગવાથી તેઓ ઝટપટ પોતાનું બધું સમેટી લઈ ત્યાંથી ભાગી ગયા. સાન્કો પાન્ઝા પહેલો ભાનમાં આવ્યો. તેણે પોતાના માલિકને અવાજ દીધો. ડૉન કિવક્સોટે પણ ધીમેથી કણસતાં કણસતાં જવાબ દીધો. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૪૯ માંગેસિનો “માલિક, તમારી પાસે કોઈ અદ્ભુત દવા હોય તો આપો, જેથી ભાગેલાં હાડકાં સંધાઈને હું બેઠો થઈ શકે,” સાન્કોએ કહ્યું. ભાઈ, અત્યારે તો મારી પાસે એવી કશી દવા નથી; પણ બેએક દિવસમાં જો બીજી કંઈ "આફત નહિ આવી પડે, તો હું જરૂર તે દવા તૈયાર કરી લઈશ.” બે દિવસમાં તમને માલિક લાગે છે કે, બે દિવસમાં આપણે પાછા ઊભા થઈ શકીશું?” “મારી વાત પૂછે, તો તો હું કેટલા દિવસમાં પાછો ઊભો થઈ શકીશ તેની કશી મર્યાદા જણાવી શકતો નથી. પણ આ આફત મેં જ હાથે કરીને નોતરી છે, એ નક્કી : એ બદમાશો નાઈટપણાની દીક્ષા પામેલા ન હોઈ, મારે તેઓ સામે તરવાર ખેંચવી જોઈતી નહોતી. અને એ મોટા કાયદાનો ભંગ કર્યો હોવાથી જ નાઈટ-લોકોના સંરક્ષક દેવે મને આ સજા ફરમાવી છે. અને એ સજા મારે બડબડાટ કર્યા વિના માથે ચડાવી લેવી જ રહી. પરંતુ આજથી હવે તું સમજી રાખ કે, એવા હલકી વર્ણના લોકો આપણા ઉપર હુમલો કરે, ત્યારે હું તેઓ સામે હરગિજ તરવાર નહીં ખેંચું; તે વખતે તારે એકલાએ જ તરવાર ખેંચી, તને ઠીક લાગે તેવી સજા તેઓને કરવી. અલબત્ત, કોઈ નાઈટ-લોકો આપણા ઉપર હુમલો કરશે, તો તો હું એકલો જ તેઓ સામે તરવાર ખેંચીશ; અને મારા હાથમાં કેટલી તાકાત છે, એનાં તો તને અત્યાર આગમચ સેંકડો પ્રમાણ મળી ચૂકયાં છે.” પરંતુ સાન્કો અત્યારે પોતાના માલિકની ગમે તે વાતો સ્વીકારી લેવાના મિજાજમાં ન હતો. તેણે કહ્યું, “હું તો બહુ શાંતિપ્રિય માણસ છું તથા મારે બૈરીછોકરાં છે; એટલે કોઈ પણ માણસ મને મારે પીટે કે લૂંટે, તો પણ હું તો તેને ક્ષમા કરી દેવામાં જ વધુ ડહાપણ અને વધુ સહીસલામતી જોઉં છું.” પણ તો પછી તારા જેવાને હું ગવર્નર બનાવું, અને તારી હકૂમત હેઠળના માણસો તારી હકૂમત સામે બળવો પોકારે, તો તો હું તે લોકોને ક્ષમા કરી દઈ, મેં મારા પરાક્રમથી જીતેલો મુલક ખોઈ બેસે! માણસે માત્ર રાજવહીવટ ચલાવવામાં કુશળ હોવું જોઈએ એટલું જ ડૉ.–૪ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ડૉન કિવકસોટ! નહિ, પણ જરૂર પડયે દુશ્મન સામે લડવાની હિંમત પણ દાખવવી જોઈએ.” પણ મહાશય, તમારા નાઈટપણાના આ ધંધામાં આવી મારપીટ કેટલો વખત અંદાજે મળે, તે જરા કહેશો? કારણ કે, આવી બેએક મારપીટ આપણને મળે, તો તો પછી આપણે રાજ્ય કરવા કે ટાપુઓ જીતવા ભાગ્યે જીવતા રહ્યા હોઈએ.” ભાઈ, આ ધંધામાં આવી મુશ્કેલીઓ પણ જેમ અણધારી આવી પડે છે, તેમ રાજા-મહારાજાનાં સુખ પણ એમ જ આવી મળે છે. કેટલાય નાઈટોને ઘણી વાર આના કરતાં બહુ આકરાં દુ:ખો પણ વેઠવાં પડયાં છે. અને એક વાત હું તને કહી રાખું; કાયદો એવો છે કે, નાઈટ લોકો ઉપર હલકી વર્ણના લોકો પોતાનાં ધંધેદારી ઓજારો વડે હુમલો કરે, તો તેમાં નાઈટને નામોશી નથી. નાઈટને તો તરવારથી લડનારા નાઈટ સામેની લડાઈમાં પરાજ્ય થાય તો જ નામોશી છે. મેં પેલા નાઈટ સામે તો વિજ્ય જ મેળવ્યો હતો; પણ આ વણજારાઓએ એમના ધંધાનાં ઓજાર રૂપ જે આડિયાં-ડફણાં, તેના વડે મારેલા મારની મને કશી નામોશી નથી.” “પણ નામદાર, મને તો એવો કશો ભેદ પાડવાની જરૂર લાગતી નથી; કારણ કે આપણને ખભા ઉપર માર ગાડાનાં આડિયાંથી પડયો હોય કે સૈનિકના ભાલાના દાંડાથી પડયો હોય, તો પણ સરખું જ દુ:ખે !” “પણ ભાઈ ગમે તેવું દુ:ખ હોય તો પણ સમય જતાં બધું ઓછું થઈ જાય છે, અને ગમે તેવી નામોશી હોય તો પણ મૃત્યુથી તેનો અંત આવી જાય છે...” “વાહ માલિક, વાગેલાના દુ:ખનો દવાદારૂથી ઉપાય કર્યો મટવાનું હોય તો તો કંઈક હિમત રહે; પણ માત્ર મોતથી જ આપણાં દુ:ખ ધોઈ કાઢવાનાં હોય, તો તો પછી કશી આશા જ શી રહી?” ભાઈ, આમ હિમત ન હારી જા; ગમે તેમ કરીને જરા ઊભો થા; અને રોઝિનૅન્ટી જીવે છે કે મરી ગયો છે તે તો જરા જો !” “મને, એ રોઝિનેન્ટી; એને કારણે જ આ બધી આફત ઊભી થઈ છે, હું તો તેને શાણું અને ઠાવકું પ્રાણી સમજતો હતો; ઓછામાં Page #93 -------------------------------------------------------------------------- ________________ યાંસિયનો .. ૫૧ ઓછું ઘરડું તો ગણતો જ હતો. પણ હવે મને સમજાયું કે, બહારનો દેખાવ હમેશ ભુલામણો હોય છે. તેના કરતાં તો મારું ગધેડું વધુ ડાહ્યું; તે આપણા બધામાં એકલું જ માર ખાધા વિના સાજું સમું રહ્યું છે.” જો ભાઈ, દરેક કપરી પરિસ્થિતિમાં પણ ભગવાન કશીક નાઠાબારી રહેવા દે છે, તે આનું નામ. તારું ગધેડું સાજું છે, એટલે તેના ઉપર નાખીને તું મને કોઈક નજીકના કિલ્લામાં લઈ જઈ શકીશ, જ્યાં અનેક ઉમરાવ-બાનુઓ અને રાજકુમારીઓ ગીત ગાતી અને ઓવારણાં લેતી, મારી ખાતરબરદાસ્ત કરશે.” સાન્કોને હવે ઊઠયા વિના છૂટકો ન હતો; એટલે દરેક હાલ-ચાલ વખતે થતા દુ:ખથી ઊંહકારા ભરતો, પોતાની આ વલે કરનાર અને કરાવનારને સેંકડો ગાળો ભાંડતો, બદદુવાઓ દેતો, તથા લાખો શાપો વરસાવતો તે માંડ માંડ પગ ઉપર ઊભો થયો. ધીમે ધીમે ખોડંગતો જઈ, ગધેડાને તે પાસે ખેંચી આવ્યો. ત્યાર બાદ મહામહેનતે તેણે રોઝિનેન્ટીને તેના ચાર પગ ઉપર ખડો કર્યો, અને છેવટે ડૉન કિવકસોટને લગભગ ઊંચકીને ગધેડા ઉપર ગોઠવી દીધા. ત્યાર બાદ, રોઝિનેન્ટીને ગધેડાના પૂંછડે બાંધી, ગધેડાની લગામ પકડી, તેમને દોરતો તે ધીમે ધીમે આગળ ચાલવા લાગ્યો. નસીબજોગે, ધોરી રસ્તો જલદી તેના હાથમાં આવી ગયો; અને એકાદ ગાઉ ગયા પછી વીશીનું એક મકાન દૂરથી તેમની નજરે પડયું. ડૉન કિવકસોટે કહ્યું કે, તે કિલ્લો છે; સાન્કોએ કહ્યું કે, તે વીશી છે. બંને વચ્ચે તે બાબત બહુ ભારે લમણાઝીક ચાલી, પણ છેવટે વીશીનો દરવાજો આવતાં સાન્કો અંદર પેઠો, અને તકરાર ત્યાં જ અધૂરી રહી. Page #94 -------------------------------------------------------------------------- ________________ વીશી કે કિલ્લે ? એ મકાન વીશી હતી કે કોઈ ઉમરાવ-ગઢ હતો એ તકરારનો છેડો એ બંનેને તરત જ લાધી જવાનો હતો. પણ એ વાત ઉપર કમાનકમે જ આવીએ. વીશીવાળાએ ડૉન વિકસોટને ગધેડા ઉપર લગભગ ઊબડો જ પડેલો જોઈને પૂછયું, “એમને શું થયું છે?” સાન્કોએ જવાબ આપ્યો, “મારા માલિક પર્વતની ટોચ ઉપરથી ગબડી પડ્યા, તેથી તેમનાં પડખાં છોલાયાં છે.” વીશીવાળાની પત્ની સ્વભાવે મિલનસાર તથા સેવાભાવી હતી. તેનાથી કોઈ પડોશીનું દુ:ખ પણ નજરે જોવાનું નહિ. એટલે તે તથા તેની દીકરી મળી ડૉન કિવકસોટની સારવારમાં લાગી ગયાં. વીશીવાળાની એ દીકરી સુંદર ભલા ચહેરાની મીઠી યુવતી હતી. ઉપરાંત વીશીની નોકરીઓમાં એક ગટ્ટી, ચપટી, કાણી બાઈ હતી, જે કામકાજમાં ચપળ હતી, તથા પગથી માથા સુધી પૂરા ત્રણ ફૂટ ઊંચી હતી. તેના ખભા પહોળા તથા જાડા હતા અને તેના ઉપર ચરબીના થપોલા વધારે પડતા ચડી ગયા હતા. એ નોકરડી પણ ડૉન કિવકસીટની સારવારમાં ભળી. મહેમાનોની પથારીઓ છાપરા નીચેના ત્રિકોણિયામાં કરવામાં આવી. એ ઓરડાના એક ખૂણામાં દિવસે આવેલા એક વણજારાની પથારી પણ હતી. પથારી એટલે કે મેડાનાં પાટિયાં ખૂંચે નહિ તે માટે તેણે પોતાનાં બાર ધિગાં ખચ્ચરોમાંથી બેની સારામાં સારી ખોગીર ઉપરાઉપરી પાથરીને કરેલો ટેકરો! ડૉન કિવકસોટની પથારી તો વળીઓના બનાવેલા એક ડામચિયા ઉપર જ કરવામાં આવી. તે વળીઓ ઉપર એક પાતળી ધાગડી પર Page #95 -------------------------------------------------------------------------- ________________ ૫૩ વીશી કે કિલ્લો? પાથરી દેવામાં આવી. તે ધાગડીનાં ઊનનાં ગૂંચળાં – ગાંઠા પથ્થરના ટુકડા જેવાં કઠણ બની ગયેલાં હતાં. તેના ઉપર જે ચાદર – ઓછાડ હતાં, તે તો જાણે કપડા કરતાં ચામડાનાં વધારે લાગે તેવાં ચિઢાણાં થઈ ગયેલાં હતાં. વીશીવાળાની પત્ની અને દીકરી હવે ડૉન કિવકસોટના શરીર ઉપર લેપ કરવા આવ્યાં. પેલી બટકી નોકરડી હાથમાં મીણબત્તી લઈ ઊભી રહી. ડૉન કિવકસોટના શરીર ઉપરનાં સોળ જોઈ, પર્વત ઉપરથી ગબડવાથી આવાં સોળ શી રીતે ઊઠે, એવી નવાઈ તેઓએ બતાવી. પણ સાન્કોએ અષ્ટપણું ગમે તેમ ખુલાસા કરી, પોતાને પણ એ મલમની જરૂર છે એમ કહીને થોડો માગી લીધો. પેલાએ પૂછયું, “તમને શું થયું છે, ભલા?” સાન્કોએ જવાબ આપ્યો, “મારા માલિકને-નાઇટ સાહેબ ડૉન કિવકસોટ દ લા-માંશાને પર્વત ઉપરથી ગબડતા જોઈ, મને પણ તેમના શરીર જેવાં ઢીમણાં ભય – ત્રાસના માર્યા થઈ ગયાં છે.” વીશીવાળાની સુંદર દીકરીએ જવાબ આપ્યો, “બરાબર છે, મને પણ કોઈ કોઈ વાર ટાવર ઉપરથી પડ્યાનું સ્વનું આવે છે, ત્યારે જાગીને ઊઠતાં, મારું શરીર પછડાયેલું અને છોલાયેલું માલૂમ પડે છે!” ડૉન કિવકસોટ વીશીવાળાની એ સુંદર દીકરીથી બહુ પ્રભાવિત થઈ ગયા હતા. તેને તે એ કિલ્લાના માલિકની સુપુત્રી – ઉમરાવજાદી જ માનતા. તેણે તેમને દુ:ખાય નહિ તે રીતે કાળજીથી લેપ કર્યો હતો તથા ઊપસી આવેલાં સોળ શોધી શોધીને ત્યાં દવા લગાડી હતી. એટલે જ્યારે મા-દીકરી એ કામ પરવારી જવા તૈયાર થયાં, ત્યારે ડૉન વિકસોટે ભાવનાના ઉદ્રકમાં આવી જઈ તેમને સંબોધીને જણાવ્યું, “તમારી આ માયાભરી – મમતાભરી – વહાલભરી સારવારથી હું બહુ આભારી થયો છું અને હું આ દિવસને હંમેશાં મારી સ્મૃતિમાં અંકિત કરી રાખીશ. હું તો એટલે સુધી કહેવા તૈયાર છું કે, લેડી લસિનિયાના પવિત્ર પ્રેમનો હું તાબેદાર બંદી અત્યાર આગમચ ન બની ગયો હોત, તો આ ભલી સુંદરીના પ્રેમનો હું હંમેશ માટે ભિક્ષુક બની રહેત!” Page #96 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ડૉન કિવકસોટ! પેલાં બે આ મોટા મોટા શબ્દોવાળી વાણીના અર્થને તો પૂરેપૂરાં ન પામી શકયાં; પરંતુ આ કંઈક આભારના શબ્દો છે એટલું માની, તેઓ તેનો પોતાના ગામઠી સંસ્કાર મુજબ મધુર જવાબ આપીને ત્યાંથી ચાલતાં થયાં. માત્ર પેલી બટકી નોકરડી સાન્કોને થોડું મલમ ઘસી આપવા થોભી. હવે, એ નોકરડીએ એ ઓરડામાં ઊતરેલા પેલા ગાડાંવાળા વણજારા સાથે દિવસ દરમ્યાન સંતલસ કરી રાખી હતી. તે કાણી તથા બટકી હોવા છતાં, પોતાને પુરુષોના લોભની વસ્તુ માનતી હતી, અને આવા ઘરાકો મળે તેમનો પૂરો લાભ ઉઠાવતી હતી. સાન્કોની પથારી ડૉન કિવન્સોટના વળીઓના ડામચિયા નજીક જ હતી. જમીન ઉપર જ ધૂળધમા કશુંક બિછાવીને ઉપરથી કંઈક ઓઢવાનું તેને આપવામાં આવ્યું હતું. લેપ ખરડવાનું પૂરું થયું એટલે સાન્કો પોતાની પથારીમાં પેસી ગયો, અને પોતાની દુખતી પાંસળીઓ જેટલી ઊંઘ આવવા દે, તેટલી મેળવી લેવાની કોશિશમાં પડ્યો. ડૉન કિવકસોટનાં પડખાં તો એટલાં બધાં છોલાયાં હતાં કે, તેમને ઊંઘ આવવાનો સવાલ જ ન હતો – તે તો સસલાની પેઠે ઊઘાડી આંખે જ પથારીમાં સૂતા હતા. ચોમેર દીવાબત્તી ન રહેતાં અંધારું ઘોર થઈ ગયું હતું. પોતાની પથારીમાં જાગતાં પડ્યા પડ્યા ડૉન કિવકસોટના મનમાં એક વિચિત્ર ખ્યાલ સળવળાટ કરવા લાગ્યો. કોણ જાણે શાથી, તેમને મનમાં વસી ગયું હતું કે, વીશીવાળાની સુંદર પુત્રી પોતાની બહાદુરી, પોતાની ખ્યાતિ, તથા પોતાને થયેલા ઘા વડે ખૂબ મોહિત થઈ ગઈ છે; અને જાણે પોતાના અંતરનો પ્રેમ નિવેદિત કરવા રાતના એકાંતમાં તે જરૂર આવશે. પોતાને તે એક ઉમરાવના મહાન ગઢમાં ઉતારો પામેલા તો માનતા જ હતા, અને ગઢપતિની પત્નીઓ તથા પુત્રીઓ ઘાયલ થયેલા નાઈટોની સરભરામાં કેવી રીતે લાગી જતી, અને તેમ કરતાં કરતાં પ્રેમ-યાચના કરી બેસતી, એવા પુસ્તકોમાં વાંચેલી વાતોના પ્રસંગો તેમને યાદ આવવા માંડયા. સાથે સાથે લેડી ડુલસિનિયાને વફાદાર રહેવાની પોતે લીધેલી કઠોર પ્રતિજ્ઞા Page #97 -------------------------------------------------------------------------- ________________ ૫૫ વીશી કે કિલ્લો? તેમને યાદ આવી. પરંતુ આવી યુવાન, સુંદર માયાળુ ઉમરાવજાદીની પ્રેમ-યાચના પોતે નિષ્ફર થઈને નકારી શી રીતે શકે, એમ પણ તેમને લાગવા માંડ્યું. એટલે તેમણે નક્કી કર્યું કે, એ સુંદરી જો રાતે એકાંતમાં પ્રેમ-યાચના કરતી આવે, તો તેને હવે ચાંપી, પોતાની લેડી ડુલસિનિયા પ્રત્યેની આકરી પ્રતિજ્ઞા કહી સંભળાવવી, તથા તેના અત્યંત ઉત્કટ પ્રેમનો ઉચિત જવાબ વાળવાની પોતાની પામર અશક્તિ જાહેર કરવી. તેમ છતાં પોતાના હૃદયમાં તેણે ન ભૂંસી શકાય તેવું કાયમનું સ્થાન પ્રાપ્ત કર્યું છે, એ તો પૂરેપૂરા પ્રેમથી અને વહાલથી તેને જણાવવું જ! હવે એ જ અરસામાં પેલી બટકી નોકરડી, બધાને જંપી ગયેલા જાણી, પેલા વણજારા સાથેનો સંકેત પૂરો કરવા અંધારામાં લપાતી-છુપાતી તે ઓરડામાં આવી, અને હાથ વડે પેલાની પથારી ફંફોસતી આગળ વધવા લાગી. ડૉન કિવકસોટ તેને બારણામાંથી પેસતી સાંભળી ગયા હતા, એટલે પથારીમાં જરા ઊંચા થઈ પોતાના હાથ લંબાવી તેનું સ્વાગત કરવા ઉત્કંઠ થઈ ગયા. હવે પેલી હાથ લાંબા કરી, ત્યાં થઈને સીધી સામે ખૂણે સૂતેલા વણજારા પાસે જવા લાગી કે તરત તેનું કાંડું ડૉન કિવકસોટના હાથમાં આવી ગયું. ડૉન કિવકસોટ પોતાની ધારણા મુજબ બધું બનેલું જાણી ખુશખુશ થઈ ગયા. પોતાની વીરતાની એક સુંદરી તરફથી થયેલી આ કદરથી ગ૬ગદિત થઈ, તેમણે એ બટકીને પોતાની પથારીમાં ખેંચીને બેસાડી. તેનું કેનવાસનું કપડું તેમને ઊંચી જાતનું રેશમી કપડું લાગ્યું – જે તેણે પોતાના માનવંત પ્રેમી પાસે આવવા ખાસ પહેર્યું હશે! ઘોડાની કેશવાળી જેવાં તેનાં જટિયાં તેમને સોનેરી જરીના લાંબા લહેરાતા તાર જેવાં લાગ્યાં; તેના હાથ ઉપરની કીડિયાંની સેર, તેમને સાચાં મોતીના કંકણ રૂપ લાગી; અને સડેલા માંસ જેવી તેના મોંની દુર્ગધ તેમને અરબસ્તાનનાં કીમતી અત્તરોના મિશ્રણરૂપ લાગી. ટૂંકમાં એક વણજારા સિવાય બીજા કોઈ પણ માણસને જે સ્ત્રીથી ઊબકો આવી જાય, તે સ્ત્રી તેમને સ્વર્ગની અપ્સરા કરતાં પણ વધુ મધુર લાગી. - પેલી બટકી અધવચ જ પોતાને ડામચિયા ઉપર ખેંચાઈ ગયેલી જાણી, છૂટવા માટે સતપતાટ કરવા લાગી. પેલો વણજારા તેની રાહ જોઈ Page #98 -------------------------------------------------------------------------- ________________ પ૬ ડૉન કિવકસોટ! જાગતો પડ્યો હતો, તે તેને સંકેત પ્રમાણે ઓરડામાં પેસતી જાણી રાજી રાજી થઈ ગયો હતો. પણ પછી ઘણી વાર થવા છતાં તેને પોતાની પાસે ન આવેલી જાણી, તથા વચમાં ડૉન કિવક્સોટના ડામચિયા આગળ જ કંઈક અવાજ થતો સાંભળી, ધીમેથી સરકતો તે પાસે આવ્યો. તરત જ તેને ખબર પડી ગઈ કે, એ બટકીનો કશો વાંક નથી: તે તો છૂટવા તરફડિયાં મારે છે, પણ અધવચ જ તેને પેલા ઘાયલ બદમાશે પકડી રાખી છે. તરત તેણે ઊભા થઈ, પોતાની કટારને ઊંધેથી પકડી તેની મૂઠનો ડૉન કિવકસોટના મોં ઉપર એવા જોરથી ફટકો માર્યો કે, તેમનું માં લોહીલોહાણ થઈ ગયું. અને એટલાથી સંતોષ ન માની, તે સીધો ડામચિયા ઉપર ચડી જઈ, પોતાના પગની લાતો વડે ડૉન કિવસોટને ગોલવા લાગ્યો. એ ડામચિયો આમ તો હાલક-ડોલક જ હતો; તેમાં આ રીતે ઊભા ઊભા કૂદતા વણજારાનો વધારાનો ભાર આવ્યો, એટલે તરત તેના પાયા મચડાઈ ગયા અને બધું ધબાકા સાથે નીચે પડ્યું. વીશીવાળો એ અવાજ સાંભળી જાગી ઊઠયો. તેને ખાતરી થઈ ગઈ કે તેની પેલી બટકી નોકરડીનું જ કંઈક પરાક્રમ હોવું જોઈએ! તેણે તેને નામ દઈ બોલાવી જોઈ; પણ કશો જવાબ ન મળતાં, તે ગુસ્સાથી ધૂંવાંપૂવાં થઈ, દીવો સળગાવી, જ્યાંથી અવાજ આવતો હતો તે તરફ આવવા નીકળ્યો. પેલી બટકીને શેઠના કરડા મિજાજની ખબર હતી, એટલે તે ભયની મારી સરકીને સાન્કોની પથારીમાં ઓછાડ નીચે પેસી ગઈ. થોડી વારમાં જ વીશીનો માલિક હૂંફાડા મારતો ત્યાં આવી પહોંચ્યો. “પેલી ડાકણ કયાં મરી ગઈ?” એમ તેણે જોરથી ત્રાડ નાખી. એ અવાજ સાથે સાન્કો તરત જાગી ઊઠયો અને પોતાની ઉપર કંઈક અસાધારણ વજન પડેલું જોઈ, તથા સ્ત્રીનાં જટિયાં પોતા ઉપર વિખરાઈને પડેલાં જોઈ, પોતાને કોઈ ડાકણ વળગી છે એમ તેણે માની લીધું. તેના પંજામાંથી જ છૂટવા તેણે પોતાના બંને હાથે જોરથી ઠોંસા લગાવવા માંડ્યા. પેલી બટકીએ હવે પોતાની બંને બાજુથી મરો થયેલો જાણી, સાન્કોને મુક્કીઓ અને કોણીઓથી જવાબ વાળવા માંડયો. સાન્કોની ઊંઘ હવે પૂરેપૂરી ઊડી ગઈ હતી અને તે એ બટકી સાથે જીવલેણ યુદ્ધમાં મચી પડયો. Page #99 -------------------------------------------------------------------------- ________________ વીશી કે કિલ્લો? ૫૭ વીશીવાળાના દીવાથી પેલો વણજારો પણ પોતાની પ્રિયતમાની કફોડી સ્થિતિ થયેલી જોઈ, ડૉન કિવકસોટને ગદડવાનું છોડી, તરત સાન્કો ઉપર તૂટી પડ્યો. દરમ્યાન વીશીવાળાએ પેલી બટકીને જોરથી લાતાટવા માંડી. આમ આખા ઓરડામાં લાતાલાતી અને ઠોંસાઠોંસીનું સામ્રાજ્ય જામી પડ્યું. વણજારો સાન્કોને ધીબતો હતો, સાન્કો પેલી બટકીને ગડદાટતો હતો, બટકી સાન્કોને લોથિયાં ભરતી હતી અને વીશીવાળો બટકીને ફટકારતો હતો. બધાં જાણે ટાંચો વખત હોય તેમ ઉતાવળમાં આવી ગયાં હતાં ! દરમ્યાન આ ધમાલમાં કોઈની અડફેટમાં આવી જતાં વીશીવાળાના હાથમાંનો દીવો બુઝાઈ ગયો; અને પછી તો કોણ કોને મારતું હતું તેનું જ ઠેકાણું ન રહ્યું. તે રાતે એ વીશીમાં ચોર-ડાકૂની તલાશ કરનાર મંડળીના એક અફસરનો ઉતારો હતો. આ બધી ધમાલ સાંભળી તે પથારીમાંથી કૂદકો મારી બહાર નીકળ્યો અને અંધારામાં રસ્તો ફંફોસતો ત્યાં આવ્યો. ઓરડાના બારણા આગળ ઊભા રહી તેણે બૂમ મારી, “ખબરદાર, હું તમને સૌને શાંતિ જાળવવા હુકમ કરું છું.” પછી અંદર પેસતાં તેનો હાથ ડૉન કિવકસોટના ચત્તાપાટ પડેલા શરીર ઉપર પડ્યો. તેને મરી ગયેલો જાણી તેણે વીશીનાં બારીબારણાં બંધ કરી દેવાનો હુકમ કર્યો: “આ મકાનમાં ખૂન થયું છે; અને ગુનેગારની તલાશ કરવી પડશે.” આ હુકમ સાંભળી બધા લડયાઓના મોતિયા મરી ગયા. વીશીવાળો પોતાના ઓરડામાં ચાલ્યો ગયો, વણજારો પોતાની પથારીમાં, અને પેલી બટકી પોતાના ઘોલકામાં. માત્ર કમનસીબ ડૉન કિવકસોટ અને તેમનો સ્કવાયર જ ખૂબ માર પડયો હોવાથી હાલ્યાચાલ્યા વિના જ્યાંના ત્યાં પડી રહ્યા. વીશીવાળાએ જતાં જતાં દરવાજા ઉપરનો દીવો પણ ઓલવી નાખ્યો હોવાથી, પેલો અફસર ગુનેગારને ઓળખવા, દીવો લેવા રસોડા તરફ ગયો અને ત્યાં જઈ અંગારા ફૂંકીને દીવો સળગાવવાની વેતરણમાં પડયો. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ડૉન કિવકસોટ! - ડૉન કિવકસોટ જરા હોંશમાં આવ્યા એટલે તેમણે સાન્કોને કરુણ અવાજે બોલાવવા માંડયો.“સાન્કો, ભાઈ સાન્કો, તું ઊંઘે છે?” અરે નરકની આખી ભૂતાવળ આપણા ઉપર તૂટી પડી હોય અને શરીર ઉપર કૂદાકૂદ કરતી હોય, ત્યારે ઊંઘવાનું શી રીતે મળતું હશે, ભલા?” ખાટા થઈ ગયેલા મિજાજે સાન્કોએ જવાબ આપ્યો. * ડૉન કિવકસોટે તો તે કશું સાંભળ્યા વિના કહેવા માંડયું, “જો ભાઈ, તને એક ગુપ્ત વાત મારે કહેવી છે, પણ તું સોગંદ ખા કે, હું જીવતો હોઉં ત્યાં સુધી તું કોઈની આગળ એ વાત પ્રગટ નહીં કરી દે; કારણ કે આમાં કોઈ બાઈ-માણસની ઈજજતનો સવાલ છે.” ઠીક, હું સોગંદ ખાઉં છું, પછી?” “તો જો ભાઈ, આજે રાતે કલ્પી ન શકાય એવું ખુશનુમા પરાક્રમ મારે ભાગે ખેલવાનું આવ્યું છે. આ કિલ્લાના રાજાની કુંવરી આજે રાત્રે અંધારામાં મારી પાસે આવી હતી. તેના રૂપનાં, તેની મધુરતાનાં અને તેના પ્રેમમાં હું શું વખાણ કરું? પણ અમારા બે વચ્ચે પ્રેમની આપ-લેની ગુપ્ત વાતો ચાલતી હતી, તેવામાં એ રાજકુમારી ઉપર મોહિત થયેલા અને મેલી વિદ્યા જાણતા કોઈ રાક્ષસે અદૃશ્યપણે આવી મારા મેં ઉપર જોરથી ફટકો લગાવ્યો; એને લીધે મને ગઈ કાલના માર કરતાં પણ વધુ દુ:ખ થાય છે. અત્યારે હું ઘાયલ સ્થિતિમાં પડ્યો છું, એટલે મારાથી એ દાનવની માયાજાળ તોડી નાખીને તે પ્રિય રાજકુમારીનો ઉદ્ધાર થઈ શકે તેમ નથી.” સાન્કોએ દુ:ખથી કણસતાં કણસતાં જવાબ આપ્યો, “તમારા ઉપર તો એક રાક્ષસે હુમલો કર્યો હશે, પણ મારા ઉપર તો અંધારામાં ચારસો રાક્ષસોએ એવો કારમો હુમલો કર્યો છે કે, એને હિસાબે ગઈ કાલનો માર તો મને પીંછાંના ઘસરકા જેવો જ લાગે છે. પણ માલિક, તમે આને ખુશનુમા પરાત્રિમ’ કહો છો?—જેને અંતે આપણ બેઉને મારી મારીને લોટ કરી નાખ્યા હોય? છતાં તમને તો પેલી રાજકુમારીના આલિંગનનો લહાવો મળ્યો એટલે તમને તો એ બધું ‘ખુશનુમા’ લાગે; પણ મને તો કોઈ ડાકણના એવા ટપલા અને નહોર મળ્યા છે કે, મારાથી તો રડી પણ શકાતું નથી.” Page #101 -------------------------------------------------------------------------- ________________ વીધી કે કિલ્લો ? "" તો શું તને પણ માર પડયો છે, ભાઈ?” 66 તો હું ત્યારનો બીજી શી ડાચાકૂટ કરી રહ્યો છું, માલિક?” 66 તો તો હવે, મારે સાજા થઈ, તારે માટે પેલો જાદુઈ નુસખો તરત જ તૈયાર કરાવવો પડશે. એ નુસખાથી તો આંખ મીંચકારતાંમાં તું સાજો થઈ જઈશ.” ૫૯ પેલો અસર હવે રસોડામાંથી દીવો સળગાવી, તે ઓરડા તરફ કોનું ખૂન થયું છે તે જોવા આવ્યો. તેણે રાતનો પોશાક પહેરેલો હતો, અને માથા ઉપર પટકો તાણી બાંધ્યો હતો; એટલે સાન્કોએ તરત ડૉન કિવકસોટને પૂછ્યું, “માલિક, આ પેલો માયાવી રાક્ષસ ફરી મારા શરીર ઉપર કોઈ સાજો ખૂણો રહી ગયો હોય તેની તપાસ કરવા આવ્યો લાગે છે.” 66 (c ના ભાઈ, ના; માયાવી લોકોની કશી આકૃતિ આપણી નજરે ન પડે. ” આમ વાત ચાલતી હતી તેવામાં પેલો અસર આગળ આવી ડૉન કિવકોટને પૂછવા લાગ્યો, “કેમ અલ્યા, હવે તને કેમ છે?” ડૉન વિકસોટ તાડૂકી ઊઠયા, “ ‘અલ્યો ’ સાળો તું હોઈશ; નાઈટ લોકો સાથે કેમ બોલવું એ પણ તને આવડે છે કે નહિ?” એ ઘવાયેલા કંગાળ સુકલકડી માણસ પાસેથી આવા તુમાખીના શબ્દો સાંભળતાં જ પેલા અફસરને એવો ગુસ્સો ચડયો કે તેણે હાથમાંનો સળગતો દીવો ડૉન કિવકસોટના માથા ઉપર જ છૂટો માર્યો. પછી તેના કપાળમાં કે માથામાં કેવો ઘા થયો છે એ જોવાની પરવા કર્યા વિના અંધારાને આશરે એ ઓરડા બહાર ચાલ્યો ગયો. ૪ ડૉન કિવકસોટે હવે કબૂલ કર્યું કે, અદૃશ્યપણે આવી ઘા કરનાર એ જરૂર કોઈ દાનવ જ હોવો જોઈએ. પછી દીવાના તેલના રેલા પોતાના માથા ઉપર ચાલતા જોઈ, તેમણે તરત સાન્કોને કહ્યું કે, “તું જલદી જઈ, આ કિલ્લાના ગઢપતિ પાસે જઈ, થોડું તેલ, મીઠું, દારૂ અને રોઝૉરીનાં પાન માગી લાવ, જેથી હું પેલી જાદુઈ દવા તૈયાર કરું.” Page #102 -------------------------------------------------------------------------- ________________ ડૉન કિવકસોટ! સાન્કો તો એ જાદુઈ નુસખો બનાવવાની રીતે જાણવા મળશે એ આશાએ તરત દોડતો જઈ, એ ચીજો વીશીવાળા પાસે માગવા લાગ્યો. પેલો અફસર પોતે કરેલા ઘાથી પેલાને કેટલું લાગ્યું છે તે જાણવા ઈંતેજાર થઈ ગયો હતો, એટલે તે પણ પાસે આવી સાન્કોને પેલાની ખબર પૂછવા લાગ્યો. પણ સાન્કો તો જાદુઈ નુસખો બનાવવાના એવા ઉત્સાહમાં હતો કે, તેણે એટલું જ કહ્યું કે, આટલી ચીજો મળી જશે તો મારા માલિક એવી જાદુઈ દવા બનાવશે, જેથી તેમના બધા ઘા એકદમ રુઝાઈ જશે. એ સાંભળી એ અફસરે વીશીવાળાને એ ચીજો તાબડતોબ આપી દેવા આગ્રહ કર્યો. - ડૉન કિવકસોટે એ બધું ભેગું કરી, દેવતા ઉપર ઉકાળવા મૂક્યું. બધું બરાબર ઊકળી રહ્યું એટલે તેમણે એ અદભુત ઔષધ ભરી લેવા કંઈ વાસણ માગ્યું. વીશીવાળા પાસે એવું કાંઈ ઔષધપાત્ર ન હોવાથી તેણે માટીની જૂની ભંભલી આપી. ડૉન કિવક્સોટે તેમાં પેલું ઔષધ ભરી લીધું, અને પછી તેના ઉપર હાથ રાખી, જાદુઈ મંત્રો ભણવાનું શરૂ કર્યું. એ જાદુઈ મંત્રો એટલે તેમને આવડતાં ભગવાનનાં થોડાં સ્તોત્રો જ હતાં. વીશીવાળો, પેલો અફસર અને સાન્કો નવાઈ પામી આ બધું જોઈ રહ્યા. વણજારો તો તેનાં ખચ્ચરોની સરભરા માટે કયારની બહાર ચાલ્યો ગયો હતો. ડૉન કિવક્સોટે હવે પેલા ઔષધનો પ્રથમ પ્રયોગ પોતાની ઉપર જ કરવાનું નક્કી કર્યું. પેલી ભંભલીમાં ભરતાં વધેલી દવામાંથી તે એક ઘૂંટડો ગટગટાવી ગયા; પણ એ દવા પેટમાં પહોંચી પણ નહિ હોય અને તેમને એવી જોરથી ઊલટી થઈ કે જાણે તેમનું હૃદય, કાળજું, અને આંતરડાં – બધું જ બહાર નીકળી આવ્યું ! તેમને ઊલટીની સાથે આખે શરીરે પરસેવો થઈ ગયો તથા ટાઢ ચડી ગઈ; એટલે તેમણે પોતાને ખૂબ ઓઢાડીને ઢબૂરી દેવાનું કહ્યું. | ડૉન કિવકસોટ એમ ત્રણ કલાક ઘસઘસાટ ઊંડયા. જ્યારે તે જાગ્યા, ત્યારે તેમને શરીરે એવી સુવાણ લાગવા માંડી કે, તેમને ફરીથી પોતાની વિજયયાત્રા આગળ ચલાવવાની ચટપટી લાગી ગઈ; કારણ કે, હવે યોગ્ય જાદુઈ ઔષધ તેમના હાથમાં આવી ગયું હતું. Page #103 --------------------------------------------------------------------------  Page #104 -------------------------------------------------------------------------- ________________ [li[[All જાદુઈ ઔષધ પીને સાન્ટની વલે બેસી ગઈ. – પૃ૦ ૬૧ Page #105 -------------------------------------------------------------------------- ________________ વીશી કે કિલો? પરંતુ સાન્કોએ વિજ્યપ્રસ્થાન કરતા પહેલાં એ જાદુઈ ઔષધ પીવા માગ્યું, જેથી તે પણ મુસાફરી માટે “લાયક” થઈ જાય! ડૉન કિવસોટે તેને વાસણમાં વધેલી દવામાંથી થોડીક પી લેવાની ખુશીથી પરવાનગી આપી. - સાન્કો તો ભારે શ્રદ્ધાપૂર્વક એ વાસણમાં વધેલી બધી દવા ગટગટાવી ગયો. પરંતુ તેનું પેટ તેના માલિક જેવું તાકાતવાળું ન હોવાથી કે કોણ જાણે શાથી, તેને ઊલટી થવાને બદલે પેટમાં ને પેટમાં એવી સખત ચૂંક ઊપડી કે, તેને એમ જ લાગ્યું કે તેનો આખરકાળ આવી લાગ્યો છે. આખા ઓરડામાં બરાડતો, કરાંજતો અને શાપ દેતો તે પેટ દબાવીને આળોટવા માંડયો– ગબડવા લાગ્યો. સાન્કોને આમ થવાનું ‘કારણ’ ડૉન કિવકસોટને તરત સમજાઈ ગયું. તેમણે કહ્યું, “તને ભાઈ હજુ નાઈટની દીક્ષા ન મળી હોવાથી, નાઈટો માટેની આ જાદુઈ દવા સદી નહિ.” સાન્કોએ તરત બૂમ પાડીને કહ્યું, “તો પછી શા માટે તમે મને એ દવા પીવા દીધી?” પણ આટલું બોલતાં બોલતાંમાં તો તેને મોંએથી અને પૂંછડેથી એવાં સખત ઝાડા-ઊલટી એકી સાથે શરૂ થયાં, કે તેનાં કપડાં અને તેનો બિસ્તર બધું ખરડાઈ ગયું અને પાસે ઊભેલાં સૌને લાગ્યું કે, આ માણસ ભાગ્યે જીવે.” બે કલાક આ રમખાણ ચાલ્યું. તેને અંતે પણ સાન્કો કંઈક સ્વસ્થ થવાને બદલે એવો નંખાઈ ગયો કે, ન પૂછો વાત. પણ ડૉન ક્વિકસોટને હવે ઉતાવળ આવી ગઈ હતી; લોકોનાં દુ:ખનો ઉદ્ધાર કરવામાંથી અને પરાક્રમો કરવામાંથી આરામનો જેટલો સમય બાકાત થાય, તે તેમને મન વ્યર્થ ગયેલો જ લાગતો. ઉપરાંત, પોતાની જાદુઈ દવાનો હવે એમને એવો ભારે સહારો લાગ્યો હતો કે, તે તરત ગમે તેવાં સાહસો કરવા માટે ધસી જવા તૈયાર થઈ ગયા. તેમણે જાતે રોઝિનૅન્ટીને તૈયાર કર્યો તથા સાન્કોના ગધેડા ઉપર પણ ખોગીર નાખી આપ્યું. તેમણે પોતાના સૂવાના કમરાના ખૂણામાં એક જ ભાલોડ પડી રહેલું જોયું હતું તે તેમણે જતી વખતે સાથે લઈ લીધું; કારણ કે તેમની પાસે તેમનો પોતાનો જંગી ભાલો રહ્યો ન હતો. Page #106 -------------------------------------------------------------------------- ________________ ડૉન કિવકસોટ! વીશીમાં ઊતરેલા કે રહેતા વીસ વીસ જણા તેમના પ્રસ્થાનની આ બધી તૈયારીઓ નવાઈ પામી આસપાસ ખડા થઈ નિહાળવા લાગ્યા. વીશીવાળાની દીકરી પણ તેમાં હાજર હતી. ડૉન કિવકસોટ તેના સામું જોતા, ઊંડો નિસાસો નખાવા લાગ્યા, – પેલીનું કુમળું પ્રેમળ હૃદય પોતાની વિદાયથી કેવું દુ:ખી દુ:ખી થઈ જતું હશે, એ વિચારીને! | ડૉન કિવકસોટે હવે ઘોડા ઉપર બેસી વીશીવાળાને આ શબ્દોમાં સંબોધન કર્યું, “લૉર્ડ ગવર્નર, આપના કિલ્લામાં મારી જે પ્રેમભરી વીશીવાળાની દીકરી સામે જોઈને એક ઊંડો નિસાસો), મમતાભરી (બીજો નિસાસો) સારવાર થઈ છે, તે બદલ હું આપનો અત્યંત આભારી છું. આપને કોઈની તરફથી પણ કદી કોઈ પ્રકારનો ત્રાસ હોય તો જરૂર મને અબઘડી કહી દો; તો પૃથ્વીના તળ ઉપરથી – ગમે ત્યાંથી – તેને શોધી કાઢી, હું તેની ઉપર વેર લઈશ. કારણ કે, હું જે નાઈટપણાની દીક્ષા લઈને નીકળ્યો છું, તેમાં દુષ્ટોને સજા કરવાનું જેમ મારે માથે છે, તેમ મિત્રોને મદદ કરવાનું પણ છે.” વીશીવાળાએ કહ્યું, “મને કોઈ અન્યાય કરી જાય, તો તેનો બદલો. લેવાની મારા પોતામાં જ પૂરતી તાકાત છે; એટલે તમે તો બંને જણ મારી વીશીમાં જે ખાધું પીધું, તથા તમારા ઘોડા ગધેડાએ જે ખાધું પીધું તેનો હિસાબ કરીને પૈસા ચૂકવતા જાઓ, એટલે બસ.” “હું!” ડૉન કિવકસોટ ત્રાડી ઊઠયા; “શું આ એક વીશી જ માત્ર છે? મેં તો આને એક મોટો ઉમરાવનો કે સૂબેદારનો દરબાર-ગઢ જાણી તેમાં આશરો લીધો હતો. લુચ્છ વીશીઓમાં ઊતરવા બદલ, તેના માલિકોને કંઈ પૈસા ચૂકવવા પડતા હોય, એવો અમારો નાઈટ-લોકોનો સંપ્રદાય નથી કે શિરસ્તો નથી. નાઈટો તો જનકલ્યાણ માટે જ રાત-દિવસ પ્રયત્નશીલ રહેતા હોય છે, એટલે તેમને ખાન-પાન-આરામ આપવાં, એ તો તમારા જેવા સામાન્ય લોકોનું કર્તવ્ય છે!” આટલું કહી, તેમણે તો આ તુચ્છ વીશી આગળ વધુ ઊભા રહેવામાં પણ નામોશી માનીને રોઝિનેન્ટીને એડી મારી. Page #107 -------------------------------------------------------------------------- ________________ વીશી કે કિલ્લો? નાઈટ ચાલ્યા જતાં તેમના સ્કવાયરને હવે પૈસા માટે વીશીવાળાએ પકડો. સાન્કોએ કહ્યું, “નાઈટ લોકોને જે કાયદાથી પૈસા ચૂકવવાપણું હોતું નથી, તે જ કાયદાથી તેમના સ્કવાયરોને પણ પૈસા ચૂકવવાપણું હોય નહિ.” આ સાંભળી વીશીવાળો ગુસ્સે થઈ ગયો અને પૈસા આપી દેવા માટે સાન્કોને ધમકાવવા લાગ્યો. પણ તેણેય પોતાના માલિકની પેઠે આ લુચ્છ વાદવિવાદમાં પડવાને બદલે સીધી પોતાના ગધેડાને એડી મારી. તે જોઈ આસપાસ ઊભેલા ઘણાય મુસાફરોને ખૂબ ચીડ ચડી. વીશીવાળાના પૈસા ચૂકવ્યા વિના, મોટી મોટી વાતો કરી, ચાલ્યા જવા માગતા આ બદમાશોને સજા કરવા તેમાંના કેટલાક તોફાની પ્રકૃતિના માણસોએ વિચાર કર્યો. તેઓએ સાન્કોને તરત ગધેડા ઉપરથી ખેંચી પાડ્યો. પછી તેઓ તેને પાછળના વાડામાં લઈ ગયા. એક જણે વીશીનો આગળનો દરવાજો બંધ કર્યો અને બીજો એક જાડી મજબૂત શેતરંજી ખેંચી લાવ્યો. પછી તે શેતરંજીને ચારે બાજુથી મજબૂત રીતે પકડી, તેઓએ સાન્કોને તેમાં નાખ્યો અને પછી દડાની પેઠે ઊંચે ઉછાળવા માંડ્યો. બિચારો સાજો ભયનો માર્યો જેમ જેમ ચીસાચીસ પાડવા લાગ્યો, તેમ તેમ પેલાઓ ભારે આનંદમાં આવી જઈ, તેને વધુ ને વધુ ઊંચે ઉછાળવા લાગ્યા. સાન્કોની બૂમાબૂમ દૂરથી સાંભળી ડૉન કિવન્નોટ જલદી વીશી તરફ પાછા આવ્યા; પણ દરવાજો અંદરથી બંધ હોઈ, તથા વાડાની દીવાલ ઊંચી હોઈ, તેમનાથી તેની મદદે દોડી જવાય તેમ રહ્યું નહિ. તેમણે વાડાની બહાર રહ્યા રહ્યા ખૂબ ધમકીઓ આપી તથા શાપો દીધા. પણ તેમની બૂમો જેમ જેમ વધતી ગઈ, તેમ તેમ પેલાઓ સાન્કોને વધુ ઊંચો ને ઊંચો ઉછાળવા લાગ્યા. ઉછાળનારાઓના હાથ છેવટે જ્યારે થાક્યા, ત્યારે જ તેમણે આ રમત બંધ કરી. પછી સાન્કોને તેનો જન્મો ઓઢાડી દઈ, તેઓએ તેના ગધેડા ઉપર બેસાડી દીધો, અને તેને ચાલ્યા જવાનું ફરમાવ્યું. પણ સાન્કોનામાં જરાય હસકોસ રહ્યા ન હતા. પેલી બટકીએ એના ઉપર દયા લાવી Page #108 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ડૉન કિવકસોટ! તેને પાણીનો કૂજો લાવી આપ્યો. સાન્કોએ એક ઘૂંટડો ભર્યો; પણ સાદુ પાણી જાણી તેનો પાછો કોગળો કરી નાખ્યો, અને ટટાર થવાય તે માટે કંઈક દારૂ જેવું જલદ પીણું પોતાને આપવા વિનંતી કરી. પેલીએ પોતાના ખીસાના પૈસાનો એક પ્યાલો વીશીમાંથી ભરી આણ્યો. તે પ્યાલો ગટગટાવી સાન્કો જલદીથી પોતાનું ગધેડું દૂર ઊભેલા માલિક તરફ દોડાવી ગયો. પણ ઉતાવળમાં તેનો ઝોયણો વીશીમાં પાછળ રહી ગયો. વીશીવાળાએ પોતાના હિસાબ પેટે તેને રાખી લીધો; તથા દરવાજો જલદી જલદી બંધ કરી દેવા વિચાર્યું. પણ સાન્કોને ઉછાળનારાઓને ડૉન કિવકસોટની તણખલા જેટલી પણ બીક ન હતી; એટલે તેઓએ દરવાજા બંધ કરવા ન દીધો. તેઓએ ઊલટા બહાર નીકળી, બંને જણનો ખૂબ હૂરિયો બોલાવ્યો. પણ નાઈટ લોકોથી સામાન્ય માણસો ઉપર હુમલો થઈ શકે નહિ, અને સાન્કો પોતે હવે જલદી જલદી દૂર ભાગવાના જ વિચારનો હતો, એટલે તેઓ બંને પાછું જોયા વિના આગળ જ ચાલતા થયા. બે અદ્ભુત પરાક્રમા! ૧ ડૉન કિવકસોટે રસ્તે જતાં હવે સાન્કોને પોતાનો નિશ્ચિત અભિપ્રાય જણાવી દીધો કે, “ એ વીશી કોઈ માયાવી કિલ્લો જ હતો; અને તેમાંના સૌ મહામાયાવી દાનવો હતા. નહિ તો હું ગમે તેમ કરી ભીંત કૂદીને પણ અંદર આવી શકયો હોત; તથા તને બચાવી લઈ, અંદરથી પેલી રૂપસુંદરીનું હરણ કરી ચાલતો થયો હોત. પરંતુ તે ભીંત આગળ આવીને ઊભવા છતાં મારાથી કે રોઝિનૅન્ટીથી ઠેકીને અંદર અવાયું જ નહિ — એટલે મારી ખાતરી થઈ ગઈ છે કે, એ બધી પેલી રૂપસુંદરીનું હરણ કરી આવેલા દાનવોની માયાજાળ જ હતી.” સાન્કોને પોતાના માલિકની આવી વાતો ઉપર હવે વિશ્વાસ બેસે તેમ રહ્યું નહોતું. Page #109 -------------------------------------------------------------------------- ________________ બે અદ્ભુત પરાક્રમો ! ૬૫ ડૉન વિકસોટે ભારપૂર્વક જણાવ્યું કે, “મારે હવે પેલી મંત્રેલી તરવાર મેળવવાનો સમય પાકી ગયો છે, જેના વડે માયામંત્રથી ઊભી કરેલી આડશો તરત વીંધાઈ જાય, અને જેને આગળ ધરતાં જ બધાં જાદુમંતર અલોપ થઈ જાય. જો મારી પાસે એ તરવાર અત્યારે હોત, તો તને હું મારી વાતની પાકી ખાતરી કરાવી આપત. .. સાન્કોએ કહ્યુ, “ પણ માલિક, તમારી દવાની પેઠે જ તમારી તે તરવાર પણ તમને નાઈટ લોકોને જ કામમાં આવી શકશે; મારે નસીબે તો માર જ ખાવાનો રહેશે. અને જો તમે એ તરવારની વિદ્યા અગાઉથી જાણતા હતા, તો એવી તરવાર લીધા વિના ઘેરથી નીકળ્યા જ શા માટે?” “ભાઈ, અનેક વસ્તુઓની જેમ જેમ જરૂર પડતી જાય છે, તેમ તેમ મને તે યાદ આવતી જાય છે. મે એટલું બધું વાંચ્યું છે કે, વાંચ્યા પ્રમાણેનું બધું તૈયાર કરીને જ નીકળવાનું રાખું, તો તો મારાથી કેટલે વરસેય નીકળાય નહિ. પણ હું મારાં બાવડાંમાં શ્રાદ્ધા રાખ; દર વખતે કંઈ તને આવાં દુ:ખ જ વેઠવાનાં નહિ મળે. "" એટલામાં જ દૂરથી ડૉન કિવસોટે રસ્તા ઉપર ધૂળનો ગોટો ચડતો જોયો. તે તરત બોલી ઊઠયા, “જો હવે પરાક્રમોનો યશસ્વી પ્રસંગ અત્યારે જ આવી પહોંચ્યો છે; આજે તને મારું એવું પરાક્રમ જોવા મળશે, જેને દિવસો સુધી ભવિષ્યની પેઢીઓ ગીતો રૂપે અને આખ્યાનો રૂપે યાદ કર્યા કરશે: કારણ કે, આ તો મોટી મોટી પ્રજાઓનું બનેલું લશ્કર જ કૂચ કરતું આવે છે. "" સાન્કોએ જવાબ વાળ્યો, “જો એમ જ હોય, તો તો બે લશ્કરો બે બાજુએથી આવે છે. કારણ કે, જુઓ ધૂળનો તેવો જ ગોટો પેલી બાજુથી પણ આવતો દેખાય છે. ,, (6 ડૉન કિવકસોટે થોડો વિચાર કરીને તરત જણાવ્યું, વાહે, વાહ, આ સામેથી આવે છે તે લશ્કર તો ટૅપ્રોબન ટાપુના શહેનશાહ અલીફૅફેરોંનું છે; અને પાછળથી આવે છે તે ગૅરેમેંશિયનોના રાજા પૅન્ટેપોલિનનું લશ્કર છે. તે બે રાજાઓ વચ્ચે મહાયુદ્ધ ફાટી નીકળવાનું છે.” “તે બે રાજાઓ વચ્ચે શા કારણે અણબનાવ છે, વારુ?” સાન્કોએ ડૉન કિવકસોટની અદ્ભુત જાણકારીથી ચકિત થઈને પૂછ્યું. Page #110 -------------------------------------------------------------------------- ________________ ડૉન કિવકસોટ! કારણ કે, અલીફેફેરો તો નાસ્તિક કાફર છે, અને તેને ખ્રિસ્તી રાજા પેન્ટપોલિનની રાજકુંવરી સાથે પરણવું છે. પણ પેન્ટપોલિને એવી શરત મૂકી છે કે, મારી કન્યા તારે જોઈતી હોય, તો તારે તારો નાસ્તિક ધર્મ તજીને આસ્તિક ધર્મમાં આવવું પડશે.” સાન્કોએ તરત જ કહ્યું, “તો તો ઑપોલિનની વાત સાચી હોઈ, આપણે તેની મદદમાં જ રહેવું જોઈએ.” “તે બરાબર જ કહ્યું છે, કારણ કે મારો પણ એવો જ અભિપ્રાય છે.” તો પછી હું મારા આ ગધેડાનું શું કરું? આવી ઘમસાણ લડાઈઓમાં કોઈ ગધેડા ઉપર બેસીને લડવા ઊતર્યું હોય, એમ મેં તો સાંભળ્યું નથી.” “અરે તારું ગધેડું અને મારો આ રોઝિનેન્ટી પણ હવે બદલાઈ. જશે. આપણે આ મહાયુદ્ધમાંથી સારામાં સારા ઘોડા અને સારામાં સારાં હથિયારો જીતી લાવીશું.” અને મારે માટે પેલા નાસ્તિકના ટાપુનું ગવર્નર-પદ પણ!” સાન્કોએ ઉત્સાહમાં આવી જઈને કહ્યું. “જરૂર, જરૂર,” ડૉન કિવકસોટે તરત જવાબ આપી દીધો. એ બંને લશ્કરોની હિલચાલ બરાબર નિહાળી શકાય તે માટે બંને જણ પ્રથમ તો એક ટેકરા ઉપર જઈને ઊભા. ત્યાં ઊભા ઊભા ડૉન કિવકસોટે બંને રાજાઓને ડાબે હાથે, જમણે હાથે, આગળ, અને પાછળ કયા કયા શૂરવીર સેનાપતિઓ અને યોદ્ધાઓ છે, તેમનાં નામની વિગતવાર યાદી કહી બતાવવા માંડી. સાન્કોએ આંખો ખેંચી ખેંચીને એ બધાં નામધારી પાત્રોમાંથી કોઈકને પણ જોવા પ્રયત્ન કર્યો, પરંતુ તેને ઘેટાંનાં બેં બેં અવાજ સિવાય, લશ્કરોની કૂચકદમ, પડઘમ કે રણશિંગાનો કશો અવાજ પણ સંભળાયો નહિ. ડૉન કિવકસોટે તેની આંખોએ બીકને કારણે પડળ આવી ગયેલાં જાણી, તેને કોઈ સુરક્ષિત જગાએ છુપાઈને બધું જોવા કહ્યું. પછી પોતે Page #111 -------------------------------------------------------------------------- ________________ બે અદ્ભુત પરાક્રમો! હાથમાં ભાલો મજબૂત રીતે પકડી, રૉઝિનેન્ટીને એડી મારીને, પાસે આવેલા એક ધૂળ-ગોટામાં ઝંપલાવ્યું. સાન્કોએ પણ તરત પાછળ પાછળ બૂમો પાડવા માંડી, “પાછા આવો, માલિક પાછા આવો! આ તો ઘેટાં-ગાડરનું ટોળું માત્ર છે, લશ્કર-બશ્કર કાંઈ નથી!” પણ ડૉન કિવક્સોટ તો કશું સાંભળ્યા વિના કે જોવાનો પ્રયત્ન કર્યા વિના, ઝનૂનમાં આવી જઈ, સીધા એ ગાડરના ટોળામાં ધસી ગયા, અને ચારે તરફ તેમણે ઘેટાંનો આડેધડ દારણ સંહાર આરંભ્યો. રોઝિનેન્ટી પણ હડકવા આવ્યો હોય તેમ એ ટોળામાં ઊછળી ઊછળીને એવા કૂદકારા મારવા લાગ્યો કે, ડૉન કિવસોટ તેના લશ્કરી ગુણોથી ખુશખુશ થઈ ગયા. ભરવાડોએ હવે પોતાનાં ઘેટાંની આ કારમી કતલ જોઈ, પોતાની ગોફણો હાથમાં લીધી અને વીંઝી વીંઝીને પથરા ઝીંકવા માંડયા. એક પથરો કમનસીબે ડૉન વિક્સોટની નાની પાંસળી ઉપર એટલા જોરથી વાગ્યો કે તેના કડાકો બોલી ગયા. તેમને તો એમ જ લાગ્યું કે પોતાના શરીરના વચ્ચેથી જ બે ટુકડા થઈ ગયા છે. તરત તેમને પોતાનું જાદુઈ ઔષધ યાદ આવ્યું અને તેમણે કમરે બાંધેલી ભંભલી ઊંચી કરી અને મોંએ માંડી. પરંતુ તે જ ઘડીએ બીજો એક પથરો સીધો આવી તેમની ભંભલી, હાથ અને દાંત ઉપર એવા જોરથી વાગ્યો કે, કજો ફૂટી ગયો, હાથ ખાંડો થઈ ગયો અને ત્રણ કે ચાર દાંત જુદા થઈ ગયા. આ બે ઘા એવા જોરદાર હતા કે, ડૉન કિવકસોટ તરત ઘોડા ઉપરથી મડદાની પેઠે જમીન ઉપર ચત્તાપાટ ગબડી પડયા. પેલા ભરવાડોને લાગ્યું કે, તે માણસ મરી જ ગયો છે, એટલે તેઓ તરત પોતાનાં મરી ગયેલાં ઘેટાં ઉપાડી, જલદી જલદી પોતાનાં બાકીનાં ગાડર સાથે પાછું જોયા વિના ત્યાંથી ભાગ્યા. સાન્કા ટેકરા ઉપર ઊભો ઊભો પોતાના માલિકનું ગાંડપણ જોઈ કપાળ કૂટતો હતો. પણ ડૉન કિવકસોટને હવે જમીન ઉપર તૂટી પડેલા જોઈ, અને ભરવાડોને ભાગી જતા જોઈ, તે ધીમે ધીમે પાસે આવ્યો. Page #112 -------------------------------------------------------------------------- ________________ ડૉન કિવકસોટ! “માલિક, મેં તમને પાછા ફરવા બૂમો પાડી, તો પણ તમે કેમ સાંભળી નહિ? એ લશ્કર નહોતું, પણ ઘેટાંનું ટોળું હતું, એવું મેં તમને બૂમો પાડીને કેટલી વાર કહ્યું?” અલ્યા ભાઈ, હું તને કહે કહે કરું છું કે, મારા દશ્મન જાદુગરો વેશપલટો કરવા-કરાવવાની વિદ્યા બરાબર જાણે છે. તેઓએ મને જોયો કે તરત મને ઓળખી લઈ, પેલા લશ્કરને ઘેટાંના ટોળામાં પલટી નાખ્યું; જેથી મને એકલે હાથે આખું લશ્કર હરાવ્યાનો યશ પ્રાપ્ત ન થાય. મારી પાસે પેલી જાદુમંતર વીંધનારી તલવાર નથી, તેની જ આ બધી પંચાત છે. પણ તારે ખાતરી કરવી હોય, તો તારા ગધેડા ઉપર બેસી, તેમની પાછળ જલદી જલદી જા; તો તને એ બધાં ઘેટાં બદલાઈને ડંકાનિશાનવાળું પૂરું લશ્કર થઈ ગયેલાં જોવા મળશે. પણ થોભ, હમણાં ત્યાં તેમની પાછળ ખાલી કુતૂહલથી જવાને બદલે મને ઊભો થવામાં મદદ કર; તથા મારા મોંમાં હવે કેટલા દાંત રહ્યા છે, તે જોઈ આપ.” . પણ સાન્કો તેમના મોંમાં આંગળી નાખી દાંત ગણવા જાય તે જ વખતે ડૉન કિવકસોટના પેટમાં ગયેલી પેલી દવાએ તેનું કામ શરૂ કર્યું અને તેમને એવી સખત ઊલટી થઈ કે, તેમને કેટલાય દિવસનું ખાધેલું જાણે બહાર નીકળી ગયું. દાંત પડી જવાથી મોંમાં લોહી ભરાઈ રહેલું તે પણ આ ઊલટી સાથે બહાર નીકળી આવ્યું, એટલે સાન્કોને એમ જ લાગ્યું કે તેના માલિકનું હૃદય જ ફાટીને બહાર નીકળી પડ્યું છે. પરંતુ થોડી વારમાં પેલા ઓકામણમાંથી નીકળતી દુર્ગધ ઉપરથી તે સમજી ગયો કે, એ બધું તો તેના માલિકની પેલી જાદુઈ દવાનું જ મિશ્રણ છે – ત્યારે તેને પોતાને એ દવાથી થયેલી ઊલટીઓ યાદ આવીને એવો ઊબકો આવ્યો કે તેણે તેના માલિકના મોં ઉપર જ પોતાનું ખાધેલું બધું ઓકી કાઢયું. પછી તે પોતાનું મોં તેમ જ માલિકનું મોં સાફ કરવા પોતાની ઝોળીમાંથી કાંઈક લઈ આવવા પોતાના ગધેડા તરફ દોડ્યો; પણ ગધેડા ઉપર ઝોળી ન હતી – વીશીમાં તે પાછળ ભૂલી આવ્યો હતો ! આ બધાથી તે એવો અકળાયો કે તેણે ઘર તરફ એકલા જ પાછા ફરવાનું નક્કી કર્યું – ભલે તેનો આટલા દિવસનો ચડેલો પગાર ડૂલ થાય કે ભવિષ્યમાં મળનારું કોઈ ટાપુનું ગવર્નરપણું પણ જાય! Page #113 -------------------------------------------------------------------------- ________________ બે અદ્ભુત પરાક્રમો! ડૉન કિવકસોટે હવે જેમ તેમ કરીને ઊભા થઈને સાજોની પાસે જઈ તેને આશ્વાસન આપવા માંડ્યું –“દરિયામાં તોફાન બહુ જ વધી જાય છે, ત્યારે જ તરત પાછળ શાંતિ ચાલી આવતી હોય છે. વળી દુ:ખનો પ્યાલો પહેલો ખાલી થઈ જાય, તે વધુ સારું ગણવું; કારણ કે, પછીથી સુખનો પ્યાલો દુ:ખના મિશ્રણ વિનાનો બની રહે છે,” ઇ૦. પણ સાન્કોને આ વખતે ઝટ આશ્વાસન મળી શકે તેમ નહોતું; તેણે કહ્યું, “મારા બાપના દીકરાને આજે સવારે શેતરંજીમાં નાખી જે રીતે ઉછાળ્યો છે, અને મારી માના દીકરાને જે રીતે ઝોળી વિનાનો તે લોકોએ કર્યો છે – તે જોયા-જાણ્યા પછી મને હવે આ નોકરીમાં – આ જાતના જીવનમાં કશો રસ રહ્યો નથી.” “શું આપણી ઝોળી ગઈ? તો તો આજે આપણે ઉપવાસ જ ખેંચવાનો છે, એમ?” પણ તમે, માલિક, આ ખેતરમાંથી પેલાં જાદુઈ મૂળિયાં અને વનસ્પતિ શોધી કાઢો, જે ખાધે ભૂખ જ ન રહે.” “અરે ભાઈ એ તો ભૂખ ન ા હોય ત્યારે ખાઈ લેવાનાં હોય છે, જેથી પછી વધુ ભૂખ ન લાગે. અત્યારે તો આપણને ભૂખ લાગી જ છે, ત્યારે એ મૂળિયાં શા કામમાં આવે? પરંતુ પરમાત્માની કૃપા ઉપર આશા રાખ અને શ્રદ્ધા રાખ; કારણ કે પરમાત્મા તો પર્વત ઉપર શિલાઓ નીચેનાં જીવડાંને પણ ખાવાનું પહોંચાડે છે અને મહાસાગરને તળિયે રહેલાને પણ. તો આપણે તો તેની સેવામાં નીકળી પડેલા બંદા છીએ; આપણને તે કદી ભૂખ્યા રહેવા નહિ દે.” માલિક, તમારે નાઈટ થવાને બદલે ધર્મોપદેશક થવા જેવું હતું, તો તમારા ઉપદેશથી ખુશ થયેલાં ભક્તજનો તરફથી મળતા મિષ્ટાન્નના ઢગલાઓથી મારા જેવા કેટલાય પેટ તથા કોઠાર ભરાઈ જાત. તેને બદલે આ માત્ર માર જ ખાયા કરવાનો ધંધો ક્યાંથી તમે પસંદ કર્યો, માલિક?” અને ખરેખર, વાતોથી કંઈ પેટ ભરાવાનું નહોતું, એટલે તેઓ કોઈક વસવાટની શોધમાં આગળ ચાલ્યા. રાત પડવા લાગી હતી, અને ડૉન કિવકસોટનું પેટ ભયંકર ઊલટીઓથી કયારનું ખાલી થઈ ગયું હતું. Page #114 -------------------------------------------------------------------------- ________________ ડૉન કિવકસોટ! બંનેમાંથી એકે જણમાં આશા કે ઉત્સાહનું એક ટીપું પણ રહ્યું નહોતું. તેવામાં અચાનક, દૂર અંધારામાં તેમણે દીવાઓનું એક મોટું ઝુંડ પોતા તરફ આવતું જોયું. સાન્કોના તો તે જોઈને મોતિયા જ મરી ગયા; કારણ કે આવા નિર્જન એકાંતમાં અંધારી રાતે આવા બધા દીવા કોઈ ભૂતાવળના જ હોય! ડૉન કિવકસોટે હવે અજબ ઉત્સાહ ધારણ કરી, સાન્કોને કહ્યું, “હવે આખા નરકની ભૂતાવળ ઠલવાઈને આપણી સામે દોડી આવે તો પણ તારે ગભરાવાની જરૂર નથી. પેલી માયાવી વીશી આગળ તો તારી ને મારી વચ્ચે મંત્રથી ઊભી કરેલી દીવાલ હતી; અહીં તો હું તારે પડખે જ છું- તારે ડરવાની જરા પણ જરૂર નથી.” બંને જણા એ ટોળાનો ક્યાસ કાઢવા રસ્તા ઉપરથી જરા બાજુએ હઠી ગયા. થોડી વારમાં દીવાઓના પ્રકાશમાં સફેદ સફેદ ઓળાઓ આવતા દેખાવા લાગ્યા. સાન્કોના પગ તે જોઈ છેક જ ભાગી ગયા. માણસો હોત, તો તો છેવટે કંઈક આશા રહેત; પણ આ આકાશી ઓળાઓની ચુંગલમાંથી નાસી પણ કેમ કરીને છુટાય? - થોડી વારમાં તો તેઓ જોઈ શક્યા કે, સફેદ ઝભ્ભાધારી વીસ ઓળાઓ ઘોડા ઉપર બેસીને હાથમાં મશાલો પકડીને આ તરફ જ સીધા આવતા હતા. તેમની પાછળ કાળાં કપડાંમાં ઢાંકેલી એક પાલખી આવતી હતી અને તેની પાછળ કાળા ઓછાડવાળાં ખચરો ઉપર કાળા પોશાક પહેરેલા છ જણ હતા. સફેદ ઝભ્ભાવાળાઓ મોંમાંથી કંઈક ઉચ્ચારો કરુણ અવાજે જપતા હતા. કાળી અંધારી રાતે વનવગડામાં આવું દૃશ્ય જોઈને સાન્કો કરતાં પણ મજબૂત હૈયાવાળા સ્કવાયરની છાતી બેસી જાય, અને ડૉન કિવક્સોટ ન હોય એવા કોઈ પણ નાઈટના મોતિયા મરી જાય. પણ ડૉન કિવકસોટને તો તરત પુસ્તકોમાં વાંચેલી એક વાત યાદ આવી – આ પાલખીમાં કોઈ નાઈટને ઘાયલ કરીને કે મારી નાખીને આ લોકો ઉપાડી જાય છે, અને એ નાઈટનું વેર લેવાનું હવે બીજા જીવતા નાઈટ તરીકે પોતાને માથે આવે છે! Page #115 -------------------------------------------------------------------------- ________________ બે અદ્ભુત પરાક્રમો! ૭૧ તરત તેમણે મજબૂત રીતે ભાલો હાથમાં પકડી, પોતાના ઘોડાને રસ્તા વચ્ચે લીધો. પછી તે બધા નજીક આવ્યા એટલે તેમણે ત્રાડ નાખીને કહ્યું કે, “ઊભા રહો, તમે લોકો કોણ છો, અને ક્યાંથી આવ્યા છો તે જણાવો; તથા આ પાલખીમાં તમે શું લઈ જાઓ છો તે કહી દો; કારણ કે તમે લોકો બદમાશો હશો, તો મારે તમને સજા કરવી પડશે; અને તમે લોકો બીજા કોઈ બદમાશથી પીડાઈને નાસી છૂટયા હશો, તો મારે તમારું વેર લેવું પડશે.” પેલા ધોળા ઝબ્બાવાળાઓમાંના એકે હવે કહ્યું, “અમે ઉતાવળમાં છીએ, તથા વીશી હજુ દૂર છે. અમારાથી તમારા પ્રશ્નોનો જવાબ આપવા થોભાય તેમ નથી.” ડૉન કિવક્સોટને આ જવાબથી બહુ ખોટું લાગ્યું; તેમણે તરત પાસે જઈ પેલાના ખચ્ચરની લગામ પકડી અને કહ્યું, “અવિનયી નાઈટ, મેં પૂછેલા પ્રશ્નોનો સીધો જવાબ આપ, નહિ તો લડવા તૈયાર થઈ જા; મારી આંખમાં ધૂળ નાખી, તમે લોકો તમારા દુષ્ટ કૃત્યની સજા પામ્યા વિના છટકી શકવાના નથી.” પેલાનું ખચ્ચર બહુ ભડકણ હતું. તેથી આ રીતે તેની લગામ ડૉન કિવકસોટે પકડતાં જ, તે તરત પાછલે પગે ઊભું થઈ ગયું અને તેનો સંવાર જમીન ઉપર ગબડી પડ્યો. આ જોઈ એ મંડળીનો એક નોકર જેવો માણસ આગળ આવી ડૉન વિકસોટને ધમકાવવા લાગ્યો. | ડૉન કિવકસોટને તેથી ખૂબ જ ગુસો ચડ્યો. તેમણે તરત રોઝિનેન્ટીને એ આખી મંડળી ઉપર ઊંધું ઘાલીને ઝીંકયો અને જાસ્સામાં આવી જઈ પોતાની તરવાર ચલાવવા માંડી. પેલા સફેદ ઝભાવાળા બધા પોતપોતાની મશાલો સાથે આમ તેમ ભાગવા માંડ્યા. પેલા શોકધારી કાળા પોશાકવાળાઓ પણ પોતાના કાળા ઝભાઓથી એવા જકડાઈ ગયેલા હતા કે બિચારાઓથી ઝટ ઝટ નાસી જઈ શકાય તેમ પણ નહોતું, – સામનાની વાત તો દૂર રહી. ઊલટા તેઓ તો પોતાની સાથેના મડદાને લઈ જવા આવેલું આ કોઈ નરકનું ભૂત છે, એમ માની વધુ ગભરાયા. અને ડૉન કિવકસોટને એક ઘસરકો પડ્યા વિના ઘેટાં જેવા Page #116 -------------------------------------------------------------------------- ________________ ડૉન કિવકસોટ! નિ:શસ્ત્ર આ માણસો ઉપર પોતાનાં હથિયાર જેમ ફાવે તેમ વીંઝવાની અને વાપરવાની પૂરી તક મળી. સાન્કોની છાતી પોતાના માલિકનું આ પરાક્રમ – આ હિંમત જોઈ ગર્વથી ફુલાઈને ફાટી જવા લાગી. વીસ-પચીસ ભયંકર ભૂતો સામે આમ એકલે હાથે – સામે મોંએ જ લડવું અને તે બધાને ભગાડી મૂકવાં, એ કંઈ જેવી તેવી બહાદુરી કે તાકાતનું કામ ન કહેવાય! ડૉન કિવસોટ હવે ખચ્ચર ઉપરથી ગબડીને નીચે પડેલા માણસ પાસે ધસી ગયા. તેના હાથની મશાલ પાસે જ સળગતી પડેલી હતી. એક હાથમાં તે ઊંચકી લઈ, બીજા હાથે પોતાની તરવાર તેના ગળા ઉપર મૂકી ડૉન કિવકસોટે હવે તેને ઝટપટ તાબે થઈ જવા ફરમાવ્યું. મહાશય, હું તો કયારનો તમારે શરણે જ આવી ગયેલો છું; કારણ કે, મારો પગ ભાગી ગયો હોવાથી મારાથી અહીંથી એક ડગલું પણ આગળ ભરાય તેમ નથી. ઉપરાંત, મને જો તમે મારી નાખશો, અને તમે સાચા ખ્રિસ્તી હશો, તો તમને તેથી મહા-પાપ લાગશે; કારણ કે, હું ઍલોન્ઝો લૉપેઝ નામનો પંડિત છું, અને હમણાં જ દૂર દૂર શાસ્ત્રાભ્યાસ તથા વિદ્યાભ્યાસ કરીને પાછો આવેલો છું. હું તથા બીજા અગિયાર પાદરીઓ સેગોવિયાના એક સદગૃહસ્થ બેસા બુકામે ગુજરી જવાથી, –ન્ત મરણમ્ – તેમનું શબ તેમના વતનમાં દાટવા લઈ જતા હતા. એ શબ હજુ પેલી પાલખીમાં જ ચિરનિદ્રામાં પોઢે છે.” પણ એ સદ્ગૃહસ્થને – નાઈટને કોણે હણ્યા તે તો ઝટ ભસી મર – માળા જડબાં પંડિત.” ભગવાને – પરમાત્માએ, સર્વવ્યાપક, સર્વશક્તિમાન, વિભુ પરમેશ્વરે હણ્યા; બીજા કોઈએ નહિ. દરેક જણને કાળના ગ્રાસ થવાનું સરજાયેલું જ છે– એમાંથી કોઈનો છુટકારો નથી – ભગવાને તેમના મોતને પ્લેગ રૂપે પાઠવ્યું અને તે જલદી આ ફાની દુનિયા તજી ગયા.” “તો તો પછી કુદરતી રીતે મૃત્યુ પામેલા એ નાઈટના મૃત્યુનું વેર લેવાનું મારે માથે રહેતું નથી – કારણ કે, હે પંડિત, તે જાણી લે કે, હું બિગડી સુધારનારો, દુ:ખિયાને ઉદ્ધારનારો અને પાપીઓને હણનારો મહા-નાઈટ ડૉન કિવક્સોટ દ લા-માંશા છું.” Page #117 -------------------------------------------------------------------------- ________________ ૭૩ બે અદ્ભુત પરાક્રમો! “પણ મહાશય, તમે મારો પગ સીધો સરખો હતો તેને ઊલટો બગાડયો, પછી તમે ‘બિગડી સાધારનાર’ અને પીડિતના ઉદ્ધારક કેમ કરીને કહેવાઓ? મને નથી લાગતું કે હવે ભગવાન પણ મારા વાંકા થયેલા આ પગને સીધો કરી શકે. પરાક્રમોની શોધમાં પૃથ્વી ઉપર વિચરતા તમે, એક મહાપંડિતની નાહક હત્યા કરી છે, મહેરબાન –” પણ ત્યારે તું આ બધાઓની સાથે આવા કામમાં શું કરવા ભળ્યો હતો? આવા બિહામણા ઝભ્ભા ઓઢી, આવાં મડદાં ઉપાડી જવાં અને દોરી જવાં, એ શું તાજું મહા-પંડિતનું કામ કહેવાય?” અરે ભગવાન, મીઠા મેવા મળે એવી સેવા કરવાની તક હું શા માટે જવા દઉં? પણ હવે તો મીઠા મેવાને બદલે બીજું કાંઈ જ મને મળ્યું છે, એટલે મારું કમનસીબ જ મને સામું મળ્યું છે, એમ મારે માનવું રહ્યું. પણ ઠીક, ઠીક, મહાશય હવે મને મારા ખચ્ચર ઉપર બેસાડી દો, તો તમારું કલ્યાણ થશે. કારણ કે, મારે હવે ઝટપટ પેલા બધા મારા સાથીઓ ભેળા થઈ જવું જોઈએ-નહિ તો આ અંધારી રાતે એકલો આ વનવગડામાં હું કેમ કરીને જીવતો રહીશ?”* - ડૉન કિવક્સોટને હવે સંતોષ થયો કે, પોતે તો આવા બિહામણા વરવા વેશમાં નીકળેલા લોકોને નરકના યમદૂતો માનીને જ પડકાર્યા હતા - અને તેમ કરવામાં પોતાનો ઇરાદો કેવળ શુભ હતો. એટલે તેમણે ઝટપટ સાજોને બૂમ પાડીને બોલાવ્યો અને આ પંડિતને તેના ખચ્ચર ઉપર બેસાડવામાં મદદ કરવા ફરમાવ્યું. આ દરમ્યાન, સાન્કો પેલા પાદરીઓ મુસાફરી દરમ્યાન ખાવાનું ભાથું વગેરે લાદેલું એક ખચ્ચર પાછળ પડતું મૂકી નાઠા હતા, તેના ઉપરથી પોતાનો જન્મો જમીન ઉપર પાથરી ઘણી ઘણી ચીજો તેમાં કે “આ પંડિતને એ આવે જોખમને વખતે પણ લાંબા લાંબાં વાકયો મૂકીને લેખકે તે જમાનાના (અને હાલના પણ નહીં?!) નાટયલેખકોની ઠેકડી કરી છે – જેઓ દુ:ખ અને ત્રાસને પ્રસંગે પણ પોતાનાં પાત્રોને મોંએ કેવળ ભભકભર્યા અને ગીતોભર્યા શબ્દો ઠાંસતા. – એ . Page #118 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ડૉન કિવકસોટ! બાંધી લેવાના કામે લાગ્યો હતો. તે હવે બધું પરવારી, જભાની ગાંઠડી વાળીને પોતાના ગધેડા ઉપર લાદી, ત્યાં આવી પહોંચ્યો. પેલા પાદરીને તેના ખચ્ચર ઉપર બેસાડી, તેના હાથમાં તેની મશાલ સોંપી તેને વિદાય કરતાં સાન્કોએ કહ્યું, “તમો લોકોને વિખ્યાત ડૉન કિવકસોટ દ લા-માંશા — ‘ દયામણા-મોંવાળા ’ સાથે પનારાં પડયાં હતાં, એટલું યાદ રાખજો!” જ્યારે પેલો પંડિત વિદાય થયો, ત્યારે ડૉન વિકસોટે સાન્કોને પૂછ્યું, “ભાઈ, તેં મને ‘દયામણા મોંવાળા' તરીકે કેમ ઓળખાવ્યો?” “માલિક, તમે એ પાદરા સાથે વાતો કરતા હતા ત્યારે તેના માં કરતાં તમારું જ માં મને એટલું બધું દયામણું લાગ્યું કે, મારા મોંમાંથી એ શબ્દ નીકળી પડયો. કદાચ તમે એ યુદ્ધમાં ખૂબ થાકી ગયા હશો, અથવા તમારા જડબામાંથી ઘણા દાંત તૂટી ગયા છે, તેથી તમારું માં મને એવું દેખાયું હશે.” 66 ના, ના, ભાઈ; મારી જીવનકથા લખવાનું જે ઋષિને સોંપાયું હશે, તે ઋષિને મારા એક ઉપનામની જરૂર હવે લાગી હશે; કારણ કે, જૂના જમાનાના ઘણા મશહૂર નાઈટોને ‘સળગતી તરવારવાળો’, ‘મૃત્યુઘંટવાળો’– એવાં એવાં ઉપનામો લાગુ પાડવામાં આવતાં. મારું પણ એવું કોઈ ‘-વાળો’ ઉપનામ હોવું જોઈએ, એમ આવશ્યક લાગવાથી, એ ઋષિએ જ તારા માંએ મારું એ નામ કઢાવડાવ્યું છે! એટલે આજથી હું એ ઉપનામ જ ધારણ કરું છું!” આટલું કહી ડૉન કિવસોટ પેલી પાલખી જોવા માટે જવાની તૈયારી કરતા હતા, તેવામાં સાન્કોએ તેમને આજીજી કરીને કહ્યું કે, “પેલાઓ એક જણ સામે લડતાં આમ ભાગી ગયા, તેની શરમના માર્યા ભેગા થઈ અહીં પાછા આવશે; પણ આપણે હવે કયાં નવરા છીએ? આપણે હજુ ખાવું પીવું છે—એટલે ભલે એ લોકો એમની મેળે આવી એમનું મડદું ઉપાડી જાય. આપણે તો પેલી ટેકરી તરફ જઈ, હવે નિરાંતે થોડું ખાઈએપીએ તો બસ. ‘મડદાં થાય કબર ભેળાં, અને જીવતાં થાય ભોજન ભેળાં ! ’એમ કહી તેણે ડૉન વિકસોટના જવાબની રાહ જોયા વિના સીધી ગધેડાને એડી જ મારી. Page #119 -------------------------------------------------------------------------- ________________ બે અદ્ભુત પરાક્રમો ! ૭૫ ડૉન કિવકસોટ પણ બધી બાબતનો વિચાર કરી, તેની પાછળ પાછળ જ ઊપડયા. થોડી વારમાં તે બંને જણા બે પર્વત વચ્ચેની એક ખીણમાં આવી પહોંચ્યા. ત્યાં એક જગાએ સરખી જમીન જાણી, ગધેડા ઉપરથી નીચે ઊતરી, સાન્કોએ પોતાનો જમાો છોડયો, અને તેમાંથી પોતે પડાવી લીધેલી સારી સારી ખાવાની વાનીઓ કાઢી. બંને જણ હવે નિરાંતે બેસી, વાતો કરતા કરતા પોતાના પેટની આગ ઠારવા લાગ્યા. પણ સત્યાનાશ! પેટની આગ માત્ર ખાધાથી શી રીતે ઠરે? સાથે પીવાનું કંઈક જોઈએ ને ! પણ સાન્કોએ ઉતાવળમાં પાદરીઓના સામાનમાંથી એવું કશું શોધવાની કે લઈ લેવાની પંચાત કરી નહોતી. હવે બંને જણ તરસથી અકળાવા લાગ્યા. પણ સાન્કોએ આસપાસના ઘાસ ઉપર હાથ ફેરવીને કહ્યું, “માલિક, આટલામાં પાસે જ કયાંક પાણી હોવું જોઈએ; નહિ તો આવું ઘાસ અહીં ઊગે નહિ. ,, તરત જ બંને પોતપોતાના વાહનને લગામથી દોરતા, અંધારામાં ધીરે ધીરે આગળ ચાલ્યા. બસોએક ડગલાં તેઓ આગળ ચાલ્યા, એવામાં તેમને ઊંચેથી પાણી પડતું હોય એવો ખળખળ અવાજ સંભળાયો. તેઓ રાજી થઈ તે અવાજ કઈ બાજુએથી આવે છે તે નક્કી કરવા લક્ષ દઈને સાંભળવા લાગ્યા. તેવામાં તેમને વચ્ચે વચ્ચે નિયમિત આવતો મોટો ધડાધડ અવાજ તથા સાંકળો અને લોખંડ અફળાવાનો રણકાર પણ સંભળાયો. એ ધડાધડ અવાજ એવો જોરદાર હતો કે, કોઇની પણ છાતી બેસી જાય. અજાણી જગા, ઘોર અંધકાર, નિર્જન સ્થાન, ઝાડનાં પાંદડાંનો જોરથી આવતો રવરવાટ, અને વચ્ચે વચ્ચે આ ધડાધડ ઠોક! સવાર થવાને હજુ વાર હતી; અને આવી ભય ભરેલી જગામાં પડી રહેવું એ પણ જોખમકારક. પરંતુ ડૉન કિવકસોટ જેનું નામ, તે કશાથી ડરીને થોભે શાના? તેમણે તરત એ અજ્ઞાત જોખમમાં ધસી જવાનો મનસૂબો કર્યો, તથા સાન્કોને બીક લાગતી હોય તો પાછળ જ રહેવા જણાવ્યું. સાથે સાથે તેમણે ધીમે રહીને ઉમેર્યું: “જો હું ત્રણ દિવસ સુધીમાં આ જગાએ પાછો ન આવ્યું, તો તારે જાણવું કે હું કોઈ ભયંકર કાવતરાનો ભોગ થઈ ચૂકયો છું; તો પછી તારે સીધા લેડી ડુલિનિયાને Page #120 -------------------------------------------------------------------------- ________________ ડૉન કિવકસોટ! જઈને મળવું અને તેમના વફાદાર સેવકના ઉપર શું શું વીત્યું છે, તથા તેમનું નામ દિગંતમાં મશહૂર કરવા તેમની મેં શી શી સેવાઓ બજાવી છે, તેનો સંપૂર્ણ અહેવાલ આપવો.” સાન્કો આવા આખરી વિદાયના શબ્દો સાંભળી રડી પડ્યો અને કરગરીને કહેવા લાગ્યો, “અત્યારે અંધારું છે, અને કોઈ પણને જોવું નથી; ત્યાં સુધીમાં આપણે અહીંથી પાછા ચાલ્યા જઈએ, તો તેમાં કશી નામોશી નથી. હાથે કરીને અંધારામાં કૂદી પડવાનું આપણે કોઈને લખી આપ્યું નથી! ઉપરાંત આવા અંધારામાં મને એકલાને છોડીને તમે ચાલ્યા જશો, તોપણ હું ફફડીને જ મરી જઈશ, અને મારાં બૈરીછોકરાં રવડી મરશે.” | ડૉન કિવકસોટે જવાબ આપ્યો, “મારે વિષે કદી એમ નહીં કહે-- વાવું જોઈએ કે, હું કાકલૂદીઓથી કે આંસુથી પલળીને કે ભય અથવા ડરથી કંપીને કોઈ પરાક્રમમાંથી પાછો હટી ગયો. ઉપરાંત હું તો અહીં, જ છપાઈ રહેજે; અને ધાર કે હું જીવતો પાછો ન આવું, તો પણ મારા વિલમાં મેં તારે માટે ભરણપોષણની પૂરતી જોગવાઈ કરી રાખી છે.” સાન્કો સમજી ગયો કે, તેના માલિક માત્ર સમજાવવાથી માને તેવા નથી; ઊલટા, જેમ જેમ ના કહીશું તેમ તેમ તે વધુ જુસ્સામાં આવશે. એટલે તેણે યુક્તિ કરીને રોઝિનેન્ટીના પાછલા બે પગ પોતાના ગધેડાના અછોડા સાથે બાંધી દીધા. એટલે જ્યારે ડૉન કિવકસોટે રોઝિનેન્ટીને આગળ જવા એડી મારી, ત્યારે તે ડોક આગળથી ગમે તેટલો ઊંચોનીચો થયો પણ તેની જગાએથી એક ઈંચ પણ આગળ ખસ્યો નહિ. ડૉન કિવકસોટે ઘણા ધમપછાડા માર્યા, પણ કાંઈ વળ્યું નહિ. છેવટે સાન્કો બોલી ઊઠયો, “જુઓ ભગવાન જ એવું ઇચ્છે છે કે, તમે આ અંધારામાં આગળ જાઓ નહીં; એટલે તે રોગનેન્ટી જેવા ડાહ્યાકહ્યાગરા પ્રાણીને પણ આગળ ચસકવા દેતા નથી.” છેવટે થાકીને ડૉન કિવકસોટે અજવાળું થાય ત્યાં સુધી ત્યાં થોભવાનું કબૂલ કર્યું. પણ થોડી વારમાં ભયના માર્યા સાન્કોને ઝાડો થવા લાગ્યો. પણ ડૉન કિવકસોટને છોડીને ખસવાની જરાય હિમત ન હોવાથી, તેણે ત્યાં ને ત્યાં Page #121 -------------------------------------------------------------------------- ________________ બે અભુત પરાક્રમો! જ ઝાડો કર્યો. ડૉન કિવકસોટને કંઈક દુર્ગધ આવી ખરી; પણ તેથી તો પેલો ધડાધડ અવાજ કરનારા દૈત્યોની જ કંઈક કાળી કામગીરીની તેમની કલ્પના મજબૂત થઈ. સવાર થવા આવતાં સાન્કોએ રોઝિનેન્ટીના પાછલા પગેથી પેલું દોરડું છોડી નાખ્યું, એટલે રોઝિનેન્ટી હવે છૂટો થઈ ખરીઓ પછાડવા માંડ્યો. તેને શુભ શુકન માની હવે ડૉન કિવકસોટ સાન્કો સાથે ધીમે ધીમે એ અવાજ જ્યાંથી આવતો હતો તે તરફ આગળ વધવા લાગ્યા. થોડે દૂર ગયા પછી ઝાડોની ઘટામાંથી તેઓ બહાર નીકળ્યા, ત્યારે ઊંચે શિલાઓમાં થઈને નીચે પડતો એક ધોધ તેમની નજરે પડયો. એ ધોધ જ્યાં પડતો હતો તે નીચેના ભાગમાં મકાન જેવું કંઈક હતું. પેલો ધડાધડ અવાજ તેની પાછળથી જ આવતો હતો. એ ધડાધડ અવાજથી ડરીને રોઝિનેન્ટી અચાનક થંભી ગયો. ડૉન વિકસોટે તેને થાબડ્યો અને બુચકાર્યો, ત્યારે ધીમે ધીમે ખચકાતો ખચકાતો તે આગળ ચાલવા લાગ્યો. ડૉન કિવકસોટ કોઈ રાક્ષસી અત્યાચારનું કૃત્ય નજરે જોવા મળશે અને કોઈના બચાવમાં ઝંપલાવવાનું થશે એમ માની, ભગવાનને તથા લેડી ડુલસિનિયાને ઉતાવળે યાદ કરવા લાગી ગયા. સાન્કો પણ બરાબર રોઝિનેન્ટીની આડમાં રહી તેના પગ વચ્ચેથી આગળ શું દેખાય છે તે જોવા પ્રયત્ન કરવા લાગ્યો. થોડે દૂર જતાં એક શિલા આગળનો વળાંક પસાર કરતાં જ તેમની નજરે જે દેખાવ પડયો તે જોઈ, – વહાલા વાચક ગભરાવાની જરૂર નથી, કોઈના અરે સાન્કોના પણ છક્કા છૂટી ન ગયા, પણ તેના હસવાના બંધ જરૂર ખૂલી ગયા. કારણ કે પાણીના ધોધથી યાંત્રિક રીતે ચાલતા કપડાં ધોવાના રાક્ષસી ધોકા જ ત્યાં કપડાંના ઢગલા ઉપર ફડાફડ પડતા હતા. અર્થાત પવનચક્કીની જેમ આ એક પાણી-ચક્કી હતી. ડૉન કિવકસોટને સાન્કોના આ ખડખડાટ હસવાથી માઠું લાગી ગયું; અને તેમણે પોતાના ભાલાનો હાથો તેના ખભા ઉપર જોરથી ઠપકારીને તેને વિનયવિવેકથી વર્તવાની શીખ આપી. કારણ કે, નાઈટ લોકોને સામાન્ય મજરિયાત વર્ગના લોકો પોતાના કામકાજ માટે જે આવી Page #122 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ડૉન કિવકસોટ! તુચ્છ યાંત્રિક ગોઠવણો કરે, તેની માહિતી શી રીતે હોય? સામે શું છે એ જાણવાની પરવા કર્યા વિના બહાદુરીથી તેની સામે ધસી જવા તૈયાર થઈ જાય, એમાં જ તેમની ખૂબી તો રહેલી છે. સાન્કોને એ છેવટની વાત તો કબૂલ કર્યા વિના ચાલે તેમ નહોતું. ૧૦ મૅમ્બિનેને સુવર્ણ-ટેપ થોડી વારમાં વરસાદ વરસવા માંડ્યો. એટલે સાન્કોએ ઝટપટ પેલી પાણી-ચક્કીના મકાનમાં જ પેસી જવાનો વિચાર કર્યો. પરંતુ એ જગાને કારણે પોતાની ઠેકડી થઈ હોવાથી ડૉન કિવક્સોટને એ સ્થળ ઉપર તિરસ્કાર આવી ગયો હતો; એટલે તે ત્યાં જવા કબૂલ જ ન થયા. થોડી વારમાં તેઓ ધોરી માર્ગ ઉપર આવી પહોંચ્યા. થોડે દૂરથી તેમણે એક ઘોડેસવારને સોના જેવું ચળકતું કશુંક માથે મૂકી આ તરફ આવતો જોયો. ડૉન કિવકસોટે તરત સાન્કોને એ બતાવીને કહ્યું, “એક બારણું બંધ થાય ને બીજે ઊઘડે એવી જે કહેવત છે, તે આનું નામ! કહેવતોમાં લોકોએ પોતાનો કેવો કીમતી અનુભવ સંઘર્યો હોય છે! ગઈ રાતે આપણે પાણીચક્કી સામે દોડી જઈ, હાસ્યાસ્પદ બન્યા હતા, પણ અત્યારે જો, એક સારાં પરાક્રમ જ આપણી તરફ આવી રહ્યું છે! આમાં તો અંધારાને કારણે કે અજાણ્યા અવાજોને કારણે કશી ભૂલ થાય તેવું જ નથી. આ તો મૉમ્બિનો નામના મહા બળવાન આરબ વીરનો જાણીતો સુવર્ણ-ટોપ પહેરીને કોઈ ઘોડેસવાર નાઈટ આવે છે. હવે, મેં જે કોઈ નાઈટ પહેલો સામે મળે, તેનો ટોપ ઉતારી લેવાની પ્રતિજ્ઞા કરી છે, તે તો તું જાણે છે.” સાન્કોએ ઝટપટ ડૉન કિવકસોટને સંભળાવી દીધું કે, “શેતરંજીમાં ઘાલીને ઉછાળવાથી કે અંધારામાં થયેલી મારપીટથી મારાં હાડકાં-પાંસળાં Page #123 -------------------------------------------------------------------------- ________________ | મૅમ્બિનોનો સુવર્ણ-ટોપ ૭૯ ગમે તેવાં ખોખરાં થયાં હશે, પણ મારી આંખો તો હજુ સાબદી જ જ છે. એટલે મને જે સ્પષ્ટ દેખાય છે તે મને કહી લેવા દો–આ સામાં આવતો કોઈ ઘોડેસવાર નથી; કારણ કે તેના પગ નીચે મારા જેવું જ રૂડું રૂપાળું ગધેડું સ્પષ્ટ દેખાય છે. તેના માથા ઉપર ટોપ-હોપ કંઈ નથી પણ વાસણ જેવું કશુંક ઊંધું પાડેલું છે, અને તે સોના જેવું ચળકે છે, એટલું ખરું.” ડૉન કિવકસોટે કંટાળાભરેલા અવાજે જવાબ આપ્યો, “તું તો હંમેશનો ડરપોક, શંકાશીલ અને ઉત્સાહ ઉપર ટાઢે પાણી રેડનારો માણસ રહ્યો. મારે તારી સાથે જીભાજોડીમાં વખત બગાડવો નથી; હું તો પેલો સુવર્ણ-ટોપ મેળવવા જ માગું છું; તને બીક લાગતી હોય તો તું અહીં બાજુએ ઊભો રહે.” “માલિક, હું તો અહીં જ ઊભા રહેવાનો છું; પરંતુ, આ પણ તમારું પાણી-ચક્કી જેવું જ પરાક્રમ થઈને ઊભું રહેશે એવું મને સ્પષ્ટ દેખાતું હોવાથી હું તમારું ધ્યાન ખેંચું છું.” ખબરદાર, સાન્કોડા!” ડૉન કિવક્સોટ હવે ગુસ્સે થઈ ત્રાડી ઊઠયા; “આજથી સમજી રાખ કે, જો તે ફરી મને પાણી-ચક્કી એટલો શબ્દ પણ ભૂલેચૂકે સંભળાવ્યો, તો હું સોગંદપૂર્વક કહું છું કે, મારી મારીને તારો મુરબ્બો કરી નાખીશ.” સાન્કોએ તરત પોતાના હોઠને તાળું મારી દીધું; કારણ કે, હવે માલિકના હાથનો જ માર ખાવાનું તેને બાકી રહ્યું હતું! વાત એમ હતી કે, એ બાજુ બે ગામડાં પાસે પાસે આવેલાં હતાં. પરંતુ એમાંનું એક ગામડું એવું નાનું હતું કે, તેમાં એક દુકાન ન હતી કે એકે હજામ ન હતો. એટલે આ બાજુના ગામનો હજામ જ જ્યારે પેલા ગામમાં કોઈની ફસ ખોલવાની હોય કે હજામત કરવાની હોય, ત્યારે પોતાનું કાંસાનું તાંસળું લઈને તે ગામડે જતો. આજે વરસાદ પડતો હતો એટલે પોતાની નવી હેટ બગડી ન જાય તે માટે તેણે પોતાનું તાંસળું માથા ઉપર ઊંધું પાડ્યું હતું. એ તાંસળું તાજું જ ઘસી-માંજીને ઊજળું કરેલું હોવાથી, દૂરથી ચમકારા મારતું હતું. Page #124 -------------------------------------------------------------------------- ________________ ડૉન કિવકસોટ! ડૉન કિવક્સોટને બધું પોતાનાં કલ્પના-ચક્ષુથી જ જોવાની ટેવ હતી; એટલે તેમણે પોતાના ઘોડાને સીધો તે હજામ ઉપર દોડાવી મૂકયો અને થોડે દૂરથી બૂમ પાડીને તેને કહ્યું, “બદમાશ, લડવા તૈયાર થઈ જા, અથવા તે પડાવી લીધેલો વિખ્યાત સુવર્ણ-ટોપ મને સોંપી દે.” પેલા હજામે આ કોઈ વિચિત્ર દેખાવવાળા માણસને ભાલો હાથમાં રાખી, સીધો પોતાના તરફ ધસી આવતો જોઈ, ડહાપણ વાપરી તરત ગધેડા ઉપરથી પડતું નાખ્યું, અને પછી ઝટપટ ઊભા થઈ જઈ, ખેતરો તરફ ભાગવા માંડયું -શિકારીઓને પાછળ પડેલા જોઈને સસલું ભાગે તેમ! ડૉન કિવકસોટે હવે મેદાનના સંપૂર્ણ માલિક બની, પાસે આવી પેલો સુવર્ણ-ટોપ ઉપાડી લેવા સાન્કોને કહ્યું. સાન્કોએ પાસે આવી, એ તાંસળું હાથમાં લીધું અને કહ્યું, “માલિક, આ તો કેવળ એક તાંસળું છે.” | ડૉન કિવકવોટે તે તાંસળું માથે મૂકી દીધું, અને સાન્કોને કહ્યું, “મૂરખ, આ સોનાનો સુવર્ણ-ટોપ જેના હાથમાં આવ્યો હશે, તેણે એનો ઉપયોગ સમજ્યા વિના, કેવળ પૈસાના લોભમાં એનો નીચેનો મહોરાવાળો ભાગ કાપી લઈને વેચી ખાધો છે. બાકીનો આ અર્ધો ભાગ તેથી જ તને તાંસળા જેવો દેખાય છે. કોઈ શહેર રસ્તામાં આવશે ત્યારે હું આનો બાકીનો મહોરાનો ભાગ કરાવી લઈશ, એટલે પછી સોનીઓના દેવે યુદ્ધના દેવ માટે ઘડેલા ટોપ કરતાં પણ એ વધુ જોવા જેવો બનશે. દરમ્યાન આટલો અર્ધો ભાગ પણ માથા ઉપર રાખવાથી પથરો બથરો વાગતો તો અટકશે.” “ખરી વાત માલિક, જુઓને બે લશ્કરી સાથેની અથડામણમાં ગોફણનો પથરો વાગવાથી તમારા પેલા કીમતી ષધની ભંભલી અને તમારા જડબાના કેટલાય કીમતી દાંત તૂટી ગયા હતા.” ભાઈ, તારે એ ભંભલી તૂટી ગયાનો શોક કરવાની જરૂર નથી; કારણ કે એ જાદુઈ ઔષધ બનાવવાની રીત મને યાદ છે જ; એટલે આપણે ગમે ત્યારે તે ઔષધ ફરી બનાવી શકીશું, એટલે મારે કે તારે કશા ઘા પડે તેથી ડરવાની જરૂર નથી.” Page #125 -------------------------------------------------------------------------- ________________ મૅબ્દિનોનો સુવર્ણ-ટોપ “માલિક, એ દવા તો નાઈટોને જ કારગત નીવડે છે, એટલે હવે મારે એ ઔષધ જીવતાં કદી પીવું ન પડે એવી જ ભગવાનને મારી પ્રાર્થના છે, ઉપરાંત મારપીટ તથા વાગવાના મોકા આવવા જ ન દેવા એ જ આ બધાનો સહેલો ઉપાય છે. હવે ફરીથી કોઈ બદમાશો મને શેતરંજીમાં ઉછાળે એવું મારે થવા દેવું જ નથી.” “અરે ભાઈ, તું એવી બધી ભૂતકાળની વાતો અને ભૂતકાળનાં વેર સાચા ખ્રિસ્તીની પેઠે ઝટ ભૂલી જતાં શીખ. એ શેતરંજીવાળો બનાવ તો પેલા તોફાની લોકોનો એક ખેલ જ હતો; તેને મન ઉપર બહુ લેવાની જરૂર નથી. મેં પણ એને ખેલ ગણી કાઢયો ન હોત, તો ક્યારના પાછા જઈને એનું વેર વાળ્યું હોત.” ભલે, તો હું પણ એ બનાવને ખેલ જ ગણી કાઢીશ; કારણ કે, તેનું વેર લેવાનું તો તમને પણ મંજૂર નથી. પણ હવે આપણે આ ગધેડાનું શું કરવું છે?” “વિયી નીવડેલા નાઈટોનો એવો શિરસ્તો નથી કે, હારેલા નાઈટની મિલકતનો કબજો લેવો. પોતાનો ઘોડો યુદ્ધમાં માર્યો ગયો હોય કે ઘાયલ થયો હોય તો તો તેનો ઘોડો કામમાં લઈ શકાય. પણ મારો ઘોડો તો સાજો છે, એટલે એ ઘોડાને કેવળ યુદ્ધમાં જીત્યો હોવાને કારણે ચાલતો પાછળ લઈ લેવો તે યોગ્ય ન કહેવાય.” પરંતુ નાઈટ લોકો ભલે દુમનનો ઘોડો સાથે લઈ ન લે; પણ તેમના સ્કવાયરો દુશ્મનના સારા ગધેડાને પોતાના ખરાબ ગધેડાને બદલે બદલી શકે કે નહિ, તે મને કહો માલિક. કંઈ નહિ તોય, મારા ગધેડાનું ખોગીર જૂનું થઈ ગયું છે, તો આ દુશ્મનના ગધેડાનું નવું ખોગીર બદલી લઉં કે નહિ?” “પ્રાચીન ગ્રંથો દુશમનના ગધેડાનું (ભલે તું આ ઘોડાને ગધેડું જ કહે) ખોગીર તેમના સ્કવાયરો બદલી લઈ શકે કે નહિ, તે બાબતમાં ચૂપ હોવાથી, હું તને ખોગીર બદલવાની પરવાનગી આપું છું.” સાન્કોએ વધુ રાહ જોયા વિના તરત પોતાના ગધેડાનું જૂનું ખોગીર કાઢી નાખ્યું અને પેલા હજામના ગધેડાનું નવું ખોગીર તેના ઉપર ડૉ.-૬ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ડૉન કિવકસોટ! ચડાવી દીધું. આથી તેનું ગધેડું તેના શબ્દોમાં “ચારમાંથી ત્રણ હિસ્સા નવું થઈ ગયું. હવે બને જણ રોઝિન્ટી લઈ જાય તે તરફ શાંતિથી આગળ ચાલ્યા. થોડે દૂર ગયા પછી સાન્કોએ ધીમે રહીને વાત કાઢી, “માલિક, આવા નિર્જન વન-વગડામાં રખડવા કરતાં, આપણે કોઈ મોટા રાજામહારાજાઓ કે અમીર-ઉમરાવો રહેતા હોય અને લડતા હોય એવા ભાગમાં જઈએ તો વધુ સારું નહિ? અહીં તમે ફાવે તેવાં મોટાં પરાક્રમો કરો તો પણ આજુબાજુ જોનારું કે તેમની કદર કરનારું કોઈ હોતું નથી. એટલે મહાન પરાક્રમોને અંતે મળતો સત્કાર, મોટો ભોજન-સમારંભ કે ઈનામ-અકરામ એમાંનું કશું તમને પ્રાપ્ત થતું નથી.” | ડૉન કિવકસોટે વિચાર કરીને જવાબ આપ્યો, “ભાઈ, બધા નાઈટો પ્રારંભે અજાણી જગાએ જ પરાક્રમો કરવાનું શરૂ કરે છે. પછી તેમની કીર્તિ જેમ જેમ ફેલાતી જાય છે, તેમ તેમ મોટા મોટા રાજાઓ કે અમીર-ઉમરાવો પોતાની કોઈ મુશ્કેલીમાંથી ઉદ્ધાર કરવા તેમની મદદની યાચના કરતા તેમને પોતાને ત્યાં બોલાવી જાય છે. તે વખતે તેઓ પોતાના નગરમાં તે નાઈટના પ્રવેશ વખતે ભારે સત્કાર-સમારંભ ગોઠવે છે. તે વખતે રાજાની કુંવરી અને તેની તહેનાતમાં રહેતી કુમારિકા-સખી પણ હાજર હોય છે. પછી રાતે ભોજન-સમારંભ બાદ તે રાજકુંવરી પોતાની સખી મારફતે સંદેશ મોકલી તે નાઈટને ગુપ્ત રીતે મળવાનું ગોઠવે છે. તેમાંથી તે એ નાઈટને જ પતિ તરીકે સ્વીકારવા તૈયાર થઈ જાય છે. પણ દરમ્યાન તે રાજકુંવરીના પિતાના રાજ્ય ઉપર ચડી આવેલા દુશ્મનો સામે પેલા નાઈટને લડવા જવાનું થાય છે. તે વખતે મહેલ પાછળના બગીચાઓનાં ઝુંડોમાં રાજકુમારી નાઈટને વિદાય-દુ:ખથી ભાગી પડતે હૃદયે રણસંગ્રામમાં વિદાય આપે છે, અને લડાઈમાંથી વિજયી થઈને આવ્યા બાદ પોતાની સાથે લગ્ન કરવાનું વચન લીધા બાદ જ તેને લડવા જવા દે છે. એ લડાઈમાં વિજ્યી નીવડીને તથા ભારે પરાક્રમોથી મોટાં યશકિતી સંપાદન કર્યા બાદ તે નાઈટ પાછો તે રાજાના નગરમાં વિજયપ્રવેશ Page #127 -------------------------------------------------------------------------- ________________ મૅમ્બ્રિનોનો સુવર્ણ-ટોપ ૮૩ કરે છે. તે વખતે પેલી રાજકુમારીના આનંદનો પાર રહેતો નથી. અને ભોજન-સમારંભને અંતે ગુપ્ત સ્થાનમાં મળ્યા બાદ તે રાજકુંવરી તે નાઈટને પોતાની સાથે લગ્ન કરવા આપેલા વચનની યાદ દેવરાવે છે. રાજા પોતાની કુંવરીને કોઈ રાજ-પુત્ર સાથે જ પરણાવવા ઇચ્છતો હોય છે, અને નાઈટ રાજાનો પુત્ર છે કે નહિ તે કોઈ જાણતું હોતું નથી. રાજકુંવરી નિરાશ થઈ જાય છે: પણ પછી તેનો પ્રેમ વિજયી નીવડે છે અને નાઈટ તેનું હરણ કરી જઈ છૂપી રીતે તેને પરણી જાય છે. પછી રાજા તેમનો સ્વીકાર કરે છે. ,, “ પણ માલિક, આ તો તમારા ખુશનસીબની બધી વાત થઈ; પણ તમારા ગરીબડા સ્કવાયરનું આ બધામાં શું રુંધાયું?” “લે, પેલી રાજકુંવરીના ગુપ્ત સંદેશા લાવતી લઈ જતી તેની કુમારિકા સખીને પણ સાથે જ ઉપાડી જવાની અને તેની સાથે તારાં લગ્ન કરાવી દેવાનાં. અને હું તને ઉમરાવ-પદ બધું એટલે તારી સાથે લગ્ન કરવાનો પેલી કુમારિકાને વાંધો પણ ન રહે. પણ એટલું યાદ રાખજે કે, પછી તું આવી દાઢી-બાઢી ગાલ ઉપર ઊગવા દઈશ એ નહિ ચાલે; કારણકે, અમીર-ઉમરાવોના ગાલ ઉપર વાળનો એક તાંતણો પણ ઊગેલો રહેવો ન જોઈએ.” “માલિક, એની ફિકર ન કરશો; હું એક હજામને મારા તહેનાતદાર તરીકે જ રાખી લઈશ; તથા બહાર જઈશ ત્યારે પણ તેને મારા ઘોડા ઉપર જ પાછળ બેસાડીને લઈ જઈશ, એટલે કશો વાંધો જ નહિ આવે: નોકરનો નોકર, અને હજામનો હજામ !” “પણ અમીર-ઉમરાવો પોતાના જ ઘોડા ઉપર પાછળ કોઈને બેસાડીને લઈ જાય, એવું મેં જાણ્યું નથી; પોતાના સેવકોને તો બીજા ઘોડા ઉપર પાછળ આવવા કહેવું જોઈએ.’ “માલિક, એ બધી હજામ-ફજામની પંચાત તમે મૂકોને! પહેલાં તમે રાજા થઈ જાઓ અને મને ઉમરાવ બનાવી દો, એટલે બસ!” ડૉન કિવકસોટને એ સામે કશું કહેવાનું ન હતું; અને કશું કહે તે પહેલાં તો તેમની નજરે એવું એક દૃશ્ય પડયું કે જે તેમની આ વિજ્યયાત્રામાં એક વિચિત્ર ભાગ ભજવનારું બનવાનું હતું. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧ બંદીવાની મુક્તિ ગયા પ્રકરણને અંતે, ઉતાવળે અમે જણાવી ગયા તેમ, બંને જણ વાતો કરતાં કરતાં આગળ જતા હતા, તેવામાં તેમની નજરે એક વિચિત્ર દૃશ્ય પડ્યું. ગળે એક લાંબી સાંકળ બાંધેલા અને કોઈ કોઈને હાથે પગે બીજાં બંધન નાખેલા બાર માણસો ધીમે ધીમે રસ્તે ચાલતા આવતા હતા. બંદૂકધારી બે ઘોડેસવારો, તથા તરવાર-કટારધારી બે પગપાળા રક્ષકો તેમની સાથે હતા. સાન્કો તેમને જોઈ બોલી ઊઠ્યો, “ઓ માલિક, આ બિચારાઓને સાંકળે બાંધી રાજાજીનાં વહાણ ઉપર મજૂરી કરવા લઈ જાય છે!” “શું રાજા પણ કોઈને બળાત્કારે આમ કામ કરવા ધકેલી દઈ શકે?” ડૉન કિવસોટે પૂછયું. “માલિક, મારા કહેવાનો અર્થ એટલો જ હતો કે, આ બદમાશ ગુનેગારોને કાયદા પ્રમાણે સજા કરીને રાજાજીનાં વહાણો ઉપર હલેસાં મારવા લઈ જાય છે.” ભલે તેમ હોય, છતાં તેઓ પોતાની મરજીથી ત્યાં ન જતા હોય, તો તેમને પરાણે લઈ જવામાં આવે છે, એટલું તો ખરું ને? તો પછી એ બધાનો એ સંકટમાંથી – એ દુ:ખમાંથી ઉદ્ધાર કરવો એ મારો ધર્મ બની રહે છે. કારણ કે, નાઈટ જ્યાં જ્યાં વિચરે, ત્યાં સામાન્ય માણસ ઉપર પણ કશો જોરજુલમ થતો હોય – ભલે પછી તે રાજાના હુકમથી થતો હોય – તો તેને તેમાંથી છોડાવવો એ નાઈટનું કર્તવ્ય બની જાય છે.” પણ એટલામાં તો પેલા લોકો છેક નજીક આવી પહોંચ્યા, એટલે ડૉન કિવકસોટે વિવેકભર્યા શબ્દોમાં પેલા ઘોડેસવારોને પૂછયું, “આ લોકોને આમ ક્યાં લઈ જવામાં આવે છે?” ८४ Page #129 -------------------------------------------------------------------------- ________________ બંદીવાનોની મુક્તિ ૮૫ પેલા ઘોડેસવારોમાંના એક જવાબ આપ્યો, “આ લોકો ભયંકર ગુનેગાર છે, અને તેમને સજા થઈ હોવાથી રાજાજીનાં વહાણો ઉપર સેવા બજાવવા લઈ જવામાં આવે છે. એથી વધારે પૂછપરછ કરવાની તમારે હોય નહિ, અને તમને જવાબ પણ આપવામાં આવશે નહીં.” “પરંતુ આવું કમનસીબ તેમના ઉપર શા કારણે આવી પડ્યું એ જાણવાની મને ઇચ્છા છે; અને જો એ ઇચ્છા પૂરી કરવામાં આવશે, તો હું તેને મારા ઉપર થયેલી મોટી મહેરબાની ગણીશ.” પેલા ઘોડેસવારે કહ્યું, “એ બધાનાં કાગળિયાં મારી પાસે ખીસામાં છે; પરંતુ રસ્તા ઉપર એ કાગળો કાઢી શકાય નહિ, એટલે તમે સાથે ચાલતા ચાલતા એ સૌને ટૂંકમાં તેમનો ગુનો પૂછી શકો છો. એ બધા એવા પ્રમાણિક માણસો છે કે, કશું છુપાવ્યા વિના તથા સહેજ પણ શરમાયા વિના, પોતાને શા કારણે સજા થઈ તે બરાબર કહી બતાવશે !” ડૉન કિવકસોટે હવે એક પછી એક જણને પૂછવા માંડ્યું. પહેલાએ કહ્યું, “પ્રેમમાં પડવાને કારણે મને સજા થઈ છે.” પ્રેમમાં પડવાને કારણે આવી સજા થતી હોય, તો તો મારા જેવાઓને સૌથી પહેલાં સજા થવી જોઈએ,” ડૉન કિવક્સોટે નવાઈ પામી કહ્યું; “કારણકે, નાઈટ જેવો પ્રેમ-શૂરો બીજો કોઈ હોય નહીં!” પેલા ઘોડેસવારે હસતાં હસતાં ખુલાસો કર્યો કે, “કોઈને ત્યાંથી ચોરી આણેલી કપડાંની ગાંસડી ઉપર તેને એટલો બધો પ્રેમ થઈ ગયો કે, તે પકડાયો ત્યાં સુધી તેણે તેને હાથમાંથી છોડી નહિ! એટલે એ ગાંસડી ઉપર હાર્દિક પ્રેમ રાખવા બદલ તેને આ સજા થઈ છે, એમ તેનું કહેવું છે!” બીજો કેદી એટલો બધો ઢીલો તથા હતાશ થઈ ગયો હતો કે, તેણે ડૉન કિવકોટના પ્રશ્નનો કશો જવાબ જ આપ્યો નહિ. એટલે પહેલા કેદીએ જ પોતાની અવળવાણીમાં જણાવ્યું કે, “વધારે પડતું ગાવા માટે તેને આ સજા થઈ છે.” ગાવા માટે આવી સજા? તો તો પ્રેમ-ગીતો આખો વખત લલકાર્યા કરનાર મારા જેવાઓને સૌથી પહેલા પકડવા જોઈએ,” ડૉન વિકસોટે જણાવ્યું. Page #130 -------------------------------------------------------------------------- ________________ ડૉન કિવકસોટ! પેલા અફસરે જ હસતાં હસતાં ખુલાસો કર્યો કે, “ઢોર - ચોરીના ગુનાસર તેને પકડવામાં આવ્યો હતો, પણ તે નામુક્કર જતો હતો એટલે તેને જતરડામાં ઘાલી રિબાવવામાં આવ્યો. તે વખતે એ બધું માની ગયો. તેથી તેના સાથીઓ મશ્કરીમાં તેને “ગાવા બદલ સજા થઈ” એમ કહે છે. જાણે, જતરડામાં ઘાલ્યા પછી, ‘હા’ની જેમ ‘ના’ કહેવું પણ સરખું જ સહેલું હોય !” ત્રીજા કેદીને પૂછતાં તેણે જવાબ આપ્યો, “મારી પાસે વીસ યૂકેટ ન હોવાથી મને પાંચ વરસની સજા થઈ છે.” ડૉન કિવકસોટે તરત તેને વીસ ડયૂકેટ કાઢી આપવા તૈયારી બતાવી; ત્યારે તેણે જવાબમાં કહ્યું કે, “હું પકડાયો તે વખતે લાંચ આપવાના કે વકીલ કરવાના વીસ ડયૂકેટ મારી પાસે હોત, તો હું છૂટી ગયો હોત –એટલું જ મારા કહેવાનો અર્થ છે. અત્યારે વીસ ડયૂકેટ મને આપો તેથી કંઈ વળે નહિ.” ચોથો કેદી તો એક ઘરડો માણસ હતો. તેની સફેદ દાઢી તેની છાતી સુધી પહોંચતી હતી. તેને ડૉન કિવકસોટે પૂછયું, ત્યારે તે રડવા જ લાગી ગયો. પછી થોડી વારે તે બોલ્યો, “તડપતાં હૃદયો શાંત થાય અને તૃપ્ત થાય એવા શુભ હેતુથી જુવાનિયાને ભેગાં કરી આપવાનું પુણ્ય-કાર્ય કરવા બદલ મને આ સજા થઈ છે.” ખુલાસો કરવાની જરૂર નથી કે, તે લોહીનો વેપાર કરનારો વેશ્યા-દલાલ હતો. પાંચમો કેદી પોતાની બે કુંવારી બહેનો તથા બીજી બે પિત્રાઈ બહેનો સાથે વ્યભિચાર કરવાના ગુનાસર પકડાયો હતો. છઠ્ઠા કેદીને બીજા કેદીઓને હિસાબે આડી અવળી અને વજનદાર વધુ બેડીઓ નાખવામાં આવી હતી. તે ત્રીસેક વર્ષનો શક્તિશાળી જુવાન હતો, તથા એક આંખે કાણો હતો. તે એ ભાગમાં રીઢા ગુનેગાર તરીકે જાણીતો હતો અને પહેલાં પણ ચાર વર્ષની સજા પામી આવેલો હતો – પણ જેલમાંથી ભાગી છૂટવા બદલ આ વખતે તેને દશ વર્ષની કેદ થઈ હતી. તેણે મોજથી પોતાનાં પરાક્રમ કહી બતાવવા માંડ્યાં. ડૉન કિવકસોટ તેથી બહુ પ્રભાવિત થઈ ગયા અને આવા બુદ્ધિશાળી માણસને જેલમાં પૂરવા બદલ ખેદ વ્યક્ત કરવા લાગ્યા. Page #131 -------------------------------------------------------------------------- ________________ બંદીવાનોની મુકિત પેલા અફસરે તે કાણિયાને એક ગાળ ભાંડીને કહ્યું, “એ બદમાઅને તમે બુદ્ધિશાળી કહો છો, મહાશય? એનાં કરતૂતો સાંભળીને તો પથ્થરો પણ ફાટી પડે.” પેલાએ અફસરને પોતાને માટે ગમે તેવી ભાષા ન વાપરવાની તાકીદ આપી અને કહ્યું કે, “મારા ગુના પકડાઈ ગયા એટલે હું પાપિયો છું, અને તમારા બધાના ગુના છુપાઈ રહ્યા છે એટલે તમે બધા સતા છો કેમ? ભલા ભલા પ્રતિષ્ઠિત થઈને ફરતા તમારા જેવા કેટલાયના એવા એવા ગુનાઓ હું જાણું છું, જેમની આગળ મારાં કૃત્યો તો પુણ્યકૃત્યો જ લાગે. ઉપરાંત તમે લોકોએ મને પકડયા પછી પણ નાહક ખૂબ માર માર કર્યો છે; પરંતુ યાદ રાખજો દશ વર્ષ તો આંખ મીંચતાંમાં વીતી જશે, પછી તમો સૌનો હિસાબ હું રજેરજ ચૂકતે કરવાનો છું.” પેલો અફસર આ ધમકીના શબ્દો સાંભળી એકદમ ગુસ્સે થઈ ગયો. તે તરત પોતાનો દંડો લઈ પેલા ઉપર તૂટી પડ્યો. પરંતુ ડૉન કિવકસોટે વચ્ચે પડી અફસરને કહ્યું, “આમ હાથપગ બાંધેલા માણસો ઉપર હથિયારો સાથે હુમલો કરવો, એમાં મરદાઈ નથી.” પછી તેમણે પેલા કેદીઓને સંબોધીને કહ્યું, “ભાઈઓ, તમે બધાએ ગુનાઓ કર્યા હશે અને તમને સજા થઈ હશે; પણ એ સજાનો અમલ આમ બળજબરીથી કરવામાં આવે એ મને મંજૂર નથી; કોઈ પણ માણસ ઉપર બીજો માણસ બળજબરી વાપરે અને મારા જેવો નાઈટ જોઈ રહે, એમ બનવું શક્ય નથી. એટલે હું તમો સૌ વતી આ અફસરોને પ્રથમ તો વિનંતી કરીને કહું છું કે, તમને સૌને અબઘડી જ છોડી મૂકે, પણ જો તેઓ મારી વિનંતીને નહિ ગણકારે, તો પછી મારે નાછૂટકે તેઓ સામે શસ્ત્ર ઉગામવાં પડશે. તેઓ શસ્ત્રધારી છે, એટલે તેઓ સામે શસ્ત્ર ઉગામવામાં મને કશી નાનમ લાગવાની નથી.” પેલી અફસર હવે પરિસ્થિતિને આવો વળાંક લેતી જોઈ ચોંકયો, અને તેણે રાજાજીના હુકમથી ડૉન કિવક્સોટને સીધા પોતાને રસ્તે ચાલ્યા જવા ફરમાવ્યું–‘નહિ તો તારી ખેર નથી,’ એમ પણ કહ્યું. 'ડૉન કિવકસોટે આ સાંભળી એકદમ એવા જુસ્સાથી તેના ઉપર હુમલો કર્યો કે, તે પોતાનો બચાવ કરી શકે તે પહેલાં તો તે તેમના Page #132 -------------------------------------------------------------------------- ________________ ડૉન કિવક્સોટ! ભાલાથી ઘાયલ થઈ જમીન ઉપર ઢળી પડયો. તેના સાથીઓ રાજાજીની આણ સામેના આ હિંમતભર્યા હુમલાથી ચોંકી ઊઠયા અને તરત તરવારો સાથે ડૉન કિવક્સોટ ઉપર તૂટી પડયા. પરંતુ એ દરમ્યાન લાગ જોઈ પેલા કેદીઓ સાંકળ તોડી છૂટા થવા લાગ્યા. એટલે સંરક્ષકો ડૉન વિકસોટને છોડી પેલા કેદીઓ તરફ વળ્યા. પણ તે જ વખતે ડૉન કિવક્સોટે તેમના ઉપર એવો જબરો ધસારો કર્યો કે, તેઓને તેમના તરફ વળવું પડયું. આમ બે બાજુની પંચાતો સંભાળવા જવામાં એક વાત તેઓ પૂરી સંભાળી શક્યા નહિ. સાન્કોએ પણ અલ વાપરીને પેલા ભારે બેડીઓવાળા હિમતવાન કેદીને છૂટવામાં પહેલી મદદ કરી; એટલે તે છૂટો થઈ, પેલા ઢળી પડેલા અફસરની બંદૂક અને તરવાર આંચકી લઈ, તરત ડૉન કિવસોટની મદદે દોડી આવ્યો. દરમ્યાન બીજા છૂટા થયેલા કેદીઓએ પણ સંરક્ષકો ઉપર પથ્થરોનો જોરદાર મારો ચલાવ્યો. આમ ચોતરફથી સપડાઈ જતાં એ બિચારા જીવ લઈને નાઠા! ડૉન વિક્સોટે હવે એ બધા છૂટા થયેલા કેદીઓને તેમની મુક્તિના બદલામાં લેડી ડુલસિનિયા પાસે પહોંચી જઈ તેમના ચરણમાં આખો અહેવાલ નિવેદિત કરવાનો હુકમ કર્યો. પેલા ભારે બેડીવાળાએ ડૉન કિવક્સોટને કહ્યું કે, “અમારી પાછળ હજુ સરકારી અફ્સરો ખોળખોળા ચલાવવાના તથા વધુ કુમક લાવી અમને ફરીથી પકડવા માટે પ્રયત્ન કરવાના. એટલે અમારે તો હમણાં પહાડ-પર્વતમાં છુપાઈ જવા દોડી જવાનું છે.” પણ ડૉન કિવક્સોટને ગળે એ વાત ઊતરી નહિ; તેમણે તો કૃતજનતા અને બેવફાઈ દાખવવા બદલ એ સૌનો ફિટકાર કરીને, પછી સૌ વતી એ કાણિયાને એકલાને માથા ઉપર ધૂળ નાખી, તથા ગળે બધી બેડીઓ વીંટીને નમ્રપણે લેડી ડુલસિનિયાનાં ચરણોમાં જઈ ઢળી પડવા આજ્ઞા કરી. પેલો આ બધી ગાંડા જેવી વાતો સાંભળી નવાઈ પામ્યા; વસ્તુસ્થિતિ સમજી જઈ તેણે તરત બીજા કેદીઓને આંખ વડે સંકેત કરતાં જ તેઓએ આ બે જણ ઉપર જોરથી પથ્થરમારો શરૂ કર્યો. બંને જણાએ ઢાલની કે પોતાનાં જાનવરોની આડમાં છુપાઈ જવા Page #133 -------------------------------------------------------------------------- ________________ ૮૯ બંદીવાનોની મુકિત ઘણો પ્રયત્ન કર્યો, પણ સખત વાગવાથી છેવટે બંને જણ તમ્મર ચડતાં જમીન ઉપર ઢળી પડયા. પેલાઓ હવે જલદી જલદી પર્વતો તરફ નાઠા; પણ પેલો કાણિયો વધુ જલદી ભગાય તે માટે સાન્કોના ગધેડા ઉપર સવાર થઈને નાઠો. ગધેડા ઉપરનો બધો સામાન અસ્તવ્યસ્ત થઈ ગયો હતો, તે તેણે જમીન ઉપર ફગાવી દીધો. વેશપલટા માટે કેવળ ડૉન કિવકસોટનો જબ્બો તે ઉતારતો ગયો! સાન્કોને જરા કળ વળી, એટલે પોતાના ગધેડાને લઈને દૂર નાસી જતા પેલા બદમાશને જોઈને તે કરુણ વિલાપ કરવા લાગ્યો. પોતાની તથા પોતાના કુટુંબની કેટલીય સેવાઓ બજાવી ગયેલા એ ગધેડા ઉપર તેને બહુ મમતા હતી. પોતે ગવર્નર થવાની લાલચમાં હાથમાં ગધેડું પણ ખોયું-એનો એને સખત રંજ થવા લાગ્યો. અને સ્પષ્ટ શબ્દોમાં તે જાહેર પણ કરવા લાગ્યો. ડૉન કિવકસોટે જ્યારે પોતાની જાગીર ઉપરનાં પાંચ ગધેડાંમાંથી ત્રણ સારાં ગધેડાં તેને આપવાનું કબૂલ કર્યું, ત્યારે જ તે શાંત થયો. પણ હવે તો પેલા અફસરો કુમક લઈ આવી પોતાને પકડી ન લે તે માટે સાન્કોએ ડૉન કિવોટને પણ પર્વતો તરફ જલદી ભાગી કયાંક છુપાઈ જવાની સલાહ આપી. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રેમ-તપશ્ચર્યા બંને જણ હવે સારા મૉરેના પર્વત-માળ તરફ જલદી જલદી ભાગ્યા. ડૉન કિવકસોટે થોડે દૂર ગયા પછી સાન્કોને કહ્યું, “હું પેલા અફસરોના ડરથી તારી સાથે ભાગી આવતો નથી, પરંતુ તારી વિનંતીને માન આપીને જ કેવળ આવું છું; નાઈટ કદી કોઈની બીકથી છુપાઈ જવા નાસભાગ કરે જ નહિ. માટે એવી વાત તારે કદી કોઈને કહેવી નહિ, એ શરતે જ હું તારી સાથે આવું છું.” - સાન્કો એ બાબત કશી તકરાર કર્યા વિના, એ પર્વતોમાં જલદી છુપાઈ જવાય તેવી જગાએ જઈ પહોંચવાની પેરવી કરવા લાગ્યો. રાત પડવાની થઈ, ત્યારે તેઓ એવી જગાએ આવી પહોંચ્યા કે જે નિર્જનતા તથા દુર્ગમતાની બાબતમાં અજોડ હતી. ત્યાં તેઓ રાત પૂરતા થોભ્યા. બીજે દિવસે તેઓ વધુ આગળ ચાલ્યા. એવામાં ડૉન કિવક્સોટે જમીન ઉપર પડેલી એક ચીજ પોતાના ભાલાની અણી વડે ઉપાડવા પ્રયત્ન કર્યો. સાન્કો એ જોઈ તરત ત્યાં દોડી ગયો અને જોયું તો એક પોર્ટમેન્ટો તથા ખોગીરની ગાદી અધપર્ધા સડી ગયા જેવાં ત્યાં પડ્યાં હતાં. ડૉન કિવક્સોટે સાન્કોને એ પોર્ટમેન્ટોનું તાળું તોડીને તેને ઉઘાડી અંદર શું છે તે જોવા હુકમ કર્યો. તો અંદરથી ચાર સુંદર પહેરણ, બીજાં પણ સુંદર, સ્વચ્છ, ફેશનેબલ કપડાં, તથા એક હાથરૂમાલ બાંધેલી કેટલીક સોનામહોરો વગેરે નીકળ્યું. વધુ અંદર ફંફોસતાં, કોરા કાગળની પાકી બાંધેલી એક સુંદર નોંધપોથી પણ નીકળી. Page #135 --------------------------------------------------------------------------  Page #136 -------------------------------------------------------------------------- ________________ સાયેશ સરૈના પર્વત-માળમાં મળેલી નોંધપોથી. – પૃ૦ ૯૧ - Page #137 -------------------------------------------------------------------------- ________________ ૮૧ પ્રેમ-તપશ્ચર્યા ડૉન કિવક્સોટે સોનૈયા સાન્કોને આપી દીધા અને પેલી નેંધપોથી પોતાને આપવા કહ્યું. સાન્કોએ ખુશી થઈને એ ડૉન કિવકસોટને આપી દીધી અને બીજું બધું પોતાના ઝોયણામાં ખોસી દીધું. ડૉન કિવકસોટે એ બધો સામાન કોનો છે એ જાણવા મળે તે માટે એ નોંધપોથી વાંચવા માંડી. તેમાં સુંદર અક્ષરે કેટલાંક પાનાં ભરીને કવિતાઓ તથા ગદ્ય ફકરાઓ લખેલા હતા. પહેલે જ પાને નીચેની કવિતા હતી – निश्चय (ગીત) “પ્રેમ-દેવતા એવો કઠોર દેવ છે, જેને આપણા દુ:ખની પરવા નથી; અરે, ક્રૂરતા એ જ તેનો એકમાત્ર ગુણ છે! નહિ તો તેની સામે ફરિયાદ કરવાનું મને કારણ મળ્યું ન હોત! પણ જો પ્રેમ એ દેવતા હોય, તો તેનામાં બીજાનાં અંતરનાં દરદ જાણવાની શક્તિ હોવી જ જોઈએ! તો પછી, એને જાણી જોઈને બીજાને દુ:ખી કરનાર અત્યાચારી કહી ન શકાય. તો પછી મારા અંતરને સળગાવી મૂકનાર આ બધું દુ:ખદરદ ક્યાંથી આવે છે? તો શું મારાં આ બધાં દુ:ખદરદ ‘તેની પાસેથી આવ્યાં છે? ના, ના, એવી સુંદર કોમળ સ્ત્રી, આવાં તીવ્ર દુ:ખદરદનું મૂળ હોઈ શકે નહિ. તેમ જ પ્રેમ-દેવતા પણ આવાં દુ:ખદરદનું કારણ હોઈ શકે નહિ. તો પછી, જેના કારણની ખબર પડતી નથી, એવા આ દુ:ખનો ઉપાય મોત જ છે શું?” પછી ડૉન કિવકસોટે આગળ પાન ફેરવ્યાં, તો તેમાં આવા જ અર્થનું ઘણું ઘણું ગદ્ય લખાણ હતું. તે બધામાં અનેક પત્રો ભેગો એક પત્રનો આ ખરડો પણ મળી આવ્યો છે એ લખનારના દરદનું Page #138 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ડૉન કિવકસોટ! કારણ સમજવામાં મદદરૂપ હોઈ, ડૉન કિવકસોટે સાન્કોને મોટેથી વાંચી સંભળાવ્યો – તેં આપેલાં વચનો મિથ્યા નીવડયાં છે, અને હતાશાનો માર્યો હું હવે તારાથી હંમેશને માટે દૂર થાઉં છું. થોડા જ વખતમાં તને મારા મૃત્યુના સમાચાર મળશે. હે બેવફા સુંદરી, તું મને ભૂલી ગઈ છે, અને મારા કરતાં વધુ તવંગર યુવાનને તે સ્વીકાર્યો છે, પણ તજેલા આ ગુલામ કરતાં તે શું વધુ લાયકાતવાળો છે ખરો? ગુણની યોગ્ય કિંમત સ્ત્રીઓ આંકી શકતી હોત, તો તો મારે કંઈ ફરિયાદ કરવાપણું ન રહેત. પરંતુ તારી સુંદરતાએ મારામાં જે ખ્યાલ ઊભો કર્યો હતો, તે તારાં કૃત્યોએ ખોટો પાડ્યો છે. તારી સુંદરતાએ તો તને સ્વર્ગલોકની માની લેવા મને પ્રેર્યો હતો; પણ તારાં કૃત્યોએ તને મર્યલોકની એક સામાન્ય સ્ત્રી જ ઠરાવી છે. મારી શાંતિની હરનાર, તું ભલે સુખશાંતિ અને આનંદમાં રહે, ભગવાન તારા પતિની દુષ્ટતા તારાથી અજ્ઞાત જ રાખે, જેથી તને તારા વફાદાર પ્રેમીને તજવા બદલ કદી પસ્તાવાવારો ન આવે. તું જો સુખશાંતિમાં છેવટ સુધી રહીશ, તો તારા પતિ ઉપર મારે મારા વેરનો બદલો લઈ તને દુ:ખી કરવી નથી.” બંને જણ સમજી ગયા કે, પ્રેમમાં નિષ્ફળ નીવડેલા કોઈ પ્રેમીની આ બધી મિલકત છે. સાન્કોને તો જે સોનામહોરો મળી હતી તેથી તેને પોતાના ગધેડાની અને અત્યાર સુધી થયેલી મારપીટની કે રખડપટ્ટીની કિંમત મળી ગઈ લાગતી હતી. પરંતુ ડૉન કિવકસોટે હવે આ પ્રેમીનું આગળ શું થયું તે શોધવાનો અને તેની આ ચોપડી તથા તેના સોનૈયા તેને પાછા આપવાનો નિશ્ચય કર્યો. સાન્કોને એ યોજના મંજૂર ન હતી; છતાં તેને મનમાં ખાતરી હતી કે, એ બધાનો માલિક જીવતો હોય ત્યાં સુધી પોતાની કવિતાઓ કે સોનૈયાઓથી છૂટો પડે જ નહિ, એટલે તે મરી જ ગયો હોવો જોઈએ. તેથી તે થોડો દૂર રહી પાછળ પાછળ ચાલવા લાગ્યો; જેથી પેલો મળી આવે તો પણ સોનૈયા તરત આસપાસ કયાંક છુપાવી લેવાય! એટલામાં તેમણે એક ટેકરા ઉપર અર્ધન ન હાલતમાં, લાંબી દાઢીવાળો, વાંદરા જેવી ચપળતાથી ચાલતો અને ટેકતો એક માણસ જયો. Page #139 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-તપશ્ચર્યા તેણે જૂના થઈ ગયેલા મખમલના પાયજામા જેવું કશુંક પહેરેલું હતું, અને એ જ એના શરીર ઉપરનો એકમાત્ર પોશાક હતો. ડૉન કિવકસોટ સમજી ગયા કે, એ માણસ જ પેલા પોર્ટમેન્ટોનો માલિક હોવો જોઈએ. એટલે તેમણે રોઝિનન્ટીને તે તરફ વેગે ઊપડવા જોરથી એડી લગાવી. પણ એ બધા ટેકરાઓ ઉપર રસ્તા વિના ગમે તેમ જવું એ શક્ય નહોતું. એટલે પેલો ફરી પાછો દેખાતો બંધ થઈ ગયો ત્યાં સુધી તેમની વચ્ચેનું અંતર સહેજે ઓછું થઈ શક્યું નહિ. પણ મુશ્કેલીથી કે આપત્તિથી પાછા પડે તે બીજા! ડૉન કિવકસોટે આ પ્રેમીજનને મળી તેના દુ:ખનો ઉપાય કરવાનું પોતાનું કર્તવ્ય માનીને એ વનવગડામાં એક વરસ ભટકવું પડે તો પણ ભટકવાનો નિરધાર જાહેર કર્યો. સાન્કોને પણ હમણાં પેલા અફસરોના હાથમાં પડાય નહિ તે માટે આ પર્વતોમાં જ છપાઈ રહેવામાં સહીસલામતી લાગતી હતી, એટલે તેણે પણ કશો વાંધો લીધો નહિ; જોકે, તે માણસ પોર્ટમેન્ટોનો માલિક જ નીકળે અને પેલા સોનૈયા પાછા માગે તો શું કરવું, તેનો વિચાર તેણે કરી રાખ્યો. દૂર દૂર ગયા પછી તેઓ એક ઝરા આગળ આવી પહોંચ્યા. ત્યાં એક ખચ્ચર મરેલવું પડયું હતું. તેનું ખોગીર તથા લગામ વગેરે ત્યાં જ પડયાં હતાં અને તેનું મડદુ પંખીઓએ અને જાનવરોએ અડધું ફોલી ખાધું હતું. તેઓને ખાતરી થઈ ગઈ કે, આ ખરચર તેમ જ પેલા પોર્ટમેન્ટોનો માલિક એક જ વ્યક્તિ હોવી જોઈએ. એટલામાં તેમણે બકરાંના ટોળાને એક ટેકરા ઉપર ફરતું જોયું; તેમની પાછળ તેમનો ભરવાડ પણ હતો. | ડૉન કિવક લોટે એને બૂમ પાડી નીચે આવવા કહ્યું, પણ પેલાએ કહ્યું, “તમે લોકો આવા વેરાનમાં શા માટે ભટકો છો? અહીં તો બકરાં, વરુ, કે જંગલી પ્રાણીઓ વગર કોઈ આવતું નથી.” છતાં સાન્કોએ પણ તેને કંઈક કામ છે” એમ કહી નીચે આવવા વિનંતી કરી, એટલે તે નીચે આવ્યો. પેલા મરેલા ખચ્ચર બાબત તેને પૂછતાં તેણે જણાવ્યું કે, “છ મહિનાથી એ મડદુ અહીં પડેલું છે.” Page #140 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ડૉન કિવકસોટ! ડૉન વિકસોટે જણાવ્યું કે, “અમે વચ્ચે એક પોર્ટમેન્ટો અને ખોગીરની ગાદી પડેલાં જોયાં હતાં.” પેલા ભરવાડે કહ્યું, “મેં પણ જોયાં હતાં, પરંતુ હું તો તેની નજીક જ જાઉં નહીં કારણ કે, એવી રસ્તામાં પડેલી ચીજોની પાસે પણ જઈએ, તો તેના માલિકને મારી નાખ્યાનો કે લૂંટી લીધાનો આરોપ આવે. ,, ડૉન કિવકોર્ટ એ બધી ચીજોના માલિક વિષે તે કંઈ જાણતો હોય તો પૂછ્યું. તેણે કહ્યું, “છ મહિના અગાઉ આ જ ખચ્ચર ઉપર બેસી એક સારાં કપડાં પહેરેલો જુવાનિયો અહીંથી ગાઉ દૂર આવેલા અમારા નેસડા પાસે આવ્યો અને અમને પૂછવા લાગ્યો કે, આટલામાં સૌથી વધુ વેરાન જગ્યા કયાં છે. અમે કહ્યું, આ જ સૌથી વધુ વેરાન જગા છે, અને હજુ બેએક ગાઉ આગળ જાઓ તો તો એવું વેરાન આવે, જ્યાંથી પાછા વળવાનો રસ્તો જ ન જડે. પછી અમે એને જ સામું પૂછયું કે, તમે રસ્તા વિનાના આ નિર્જન પ્રદેશમાં આટલે સુધી, જ શી રીતે આવ્યા છો અને શા માટે આવ્યા છો? પણ તે તો કશો જવાબ આપ્યા વિના અમે બતાવેલી દિશામાં આગળ ચાલતો થયો. “ત્યાર બાદ ઘણા દિવસ સુધી અમને એના કશા સમાચાર મળ્યા નહિ; પણ એક દિવસ અમારામાંના એક ભરવાડને પકડીને તેણે ખૂબ માર્યા; અને ખોરાકી-સામાન લાદેલા તેના ગધેડા ઉપરથી બધી વસ્તુઓ પડાવી લીધી. પછી પાછો તે જલદી જલદી પર્વતોમાં ભાગી ગયું. એ વાત સાંભળી, અમે બધાએ ભેગા મળી તેને શોધી કાઢવાનું નક્કી કર્યું. બે દિવસ ગાઢ જંગલમાં ભટકયા બાદ અમે તેને એક ઝાડની બખોલમાં ઊભેલો જોયો. તેણે અમારી સાથે સલૂકાઈથી વાત કરી. તેનાં કપડાં ફાટી ગયાં હતાં અને તેનો ચહેરો સુકાઈને કાળો પડી ગયો હતો. તેણે અમને કહ્યું કે, પોતાનાં કેટલાંક કર્મોના પ્રાયશ્ચિત્તરૂપે એક આકરું તપ તેને કરવાનું હોવાથી તે અહીં આમ રહે છે. અમે તેને કહ્યું કે, તારે આવા વનવગડામાં ખાવાપીવાની મુશ્કેલી પડે તેમ હોય, તો તું કહે ત્યાં અમે તને એ બધું પહોંચાડતા રહીએ; પણ તારે અમારા એકલદોકલ લોકો ઉપર આમ ચોરીછૂપીથી તૂટી પડવું નહીં કે લૂંટફાટ કરવી નહીં. તેણે કહ્યુ કે, Page #141 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-તપશ્ચર્યા ૯૫ તેના રહેવા-સૂવાનું કશું ઠેકાણું નથી, એટલે જ્યારે કઈ ચીજ જોઇશે ત્યારે તે હવે માગીને લેશે, પણ કશી લૂંટફાટ કે મારપીટ નહિ કરે. પણ આટલી વાત કર્યા પછી તે અચાનક કરુણ વિલાપો અને આદિ કરવા લાગ્યો. અમારા હૃદય પણ તે સાંભળી ફાટી પડવા લાગ્યાં. થોડી વાર એમ વિલાપ કર્યા પછી તે પાછો પોતાની નજીકના ભરવાડ ઉપર ઠોંસામુક્કો મારતો તૂટી પડયો અને તેને કહેવા લાગ્યો, ‘સાલા ફર્ડિનાન્ડ, તે મને જે નુકસાન પહોંચાડ્યું છે, તેનો બદલો હું તારું હૃદય ફાડીને લેવાનો છું.' અને અમે બધાએ વચ્ચે પડીને પેલાને બચાવી લીધો ન હોત, તો તેનું આવી જ બન્યું હતું. પિલો ગાંડો તરત જ પાછો ઠેકડા ભરતો અને કૂદકા મારતો ઝાડીમાં અદૃશ્ય થઈ ગયો. અમે સમજી ગયા કે તેને આમ અવારનવાર ગાંડપણનું વળું જ આવી જતું હોવું જોઈએ. ત્યાર પછી કેટલીય વાર એ ડાહ્યો થઈને અમને મળ્યો છે તથા અમારી પાસેથી ખાવાની ચીજો રડતાં રડતાં માગી ગયો છે. પણ પાછો ગાંડો થાય ત્યારે તે એવી જ મારપીટ કરે છે. હવે ગઈ કાલે જ મેં અને મારા બીજા ચાર સાથીઓએ નક્કી કર્યું છે કે, એ કોઈ સારા ખાનદાનનો જુવાનિયો હોઈ, તેને ગમે તેમ કરીને પકડીને પચીસેક ગાઉ દૂર આવેલા એક શહેરમાં લઈ જવો. ત્યાં દવાદારૂ પણ થાય અને તેનાં સગાંવહાલાંની કંઈ ભાળ પણ મળે.” આ લોકો આમ વાત કરતા હતા, તેવામાં જ પેલો ગાંડો એક પર્વત ઉપરથી તેમના તરફ આવતો દેખાયો. તેણે પાસે આવી આ લોકોને શિષ્ટ રીતે અભિવાદન કર્યા. ડૉન કિવક્સોટે પણ નાઈટોની ભાષામાં તેને ખૂબ વિનય વિવેકથી અભિવાદન કર્યા, તથા પોતે તેની કોઈ પણ સેવા બજાવવા કેવા આતુર છે તે ભારપૂર્વક જણાવ્યું. પણ તે માટે પ્રથમ તેની પોતાની બધી વાત પોતાને વિગતે કહી સંભળાવવા વિનંતી કરી; કારણ કે, પોતાના અંતરમાં અમળાતી વાત સામાને કહેવાથી પણ મનમાં શાંતિ થાય છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ડૉન કિવસોટ! પેલાએ ડૉન કિવકસોટ તરફ ખૂબ તીવ્રતાથી નજર કર્યા પછી એટલું જ કહ્યું, ‘તમારી પાસે જો કંઈ ખાવાનું હોય, તો મને જલદી આપો. મને સખત ભૂખ લાગી છે. ખાધાપીધા પછી હું મારી વાત તમને કહી સંભળાવીશ; કારણ કે, મને તમે બહુ સમજણા માણસ લાગો છો.’ આ સાંભળી સાન્કોએ અને પેલા ભરવાડે પોતાની પાસેથી ખાવાની બધી ચીજો તેની આગળ ધરી દીધી. પેલો અકરાંતિયાની પેઠે જલદી જલદી બધું ખાવા લાગ્યો. ખાઈ રહ્યા પછી તેણે એ લોકોને પોતાની પાછળ પાછળ આવવા કહ્યું. એક મેદાન જેવી જગા આવતાં ત્યાં ઘાસ ઉપર તે આડો પડયો, અને આ લોકો તેની આસપાસ કુંડાળું વળીને બેઠા. તેણે હવે પોતાની વાત શરૂ કરતા પહેલાં સૌને જણાવ્યું કે, “મારી વાત હું કહેતો હોઉં, ત્યારે કોઈએ કશો પ્રશ્ન વચ્ચે પૂછવો નહીં કે કશી ટીકા કરવી નહિ. નહિ તો હું પછી મારી વાત કહેવાનું પડતું મૂકી, મારી મરજી મુજબ ચાલ્યો જઈશ; કારણ કે મારા મનનો ભાવ કયારે બદલાશે તેનું ઠેકાણું નથી, એટલું સમજી રાખજો.” સૌએ આ શરત તરત સ્વીકારી લીધી, અને તેણે આ પ્રમાણે પોતાની વાત કહેવા માંડી – મારું નામ કાર્ડિનિયો છે. મારો જન્મ એન્ડેલુશિયા પ્રાંતના એક જાણીતા નગરમાં એક ખાનદાન કુળમાં થયો હતો. મારાં માતપિતા ખૂબ તવંગર હતાં. એ જ શહેરમાં લ્યુસિન્ડા કરીને એક સુંદર યુવતી રહેતી હતી. તે પણ મારા જેવા જ ખાનદાન કુળની હતી. બચપણથી જ હું તેને ચાહતો હતો અને વરસ જતાં અમારો અરસપરસનો પ્રેમ વધુ દૃઢ થતો ગયો. અમારાં માતપિતાને અમારા પ્રેમની ખબર પડી. તેઓને પણ બંને સરખાં કુળ વચ્ચે આ સંબંધ બંધાય તેમાં કશું વાંધાભરેલું લાગ્યું નહીં. પરંતુ અમે જુવાન થયેલાં હોઈ, લ્યુસિન્ડાના બાપે મને તેની દીકરીને સીધાં મળવાની મનાઈ ફરમાવી. એટલે મે અરસપરસ પત્રવ્યવહાર શરૂ કર્યો. પણ પછી મારાથી મારી પ્રિયતમાનો વિયોગ વધુ સહન ન થતાં, મેં તેના પિતા પાસે તેના હાથની માગણી કરી. તેણે Page #143 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-તપશ્ચર્યા મારા પિતાની પરવાનગી લઈ આવવાનું કહ્યું. હું મારા પિતા પાસે પરવાનગી માગવા ગયો, તે જ ઘડીએ અમારા પ્રાંતના સૌથી મોટા જાગીરદાર ડયૂક રિકાર્ડો તરફથી આવેલો પત્ર તે વાંચતા હતા. મને જોતાં જ તેમણે એ પત્ર મારા હાથમાં મૂકી દીધો. તે પત્રમાં ડયૂકે તેમના મોટા પુત્રના સખા તરીકે નોકરી બજાવવા મને તાબડતોબ મોકલી દેવાનું મારા પિતાને જણાવ્યું હતું. એ નોકરી અમારે માટે જેવી માનપ્રદ ગણાય, તેવી જ મારે પોતાને માટે લાભપ્રદ પણ ગણાય. એટલે બે દિવસમાં જ મારે ત્યાં જવા નીકળવું પડ્યું. જતા પહેલાં હું લ્યુસિન્ડાના પિતાને મળવા ગયો અને લ્યુસિન્ડાને તત્કાળ કોઈને ન પરણાવી દેવાનું તેમને સમજાવી આવ્યો. ભૂકને ત્યાં મારો સારો સત્કાર થયો. ત્યાંનું કામકાજ મને બરાબર ગોઠી ગયું. ડયૂકનો બીજો દીકરો ડૉન ફર્ડિનાન્ડ પણ મારો ખાસ મિત્ર બની ગયો. તે પોતાના પિતાની જાગીર ઉપરના એક તવંગર ખેડૂતની દીકરીના પ્રેમમાં હતો. પરંતુ તે દીકરી લગ્ન થયા પહેલાં પોતાનો સ્પર્શ પણ તેને કરવા દેતી નહોતી; અને ફર્ડિનાન્ડ તેથી તેની સાથે લગ્ન કરવા ઉતાવળો થઈ ગયો હતો. મેં ફર્ડિનાન્ડને એ પગલું ન ભરવા સમજાવ્યો; કારણ કે તેના પિતા એવું અસમાન લગ્ન કરવાની સંમતિ કદી ન આપે, એ હું જાણતો હતો. પણ ફર્ડિનાન્ડે પછી મને અજાણમાં રાખી, પેલી છોકરીને લગ્નનું ખોટું ખોટું વચન આપી ભ્રષ્ટ કરી. પણ પછી એક વખત તેની વાસના તૃપ્ત થતાં, તે છોકરી ઉપરથી તેનું મન ઊતરી ગયું. અને જલદી લગ્ન કરવાની પેલા ખેડૂતની છોકરીની આજીજીને તે અવગણતો ગયો. પછી તો ઘોડા ખરીદવાને બહાને મારી સાથે તે મારા વતન તરફ ચાલી નીકળ્યો. ત્યાં મેં મિત્રતાને નાતે મારી પ્રેમિકા લ્યુસિન્ડા તેને બતાવી. મને ખબર ન રહી કે, તે તો તેને જોઈને, તથા તેણે મારા ઉપર લખેલા પ્રેમપત્રોમાં તેની જણાઈ આવતી બુદ્ધિછટા જોઈને, તેના તરફ આકર્ષાતો જતો હતો. લ્યુસિન્ડાને નાઈટ લોકોની પ્રેમ-શૌર્યભરી વાર્તાઓ વાંચવાનો બહુ શોખ હતો. એક વખત તેણે મારી પાસે એમેદિસ દગોલની વાર્તા વાંચવા માગી...” ડૉ–9 Page #144 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ડૉન કિવકસોટ! તરત જ ડૉન કિવકસોટ બોલી ઊઠયો – “વાહ, વાહ, એ તો બહુ સરસ વાર્તા છે, અને લેડી લ્યુસિન્હાએ જો તે વાર્તા વાંચવા માગી હોય, તો તો તે ભારે બુદ્ધિશાળી અને સુંદર બાનુ હોવાં જોઈએ, એમ હું તમારા કહ્યા વિના પણ માની લેવા તૈયાર છું. મેં એ બધી ચોપડીઓ વાંચી છે અને મારી સલાહ લીધી હોત, તો હું તમને તે ચોપડી સાથે ડૉન રમૂગેલની વાર્તા પણ તેમને વાંચવા આપવાનું કહેત. મારી પાસે એ ચોપડી પણ હતી; અલબત્ત, કેટલાક દુષ્ટ જાદુગરો મારો આખો ઓરડો ભરેલી એ ચોપડીઓ ઉડાવી ગયા છે...” ડૉન કિવકસોટ આટલું બોલી રહ્યા કે તરત પેલાએ એકદમ કહ્યું, “પણ ઍમેદિસ દગોલની વાર્તામાં રાણી મેડેસીમાનો પ્રસંગ આવે છે; તો શું તમે એમ માનો છો કે, તેને તેના વૈદ્ય એલિસબાત સાથે ગેરકાયદેસર સંબંધ નહોતો? જો તમે એમ માનતા હો તો તમારા જેવો બીજો ગધેડો કોઈ નથી.” ડૉન કિવકસોટ તરત બોલી ઊઠયા, “શું રાણી મેડેસીમાના ચારિત્ર્ય ઉપર શંકા લાવવામાં આવે છે? પ્રેમ-શૌર્યની કથાઓની એ મહારાણી – તેના ઉપર? હું એ મહારાણીની ગેરહાજરીમાં તેમના નામ ઉપર લગાવાનું કલંક જરા પણ સહન કરી શકીશ નહિ. જે એવો આક્ષેપ કરવાની હિંમત રાખતો હોય, તે મારી સાથે દ્વંદ્વયુદ્ધ કરીને તે વાતનો ફેંસલો કરી લે.” પેલાએ તો આ વાત સાંભળતાં જ એક ધારદાર મોટો પથરો લઈને ડૉન કિવકસોટની છાતીમાં એવા જોરથી માર્યો કે તે તરત નીચે ઢળી પડયા. સાન્કો વચ્ચે પડવા ગયો તો તેને પણ પેલાએ એક હડસેલો મારી નીચે ગબડાવી પાડ્યો અને પછી તેના મોટા ફુલેલા પેટ ઉપર એવા જોરથી કૂદવા માંડયું કે, બિચારાનો સોથો જ વળી ગયો. પેલો ભરવાડ વચ્ચે પડવા ગયો તો તેની પણ એ જ વલે થઈ. પછી એ ત્રણેને એકબીજા ઉપર નાખી, સામટા થોડા ઠાંસા લગાવી, પેલો તરત ઝાડીમાં નાસી ગયો. સાન્કોને આમ વિના કારણ તડી. પડવાથી બહુ ખોટું લાગ્યું હતું. તેણે પેલા ભરવાડનો દોષ કાઢતાં તેને જણાવ્યું કે, “આ માણસ ગાંડો છે એ બાબત તે અમને પહેલેથી ચેતવ્યા કેમ નહીં?” Page #145 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-તપશ્ચર્યા પેલાએ કહ્યું કે, “મેં તમને પહેલેથી જ ચેતવ્યા હતા ખરા કે, એને ગાંડપણનું વળું આવી જાય છે. પણ તમે લોકો તો એ ડાહ્યો થઈને વાત સંભળાવતો હતો ત્યારે વચ્ચે ન બોલવાને બદલે તેને લડવા આવી જવાનું કહેવા લાગ્યા, પછી શું થાય?” આમ વાતચીતમાંથી બંને મારામારી ઉપર આવી ગયા. ડૉન કિવકસોટે તે બંનેને સમજાવીને છૂટા પાડ્યા. પણ ડૉન કિવકસોટને હવે પેલાની વાત પૂરી સાંભળવી હોવાથી, સાન્કોને તેમણે પોતાની પાછળ પાછળ વધુ નિર્જન ભાગ તરફ આવવા હુકમ કર્યો અને પોતે રોઝિૉન્ટીને તે તરફ લીધો. સાન્કોનું મન બહુ ખાટું થઈ ગયું હતું: રાણી મૅડેસીમાં તે વળી તેમની કોણ સગી થતી હતી જે, તેને કારણે પેલા ગાંડા સાથે તકરારમાં ઊતરી માર ખાધો; અને પાછા હજુ તેની અધૂરી રહેલી વાત પૂરી સાંભળવા માટે વાંદરાની પેઠે ઠેકડા ભરતા, એ ગાંડાને શોધવા વનવગડામાં આથડવા નીકળવાનું ! ' ડૉન કિવકસોટે તેને તતડાવીને જવાબ આપ્યો, “નાઈટપણાની બાબતોમાં તું કશું સમજે નહિ, અને તારે તારું ડીમચા જેવું માથું તે વાતમાં મારવું નહિ. હું જે કંઈ કરી રહ્યો છું, તે અમારા પ્રેમ-શૌર્યના ધર્મોને અનુસરીને છે, અને એ બાબતોની જાણકારી વર્તમાન, ભૂત કે ભવિષ્યના સૌ નાઈટો કરતાં મને વધુ છે, એ યાદ રાખજે.” તો પણ માલિક, એ ગાંડાની શોધમાં આવા નિર્જન દુર્ગમ વગડામાં આપણે રખડવું શા માટે? ઉપરાંત તે ગાંડો માણસ કઈ બાજુથી આપણા ઉપર કૂદી પડે કે કઈ બાજુથી આપણા ઉપર પથરો ગબડાવી આપણું કામ તમામ કરી નાખે, તેનું શું ઠેકાણું?” ડૉન કિવકસોટે હવે તેને પોતાના અંતરની વાત કહી દીધી: “જો ભાઈ, હું આ વનવગડામાં આથડું છું, તે કંઈ એ ગાંડા માણસને શોધવા માટે જ નહિ, પરંતુ મારે પોતાને પણ એક એવી દુર્ગમ જગા શોધી કાઢવી છે, જ્યાં રહી હું કોઈએ ન કર્યું હોય તેવું પ્રેમ-તપ આદર. એ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ડૉન કિવકસોટ! તપ હું કરીશ એટલે મારી કીર્તિ ચોમેર ફેલાશે, એટલું જ નહિ, પણ મારા પોતામાં સાચા નાઈટની બધી શક્તિઓ પ્રગટ થશે.” “તપ? આવા સ્થાનમાં રહીને તપ? માલિક, તમે તમારા દિલની સાચી વાત મને કહી દો!” તને આ નિર્જન સ્થાનની વિકરાળતા જોઈ મારી સહીસલામતી માટે ડર લાગે એ સ્વાભાવિક છે, પણ જો તું હું બતાવું તે કામ બને તેટલું જલદી કરી લાવે, તો પછી મારે એ આકરું તપ વધુ દિવસ લંબાવવું નહિ પડે.” માલિક, તમે મને જરા સમજ પડે તેમ વિગતે વાત કરો.” “તો સાંભળ: કોઈ ચિતારાને જે સૌથી શ્રેષ્ઠ ચિતારો બનવું હોય, તો તેણે કોઈ ઉત્તમ નમૂનાનો અભ્યાસ કરવો જોઈએ. તેમ કોઈને ડાહ્યા તથા ધીરજવાન માણસ તરીકે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવી હોય, તો તેણે યુલિસીસનું અનુકરણ કરવું જોઈએ. તેમ જ પરાક્રમી અને પ્રેમ-શૂરાતનભર્યા નાઈટ તરીકે પ્રસિદ્ધિ મળે તેવું ઇચ્છતા હોઈએ, તો એમેદિસનું અનુકરણ કરવું જોઈએ. હવે ઍમેદિસનાં બધાં કૃત્યોમાં તેના તરફ ઉપેક્ષાવૃત્તિ દાખવનાર ઓરિયાનાને પડતી મૂકવાને બદલે તેણે “પુઅર-રૉક' નામના પર્વત ઉપર જે દારુણ તપ કર્યું હતું, તે ખરેખર અનુકરણીય હતું. એટલે મેં પણ તેનો એ દાખલો અનુસરવાનું નક્કી કર્યું છે, કારણ કે રાક્ષસોને ચીરી નાખવા, દાનવોનાં માથાં કાપી નાખવાં, ભયંકર અત્યાચારીઓને હણવા, મોટાં મોટાં લશ્કરો અને નૌકાસૈન્યોને રોળી નાખવાં, માયાવીઓની માયાજાળ છિન્નભિન્ન કરી નાખવી, વગેરે તેનાં કામોનું તો અનુકરણ આપણાથી થઈ શકે તેમ નથી. તો આ પ્રેમ-તપ રૂપી એક કૃત્યનું પણ અનુકરણ કરીએ, તો તેના બધા ગુણો આપણામાં આવી જાય. હવે આ નિર્જન વેરાન પ્રદેશ જોઈને મને લાગે છે કે, એવું પ્રેમ-તપ કરવાને માટે આ યોગ્ય સ્થળ છે. એટલે ગાંડપણ, હતાશા અને ઝનૂન એ ગુણોની બાબતમાં એમેદિસનું અનુકરણ કરવા હું પ્રેમ-વિરહ-હતાશા-દર્શક પોકારો અને વિલાપ કરતો તપ કરવા માગું છું, જેથી મને પણ તેના કરતાં વધુ નહિ તો તેની સમાન કીર્તિ મળે.” Page #147 --------------------------------------------------------------------------  Page #148 -------------------------------------------------------------------------- ________________ અણીદાર ખડક ઉપ૨ આદરેલી પ્રેમતપશ્ચર્યા. – પૃ૦ ૧૦૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-તપશ્ચર્યા ૧૦૧ સાન્કોએ તરત જવાબ આપ્યો, “પરંતુ માલિક, એ બધા નાઈટોને એવાં આકરાં તપ કરવા જેવા ગાંડા થવા માટે કાંઈ કારણો મળ્યાં હતાં. પરંતુ તમારે તેવું ગાંડપણ દાખવવાની શી જરૂર છે? તમને કઈ લેડીએ નકાર્યા છે, ધુત્કાર્યા છે કે હતાશ કર્યા છે?” ડૉન કિવકસોટે તરત જવાબ આપ્યો, “મારા તપની એ જ ખૂબી છે, ભલા! બીજાઓ તો કાંઈ કારણ મળતાં ગાંડા થયા હતા, ત્યારે હું તો કશા કારણ વિના કે જરૂર વિના જ ગાંડો થવા માગું છું, જેથી મારી લેડી ડુલસિનિયાને મારા અખૂટ પ્રેમનો-ઉત્કટ પ્રેમનો ખ્યાલ આવે. અર્થાત કશા કારણ વિના પણ. તેના પ્રેમમાં મસ્ત થઈ, તેના પ્રેમ માટે આવું ઉત્કટ તપ હું કરું, તો પછી કશું કારણ હોય તો તો હું શું શું ન કરું, તેની તેમને તરત પ્રતીતિ થઈ જશે.” આમ વાતચીત કરતા તેઓ આગળ ચાલતા હતા, તેવામાં તેઓ એક ઊંચા અણીદાર ખડક આગળ આવી પહોંચ્યા. આજુબાજુના ખડકો કરતાં તેને વહેરીને જાણે જુદો પાડી દીધો હોય, તેમ તે અટૂલો ઊભો હતો. તેની પાસે થઈને જ ખળખળ કરતું એક ઝરણું વહેતું હતું. વૃક્ષો, અને વેલોની ઘટાઓ એ વહેળાની આસપાસ જામ્યાં હતાં. ડૉન કિવકસોટ તરત બોલી ઊઠયા, “જો ભાઈ, આ કમનસીબ પ્રેમી હવે આ સ્થળે જ રહીને પોતાનું તપ આદરશે. મારા વિશ્વાસુ સ્કવાયર, હું અત્યાર સુધી મારાં પરાક્રમોમાં સાથે રહ્યો છે, હવે તું આ નિર્જન સ્થાનમાં હું કેવું દારુણ તપ આચરી રહ્યો છું તે બે ત્રણ દિવસ નજરે જોઈને જા; જેથી લેડી ડુલસિનિયાને તું બધો અહેવાલ આપી શકે. હું અહીં મારાં બધાં શસ્ત્રો તથા કપડાંનો ત્યાગ કરી, કેવળ એક કપડાભેર ઉઘાડે હાથે-પગે રહીશ, તથા વિલાપ-પ્રલાપ કરતો આ કઠણ કઠોર પર્વતો સાથે મારું માથું પછાડીશ. મારા આ ઘોડાને પણ હું જીન ઉતારી લઈ હવે જંગલમાં છૂટ મૂકી દઉં છું.” સાન્કોએ જવાબ આપ્યો, “માલિક, તમે આવું ગાંડપણ કે તપ કરી રહ્યા હો, તે વખતે મારે અહીં ખાલીપીલી બેસી રહેવાની જરૂર નથી. તમે જે કંઈ કહો છો તે બધું તમે કરવાના જ છો, એટલે હું એ બધું વર્ણન લેડી ડુલસિનિયાને જઈને વિગતવાર કહી બતાવીશ. આ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ડૉન કિવકસોટ! ઘોડાને પણ જંગલમાં જંગલી પશુઓનો શિકાર થવા છૂટો મૂકવાની જરૂર નથી – હું પોતે પગે ચાલીને જઈશ તો બહુ વાર લાગશે; માટે હું તેને મારી સાથે જ લઈ જઈશ.” ડૉન કિવસોટે કહ્યું, “તો હું હવે મારા હૃદયની બધી યાતના એક પત્રમાં લેડી ડુલસિનિયાને લખી જણાવું છું. જો તે મારી વફાદારી, મારી ભક્તિ અને મારા પ્રેમને મંજૂર રાખશે, તો તો તું અહીં પાછો આવીને મને ખબર આપીશ એટલે મારું તપ પૂરું થશે. પણ જો તે મારા પત્રનો કે તપનો કે વેદનાનો અસ્વીકાર કરશે –તેમને ફગાવી દેશે, તો પછી મારું તપ અહીં વધુ ઉત્કટતાથી ચાલુ રહેશે અને મારા પ્રાણ છૂટશે કે લેડી ડુલસિનિયાનું પથ્થર જેવું હદય પીગળશે, ત્યારે જ તેનો અંત આવશે.” સાન્કોએ તરત કહ્યું કે, “સાથે સાથે ત્રણ ગધેડાં મને આપવાનો પત્ર પણ તમે તમારાં ભત્રીજી ઉપર લખી આપજો.” ડૉન કિવકસોટે કહ્યું, “ઠીક ભાઈ, નાઈટ લોકો પોતાની લેડી ઉપરનો પત્ર પોતાને હાથે કદી લખતા નથી; અલબત્ત, લેડી ડુલસિનિયા ભણેલાં નથી, એટલે તે કાગળ મેં જાતે લખ્યો છે કે બીજા પાસે લખાવ્યો છે એ જાણી શકે નહિ; છતાં તારે એ કાગળ પાસેના ગામમાં જઈ કોઈ મહેતાજી પાસે બીજા કાગળ ઉપર લખાવી લેવો. બાર બાર વર્ષથી મેં લેડી ડુલસિનિયાને જોયાં છે તથા ઓળખ્યાં છે તથા ચાહ્યાં છે; પણ તેમને કદી ખબર પડવા દીધી નથી કે મેં તેમને જોયાં છે કે ચાહ્યાં છે. તેમને પત્ર તો કદી જ લખ્યો નથી. અલબત્ત, આખી જિંદગીમાં મેં તેમને ચાર જ વખત દૂરથી જોયાં છે–પાસે તો કદી ગયો નથી – તેમના પિતા લૉરેન્ઝો કોર્સીએલો અને તેમનાં માતા આલૉન્ઝા નોગલ્સ તેમને બહુ કડક ચોકીપહેરામાં રાખે છે. અને છતાં મેં મારા સમગ્ર પ્રાણ, સમગ્ર જીવન તેમને અર્પણ કરી દીધાં છે.” સાન્કો હવે વચ્ચે જ બોલી ઊઠયો, “માલિક, ટૉબોસો ગામમાં પેલા ખેડૂત લૉરેન્ઝો કોઈંએલોની છોકરી પેલી આવ્હોન્ઝા લૉરેન્ઝો નામથી ઓળખાય છે, તેને જ તમે લેડી ડુલસિનિયા કહો છો? અરે એ ઊંચી લપડંગ છોકરીને માળા ઉપર ચડીને દૂરના મજૂરોને બૂમો પાડતી મેં Page #151 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-તપશ્ચર્યા ૧૦૩ પણ સાંભળી છે–બાપરે! શું એનો ઘંટ જેવો અવાજ છે? પણ હું તો એમ માન્યા કરતો હતો કે તમે ખરેખર કોઈ રાજકુંવરી લેડી ડુલસિનિયાના પ્રેમમાં છો. તમે જીતેલા બધાને તમે ખેડૂત-કન્યાનાં ચરણોમાં પડવા અત્યાર સુધી મોકલ્યા કરતા હતા? વાહરે, માલિક, તમે તો તપ કર્યા વિના જ ખરેખર ગાંડા થઈ ગયા છો, એમ જ મારે કહેવું જોઈએ.” “જો સાન્કોડા, મેં તને કેટલીય વાર તારી ભૂલીને પકડી રાખવા તથા તારા ડીમચા જેવા માથાને કદી ન સમજાય તેવી વાતોમાં ન વાપરવા ઘણી વાર કહ્યું છે. અમારા નાઈટ લોકોની અને મોટા મોટા કવિઓની સૃષ્ટિ અનોખી જ હોય છે. કવિઓએ જે બધી સ્ત્રીઓને અપ્સરાઓ તરીકે વર્ણવી છે, તે બધી શું ખરેખર સુંદર હોતી? અરે નહિ, તે તો પોતાની કલ્પનાથી જ તેમનું વર્ણન કરતા હોય છે. એમ, અમે નાઈટ લોકો પણ અમારી પ્રેમરાજ્ઞીઓને સૌન્દર્ય અને તાકાતની બાબતમાં અમારી કલ્પનાથી જ અતિ ઊંચું પદ આપીએ છીએ, અને પછી અમારા બાહુબળથી સૌની પાસે તે પદ કબૂલ કરાવીએ છીએ. એટલે મારી આ વિજ્યયાત્રા જ્યારે પૂરી થશે, ત્યારે તું જોઈશ કે, લેડી તુલસિનિયાને પ્રભુતા અને સુંદરતામાં આખા વિશ્વમાં સર્વથી શ્રેષ્ઠ ન કહેનાર કે માનનાર કોઈ જ નહિ રહ્યું હોય; અને મોટા મોટા રાજાઓ પણ તેમનાં ચરણોમાં વંદન કરવામાં બહુમાન સમજતા હશે.” સાન્કોએ પોતાની ભૂલ કબૂલ કરી લીધી અને તરત પત્ર લખી આપવા ડૉન કિવકસોટને જણાવ્યું. ડૉન કિવકસોટે હવે પેલા કાર્ડિનિયોની નોંધપોથીમાં જ નીચે મુજબ પત્ર લખ્યો “મહાન, શ્રેષ્ઠ સમ્રાજ્ઞી, તમારા વિયોગની કટારીથી આરપાર ભેંકાઈ ગયેલો અને પ્રેમબાણથી હદયમાં વીંધાઈ ગયેલો તમારો સેવક તમને કુશળ-સમાચાર પૂછે છે. જો તમે હવે મને વધુ વખત તરછોડશો, તથા નકારશો, તો હવે હું મારી આ વેદનાથી છેક જ ભાગી પડીશ, એ નક્કી જાણજો. મારો વિશ્વાસુ સ્કવાયર સાન્કો, તમારા પ્રેમમાં મારી શી વલે થઈ ચૂકી છે તેનું યથાસ્થિત વર્ણન કરશે. હવે જો તમે જરા પણ કૃપા નહિ કરો, અને Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ' ડૉન કિવકસોટ! મને જીવતો રહેવા નહિ ફરમાવો, તો પછી આ તમારો વફાદાર સેવક પોતાના હૃદયની આગમાં હંમેશને માટે ખાક થઈ જશે. – મરતા લગી આપનો ‘દયામણા મોંવાળો’ નાઇટ.” ત્યાર બાદ ડૉન કિવકસોટે બીજા પાન ઉપર પોતાની ભત્રીજીને પાંચમાંથી ત્રણ ગધેડાં સાન્કોને આપી દેવાની હુકમ-ચિઠ્ઠી લખી. ડૉન કિવકસોટે સાન્કોને હવે કહ્યું, “જો ભાઈ, તું હવે જેટલો જલદી આ સ્થાનમાં જવાબ લઈને પાછો આવીશ, તેટલો જલદી તું મને આ કઠોર તપમાંથી મુક્ત કરી શકીશ. માટે તું આ પર્વતની નિશાની રાખીને જા – હું તેની પેલી બખોલમાં જ ગમે તેમ કરીને ચઢીને બેસી રહીશ, તથા વનજંગલનાં કંદમૂળ ખાઈને જ જીવીશ.” સાન્કોએ જલદી જલદી પાછા ફરવાની ઇચ્છાથી તરત ત્યાંથી ચાલતી પકડી: કારણ કે, તે જેટલી ઉતાવળ કરે, તેટલા જ તેના માલિક વહેલા આ તપમાંથી છૂટા થાય! પેલી ખેડૂત-કન્યાને સમજાવીને પટાવીને તેની પાસેથી અનુકૂળ જવાબ મેળવવાની તેને ખાતરી હતી. પાદરી-બુવાની યોજના સાન્કો બને તેટલી જલદીથી એ પર્વત-પ્રદેશની બહાર નીકળી ગયો અને ટૉબોસો જવાનો રસ્તો પકડી, બીજે દિવસે પેલી શેતરંજીઉછાળ વીશી આગળ આવી પહોંચ્યો. દૂરથી તે મકાન જોતાં જ તેને આખે શરીરે પરસેવો વળી ગયો અને ઊંચે ઊછળતો હોય તેવા ફેર ચડવા માંડયા; પરંતુ ઘણા દિવસથી ઊનું ઊનું કંઈ ખાધું નહિ હોવાથી, તે લાલચે તે મકાનની પાસે જઈ પહોંચ્યો. જોકે વીશીનો દરવાજો નજીક આવ્યો ત્યારે અંદર જવું કે નહિ, તેની દ્વિધામાં તે પડી ગયો. એટલામાં જે બે જણ વીશીના દરવાજામાંથી બહાર નીકળ્યા, તેઓએ સાન્કોને તરત Page #153 -------------------------------------------------------------------------- ________________ પાદરી-બુવાની યોજના ૧૦૫ ઓળખી લીધો: એ લોકો તેના ગામના જ પેલા પાદરી-બુવા અને હજામ હતા, જેમણે ડૉન કિવકસોટની ચોપડીઓની હોળી કરી હતી! તેઓએ સાન્કોને તેના માલિક કયાં છે તે વિષે પૂછયું. પરંતુ એ વિશ્વાસુ સ્કવાયરે તેઓને કશો સીધો જવાબ આપ્યો નહિ. પેલા હજામે તેને દમદાટી આપી અને કહ્યું, “જો તું એમને અમારી આગળ જીવતા રજૂ નહિ કરે, તો અમે એમ માની લઈશું કે, તે એમનું ખૂન કર્યું છે તથા તેમનો ઘોડો તથા પૈસા પડાવી લઈને નું નાસી છૂટયો છે.” સાન્કોએ કહ્યું, “મેં તેમને મારી નાખ્યા હોય તો ને? મને તમારો કશો ડર લાગતો નથી; કારણ કે, મારા માલિક તો પેલા પર્વતમાં એક મોટી શિલા ઉપર બેસીને નિરાંતે તપ કરે છે, અને હું તેમનાં લેડી ડુલસિનિયા ડેલ ટૉબોસો માટે એમણે આપેલો પત્ર લઈ જાઉં છું.” લેડી ડુલસિનિયા? એ વળી કોણ?” “અરે તમે શું જાણો? એ તો ટૉબોસો ગામના ખેડૂત લૉરેન્ઝો કોર્સેલોનાં દીકરી થાય; પણ મારા માલિકે તેમને આખા જગતની મોટામાં મોટી રાણી તરીકે સ્થાપ્યાં છે, અને પોતાની તરવારના જોરે આખા જગતને એ વાત કબૂલ પણ રખાવશે. પણ અત્યારે તો તેમનો પૂરો પ્રેમ એમને મળે તે માટે એ ભૂખ-તરસે પર્વત ઉપર તપ કરી રહ્યા છે, અને મારે જલદી જલદી તેમનો પત્ર લઈ લેડી ડુલસિનિયા પાસે પહોંચવાનું છે, જેથી તેમનો અનુકૂળ જવાબ લઈને હું ઝટ પાછો આવી જાઉં, તો તેઓ પોતાનું એ આકરું તપ છોડી દે અને પછી રાજ્યો તથા ટાપુઓ જીતવા નીકળી પડે. કારણ કે, તે રાજા થાય તો જ મને ઉમરાવ બનાવે; અને પછી એક ટાપુનો ગવર્નર પણ બનાવે. તેમણે મને એવું વચન આપ્યું છે!” પણ તેમનો લખેલો કાગળ તું અમને બતાવે, તો જ અમને ખાતરી થાય છે, તું કહે છે તે વાત ખરી છે; નહિ તો અમે માની જ લઈશું કે હું તેમને મારી નાખીને તેમનો ઘોડો લઈ ભાગી જાય છે.” Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ડૉન કિવકસોટ! “પણ મારું ગધેડું પેલો ચોર લઈને નાસી ગયો, એટલે જ ટૉબોસો જલદી પહોંચાય તે માટે તેમણે મને તેમનો ઘોડો આપ્યો છે. અને તેમનું બખ્તર, હથિયાર વગેરે બધું તેમણે ઉતારી કાઢયાં છે, તે મેં તેમની પાસે જ એક ઝાડ ઉપર વટ કરીને લટકાવી દીધાં છે. અને કાગળ તો એમણે એક તેમના જેવા નાઈટની મળેલી નોંધપોથીમાં જ લખી આપ્યો છે; પણ નાઈટે પોતાની પ્રેમરાજ્ઞીને સીધો કાગળ પોતાને હાથે લખ્યાનું એક પુસ્તકમાં ન આવતું હોવાથી, લેડી ડુલસિનિયા ઉપરનો કાગળ તો મારે પાસેના ગામમાં જઈને કોઈ મહેતાજી કે પાદરી પાસે જુદા કાગળ ઉપર લખાવી લેવાનો છે. મારા ગધેડાના બદલામાં મને ત્રણ ગધેડાં આપવા તેમનાં ભત્રીજીને તેમણે જે કાગળ લખી આપ્યો છે, તે તો તેમના હસ્તાક્ષર ઓળખાય માટે કાયમ જ રાખવાનો છે. પણ પાદરીબુવાજી તમે જ લેડી ડુલસિનિયાવાળો કાગળ બીજા કાગળ ઉપર લખી આપો ને!” આમ કહી તે પેલી નોંધપોથી પોતાનાં કપડાંમાંથી કાઢવા ગયો. ' પણ સત્તાનાશ! એ નોંધપોથી કયાં? પોતે ત્યાંથી નીકળતી વખતે ત્યાં જ રહેવા દઈને આવ્યો કે શું? તરત તે માથું કૂટવા લાગ્યો અને વાળ તોડવા લાગ્યો. તેની બધી આશાઓ ઉપર પાણી ફરી વળ્યું હતું! પાદરી-બુવાએ તેને હવે આશ્વાસન આપવા માટે કહ્યું કે, હું ત્રણ ગધેડાં માટેની ચિઠ્ઠી શરાફી ચિઠ્ઠીની ભાષામાં લખી આપીશ, અને તારા માલિક વતી જ મેં લખેલી છે એમ કહીશ, એટલે નાઈટનાં ભત્રીજી મને ઓળખતાં હોવાથી, તને તરત એ ગધેડાં આપી દેશે. આ સાંભળી સાન્કોના જીવમાં જીવ આવ્યો; તેણે રાજી થઈને કહ્યું, “મારાં ગધેડાંની ચિઠ્ઠી મને મળે એટલે બસ. પછી લેડી ડુલસિનિયા ઉપરની ચિઠ્ઠીની તો મને બહુ દરકાર નથી; કારણ કે, મને બધું લખાણ મોઢે યાદ છે. અને તે બધું મારે બીજા પાસે જ લખાવી લેવાનું હતું, એટલે હું તમને કહું તે મુજબ લખવા માંડો – “મોટી ઊંચી પર્વત જેવડી રાણી – હું ઘાયલ થઈ ગયો છે, મારે આરામની જરૂર છે અને કટાર તમને મોકલી દઉં છું – ના, ના,– મારે કટાર જોઈએ છીએ જેથી મારી છાતીની આરપાર ખોસી દઉં—ના, ના Page #155 -------------------------------------------------------------------------- ________________ પાદરી-બુવાની યોજના ૧૦૭ તમે ખોસી દીધી છે તે હવે કાઢી નાખવી છે – એ ઘાયલ થયેલો માણસ તમારા હાથને ચુંબન કરીને પોતાને જીવતો કરવા કરગરે છે-ના, ના, તેને જીવતા બળી મરવું છે – તેનું માં દયામણું છે, ના, ના, મારું નામ દયામણા મવાળો છે – ના, ના,-એવું એવું બધું લખી દો ને મારા ભાઈ – મને બરાબર યાદ છે.” પાદરી-બુવાએ હસતાં હસતાં બધું ગોઠવીને પ્રેમપત્રની ભાષામાં લખી આપ્યું. પેલા બંને જણે પછી ડૉન કિવકસોટની મુસાફરીની શરૂઆતથી માંડીને બધી માહિતી પૂછી લીધી. સાન્કોએ ભારે ભારે વર્ણન કરીને એ બધાં પરાક્રમો –માત્ર વીશીમાં પોતાને શેતરંજી ઉપર ઉછાળવામાં આવ્યો હતો તે સિવાયનાં – કહી સંભળાવ્યાં. તથા ડૉન કિવકસોટ જરૂર એકાદ રાજ્ય જીતી લેવાના છે, અને પોતાને ઉમરાવ બનાવી સૂબેદાર કે ગવર્નર નીમવાના છે, એ વાત ફરી ફરીને કહ્યા કરી. પેલા બેએ તેને તેની બધી બાબતોમાં ‘હા’ ભણી, તેને ચગાવ્યું રાખ્યો, તથા ડૉન કિવકસોટ જેવા પરાક્રમી પુરુષ કોઈ રાજાને તેનું રાજ્ય પાછું મેળવવામાં મદદ કરી, અથવા કોઈ રાજકુમારીને રાક્ષસના પંજામાંથી છોડાવી, તેના પિતા પાસેથી બદલામાં મોટું રાજ્ય કે રાજ્યના વડા-પાદરીનો હોદ્દો જરૂર મેળવશે, એમ તેને જણાવ્યું. “વડા-પાદરીનો?” સાન્કોએ તરત શંકામાં પડી જઈ પૂછયું. હા, હા, આખા રાજ્યના વડા-પાદરીનો હોદ્દો કંઈ જેવો તેવો ન ગણાય.” પણ પછી તે મને ઉમરાવપદ આપી ટાપુનો ગવર્નર શી રીતે બનાવી શકે?” “ખરી વાત; તો તો તેમણે દુશ્મન રાજાનું રાજ્ય જ માગી લઈ, ત્યાંના રાજા જ બનવું જોઈએ.” સાન્કોએ પાદરી-બુવાને આજીજી કરીને કહ્યું, “તમે બુજી મારા માલિકને ગમે તેમ કરી રાજા થવાનું જ સમજાવજો; વડા-પાદરી થવાનું નહિ.” Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ડૉન કિવકસોટ! ખરી વાત; વડા-પાદરી થાય તો તેને કોઈ મોટા દેવળનો બિશપ જ બનાવી શકે; પણ તો પછી તું તારાં બૈરીછોકરાં સાથે રહી ન શકે.” પાદરી-બુવાએ ગંભીર વિચારમાં પડી ગયા હોય તેમ કહ્યું. સાન્કો એ સાંભળી વળી ગભરાઈ ગયો; અને પાદરી-બુવાને તરત જ પગે પડયો અને પોતાના માલિકને કદી વડા-પાદરી ન થવાનું સમજાવવાનું કહેવા લાગ્યો. પાદરી-ભુવાએ તેની વાત કબૂલ રાખી, પણ સાથે સાથે તેને ઠસાવવા માંડ્યું કે, ડૉન કિવકસોટે જલદી જો રાજા બનવું હોય – અને પરિણામે સાન્કોએ ગવર્નર બનવું હોય – તો ડૉન કિવકસોટ પાસે આ નકામું તપ તરત છોડાવી દેવું જોઈએ. કારણ કે, આ તપ કરવા જતાં તે ભૂખ-ટાઢતડકાથી નબળા પડી જાય કે રોગી બની જાય કે દરમ્યાન કોઈ જંગલી પ્રાણી તેમના ઉપર હુમલો કરે, તો બધું જ અધૂરું રહી જાય. માટે આપણે હમણાં તો વીશીમાં જઈ, ખાઈ-પી, નિરાંતે વિચાર કરીએ કે, આ બાબતમાં આપણે આગળ શું કરવું? સાન્કોએ એ વીશીમાં આવવા ન પાડી; અને પોતાને બહાર જ કાંઈ ગરમાગરમ ખાવાનું મોકલવા કહ્યું. પેલાઓએ એ વાત કબૂલ રાખી; અને હજામ અંદર જઈ, સારું સારું ખાવાનું લઈ આવીને સાન્કોને આપી ગયો. પછી વીશીમાં બેસી ખાતાં ખાતાં, પાદરી-બુવા અને હજામ મળીને ડૉન કિવકસોટી માન્ય રાખે એવી કોઈ યુક્તિ શોધવા લાગ્યા. થોડી વારે પાદરી-બુવાએ નીચેની યોજના વિચારી કાઢી – પાદરી-બુવાએ સ્ત્રીનાં કપડાં પહેરવાં, અને હજામે પોતાનો વેશ બદલી એ સ્ત્રીના સ્કવાયર બનવું. પછી ડૉન કિવકસોટ પાસે જઈને પેલી સ્ત્રીએ કહેવું કે, મને એક બદમાશ જૂઠો નાઈટ સતાવી રહ્યો છે, માટે મારો તેના હાથમાંથી ઉદ્ધાર કરો; હું તમારી કીર્તિ સાંભળી તમને શોધતી શોધતી આવી છું. ઉપરાંત તે સ્ત્રીએ કહેવું કે, એ નાઈટે કરેલા અપકૃત્યથી એ એટલી બધી શરમિંદી બની ગઈ છે કે, પોતે એ નાઈટને મરેલો જોશે નહિ, ત્યાં સુધી કોઈને પોતાનું મોં બતાવી શકશે નહિ, કે પોતાની સાચી ઓળખ આપી શકશે નહિ. Page #157 -------------------------------------------------------------------------- ________________ પાદરી-બુવાની યોજના ૧૦૯ હજામને પણ આ યુક્તિ ડૉન કિવકસોટની અત્યારની માનસિક સ્થિતિને અનુકૂળ આવે એવી લાગી. એટલે તે બંનેએ પછી વીશીવાળાને અને તેની પત્નીને બધી વાત કરી; અને તેમની મદદ સ્ત્રીનાં કપડાં વગેરે મેળવી આપવા અંગે માગી. વીશીવાળો અને તેની પત્ની પોતાની વીશીમાં આવી ગયેલા ડૉન વિકસોટને અને સાન્કોને તરત ઓળખી ગયાં. તેમણે એ લોકોની મુલાકાતની બધી વાત પાદરી-બુવાને તથા હજામને કહી સંભળાવી, તથા સાન્કોને બીજા મુસાફરોએ શેતરંજીમાં નાખી કેવો ઉછાળ્યો હતો તે પણ કહ્ય. પાદરી-બુવા અને હજામ બંને ખૂબ હસી પડયા તથા સાન્કો વીશીમાં અંદર આવવા શાથી કબૂલ નહોતો થતો તે સમજી ગયા. વીશીવાળાએ અને તેની પત્નીએ આ લોકોને વેશપલટા માટે જોઈતી બધી સામગ્રી પૂરી પાડી. સ્ત્રીનો સારામાં સારો પોશાક, તથા કાંસકો ભરવવા માટેની પોતાની પાસેના ગાયના પૂંછડાના વાળ — વગેરે બધું તેઓએ કાઢી આપ્યું. પેલી બટકી નોકરડીએ પણ ડૉન કિવકસોટનું ગાંડપણ દૂર થાય અને તે સાજાસમા પાછા ફરે તે માટે રોજ ભગવાનના નામની એક માળા ફેરવવાનું જાહેર કર્યું. પછી સ્ત્રીનો વેશ પહેરી, મેમાં અર્ધું ઢંકાય તેવી રીતે માથું બાંધી, પાદરી પોતાના ખચ્ચર ઉપર શ્રી બેસે તેમ એક બાજુએ પગ લટકતા રાખી બેઠો. હજામ પણ ગાયના પૂંછડાના વાળને રંગીને, પોતાના માં ઉપર દાઢી તરીકે લગાવી, પોતાના ખચ્ચર ઉપર બેઠો. બંને જણ એ વેશમાં બહાર નીકળ્યા, ત્યારે સાન્કો તેમને એ વેશમાં જોઈ હસી હસીને બેવડો વળી ગયો. પાદરી-બુવાએ તેને પોતાની યોજના સમજાવી દીધી, અને સાન્કોને પણ લાગ્યું કે, તેના માલિક આ રીતે કોઈ સ્રીની વહારે ચડવા તો તરત તૈયાર થઈ જશે અને તપ-બપ પડતું મૂકશે. પણ વીશીની બહાર નીકળ્યા પછી પાદરી-જુવાને પોતાને સ્ત્રીનો વેશ પહેરવો એ અયોગ્ય લાગ્યું. એટલે તેમણે હજામને કહ્યુ “મારે મારાં પદ-પ્રતિષ્ઠાની રૂએ, કોઈ સારા હેતુથી પણ સ્ત્રીનો વેશ પહેરવો યોગ્ય ન કહેવાય. માટે તું સ્રી બનવાનું કબૂલ રાખ, અને હું તારો નોકર બનું.” Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ડૉન કિવકસોટ! હજામને તો એ બાબતમાં વાંધો જ ન હતો. એટલે તે તરત તૈયાર થયો. પરંતુ, અહીંથી એ બધો પહેરવેશ બદલીને નીકળવું એ મુસાફરી દરમ્યાન મુશ્કેલી ઊભી કરે તેવું લાગવાથી, તેઓએ એ બધું ગડી કરીને સાથે બાંધી લીધું, અને પર્વતોમાં પહોંચ્યા પછી, થોડે દૂરથી જ એ બધું પહેરી લેવાનું ઠરાવ્યું. બીજે દિવસે તેઓ રસ્તો છોડી પર્વતોમાં પેસવાનું ક્યાંથી શરૂ થતું હતું ત્યાં આવ્યા. સાન્કોએ નિશાની તરીકે ત્યાં આગળ ઝાડની ડાળીઓ અમુક રીતે ગોઠવી રાખી હતી. તેણે હવે આ લોકોને પોતાના વેશ ત્યાંથી જ બદલી લેવાનું જણાવ્યું, તથા પાદરી-બુવાને છેક છેવટના આગ્રહભરી વિનંતી કરી કે, તે ડૉન કિવકસોટને રાજા બનવાનું જ સમજાવ, અને વડા-પાદરી બનવાની કદી સલાહ ન આપે. પેલાઓએ પણ તેને તાકીદ આપી કે, અમે કોણ છીએ એ વાત ભૂલેચૂકે પણ તારે એથી નીકળવી ન જોઈએ. ઉપરાંત ડૉન કિવસોટ તેને પૂછે કે, ડુલસિનિયાના કાગળનું શું થયું, તો તેણે એમ કહી દેવું કે, એ કાગળ તેમને પહોંચાડયો છે; પણ તેમને લખતાં વાંચતાં ન આવડતું હોવાથી તેમણે તાબડતોબ તમને ટૉબોસો પાછા ફરવાનું ફરમાવ્યું છે, અને તમે જો તેમના હુકમની રૂએ જલદી પાછા નહિ ફરો, તો તે કદી તમારી સામું જોશે પણ નહિ, એવી ધમકી પણ તેમણે કહાવી છે. સાન્કોએ આ બધું બરાબર સમજી લીધું તથા ઉપરથી એમ પણ કહ્યું કે, “હું તમારી આગળ જ જઈને તેમને લેડી ડુલસિનિયાનો આ સંદેશો સંભળાવું, તો તે તરત માની જશે અને આ પર્વતનું તપ છોડી દેશે, તો પછી તમારે તમારો આ વેશ ભજવવાની પણ જરૂર નહિ રહે.” પેલા બંનેને પણ આ વાત મંજૂર હતી; એટલે સાન્કો ડૉના કિવકસોટને મળીને, તેમને લઈને પાછો આવે ત્યાં સુધી તેઓએ ત્યાં જ આસપાસ ઝાડોમાં છુપાઈ રહેવાનું કબૂલ કર્યું. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કાર્ડિનિ વાત પૂરી કરે છે સાન્કો ચાલ્યો ગયો એટલે પાદરી-બુવા અને હજામ બંને આસપાસ સારી સહીસલામત શીતળ જગા શોધીને નિરાંતે બેઠા. ત્યાં તેઓ શાંતિથી પોતાની યોજના અંગે જ વિચાર કરતા હતા, તેવામાં તેમણે કોઈ પુરુષને કંઠે ગવાતું ગીત સાંભળ્યું. આવા નિર્જન વગડામાં કોઈ એકલદોકલ ભરવાડ ગીત ગાય એ સમજાય તેવું હતું, પરંતુ આ ગીતના શબ્દો તથા ગાવાની હલક શહેરી હતાં. અને એવાં શહેરી ઢબનાં ગીત ગાનાર અહીં વગડામાં કોણ હશે એવો વિચાર તેઓને આવ્યો. ગીતના શબ્દો, એમાં રહેલો ઠપકો, પુરષની મિત્રતા અને સ્ત્રીના પ્રેમનું મિથ્યાપણું, વગેરે ઉપરથી તેમને સાન્કોએ કહેલી કાર્ડિનિયો સાથેની મુલાકાતની વાત તરત યાદ આવી. થોડી વારમાં ગાતો ગાતો તે માણસ એ ખડક તરફ આવ્યો. તે પણ આ બેને ત્યાં બેઠેલા જોઈ શૈકીને ઊભો રહ્યો. તેને જોતાં જ પાદરી-બુવાને ખાતરી થઈ કે, સાન્કોએ કરેલા વર્ણન મુજબ દેખાવવાળો એ પેલો પ્રેમ-ભગ્ન કાર્ડનિયો જ છે. પાદરીબુવા તેનો ઇતિહાસ તથા ગાંડપણની વાત જાણતા જ હતા, એટલે તેમણે સાવચેતીપૂર્વક શિષ્ટભાષામાં તેની સાથે વાત ઉપાડી. કાર્ડિનિયોને અત્યારે પેલું ગાંડપણનું વળું ન હતું, એટલે પોતાની તરફ સહાનુભૂતિ બતાવતા પાદરી-બુવાથી પ્રભાવિત થઈ, તે તેમની સાથે શાંતિથી વાતો કરવા લાગ્યો. પાદરી-બુવાને પોતાના ઇતિહાસથી પરિચિત જાણી તે નવાઈ પામ્યો, અને પોતાને સમજાવીને વસ્તીમાં પાછો લઈ જવા આવેલા આ કોઈ સંબંધી મિત્રો છે એમ માનીને તે કહેવા લાગ્યો – ૧૧૧ Page #160 -------------------------------------------------------------------------- ________________ ડૉન કિવકસોટ! “સજ્જનો, તમે મારા તરફની લાગણીથી મને સમજાવવા આવ્યા છો, પણ તમે એક વાર મારી પૂરી વાત શાંતિથી સાંભળી લેશો, તો તમને ખાતરી થશે કે, મારા જેવો કમનસીબ માણસ બીજા કોઈ નથી; હું મારું ભાગ્ય સુધારવા જે કંઈ પ્રયત્ન કરું છું, તેમાં મને નિષ્ફળતા જ મળે છે; અને હવે તો પરિસ્થિતિ જ એવી બની રહી છે કે, વસ્તીમાં પાછા આવવાનું મારે કાંઈ પ્રયોજન જ રહ્યું નથી.” ૧૧૨ 66 પાદરી-બુવાઓ તેને શાંતિથી પોતાની વાત પહેલેથી માંડીને કહેવા જણાવ્યું. તેમને તેને માંએ એ આખી વાત સાંભળવી જ હતી, જેથી તે સાંભળ્યા પછી ઉચિત હોય એવી સલાહ તેને આપી શકાય. આવો ખાનદાન જુવાનિયો આવી નકામી ધૂનમાં આવી જઈ, પોતાનું જીવન બરબાદ કરે એ તેમને ઠીક લાગતું ન હતું. એટલે ડૉન વિકસોટની પેઠે જ તેને પણ સમજાવી પાછો વાળવાનો પ્રયત્ન કરી જોવાનું તેમને મન થયું. પેલાને પણ પોતાની વાત સહાનુભૂતિથી સાંભળનાર કોઈ સારું માણસ મળે, એ જોઈતું જ હતું, જેથી પોતાના દિલનો ભાર હલકો થાય, તથા પોતે જે કરી રહ્યો છે તે બરાબર છે કે નહિ એની ખાતરી પણ થાય. જ્યારે જ્યારે તેને ગાંડપણનું વળું દૂર થઈ જતું, ત્યારે ત્યારે આવી રીતે કોઈ ભલા શુભેચ્છકની સલાહ લેવાનું તેને મન થઈ જ આવતું. પણ આ તરફ કેવળ ભરવાડો જેવા જંગલીઓ જરહેતા હોવાથી, તેમને પોતાની બધી વાત કહેવાય તેમ નહોતું; તથા ડૉન વિકસોટ જેવો માણસ એકાદ વખત તેને મળ્યો હતો, પણ પોતાની વાત એ પૂરી સાંભળે તે પહેલાં તો તે મારામારી ઉપર આવી ગયો હતો. કાર્ડિનિયોએ પહેલેથી માંડીને પોતાની વાત શરૂ કરી. ડૉન કિવકસોટને કહી હતી ત્યાં સુધીની વાત તેણે બરાબર તે જ શબ્દોમાં કહી સંભળાવી. પછી તેણે જે વાત આગળ કહી, તે નીચે પ્રમાણે છે “લ્યુસિન્ડાએ હવે મને પત્ર લખીને જણાવ્યું કે, તેને પોતાને પણ મારા ઉપર પૂરો પ્રેમ છે, અને તેથી હવે મારે તેના પિતાને મળી તેના હાથની માગણી કરવી જોઈએ. Page #161 -------------------------------------------------------------------------- ________________ કાર્ડિનિયો વાત પૂરી કરે છે ૧૧૩ "C ‘મારા મિત્ર ડૉન ફર્ડિનાન્ડને પણ મેં એ પત્ર બતાવ્યો. તે હવે ધીમે ધીમે લ્યુસિન્ડાના મોહમાં એવા ફસાતો ગયો હતો કે, તેણે વચ્ચેથી મારી આડખીલી દૂર કરી, પોતે ૪ લ્યુસિન્ડાના બાપને મળી, પોતાને માટે લ્યુસિન્ડાના હાથની માગણી કરવાનો વિચાર કર્યા. "C તેણે તે જ દિવસે છ ઘોડા ખરીદ્યા અને પછી તેમની કિંમત પોતાના મોટા ભાઈ પાસે જઈ તરત લઈ આવવા મને તેને ગામ મોકલી દીધો. સાથે તેણે પોતાના મોટાભાઈ ઉપર લખેલો એક સીલબંધ કાગળ આપ્યો, જેથી હું તે વાંચી શકું નહિ. તેમાં તેણે તેના મોટાભાઈને જણાવ્યું હતું કે, તેમણે ગમે તે બહાને મને થોડા વધુ દિવસ ત્યાં જ રોકી રાખવો. મને તો કશી શંકા જ ગઈ નહોતી; એટલે હું તેનો કાગળ લઈ, જલદી જલદી પાછો આવી જવાના ખ્યાલથી ફર્ડિનાન્ડને ગામ જવા ઊપડયો. ત્યાંથી પાછા આવી, લ્યુસિન્ડાના બાપને મળી, તેના હાથની માગણી કરવાનું મેં નક્કી કર્યું હતું. “ફર્ડિનાન્ડના મોટા ભાઈએ ફર્ડિનાન્ડનો પત્ર વાંચી, તેની ઇચ્છા મુજબ મને રોકી રાખવાનાં બહાનાં કાઢવા માંડયાં. તેણે મને કહ્યું કે, ફર્ડિનાન્ડે આ ઘોડા તેના બાપની મરજી વિના જ ખરીદ્યા છે, એટલે તેણે એ પૈસા બાપથી છાના ગમે તેમ કરીને જોગવવાના છે ઇટ. ઉપરાંતમાં, તેના બાપની નજરે મારે ન પડવું, એવી પણ તેણે મને સૂચના આપી. “હું અકળાયો; પણ હવે બીજો છૂટકો ન હોવાથી ત્યાં છાનોંમાનો પડી રહ્યો. થોડા દિવસ બાદ મારે ગામથી એક દૂત આવ્યો અને લ્યુસિન્ડાના હાથનો લખેલો કાગળ મને આપી ગયો. તે દૂત કોઈ અજાણ્યો જ માણસ હતો. લ્યુસિન્ડાના ઘરના પાછલા બારણા આગળ થઈ તેને જતો જોઈ, તેણે તેને આજીજી કરીને આ કાગળ મને પહોંચાડવા મોકલ્યો હતો; એ મહેનતના બદલામાં તેણે તેને સો રિયલ ભરેલી એક કોથળી આપી દીધી હતી, એમ પણ પેલાએ જણાવ્યું. “મે ડરતાં ડરતાં કશા માઠા સમાચાર વાંચવાની ખાતરીથી જ એ કાગળ ફોડયો અને વાંચ્યો:— ‘ફર્ડિનાન્ડે તમારા પિતા દ્વારા મારા પિતા પાસે તેને માટે મારા હાથની માગણી કરાવી છે. મારા પિતાએ ફર્ડિનાન્ડના કુટુંબ જેવા ઉચ્ચ ખાનદાન સાથે સંબંધ થતો હોવાથી એ 31-7 Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ | ડૉન કિવક્સોટ! માગણી કબૂલ રાખી છે. બે દિવસ બાદ લગ્ન સાદાઈથી ઊજવવાનાં છે. માટે ગમે તેમ કરી અહીં દોડી આવો, અને મને તમારા દગાબાજ મિત્રના હાથમાં પડતી બચાવો.” ડૉન ફડનાન્ડની દગાબાજીની આ વાત જાણી હું તરત કોઈને કહ્યા વિના સીધો મારે ગામ પાછો ફર્યો. મારું ખચ્ચર મેં પેલો કાગળ લાવનાર ભલા માણસને ઘેર જ રાખ્યું અને અંધારું થયું ત્યારે છાનોમાનો લ્યુસિન્ડાને મળવા તેને ઘેર ગયો. નસીબજોગે તે મને તેની બારીએ ઊભેલી જ મળી. તેણે મને બધી વાત કહી; તથા લગ્ન નક્કી જ છે એમ જણાવ્યું. પણ પોતે લગ્ન વખતે છેક છેવટના સૌને એ લગ્નવિધિ અટકાવવા વિનંતી કરી જોવાનું અને છતાં કોઈ ન માને તો પછી પોતાની સાથે છુપાવી રાખેલી કટારથી આત્મહત્યા કરવાનું નક્કી કર્યું છે, એમ રડતાં રડતાં તેણે મને જણાવ્યું. તે પ્રસંગે મારે ગમે તે રીતે છપાઈને હાજર રહેવું, એમ પણ તેણે કહ્યું. મારા પગ તો ભાગી જ ગયા; પરંતુ મેં લ્યુસિન્ડાની આખરી વિનંતીને માન આપી, લગ્નવિધિ વખતે છુપાઈને હાજર રહેવાનું નક્કી કર્યું. અને તે મુજબ તે દિવસે હું અગાઉથી છાનોમાનો તેના ઘરમાં પેસી ગયો અને પડદા પાછળ ઊભો રહી લગ્નવિધિ નિહાળવા લાગ્યો. “વિધિને અંતે પાદરીએ લ્યુસિન્ડાને પૂછયું, “તું ફર્ડિનાન્ડને તારા પતિ તરીકે સ્વીકારવા કબૂલ થાય છે?’ “એ પ્રશ્નના જવાબમાં લ્યુસિન્ડા ‘ના’ કહી, કટાર કાઢી, પોતાના શરીરમાં ખોસી દેશે, એવી જ અપેક્ષા રાખીને ઇંતેજારીથી હું જોઈ રહ્યો હતો. પરંતુ તેને બદલે લ્યુસિન્હાએ ધીમા અવાજે કશો જવાબ આપ્યો જે મને બરાબર સાંભળાયો નહિ. અને પછી તરત પાદરીએ લગ્નવિધિ આગળ ચલાવવા માંડયો. હું લગભગ બેભાન થઈ જવાની અણી ઉપર આવી ગયો. હવે ફર્ડિનાન્ડ પોતાની પત્નીને ભેટવા આગળ વધ્યો, પણ તે જ ઘડીએ લ્યુસિન્ડા બેભાન થઈ ગબડી પડી. તેની માએ જલદી આગળ આવી હવા લાગે તે માટે તેની છાતી ખુલ્લી કરી નાંખી, તો ત્યાં આગળથી એક પત્ર ગડી કરીને રાખેલો મળ્યો, અને પાસે જ છુપાવી રાખેલી કટાર! ફર્ડિનાન્ડે એ પત્ર લઈ લીધો અને પછી જરા બાજુએ Page #163 -------------------------------------------------------------------------- ________________ કાર્ડિનિયો વાત પૂરી કરે છે ૧૧૫ જઈ તે વાંચ્યો. તે વાંચી રહ્યો એટલે એ પણ એક ખુરશી ઉપર બેસી પડ્યો, અને પોતાના હાથ પોતાના મોં ઉપર મૂંઝવણથી અને અસંતોષથી ફેરવવા લાગ્યો. “તરત જ ફર્ડિનાન્ડનું ખૂન કરી, તેની દગાબાજી સૌને જાહેર કરવા તત્પર થઈ ગયો; પણ તે ઘડીએ મારામાં હજુ કંઈક અક્કલનો છાંટો રહેલો હતો; એટલે એક વખતની મારી પ્રિયતમાને લગ્નને દિવસે જ વિધવા કરવાનું પાપ કરવાનું માંડી વાળી, મિત્ર તથા પ્રેમિકાની બેવફાઈ ઉપર દાઝે બળતો હું ત્યાંથી ગુપચુપ ચાલી નીકળ્યો. મારા પેલા સંદેશવાહક મિત્રને ત્યાં જઈ, મારું ખચ્ચર લઈ, પાછળ નજર પણ કર્યા વિના હું તે ગામમાંથી ચાલી નીકળ્યો. વિચારમાં ને ચિંતામાં દિવસરાતનું ભાન ભૂલી હું આ પર્વતમાળાના ઘાટ પાસે આવી પહોંચ્યો. પછી અહીંના ભરવાડોને પૂછી વધુમાં વધુ દુર્ગમ ભાગ તરફ હું આવ્યો. છેવટે જ્યારે મારું ખચ્ચર ભૂખ-તરસથાકથી મારા પગ વચ્ચે જ મરી જઈને પડી ગયું, ત્યારે હું પણ ખૂબ જ થાકી ગયો હોવાથી ત્યાં જ બેભાન થઈને ગબડી પડ્યો. ત્યાંના કોઈ ભરવાડોએ મને જોયો અને તેઓએ મને ભાનમાં આણ્યો તથા ખાવાપીવાનું આપ્યું. પણ પછી મારા મગજનું ઠેકાણું રહ્યું નહિ, એટલે ગુસ્સાથી ગાળો ભાંડતો, શાપ વરસાવતો અને કપડાં ફાડતો હું ત્યાંથી ચાલી નીકળ્યો અને રાત પડતાં એક ઝાડની બખોલમાં પેસી ગયો. કેટલાક ભરવાડો દયા લાવી મને ત્યાં અવારનવાર ખાવાપીવાનું પહોંચાડે છે. કોઈ કોઈ વાર હું હોશમાં હોઉં છું, ત્યારે તેઓ સાથે શાંતિથી વાત કરું છું તો કોઈ વાર મગજનું ઠેકાણું ન હોય ત્યારે લૂંટફાટ અને મારપીટ પણ કરું છું. પણ તે ભલા લોકો મારા ઉપર દયા લાવી મને નભાવ્યે જાય છે. મારે આ રીતે જ મારું કંગાળ જીવન પૂરું કરવું છે, તથા મારા મગજમાંથી લ્યુસિન્ડાના સૌંદર્યનો અને બેવફાઈનો તથા ફર્ડિનાન્ડના વિશ્વાસઘાતનો ડાઘ ભૂંસી નાંખવો છે. માટે, ભલા મિત્રો, મારી આ કહાણી સાંભળી, હવે મને શાંત થવાનું કે પાછા ફરવાનું સમજાવવાનો વિચાર છોડી, પાછા ચાલતા થાઓ. લુસિન્ડા મને ન મળે, ત્યાં સુધી કોઈ વસ્તુ મને શાંતિ આપી શકે Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ડૉન કિવકસોટ! તેમ નથી. પરંતુ તે તો બેવફા નીવડી છે, એટલે મારે મરવું જ રહ્યું. તેણે તેની બેવફાઈથી મારી બરબાદી જ ઇચ્છી છે, પણ હું તેને મારાં દુ:ખકષ્ટથી સાબિત કરી આપીશ કે, મારી સાથે તેણે વધુ સારી રીતે વર્તવું જોઈતું હતું.” પાદરી-બુવા એ બિચારાને આશ્વાસનના કંઈક શબ્દ કહેવા જતા હતા, તેવામાં અચાનક આસપાસ કયાંકથી બીજી કોઈ વ્યક્તિના દુ:ખ-હતાશાભર્યા પ્રલાપો સૌને કાને પડયા. એ અવાજ દૂરથી પણ કોઈ સ્ત્રીનો હતો એમ લાગવાથી, ત્રણે જણા ઊઠીને તે અવાજની દિશા તરફ ગયા. વીસેક ડગલાં આગળ જઈ એક ઝાડ પાછળથી તેમણે જોયું, તો એક પર્વતની તળેટી આગળ થઈને વહેતા ઝરણાને કિનારે કોઈ જુવાન ગામડિયો હાથપગ ધોતો બેઠો હતો. ૧૫ ડારાધિયાની વીતક-કથા એ જુવાન ગામડિયો ચોંકે નહિ તથા ભાગે નહિ, તેમ આ લોકો અસપાસનાં ઝાડ પાછળ સંતાઈને ઊભા રહ્યા. તેઓએ જોયું કે, તેના પગ તથા હાથ આરસપહાણના ઘડેલા હોય તેવા સફેદ તથા ઘાટીલા હતા. એનાં ગામઠી કપડાં અને છતાં તેનાં આવાં સુંદર અંગો જોઈ, જોનારા સૌ દિગ્મૂઢ થઈ ગયા. કાર્ડિનિયો પાદરી-બુવાના કાન પાસે માં લઈ જઈ બોલી ઊઠયો, “આ લ્યુસિન્ડા નથી, એટલે જરૂર તે કોઈ દેવી છે. બીજી કોઈ માનવ શ્રી આટલી સુંદર હોઈ ન શકે. "" એટલામાં પેલા જુવાને પોતાના માથાનો ટોપ કાઢી નાંખ્યો, તો સુંદર રેશમ જેવા વાળ તેના ખભા ઉપર ફેલાઈ ગયા. બધાને ખાતરી થઈ ગઈ કે, એ ગામડિયો પુરુષનાં કપડાંમાં કોઈ સ્ત્રી જ છે. પેલાઓ હવે તેની પાસે જવા લાગ્યા. તેમનો અવાજ સાંભળી પેલી તરત બીનીને ઊભી થઈ ગઈ તથા પોતાની બચકી ઉપાડીને Page #165 -------------------------------------------------------------------------- ________________ ડૉરોધિયાની વીતકકથા ૧૧૭ જોરથી ભાગવા લાગી. ઉતાવળમાં તે પોતાના જોડા પહેરવાનું ભૂલી ગઈ, એટલે કઠણ પથ્થર ઉપર ખુલ્લે પગે દોડવા જતાં તે થોડાંક ડગલાં જઈને એદકમ ચીસ પાડીને જમીન ઉપર ગબડી પડી. પાદરી-બુવાએ દૂરથી બૂમ પાડીને તેને કહ્યું, “બાનુ, અમે દુશ્મન નથી પણ મિત્રો છીએ; તથા તમારે કંઈ મદદની જરૂર હોય, તો તે કરવાના હેતુથી જ આવ્યા છીએ. માટે અમારાથી ડરીને આમ નાસવાની જરૂર નથી. તમારી મરજી નહિ હોય તો અમે લોકો એક ડગલું પણ આગળ નહિ વધીએ.” પેલી હવે એક શબ્દ પણ બોલ્યા વિના સ્થિર ઊભી રહી. પાદરી-બુવાએ પાસે જઈ મમતાપૂર્વક તેના ખભા ઉપર તથા માથા ઉપર હાથ ફેરવવા માંડ્યો. પેલીને તેના માયાળુ દેખાવથી કંઈક વિશ્વાસ બેઠો હોવાથી કે પછી સૌની વિનંતીથી એક જગાએ ઘાસ ઉપર તે બેસી ગઈ, અને પોતાના દુ:ખની કથની સંભળાવવા લાગી – “હું ઍન્ડેશિયા પ્રાંતના એક શહેરમાં જન્મી હતી. એ પ્રાંતના ડયૂકને બે પુત્રો હતા. મોટો પુત્ર તેની જાગીરનો તેમ જ તેના ગુણોનો પણ વારસદાર હતો; ત્યારે નાનો બધા દુર્ગુણોનો જ ભંડાર હતો. મારા બાપુ એમની જાગીર ઉપર જ એક ખેડૂત હતા; તથા પ્રમાણિક, મહેન અને ખાનદાન સ્વભાવના હતા. હું મારા બાપનું એકનું એક સંતાન છું. નાનપણથી જ મારા બાપુએ મને પોતાના દીકરાની પેઠે જ ઉછેરી હતી તથા હું પણ પહેલેથી તેમનું બધું કામકાજ દીકરાની પેઠે જ સંભાળવાના કોડ રાખતી હતી. જ્યારે હું જુવાન થઈ, ત્યારે મારા કુટુંબના રિવાજ મુજબ હું ઘરમાં જ રહેવા લાગી તથા ઓછામાં ઓછી બહાર નીકળવા લાગી. કારણ, મારી અસાધારણ સુંદરતાની વાત ચારે તરફ ફેલાઈ ગઈ હતી અને ઘણા જુવાનો મને મળવા તથા લોભાવવા હરહંમેશ પ્રયત્નો કર્યા કરતા હતા. પણ એટલામાં બનવાકાળ કે, અમારા લૂકના બીજા પુત્ર ૉન ફર્ડિનાન્ડની નજરે હું પડી...” ભાગ્યે જ ડૉન ફર્ડિનાન્ડ’ શબ્દ તેના મોંમાંથી બહાર નીકળ્યા હશે, અને તરત કાર્ડિનિયો ચોંક્યો. તેના મોંનો રંગ ઊડી ગયો, અને Page #166 -------------------------------------------------------------------------- ________________ ડૉન કિવકસોટ! પાદરી-બુવાને તથા હજામને તો ડર લાગ્યો કે, તેને પેલું ગાંડપણનું વળું ચડી આવશે કે શું? પણ સદ્ભાગ્યે તેવું કશું બન્યું નહિ; કાર્ડિનિયો તરત સમજી ગયો કે એ યુવતી કોણ હશે—એટલે પછી તે ગુપચુપ પેલીની કહાણી આગળ સાંભળવા લાગ્યો. ૧૧૮ “ડૉન ફર્ડિનાન્ડે મને જોઈ કે તરત તે મોહબાણથી વીંધાઈ ગયો અને મારો પ્રેમ મેળવવા માટે આકાશપાતાળ એક કરવા લાગ્યો. એ બધી વિગતોમાં હું ઊતરવા માગતી નથી. પરંતુ ટૂંકમાં કહું તો તેણે છાનીમાની બક્ષીસો આપીને અમારા ઘરના નોકરોને ફોડયા, તથા મારા પિતાને પણ ઘણી ઘણી મદદો કરવાનાં વચનો આપી તેમનો સદ્ભાવ મેળવી લીધો. પછી તો તેણે પ્રેમની ઉષ્માભર્યા પત્રોનો ધોધ મારા તરફ ચલાવ્યો. પણ કોણ જાણે શાથી મને એ ફર્ડિનાન્ડ ઉપર પહેલેથી અણગમાનો ભાવ જ ઊભો થયો હતો. મને તેનાં વચનો મિથ્યા લાગતાં હતાં, તથા ઓ જુવાનિયો કેવળ તાત્કાલિક મોહને વશ થઈ બેસે તેવો ચંચળ પ્રકૃતિનો માણસ મને લાગતો હતો. મારા પિતાએ આ જાણ્યું એટલે ફર્ડિનાન્ડના ત્રાસમાંથી મને ઉગારી લેવા, તેમણે અમારા સરખા ખાનદાનના કોઈ જુવાનિયા સાથે તરત મારું લગ્ન ગોઠવી દેવાનો વિચાર કર્યા. “ફર્ડિનાન્ડના જાણવામાં જ્યારે આવ્યું કે, મને બીજે કયાંક પરણાવી દેવાની પેરવી ચાલે છે, ત્યારે તેણે મારી નોકરડીને ફોડીને એક વિચિત્ર પગલું ભર્યું. એક રાતે હું મારા કમરામાં સૂવા ગઈ. મેં બારણું બરાબર અંદરથી બંધ કરી સૂવાની તૈયારી કરવા માંડી, પણ તે જ ઘડીએ અગાઉથી મારા કમરામાં છુપાઈ રહેલો ફર્ડિનાન્ડ મારી સામે આવીને ઊભો રહ્યો અને પ્રેમયાચના કરવા લાગ્યો. હું એકદમ ગભરાઈ ગઈ અને બેહોશ જેવી બની ગઈ. તેણે તરત મને પકડી લીધી અને અનેક મનામણાં-પટામણાં શરૂ કર્યાં. હું સમજી ગઈ કે, હું ના પાડવા જઈશ તોપણ તે મારા ઉપર બળાત્કાર કરશે જ, તથા પછી તો પોતે આપેલાં લગ્નનાં વચનો પાળવા પણ તૈયાર નહિ થાય. એટલે મેં મારી ફૂટેલી દાસીને અંદર બોલાવીને તેને ફર્ડિનાન્ડનાં વચનોની સાક્ષી રહેવા કહ્યું. તેણે પણ ફર્ડિનાન્ડની તરફેણમાં જ મને સમજાવી. પછી તે બહાર ચાલી ગઈ એટલે ફર્ડિનાન્ડે ફરીથી Page #167 -------------------------------------------------------------------------- ________________ ડૉરોધિયાની વીતકકથા ૧૧૯ બારણું અંદરથી બંધ કરી દીધું. છેક સવારે પેલી ફૂટેલી દાસી આવીને તેને છાનોમાનો બહાર લઈ ગઈ. બીજી રાતે પણ તે તેવી જ રીતે આવ્યો. મેં તેને હવે મારા પિતાને કહીને જાહેરમાં મારા હાથની માગણી કરવા વિનંતી કરી. તેણે તરત જ એ કબૂલ કર્યું. પરંતુ ખરી રીતે તેનો એવો કશો ઇરાદો જ ન હતો. એ તવંગર જુવાનિયા જે સ્ત્રી ઝટ તેમને તાબે ન થાય, તેમને વશ કરવા ખાસ પ્રયત્નશીલ થાય છે, અને એક વખત તે સ્ત્રી તેમને વશ થઈ, એટલે પછી બીજી અનેક સ્ત્રીઓની પેઠે તેમને ફગાવી દે છે. ફર્ડિનાન્ડ પણ પછી ફરી કદી મને મળવા આવ્યો નહિ. કેટલાય દિવસ હું તેની રાહ જોઈને તડપતી બેસી રહી. પછી એક દિવસ અચાનક મેં સાંભળ્યું કે, ફર્ડિનાન્ડનું લગ્ન પાસેના શહેરની ભૂસિન્ડા નામની એક જુવાન તથા તવંગર-ખાનદાન કુટુંબની યુવતી સાથે થઈ ગયું છે. એ સાંભળતાંની સાથે જ હું એ દગાબાજ ફર્ડિનાન્ડ ઉપર વેર લેવાની વૃત્તિથી આંધળી બનીને તે શહેરમાં જવા તૈયાર થઈ. મેં મારા પિતાના એક જુવાન નોકરને સંતલસમાં લીધો અને તેની પાસેથી પુરુષનાં કપડાં પહેરી લીધાં. મારા ઘરમાંથી મારા પોતાનાં થોડાં સારાં કપડાં તથા ઘરેણાં અલબત્ત મેં સાથે લીધાં ' જ હતાં. પેલા શહેરમાં પહોંચી ગયા પછી મને ખબર પડી કે, લગ્નને દિવસે જ લ્યુસિન્ડા બેભાન થઈ ગઈ હતી, તેની છાતી અગળથી એક પત્ર તથા કટાર મળી આવ્યાં હતાં, તથા તે પત્રમાં લ્યુસિન્હાએ એમ લખ્યું હતું કે, તે કાર્ડિનિયો નામના જુવાન સાથે પરણી ચૂકી છે, એટલે ફર્ડિનાન્ડને ફરી પરણી શકતી નથી, માત્ર તેના પિતાના આગ્રહથી તે આ વિધિમાં હાજર થઈ છે, અને લગ્ન પછી તરત તે પોતાની કટાર વડે આત્મહત્યા કરવાની છે. “મને એમ પણ સાંભળવા મળ્યું કે, કાર્ડિનિયો લગ્નવિધિ વખતે હાજર હતો અને તેનાથી આ વિધિ નજરે જોઈ ન શકાતાં તે નિરાશ થઈ લ્યુસિન્ડાની બેવફાઈ બદલ શાપ વરસાવતો એક કાગળ પાછળ મૂકી, - આત્મહત્યા કરવા કોઈ નિર્જન પ્રદેશ તરફ ચાલ્યો ગયો છે. મેં એમ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ડૉન કિવકસોટ! પણ સાંભળ્યું કે, થોડા વખત બાદ લ્યુસિન્ડા પણ હતી, અને તેનાં માબાપ એની ચિતામાં જ અધમૂ અલોપ થઈ ગઈ થઈ ગયાં છે. 66 “ફર્ડિનાન્ડનું લગ્ન લ્યુસિન્ડા સાથે ન થયેલું જાણી, મારા મનમાં ફરીથી તેને મેળવવાની આશા જાગી. પણ એટલામાં મે શહેરમાં એક જાહેર ઢંઢેરો પિટાતો સાંભળ્યો કે, પાસેના ગામમાંથી ડૉરોધિયા નામની છોકરી ઘરના એક જુવાન નોકર સાથે નાસી ગઈ છે; તેને શોધી આપનારને ઇનામ આપવામાં આવશે. “એ સાંભળી મારા મનની બધી આશાઓ મરી ગઈ. ઉતાવળમાં અને ગુસ્સામાં હું શું પગલું ભરી બેઠી હતી તેનું મને ભાન થયું. ઘરના જુવાન નોકર સાથે ગુપચુપ ચાલ્યા જવું, એ એક જુવાન સ્ત્રી માટે કેવું બદનામીભર્યું કહેવાય, તેનું મને તરત ભાન થયું. ફર્ડિનાન્ડ તો મને કદી સ્વીકારે જ નહિ, પણ હવે તો લોકોને હાથે પકડાઈ જવાની બીકે જ હું તથા મારો નોકર ગામ છોડી આ પર્વતોમાં ભાગી આવ્યાં. એ નોકરે મારી અસહાય દશા જોઈ મારી આબરૂ લેવાનો પ્રયત્ન કર્યા, અને મારી અને તેની વચ્ચે ઝપાઝપી થઈ. તેને ખ્યાલ ન રહ્યો કે તે એક ભેખડની કિનાર ઉપર આવી ગયો છે; એટલે મેં એક ધક્કો માર્યો તેની સાથે તે નીચેની ખીણમાં ગબડી પડયો. તેનું શું થયું તે જોવાની પણ દરકાર કર્યા વિના હું પર્વતોની અંદરના ભાગમાં નાઠી. ત્યાં મને નસીબજોગે એક ગામડાનો મુખી જેવો માણસ મળી ગયો. તેણે મને તેના નોકર તરીકે પોતાને ત્યાં રાખી. કેટલાક મહિના મેં તેને ત્યાં કામ કર્યું. હું દૂર એકાંતમાં ખેતર વગેરેમાં જ કામ કરતી, જેથી હું સ્ત્રી છું તેવું ઝટ પકડાઈ ન જાય. પણ પછી તો તેને પણ ખબર પડી ગઈ કે હું સ્ત્રી છું, એટલે તે પણ મારી પાસે પ્રેમયાચના કરવા લાગ્યો. આજે લાગ જોઈ ખેતરમાંથી જ એકલી હું નાઠી અને અહીં આવીને હવે શું કરવું તે વિચારતી હતી તથા આ દુ:ખમાંથી કે આ જીવનમાંથી મને છોડાવવાની પ્રભુને પ્રાર્થના કરતી હતી, તેવામાં તમે લોકો મને આવી મળ્યા છો. મને મારા જીવનમાં કંઈ આશા દેખાતી નથી, તથા નોકર સાથે નાસી જવાની બદનામી સાથે વસ્તીમાં કે ઘેર પાછા ફરવાની પણ મારી હિંમત નથી.” Page #169 -------------------------------------------------------------------------- ________________ ડૉરોધિયાની વીતકકથા ૧૨૧ પાદરી-બુવા તેની વાત પૂરી થતાં તેને આશ્વાસનના કંઈક શબ્દો કહેવા જતા હતા તેવામાં કાર્ડિનિયોએ તરત ડૉરોધિયા પાસે જઈ, તેનો હાથ પોતાના હાથમાં પકડીને કહ્યું, “બા, તમે જ કિલયોનાર્ડોનાં સુપુત્રી ડૉરોધિયા છો કેમ? હું પોતે જ કાર્ડિનિયો છું, જેને લ્યુસિન્હાએ પોતાના પતિ તરીકે જાહેર કર્યો હતો, અને બદમાશ ફર્ડિનાન્ડે જેને વિશ્વાસઘાત કરીને દગો દીધો છે. હું પણ અહીં એ જ રીતે મારું દુ:ખ સહન ન થઈ શકવાથી, મારા જીવનનો અંત લાવવા આવી પડ્યો છું. પરંતુ તમે જે વાત કરી તે ઉપરથી લાગે છે કે, પરમાત્મા કૃપા કરે તો મારું અને તમારું બંનેનું દુ:ખ દૂર થઈ શકે તેવી આશા છે. તમારો ફર્ડિનાન્ડ લ્યુસિન્ડાને પરણી ન શકયો હોવાથી હજુ તમને ફરીથી પ્રાપ્ત થઈ શકે અને મને લ્યુસિન્ડા પણ ફરીથી મળી શકે. તમારી કહાણી સાંભળી હવે મને પોતાને પણ તમારું દુઃખ દૂર થાય અને ફર્ડિનાન્ડ તમને સ્વીકારી લે એવું કરવાનો પ્રયત્ન કરવાનું મન થાય છે. અને અહીં આ સૌ લોકોની સમક્ષ હું પ્રતિજ્ઞા કરું છું કે, જ્યાં સુધી તમારું દુ:ખ દૂર નહિ થાય અને ફર્ડિનાન્ડ તમારો ફરીથી સ્વીકાર નહિ કરે, ત્યાં સુધી હું કદી તમને છૂટાં મૂકીશ નહિ.” ડૉરોધિયા આ ભલા જુવાનિયાની આ રીતની ભલી લાગણી જાણી આનંદથી ગદગદિત થઈ ગઈ અને બીજા સ ત્યાં ન હોત તો તે તેને પગે જ પડી હોત. પાદરી-બુવાએ કાર્ડિનિયોને તેના આ શુભ નિરધાર માટે ખૂબ ધન્યવાદ આપ્યા. ઉપરાંત તેમણે એ બંનેને ડૉન ફર્ડિનાન્ડને શોધી કાઢવા તથા ડૉરોધિયાને તેના બાપને સહીસલામત સુપરત કરવાના ઉપાય વિચારવા પોતાને ત્યાં શાંતિથી આવીને રહેવા પણ નિમંત્રણ આપ્યું, જે તે બંનેએ આભારપૂર્વક સ્વીકાર્યું. હજામે પણ એ બાબતમાં પોતાનાથી બની શકે તે મદદ કરવા તૈયારી બતાવી. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ડોન કિવટનું પ્રેમશૌર્ય આ બધો કિસ્સો પૂરો થયો એટલે હજામે ડૉરોધિયા તથા કાર્ડિનિયોને ડૉન કિવકસોટનો કિસ્સો કહી સંભળાવ્યો, તથા પાદરી-બુવા અને તે પોતે તેમને સમજાવીને પાછા લઈ જવા માટે આવ્યા છે, એમ પણ જણાવ્યું. કાર્ડિનિયોને તરત ડૉન કિવક્સોટ તથા સાન્કો પાન્ઝા સાથે તેને થયેલી અથડામણ યાદ આવી; પણ તે બધું જાણે સ્વપ્નમાં બની ગયું હોય એવું તેને લાગતું હતું, એટલે તેણે આ લોકોને એ વિષે તરત કંઈ કહ્યું નહિ. એટલામાં સાન્કો પાન્ઝા પાદરી-બુવાને તથા હજામને જ્યાં મૂકીને ગયો હતો ત્યાં પાછી આવી તેમને ન જોવાથી બૂમો પાડતો ચારે તરફ ફરવા લાગ્યો. તે સાંભળી પાદરી-બુવા તથા હજામ તેની તરફ ગયા અને તેને ડૉન કિવકસીટના સમાચાર પૂછવા લાગ્યા. સાન્કોએ જણાવ્યું કે, “તેમની બહુ કફોડી હાલત છે, ભૂખમરાથી તે લગભગ મરવા જેવા થઈ ગયા છે અને લેડી ડુલસિનિયાને પોકારતા નિસાસા નાખ્યા કરે છે. મેં તેમને લેડી ડુલસિનિયાનો સંદેશો કહી સંભલાવ્યો, પણ તે તો એવી ધૂન લઈને બેઠા છે કે, લેડી ડુલસિનિયાએ ભલે તેમના પ્રેમનો સ્વીકાર કર્યો, પણ જ્યાં સુધી પોતે કોઈ ભારે મોટું પરાક્રમ કરી, તેમના એ પ્રેમને પાત્ર નહીં બને, ત્યાં સુધી તે ટૉબસો તરફ મોં પણ ફેરવવાના નથી. પરંતુ એમની અત્યારની સ્થિતિ જોતાં, જો તેમને એમની એ ધૂનમાંથી છોડાવવામાં નહીં આવે, તો તે કદી સાજા થઈ શકશે નહિ. માટે તમે ગમે તેમ કરી તેમને સમજાવી અને અહીંથી બહાર કાઢો.” ૧૨૨ Page #171 -------------------------------------------------------------------------- ________________ ડૉન કિવક ૧૨૩ પાદરી-બુવાએ હવે બાજુએ આવી પોતાની યોજના કાર્ડિનિયો તથા ડૉરોધિયાને કહી સંભળાવી. બંનેને એ યોજના બરાબર ગમી; તથા ડૉરોધિયાએ તો જાતે જ પેલી સંકટ-ગ્રસ્ત સુંદરીનો ભાગ ભજવવા તૈયારી બતાવી. તેણે કહ્યું કે, મેં પ્રેમ-શૌર્યની ઘણી વાર્તાઓ વાંચેલી છે, એટલે મને ડૉન કિવકસોટ આગળ એ ભાગ ભજવવાનું બરાબર ફાવશે, ઉપરાંત મારી પાસે મારી બચકીમાં સુંદર ખાનદાન સ્ત્રીને છાજે તેવાં કપડાં તથા ઘરેણાં પણ છે.” પાદરી-બુવા એ સાંભળી ઘણા રાજી થયા. ડૉરોધિયા તરત પોતાની બચકીમાંનાં કપડાં તથા ઘરેણાં પહેરીને તૈયાર થઈ, ત્યારે તેનું સૌંદર્ય જોઈ તેમને લાગ્યા વિના રહ્યું નહિ કે, આવી સ્વરૂપવતી યુવતીને છોડનાર ડૉન ફર્ડિનાન્ડ કેવો મૂર્ખ માણસ હોવો જોઈએ. પરંતુ એનું અભુત સૌંદર્ય જોઈને ખરી નવાઈ તો સાન્કો પાન્ઝાને થઈ આવી. તેણે પાદરી-બુવાને પૂછયું, “આ પરીને તમે ક્યાંથી લઈ આવ્યા? તે કોણ છે?” - પાદરી-બુવાએ હવે તે મૂર્ખ માણસને ભ્રમમાં રાખવા ખાતર એમ જ કહ્યું કે, “આ તો મિકોમિકોન દેશના રાજાની એકમાત્ર વારસદાર રાજકુંવરી પોતે છે, તથા તારા માલિકની ખ્યાતિ સાંભળી, છેક ગિની તરફથી આટલે સુધી તેમને બોલાવી જવા આવી છે. એક રાક્ષસ તેને સતાવી રહ્યો છે, અને તેના ત્રાસમાંથી છોડાવવા તે તારા માલિકનું શરણું શોધી રહી છે.” સાન્કો પાન્ઝાએ તરત જ રાજી થઈને કહ્યું, “વાહ, આ તો બહુ સારા સમાચાર છે. મારા માલિક જરૂર પેલા રાક્ષસને હણી નાખશે; તેમના કાંડા-બળની શી વાત કરવી? પણ પાદરી-બુવા, તમે મારા માલિકને વડા-પાદરી ન થવાનું જ સૂચવજો. તો જ તે આ રાજકુંવરીને પરણીને રાજા થઈ શકશે. આ રાજકુંવરીનું નામ શું છે, તે તો મને કહો!” તેમનું નામ મિકોમિકોના છે; એ દેશમાં દેશના નામ ઉપરથી જ કુંવર-કુંવરીઓનાં નામ પાડવાનો રિવાજ છે.” Page #172 -------------------------------------------------------------------------- ________________ ડૉન કિવકસોટ ! ડૉરોધિયાને હવે પાદરી-બુવાના ખચ્ચર ઉપર બેસાડવામાં આવી અને હજામ તરત પેલા ગાયના પૂંછડાના વાળનો ઝૂડો પોતાના મોં ઉપર લગાડી તેની સાથે જવા તૈયાર થઈ ગયો. સાન્કો તેમને રસ્તો બતાવતો આગળ ચાલ્યો. કાર્ડિનિયો અને પાદરી-બુવા પાછળ જ રહ્યા. ડૉન ક્વિકોટ કદાચ તેમને ઓળખી કાઢે એવો તે બંનેને ભય હતો. ૧૨૪ ર ડૉન વિકસોટ પાસે પહોંચી ડૉરોધિયા તરત જ તેમના ચરણ આગળ નમી પડી અને બોલી, “હે માનવંત બહાદુર નાઈટ, જ્યાં સુધી મને તમે મારું માગેલું વરદાન બક્ષવા કબૂલ નહિ થાઓ, ત્યાં સુધી હું આ જમીન ઉપરથી પાછી ઊભી થવાની નથી. કોઈએ સાંભળ્યો ન હોય કે જોયો ન હોય એવા ત્રાસથી હું પીડિત છું; અને તમારી ખ્યાતિ સાંભળીને ઘણે દૂરથી તમારી મદદની આશાએ આવી છું. એટલે મેં માગેલું વરદાન તમે નહીં બક્ષો, તો હું અહીં તમારાં ચરણોમાં જ માથું પટકીને મારા પ્રાણ ત્યાગી દઈશ.” ડૉન કિવકસોટ તો આ બધું સાંભળી સડાક દઈને ઊભા થઈ ગયા અને બોલી ઊઠયા, “અરે બાનુ, તમે ઊઠીને ઊભાં નહિ થાઓ ત્યાં સુધી તમારો એક શબ્દ પણ હું આગળ સાંભળવાનો નથી.” ના જી, ના! જ્યાં સુધી તમે મને મારું માગે વરદાન નહીં બક્ષો, ત્યાં સુધી મારા ઘૂંટણ જમીન સાથે જડાયેલા જ રહેશે.” “અરે બાનુ, મે તમને એ વરદાન બક્ષ્ય જ છે, અને તેથી જ તમને ઊભાં થવા હું આજીજી કરી રહ્યો છું. અલબત્ત, મારી પાસે મારા રાજા, મારો દેશ અને મારી પ્રેમ-રાજ્ઞીને બેવફા નીવડાય એવું કશું કરવાનું માગવામાં નહીં આવે, એવી હું આશા રાખું છું. ,, “એવું કશું તમારી પાસે માગવામાં નહીં આવે, એવી હું ખાતરી આપું છું,” ડૉરોધિયાએ ઘૂંટણિયે પડયાં પડયાં જ જવાબ આપ્યો. એ દરમ્યાન સાન્કો તરત ડૉન વિકસોટ પાસે જઈ પહોંચ્યો અને તેમના કાનમાં બોલ્યો, “માલિક, એમનું માગેલું વરદાન જરૂર કબૂલ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ ડૉન કિવકસોટનું પ્રેમ-શૌર્ય રાખો; એમને સતાવનાર એક રાક્ષસને જ મસળી નાખવાનો છે, અને આ વરદાન માગનાર યુથોપિયા ખંડમાં આવેલા મિકોમિકોન રાજ્યની કુલ વારસદાર રાજકુંવરી મિકોમિકોના છે.” ડૉન કિવકસોટે તરત ડૉરોધિયા તરફ ફરીને કહ્યું, “ઊઠો, બાન, હું તમને તમારું વરદાન બલું છું.” ડૉરોધિયાએ જવાબ આપ્યો, “હું એ વરદાન માગું છું કે, અબઘડી તમે શસ્ત્રસજજ થઈ, મારી સાથે મારા દેશ તરફ આવવા નીકળો, અને મારું રાજ્ય પચાવી પાડનાર દ્રોહી રાક્ષસને હણીને મને ભયમુક્ત કરો.” ડૉન કિવકસોટે જવાબમાં સાન્કોને નજીકના ઝાડ ઉપર વીંટો કરીને લટકાવેલાં પોતાનાં આયુધ-બખ્તર લઈ આવવા કહ્યું. સાન્કો રાજી રાજી થઈ ગયો. કાર્ડિનિયો અને પાદરી-બુવા એક ઝાડવાની ઓથે છુપાઈ રહી આ બધું જોઈ રહ્યા હતા. હવે ડૉન કિવકસોટને બખ્તર સજી તૈયાર થતા જોઈ, પાદરી-બુવાએ કાર્ડિનિયોની દાઢી તથા વાળ તરત કાતરી નાખ્યાં, તથા પોતાનો ઝભ્ભો તેને ઓઢાડી દીધો. એટલા માત્ર તેનો દેખાવ એવો તો બદલાઈ ગયો કે, તે પોતાની જાતને ચાટલામાં જુએ તો પણ ઓળખી ન શકે ! પછી તેઓ ઝટપટ ટૂંકે રસ્તે આગળ ચાલી, ધોરી રસ્તા ઉપર આવીને ઊભા રહ્યા. - જ્યારે ડૉન કિવકસોટ વગેરેની મંડળી સામેથી આવતી દેખાઈ, ત્યારે પાદરી-બુવાએ જાણે ડૉન કિવકસોટને અચાનક જ જોયા હોય તેમ થોડી વાર તાકી તાકીને તેમના તરફ જોઈ રહી, હાથ પહોળા કરી, એકદમ રાજી થતાં થતાં તેમની સામે આમ બોલતાં બોલતાં દોટ મૂકી – “ઓહો, હું મારી નજરે મારા હમવતન, નાઈટ-શિરોમણિ, બૅન વિકસોટ દ લા-માંશાને તો નથી જોતો? ઓહો! દીન-દુઃખીના ઉદ્ધારક, પ્રેમશૌર્યના અર્ક, જેની ખ્યાતિ ચોતરફ પડઘમની પેઠે ગાજી રહી છે, Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ડૉન કિવકસોટ! અને અનેક અત્યાચારીઓનાં હ્રદય કંપાવી રહી છે, તે, જ તમે છો ને?” ડૉન કિવકસોટ પાદરી-બુવાને આ રીતે પોતાને સરાહતા જોઈ, ઘણા રાજી થયા; અને તેમણે ડૉરોધિયા વગેરે તરફ અભિમાનભરી નજર કરીને પાદરી-બુવાને કહ્યું, “ઓહો, માનનીય ભુવાજી, તમને આમ અચાનક મળતાં મને ખરેખર આનંદ થાય છે. પણ તમે જમીન ઉપર ઊભા હો અને હું આમ ધોડા ઉપર બેઠેલો રહું, એ ન છાજે; માટે હું ઘોડા ઉપરથી ઊતરું ત્યાં સુધી થોભો.” પાદરી-બુવાએ તરત જ તેમને એવી તસ્દી લેવા ના પાડી દીધી, તથા કહ્યુ, “રાત દિવસ પ્રેમ-શૌર્યનાં પરાક્રમો કરતા ઘોડા ઉપર જ બેસીને ફર્યા કરતા નર-રત્ને મારા જેવા સાદા માણસને અર્થે ઘોડા ઉપરથી ઊતરવાનું કે, પોતે કાઈ દીન-દુ:ખીને અત્યાચારીના હાથમાંથી છોડાવવા વેગે ધસી જતા હોય, તેમાં વિક્ષેપ પાડવાનું હોય નહીં. માટે હું તો તમારી કૂચકદમમાં સાથે જ થોડુંક ચાલી તમારી સોબતનો લાભ લઈશ; તથા અત્યારે કઈ તરફ તમે સિધાવી રહ્યા છો, તેની જાણકારી મેળવીને ધન્ય થઈશ.' ,, આ સાંભળી હજામે તરત પોતાના ખચ્ચર ઉપરથી ઊતરી બુવાજીને તેના ઉપર બેસી જવા કહ્યું. ડૉરોધિયાના સ્કવાયરની આ નમ્રતા અને શિષ્ટાચાર જોઈ ડૉન કિવકસોટ ડૉરોધિયા ઉપર વધુ ખુશ થયા. તેમણે ધીમે ધીમે બુવાજીને રાજકુમારી મિકોમિકોનાની ઓળખ આપી, તથા તેને ભયમુક્ત કરવા પોતે તેના દેશ તરફ જવાને માર્ગે પળ્યા છે, એમ પણ જણાવ્યું. ૪ ધીમે ધીમે આ મંડળ હવે છએક ગાઉ કાપી પેલી વીશી આગળ આવી પહોંચ્યું. ડૉન વિકસોટે હવે ડૉરોધિયાને પૂછ્યું, “રાજકુંવરી, આપણે કર્યે રસ્તે જવાનું છે તે તમે મને જણાવો.' "" પરંતુ પેલી કંઈ જવાબ આપે તે પહેલાં જ પાદરી-બુવા બોલી ઊઠયા, “રાજકુંવરી, આપનો દેશ મિકોમિકોન હોય, તો તો આપનો રસ્તો બરાબર મારા ગામ ઉપર થઈને જ જાય છે. કારણકે અમારે ત્યાંથી Page #175 -------------------------------------------------------------------------- ________________ ડૉાન કિવકસોટનું પ્રેમ-શૌર્ય ૧૨૭ કાર્ફેજીના બંદરે જવાનો સીધા રસ્તો છે, અને ત્યાંથી જ તમને તમારા દેશ માટે ઊપડતું જહાજ મળશે. સારો અનુકૂળ પવન હશે, તો તમે નવ વર્ષ પૂરાં થતાં થતાંમાં તો મિયોના સરોવરે પહોંચી જશો. ત્યાંથી તો પછી તમારો રાજ્યમાં જવાને માટે સોએક દિવસનો જ રસ્તો બાકી રહેશે.” ડૉરોધિયાએ તરત જવાબ આપ્યો, “મહાશય, તમારી ભૂલ થતી લાગે છે; કારણકે હું મારા રાજ્યમાંથી સ્પેન આવવા નોકળી, ત્યારે આખે રસ્તે ખરાબ હવામાન રહેવા છતાં મને અહીં આવતાં બે વર્ષ થયાં હતાં. સ્પેનમાં આવ્યા પછી, જ્યાં ત્યાંથી વિખ્યાત નાઈટ ડૉન કિવકસોટ દ લા-માંશાની કીર્તિ મને સાંભળવા મળી અને તરત જ હું મારા દુ:ખના ઉદ્ધાર માટે તેમના બળવાન બાહુની ઓથ લેવા તેમની શોધમાં નીકળી પડી. પરમાત્માની કૃપાથી બહુ થોડા જ વખતમાં મને તે જડી ગયા, અને તેમણે કૃપા કરીને મારું માગેલું વરદાન બક્ષો, મને જીવનભરનો આભારી કરી મૂકી છે.” ડૉન કિવકસોટે હવે વચ્ચે પડીને જણાવ્યું, “બાનુ, કૃપા કરીને મારાં બહુ વખાણ ન કરશો. હું માત્ર એટલું જ કહેવા માગું છું કે, મારા બાહુમાં તમે વખાણો છો તેવું જોર હશે કે નહિ, તો પણ હું મારું લોહીનું છેલ્લું ટીપું તમારી સેવામાં જ રેડીશ, એટલું નક્કી જાણજો. પણ એ બધું યોગ્ય વખતે જણાઈ આવશે. પછી તેમણે પાદરી-બુવા તરફ ફરીને પૂછ્યું, “તમે બુઆજી, આ વેરાન પ્રદેશમાં આટલાં થોડાં કપડાં સાથે, કોઈ નોકર વિના શી રીતે આવી ચડયા, તે જણાવશો, તો આભાર થશે.” ,, પાદરી-બુવાએ તરત જવાબ આપી દીધું, “હું અને આપણો હજામ મિત્ર નિકોલસ, સેવિલ ગયા હતા; કારણકે વરસોથી ઈંડિઝમાં વસેલા અને સ્થિર થયેલા મારા એક સગાએ મારા માટે પૈસા મોકલ્યા હતા. આ રકમ પણ ખાસી મોટી હતી. પરંતુ અહીંથી થોડે દૂર ચાર, ડાકુઓ અમને મળ્યા, તેમણે અમારા પૈસા તો શું, અમારી દાઢીઓ સુધ્ધાં આંચકી લીધી. આ ભાઈ (કાર્ડિનિયોને બતાવીને) પણ એ જ રીત ડાકુઓના શિકાર બન્યા છે. તેમનાં તો બધાં જ કપડાં ડાકુઓએ ઉતારી લીધાં છે, એટલે તેમણે માત્ર આ ઝભ્ભો ઓઢી લીધો છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ડૉન કિવકસોટ! અમને જે લોકો મળ્યા તે સૌએ અમને કહ્યું કે, અમને લૂંટી લેનારા ખરી રીતે તો સજા પામીને રાજાના જહાજ ઉપર લઈ જવાતા ગુનેગારો હતા. પરંતુ એક ગાંડા જેવા માણસે આવી એકલા હાથે રાજાના અફસરોને મારી ભગાડીને આ બદમાશોને છૂટા કરી દીધા, અને આ રીતે આજુબાજુના સૌ લોકો માટે તેમ જ પોતાને માટે પણ ભારે આફત ઊભી કરી છે. કારણ કે, પેલા ગાંડાએ રાજા સામે બંડ કરીને તથા ન્યાયના કામમાં ડખલગીરી ઊભી કરીને આ લોક તેમ જ પરલોકમાં ભારે સજા વહોરી લીધી છે.” સાન્કોએ પાદરી-બુવાને આ બંદીવાનોની મુક્તિના બધા સમાચાર કહી દીધા હતા, એટલે ભુવાજીએ બધું વર્ણન બરાબર ગોઠવી લીધું હતું. ડૉન કિવક્સોટ આ બધું સાંભળી બહુ મૂંઝાયા તથા તેમનાથી કબૂલ કરી શકાયું નહિ કે, આ દુષ્કર્મ તેમણે પોતે કર્યું હતું. પરંતુ સાન્કોથી હવે રહેવાયું નહિ; તે બોલી ઊઠ્યો: “બુવાજી, મેં મારા માલિકને આ, ગુનેગારોની વાત બરાબર સમજાવી હતી, પરંતુ તેમણે માન્યું નહિ, અને એ બધાને પણ છોડાવવાનો તેમનો ધર્મ છે એમ કરીને તેમણે તે બધાને છોડાવ્યા અને આ રીતે પોતાને અને સૌને માટે આફત ઊભી કરી છે. અરે એક બદમાશ તો મારું ગધેડે સુધ્ધાં લઈને નાસી ગયો !” ડૉન કિવક્સોટ એકદમ ગુસ્સે થઈ ગયા; તે બોલી ઊઠ્યા કે, “હું રસ્તે થઈને જતો હોઉં ને બંદીવાનો નિસાસા નાખતા જતા હોય, તો મારે શું ડરી જઈને કશું કર્યા વિના હાથ જોડીને બેસી રહેવું? એવું કહેનારો, નાઈટ લોકોના પ્રેમ-શૌર્યના ધર્મ વિશે કશું જ જાણતો નથી. નાઈટ લોકો પોતાની પ્રેમ-રાજ્ઞી અને ઈશ્વર એ બે પ્રત્યેની જ વફાદારી સ્વીકારે છે; બીજા કોઈ રાજા-બાજાની નહિ. અને એથી જુદું કહેનાર કોઈ હોય, તો હું તલવારથી તેની સાથે એ બાબતનો ફેંસલો કરી લેવા તૈયાર છું.” ડૉરોધિયા સમજી ગઈ કે, આ બધું કાચું કપાયું છે અને નકામા ડૉન કિવકસોટને ચીડવવામાં આવ્યા છે. એટલે તે તરત બોલી ઊઠી, “મહાશય, આપે મને આપેલું વચન યાદ રાખવાનું છે, અને મારું કામ ન પતે ત્યાં સુધી બીજી કોઈ બાબત અંગે કોઈ સાથે યુદ્ધમાં ઊતરવાનું Page #177 -------------------------------------------------------------------------- ________________ ડૉન કિવકસોટનું પ્રેમ-શૌર્ય ૧૨૯ નથી. આ ભુવાજી પણ જો જાણતા હતા કે, એ બંદીવાનોને મુક્તિ આપનાર તમે હતા, તો નાઈટોના નિયમો અને ધર્મો કેવા ઉચ્ચ તથા અર્લોકિક હોય છે તે એ બરાબર જાણતા હોવાથી કદી એમ ન બોલ્યા હોત કે, એ બંદીવાનોને મુક્તિ આપનારે ખોટું કામ કર્યું છે. ઉપરાંત દશ બાર જણાને તમે મુક્તિ આપી, તેમાંથી આ બે ચાર જણ જ એમના જના ધંધાને વળગી રહ્યા હશે, પણ બાકીના સાત આઠ જણ તો જરૂર તમારો તથા પરમાત્માનો આભાર માનતા સારા માર્ગે જ વળ્યા હશે, અને કદાચ એ લોકો જ આ ભાનભૂલેલા થોડાકને સમજાવીને કે દબાવીને ઠેકાણે લાવી દેશે.” ડૉન કિવક્સોટને આ કથન એટલું બધું સારું લાગ્યું કે, તેમણે તરત ડૉરોધિયાને કહ્યું, “તમારાં આ સુવચનોથી મારી ક્રોધની આગ છેક જ બુઝાઈ ગઈ છે; અને હવે હું તમને આપેલા વચન અનુસાર તમારું કામ પૂરું કર્યા વિના, બીજું કોઈ યુદ્ધ વહોરી નહિ લઉં. પણ હવે તમે કૃપા કરીને તમારા ઉપર ગુજરેલા ત્રાસની આખી વાત મને વિગતવાર સંભળાવો, જેથી એ કાર્ય પૂરું કરવા કેવા અને કેટલા નિશ્ચયબળની તથા ઉતાવળની જરૂર છે, તે હું વધુ સહેલાઈથી નક્કી કરી શકું.” ' ડૉરોધિયાએ કહ્યું, “મારા દુ:ખની કહાણી એવી તુરછ છે કે, તે સાંભળવામાં કંટાળો જ આવે. પરંતુ તમે કૃપા કરીને જ્યારે પૂરી વિગતે તે જાણવા માગી જ છે, ત્યારે મારે એ કહી દેવામાં વાર કરવી ન જોઈએ. મારા પિતા રાજા હોવા ઉપરાંત ‘તિનાદિયો’ ઋષિ તરીકે પણ મશહૂર હતા; કારણકે, તેમને જાદુ-વિદ્યા તથા બીજાં વિજ્ઞાનોની અદભુત જાણકારી હતી. તેમને તેમની વિદ્યાને પ્રતાપે અગાઉથી જ એવી ખબર પડી ગઈ હતી કે, મારી માતા–રાણી ઝારામિલ્લા, તેમની પહેલાં ગુજરી જવાની છે, તથા તે પોતે પણ તેના પછી જલદી તેની પાછળ ચાલ્યા જવાના છે, અને હું એક મા-બાપ વિનાની અનાથ છોકરી બની જવાની છું. પણ તેમને બીજી એક વાતની ચિંતા વધુ સતાવતી હતી; તે એ હતી કે, તેમને તેમની અગમ-વિદ્યાથી ખબર પડી ગઈ હતી કે, પાસેના ટાપુ ઉપર રાજ્ય કરતો પાંડાફિલાન્ડો નામનો રાક્ષસ એક દિવસ અમારા રાજ્ય ઉપર ચડાઈ કરી મને રાજ્યની બહાર હાંકી કાઢવાનો છે. તેનો વિચાર મારી સાથે લગ્ન કરવાનો હશે અને હું ના પાડવાની છું, એમ ડૉ.-૯ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ડૉન કિવકસોટ! પણ મારા પિતા જાણી ગયા હતા. તેથી તેમણે મને એવી સલાહ આપી હતી કે, તે રાક્ષસ સાથે નાહક યુદ્ધમાં ઊતરી આપણી પ્રજાની બરબાદી કર્યા વિના નું સીધી સ્પેન ચાલી જજે. ત્યાં તને એક પ્રેમ-શૂરા નાઈટનો ભેટો થશે. તેમનું નામ ડૉન અઝોટ કે ગિજેટ હશે, એવું પણ તેમણે મને કહ્યું હતું. તેમણે તેમના શરીર ઉપરનાં કેટલાંક ગુપ્ત લક્ષણો પણ ઓળખ માટે કહી બતાવ્યાં હતાં; પણ ખાસ તો તેમણે મને એમ કહ્યું હતું કે, તેમની કીર્તિ માત્ર પેનમાં જ નહિ પણ આખા લા-માંશા ખંડમાં વ્યાપેલી હશે. આ પછીની બધી વાત તો ટૂંકમાં જ કહી દેવાય તેવી છે. મારી માતા અને પછી થોડા વખતમાં મારા પિતા ગુજરી જતાં, એ દુષ્ટ રાક્ષસે મારા હાથની માગણી કરી અને મારા ઉપર દબાણ લાવવા મારા રાજ્ય ઉપર મોટા લશ્કર સાથે ચડાઈ કરી. મેં બંદર ઉપર એક મજબૂત જહાજ તૈયાર રખાવ્યું જ હતું, એટલે તરત હું મારા રાજ્યમાંથી નાસી છૂટીને સીધી સ્પેન આવી ગઈ. અને તમારી શોધમાં લાગી ગઈ. કારણ કે, મારા પિતા પાસેની શાલ્ડિયન અક્ષરોમાં લખેલ નોંધપોથીમાં એમ પણ ભવિષ્ય ભાખી રાખ્યું હતું કે, એ નાઈટ આવીને રાક્ષસનું ડોકું કાપી નાખશે અને મને મારી રાજગાદી ઉપર ફરી સ્થાપત કરશે. મારા પિતાએ પોતાને હાથે એમ પણ લખેલું છે કે, તે નાઈટ જો મારી સાથે લગ્નની માગણી કરે, તો મારે કદી ના ન પાડવી,–પરંતુ મારી જાત અને મારું રાજ્ય તેમને તરત સમર્પિત કરી દેવાં.” ડૉન વિક્સોટે સાન્કો પાઝા સામે નજર કરી અને સાનમાં કહ્યું, “કેમ હું કહેતો હતો તેવું જ બધું થાય છે ને?” સાન્કો તો તરત રાજી થતો થતો નાચવા લાગ્યો અને ડૉરોધિયા પાસે જઈ, પોતાની ભવિષ્યની રાણી તરીકે તેની આગળ ઘૂંટણિયે પડી, તેના હાથને ચુંબન કરવા દેવાનું બહુમાન આપવાનું વિનવવા લાગ્યો. તેની આંખોએ તો એક જ રાજસિહાસન ઉપર બેઠેલાં ડૉન દિવસોટ રાજા અને ડૉરોધિયા રાણી અત્યારથી જ દેખાવા લાગ્યાં. પણ ડૉન કિવકસોટે હવે તરત જ એક ખુલાસો કરવો આવશ્યક માન્યો, અને તે બોલી ઊઠ્યા, “મહારાણી – હું હવે તમને કોઈ નિર્વાસિત અનાથ સ્ત્રી નહિ, પણ ભવિષ્યમાં ગાદીએ બેઠેલાં મહારાણી જ કહીશ; Page #179 -------------------------------------------------------------------------- ________________ ડૉન કિવકસોટનું પ્રેમ-શૌર્ય ૧૩૧ કારણકે તમારા પિતાએ ભવિષ્ય ભાખ્યું છે તેમ, – હું તમારા દુશ્મનનો, અર્થાત્ પેલા અત્યાચારી રાક્ષસનો નાશ કરી, તમને તમારી ગાદી ઉપર જરૂર બેસાડીશ; પરંતુ એક વાર ગાદીએ બેઠા પછી તમારી જાતનું સમર્પણ કોને કરવું એ તમારી પોતાની મરજીની વાત રહેશે; કારણકે હું તો લેડી ડુલિસિનયાને વેચાઈ ગયેલો તેમના પ્રેમથી ખરીદાઈ ગયેલો તુચ્છ ગુલામ છું, અને રહેવાનો.” સાન્કો પોતાના માલિકની આવી મૂર્ખામી બદલ તરત વિરોધ ઉઠાવવા ગયો અને તેમાં તે ડુલસિનિયા વિષે અપમાનભર્યા બેએક શબ્દો બોલી ગયો, અને રાજકુમારી મિકોમિકોના જેવી પરમ સુંદરીને જ પરણવા આગ્રહ કરવા ગયો; પરંતુ ડૉન ક્વિકસોટે ગુસ્સે થઈ તેને પોતાના ભાલાના દાંડાના એવા બે ઝપાટા ઠોકી દીધા કે, તે બિચારો તરત જમીન ઉપર તૂટી પડયો. પણ પછી તરત ઊઠીને ઊભો થઈ ડૉરોધિયાના ઘોડા પાછળ ઊર્જા રહીને બોલવા લાગ્યો, “અરે, માલિક, આમ સ્વર્ગમાંથી વસેલાં આવાં મહારાણીને પરણવાનું છોડી દેશો, તો પછી રાજા કેમ કરીને બનશો? એક વાર આમને પરણીને રાજા બન્યા પછી, તમારે લેડી ડુલસિનિયાની પાસે કે સાથે રહેવું હશે તો તમને કોણ રોકવાનું છે? રાજાઓને તો દુનિયાને દરેક ખૂણે એક એક પ્રેમિકા હોય જ છે વળી. અને આ લોકોના હબસીઓના દેશમાં તો રાજાને બસો બસો – પાંચસો પાંચસો રાણીઓ હોય છે.” પણ ડૉરોધિયાએ હવે સાન્કોને સમજાવી, પોતાના માલિક પાસે જઈ તેમની માફી માગવાનું કહ્યું. કારણકે, ( તેણે તેને કાનમાં કહ્યું તેમ,) “એ બધી બાબત માટે અત્યારથી તકરાર કરવાની શી જરૂર છે? વખતનાં વાજાં વખતે ઘણાંય વાગશે!” સાન્કોએ સાનમાં સમજી જઈ, ડૉન વિકસોટ પાસે પહોંચી જઈ તેમની માફી માગી; અને ડૉન કિવકસોટે પણ હવે તેને લેડી ડુલિનિયા સાથેની તેની મુલાકાતનો અહેવાલ પોતાને વિગતે સંભળાવવા કહ્યું. સાન્કોએ પોતાની અક્કલમાં આવે તે રીતે બધું બરાબર ગોઠવીને કહી બતાવ્યું: કદાચ હમણાં જ પડેલા બે ફટકાથી તેનું મગજ જરા તેજ પણ બની ગયું હશે ! Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૭ વીશીમાં શું બન્યું? ૧ આ બધા લોકોની મુસાફરીનું લાંબું વર્ણન કરીને વાચકને કંટાળો આપવો ઠીક નથી. છતાં મુખ્ય મુખ્ય મુદ્દાઓ અહીં નોંધી લઈએ: સાન્કોએ લેડી ડુલસિનિયા સાથેની પોતાની મુલાકાતનો પોતાનાથી બને તેટલો કલ્પિત અહેવાલ આપ્યો. તેમાં અજુગતું કંઈ આવી જાય તો અરસપરસ બંને જણા તેના ખુલાસા આપી લેતા કે કલ્પી લેતા. જેમકે, સાન્કો લેડી ડુલિનિયાને મળ્યો ત્યારે તે પોતાને માટે મોતીની માળા ગૂંથતાં હશે, એવું ડૉન કિવકસોટે પૂછ્યું, ત્યારે પેલો એટલું જ બોલ્યો કે, તે દાણા ઊપણતાં હતાં. કિવકસોટે કહ્યું કે, તે તો ખરી રીતે મોતી હશે, પણ લેડી ડુલિનિયાએ તારાથી છાના રહેવા માટે તારી નજર એવી રીતે બાંધી લીધી હશે : મારે પણ તેમના પ્રત્યેનો પ્રેમ ગુપ્ત રાખવાનો છે, એવું બતાવવાનો જ તેમનો ઈરાદો હશે ! પછી પોતાનો સંદેશો તેણે તેમને કેવી રીતે આપ્યો એવું ડૉન કિવકસોર્ટ સાન્કોને પૂછ્યું, ત્યારે તેણે કબૂલ કરી લીધું કે, નોંધપોથી ભૂલીને જ તે નીકળ્યો હોવાથી તેણે પોતાને બરાબર યાદ રહેલો સંદેશો તેમને કોઈ સાથે લખાવીને આપ્યો હતો. ડૉન વિકસોર્ટ તેને એ યાદ રહેલો સંદેશો ફરી બોલી બતાવવા કહ્યું, ત્યારે સાન્કોએ કહ્યું કે, એક વખત એ સંદેશો લેડી ડુલિસિનયાને પહોંચી ગયો, એટલે મારા મગજમાંથી છેક જ ભૂંસાઈ ગયો છે! ડૉન કિવકસોટને એ વસ્તુમાં પણ લેડી ડુલસિનિયાનો અદ્ભુત પ્રભાવ જ જણાયો; જેથી સાન્કો જેવો માણસ એમના અરસપરસના પ્રેમની વાત બહાર બોલી ન બેસે! ૧૩૨ Page #181 -------------------------------------------------------------------------- ________________ વીશીમાં શું બન્યું? ૧૩૩ આમ વાતો ચાલતી હતી, તેવામાં સાન્કોએ એક માણસને પોતાના ખોવાયેલા ગધેડા ઉપર બેસીને આવતો જોયો. સાન્કો તરત જઈને પોતાના ગધેડાને વળગી પડ્યો અને પેલા બદમાશને કહેવા લાગ્યો, મારું ગધેડું ચોરી જવા બદલ તારાં નાક-કાન હમણાં જ કાપી લઉં છું.” પેલા બિચારાને તો એ ગધેડું પર્વતમાં રખડવું જ મળ્યું હતું, એટલે પોતાની ઉપર ચોરીનો આરોપ ન આવે તે માટે તે તરત ત્યાંથી ભાગી જ ગયો. ૉન કિવોટે સાન્કોને તેનું ગધેડું પાછું મળ્યું તે બદલ ભારે આનંદ વ્યક્ત કર્યો અને ઉદાર થઈને ઉપરથી જાહેર કર્યું કે, મારાં ત્રણ ગધેડાં તને બક્ષિસ આપવાની જે વાત છે, તેમાં આનાથી કશો ફેર પડશે નહિ! સાન્કોએ તેમનો અંત:કરણપૂર્વક આભાર માન્યો, તથા તેમને જણાવ્યું કે, “માલિક તમે આ રાજકુંવરીને તેમનું રાજ્ય પાછું આપ્યા પછી તેમને પરણવા ન માગતા હો, તો પણ તેમના રાજ્યમાં મને કોઈક ઠેકાણે ગવર્નર બનાવવાનું ન ભૂલશો!” ડૉન કિવકસોટે તેને વચન આપ્યું કે, “રાજકુંવરી મિકોમિકોનાને તેમનું રાજ્ય પાછું આપતી વખતે, તારા માટે એક સારો ભાગ તેમાંથી બાકાત રાખીશ જ. - સાન્કોએ તેમને એ ભાગ દરિયાકિનારા પાસેનો જ રાખવા ભલામણ કરી; જેથી તે ત્યાંના હબસીઓને વહાણો ભરી ગુલામ તરીકે બહાર વેચીને ઠીક ઠીક કમાણી કરી શકાય. બૅન કિવકસોટે તે વસ્તુ કબૂલ રાખી. હવે બધા એક જગાએ આરામ કરવા તથા પાદરી-બુવા પાસેના ભાતામાંથી નાસ્તો કરવા નીચે બેઠા. તે વખતે એક છોકરો તરત બાજએથી દોડતો આવી ડૉન કિવકસોટ પાસે આવ્યો અને કહેવા લાગ્યો, “નાઈટ મહાશય, તે દિવસે તમે મને મારો પગાર અપાવવાને બદલે ઊલટો મારો ખભો ભાગી નંખાવ્યો. પેલો ખેડૂત મને બહુ તો બે-ચાર ફટકા મારીને સંતોષ પામત; તેને બદલે તેને તમે વચ્ચે પડીને ચીડવ્યો એટલે તેણે તો ઉપરથી મને મારી મારીને મારો ખભો ભાગી નાખ્યો, Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ડૉન કિવક્સટ! અને હવે તો કશું કામકાજ કરી શકે તેવો ન રહ્યો હોવાથી હું ભૂખે મરું છું.” ડૉન કિવકસોટ તરત પેલા બદમાશ ખેડૂતને સજા કરવા ઘોડા ઉપર બેસી તેના ગામ તરફ જવા તૈયાર થયા, પણ ડૉરોધિયાએ તેમને બીજી કશી પંચાતમાં ન પડવા આપેલું વચન યાદ દેવરાવ્યું. એટલે તેમણે પેલા છોકરાને વચન આપ્યું કે, “હું આ રાજકુંવરીને તેમનું રાજ્ય પાછું અપાવ્યા બાદ આવીને જરૂર તારા માલિકને સજા કરી, તારો પગાર ચૂકતે કરાવીશ.” પેલો છોકરો બોલ્યો, “મને અત્યારે જ થોડું ખાવાનું આપો, અને સેવિલ જવાય તેટલા થોડા પૈસા આપો, એટલે બસ.” પણ આ લોકો પાસે કશું વિશેષ ખાવાનું બચ્યું ન હોવાથી તેને તેઓએ નામનું કંઈક આપ્યું. તે લઈ દૂર દોડી જતાં તે બોલ્યો, “અલ્યા નાઈટડા, ફરીથી આખી જિંદગીમાં તું મને ભેગો ન થતો; મને ભલે મારીને કકડા કરી નાખે, પણ તારા જેવાની મદદની મારે જરૂર નથી ! તારા જેવા નાઈટો દુનિયામાં ન જન્મે તો સારું-કારણકે તમારામાં લોકોનાં દુ:ખ ઘટાડવાની નહિ પણ વધારવાની જ આવડત હોય છે!” ડૉન ક્વિકસોટ તેની પાછળ પડવા ગયા, પણ પેલો એકદમ ખિસકોલીની પેઠે જલદી જલદી ભાગી ગયો. બધા હવે એક જ ટપે પેલી વીશીમાં આવી પહોંચ્યા. ડૉન કિવકસોટે અતિશય થાક્યા હોવાથી જલદી એક પથારીની માગણી કરી. વીશીવાળાએ પેલા ઓરડામાં જ તેમની પથારી કરી આપી; એટલે તે તરત કપડાં ઉતારી તેના ઉપર લાંબા થઈ સૂઈ ગયા અને ઘસઘસાટ ઊંઘી ગયા. આ બાજુ હજામે અને પાદરી-બુવાએ વીશીવાળાને અને તેનાં પત્નીને તેમની પાસેથી લીધેલી બધી ચીજો પાછી આપી. હજામને પાદરીબુવાએ સમજાવ્યું કે, “હવે તારે ડૉરોધિયાના સ્કવાયર મટી, ડૉન કિવકસોટના ગામના હજામ તરીકે છતા થવું જોઈએ. તારે ડૉન વિસોટને એમ કહેવું કે, હું પાદરી-બુવા સાથે જ આવતો હતો, તેવામાં પેલા ચોરોએ લૂંટી લીધા પછી છૂટો પડી અહીં વીશીમાં આવી તેમની રાહ જોયા કરું છું. Page #183 -------------------------------------------------------------------------- ________________ વીશીમાં શું બન્યું? ૧૩૫ ડૉરોધિયાનો સ્કવાયર કયાં ગયો એમ તે પૂછે, તો આપણે સૌએ એમ કહેલું કે, રાજકુંવરીઓ તેને અગાઉથી બંદરે જહાજની તૈયારી કરવા મોકલી દીધો છે. ત્યાર બાદ વીશીવાળાના કુટંબ સાથે ડૉન વિક્સોટની વાતો કરતા સૌ ટોળે વળીને બેઠા. નાઈટ લોકોની વાતો વાંચી વાંચી તેમનું મન કેવું ભ્રમિત થઈ ગયું છે, તેવી વાત આવતાં સાન્કોને જરા ખોટું લાગ્યું; પણ તેણે તો પોતાના માલિક સાથે મિકોમિકોન દેશ સુધી જઈ પોતાનું નસીબ અજમાવી આવવાનો નિરધાર જ કર્યો હતો, અને ડૉરોધિયાએ પણ તેને એની એ માન્યતામાં મક્કમ રાખ્યા કર્યો. દરમ્યાન વીશીવાળા પાસે નાઈટોની વાતોની એક જાણીતી ચોપડી જોઈને પાદરી-બુવાએ તે વાંચવા માગી; પણ પછી સૌને તેમાંની વાતે સાંભળવાની ઇચ્છા હોવાથી તેમણે તે મોટેથી બોલીને વાંચવા માંડી. સૌ રસપૂર્વક એ વાતો સાંભળી રહ્યાં હતાં, અને સાન્કો પાન્ઝા ઊંઘ આવતી હોવાથી ડૉન ક્વિકસોટના કમરામાં જઈ ઊંઘવા માંડયો હતો. તેવામાં ડૉન કિવકસોટના કમરામાંથી સાન્કો પાન્ઝા ભય અને ત્રાસથી બૂમો પાડતો ત્યાં દોડી આવ્યો અને કહેવા લાગ્યો–“ભલા લોકો, મારા માલિકની મદદે દોડો! તે અત્યારે રાજકુમારી મિકોમિકોનાના દુશ્મન રાક્ષસ સાથે ખુનખાર યુદ્ધમાં ઊતર્યા છે. મેં મારા આખા જીવનમાં એવી ભયંકર લડાઈ જોઈ નથી. મારા માલિકે તરવારનો એવો ઘા કર્યો છે કે, પેલા બદમાશનું ડોકું કોળું કપાઈ જાય તેમ કપાઈ ગયું છે.” 66 પાદરી-બુવા પોતાના વાંચનમાં ભંગાણ પડતાં બોલી ઊઠયા: તારા માલિક શું એવા મહારથી છે કે, છ હજાર ગાઉ દૂર આવેલા રાક્ષસ સાથે અહીં પથારીમાં સૂતા સૂતા લડાઈ લડે છે?” પણ એટલામાં તો ડૉન દિવસોટની પોતાની બૂમો જ સંભળાઈ, તે ત્રાડી વાડીને કહેતા હતા: “ઊભો રહે, બદમાશ, ઊભો રહે! તારું હવે કંઈ ચાલવાનું નથી.” સાન્કો સૌને કહેવા લાગ્યો, “તમે બધા હજુ શું જોયા કરો છો? જોકે, એ રાક્ષસનું દારૂની પખાલ જેવડું મોટું માથું તો કપાઈને ભાંય ઉપર પડેલું છે અને આખો ઓરડો તેના લોહીથી ભરાઈ ગયેલો હું Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ડૉન કિવકસોટ! નજરે જોઈને આવ્યો છું. પરંતુ એ રાક્ષસનો બીજો કોઈ સાગરીત ત્યાં હાજર હોય એમ લાગે છે, અને મારા માલિક હજુ તે બીજા રાક્ષસ સાથેની લડાઈમાં ઊતરી રહ્યા છે.” વીશીવાળો દારૂની પખાલનો ઉલ્લેખ થયેલો સાંભળી ચાંકયો. તે બોલી ઊઠયો, “અરે તેમના ઓશિકા તરફ દારૂ ભરેલી કેટલીય મશકો મેં ટિંગાવેલી છે. તેમાંની કોઈ તેમણે ધૂનમાં ને ધૂનમાં કાપી તો નથી નાખી? અહીં વીશીમાં વળી રાક્ષસો કયાંથી આવે? કદાચ મારી મશકોમાંથી ઢળેલો દારૂ જ આ બબૂચકને લોહી જેવો લાગ્યો હશે !' બધું જ ટોળું હવે એ ઓરડા તરફ દોડયું. ત્યાં જઈને જોયું તો, ડૉન કિવકસોટ બંધ આંખોએ ઊભા થઈ, તરવાર વડે ચોતરફ ગમે તેમ પ્રહારો કરતા હતા તથા બૂમો પાડતા હતા; એક મશક કપાઈને જમીન ઉપર પડી હતી અને તેનો દારૂ આખા ઓરડામાં ઢળ્યો હતો. વીશીવાળો તરત જ એમને ઢોંસા-મુક્કા લગાવવા જતો હતો પણ કાર્ડિનિયો તથા પાદરી-ભુવાએ તેને થયેલું નુકસાન ભરપાઈ કરી આપવાનું જણાવી તેને શાંત પાડયો, અને ડૉન દિવસોટને પકડી, પથારીમાં ‘સુવાડી દીધા. ડૉન વિકસોટ ઊંઘવા માંડયા એટલે ડૉરોધિયાએ સાન્કોને આશ્વાસન આપતાં કહેવા માંડયું કે, “આ વીશી ખરેખર માયાવી છે; એટલે આપણને બધાને કશું સમજાતું નથી, પણ તારા માલિકે જરૂર પેલા રાક્ષસને હણી નાખ્યો છે; એટલે આપણે આપણા રાજ્યમાં જઈશું ત્યારે જરૂર આપણને એ રાક્ષસ મરેલો જ મળશે. પછી મારો રાજગાદીએ રાજ્યાભિષેક થતાં, જરૂર હું તને એક સારા પ્રાંતનો ગવર્નર બનાવીશ.” બધું આમ ટાઢું પડતાં, પાદરી-ભુવાએ પાછી પેલી બાકી રહેલી વાર્તા વાંચવાનું આગળ ચલાવ્યું. વાર્તા પૂરી થવા આવી તે અરસામાં જ બારણા પાસે ઊભેલો વીશીવાળો બૂમ પાડી ઊઠયો, “વાહ, વાહ! બીજા વધુ ઘરાકો આવે છે ને કંઈ? આજે તો મારે સોનાનો સુરજ ઊગ્યો લાગે છે!” કાર્ડિનિયોએ પૂછ્યું, “કેટલા જણ છે?” Page #185 -------------------------------------------------------------------------- ________________ વીશીમાં શું બન્યું? ૧૩૭ વીશીવાળાએ જવાબ આપ્યો, “ચાર ઘોડેસવાર છે, ભાલા-ઢાલ સાથે! એક બાઈ એકલી બુરખા સાથે જરા અલગ સવારી કરીને આવે છે; અને બે પગપાળા નોકરો છે. એ નોકરો જ બુકાની બુરખા વિનાના છે; બાકી પેલા બધા સવાર બુકાનીબંધ છે!” એ બધું ટોળું વીશી આગળ આવી પહોંચતાં જ ડૉરોધિયા અને કાર્ડિનિયો ડૉન કિવકસોટવાળા ઓરડામાં ચાલ્યાં ગયાં. પેલા ચાર ઘોડેસવારોએ બુરખાવાળી બાનુની પાસે જઈ તેને નીચે ઊતરવામાં મદદ કરી. એ ઘોડેસવારોમાંનો એક જણ તેને હાથમાં ઊંચકી વીશીની અંદર લઈ આવ્યો; તેણે તેને પેલા ઓરડાના બારણા પાસે પડેલી ખુરશીમાં બેસાડી. પેલી બાઈએ ખુરશી ઉપર બેસતી વખતે ઊંડો નિસાસો નાખ્યો. પછી લગભગ બેભાન બની ગઈ હોય તે રીતે હાથ લબડતા રાખી તે ખુરશીમાં ઢળી ગઈ. પાદરી-બુવાએ આ બધાનો વિચિત્ર દેખાવ જોઈ, પાસે તબેલામાં જઈ, તેઓ ક્યાંથી આવ્યા છે અને ક્યાં જાય છે, એમ પેલા બે નોકરોને પૂછ્યું. નોકરોમાંના એક જવાબ આપ્યો, “અમે પણ કશું જાણતા નથી. પેલાં બાનુને ઉપાડીને જે અંદર લઈ આવ્યા, તે મહાશયે અમને રસ્તામાંથી ભાડે કરી લીધા છે. અમે એ બાજુનું મોં જોયું નથી, તથા આખે રસ્તે તે એક શબ્દ પણ બોલ્યાં નથી. અમારે ઍન્ડેલુશિયા સુધી તેઓની સાથે જવાનું છે, અને અમને સારા પૈસા મળવાના છે. અમે બે દિવસથી તેઓની સાથે મુસાફરી કરીએ છીએ. પણ અમને તેઓ વિષે વધુ કશી માહિતી સાંપડી નથી.” પણ તે લોકો અંદર અંદર વાતચીત કરતા હશે, તે ઉપરથી પણ તમને કંઈક કલ્પના ગઈ હશે ને?” પાદરી-બુવાએ સમજાવીને પૂછયું. પણ એ લોકો એક શબ્દ પણ બોલ્યા હોય તો ને? એ બાઈ તેનાં કપડાં ઉપરથી સાધુડી જેવી લાગે છે, પણ તેના દુ:ખના નિસાસા ઉપરથી એમ લાગે છે કે, તેને પરાણે સાધુડી બનાવવા લઈ જાય છે.” Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ડૉન કિવકસોટ! પાદરી-બુવા એટલી માહિતી સાથે પાછા મકાનમાં આવ્યા. ત્યાં ડૉરોધિયાએ સ્ત્રી-સુલભ સહૃદયતાથી અને સહાનુભૂતિથી પેલી નિસાસા નાખતી બાનુને પ્રશ્નો પૂછવા માંડ્યા. પણ પેલીએ કશો જ જવાબ આપ્યો નહિ. તે જ ઘડીએ પેલો તેને ઊંચકી લાવનાર માણસ બોલ્યો, “બાનુ, તમે એ કૃતદન અને નઠોર બાઈને પ્રશ્નો પૂછી જરાય વખત બગાડશો નહિ. એ તમને કશો જવાબ નહિ આપે. અને કંઈક જવાબ આપશે તો પણ તે એવો જૂઠો અને ભળતો જવાબ આપશે કે, તમે નાહક દુ:ખી થશો એટલું જ.” આના જવાબમાં પેલી બાઈ તરત બોલી ઊઠી, “મહાશય, સત્ય અને ઈજજત માટેની મારી ખેવનાથી તો હું આ રિથતિમાં આવી પડી છે, એ તમે બરાબર જાણો છો. અને મારું આ દુ:ખ જ તમે પુરુષ જાતમાં કેવા સૌથી હીન તથા જૂઠા છો એ પુરવાર કરી આપે છે.” કાર્ડિનિયો આ બધી વાતચીત દરમ્યાન બારણાની પાછળ જ બેઠેલો હતો, એટલે તે આ બાનુનો અવાજ સાંભળી તરત બોલી ઊઠ્યો, “ભલા ભગવાન, આ હું કોનો અવાજ સાંભળું છું?” પણ કાર્ડિનિયોનો આ અવાજ સાંભળીને પેલી બા પણ એટલી જ ચેકી. તે તરત ઊઠીને એ બારણું ઉઘાડી અંદર દોડી જવા ગઈ, તેટલામાં પેલા સદગૃહસ્થ તેને પકડી લીધી. પેલી બાઈ ખેંચતાણ કરવા લાગી એવામાં તેના મોં ઉપરનો બુરખો હઠી ગયો અને એક અત્યંત સ્વરૂપવતી સ્ત્રીનો ચહેરો છતો થયો. ડૉરોધિયા તેની મદદે દોડી ગઈ, એવામાં એ જ ખેંચતાણમાં પેલા પુરુષની બુકાની હઠી ગઈ, અને તેનો ચહેરો ખુલ્લો થતાં જ ડૉરો ધિયા બૂમ પાડી ઊઠી, “ડૉન ફર્ડિનાન્ડ!” આટલું બોલી તે પોતે જ બેભાન બની ગઈ, અને પેલા હજામે સદભાગ્ય પાસે આવી તેને પકડી લીધી ન હોત, તો તે નીચે જ ગબડી પડી હોત. પાદરી-બુવા હવે ડૉરોધિયાની મદદે દોડ્યા અને તેના મોં ઉપરનો બુરખો હટાવી તેના ઉપર પાણી છાંટવા લાગ્યા. પણ તેનું મોં ખુલ્લું થતાં ડૉન ફર્ડિનાન્ડ હવે ચોંકયો અને મરવા જેવો ફિકો પડી Page #187 -------------------------------------------------------------------------- ________________ વીશીમાં શું બન્યું? ૧૩૯ ગયો. પણ તેણે પોતાના હાથમાંથી નાસી છૂટવા પ્રયત્ન કરતી લ્યુસિન્ડાને છૂટી મૂકી નહિ. તે હવે જીવ ઉપર આવીને છૂટવા પ્રયત્ન કરતી હતી. એટલામાં ડૉરોધિયાનો અવાજ સાંભળી બારણું ઉઘાડી બહાર આવેલા કાર્ડિનિયોને જોતાં જ ફર્ડિનાન્ડ અને લ્યુસિન્ડા બંને આશ્ચર્યચકિત થઈ, પથ્થરના પૂતળા જેવા બની ગયાં. સિન્હાએ હવે ફર્ડિનાન્ડને છેવટની આજીજી કરી તથા કહ્યું, લૉર્ડ, હવે મને મારા પતિ પાસે જવા દો; તમે મને અત્યાર સુધી ઘણો ઘણો ત્રાસ આપ્યો છે, પણ હવે મારા પતિ આવી પહોંચ્યા છે. તમે હવે મને મારી નાખશો તો પણ વાંધો નથી; કારણકે, મારા પતિ નજરોનજર જોઈ શકશે કે, હું તેમને જ વફાદાર રહી છું, અને મરતા લગી હું બીજા કોઈની લાલચને કે બીકને તાબે થઈ નથી.” ડૉરોધિયા હવે ભાનમાં આવી ગઈ હતી તથા આ બધી વાતચીત ઉપરથી જાણી ગઈ હતી કે, ડૉન ફર્ડિનાન્ડ સાથે જે બાઈ છે તે લ્યુસિન્ડા જ છે. તેથી હવે તે ફર્ડિનાન્ડને પગે પડીને આજીજી કરી કહેવા લાગી, “પ્રિય મિત્ર, મારા તરફ નજર કરો; તમે વચન આપીને જેને વર્યા છો તે હું તમારી ડૉરોધિયા છું. હું પણ તમને જ વફાદાર રહી છું તથા તમને ફરી પ્રાપ્ત કરવાની આશામાં જ્યાં ત્યાં રખડી છું. મને જો તમે પત્ની તરીકે સ્વીકારવા ન ઇચ્છતા હો, તો પણ મને તમારી દાસી તરીકે તમારી સાથે રાખો, જેથી આખી દુનિયાની બદગોઈમાંથી હું બચું તથા મારાં માબાપ પણ બચે. અમો સૌએ તમારું શું બગાડ્યું છે, જેથી અમને આમ આખી દુનિયામાં બદનામ અને હડધૂત થવા દીધાં છે? તમે સહેજ પણ કૃપા કરો, અને આપેલાં વચનો પાળો, તો અનેક જીવોનાં દુ:ખ, બેઇજજતી અને ત્રાસ દૂર થઈ જશે, તથા તેમનાં જીવન ભર્યા-ભાદર્યા થઈ રહેશે.” સૌ ડૉરોધિયાના કરુણ વિલાપથી તથા તેની સુંદરતા અને સલૂકાઈથી પ્રભાવિત થઈ ગયાં. લ્યુસિન્ડાને તો ફના પકડી ન રાખી હોત તો, કયારની ડૉરોધિયાને પોતાની વહાલી બહેનની પેઠે જઈને વળગી પડી હોત. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ડૉન કિવકસોટ! ફર્ડિનાન્ડ હવે મૂંઝવણમાં પડ્યો હોય તેમ થોડી વાર ચૂપ રહ્યો, પણ પછી તેણે લ્યુસિન્ડાને પોતાના હાથમાંથી છૂટી કરી અને ડૉરોધિયાને સંબોધીને કહ્યું, “તું જીતી છે અને હું હાર્યો છું!” લ્યુસિન્ડાને ફર્ડિનાન્ડે છૂટી કરી કે તરત તે લથડિયું ખાઈ ગઈ, તે નીચે જ ગબડી પડી હોત, પણ કાર્ડિનિયોએ તરત કૂદકો મારી તેને હાથમાં ઝીલી લીધી અને પોતાને હૃદયે ચાંપી. | ડૉરોધિયાએ જોયું કે, ફર્ડિનાન્ડ તરવાર ખેંચવા જાય છે, એટલે તરત તે તેના બંને પગે વળગી પડી અને બોલી, “ભગવાને જે બેને જોડ્યાં છે, તેમને છૂટાં પાડવા પ્રયત્ન ન કરશો; તેને બદલે તમે જ તમારી પત્ની કે જે તમારાં ચરણોમાં પડેલી છે તેને સ્વીકારી લો.” તરત જ પાદરી-બુવા, હજામ અને બાકીની મંડળી પણ ફર્ડિનાન્ડને ઘેરી વળી, અને ફર્ડિનાન્ડને સમજાવવા લાગી. ડૉન ફર્ડિનાન્ડ છેવટે તો ખાનદાન માણસ હતો. તેણે નીચા નમી ડૉરોધિયાને બંને હાથ પકડીને ઉઠાવી તથા હૃદયે ચાંપી. તેણે કહ્યું, “બાપુ, તમારું સ્થાન મારા પગમાં નહિ પણ મારા હૃદય ઉપર છે. અત્યાર સુધી મેં તમારા ગુણો તરફ દુર્લક્ષ કર્યું છે, પણ હવે ભગવાનની કૃપાથી મારી આંખ ઊઘડી છે. અત્યાર સુધીમાં મેં જે કંઈ કર્યું છે તેની માફી પ્રભુ મને તમારી તપશ્ચર્યા અને તમારી અનન્ય નિષ્ઠાના બદલામાં જ આપી દેશે. લ્યુસિન્ડા પણ તેના પ્રિયતમની સાથે ભલે જીવનનો અમૃત-પ્યાલો પીએ અને સુખી થાય. હું તમારી સાથે એવી જ રીતે જીવનનો અમૃતપ્યાલો પીવા ઇચ્છીશ.” કાર્ડિનિયો, લ્યુસિન્ડા અને મંડળીનાં સૌ આ બધા બનાવોથી ગદ્રગદિત થઈ જઈ, આનંદનાં આંસુ રેડવા લાગ્યાં. કાર્ડિનિયો અને લ્યુસિન્ડા હવે ફર્ડિનાન્ડને પગે પડયાં, અને તેનો આભાર માનવા લાગ્યાં. ફર્ડિનાન્ડે તે બંનેને ઊભાં ક્ય. ફર્ડિનાન્ડે, પછી, સૌ અહીં આમ કેવી રીતે ભેગાં થયાં, તે ડૉરોધિયાને પૂછયું. ડૉરોધિયાએ બધી વાત જેવી હતી તેવી માંડીને કહી સંભળાવી. ફર્ડિનાન્ડે પણ પોતાની વાત ટૂંકમાં આમ કહી – Page #189 -------------------------------------------------------------------------- ________________ વીશીમાં શું બન્યું? ૧૪૧ “લગ્નવિધિ વખતે લ્યુસિન્ડાની છાતી ઉપરથી મળેલો પત્ર વાંચી મને ખબર પડી ગઈ કે, કાર્ડિનિયો લ્યુસિન્ડાનો પતિ છે. એટલે હું તરત જ લ્યુસિન્ડાને મારી નાખવા દોડ્યો, પણ તેનાં મા-બાપે મને પકડી રાખ્યો. હું ગુસ્સે થઈ ત્યાંથી તે વખતે ચાલ્યો ગયો, પણ પછીથી ગમે ત્યારે એ વેર લેવા આવવાનો મારો મનસૂબો હતો. પરંતુ થોડા જ વખતમાં મને ખબર પડી કે લ્યુસિન્ડા નાસી જઈને કોઈ મઠમાં દાખલ થઈ ગઈ છે. એટલે બીજા ત્રણ દોસ્તોને લઈ હું મઠમાંથી તેને ઉપાડી લાવવા નીકળ્યો. મઠનાં બારણાં તોડીને તો અંદર પેસાય નહિ, એટલે દરવાજો ખુલ્લો હોય એવા વખતની રાહ જોતા અમે બહાર થોભ્યા. પછી દરવાજો ઊઘડતાં જ હું મારા મિત્રો સાથે અંદર ઘૂસ્યો અને મઠમાંથી લ્યુસિડાને ઉપાડીને બહાર લઈ આવ્યો. પછી અમે વેષ બદલી તેને લઈ, અહીં આવી પહોંચ્યા. લ્યુસિન્ડાને મઠમાંથી ઉપાડી ત્યારે તે બેભાન થઈ ગઈ હતી. પછી ભાનમાં આવી ત્યાર બાદ તે રડ્યા કરતી હતી તથા નિસાસા નાખ્યા કરતી હતી; પણ એક શબ્દ મેંએથી તે બોલી ન હતી. પણ હવે ભગવાને કૃપા કરી છે, અને તેના તથા સૌના દુ:ખનો અંત આવ્યો છે.” એકલા સાન્કોને આ બધી વાત સાંભળી દુ:ખ થયું; કારણકે, તેની રાજકુમારી મિકોમિકોના એક સામાન્ય ડૉરોધિયા બની ગઈ હતી અને તેને પીડનાર રાક્ષસ માત્ર ડૉન ફર્ડિનાન્ડ બની રહ્યો હતો. એટલે સૌને આનંદ ઉલ્લાસમાં વાતો કરતા મૂકી, તે પોતાના માલિકના ઓરડામાં પેસી ગયો અને તેમને ઢંઢોળીને ઊંઘમાંથી ઉઠાડીને બોલ્યો, “શું ઊંધ્યા કરો છો, માલિક! તમારાં બધાં સ્વપ્નો મિથ્યા જ નીવડયાં છે. તમે જેને રાજકુંવરી માનતા હતા તે તો કેવળ સાદું સીધું બૈરું છે, અને તમે જે રાક્ષસનું ડોકું કાપી નાખ્યું તે તો કેવળ દારૂ ભરેલી મશક જ હતી, જેના પૈસા પેલા સૌએ વીશીવાળાને ચૂકવ્યા ત્યારે આપણો છૂટકો થયો છે.” ડૉન દિવસોટને સાન્કોના આ બધા પ્રલાપની કશી સમજ પડી નહિં; તેમણે તેને માત્ર એટલું જ કહ્યું કે, “આ વીશી વગેરે Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ડૉન કિવકસોટ! બધું માયાવી જાદુગરોની માયાથી દેખાય છે, એ હું તને કહે કહે કર્યું છું, તે ભૂલી ગયો ? ” આ બે જણ વચ્ચે વાતચીત ચાલતી હતી, તે દરમ્યાન પાદરીગુવાએ ડૉન ફર્ડિનાન્ડ વગેરે સૌને ડૉન કિવકસોટના ગાંડપણનો ઇતિહાસ કહી સંભળાવ્યો, તથા તેમને પોતાને ગામ લઈ જવા માટે કેવી યોજના પોતે વિચારી હતી વગેરે વાત કરી. ફર્ડિનાન્ડે હસતાં હસતાં કહ્યું, “જે તમારું ગામ બહુ દૂર ન હોય, તો ડૉરોધિયા ભલે હજુ તમારી યોજના પ્રમાણે રાજકુમારી હોવાનો સ્વાંગ ચાલુ રાખે.” પાદરી-બુવાએ જણાવ્યું, અહીંથી માત્ર બે દિવસની જ "" 66 મુસાફરી છે. એટલે ફર્ડિનાન્ડે આ યોજનામાં બધી રીતે સાથ આપવાનું ચાલુ રાખવાનું ડૉરોધિયાને જણાવ્યું. પણ તે જ વખતે ડૉન કિવસોટ ભાલો-ઢાલ વગેરે લઈને ત્યાં દોડી આવ્યા અને ડૉરોધિયાને કહેવા લાગ્યા, “રાજકુમારી, આ મારો સ્કવાયર કહે છે કે, આપની બધી મહત્તા માયાજાળથી લુપ્ત કરી દેવામાં આવી છે, અને આપ હવે એક સામાન્ય સ્ત્રી બની ગયાં છો, તે વાત સાચી છે? અલબત્ત જેઓને નાઈટ-લોકોનાં પરાક્રમો અને તેમના ઉપર તથા તેમના આશ્રિતો ઉપર દુશ્મનો કેવી માયાજાળ બિછાવે છે, તેની ખબર ન હોય, તો એ વાત સાચી જ માની લે; પરંતુ હું તો એ માયાજાળની ભ્રમણાથી મુક્ત રહી, આપની સેવામાં આપના મુલકમાં પહોંચતાં સુધી વફાદારીથી લાગેલો જ રહીશ, એ કહી રાખું છું.” ડૉરોધિયાએ તરત જ જવાબ આપ્યો, “નાઈટ-મહાશય, અલબત્ત, ગઈ કાલથી મારા ઉપર થોડા સારા તેમ જ ઘણા માઠા એવા પ્રસંગો આવી પડયા છે એ વાત સાચી; પરંતુ હું તો મૂળે જે હતી તે જ રહી છું, અને તમને બીજાઓ ગમે તે સમજાવે, પણ હું તો તમે આપેલા વચન ઉપર વિશ્વાસ રાખી, તમારી સાથે મારા મુલક તરફ જવા નીકળી છું, એ યાદ રાખજો.' ડૉન કિવકસોટે તરત સાન્કોને તેની મૂર્ખતા બદલ સખત ધમકાવી નાખ્યો. ફર્ડિનાન્ડ વગેરેએ પણ હવે કહેવા માંડયું કે, “અમે પણ, "" Page #191 -------------------------------------------------------------------------- ________________ સિંહ ખુશીથી પાંજરામાં પુરાયા! ૧૪૩ નાઈટ-મહાશય, આપની બધી વાત સાંભળી આપની સાથે મિકોમિકોન દેશ સુધી સાથે આવવા અને આપનાં પરાક્રમ નજરે નિહાળવા ઇંતેજાર છીએ; અને આપની તે બાબત સહાનુભૂતિભરી સંમતિ મળે તે માટે આજીજી કરીએ છીએ.” ડૉન કિવકસોર્ટ ઉદારતાથી તથા નમ્રતાથી એ સૌને પોતાની સાથે મિકો મિકોન દેશ સુધી આવવા પરવાનગી આપી. ૧૮ સિંહ ખુશીથી પાંજરામાં પુરાયા! ૧ સૌ હવે વીશીમાં નવાં આવેલાં કેટલાંક મહેમાનોની વિશેષ વાતો સાંભળતાં થાકીને મોડી રાતે ઊંઘમાં પડયાં. માત્ર ડૉન કિવસોટ એકલા જ હથિયાર-સજ્જ થઈ, એ કિલ્લાનું જાગતા રહી રક્ષણ કરવા, બહાર · પહેરો ભરવા લાગ્યા. કારણ કે, તેમના માનવા મુજબ, આજે એ કિલ્લામાં ઘણી સુંદરીઓએ આશરો લીધો હોઈ, જાદુગરો કે રાક્ષસોનો હુમલો જરૂર થવાનો ! પણ આ દરમ્યાન વીશીની પેલી બટકી નોકરડીને તથા વીશીવાળાની જુવાન છોકરીને એક તોફાન સૂઝયું. વીશીને ખેતરો તરફ માત્ર એક જ બારી હતી, અને તે પણ ઘાસ બહાર નાખવા માટેના બાકા જેવી જ હતી. પેલી બંને જણીઓ તે બાકા પાસે આવી. ડૉન કિવક્સોટ લેડી ડુલસિનિયાને સંબોધતા, તેમનો કૃપાકટાક્ષ યાચતા, અને પોતાની પ્રેમનિષ્ઠાની ખાતરી આપતા રોન ફરી રહ્યા હતા. વીશીવાળાની દીકરીએ બાકા પાસે આવી ધીમેથી બૂમ પાડી, “નાઈટ-મહાશય, જરા આ તરફ નજીક આવો જોઉં.” ડૉન કિવક્સોર્ટ એ બાકા તરફ નજર કરીને જોયું અને તેમને તરત યાદ આવ્યું કે, આ ગઢપતિની યુવાન દીકરી પહેલેથી તેમના પ્રત્યે આકર્ષાઈ છે અને તેમની પ્રેમ-યાચના કરતી તેમને અત્યારે પાસે બોલાવી રહી Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ડૉન કિવકસોટ! છે. એવી સુંદરીની પ્રેમયાચના તરફ લક્ષ પણ ન આપવું એ દાક્ષિણ્ય ન ગણાય એમ માની, તે રોઝિનેન્ટી ઉપર બેઠા બેઠા જ એ બાકા પાસે આવ્યા. ચંદ્રના પ્રકાશમાં બાકા પાસે બે સુંદરીઓને ઊભેલી જોઈ, તેમણે તેમને સંબોધીને કહ્યું, “સુંદરીઓ, હું મારી પ્રેમ-રાજ્ઞીના પ્રેમમાં બંધાઈ ગયેલો હોઈ, તમારા ઉત્કટ પ્રેમનો યથાયોગ્ય જવાબ ન વાળી શકું, તો મને તમે કઠોર કે નઠોર ન સમજતાં. પ્રાચીન કાળથી સુંદરીઓએ નાઈટલોકોના પ્રેમ-શૌર્ય ઉપર પોતાનાં હૃદય ન્યોછાવર કર્યા છે, તે હું જાણું છું. અને કોઈ પણ સુંદરી નાઈટના શૂરાતન ઉપર પોતાનો પ્રેમ સમર્પો એમાં નવાઈ પણ નથી. પરંતુ મને પોતાને તમે માફ કરો, અને તમારી બીજી કોઈ સેવા બજાવવાની હોય, તો તે દર્શાવવા મને કૃતાર્થ કરો.” પેલી બટકીએ ધીમા મધુર અવાજે હવે જવાબ આપ્યો, “નાઈટમહાશય, મારાં બાનુને બીજી કશી અપેક્ષા નથી, પણ તેમના હૃદયમાં સળગતી અને તેમને દઝાડતી પ્રેમ-આગ શાંત કરવા તમારો હાથ જરા ઊંચો કરો, તો તેને સ્પર્શીને તે પોતાને ધન્ય માને. મારાં બાનુને તેમના પિતાની ઘણી બીક રહે છે, તે જો આ વાત જાણે, તો તેમનો એક કાન કાપી લીધા વિના ન રહે, આવું મોટું જોખમ ખેડીને પણ તે અહીં આવ્યાં છે, તો તમે તેમને નિરાશ નહિ જ કરો, એવી અમે આશા રાખીએ છીએ.” | ડૉન કિવડ સોટે આવા આમંત્રણનો ખુશીથી સ્વીકાર કર્યો અને પોતાનો હાથ બાકા સુધી ઊંચો કર્યો. તેમનો હાથ બાકા સુધી ઊંચે પહોંચે તે માટે તેમને પેંગડામાં લગભગ ઊભા જ થઈ જવું પડયું. બૅન કિવકસોટે મનમાં લેડી ડુલસિનિયાના નામનો જ જાપ શરૂ કરી, પોતાના હાથ મારફતે પોતાનું હૃદય ગઢપતિની સુકન્યા પ્રત્યે જરા પણ વહી ન જાય તેવી પેરવી કરી લીધી. પેલી બાજુ પેલી બટકી પહેલેથી જ સાન્કોના ગધેડાનો અછોડો છોડી લાવી તેનો ગાળિયો કરી તૈયાર જ ઊભી હતી. એટલે જેવો ડૉન કિવકસોટે હાથ થઈ શકે તેટલો ઊંચો કર્યો કે તરત તેણે પેલો ગાળિયો તેમના કાંડા ઉપર સખત ભીડાવી દઈ, પછી તેનો બીજો છેડો બારણાના આગળા સાથે સખત ખેંચીને બાંધી દીધો. ડૉન કિવકસોટે Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ સિહ ખુશીથી પાંજરામાં પુરાયો! ૧૪૫ પોતાના હાથને આટલો બધો સખત ન દાબવા ગઢપતિની સુકન્યાને વિનંતી કરી, પણ પેલી બે જણીઓ તો હસી હસીને બેવડી વળી જતી ત્યાંથી ચાલતી થઈ. હજુ તો ડૉન કિવકસોટ રોઝિનેન્ટીના પેંગડામાં જ ઊભેલા હતા; તેમના કાંડા ઉપરની બળતરા તો ગાળિયો સખત બેસવાને કારણે જ થઈ હતી. પણ જો રોઝિનેન્ટી તેમના પગ નીચેથી સહેજ ખસવા પ્રયત્ન કરે, તો તો તે આખા એ કાંડાના ગાળિયાને આધારે જ લટકી રહે, અને તેમની જે માઠી વલે થાય, એ કલ્પી શકાય તેવું છે. પણ રોઝિનેન્ટી બિચારો સાલસ ઘોડો હતો. એટલે માલિક જ્યાં સુધી તેને હાંકે નહિ ત્યાં સુધી તે ત્યાં ને ત્યાં સ્થિર ઊભો રહે એમ હતું. | ડૉન કિવકસોટે પેલી બાનુઓને પહેલાં હળવેથી અને પછી જરા મોટેથી પોતાને તેમની પ્રેમ પકડમાંથી મુક્ત કરવા વિનંતી કરી જોઈ; પણ પછી કશો જવાબ ન મળતાં તેમને ખાતરી થઈ ગઈ કે, આ તો જાદુઈ કિલ્લાની માયાજાળ જ કોઈ પરિણામ છે! તેમને યાદ આવ્યું કે, “નાઈટ-લોકોને કોઈ જગાએ નિષ્ફળતા મળે, તો તેમણે જાણી લેવું કે, તે પરાક્રમ કરવાનું તેમને માટે નહિ, પણ બીજા કોઈ નાઈટ માટે નિર્માયું હશે,– પછી તેમણે ફરી તે જગાએ જવું ન જોઈએ. આમ, આ જાદુઈ માયાવી કિલ્લામાં એક વખત હું નિષ્ફળ ગયો હતો, એટલે પછી ફરીથી મારે અહીં આવવું જોઈતું નહોતું; છતાં હું અહીં આવ્યો એ જ મારી ભૂલ થઈ અને એની જ આ સજા મને થઈ છે.” તેમણે કાંડું પાછું ખેંચવા જેમ જેમ પ્રયત્ન કર્યા, તેમ તેમ કેવળ પેલા ગાળિયાનું બચકું જ વધુ તીવ્ર બનતું ગયું. એમણે તે વખતે ઍમેદિસની તરવારને કેટલીય વાર યાદ કરી, કે જેની અણી લગાડતાં જ ગમે તેવી માયાજાળ પણ છિન્નભિન્ન થઈ જાય. પણ હવે શું? પણ એટલામાં ચારેક ઘોડેસવારો એ વીશીમાં ઉતારો શોધતા ત્યાં આવ્યા અને ઘોડા ઉપરથી ઊતરી, દરવાજો થપથપાવવા લાગ્યા. ડૉન વિકસોટનો અંતરાત્મા તરત કકળી ઊઠયો. તેમણે કહ્યું, “આ કિલ્લામાં સૌ અત્યારે સૂઈ ગયાં છે, અને તમારામાં અક્કલ હોય તો તમારે ડૉ.–૧૦ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ડૉન કિવકસોટ! જાણવું જોઈએ કે કિલ્લાનાં બારણાં એક વાર બંધ થાય પછી સવાર થયા વિના કદી ઊઘડે જ નહિ.” પેલાઓ ગઢ કિલ્લાની વાત સાંભળી, એને ગાંડો માની, તરત વધુ જોરથી દરવાજો ખટખટાવવા લાગ્યા. દરમ્યાન તેમાંના એકનો ઘોડો રોઝિગ્નેન્ટી તરફ આવ્યો અને રોઝિનૉન્ટીને સુંઘવા લાગ્યો. એટલે રોઝિનેન્ટી ચમકીને જરા આગળ ખસ્યો. પરિણામે ડૉન કિવક્સોટ પોતાના શરીરના આખા વજન સાથે કાંડા ઉપર જ ટિંગાયા અને અતિશય વેદના થતાં કરાંઝવા લાગ્યા. વીશીવાળી દરવાજા ઉપરનો ખટખટાટ અને ડૉન કિવકસોટના બરાડા સાંભળી તરત ઊઠયો અને તે તરફ દોડી આવ્યો. પેલા મુસાફરી પણ ડૉન કિવકસોટની સ્થિતિ જોઈ નવાઈ પામી ત્યાં જ દોડી આવ્યા. દરમ્યાન પેલી બટકીએ, સૌને જાગેલા જોઈ, પોતાનું તોફાન બહાર ન પડી જાય તે માટે, પેલાં દોરડું અંદરથી છોડી નાખ્યું, એટલે ડૉન કિવસોટ ધબાક લઈને જમીન ઉપર ગબડી પડયા. તેમણે કાંડા ઉપરનું દોરડું છોડી નાખ્યું અને પછી રોઝિૉન્ટી ઉપર ફાઁગ મારી તેને દૂર દોડાવી ગયા; પછી ભાલો સામો ધરી તે ઘોડાને દોડાવતા વીશી તરફ ધસી આવ્યા અને સૌને સંબોધીને કહેવા લાગ્યા – “જે કોઈ એમ કહેવાની હિંમત કરે કે, મને યોગ્ય કારણસર માયાજાળમાં બાંધવામાં આવ્યો ન હતો, તેની સામે, રાજકમારી મિકોમિકોન મને પરવાનગી આપે તો, અબઘડી હું યુદ્ધમાં ઊતરવા તૈયાર છું.” પેલા ચાર મુસાફરો ડૉન કિવકસોટના આ વિચિત્ર શબ્દોથી નવાઈ પામ્યા; વીશીવાળાએ તેમને બાજુએ લઈ જઈ ડૉન કિવક્સોટના ગાંડપણની વાત કરી. પેલાઓ હવે તેમના ઉપર લક્ષ આપ્યા વિના વીશીમાં અંદર ગયા. પણ ડૉન કિવકસોટે બરાડા પાડી પાડીને એ સૌને જણાવ્યું કે, “હું વચનથી બંધાયેલો છું, અને તેથી રાજકુમારીને તેમની ગાદીએ ફરીથી સ્થાપિત કર્યા વિના બીજા કોઈ યુદ્ધમાં ઊતરી શકતો નથી; નહિ તો તમે લોકો મને જવાબ આપ્યા વિના કે મારો પડકાર સ્વીકાર્યા વિના અંદર પેસી ગયા, તે બદલ તમને ખબર પાડી દેત!” Page #195 -------------------------------------------------------------------------- ________________ સિંહ ખુશીથી પાંજરામાં પુરાયો! ૧૪૭ પણ એટલામાં જેના માથા ઉપરની તાંસળીને ડૉન કિવકસોટે મૅબ્રિનોનો વિખ્યાત સુવર્ણટોપ માનીને પડાવી લીધો હતો, તથા જેના ગધેડાના ખોગીરને સાન્કોએ બદલી લીધું હતું, તે હજામ ભોગજોગે તે વીશીમાં આવી પહોંચ્યો. તે પોતાના ગધેડાને તબેલામાં દોરી જતો હતો, તેવામાં તેણે સાન્કોને ત્યાં બેસી પોતાના ખોગીરને કંઈ ટાંકા મારતો જોયો. તે તેને ઓળખી ગયો અને તરત બોલી ઊઠ્યો, “સાલા, બદમાશ, તું મારા ખોગીરને બદલી ગયો હતો, પણ હવે મુદ્દામાલ સાથે જ તું પકડાયો છે, એટલે તારી વલે કરું છું.” સાન્કો આવી ભાષા સાંભળીને એકદમ ગુસ્સે થઈ ગયો અને ખોગીરની ખેંચતાણ કરતા પેલા હજામને તેણે હાથમાં જે હતું તે મોં ઉપર ઝાપટયું. પેલાના દાંતમાંથી લોહી વહેવા માંડયું, પણ તેણે ખોગીરને હાથમાંથી છોડવું નહિ, અને બૂમો પાડી સૌને ભેગા કર્યા તથા પોતાનો ચોરાયેલો માલ પાછો અપાવવામાં મદદ કરવા વિનંતી કરી. સાન્કોએ સૌને જણાવ્યું કે, “મારા માલિકે તેને યુદ્ધમાં હરાવીને તેની પાસેથી યુદ્ધમાં જીતેલા માલ તરીકે તેના ગધેડાના સામાનને બદલી લેવાની મને પરવાનગી આપી છે.” એટલામાં ડૉન કિવક્સોટ ત્યાં આવી પહોંચ્યા. પેલા હજામે સૌને કહ્યું કે, આ લોકો મને રસ્તા ઉપર એકલો જોઈ, મને મારી મારું તાંસળું ઉઠાવી ગયા છે, તથા મારા ગધેડાનું ખોગીર પડાવી ગયા છે. ડૉન કિવશોટે સૌને જણાવ્યું કે, આ દુનિયા કેવી નાદાન થઈ ગઈ છે તથા આ માયાવી ગઢમાં બધા કેવા માણસો ભેગા થયા છે કે કંઈ વાત નહિ! મેં આ નાઈટને ઍડ્મિનોના સુવર્ણ-ટોપને પડાવી લઈ જતો જોયો એટલે તેને સામા માંના યુદ્ધમાં પડકારી, તેને હરાવી, એ ટોપ લઈ લીધો છે, તથા યુદ્ધમાં જિતાયેલા તેના ઘોડા ઉપરનો સામાન મારા સ્કવાયરને લઈ લેવા પરવાનગી આપી છે. છતાં આ બદમાશ એને ગધેડાનું ખોગીર કહે છે, અને ટોપને તાંસળું કહે છે!” પેલાં તાંસળું, સાન્કો પાસે ડૉન કિવકસોટે ત્યાં રજૂ કરાવ્યું; અને સૌને ઉઘાડી આંખે જોઈને નિર્ણય આપવા જણાવ્યું કે, Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ડૉન કિવકસોટ! આ સુવર્ણ-ટોપ શું હજામનું તાંસળું છે, તથા આ ઘોડાનું જીન છે કે ગધેડાનું ખોગીર? ફર્ડિનાન્ડ વગેરેએ આ બધી તકરાર વધી ન જાય તે માટે ડૉન કિવકસોટની તરફેણમાં જ મત આપ્યો કે, આ તો બરાબર સુવર્ણ-ટોપ છે જેનો નીચેનો ભાગ કોઈ હરામખોરે પૈસાના લોભથી ઓગાળીને વેચી દીધો છે અને આ સામાન પણ કોઈ ઉત્તમ યુદ્ધ અશ્વનું જીન છે, જેને ગધેડાનું ખોગીર કોઈ ગધેડો જ કહે. પરંતુ તે જ ઘડીએ વીશીમાં ચોરી-ડાકાટી કરનારા ગુનેગારોને પકડવાની સત્તાવાળા ત્રણ અફસર આવી પહોંચ્યા હતા; તેઓએ આ મશ્કરી ન સમજાતાં આગળ આવી જાહેર કર્યું કે, તમે સૌ એક નંબરના ઠગો છો કે શું? આ હજામ તાંસળું છે, તેને સુવર્ણ-ટોપ શાના કહો છો? તથા આ ગધેડાનું ખોગીર છે, તેને યુદ્ધ-અશ્વનું જીન શાના કહો છો? ડૉન કિવકસોટે એ અફસરોની વાત સાંભળી તરત પોતાનો ભાલો એ અફસરના માથા ઉપર દંડાની પેઠે ઝીંક્યો. પેલો જરા દૂર ખસી ગયો એટલે ભાલાના હાથાના જમીન ઉપર પછડાઈ ટુકડા થઈ ગયા. પછી તો એ અફસરોએ સૌને રાજાજીના હુકમથી એને પકડવા અને જેરા કરવામાં મદદ કરવા હાકલ કરી. વીશીવાળો તરત 'રાજાજીનો હુકમ' શબ્દ સાંભળી તરવાર દંડા વગેરે લઈ આવ્યો અને ત્યાં મોટું રમખાણ મચી રહ્યું; કારણ કે, ફર્ડિનાન્ડ વગેરેને ડૉન કિવકસોટનો જ પક્ષ લેવો પડ્યો. પણ અચાનક ડૉન કિવક્સોટે પોતાના પક્ષનાં માણસોને યુદ્ધ થોભાવવા હુકમ કર્યો. કારણ કે તેમને અચાનક ખાતરી થઈ ગઈ હતી કે, “આ તો અગ્રામત અને સોબિનો એ બે રાજાનાં લશ્કરો માયાજાળથી આપણી વચ્ચે આવીને ભળી ગયાં છે; એટલે તેમની લડાઈ લડીને આપણું લોહી નાહક રેડવું ન જોઈએ!” પેલા અફસરોને તો આ ગાંડા માણસના બોલવા-ચાલવાની કંઈ સમજ ન પડી. પરંતુ તેમાંના એકના ખીસામાં ડૉન કિવકસોટના વર્ણનવાળા માણસને, વહાણ તરફ લઈ જવાતા કેદીઓને છોડાવવાના આરોપસર, ગિરફતાર કરવાનો હુકમ હતો; તે કાઢીને તેણે ડૉન કિવન્સોટને નિહાળી જોયો, તો તેને તરત ખાતરી થઈ કે, એ માણસને જ પકડવાનો તે હુકમ Page #197 -------------------------------------------------------------------------- ________________ સિહ ખુશીથી પાંજરામાં પુરાયો! ૧૪૯ છે. એટલે તેણે નવેસર એ માણસને ગિરફતાર કરવામાં મદદ કરવાની સૌને હાકલ કરી. પરંતુ ફર્ડિનાન્ડ વગેરે યોદ્ધાઓની સામે એમ કરવું સહેલું ન હતું; અને પાદરી-બુવાએ પછી તે અફસરોને સમજણ પાડી કે, તમે તેને પકડશો તો પણ તે ગાંડો હોઈ તેને તરત છોડી મૂકવામાં આવશે. પેલા અફસરો એ વસ્તુ સમજી ગયા અને પોતાનું સંખ્યાબળ પણ ઓછું હતું તે સમજી જઈ તરત શાંત થયા. ઊલટું પેલા હજામ અને સાન્કો વચ્ચેના ઝઘડાનો પણ તેઓએ ઉકેલ કાઢી આપ્યો – હજામને તેના તાંસળા બદલ આઠ રિયલ આપવામાં આવ્યા અને બંનેના ગધેડાનાં ખોગીર અરસપરસ બદલી આપવામાં આવ્યાં; પણ અછોડા અને પટ્ટા જે હતા તે જ કાયમ રાખવામાં આવ્યા ! ડૉન કિવસોટે હવે આ માયાવી નગરીમાંથી ઊપડી જવા ઉતાવળ કરાવવા માંડી. પાદરી-બુવા તથા હજામ હવે ડૉરોધિયા વગેરેને તેમની યોજનામાંથી મુક્તિ આપી તેમને ઘેર કેવી રીતે જવા દેવાં તેની યુક્તિ વિચારવા લાગ્યા. બધું નક્કી કરી તેઓએ પછી એક બળદગાડું તૈયાર કરાવ્યું અને તેમાં એક મજબૂત પાંજરું તૈયાર કરાવીને મુકાવ્યું. ત્યાર બાદ બુરખા તથા ભૂતો જેવો પોશાક પહેરી પાંચેક જણા ડૉન કિવક્સોટ સૂતા હતા તે ઓરડામાં ગયા અને તેમને પકડી હાથપગ બાંધી વીશી બહાર ગાડું ઊભું હતું ત્યાં લઈ ગયા. તે વખતે નક્કી કર્યા મુજબ હજામ બારણા પાછળ છુપાઈને આકાશવાણી જેવા અવાજે બોલ્યો, “હે માંશેગન નાઈટ, હું તમારો પાલક અને સંરક્ષક ઋષિ મૅન્ટિોનિયન બોલું છું, તે લક્ષ દઈને સાંભળો. હું તમારાં પરાક્રમોનો ઇતિહાસ લખું છું. તમારાં પરાક્રમોથી પ્રસન્ન થઈ હવે હું તમારું ભવિષ્ય ભાખી સંભળાવું છું કે, તમે જલદી હવે તમારી પ્રેમ-રાજ્ઞી સાથે લગ્ન-સંબંધથી જોડાવાના માર્ગે છો. અને એ લગ્નસંબંધ જલદી થાય તેમ આકાશી દેવોએ નક્કી કર્યું હોવાથી તમને પ્રથમ ત્યાં લઈ જવામાં આવે છે, જ્યાં તમારી ટૉબોસન પ્રેમરાજ્ઞી પોતાને હાથે સાત સમુદ્રનાં રત્નોની સ્વહસ્તે ગૂંથેલી માળા લઈને તમારા કંઠમાં આરોપવા તત્પર થઈને ઊભી છે. એટલે મેં આ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ડૉન કિવકસોટ! આકાશી સત્ત્વોની મદદથી તમને ગિરફતાર કરી આ પાંજરામાં પુરાવ્યા છે, જેથી વિશ્વની બીજી સુંદરીઓ પોતાનાં ખોટાં ખોટાં બહાનાંવાળાં આકર્ષણોથી તમને દૂર ખેંચી ન જાય. તમારા વફાદાર સ્કવાયરની સેવાઓથી ખુશ થઈ તેનું ભવિષ્ય પણ હું ભાખું છું, તે એ સાંભળી લે – તારે માટે પણ નજીકના દિવસોમાં જ બહુ મોટી પદવી નિર્માણ થઈ છે અને તને તારા માલિકે આપેલાં વચનો કરતાં પણ વધુ મોટો વૈભવ અને હોદ્દો પ્રાપ્ત થવાનાં છે. માટે તું પણ તત્પર થઈને તારા નાઈટને તેમના લગ્ન-મંડપ તરફ રાજી થઈને લઈ જવામાં મદદગાર થા: હું હવે તમો બંનેની વિદાય લઉં છું. મેં જે કહ્યું છે તે કહ્યું છે! અલવિદા, આ જમાનાના મહા નાઈટ ! સલામ !” ડૉન કિવકસોટ આ આકાશવાણીથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા તથા સાન્કો પણ પોતાને માટે ભખાયેલા ભવિષ્યથી એટલો બધો રાજી થઈ ગયો કે, બંને જણ એ આકાશવાણીના હુકમ પ્રમાણે વર્તવા તૈયાર થઈ ગયા. ચારેક દિવસની મુસાફરી પછી, બીજા માણસો સાથેની વાતચીત ઉપરથી સાન્કોને વહેમ ગયો કે, તેના માલિકને છેતરીને, પાંજરામાં પૂરીને, ગામ પાછા લઈ જવાની જ આ તો પાદરી-બુવાની તથા હજામની તરકીબ છે. એટલે તેણે ધીમે રહીને ડૉન કિવક્સોટને આ વાત કરી દીધી. પછી એક યુક્તિ વિચારીને, તેમને કુદરતી હાજતને બહાને પાંજરા બહાર કાઢવાનો તેણે આગ્રહ કર્યો, તથા પોતે તેમની બરાબર ચોકી રાખશે એમ પણ કહ્યું. પાદરી-બુવા ભ્રમમાં રહ્યા, અને રાતને વખતે એક જગાએ ઉતારો કર્યો હતો ત્યારે તેમને પાંજરામાંથી છૂટા કરવામાં આવ્યા. સાન્કોએ તેમનો ઘોડો તથા તરવાર વગેરે દૂર તૈયાર રાખ્યાં હતાં, અને પોતે પણ દૂર ઊભો રહ્યો હતો. પણ બનવાકાળ તે એ જ વખતે પાસેના ગામડામાંથી સફેદ વસ્ત્રો પહેરેલા ગામડિયાઓ, વરસાદ પડતો ન હોવાથી, ગાતા ગાતા, એક મૂર્તિને કાળા કપડામાં વીંટી, પાસેની ટેકરી ઉપરના મઠ જેવા સ્થાનકે લઈ જતા હતા. ડૉન કિવકસોટે તેમને જોઈ, તરત માની લીધું કે, આ ભૂતાવળ કોઈ સ્ત્રીને ઉપાડી લઈ જાય છે. તેમણે દૂર ઊભેલ રોઝિનેન્ટી ઉપર બેસી, Page #199 -------------------------------------------------------------------------- ________________ સિંહ ખુશીથી પાંજરામાં પુરાયો! ૧૫૧ હાથમાં તરવાર લઈ, તરત તે લોકો ઉપર ધસી જઈ હુમલો શરૂ કર્યો. પેલા ગામડિયા નવાઈ પામી તેમની સામે થઈ ગયા અને એ મારામારીમાં ડૉન કિવક્સોટનું ખભાનું હાડકું તૂટી જતાં તે લથડિયું ખાઈ જમીન ઉપર તૂટી પડ્યા. સાન્કો પાન્ઝા તરત ત્યાં દોડી ગયો. ડૉન કિવકસોટમાં જીવી રહ્યો હોય તેવું લાગતું નહોતું. તે તેમના શરીર ઉપર પડીને વિલાપ કરવા લાગ્યો. તેણે આ ગામડિયાઓના સરઘસનો અર્થ સમજી લઈ ડૉન કિવકસોટને હુમલો ન કરવા બૂમ પણ પાડી હતી. પરંતુ ડૉન વિકસોટ બીજાની આંખે કે પોતાની આંખે કશું જોઈ શકતા જ નહોતા. તે તો પોતાનાં ક૯૫નાચક્ષુથી જ બધું જોનારા માણસ બની ગયા હતા. અને આવી નામોશીભરી રીતે તેમનો કરુણ ફેજ આવેલો જોઈ, તથા પાંજરામાંથી તેમને બહાર કાઢવામાં પોતે જ નિમિત્ત બનેલો હોઈ, સાન્કોના પસ્તાવાનો પાર ન રહ્યો. પાદરી-બુવા હવે પેલા ગામડિયાઓ તરફ દોડી ગયા અને તેમને ડૉન કિવક્સોટની માનસિક સ્થિતિ વિશે તેમણે સમજ પાડી. હવે સૌ ડૉન કિવસોટ જીવે છે કે મરી ગયા તે જોવા એ તરફ વળ્યા. ડૉન કિવકસોટ જરા જરા ભાનમાં આવ્યા. તેમણે ઊંડો નિસાસો નાંખી લેડી ડુલસિનિયાને યાદ કરી લીધી, તથા પોતાને જલદી પાસે બોલાવી પુનર્જીવન બક્ષવા પ્રાર્થના કરી. પછી સાન્કો તરફ ફરીને તેમણે કહ્યું, “મને તો ઋષિ મૅન્ટિોનિયને મંત્રીને તૈયાર કરેલા પાંજરામાં જ પાછો મૂકી દો. મારા ખભાનું હાડકું ભાગી ગયું હોવાથી મારાથી ઘોડા ઉપર આમેય બેસી શકાય તેમ રહ્યું નથી. મારા ઉપર દુષ્ટ ગ્રહોની અત્યારે કુદૃષ્ટિ છે. તેવે વખતે મારા સંરક્ષક ઋષિએ મારે માટે મંતરી આપેલા પાંજરામાં જ મારે મુસાફરી કરવી એ વાજબી છે.” સાન્કોને પણ એ દલીલમાં વજૂદ લાગી. એટલે ફરીથી ડૉન કિવકસોટને પાંજરામાં પધરાવવામાં આવ્યા અને તેમની ગામ તરફની મુસાફરી શરૂ થઈ. છ દિવસે જ્યારે તેઓ ગામ પહોંચ્યા, ત્યારે બપોર થયા હતા. તે દિવસે રવિવાર હોવાથી બજારનો દિવસ હતો, એટલે બજારમાં ઘણી જ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ડૉન કિવકસોટ! ભીડ હતી. ડૉન કિવકસોટનું ગાડું આ ભીડ વચ્ચે થઇને જ લઈ જવું પડે તેમ હતું. લોકોને પોતાના ગામના એક વતનીને આ સ્થિતિમાં લવાતો જોઈ આશ્ચર્ય થયું, તથા કેટલાક ઉત્સાહી છોકરાઓ તેમને ઘેર જઈ, તેમની ભાણી વગેરેને ખબર પણ આપી આવ્યા કે, તમારા મામાને મડદાની પેઠે એક પાંજરામાં સુવાડી, બળદગાડા મારફતે લઈ આવે છે. - ડૉન કિવકસોટની ભાણી, અને કામવાળી બાઈએ આ સમાચાર સાંભળી રડારોળ કરી મૂકી. તેઓએ પ્રેમશૌર્યની વાર્તાઓ ઉપર લ્યાના વરસાવવા માંડી. તેમાંય જ્યારે ડૉન કિવક્સોટને લઈને ગાડાએ આંગણામાં પ્રવેશ કર્યો, ત્યારે તો તેમના નિસાસાનો અને કલ્પાંતનો પાર રહ્યો નહિ. સાન્કો પાન્ઝાની વહુને પણ ખબર પડતા તે પોતાના ધણીની ખબર કાઢવા દોડી આવી. સાન્કોએ તેને પોતાને ટાપુની ગાદી ઉપર બેસાડવાના મળેલા વચનનો ઉલ્લેખ કર્યો, ત્યારે તે ભલી બાઈ બોલી “હે, તે ટાપુને ચાર પગ હોય છે કે છે? અને તેના ઉપર તમને તથા મને બેસાડશે, ત્યારે તે આપણ બંને ધિગાં માણસનું વજન ઊંચકીને ચાલી શકશે ખરું?” - સાન્કોએ તે મૂરખીને ટાપુ શબ્દનો તથા ગાદી શબ્દનો અર્થ સમજાવ્યો; તથા જ્યારે બીજી ઉમરાવજાદીઓ તેને વંદન કરવા આવે, ત્યારે શું કરવું અને શું બોલવું તેનું શિક્ષણ આપવાનું ત્યાં ને ત્યાં શરૂ કર્યું. Page #201 -------------------------------------------------------------------------- ________________ ખંડ ૨ જે બ્રતિનિવારણ Page #202 --------------------------------------------------------------------------  Page #203 -------------------------------------------------------------------------- ________________ નવા પ્રયાણને નિરધાર પાદરી-બુવા અને હજામ રોજ ડૉન કિવકસોટને ઘેર આવી તેમની ભાણીને અને કામવાળીને મળી જતા, તથા તેમની તબિયતના સચાચાર પૂછી જતા; પરંતુ ડૉન કિવકસોટને પોતાને એક મહિના સુધી તેઓ મળ્યા નહિ. તેમને જોઈ કદાચ ડૉન કિવક્સોટને પાછલી વાતો યાદ આવે, અને ફરીથી તે પોતાનું વિજ્ય-પ્રયાણ આદરવા તૈયાર થઈ જાય એ બીકે! પછી જ્યારે તેમને ખાતરી થઈ કે, હવે તે શાંત પડયા છે, તથા શાંતિથી વાતચીત કરે છે તથા સાંભળે છે, ત્યારે જ તેઓ તેમને મળ્યા. તેઓએ નક્કી કર્યું હતું કે, ડૉન કિવકસોટ સાથે બીજી બધી બાબતોની વાતો કરવી, પરંતુ નાઈટ લોકો અંગેની વાતનો પ્રસંગ જરા પણ છેડવો નહિ. તેઓ આવતા ત્યારે, ડૉન કિવક્સોટ અને તેમની વચ્ચે રાજ્યવહીવટ, રાજ્યશાસન, કાયદા-કાનૂન, ગુનેગારોને સજા વગેરે બાબતો વિષે લાંબી લાંબી વાતચીતો ચાલતી; તથા તે બધી ચર્ચાઓમાં ડૉન કિવકસોટ સમજપૂર્વક ભાગ લેતા. એક વખત પાદરી-બુવાએ ખબર કહી કે, તુર્કસ્તાનનો બાદશાહ મોટા લશ્કર સાથે ચઢાઈ કરી રહ્યો છે એવા સમાચાર આવ્યા છેઅને તેથી આખા ખ્રિસ્તી જગતમાં હલચલ મચી રહી છે. સ્પેનના રાજવીએ પણ કિનારાના તથા સિસિલી-નેપલ્સ વગેરે ટાપુઓના સંરક્ષણ માટે ખાસ પગલાં ભરવા માંડયાં છે. ડૉન કિવકસોટે તરત જ કહ્યું, “આ બધાં પગલાં ભરો પણ એનું નામ કંઈ નહિ. રાજાએ તો પોતાના રાજ્યના નાઈટ-લોકોને જાહેર ઢંઢેરાથી રાજદરબારમાં બોલાવવા જોઈએ, અને તેમને તુર્કોની ૧૫૫ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ડૉન કિવકસોટ! આ ચડાઈ સામે ખ્રિસ્તી રાજ્યોના અને ધર્મના સંરક્ષણનું કામ સોંપવું જોઈએ. ભલેને પાંચ કે છ નાઈટો જ આવે. પણ તેમાંનો એકાદ તો એવો હોય જ, જે એકલો બબ્બે લાખ જેટલા તુર્કીના લશ્કરની એવી માઠી વલે કરી મૂકે કે, ન પૂછો વાત. પ્રાચીન કાળમાં એવાં પરાક્રમો નોંધાયેલાં છે; અને તે બધાં સાચાં છે. અને પ્રાચીનકાળમાં જે થઈ શકે, તે અત્યારે પણ ન બની શકે તેવું કાંઈ નથી.” 66 ડૉન કિવકસોટની ભાણી બિચારી પાસે બેઠી હતી, તે બોલી ઊઠી, કુંભલા ભગવાન, હજુ મારા મામાના મગજમાં એ બધું ભૂસું જેવું ને તેવું જ ભરેલું છે, કાંઈ!' ડૉન વિકસોટે તરત જ કહ્યું, “હું નાઈટ જ રહેવાનો છું અને નાઈટ જ મરવાનો છું; ભલે તુર્કી સ્પેનને કિનારે આવીને લાંગરે; અને જેટલું બળ એકઠું કરીને આવવું હોય તેટલું એકઠું કરીને લઈ આવે; બસ આથી વધારે હું કંઈ જ કહેવા માગતો નથી. એટલામાં સાન્કો પાન્ઝાએ બારણુ થપથપાવવા માંડયું. કામવાળી બાઈ તેને અંદર પેસવા દેવા માગતી નહોતી; તે કહેતી હતી કે, “તું નવરો ભામટો એક વખત મારા માલિકને બહાર રખડવા લઈ ગયો હતો અને હાડકાં ભંગાવી પાછો લાવ્યો હતો. હજુ તારું શું બાકી રહ્યું છે, જે ફરી પાછો આવ્યો છે?” સાન્કોએ કહ્યું, “અરે, હું તો મારે ઘેર નિરાંતે રહેતો હતો; અને કામકાજ કરતો હતો; ઊલટા માલિક પોતે આવીને મને કેટકેટલી લાલચો આપીને બોલાવી ગયા હતા. તેમણે મને એક ટાપુનો ગવર્નર બનાવવાનું પણ વચન આપ્યું છે, તે તો હજુ જેવું ને તેવું બાકી જ છે!”. “જા, જા, નખ્ખોદિયા! તારા મોઢાને વળી પાછા ટાપુ, અને તેનાં રાજ્ય ! તારા ઘરનું જ રાજ્ય સંભાળને, મૂઆ રાજા-થતા!” ડૉન કિવકસોટે આ સંવાદ સાંભળી, તરત સાન્કોને અંદર બોલાવરાવ્યો. તેમને બીક લાગી કે, સાન્કો કદાચ બીજું કંઈ અજુગતું બોલી બેસે કે કોઈ વાત નાહક ઉઘાડી પાડી દે. સાન્કો અંદર દાખલ થયો એટલે તરત પાદરી-બુવા અને હજામ ડૉન કિવકસોટની રજા લઈ વિદાય થયા. તેમને ખાતરી થઈ ગઈ કે, Page #205 -------------------------------------------------------------------------- ________________ નવા પ્રયાણનો નિરધાર ૧૫૭ ડૉન કિવકસોટના મનનો રોગ નીકળવો મુશ્કેલ છે; અને સાજા થતાં જ તે પાછા તેમને જૂને રસ્તે ચાલી જ નીકળવાના! ડૉન કિવકસોટે સાન્કોને અંદર બોલાવીને પૂછયું, “ભાઈ, તું એમ કેમ કહ્યા કરે છે કે, હું તને છેતરીને કે લોભાવીને તારી ઝૂંપડીમાંથી ખેંચી ગયો હતો? તે તારી ઝૂંપડી છોડી, તેમ મેં મારું મકાન પણ નહોતું છોડયું? આપણે બંને સાથે જ નીકળ્યા હતા, સાથે જ વિચર્યા હતા અને બધાં સુખદુ:ખ સાથે જ ભોગવ્યાં હતાં. તને એકાદ વખત શેતરંજીમાં નાંખી ઉછાળ્યો હશે, તો મને સેંકડો વાર મારપીટ વેઠવાની થઈ હશે. તું તો એ વાત બરાબર જાણે છે.” “પણ માલિક, તમે કહેતા હતા ને કે, નાઈટો ઉપર જ લડાઈનો મુખ્ય ધસારો અને ઘસારો પડતો હોય છે, તેમના સ્કવાયરો ઉપર નહીં!” પણ ભાઈ, નાઈટો અને તેમના સ્કવાયરો તો એક શરીરનાં જ બે જુદાં જુદાં અંગ જેવા ગણાય. માથું દુ:ખે તેની અસર બીજા અવયવોને થાય જ; તેમ જ બીજા અંગોને પીડા થતી હોય તે માથું પણ દુખે જ. તેમ તને દુ:ખ થાય તો તેની અસર મારા ઉપર પણ થાય; અને મને દુ:ખ પડે તેનો ભાગ તારેય વેઠવાનો થાય.” “પણ જો એમ જ હોય, તો હું જ્યારે શેતરંજીમાં ઉછાળાતો હતો, ત્યારે શરીરનું માથું તો દીવાલ બહાર શાંતિથી ઊભું ઊભું જોયા જ કરવું હતું!” “તારી ભૂલ થાય છે, ભાઈ, તું જ્યારે શેતરંજીમાં ઉછાળાતો હતો ત્યારે મને મનમાં જે પીડા થતી હતી, તે તારા શરીરની પીડા કરતાં ઓછી નહિ પણ વધારે હતી. પરંતુ આપણે એ વાત પડતી મૂકીએ ! હવે મારા વિશે લોકોમાં શી વાત ચાલે છે, તે મને કહે, સારા સગૃહસ્થો તેમ જ નાઈટ-લોકો માટે વિશે શું ધારે છે તે મને કહે; નાઈટપણાની પરંપરા છેક જ ભુલાઈ જવા બેઠી છે, તેને સજીવન કરવાના મારા પ્રયત્નો વિષે સૌ શું વિચારે છે તે પણ કહે– બધું જ જેવું હોય તેવું સાચેસાચું કહે.” Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ડૉન કિવકસોટ! માલિક, પણ હું જે કહું તેથી તમારે ખોટું ન લગાડવું.” “ના, ના, ભાઈ, હું હુકમ કરું છું, તેથી જેવું હોય તેવું જ મને કહે.” તો સામાન્ય લોકો તો તમને ગાંડા જ માણસ માને છે; સગૃહસ્થો એમ કહે છે કે, બેએક ખેતરવાળા તથા જેને એક ચીંથરું આગળ અને એક ચીંથરું પાછળ પહેરવા મળતું હોય તેવાને વળી, સદગૃહસ્થાઈનીય ઉપરવટ જઈ નાઈટ થઈ બેસવું છે! અને જે નાઈટ વર્ગના લોકો છે, તે તો તમારા જેવા જોડાને હાથે ટાંકો મારનારા અને મેશ ચોપડનારા ગામડાના કવાયરોને પોતાના વર્ગમાં આવતા જોઈ, નાકનું ટીચકું જે ચડાવે છે.” ડૉન વિકસોટે કહ્યું, “જો ભાઈ, દુનિયાનો કાયદો છે કે, જેમ સદગુણનો દીવો વધુ ચમકી ઊઠે, તેમ તેના ઉપર બીજાની ઈર્ષા અદેખાઈની મેશ વધુ બાઝે. પ્રાચીન કાળના બધા વીરોને પોતાના સમયમાં અદેખાઈના અને નિદાના ભોગ બનવું જ પડયું છે. એ તો ભવિષ્યમાં જ તેવા લોકોનાં ગુણગાન થાય છે; અથવા સમકાલીન કોઈ ઋષિ જેવા લોકો હોય, તે જ તેમની સાચી કદર કરતા હોય છે.” ખરીવાત, માલિક, બાલાગ્યુ કેસ્કોનો દીકરો ભણીગણી, પંડિત થઈને, સાલામાંકાની વિદ્યાપીઠમાંથી ગઈ કાલે રાતે જ ગરમાગરમ પાછો આવ્યો છે. તેણે તો મને એવી વાત કરી કે, તમો નામદારનો ઇતિહાસ તો કયારનો છપાઈ ચૂકયો છે. તેણે એમ પણ કહ્યું કે, મારું નામેય તેમાં છે તથા લેડી ડુલસિનિયા ડેલ ટૉબોસોનું પણ. મને તો નવાઈ લાગી કે, આપણી બધી જ માહિતી તેમાં કેવી રીતે છપાઈ ગઈ! મેં તો એકે એક માહિતી પહેલેથી માંડીને પૂછવા માંડી, તો દરેક વિગત થોડી ઘણી આડીવળી કરીને તેમાં લખેલી છે એમ મને જણાયું. એ બધું એ પુસ્તકોના લખનાર ક્યાંથી જાણી લાવતા હશે વારુ? તમારે એ પંડિતને મળવું છે? તમે કહો તો હમણાં જ તેને બોલાવી લાવું.” | ડૉન કિવસોટે કહ્યું, “અરે, તું જ્યાં સુધી તેને મારી ભેગો નહિ કરે, ત્યાં સુધી મને ખાવાનું પણ નહિ ભાવે. હજુ તો મેં કાપેલાં ડોકાનું લોહી મારી તરવાર ઉપરથી સુકાયું પણ નથી; ત્યાર પહેલાં એ બધાં Page #207 -------------------------------------------------------------------------- ________________ નવા પ્રયાણનો નિરધાર ૧૫૯ પરાક્રમોનો ઇતિહાસ કઈ જાદુઈ વિદ્યા કે મંત્રવિદ્યાને બળે તેના લખનારે જાણી લીધો હશે તે મારે નક્કી કરવું પડશે. ઉપરાંત જાના વખતના ઇતિહાસમાં નાઈટોના ઇતિહાસ સાથે તેમના સ્કવાયરોની વાતો લખાયેલી કદી મારા વાંચવામાં આવી નથી; પરંતુ આ ઇતિહાસ લખનારે અંદર તારી વાતો નામ સાથે લખી હોય, તો તે નવાઈની વાત ગણાય. છતાં તું કહે છે તેમ આપણો બધો જ ઇતિહાસ તે પુસ્તકમાં છપાયો હોય, તો તે પુસ્તક જરૂર મોટું, પાકું બાંધણીનું, અને સોનેરી ગિલેટ કરેલા પૂંઠાવાળું જ હોવું જોઈએ. ઉપરાંત તેણે જો લેડી ડુલસિનિયાની વાતો પણ તેમાં લખી હોય, તો તે લેખક સ્ત્રીજનોચિત દાક્ષિણ્ય તથા વિનય વિવેકની ભાષા વાપરી શક્યો છે કે નહિ, તે પણ જાણવું રહ્યું. ઘણા હલકી કોટીના લેખકો સ્ત્રીઓ વિશે લખવા બેસે છે, ત્યારે તેમની કલમ લીસી બની જાય છે, અને તેઓ તેમના સૌંદર્ય વિષે કે પ્રેમપ્રસંગો વિશે અઘટિત વર્ણન કરી બેસે છે.” સાન્કો ઑપ્સન કૅરેસ્કોને લઈને પાછો આવ્યો; ત્યારે ડૉન કિવક્સોટ આવી બધી ચિંતાઓમાં જ મશગૂલ હતા. કૅરેકોની ઉંમર ચોવીસેક વર્ષની હશે. તેની આંખો અને માંના દેખાવ ઉપરથી તેનો મશ્કરીખોર તોફાની સ્વભાવ સ્પષ્ટ દેખાઈ આવતો હતો. તેણે આવી ડૉન કિવકસોટને જોતાંવેંત તેમની પાસે ઘૂંટણિયે પડી તેમના હાથને ચુંબન કરવાની પરવાનગી માગી. કારણ કે, તેના કહ્યા પ્રમાણે અને માનવા પ્રમાણે, માનવજાતે તેમના જેવો પ્રેમ-શૂર નાઈટ આજ સુધી કદી જોયો નથી–સાંભળ્યો નથી – કદી જોશે નહિ–અને સાંભળશે પણ નહિ. તેણે સાથે સાથે એમ પણ કહ્યું કે, “જે ઋષિએ તમારાં પરાક્રમોની ગાથા લખીને આખા વિશ્વને અને તેના સાહિત્યને અલંકૃત કર્યું છે, તેને ધન્ય હો! અરેબિક ભાષામાંથી આપણી ગામઠી ભાષામાં તેનો તરજૂમો કરી તે મહાગ્રંથ સૌને– ભણેલાને અભણને – સુલભ કરી આપનારને પણ ધન્ય હો! પોર્ટુગલ, બાસિલોના અને વૅલેન્શિયામાં તે ગ્રંથની બાર બાર હજાર નકલો છપાઈ ચૂકી છે, અને Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ડૉન કિવકસોટ! અત્યારે એન્ટવર્પમાં તેની વધુ નકલો છપાઈ રહી છે. દુનિયામાં એવી નમાલી ભાષા તો ભાગ્યે જ હશે, જેમાં તેનો તરજૂમો નહિ થાય.” | ડૉન કિવક્સોટે ઘૂંટણિયે પડેલા તેને ઉમળકાભેર બેઠો કર્યો તથા કહ્યું, “કોઈ પણ માણસને પોતાનાં કૃત્યો પોતાના જ જમાનામાં મશહૂર થાય તથા પુસ્તકને પાને ચઢે, તો સહેજે આનંદ થાય જ. પરંતુ તે અંગે મારે તમને એ પૂછવાનું છે કે, મારાં કયાં કૃત્યોને તેમાં ખાસ ઉપર તારવવામાં આવ્યાં છે, તે તમે મને કહી શકશો?” “વાહ! એ તો વાચકની અભિરુચિની બાબત છે. કેટલાકોને પવનચક્કીનું પરાક્રમ બહુ નોંધપાત્ર લાગ્યું છે, કેટલાકને ધોબીઘાટની જળચક્કીનું, અને કેટલાકને ઘેટાંના ટોળારૂપ નીવડેલાં બે લશ્કરોનું. કેટલાક વળી સેગોવિયા લઈ જવાતા મડદાના પરાક્રમને પ્રધાન્ય આપે છે, ત્યારે કેટલાકને પેલા મુકત કરાયેલા બંદીવાનોનું પરાક્રમ શ્રેષ્ઠ લાગે છે. ” પણ મારે વિષે તેમાં શું લખ્યું છે, તે કહોને પંડિતજી,” સાન્કો વચ્ચે બોલી ઊઠયો. “ભાઈ, તારી વાતો પણ તેમાં ભરપટ્ટે છે. જોકે, કેટલાક તારી કોઈ ટાપુના ગવર્નર થવાની વાત ઉપર હસે છે ખરા. કારણ કે, રાજકારભારની વાતમાં તું શું સમજે?” પણ ડૉન કિવન્સોટ બોલી ઊઠયા, “એ તો કામ કામને શીખવે એ ન્યાયે ભલા સાન્કોને પણ જ્યારે ટાપુનું રાજવીપદ મળશે ત્યારે અનુભવે ને ડહાપણે તે એવો રીઢો થઈ ગયો હશે કે, તેનો રાજકારભાર જરૂર ભલભલા લોકો પાસે દાંતે આંગળાં કરડાવશે. અલબત્ત, એ વસ્તુ પણ પુસ્તકમાં ચડવી જોઈએ; પરંતુ મને લાગે છે કે, મારો ઇતિહાસ લખનાર કોઈ ઋષિ-બુષિ નથી, પરંતુ આસપાસના લોકો પાસેથી વાતો ભેગી કરી, ફાવે તેમ ચોપડી લખી કાઢનાર લહિયો જ છે અને તેણે લખેલી કે ન સમજેલી ઘણી વાતો સમજાવવા કોઈએ તેમાં ભાષ્ય ઉમેરવું જોઈશે.” “ના, ના, મહાશય; તેણે દરેક વસ્તુ એવી વિગતવાર તથા સ્પષ્ટતાપૂર્વક લખી છે કે, કોઈને કશી શંકા કે અસ્પષ્ટતા જ ન રહી Page #209 -------------------------------------------------------------------------- ________________ " નવા પ્રયાણનો નિરધાર ૧૬૧ જાય. નાનાં છોકરાં પણ તે રાજી થતાં થતાં વાંચે છે; જુવાનિયાં તેનો અભ્યાસ કરે છે; અને ઘરડેરાં તેની પ્રશંસા કરે છે. અરે એ ચોપડી એટલી બધી વંચાય છે કે, નાનાં છોકરાં કોઈ દુબળો-પાતળો ઘોડો જુએ તો તરત કહે છે કે, આ રોઝિૉન્ટી ચાલ્યો. કોઈ ઉમરાવજાદાનું ઘર એ ચોપડી વિનાનું રહ્યું નથી. એક જણ વાંચી રહે કે બીજાએ વાંચવા તે ઉપાડી જ છે; એક જણ અહીં માગતો રહે અને બીજો તે ઝૂંટવી જાય છે.” ત્યાર પછી બપોરે જમવાનો વખત થયો ત્યાં સુધી આ પંડિત નાઈટ-લોકોની વાર્તાઓ વિશે પ્રશંસાપાત્ર વર્ણનો કરતો રહ્યો; ૉન વિક્સોટને તો પોતાની કદર કરી શકે તેવો ભણેલો માણસ મળતાં પારાવાર આનંદ થયો. જમ્યા પછી તેઓએ થોડો આરામ કર્યો અને સાન્કો તે દરમ્યાન ઘેર જઈ પાછો આવ્યો એટલે પાછી તે લોકોની વાતો ફરીથી શરૂ થઈ. ડૉન કિવકસોટે કેરેસ્કોને પૂછ્યું, “એ લેખકે તેનો બીજો ભાગ લખાશે એવું કાંઈ સૂચન કર્યું છે કે કેમ?” કૅરેસ્કોએ કહ્યું, “જરૂર, તેણે સૂચન કર્યું છે, પણ તે ન કરે તોય લોકો ક્યારના પોકારો કરી કરીને એ પુસ્તકનો આગળનો ભાગ માગવા લાગ્યા છે અને લેખકને ધૂળધમાં કંઈક વાતો સુધારીવધારી બીજો ભાગ લખવો જ પડશે. નહિ તો કદાચ તે શેરીમાં નીકળ્યો હશે ત્યારે લોકો તેને મારી બેસશે.” સાન્કોએ કહ્યું, “એવાં ફાવે તેવાં ગપ્પાં લખવાની શી જરૂર છે? હું અને મારા માલિક થોડા જ વખતમાં ફરીથી અમારી વિજ્ય-યાત્રાએ નીકળવાના છીએ; એટલે તેને બીજો ભાગ શું, સોમો ભાગ લખવા માટે પણ જોઈતી સામગ્રી મળી રહેશે!” તે જ ઘડીએ રોઝિનેન્ટી હણહણ્યો. એ વસ્તુને સૌએ ભારે શુકનરૂપ તથા જલદી બહાર નીકળવાના આમંત્રણરૂપ માની. ડૉન વિકસોટે જાહેર કર્યું કે ત્રણ યા ચાર દિવસમાં જ તે જરૂર ફરી વિજય-પ્રસ્થાન કરશે. આ વખતે કઈ બાજુ જવું એ બાબત તેમણે પેલા પંડિત કેરેસ્કોને જ પૂછ્યું. તેણે તરત જવાબ આપ્યો કે, ડૉ.—૧૧ Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ડૉન કિવકસોટ! “ઍરેગોન રાજ્યના સરગોસા શહેરમાં થોડા વખત બાદ. નાઈટોની ભારે ટુર્નામેન્ટ થવાની છે. તેમાં તમે જઈ સૌ નાઈટોને ગબડાવી પાડીને વિજ્યમાળ પ્રાપ્ત કરો, તો તો રંગ રહી જાય!” તૈયારીઓ પછીના દિવસોએ તો સાન્કો પાન્ઝાની અવરજવર વધી ગઈ. ડૉન વિક્સોટ તથા સાન્કો બંધ બારણે કેટલીય વખત વાતચીત ચલાવ્યા કરતા. કામવાળી બાઈ તે વાતોનો અર્થ કલ્પી લઈને, એક વખત સેપ્શન કેરેસ્કોને ઘેર દોડી ગઈ. તેની આગળ ઘૂંટણિયે પડીને તે આજીજી કરવા લાગી કે, “ગમે તેમ કરીને મારા માલિકને આ ગાંડપણમાંથી છોડાવો. હમણાં જ તે તેમની પ્રથમ યાત્રામાંથી સારી પેઠે ખોખરા તથા મરવા જેવા થઈને પાછા આવ્યા છે, અને તેય કોઈ જંગલી પ્રાણીની પેઠે બળદગાડામાં મૂકેલા પાંજરામાં પુરાઈને! તેમને ફરી પાછા ટટાર કરવામાં અમે લોકોએ કેટલી બધી ખાવાપીવાની ચીજોનો ઘાણ કાઢી નાંખ્યો છે. અને છતાં પાછા હવે ફરીથી તે એ જ ગાંડપણમાં બહાર નીકળશે, તો આ વખતે તો જીવતા ભાગ્યે જ પાછા આવવા પામશે!” પેલા પંડિતે ઝટપટ તેને ઘેર પાછા જઈ, પોતાને માટે ગરમાગરમ કંઈ નાસ્તાનું તૈયાર રાખવા જણાવ્યું; તથા પોતે હમણાં જ ત્યાં આવે છે અને તેમનું ગાંડપણ હંમેશને માટે દૂર કરી આપે છે, એવી ખાતરી આપી. પેલી ત્યાંથી ચાલી જતાં, પંડિતે ઝટપટ પાદરી-બુવાનો સંપર્ક સાધ્યો અને તેમની સાથે મળી એક યોજના વિચારી લીધી. તે જ ઘડીએ સાન્કો ડૉન વિશ્લોટ સાથે સ્કવાયર તરીકે સાથે ફરીથી જોડાવવા માટે કંઈક કડદા કરી રહ્યો હતો. તે કહેતો હતો, “મારી ઘરવાળી આગ્રહ કરે છે કે, મારે તમારી સાથે બધી શરતો અગાઉથી નક્કી કરી લેવી. તે કહે છે કે, “હાથે તે Page #211 -------------------------------------------------------------------------- ________________ તૈયારીઓ ૧૬૩ સાથે, “જિંદગીનો શો ભરોસો?” “કાલ કોણે દીઠી છે?' એટલે જે કંઈ તમારી નોકરીમાં મળવાનું હોય તે ભવિષ્યમાં નહિ, પણ મહિને મહિને મળવું જોઈએ. અને તે પગાર મને તમારી અત્યારની જાગીરમાંથી મળવો જોઈએ. કારણ કે, ભવિષ્યમાં તમને મોટું રાજ્ય જ્યારે મળે ત્યારે મળે; તથા મને પણ ટાપુનું ગવર્નરપણે જ્યારે મળે ત્યારે મળે. અને એવું કશું મળે ત્યારે અત્યારે આપેલી રકમનો હિસાબ લેવો-દેવો. હું તમે આપેલો બધો પગાર દૂધે ધોઈને મારા ટાપુની તિજોરીમાંથી પાછો આપી દઈશ, બસ! “હિસાબ કોડીનો અને બક્ષિસ લાખની!'” પણ ડૉન કિવક્સોટ અકળાઈને તરત બોલી ઊઠ્યા, “મેં વાંચેલી નાઈટ-લોકોની ચોપડીઓમાં ક્યાંય તેમણે સ્કવાયરોને મહિનાનો કે વરસનો પગાર નક્કી કર્યા હોય અને આપ્યો હોય, એવું વાંચ્યું નથી. સ્કવાયરોએ તો નિર્વાહ માટે નાઈટ-લોકોની કૃપાદૃષ્ટિ ઉપર જ જીવવાનું હોય છે. અને નસીબજોગે નાઈટ-લોકો તેમના નોકરોને ટાપુના ગવર્નર બનાવે કે તેની કિંમત જેટલી કોઈ મોટી રકમ આપે કે અપાવે, તોપણ તે બક્ષિસ રૂપે જ હોય. એટલે ભાઈ સાન્કો, તારે જો બાંધ્યા પગારથી જ મારી સાથે પાછા જોડાવું હોય, તો તું તારે ઘેર પાછો જઈ શકે છે, અને તારી અવિનયી પત્નીને કહી શકે છે કે, હું કોઈ કારણે જૂના નાઈટ લોકોના શિરસ્તાને તેના કહ્યાથી તોડવાનો નથી : “શિર સલામત તો પઘડિયાં બહોતેરી” – એ ન્યાયે હું સાચો નાઈટ રહીશ, તો સ્કવાયરો તો ઘણાય આવી મળશે. “કૂકડો બોલે તો જ વહાણું વાય,’ એવું ઓછું છે?” સાન્કો પોતાનો ટેટો આમ સુરસુરિયું થઈ ગયેલો જોઈ, જરા છોભીલો પડી ગયો, અને શો જવાબ દેવો તે ન સૂઝવાથી ગેંગે-પેપે કરવા લાગ્યો. એટલામાં સૅમ્સન કેરેસ્કોની પધરામણી ત્યાં થઈ. ડૉન કિવસોટની ભાણી, પંડિતજી પોતાના મામાને હવે ફરી ગાંડપણ ન કરવાનું સમજાવશે એમ માની, બધી વાતચીત સાંભળવા તૈયાર થઈને ઊભી રહી. પરંતુ પંડિતજીએ તો આવતાં વેંત ડૉન કિવક્સોટને આલિંગન કરી, ભડની ભાષામાં કહેવા માંડ્યું, “નાઈટ લોકોના મુકટશિરોમણિ, સ્પેનિશ પ્રજાની જીવતી પ્રતિષ્ઠા અને કીતિના અરીસારૂપ મહાપુરુષ, તમને તમારા ત્રીજા વિજયપ્રસ્થાનમાં જે જે લોકો આડે આવતા હોય, તે સૌ નરકના Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ડૉન કિવકસોટ! બળબળતા અગ્નિમાં પડીને ખાખ થઈ જાઓ, તેમનાં મેં હંમેશને માટે કાળાં થાઓ; અને તેમની ઇચ્છાઓનો તાંતણો અધવચ જ દશ દશ જગાએથી તૂટી જાઓ! માણસજાતને તમારા પ્રસ્થાનથી જે અનુપમ લાભ થવાના છે, હજારો અનાથો અને અબળાઓને જે રક્ષણ મળવાનું છે, હજારો વિધવાઓ જેમનો આશરો પ્રાપ્ત કરી નિરાંતની જિંદગી ગુજારવાની છે, અને હજારો અત્યાચારીઓ ધૂળ ફાકતા અને રાખ ચાટતા થવાના છે, તેમને તે બધાથી વંચિત રાખનાર એ નર-કીટકો અને નારીકીટિકાઓને ધિક્કાર છે! આપના પ્રસ્થાનની તૈયારીરૂપે કાંઈ સાધનસામગ્રી ખૂટતી હોય તો તે લાવી આપવા, તથા આપની સાથે સ્કવાયર તરીકે પાછળ પાછળ આવવા આ રંક દાસ ખડે પગે તૈયાર છે. એ મહામાન મને મળે, તે માટે હું કેટલો ઈ તેજાર છું, એ બતાવવા મારી પાસે શબ્દો નથી કે જાદુઈ અરીસો નથી.” ડૉન કિવકસોટે હવે સાન્કો તરફ તુચ્છકારની અને ઠપકાની નજરે જોયું, તથા પંડિતજીને જવાબ આપ્યો, “ના, ના, પંડિતજી, તમારા જેવા જ્ઞાન-સાગરને મારી સાથે નોકર તરીકે લઈ જઈ, હું આપણા દેશના જ્ઞાન-વિજ્ઞાનને રંક કરવા નથી માગતો; તમે તો તમારે સ્થાને જ રહો અને તમારો લાભ સૌને આપતા રહો; મને તો ઘણાય સ્કવાયરો મળી રહેશે, ભલે સાન્કો આવવા તૈયાર ન હોય.” નહિ, નહિ, હું આવવા તૈયાર છું, માલિક. એ તો મારી પત્નીના ટકટકારાથી કંટાળી મેં તમારી આગળ એ વાત સહેજ રજૂ કરી હતી. પરંતુ ધણી તો હું છું; એ મારી ધણિયાણી છે; અને ધણીની જ ઇચ્છા કોઈ પણ મરદ માણસના ઘરમાં ચાલી શકે.” કિવસોટ હવે પોતાના આ બંને શુભેચ્છક અને શુભનિષ્ઠાવાળા મિત્રોને ભેટયા; તથા ત્રણ દિવસ પૂરા થતાં જ વિજ્યપ્રસ્થાને નીકળવાનું તેમણે જાહેર કર્યું. પેલી ભાણી અને કામવાળી બાઈ બીજા ઓરડામાં જઈ, માથાના વાળ પખતાં અને કપાળ કૂટતાં એ ભૂંડા પંડિત ઉપર શાપ વરસાવવા લાગ્યાં. નીકળવાની બધી તૈયારીઓ થવા લાગી. ડૉન કિવક્સોટ પાસે લોખંડી શિર-ટોપ ન હતો, તે આ વખતે પંડિતજી કોઈ મિત્ર પાસેથી ખાસ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ ટૉબાસામાં મેળવી લાવ્યા. નીકળવાને દિવસે બીજું કોઈ ન જાણે તેમ, સાન્કો અને ડૉન કિવોટ તેમના વિજ્યપ્રસ્થાને નીકળી પડયા. માત્ર ભલા પંડિતજી જ છૂપી રીતે તેમને વિદાય આપવા થોડોક રસ્તો તેમની સાથે સાથે આવ્યા. પંડિતજી પાછા વળ્યા એટલે ડૉન કિવકસોટે સૌથી પ્રથમ ટૉબોસો જઈ લેડી ડલસિનિયાની કૃપાદૃષ્ટિ મેળવી લેવાનો વિચાર જાહેર કર્યો. એટલે તેમણે રોઝિનેન્ટીને અને સાન્કોએ તેના ડેપલ-ગધેડાને તે ગામને રસ્તે વાળ્યા. સાન્કોની ઝોળીમાં આ વખતે ખાધાખોરાકીની ચીજો તથા રોકડ નાણું બરાબર ઠાંસીને ભરેલાં હતાં. (ટોબારોમાં બીજે દિવસે સાંજના અરસામાં તેઓ બંને ટૉબોસોની લગોલગ જઈ પહોંચ્યા. ડૉન કિવસોટ પોતાની પ્રેમરાજ્ઞીની મુલાકાત થશે એ આશાએ ખૂબ ઉત્સાહમાં આવી ગયા. પરંતુ સાન્કો કદી ટૉબોસો ગયો જ ન હતો, અને લેડી ડુલસિનિયાને મળ્યો જ ન હતો. પોતે લેડી ડુલસિનિયાને ડૉન કિવકસોટનો પ્રેમ-પત્ર આપી આવ્યો હોવાની તેણે સારા મોરના પર્વતમાં ગપ જ મારી હતી. એટલે આજે ડૉન કિવન્સોટ લેડી ડુલસિનિયાના મહેલનો રસ્તો બતાવવા પોતાને કહેશે, તો પોતે શું કરશે, એ જ ચિંતા તેને સતાવવા લાગી. રાત લગભગ અધવારી હતી; અને આખું શહેર ઘસઘસાટ ઊંઘતું હતું. તે વખતે ડૉન કિવકસોટ લેડી ડુલસિનિયાનો મહેલ સૌથી મોટું અને ઊંચું મકાન જ હશે એવી ખાતરીથી પોતાના ઘોડાને એક દેવળ આગળ લઈ આવ્યા. સાન્કોએ તે જોઈને તરત કહ્યું કે, “આ તો દેવળ છે, અને બહુ શોધીએ તો આપણી કબરો કદાચ અહીં તો જડે!” Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ડૉન કિવકસોટ! ડૉન કિવોટ ગુસ્સે થઈ ગયા; પણ સાન્કોએ તેમને ઠંડા પાડીને કહ્યું કે, “આ શહેરમાં મોટાં મોટાં મકાનો નાની નાની અંધાર-ગલીઓમાં બંધાવવાનો વિચિત્ર રિવાજ છે, એટલે એક જ વખત તમારો પ્રેમપત્ર લઈને હું અહીં આવેલો હોવાથી, હું પણ એ ગલી અત્યારે રાતના અંધારામાં તમને નહિ બતાવી શકે. વળી રાતે આ રીતે શહેરની ગલીઓમાં ફરીશું, તો લોકો ચોર માની આપણને સતાવશે; માટે મારી એવી સલાહ છે કે, આપણે જલદી શહેર બહાર નીકળી જઈએ અને પાસેની ઝાડીમાં આરામ કરીએ; પછી કાલે સવારે અજવાળું થશે એટલે પહેલા પ્રથમ હું એકલો આવીને એમનું ઘર બરાબર શોધી કાઢીશ તથા લેડી ડુલસિનિયાને મળીને, તમારા આવી પહોંચ્યાની ખબર આપીશ. પછી તે કહે ત્યારે આપણે તેમને મળવા આવીશું.” ડૉન કિવસોટને સાન્કોની સલાહ ઉચિત લાગી. એટલે તેઓ તરત શહેર બહાર બેએક માઈલ જેટલા દૂર નીકળી ગયા. પછી સવાર થતાં ડૉન કિવક્સોટે સાન્કોને શહેરમાં જઈ, લેડી ડુલસિનિયાનો મહેલ શોધી કાઢી, તેમને મળ્યા પછી જ પાછા આવવાની કડક તાકીદ આપીને પાછો મોકલ્યો. તેમણે કહ્યું, “સૌન્દર્યના એ જળહળતા સૂર્યને નજરે જોવાનું મહદ્ ભાગ્ય તને મળશે, અને તું એ દર્શનમાત્રથી જગતના સૌ સ્કવાયરોમાં સૌથી ભાગ્યશાળી સ્કવાયર બની રહીશ. તને તે શી રીતે આવકારે છે, તે તું બરાબર યાદ રાખજે. મારા આવ્યાની વાત સાંભળી તેમના મુખ ઉપરના રંગોમાં શો ફેરફાર થાય છે, તે બરાબર જોઈ રાખજે. તે જો સિહાસન ઉપર મખમલની ગાદી ઉપર બેઠાં હોય, તો આ બધી વાતચીત વખતે તે પડખાની કેવી હેરફેર કરે છે તે ધ્યાનમાં લેજે; અને જો તે ઊભાં હોય તો પગની કેવી હેરફેર કરે છે તે ધ્યાનમાં રાખજે. ઉપરાંત, તને તે બે કે ત્રણ વખત જે જવાબ આપે, તે પહેલાં કડક હતો અને પછી માયાળુ બન્યો, કે પહેલાં માયાળુ હતો અને પછી કડક બન્યો, તે બરાબર યાદ રાખજે. કારણ કે, આવી બધી ઝીણી ઝીણી વિગતો ઉપરથી જ હું તેમના અંતરના બધા ભાવો પૂરેપૂરા સમજી શકીશ. પ્રેમીજનોની બાહ્ય ચેષ્ટાઓ જ તેમના અંતરના ભાવોના પ્રતિબિંબરૂપ હોય છે. હું પાછો આવીશ ત્યાં સુધી Page #215 -------------------------------------------------------------------------- ________________ ટૉબોસોમાં ૧૬૭ હું તીવ્ર ઉત્કંઠાથી બળતો અને કારમી ઇ તેજારીથી દાઝતો અહીં ઊંચી ડોકે અને ફાટેલી આંખે બેસી રહીશ, એ નક્કી જાણજે.” સાન્કો એ ઝાડીમાંથી બહાર નીકળ્યો, અને તેના માલિક નજરે દેખાતા બંધ થયા, એટલે તરત પોતાના ગધેડા ઉપરથી ઊતરી પડયો, અને પોતાની જાત સાથે જ નીચે પ્રમાણે ભારે વાદવિવાદમાં ઊતરી પડયો– ભાઈ સાન્કો, હું પૂછું છું કે, તમે મહેરબાન કયાં જવા ઊપડ્યા છો? તમારું કોઈ ગધેડું-બધેડું ખોવાયું છે, તેને શોધવા નીકળ્યા છો? ના; હરગિજ નહીં. તો પછી તમે શું શોધવા નીકળ્યા છો એ તો કહો! લે, હું તો આકાશના સૂર્ય જેવી કોઈ ઝમકતી ચળકતી રાજકુંવરીને શોધવા નીકળ્યો છું! તો બેટમજી, તમે ટૉબોસો શહેરમાંથી એ સૂર્યને ક્યાં શોધી કાઢવાની આશા રાખો છો? તે કયાં રહે છે તે તમે જાણો છો? ના રે ના! “મારા માલિક કહે છે કે, તે કોઈ મોટા રાજમહેલમાં મળશે. તો તમે તમારી નજરે કદી તેને જોઈ છે? ના ભાઈ, મારા માલિકે પણ જિંદગીમાં કોઈ વખત તેને નજરે નિહાળી નથી. તો પછી, મામા, તમે ટૉબોસોના લોકોને જો કહેશો કે, તમે તેમની મોટામાં મોટી રાજકુંવરીને શોધવા નીકળ્યા છો, તથા મળવા નીકળ્યા છો, તથા તેમનો પ્રેમી દૂર જંગલમાં ઊભો તેમને મળવાની રાહ જુએ છે, તો તમારાં હાડકાં-પાંસળાં તેઓ સમાં • રહેવા દેશે ખરા? અને તેમનો વાંક પણ શો કઢાય? તો પછી ઘાસની ગંજીમાંથી સોય શોધવા નીકળ્યા હો તેમ ટૉબોસોમાંથી ડુલસિનિયા શોધવા શાના નીકળ્યા છો ભાઈ? તમારા માલિક તો છેક જ ગાંડા માણસ છો, એમ હજારો વખત તમારા જોવામાં આવ્યું છે, અને તમે પણ એ બાબતમાં તેમના ખભા લગોલગ પહોંચો છો. નહિ તો તેમના કહ્યાથી આવા કામે નીકળો ખરા? પણ તો પછી શું કરવું? માલિક પાસે એમ ને એમ પાછો જાઉં, તોપણ તેમના ભાલાનો વળો બરડા ઉપર ટપાટપ પડવા માંડે, અને એ તો ટાપુના રાજા બનવાની બહુ અનોખી શરૂઆત થઈ કહેવાય! Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ડૉન કિવસોટ! તો શું કરવું? અરે ભલાદમી, મૂંઝાય છે શા માટે? આ દુનિયામાં મોત સિવાય બીજી બધી બાબતોના ઉપાય છે! આવા ગાંડા માણસની સોબતમાં ગાંડા થઈને રહીએ તો જ જીવતા રહી શકીએ. જેસે કુ તૈસા” સમજ્યો ને? હવે જો મારા માલિક ગાંડા જ હોય, તથા પવનચક્કીઓને રાક્ષસ દેખતા હોય, તથા ઘેટાંના ટોળાને લશ્કરી દેખતા હોય, તો પછી ગમે તે ગામડિયણને લેડી ડુલસિનિયા તરીકે તેમને પકડાવી દેવામાં શો વાંધો આવે તેમ છે? તે જો માનવાની ના પાડે, તો સોગંદપૂર્વક જણાવવું કે એ લેડી ડુલસિનિયા જ છે! અને છતાં તે માનવાની ના પાડે, તો તેમણે શીખવેલો જવાબ જ તેમને સંભળાવવો કે, તમારા દુશ્મન જાદુગરે તમારી આંખે પડળ આણી દીધાં છે, જેથી સૂરજને તમે મેશના ગોળા જેવો જુઓ છો, અને લેડી ડુલસિનિયાને એક ગામડિયણ જેવાં!” આમ તે મન સાથે તડજોડ કરતો હતો, તેવામાં સદ્ભાગે ત્રણ ગામઠી છોકરીઓ ત્રણ ગધેડાઓ ઉપર કે ત્રણ ગધેડીઓ ઉપર બેસી ટૉબોસો તરફથી આ બાજ આવતી તેણે જોઈ. એટલે સાન્કો તરત પોતાના માલિક પાસે દોડી ગયો, અને કહેવા લાગ્યો, “માલિક, ઉતાવળ કરો, અને રોઝિનેન્ટીને જરા જોરથી એડી લગાવો. લેડી ડુલસિનિયા ડેલ ટૉબોસો, પોતાની બે સુંદર સખીઓ સાથે ઘોડેસવાર થઈ, તમને મળવા અહીં જ આવે છે. તમે આ ઝાડીમાંથી નીકળી જરા ખુલ્લા મેદાન તરફ જલદી આવો! અહા! શું લેડી ડુલસિનિયાનું તેજ છે! મારાથી તો તેમની સામું પણ જોવાનું નથી. પરંતુ નવાઈની વાત તો એ છે કે, તેમની સખીઓ પણ એક જ સોનાના ગઠ્ઠામાંથી ઘડેલી હોય તેવી છે. હું તો એ સૌને જોઈને આજે ભાગ્યશાળી થઈ ગયો. નર્યા મોતી, નર્યા માણેક, નર્યા હીરા, નવું સોનું ! વાહ વાહ, ઝાકઝમાળ, તેજબહાર, પૂરપાટ, ધમધમાટ ! મને શબ્દો પણ કયાં આવડે છે? અને એ ત્રણેના ઘોડા પણ કેવા છે? એવું ઘોડાનું કાઠું મેં આજ સુધી આ દેશમાં આ આંખોએ જોયું નથી. અને એ ઘોડાઓ ઉપર સવારી કરનારાંની શોભા જોઈને તો બેભાન જ થઈ જવાય! આંધળા થઈ જવાય! અહા! શો સૂરજ! શો ચાંદો! શા તારા! શું આકાશ!” Page #217 -------------------------------------------------------------------------- ________________ ટૉબોસામાં ૧૬૯ ડૉન કિવકસોટ રાજી થતા, સાન્કોએ બતાવેલે માર્ગે ઝટ બહાર ધસી આવ્યા. પણ, સામેથી ત્રણ ગામઠી છોકરીઓ ગધેડા ઉપર બેસીને આવતી હતી, એ સિવાય બીજું કશું છેક દૂર સુધી નજર ખેંચીને જોવા છતાં તેમની નજરે પડયું નહિ. તેમણે સાન્કોને પૂછ્યું, “ભાઈ, મારા હૃદયની રાણી કયાં છે?” “વાહ, માલિક, તમારી આંખો કયાં ગઈ છે? આ આખો સૂરજ અહીં સામો ઊતરી આવ્યો છે, પણ તમને કેમ કશું દેખાતું નથી? તમે આંધળા થઈ ગયા કે શું? તમારી આંખે પેલા જાદુગરોએ પાટા બાંધી દીધા કે શું? આ સામે જ ત્રણ જણ તમારા તરફ નજર કરતાં કરતાં અને હસતાં હસતાં આવે છે, અને તમે તો જાણે લાકડાનું ભ્રૂણકું હો એમ આંધળાર્ભીત થઈ સ્થિર ઊભા રહ્યા છો! આવું કરવું હતું તો મને મોકલીને તેમને અહીં સુધી બોલાવ્યાં શા માટે?” આટલું કહી, સાન્કો તો ઉતાવળો ઉતાવળો પોતાના ગધેડા ઉપરથી ઊતરી, પેલી ત્રણમાંની એક જે વધુ ખરાબ રંગઢંગની હતી, તેની સામે જઈ, તેના ગધેડાને પકડી તરત ઘૂંટણિયે પડયો અને કહેવા લાગ્યો, “હે સુંદરતાનાં મહારાણી, રૂપનાં રાજકુંવરી અને ચળકાટનાં શાહજાદી, આ તમારા પ્રેમના બંદીવાન, તમારા ઇશ્કના ગુલામ, તમારા જાણીતામાનીતા-દેખીતા નાઈટ, તમારાં દર્શનથી, તમારા દેખાવથી, તમારા પ્રેમથી પાણી પાણી થઈ જઈ, ઘાસની ગંજીની જેમ તમારી સામે ઊભા છે; તેમને તમારા હાથ વડે, તમારા પગ વડે, તમારા માં વડે ફરી જીવતા કરો, ફરી બોલતા કરો, ફરી હાલતા કરો, ફરી ચાલતા કરો ! ” ડૉન વિકસોટ સાન્કોની નજરે જે દેખાય છે, તે પોતાની નજરે તદ્દન ઊલટું દેખાય છે તે જોઈ મૂંઝાઈ ગયા. પેલી ‘ગામડેકી ગોરી’ પણ બોલી ઊઠી, “અલ્યા તારો શ્વાસ તારું ભૈડકું ઠારવા સાચવી રાખ; આ શું બકબક કરે છે? વચ્ચેથી ખસી જા અને અમને જવા દે.” સાન્કો પોતાની યુક્તિમાં પોતાને ફાવેલો જોઈ, રાજી રાજી થઈ ગયો. તેણે તરત તેના ગધેડાને છોડી દીધું. એટલે પેલીએ પોતાનો ઈંડીકો ગધેડાના લમણામાં ઠોકી તેને આગળ દોડાવી જવા પ્રયત્ન કર્યા. પણ એ ગધેડું આગળ દોડવાને બદલે એકદમ આગલે પગે ઊભું જ થઈ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ડૉન કિવકસોટ! ગયું. એટલે લેડી-ડુલલિનિયા-થતી એ ડીમચી તરત નીચે ગબડી પડી. ડૉન કિવકસોટે અને સાન્કોએ તરત દોડી જઈ ગધેડાને પકડી સ્થિર કર્યું અને તેના પેટ તરફ નીચે ખસી આવેલી ગાદીને ઉપર ખેંચી સરખી કરી. પછી ડૉન કિવકસોટ પેલીને જમીન ઉપરથી પોતાના હાથમાં ઊંચકી તેના ગધેડા ઉપર બેસાડવા જાય, ત્યાર પહેલાં તો તે ઝટ દઈને ઊભી થઈ ગઈ, તથા પોતાના ગધેડા ઉપર છલાંગ મારીને, પુરુષની પેઠે, તેને બે પડખે પોતાના પગ ભિડાવીને, બેસી ગઈ. સાન્કો બોલી ઊઠયો, “વાહ, વાહ, કઈ માનો જણ્યો પુરુષ પણ આટલી ચપળતાથી ઘોડા ઉપર ઠેકી શકે?” લેડી ડુલસિનિયા-થતીએ ગધેડાના પેટના તળિયા સુધી પોતાના પગ બરાબર ભિડાવી, તેને દંડીકાથી ઠોકીને હવે એવું દોડાવ્યું કે થોડી વારમાં તે દૂર હવા થઈ ગયું. તેની બે બહેનપણીઓ પણ આ બધો નવાઈભર્યા તાલ જોઈ, જરા પણ થોભ્યા વિના, તેની પાછળ રફુચક્કર થઈ ગઈ. ડૉન કિવકસોટ પોતાની આંખો તેમની પાછળ જેટલે દૂર સુધી જાય તેટલે દૂર સુધી જવા દઈ, પછી ઊંડો નિસાસો નાખી સાન્કો તરફ વળીને કહેવા લાગ્યા, “ભાઈ, જોને મારી કમનસીબી ! મારા દુશ્મનો મારાં લેડી ડુલિનિયાને મારી નજરે પણ પડવા દેવા માગતા નથી! કારણ કે, તેઓ જાણે છે કે, એક વખત અમે બે ભેગાં થઈએ અને એકબીજાને પ્રેમની આપ-લે કરીએ, તો પછી મારા હાથની તાકાત એવી તો વધી જાય, કે અત્યાર સુધીના બધા નાઈટોનાં પરાક્રમો મારાં પરાક્રમો આગળ ફીકાં પડી જાય. એટલે એ દગાબાજ માયાવીઓએ છેવટે આવો વિચિત્ર રસ્તો લીધો. લેડી ડુલસિનિયાના મુખનો અંબર-ગુલાબ જેવો મહેકતો શ્વાસ પણ હું તેમને ઉપાડવા ગયો ત્યારે કાચા લસણ જેવો ગંધાતો મને લાગ્યો. બાકી એ બધી પદ્મિનીઓના શરીરનો ગંધ તો એટલો માદક અને મોહક હોય છે કે, તે સૂંઘનારો ધન્ય બની જાય.” સાન્કો હવે પોતા થકી, એ માયાવી જાદુગરોને માથે શાપ ઉપર શાપની ઝડીઓ વરસાવવા લાગ્યો. Page #219 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુ-દેવનો રથ ૧૭૧ ત્યાર બાદ, બંને જણ પોતાનાં વાહનો ઉપર સવાર થઈ, આ પ્રસંગ વિષે વાતો કરતા, અને દિલનું દુ:ખ હળવું કરતા, સરગોસાને માર્ગે પળ્યા. અલબત્ત, સાન્કો પોતાની યુક્તિ ઉપર મનમાં ને મનમાં આફરીન પોકારતો હતો. મૃત્યુ-દેવને રથ ડૉન કિવકસોટ પોતાના ઉપર દુશ્મનોએ બિછાવેલી જાદુઈ માયાની અસર યુદ્ધકાળમાં પણ બાધક નીવડશે કે શું, એની ચિંતા કરતા રસ્તા ઉપર આગળ વધતા હતા. એટલામાં ત્યાં થઈને પસાર થતું એક ગાડું તેમની નજરે પડયું. તેને હાંકનાર ભૂતોનો રાજા હતો, અને ખુલ્લા ગાડામાં તેની પાછળ પાંખોવાળો દેવદૂત, મૃત્યુ-દેવ પોતે, સુવર્ણ-મુકુટ પહેરેલા બાદશાહ, ધનુર્ધારી કામદેવ, લોખંડી ટોપ પહેરેલ નાઈટ, ઉપરાંત બીજા અનેક જણ ખડકાયેલા હતા. સાન્કોના તો મોતિયા જ મરી ગયા. પરંતુ ડૉન કિવકસોટ તરત કોઈ અભુત પરાક્રમની કલ્પનાથી જ ઉત્તેજિત થઈ જઈ ઘોડાને રસ્તા વચ્ચે લાવી ઊભા રહ્યા, અને મોટેથી ત્રાડીને બોલ્યા, “અલ્યા ઓ મૃત્યુદેવનો રથ હાંકનાર ભૂત, તું ક્યાંથી આવ્યો છે અને કયાં જાય છે, તે મને જલદી કહી દે. તારા આ રથમાં જે અભુત આકારો છે, તે જોતાં તારો રથ કોઈ અલૌકિક વાહન હોય એમ લાગે છે. પણ મને તેની પરવા નથી. મૃત્યુ-લોકના આ પરાક્રમી નાઈટની આણને ઓળંગીને અહીંથી આગળ જવાની કોઈ દેવની પણ તાકાત નથી.” પેલા ભૂતવેશધારીએ જવાબ આપ્યો, “મહેરબાન, અમે તો અંગુલીની કંપનીના નટો છીએ. આજે સવારે અમે પેલા પર્વતો પાછળના એક શહેરમાં મૃત્યુ-દેવની પાર્લમેન્ટનો ખેલ ભજવ્યો હતો. હવે બપોરના આ સામે દેખાતા શહેરમાં ખેલ ભજવવાનો છે, એટલે અમારો વેશ કાયમ રાખીને જ અમે ત્યાં જઈએ છીએ.” Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ડૉન કિવકસોટ! ડૉન કિવક્સોટે હસી પડીને જવાબ આપ્યો, “ભલે, ભલે જાઓ, હું નાનો હતો ત્યારે આવા ખેલ જોવાના મને બહુ પસંદ હતા.” પણ આ વાતચીત ચાલતી હતી તેવામાં મશ્કરાનો વેશ લીધેલા નટે આગળ કૂદી આવી પોતાની ઘંટડીઓવાળી અને ફગાઓ બાંધેલી સોટી ઘુમાવીને રોઝિનેન્ટીના માં આગળ પછાડી, એટલે રોઝિનેન્ટી ભડકયો અને લગામ ગમે તેટલી ખેંચાવા છતાં ચારે પગે ઊછળીને મેદાન તરફ નાઠો. સાન્કોએ જોયું કે પોતાના માલિક હમણાં જ એ ભડકેલા ઘોડા ઉપરથી ગબડી પડશે, એટલે તે પોતાના ગધેડા ઉપરથી ઊતરીને તે તરફ દોડ્યો. અને બન્યું પણ તેમ જ. દૂબળો રોઝિૉન્ટી ગમે તેટલું જોર કરીને દોડવા ગયો, પણ થોડી વારમાં જ જમીન ઉપર ઠોકર ખાઈને ગબડી પડ્યો અને સાથે ડૉન વિકસોટ પણ. પરંતુ દરમ્યાન પેલો વિદૂષક પોતાના ચાળાથી આ પરિણામ આવેલું જોઈ, ભયનો માર્યો સાન્કોના ગધેડા ઉપર બેસી, તેના કાન આગળ પેલા ફગા ખખડાવતો તેને ભગાવીને શહેર તરફ ઉતાવળે નાઠો. સાન્કોનો વિચાર એકદમ તો તેની પાછળ પડવાનો થયો; પણ પછી ડૉન કિવક્સોટને કેટલાં વાગ્યું છે તે જોવા તે પ્રથમ દોડ્યો. તેમને બેઠા કરી, રોઝિનેન્ટી ઉપર બેસાડયા બાદ તેણે તેમને કહ્યું કે, “મારા ડેપલને લઈને પેલું ભૂત ભાગી ગયું!” ડૉન કિવક્સોટ તરત તાડૂક્યા, “હમણાં હું એ હરામખોરોને પાઠ શિખવાડું છું; અને આપણા એક ગધેડાના બદલામાં તેમનાં અનેક ખચ્ચરોનો ઘાણ કાઢું છું.” પણ એટલામાં સાન્કોના ડાહ્યા ગધેડાએ ગમે તેમ કરીને ઊછળીને તેના ઉપર સવાર થયેલાને જમીન ઉપર ગબડાવી પાડયો. એટલે પેલો જીવ લઈને શહેર તરફ ભાગ્યો. પછી ડેપલ દોડતો દોડતો પોતાના માલિક પાસે આવી ગયો. છતાં ડૉન કિવકસોટે તો પોતાના સ્કવાયરને કરવામાં આવેલા અપમાનનો બદલો લેવા પેલા લોકોના ગાડા તરફ પોતાનો ઘોડો દોડાવ્યો અને એ બદમાશોને થોભવા માટે ત્રાડ નાખી. સાન્કોએ કિવકસોટને રોકવા બહુ પ્રયત્ન કર્યો, તેણે કહ્યું, “આ બધા ખેલાડીઓ છે, એટલે Page #221 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુ-દેવનો રથ ૧૭૩ ચાળાચસકા કરે જ; વળી લોકોના તે બધા માનીતા હોય છે, એટલે લોકો પણ એમનો પક્ષ લેશે. તેમને છંછેડવામાં કાંઈ માલ નથી. અરે એક આવા ખેલાડીએ બે ખૂન કર્યાં હતાં, છતાં તેને જીવતો છોડી મૂકવામાં આવ્યો હતો ” ઇટ ઇટ. પણ ડૉન કિવકસોટે તો આગળ વધવા જ માંડયું. પેલાઓ તેમનો વિકરાળ લડાયક દેખાવ જોઈ સમજી ગયા કે, તે મહાશય થોભશે નહિ. એટલે તેમણે ઝટપટ ગાડું થોભાવી હાથમાં મોટા મોટા પથ્થરો લીધા અને ડૉન કિવકસોટ પાસે આવે એની રાહ જોઈ ઊભા રહ્યા. સાન્કો પરિસ્થિતિ પામી ગયો; તેણે તરત ડૉન વિકસોટ પાસે જઈને કહ્યું, “માલિક, તમે મને કહ્યું હતું કે, નાઈટ લોકો નાઈટ લોકો સામે જ લડાઈમાં ઊતરી શકે. આ લોકોએ કપડાં ભલે બાદશાહનાં પહેર્યાં હોય, પણ તેઓ છેવટે તો હલકટ ભાંડ-ભવૈયા વર્ગના કહેવાય. એટલે તે લોકો સામે શું કરવું તે તમારે મને સોંપી દેવું જોઈએ. ડૉન કિવકસોટે સાન્કોની સમજદારી માટે તેને ધન્યવાદ આપ્યા, અને હવે પોતાના ગધેડાનું વેર જે રીતે લેવું હોય તે રીતે લેવા તેને પરવાનગી આપી. "" સાન્કોએ સાચા ખ્રિસ્તીની પેઠે કશો વેરભાવ રાખ્યા વિના તે લોકોને ક્ષમા આપી અને પોતાની શાંતિપ્રિયતા જાહેર કરી. આ બેને દૂરથી જ થોભેલા અને પાછા વળવાની તૈયારી કરતા જોઈ, પેલા લોકો હવે ગાડામાં બેસી જોરથી હંકારી ગયા. Page #222 -------------------------------------------------------------------------- ________________ અજબ પરાક્રમ એ ભૂતાવળ સાથેની અથડામણવાળા દિવસની રાત ડૉન કિવકસોટ અને સાન્કોએ ઝાડોનાં ઝૂંડ નીચે જ ગાળી. બંને જણ મોડા સુધી વાતો કરતા કરતા છેવટે ઊંઘી ગયા. સાન્કોએ તો પોતાના ગધેડાનો સામાન ઉતારી નાખી તેને ચરવા માટે છૂટું કર્યું, પરંતુ નાઈટના ઘોડાએ તો રાત-દિવસ જીન-કસેલા તૈયાર જ રહેવું જોઈએ – તેવી પ્રાચીન ગ્રંથોની આજ્ઞા હોવાથી, રોઝિૉન્ટી બિચારાને તો આખી રાત જોતરાયેલા જ રહેવું પડ્યું. પરંતુ ભલા ડેપલે તેને પોતાનો સાથ આપ્યો: બંને પ્રાણીઓ વારંવાર એકબીજાને ચાહ્યા કરતાં તથા પડખાં ઘસ્યા કરતાં. બંને જણા આમ નિરાંતે ઊંઘમાં પડ્યા પણ થોડી વારમાં અચાનક ડૉન દિવસોટ પોતાની પાછળ થયેલા અવાજથી જાગી ઊઠયા. તે કૂદકો મારી ઊભા થઈ ગયા. તેમણે જોયું કે, ઘોડા ઉપર બેસીને આવેલા બે જણા થોડે દૂર એક ઝાડ નીચે તેમની પેઠે જ ઊતર્યા હતા. એક જણે બીજાને સંબોધીને કહ્યું, “ભાઈ, હું પણ આરામ કર; અને આપણાં વાહનોને અહીંનું મીઠું ઘાસ ચરવા છૂટાં મૂકી દે. તું થાકી ગયો હોઈશ એટલે ઊંઘી જા; હું તો મારી પ્રેમરાજ્ઞીના ચિંતનમાં જ આખી રાત નાઈટ લોકોની રસમ મુજબ ગાળીશ.” આમ કહી તે જેવો જમીન ઉપર આડો પડ્યો, તેવું તેનું લોખંડી બખ્તર રણકવું. તરત જ ડૉન કિવકસોટે સાન્કોને ઊઠાડયો અને કહ્યું, ઊઠ, ઊઠ, જો એક નવું પરાક્રમ તૈયાર છે. થોડે દૂર એક નાઈટ આવીને સૂતેલો છે. અરે જો સાંભળ, એ કંઈ તંતુવાદ્ય બનાવીને પ્રેમગીત પણ ગાય છે! અને તેના નિસાસા ઉપરથી તે કોઈ મારા જેવો પ્રેમ-ઘાયલ નાઈટ જ જણાય છે.” પેલા નાઈટે પ્રેમ-ગીત પૂરું કરી, નિસાસો નાખી, આકાશને સંબોધી કહેવા માંડ્યું, “હે સૌથી સુંદર પણ સૌથી ક્રૂર સ્ત્રી! શું તું મને મારી ૧૭૪ Page #223 -------------------------------------------------------------------------- ________________ અજબ પાકમ ૧૭૫ જુવાની આમ રખડપટ્ટીમાં જ ખપાવી નંખાવશે? મેં નવારે, લિયોન, ટાર્ટોશિયા, કૅસ્ટિલિયા અને લા-માંશાના બધા નાઈટો હરાવી હરાવીને તારાં ચરણનું શરણ સ્વીકારવા મોકલી આપ્યા છે; છતાં હું નિષ્ફર કેમ હજુ પ્રસન્ન થતી નથી? તારું બાહ્ય ફૂલ-શું કોમળ શરીર ખરી રીતે અંદરથી વજ -શું કઠોર હૈયું ધરાવે છે?” | ડૉન કિવકસોટ તરત સાન્કોને કહેવા લાગ્યા, “આ માણસ ગાંડો છે કે શું? લા-માંશાના બધા નાઈટોને હરાવ્યા તે કહે છે, પણ મારી ભેગો તો તે થયો જ નથી! પણ ઠીક, ઠીક, હજુ આપણે આગળ તેનો પ્રલાપ સાંભળીએ; તથા તે કઈ પ્રેમ-રાજ્ઞીનો ભક્ત છે, તે પણ જાણી લઈએ.” પણ ઊલટી જ વાત બની. કારણ કે પેલા નાઈટે જ તેમનો અવાજ સાંભળી મોટેથી પૂછ્યું, “તમે લોકો કોણ છો? તમે સુખી વર્ગના છો કે દુ:ખી વર્ગના?” “દુ:ખી વર્ગના મહેરબાન; સુંદરીના પ્રેમ-બાણથી ઘાયલ થનારો કોણ વળી કદી સુખી હોઈ શકે?” ડૉન કિવકસોટે જવાબ આપ્યો. - એટલે પેલા નાઈટે આ લોકોને પોતાના હમદર્દી ગણી પાસે આવવા વિનંતી કરી. બંને પ્રેમ-ઘાયલ નાઈટો હવે વાતોએ વળગ્યા. તેમના બે સ્કવાયરો પણ થોડે દૂર વાતોએ વળગ્યા. પેલા આગંતુક નાઈટે પોતાની પ્રેમ-કહાણી સંભળાવતાં કહ્યું, “અરે હું જગતની સર્વોત્તમ સુંદરી કૅસિન્ડિયા દ વેન્ડેલિયાના પ્રેમમાં પડયો ત્યારથી મારી વલે બેસી ગઈ છે. તેણે મને કેટકેટલાં પરાક્રમો અને સાહસો કરી આવવા કહ્યું, અને દરેક વખતે તે કહેતી કે, આટલું પરાક્રમ તમે કરી લાવશો, એટલે હું તમારા ઉપર પ્રસન્ન થઈશ. પરંતુ એ નિષ્કર સુંદરી મારા જીવન સાથે એવી ક્રૂર રમત ખેલતી જ રહી છે, અને મને કદી તેનું પ્રેમભર્યું સ્મિત પણ મળ્યું નથી. મેં સેવિલની લા જિરાછા રાક્ષસીને પણ હણી* - તેનું કાંસા જેવું અભેદ્ય શરીર મારા ભાલાનો પ્રહાર ખાળી * એક શિખર ઉપર એની કાંસાની મૂર્તિ જ છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ડૉન કિવકસોટ! શકયું નહિ; મેં ગિસાન્ડોના બે બળવાન સાંઢને* પણ તેના કહેવાથી હણ્યા; છતાં મારી કામના તૃપ્ત ન જ કરવામાં આવી. હવે છેવટના તેણે સ્પેનના પ્રદેશોમાં ઘૂમી, ત્યાંના બધા નાઈટો પાસેથી એવી કબૂલાત લઈ આવવા મને મોકલ્યો છે કે, તેના સૌન્દર્ય જેવું સૌન્દર્ય બીજી કોઈ સ્ત્રીનું નથી. એટલી કબૂલત હું લઈને જઈશ એટલે તે મને વરમાળ આરોપશે, એવું તેણે વચન આપ્યું છે. મેં એ અનુસાર સ્પેનના કેટલાય ભડ નાઈટોને હરાવીને તેમની પાસે એ વાત કબૂલ કરાવી છે. પરંતુ એ બધાં યુદ્ધોમાં ડૉન કિવસોટ દ લા-માંશા નામના સુપ્રસિદ્ધ નાઈટને હરાવવાનું જે પરાક્રમ મેં કર્યું છે, તે તો અજોડ છે. મેં તેને એક જ હુમલામાં તોડી પાડ્યો; અને તેની માનીતી તુલસિનિયા કરતાં મારી પ્રેમરાજ્ઞી કૅસિન્ડિયાનું સૌન્દર્ય હજાર ગણું ચડિયાતું છે, એવું તેને સગે મએ કબૂલ કરાવ્યું.” ડૉન કિવકસોટ આ માણસની જૂઠું બોલવાની શક્તિથી ચકિત થઈને બોલ્યા, “તમારા વિજ્યો ભલે આખા સ્પેન ઉપર કે આખી દુનિયા ઉપર વ્યાપેલા હશે, એની હું ના નથી પાડતો; પરંતુ તમે ડૉન કિવકસોટ દ લા-માંશાને હરાવ્યાનું જે કહો છો, તે વાતની શંકા લાવવાનું મને મન થાય છે, કારણ કે, તમે કોઈ તેના જેવા આકારના માણસને હરાવ્યો હશે, પણ તેને પોતાને તો નહીં જ.” શી વાત કરો છો, મહેરબાન! મેં ખુલ્લા આકાશ નીચે તેને ધબ દઈને ગબડાવી પાડયો છે અને તેને મોંએ ત્રણ વખત ‘હાર્યા કબૂલ કરાવ્યું છે. તેણે જ પોતાનું નામ તેમ જ ‘દયામણા મોંવાળો’ એવું ઉપનામ પણ કહી સંભળાવ્યું હતું. તેના સ્કવાયરનું નામ સાન્કો પાન્ઝા છે; એ કેવળ મજૂરિયો છે, તથા તેના ગધેડા ઉપર જ બેસીને તેની પાછળ ફર્યા કરે છે; તથા ડૉન વિક્સોટનું પેલાં દૂબળું પાતળું ઘોડું તેનું નામ રોઝિનેન્ટી છે, તેની પ્રેમરાણીનું નામ ડુલસિનિયા ડેલ ટૉબોસો છે, જે આલડૉન્ઝા લૉરેન્ઝો નામે પણ ઓળખાય છે, ત્યારે મારી પ્રેમરાજ્ઞીનું નામ કૅસિન્ડિયા છે, તે એન્ડેલુશિયાની છે અને તેનું આખું નામ * એ પણ રોમનોના વખતની બે જંગી બળદોની પથ્થરની મૂર્તિઓ જ છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ અજબ પરાક્રમ ૧૭૭. કૅસિડ્યિા દ લૅન્ડેલિયા છે. આ બધી વિગતોથી હવે મારા કહેવાની સચ્ચાઈ પૂરેપૂરી સાબિત થઈ જવી જોઈએ; અને છતાં કોઈના મનમાં શંકા રહી જતી હોય, તો મારી તરવાર મારી પાસે તૈયાર છે.” . ડૉન વિકસોટે હવે સમજૂતીપૂર્વક શાંતિથી દલીલ કરતાં કહ્યું, “મહેરબાન, ડૉન કિવક્સોટ મારા પરમ મિત્ર છે, એટલે તેમને હું મારી જાત જેટલા જ ઓળખું છું. તમે જે બધી વિગતો કહી, તે બધી અલબત્ત સાચી છે, પરંતુ તેમના કેટલાક માયાવી દુશમનો એવા દુષ્ટ છે કે, જેઓ તેમની અપકીર્તિ કરવા હંમેશાં તત્પર રહે છે. તેઓએ જ તેમના જેવી આકૃતિ ધારણ કરી, તમારી સાથે યુદ્ધમાં ઊતરી, તમારે હાથે હાર પામી, ‘ડૉન કિવકસોટ હારી ગયા' એવી બદનામી ઊભી કરવા પેંતરો રચ્યો છે. એના પુરાવામાં હું એ વાત ટાંકી શકું તેમ છું કે, બે દિવસ ઉપર જ તે માયાવીઓએ ડૉન વિકસોટની પ્રેમરાજ્ઞી ડુલસિનિયા ડેલ ટૉબોસોને લસણ-ગંધાતી એક ગામઠી સ્ત્રીના રૂપમાં પલટી નાખી હતી; જોકે, ડૉન વિકસોટનો સ્કવાયર તો તેને તેના મૂળ રૂપે જ જોઈ શકતો હતો. અને આટલાથી તમારી ભૂલ તમને ન સમજાતી હોય, તો ડૉન કિવકસોટ તરવારથી તમારી વાતનો ફેંસલો કરી આપવા સામે તૈયાર છે!” પેલાએ જરા અજવાળું થાય એટલે, એ વાતનો ફેંસલો ઘોડા ઉપર બેસીને લડાયેલા યુદ્ધથી કરી લેવાનું કબૂલ કર્યું. સવાર થતાં જ બંને નાઈટોએ પોતાના સ્કવાયરોને ઉઠાડયા અને દ્વયુદ્ધ માટે તૈયારી કરી. ડૉન કિવકસોટે દિવસના અજવાળામાં જોયું કે, પેલા નાઈટે આખા શરીરે અને મોંએ લોખંડનું નવું સુંદર ચકચકિત બખ્તર ધારણ કરેલું છે, અને તે બખ્તર ઉપર અર્ધ-ચંદ્ર આકૃતિના અરીસાઓ લગાવેલા છે. તેનો ભાલો બહુ લાંબો તથા મજબૂત હતો, અને તેને એક ફૂટ લાંબું પોલાદી ફળે બેસાડેલું હતું. પેલા નાઈટ દ્વયુદ્ધની શરત તરીકે એવી માગણી રજૂ કરી કે, જે કોઈ વિજેતા નીવડે, તે હારેલા બાબત જે ઠીક લાગે તે ફેંસલો આપી શકે, અને પેલા હારેલાએ પછી તે પ્રમાણે અવશ્ય વર્તવું જોઈએ. ડો-૧૨ Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ડૉન કિવકસોટ! ડૉન કિવક્સોટે એ શરત કબૂલ રાખી; માત્ર એટલું કહ્યું કે, એ ફેંસલો એક નાઈટને છાજે તેવો જ હશે –અર્થાત્ પ્રેમ-શૌર્યના કાયદાને લાંછન લાગે તેવું કશું કરવાનું નહિ કહેવામાં આવે. હવે જ્યારે સાન્કોએ પેલા નાઈટના સ્કવાયરના મોં સામું અજવાળામાં જોયું, ત્યારે તેનું એક ફૂટ જેટલું લાંબું નાક જોઈ તે બહુ બીની ગયો. તેના નાઈટનું બખ્તર તથા તેનો મજબૂત ભાલો જોઈને પણ તેને લાગ્યું કે, કદાચ તે જ જીતશે. એટલે તેણે ડૉન કિવક્સોટને વિનંતી કરી કે, “મને એક ઝાડ ઉપર ઊંચે ચડી જવામાં પહેલી મદદ કરો, અને પછી તમારું Áયુદ્ધ આરંભો.” ડૉન કિવસોટે તેને પૂછયું, “તું આમ ગાભરા જેવો કેમ બની ગયો છે?” તો સાન્કોએ જવાબ આપ્યો, “પેલા સ્કવાયરનું લાંબુ નાક જોઈ મને એટલી બધી બીક લાગી છે કે, તેની નજીક એકલા ઊભા રહેવાનું થાય એ કલ્પનાથી જ હું ધ્રુજી ઊઠું છું.” ડૉન કિવક્સોટે સાન્કોને ઝાડ ઉપર ચડાવી દીધો. પણ એ દરમ્યાન પેલો નાઈટ તો ઘોડો દોડાવતો અધવચ આવી ગયો હતો. ડૉન કિવકસોટને પોતાના સ્કવાયરને ઝાડ ઉપર ચડાવવા થોભેલો જોઈ, તેણે પોતાના ઘોડાને અધવચ જ થોભાવ્યો. દરમ્યાન ડૉન કિવસોટે પોતાને મોડો પડેલો જોઈ પોતાના ઘોડાને એવા જોરથી એડી મારી કે, એની વેદનાનો માર્યો રોઝિનેન્ટી ચાર પગે ઊપડ્યો. પેલા નાઈટે તે વખતે પોતાના ઘોડાને આગળ ચલાવવા ખૂબ એડીઓ મારી, પણ કોણ જાણે શાથી, આવી લડાઈઓ તેણે કદી જોઈ ન હોય તેથી કે પછી પોતાની ઉપરના તેમ જ સામે આવતા લોખંડી ટોપવાળાઓથી તે ગભરાઈ ગયો હોય, પણ ત્યાંથી તે જરા પણ ચમ્યો નહિ. પરિણામે પેલો પોતાનો ભાલો સામે ધરે કે તેમ કરવાનો વખત માગે તે પહેલાં તો ડૉન કિવકસોટ સીધા તેના ઉપર જ જઈ પહોંચ્યા અને પેલો નાઈટ તેમના ધસારાથી ધડાક દઈને પોતાના બખ્તર સાથે જમીન ઉપર ગબડી પડ્યો, અને પછી ઊભો જ થઈ શક્યો નહિ. ડૉન વિકસોટે હવે ઘોડા ઉપરથી ઊતરી, તેનો ટોપ ઉતારીને જોયું કે તે જીવે છે કે નહિ. સાન્કો પણ હવે ઝટ ત્યાં દોડી આવ્યો. Page #227 -------------------------------------------------------------------------- ________________ અજબ પરાક્રમ. ૧૭૯ પણ ટોપ ઉતારીને પેલાનું મોં જોતાં જ બંને જણ ચોંક્યા: એ તો પેલા પંડિત ઑપ્સન કેરેસ્કોનું જ જાણે બીબાઢાળ મેં હતું! ડૉન કિવસોટે સાન્કોને કહ્યું, “જો ભાઈ જો, મારા દુશમન માયાવીઓનાં કરતૂત તો જો; મેં આખા સ્પેનના નાઈટોને હરાવનાર મહા-નાઈટને સીધી લડાઈમાં એક જ ધક્કે હરાવી પાડ્યો, ત્યારે મારા દુશ્મનોએ તેનું મોં બિચારા સીધા સાદા પંડિતનું કરી દીધું, કે જેને ઘોડા ઉપર બેસતાં કે ભાલો પકડતાંય ન આવડે!” - સાન્કો પણ પંડિતજીનું જ માં જોઈ એકદમ આભો બની ગયો અને ડૉન કિવકસોટને આજીજી કરીને કહેવા લાગ્યો, “માલિક, ગમે તેવો દેખાવ એ બદમાશ જાદુગરો કરે, પણ તમે તો આના ગળામાં તમારી તરવાર ખોસી જ દો; એટલે જાદુગરોની પેરવી છતાં તમારો એક ભયંકર દુશ્મન તો ઓછો થાય !” ડૉન કિવકસોટને પણ એ વસ્તુ ઠીક લાગતાં તે તરવાર કાઢી તેના ગળા ઉપર ઝીંકવા જતા હતા, તેવામાં એ નાઈટનો સ્કવાયર ત્યાં દોડતો આવ્યો અને બોલ્યો, “અરે મહેરબાન, સાચેસાચ એ તમારા મિત્ર પંડિત સેસન કેરેસ્કો જ છે; તેમને મારતા નહીં!” - સાન્કોએ તેના માં સામું જોયું, તો તેનું એક ફૂટ લાંબું નાક તેના મોં ઉપર નહિ પણ તેના હાથમાં છૂટું પકડેલું હતું અને તેનું મોં સાક્ષાત્ તેના પોતાના પડોશી મિત્ર થોમસ સેસિલનું બની ગયું હતું ! સાન્કો વળી વધુ ભડકયો. પણ પેલો હવે સાન્કોને બધી નિશાનીઓ આપતો બોલ્યો કે, “દોસ્ત, હું જ તારો પડોશી અને રોજનો મેળાપી થૉમસ સેસિલ જ છું, અને આ પંડિત બીજા કોઈ નથી પણ ઑપ્સન કેરેકો જ છે. પરંતુ આ દરમ્યાન પેલો અરીસા-નાઇટ ભાનમાં આવતો જતો હતો. અને ડૉન કિવકસોટે તરત તેના ગળા ઉપર તરવારની અણી મૂકીને તેને ફરમાવ્યું, “બોલ, તું કબૂલ કરે છે કે, ડુલસિનિયા ડેલ ટૉબોસો જ તારી કૅસિલ્ડિયા દ લૅન્ડેલિયા કરતાં સૌન્દર્યની બાબતમાં શ્રેષ્ઠ છે? તેમાં જ ટૉબોસો નગરમાં જઈ, તેમનાં ચરણોમાં પડી તે ફરમાવે તે સજા વેઠવા પણ તું કબૂલ થાય છે કે નહિ?” Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦. ડૉન કિવકસોટ! પેલાએ તરત કબૂલ કર્યું કે, “Áયુદ્ધની શરતો પ્રમાણે હું એ કરવા બંધાયેલો છું.” | ડૉન કિવકસોટે તેને એ પણ પૂછ્યું કે, “તું હવે કબૂલ કરે છે કે, તે જેમને હરાવ્યા હતા એમ તું કહે છે તે ડૉન કિવસોટ દ લા-માંશા નહિ, પણ તેવા દેખાવનો બીજો કોઈ હતો, તથા તેણે જાણી જોઈને મારી બદગોઈ કરવા મારું નામ આપ્યું હતું?” - પેલાએ તરત કબૂલ કર્યું કે, “એ વ્યક્તિ ડૉન કિવકસોટ દ લા-માંશા હોઈ શકે જ નહિ.” ડૉન કિવસોટે પણ ઉદારતાથી સામું કબૂલ કર્યું કે, “હું પણ સ્વીકારું છું કે, તારો દેખાવ પંડિત ઑપ્સન કેરેસ્કો જેવો જ હોવા છતાં, હું કદી એમ નહિ કહું કે, મેં પંડિત ઑપ્સન કૅરેસ્કોને હરાવ્યા છે, કારણ કે મારા દુશમન જાદુગરોએ માયાજાળથી જ મારા દુશ્મનને મારા શુભેચ્છક મિત્રનું સ્વરૂપ આપી દીધું છે.” પેલાએ એ બાબત ડૉન કિવકસોટનો વિશેષ આભાર માન્યો. સાન્કોએ પણ, પેલો સ્કવાયર થૉમસ સેસિલ જેવો જ દેખાતો હોવા છતાં, તેને જાદુગરોની માયાજાળ જ માની લેવાનું કબૂલ રાખ્યું. પેલો અરીસા-નાઇટ અને તેનો સ્કવાયર હવે નજીકના ગામમાં પાટા-પ્લાસ્ટર કરાવવા વિદાય થયા, અને ડૉન કિવક્સોટ તથા સાન્કોપાન્ઝા સરગોસાને માર્ગે આગળ ચાલ્યા. Page #229 -------------------------------------------------------------------------- ________________ સિંહોને પરાજય અમારા વાચકો ભારે વિચક્ષણ બુદ્ધિના છે, એમ માનીને જ અમે ચાલીએ છીએ; એટલે તેઓ સમજી ગયા હશે કે અરીસાવાળો નાઇટ ખરી રીતે સેસન કૅરેસ્કો જ હતો; અને પાદરી-બુઓ તથા હજામ સાથે સંતલસમાં ડૉન કિવકસોટને પાછા વાળવા તૈયાર કરેલી યોજના અનુસાર જ દ્રાદ્ધ લડવા નાઈટનો વેશ લઈને અહીં આવ્યો હતો. બીજી રીતે ડૉન કિવકસોટને બહાર જતા અટકાવવાનો ઉપાય ન રહેતાં, તેઓએ તંદ્રયુદ્ધમાં તેમને હરાવી, બે વર્ષ સુધી ગામ અને ઘર ફરી ન છોડવાની શરત તેમના ઉપર નાખવા ધારી હતી. તથા સ્કવાયર તરીકે તેમણે તેથી જ સાન્કોના મિત્ર પડોશી થૉમસ-સેસિલને પસંદ કર્યો હતો. તેને પણ સાન્કો પાછો ઘેર ફરે અને ખેતીના કામે લાગે, એવું કરવાની ઇચ્છા હતી. પણ પરિણામ ઊલટું આવ્યું. તેમને જ ઘેર પાછા ફરવું પડ્યું, અને ડૉન કિવકસોટ તથા સાન્કો તો પોતાના વિજ્યપ્રસ્થાનમાં ઊલટા વધુ શ્રદ્ધાવાળા બની આગળ ચાલ્યા. રસ્તામાં તેમને પાસેના ગામનો એક સગૃહસ્થ ઘોડી ઉપર બેસીને જતો મળ્યો. ડૉન કિવકસોટે તેને રસ્તો કાપવામાં સોબત આપવા વિનંતી કરી. તેણે ડૉન કિવકસોટને મુખે તેમના નાઈટપણાનો અદભુત ઇતિહાસ સાંભળ્યો. તે બહુ ભલો માણસ હતો; તથા ડૉન કિવકસોટને મૂરખ કે વાયડો ગણવા છતાં તેની સાથે વિનયથી અને વિવેકથી વાતચીત કરતો રસ્તો કાપવા લાગ્યો. તે સગૃહસ્થ ડૉન ડાયેગો દ મિરાન્ડાને એક પુત્ર હતો; તે ભણેલોગણેલો હતો, પણ બીજો કાંઈ ધંધો હાથ કરવાને બદલે કવિતાઓ રચવા અને ગાવાની ધૂને જ ચડી ગયો હતો. ૧૮૧ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ડૉન કિવકસોટ! ડૉન કિવકસોટે મિરાન્ડાને શાંત પાડીને કહ્યું, “કવિની કટાર પણ જેવી તેવી ન ગણાય; પોતાની આસપાસના લોકોની મૂર્ખાઈઓ અને દુરાચારોને છિન્નભિન્ન કરી નાખી શકે તેવી કવિતાઓ રચીને તે ઓછો પરાક્રમી ન નીવડી શકે. માટે તમે તેને માત્ર ધંધેદારી બનાવવાનો આગ્રહ છોડી, તેના કુદરતી માર્ગે આગળ વધવા દો; જરૂર તે પોતાના ક્ષેત્રમાં અને સમકાલીનોમાં મોટું નામ કાઢશે.” આમ વાતો કરતા કરતા તેઓ જતા હતા, તેવામાં અચાનક ડેન કિવકસોટ ટોપ ચડાવી ભાલો હાથમાં પકડી એકદમ તૈયાર થઈ ગયા. પેલો સદગૃહસ્થ તે જોઈ નવાઈ પામ્યો અને આસપાસ જોવા લાગ્યો, તો સામે એક ગાડું આવતું હતું. તે પાંજરા જેવું ચારે તરફથી બંધ હતું; પણ તેના ઉપર રાજાનાં નિશાન ફરકી રહ્યાં હતાં. એક માણસ ગાડાના આગળના ભાગમાં બેઠો હતો અને બીજો ખચ્ચર ઉપર સાથે આવતો હતો. ડૉન કિવકસોટે પાસે જઈ તેમને પૂછયું, “ભાઈ તમે લોકો કોણ છો? અને આ ધ્વજા-પતાકાવાળા ગાડામાં શું લઈ જાઓ છો?” * ખચ્ચર ઉપર બેઠેલાએ જવાબ આપ્યો, “આ ગાડું મારું છે; અને એમાં બે વિકરાળ સિંહો છે. ઓરાનના સેનાપતિએ આ બે સિહો આપણા નામદાર રાજાને ભેટ મોકલ્યા છે; એટલે અમે તેમને રાજધાનીમાં લઈ જઈએ છીએ. આ પતાકાઓ લોકોને એમ જણાવવા માટે છે કે, આ માલ રાજાજીનો છે.” ડૉન કિવકસોટે પૂછયું, “આ સિંહો ખરેખર મોટા છે?” ઘણા મોટા છે,” ગાડાના આગલા ભાગમાં બેઠેલા સિહોના પાલકે જવાબ આપ્યો; “આફ્રિકામાંથી એવડા મોટા સિંહો કદી સ્પેનમાં આવ્યા નથી. હું સિંહોનો પાળનારો છું, અને મેં બીજા ઘણા સિંહો જોયા છે; પણ આવડા મોટા તો કદી મારા હાથ નીચે આવ્યા નથી. આગળના પાંજરામાં સિંહ છે, અને પાછળનામાં સિહણ છે. બંને પ્રાણી ઓ ખૂબ ભૂખ્યાં થઈ ગયાં છે; કારણ કે, આજ આખો દિવસ તેમને કશું ખાવાનું મળ્યું નથી. એટલે મહેરબાની કરીને રસ્તા વચ્ચેથી ખસી Page #231 -------------------------------------------------------------------------- ________________ સિંહોનો પરાજય ૧૮૩ જાઓ, જેથી અમે પાસેના ગામમાં પહોંચી જઈ, તેમના ખાવાની ઝટપટ જોગવાઈ કરીએ.” << વાહ, મારા દુશ્મનોએ હવે મને ડરાવવા આ સિંહો મોકલ્યા છે, કેમ ? અરે . ડૉન કિવકસોટને વે તેવો સિંહ હજુ જનમવો બાકી છે. ચાલ ભાઈ ગાડાવાળા, તું જ ખસી જા, અને હે ભાઈ પાલક, તું એ પાંજરાંનાં બારણાં ખુલ્લાં મૂકી દે, જેથી હું એ કુરકુરિયાંને જરા પાઠ શીખવાડું કે, ડૉન કિવકસોટ દ લા માંશાને ડરાવવા નીકળવા માટે તેમને હજુ વાર છે!” સાન્કો આ સાંભળી તરત આગળ દોડી આવ્યો અને પોતાના માલિકને સમજાવવા લાગ્યો; પેલો સદ્ગૃહસ્થ પણ તેમને પાછા વાળવા લાગ્યો. તેણે કહ્યું, “નાઈટ-મહાશય, તમારે જરૂર પરાક્રમો કરવાં જોઈએ; પરંતુ આ પાંજરાના સિંહો કંઈ તમારી સામે લડવા આવ્ય′ નથી; તેઓ તો રાજાજીને બક્ષિસ મળેલા છે. એટલે આપણે વચ્ચેથી તેમને માર્ગમાં, આમ અટકાવવા એ યોગ્ય ન કહેવાય.” “અરે, મહેરબાન, તમે આ બાબતોમાં કશું સમજો નહિ; માટે તમે જ બાજએ ખસી જાઓ. એ સિહો મારે માટે મોકલેલા છે કે નહિ એ હું વધારે સમજું.” પછી તેમણે પેલા પાલક સામે જોઈને કહ્યું, ચાલ ભાઈ, આ બારણાં ખોલી નાખ, અને એ ભટોળિયાંને બહાર આવવા દે.’ 66 "" પેલો ગાડાવાળો બિચારો કરગરવા લાગ્યો અને કહેવા લાગ્યો, માલિક, પહેલાં મને અને મારાં ખચ્ચરોને ગાડામાંથી છોડીને દૂર ભાગી જવા દો; નહિ તો હું પાયમાલ થઈ જઈશ. મારો તો નિર્વાહ જ એમની ઉપર છે.’ 66 એ માણસ પોતાનાં ખચ્ચરો જલદી જલદી છોડવા લાગ્યો, તેવામાં પેલો પાલક મોટેથી સૌને સંબોધીને બોલ્યો, “જુઓ મહેરબાનો, તમે સૌ સાક્ષી છો; મારી મરજી વિરુદ્ધ મને ભાલાની અણી બતાવીને આ સિંહોને છૂટા મુકાવવામાં આવે છે. મને તો તે સિંહ-સિંહણ પિછાને છે એટલે કશું નહિ કરે; પણ બીજા જે લોકોના જીવ જાય, તેની જવાબદારી મારે માથે નહિ. ,, Page #232 -------------------------------------------------------------------------- ________________ ડૉન કિવકસોટ! પેલો સદ્ગૃહસ્થ અને સાન્કો પણ ઉતાવળે દૂર નાસી ગયા. અને ઝાડ ઉપર ઊંચે ચડીને ઊભા રહ્યા. ડૉન વિકસોટને તેમના નિરધારેલા કાર્યમાંથી પાછા વાળવા કોઈ માટે શકય નહોતું. સૌ પૂરેપૂરા દૂર ભગી ગયા, એટલે પેલા પાલકે ફરીથી ડૉન ક્વિકસોટને આ મૂર્ખામી ન કરવા વિનંતી કરી. પરંતુ ડૉન વિકસોટે તો ગુસ્સે થઈ, તેને તરત જ બારણાં ખોલી નાખવા ફરમાવ્યું. ૧૮૪ પેલા પાલકે પણ હવે લાચારીથી સિંહવાળા પહેલા પાંજરાનું બારણું ખોલ્યું. બંને પાંજરાં ખરી રીતે કાણાંવાળી મજબૂત બંધ પેટીઓ જ હતી, જેથી બહારનું કાંઈ જોઈને અંદરના સિંહો ભડકયા ન કરે કે ત્રાટકયા ન કરે. ડૉન કિવકસોટે નક્કી કરી લીધું કે, સિંહ સામે પગપાળા લડવું જે ઠીક થશે; કારણ કે રોઝિનૅન્ટી ભડકીને આગળ દોડવા તૈયાર ન થાય તો મુશ્કેલી આવે. પાંજરાનું બારણું ઊઘડેલું જોઈ અંદર સૂતેલો સિંહ પ્રથમ તો સૂતાં સૂતાં જ થોડું આળોટયો. પછી પોતાના આગળના બે પંજા આગળ કાઢીને ઊઠયો. ત્યાર બાદ મોટું બગાસું ખાઈ, તેણે લાંબી જીભ બહાર કાઢી અને તેના વડે એ પોતાની આંખ તથા માં ચાટવા માંડયો. પછી તેણે પોતાનું માં પાંજરાની છેક બહાર કાઢયું. તેની આંખો સળગતા અંગારા જેવી તગતગતી હતી, અને એ દૃશ્ય ગમે તે માણસના મનમાં ભયની ટાઢાશ પાથરી દેવા માટે પૂરતું હતું. ડૉન કિવકસોટ, તે કયારે કૂદીને બહાર આવે છે તે લક્ષ દઈને જોતા, પોતાનું પરાક્રમ અને વીરતા બતાવી આપવા તૈયાર ઊભા રહ્યા. પરંતુ પેલો સિંહ તેમના કરતાં વધુ સમજણો હતો. તેણે ડૉન કિવકસોટની બહાદુરી લક્ષમાં લીધા વિના જ તરત પાંજરામાં પાછાં પગલાં ભર્યાં અને પોતાના ધગડા ડૉન કિવકસોટને પૂરેપૂરા બતાવી તે અંદર જઈને શાંતિથી પાછો બેસી ગયો. ડૉન કિવકસોટે પેલા પાલકને વાંસડો ખોસી સિંહને ઉશ્કેરવા જણાવ્યું. પરંતુ તેણે કહ્યું, “એ કામ હું જિંદગીમાં કદી ન કરું; કારણ કે એથી Page #233 -------------------------------------------------------------------------- ________________ સિંહોનો પરાજય ૧૮૫ તો એ વનરાજ છંછેડાઈને પહેલો મારો જ બડૂકો બોલાવી દે. પણ મહાશય, મારી સલાહ હવે એવી છે કે, તમારું આજનું પરાક્રમ પૂરું થયું છે; અને હું સાક્ષી છું કે આવી બહાદુરી તથા વીરતા બતાવનારો પુરષ દુનિયામાં બીજો જનમવો બાકી છે! વળી, પાંજરાનું બારણું હજુ ઉધાડું જ છે, અને સિંહને મરજી હોય તો તે બહાર આવી શકે છે. છતાં તે નથી આવતો એટલે હવે આખો દિવસ બારણું ઉઘાડું રહે તો પણ તે નહિ જ આવે. માટે હવે મહેરબાની કરી મને પાંજરાનું બારણું બંધ કરવાની પરવાનગી આપો, જેથી ખચ્ચરવાળો ગાડું જોતરી આગળ હંકારી શકે.” | ડૉન કિવકસોટે તેની વિનંતી સ્વીકારી; પણ એ શરતે કે, તેણે પોતાને હાથે સર્ટિફિકેટ લખી આપવું પડશે કે, ડૉન કિવકસોટ તૈયાર હતા, તથા બારણું ઉઘાડવામાં આવ્યું હતું, છતાં સિંહ બહાર જ ન આવ્યો. પછી ડૉન કિવકસોટે પોતાના ભાલા ઉપર રૂમાલ વીંટી સૌને પાછા આવવા નિશાની કરી. સ રાજી થતા પાછા આવ્યા, એટલે ડૉન કિવકસોટે ગાડાવાળાને તથા પાલકને પડેલી તકલીફ બદલ તેમને બબ્બે ડયુકેટ આપવા સાન્કોને જણાવ્યું. પેલો પાલક ડૉન કિવકસોટની બહાદુરી અને ઉદારતાનાં વખાણ છૂટે મોંએ કરવા લાગ્યો. ડૉન વિકસોટે પોતાનું ઉપનામ ‘દયામણા મોંવાળો' હતું તે બદલીને હવે “સિહોવાળો” એવું જાહેર કર્યું. Page #234 -------------------------------------------------------------------------- ________________ મેનેસિનની ગુફા ડૉન ડાયેગો દ મિરાન્ડાએ હવે ડૉન કિવકસોટની હિંમત તથા બહાદુરીથી પ્રભાવિત થઈ તેમને તથા સાન્કોને પોતાને ત્યાં આવી થોડા દિવસ પોતાની પરોણાગત સ્વીકારવા વિનંતી કરી. ડૉન કિવકસોટે મહાનુભાવતા દાખવી તે વિનંતી સ્વીકારી. ત્યાં ચાર દિવસ રહી, વાતચીત, ખાનપાન, આનંદપ્રમોદ વગેરે કરી, મિજબાનના આગ્રહથી સાન્કોની ઝોળી ખાદ્યપદાર્થો વગેરેથી સારી પેઠે ઠાંસીને ભરી લઈ, ડૉન કિવકસોટ અને સાન્કો સરગોસા તરફની પોતાની મુસાફરીએ આગળ ચાલ્યા. આ વખતે રસ્તામાં એક વિદ્યાર્થી તેમની સોબતમાં જોડાયો. તેની તથા આસપાસના લોકોની વાતચીત ઉપરથી જાણવા મળ્યું કે, આ પ્રદેશમાં પાસે જ મોન્ટેસિનોની ગુફા છે. તેનું ઊંડાણ કેટલું છે, તે કોઈ કળી શકતું નથી; પણ તેને તળિયે અભુત દૃશ્યો જોવા મળે તેમ છે, એવી કિંવદંતી છે. ડૉન કિવકસોટે નક્કી કર્યું કે, પોતે તે ગુફામાં ઊતરવું અને એ બધી કહાણીઓની સચ્ચાઈની ખાતરી કરી જોવી. પેલા વિદ્યાર્થીએ પોતાના કોઈ નજીકના સગાને ભોમિયા તરીકે વચ્ચેના ગામમાંથી લઈ લીધો તથા ગુફામાં નીચે સુધી ઊતરી શકાય તેટલું લાંબું દોરડું વગેરે જોઈતી સામગ્રીની જોગવાઈ કરી લીધી. આ વિદ્યાર્થીઓ પણ અલ્લડ જ હતા, અને તેમને તે ગુફામાં ઊતરવા તૈયાર થનારો આવો ગાંડો મળી આવ્યો, એટલે તેઓ ખૂબ ઉત્સાહમાં આવી ગયા. રસ્તામાં રાત એક ગામડામાં ગાળી, તેઓ આગળ ચાલ્યા. ગુફાએ આવી પહોંચતાં તેમણે જોયું કે, તેનું મોં વેલા ઝાંખરાંથી છવાઈ ગયું હતું. ૧૮૬ Page #235 -------------------------------------------------------------------------- ________________ મૉન્ટેસિનોની ગુફા ૧૮૭ ડૉન કિવકસોટે તરત તરવારથી એ બધું કાપવા માંડ્યું. અંદરથી ચામાચીડિયાં વગેરે પ્રાણીઓ મોટી સંખ્યામાં ઊડયાં તથા ડૉન કિવકસોટના માથા ઉપર વીંટળાઈ વળી ચાંચો મારવા લાગ્યાં. સાન્કો એ ગુફાનું ઊંડાણ જોઈ, કંપી ઊઠ્યો; તેણે કહ્યું, “માલિક, તમે રસ્તામાં આવાં જેટલાં બાકાં કે દર આવે, એ બધાંમાં પેસી નીકળવા બહાર પડ્યા નથી; નાઈટ લોકોએ તો નાઈટો, રાજાઓ, રાજકુંવરીઓ વગેરે સાથે વ્યવહાર રાખવો ઘટે; તેને બદલે આ ઊંદરડા, દેડકાં જેવું અંધારામાં પેસવાનું કામ કરવા તમે શા માટે તૈયાર થયા છો?” ડૉન કિવસોટે તેને કહ્યું, “લોકોમાં જુદાં જુદાં સ્થળો વિષે કિંવદંતીઓ ચાલી આવે છે; પણ ડરના માર્યા કોઈ તેમાં અંદર ઊતરી કે તેની પાસે જઈ ખાતરી કરી લેતું નથી. મારા જેવા હિંમતવાન માણસે જ આવી બધી કહાણીઓનો ભાંડો કાં તો ફોડવો જોઈએ અથવા તેમની સત્યતાની ખાતરી કરી આપવી જોઈએ.” પેલા વિદ્યાર્થીઓએ ડૉન કિવકસોટને હવે ખભા નીચે ગાળિયો બાંધી બાકામાંથી નીચે ઉતારવા માંડ્યા. ૉન કિવફ્લોટે લેડી ડુલસિનિયાને યાદ કરી લીધી. સાન્કોએ અને વિદ્યાર્થીઓએ પરમાત્માને યાદ કરવા માંડ્યા. ધીમે ધીમે ડૉન કિવકસોટનો અવાજ અંદરથી આવતો બંધ થયો; અને છેવટે દોરડું પણ પૂરું થયું. પછી તેઓ વિચાર કરવા લાગ્યા કે, હવે ડૉન કિવકસોટને જલદી પાછા ખેંચી લેવા કે, થોડાક થોભવું? તે લોકો ડૉન કિવકસોટ અંદરથી કશી નિશાની કરી શકે તે માટે ઘંટ જેવું કશું સાધન સાથે લાવવાનું ભૂલી ગયા હતા. એટલે તેઓએ અએક કલાક થોભીને પછી દોરડું પાછું ખેંચવા વિચાર કર્યો. અર્ધા કલાક પછી તેમણે જ્યારે દોરડું ખેંચવા માંડયું ત્યારે તેઓને જરા પણ વજન જેવું ન લાગ્યું. એટલે તેઓ ચોંકી ઊઠ્યા. અંદર કોઈ પ્રાણી ડૉન કિવકસોટને આખા ને આખા ખાઈ ગયું કે ઉંદર જેવાં પ્રાણીઓએ દોરડું વચ્ચેથી કાપી નાંખ્યું કે શું થયું એની તેઓ કલ્પના જ કરી શક્યા નહિ. તેમનાં હૃદય કારમી શંકાઓથી ધડકવા લાગ્યાં. સાન્કો તો છૂટે મોંએ રડવા લાગ્યો, અને દોરડું ઝપાટાબંધ ઉપર ખેંચવા Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ડૉન કિવકસોટ! લાગ્યો. કારણ કે, દોરડાનો છેડો હાથમાં આવે તો જ કલ્પના કરી શકાય કે ડૉન કિવસોટનું શું થયું હશે. પણ થોડી વાર પછી અચાનક દોરડાને છેડે અતિશય વજન લાગવા માંડયું. અને તે જાણી તેઓને પાછી આશા બાંધાઈ. થોડી વાર બાદ તો તેઓ ડૉન કિવકસોટને ઉપર ખેંચાઈ આવતા જોઈ પણ શકયા. છેક ઉપર આવી ગયા પછી સાન્કોએ રાજી થઈ તેમને બોલાવ્યા. પરંતુ ડૉન વિક્સોટની આંખો મીંચેલી હોઈ, તેમણે કશો જવાબ ન આપ્યો. આ લોકોએ ઝટપટ દોરડાના બંધ છોડી નાંખ્યા અને ડૉન કિવકસોટને જમીન ઉપર સુવાડી ખૂબ ઢંઢોળવા માંડ્યા. થોડી વારે તે પોતાનાં અંગો હલાવવા લાગ્યા અને પછી તો ગાઢ ઊંઘમાંથી જાગી ઊડ્યા હોય તેમ તેમણે આંખો ઉઘાડી. તેમણે તરત આ લોકોને ભાંડવા લીધા, તેમણે કહ્યું, “ભલાદમીઓ, તમે મને આમ પાછો શા માટે ખેંચી લીધો? અંદર હું કેવા અગત્યના કામે લાગ્યો હતો! મારા તે બધા સાથીઓ કયાં ગયા? અરેરે, આ તમે શું કર્યું?” પેલાઓ તેમને પૂછવા લાગ્યા કે, “તમે કોની વાત કરો છો? તથા તમે નરકની આ બખોલમાં શું જોયું?” ડૉન કિવકસોટે કહ્યું, “ખબરદાર, જો એને નરકની બખોલ કહી તો! પણ એ બધું હું તમને પછી કહીશ; પહેલાં મને ખાવાનું આપો; મને ખૂબ ભૂખ લાગી છે.” પેલાઓએ તરત શેતરંજી જેવું પાથરી દીધું અને સાથે આણેલી ખાવાની ચીજો તેમની સમક્ષ રજૂ કરી દીધી. બધા હવે રાજી થતા ભોજન કરવા લાગ્યા. જ્યારે ભોજન પૂરું થઈ રહ્યું, ત્યારે ડૉન કિવકસોટે પોતાની કહાણી શરૂ કરી – “હું દસ-પંદર મથોડાં અંદર ઊતર્યો હોઈશ, ત્યાં તો નીચેનું અંધારું અને ઊંડાણ જોઈ કંપી ઊઠ્યો; એટલામાં અચાનક મારો પગ જમણી બાજની એક બખોલમાં લાગ્યો. ખચ્ચરો જોતરેલું આપ્યું મોટું ગાડું ઊભું રહી શકે તેવડી મોટી તે બખોલ હતી. નીચેની અંધાર-ખીણમાં કશું દેખાતું ન હતું અને ત્યાં સુધી મને લઈ જનાર કોઈ ભોમિયો ન હતો, Page #237 -------------------------------------------------------------------------- ________________ મૉન્ટેસિનોની ગુફા ૧૮૯ એટલે હું તે બખોલમાં જ બેસી ગયો, અને વિચારવા લાગ્યો કે કોઈ ભોમિયા વગર એ ખાડામાં આગળ શી રીતે જવું. મેં તમને બૂમ પાડીને વધુ દોરડું ન છોડવા જણાવ્યું, પણ તમે મારો અવાજ નહીં સાંભળ્યો હોય; એટલે મેં ઉપરથી આવતું દોરડું વીંટો કરી મારી બાજુમાં જ ગોઠવવા માંડયું. દોરડું આવતું બંધ થયું, ત્યાર પછી મેં નીચેની બાજ આંખો ફાડી જોવા પ્રયત્ન કર્યો, પરંતુ મને કશું દેખાયું નહિ. પણ એટલામાં તો મને કોણ જાણે આંખે શું થઈ આવ્યું તે સમજાયું નહિ– શરૂઆતમાં તો મને લાગ્યું કે જાણે મને ઘેન ચડ્યું છે, એટલે મેં આંખો ચોળવા માંડી. પણ પછી તો એકદમ મને પાસે જ એક સુંદર રાજમહેલ દેખાયો; તેને મોટો દરવાજો હતો. તેમાંથી નીકળીને કાળા રંગનો મોટો ઝભ્ભો પહેરેલો એક વૃદ્ધ માણસ મારી તરફ આવ્યો. તેની દાઢી છેક તેની કમર સુધી પહોંચતી હતી, અને તેના હાથમાં મોટા મોટા મણકાની માળા હતી. તેણે મને કહ્યું, “હે વિખ્યાત નાઈટ ડૉન કિવકસોટ દ લા માંશા, તમે અહીં આવો અને અહીંની ચમત્કારિક વાતો બહારના લોકોને જાહેર કરો તે માટે અમે ક્યારના તમારી રાહ જોયા કરીએ છીએ. તમારા સિવાય બીજા કોઈ આ ગુફામાં ઊંડે ઊતરી અહીં આવવાની હિંમત કરી શકે તેમ નથી. હું આ કિલ્લાનો કાયમી ગવર્નર છું; અને મારા નામ ઉપરથી જ આ ગુફાનું નામ મૉન્ટેસિનોની ગુફા પડયું છે.” પછી તે બુઢો ગવર્નર મને પેલા પારદર્શક રાજમહેલની અંદર લઈ ગયો. તેના એક વિશાળ દીવાનખાનાની વચ્ચે એક મોટી આરસની કબર હતી. તેના ઉપર એક નાઈટ ચત્તાપાટ સૂતો હતો. તે નાઈટ પથ્થરનો કે કાંસાનો ન હતો, પણ ખરેખર હાડ-ચામના શરીરવાળો નાઈટ હતો. મને નવાઈ પામીને તેના તરફ જોઈ રહેલો જાણી મૉન્ટેસિનોએ કહ્યું, ‘આ મારો મિત્ર ડુરેન્ડાર્ટ, હું તથા બીજા કેટલાંય સ્ત્રી-પુરુષો મહાજાદુગર મર્લિનની મેલી વિદ્યાના બળે મંત્રમુગ્ધ થઈ અહીં રહેલાં છીએ. શાથી તેણે અમને આમ અહીં નાંખી મૂકયાં છે, તે તો હું કે કોઈ કહી શકે તેમ નથી. આ મારો મિત્ર ડુરેન્ડાર્ટ મારા હાથમાં જ મરણ પામ્યો હતો, અને મેં મારે હાથે તેનું હૃદય કટાર વડે કોતરી કાઢ્યું હતું અને તેની પ્રેમિકા Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ડૉન કિવકસોટ! બેલેર્માને પહોંચાડ્યું હતું. તે બહુ બહાદુર માણસ હોવાથી તેનું હૃદય પૂરું બશેર વજનનું થયું હતું. એ બહાદુર નાઈટ ગુજરી ગયેલો છે, છતાં હજુ તે વચ્ચે વચ્ચે અમળાઈ ઊઠે છે અને ચીસ પાડી ઊઠે છે. પાંચસો વર્ષથી અમે આમ અહીં મંત્રબળથી પુરાઈ રહેલા છીએ; દરમ્યાન બેલેમની તહેનાતબાનુ, તેની સાત દીકરીઓ તથા બીજાં ઘણાં પરિચિત સંબંધીઓ ગુજરી ગયાં છે, તેઓ જ સ્પેન દેશનાં નદીઓ તથા સરોવરો રૂપે અવતર્યો છે. અમને કહેવામાં આવ્યું છે કે, ડૉન કિવકસોટ દ લા માંશા જ્યારે જગતમાં જન્મશે અને નાઈટ-લોકોની પ્રણાલી ફરીથી સ્થાપિત કરશે, ત્યારે તેમને પ્રતાપે મલિન જાદુગરનું મંત્ર-બળ નાશ પામશે અને અમારો પુનરુદ્ધાર થશે. આ બધી વાતચીત દરમ્યાન ઘણો વખત વીતી ગયો. મને તેણે ઘણી ઘણી વસ્તુઓ બતાવી, તથા તેમને વિષે માહિતી આપી. “એક જગાએ અમે વાતો કરતા ઊભા હતા, તેટલામાં તો ત્યાં ડુરેન્ડાર્ટ અને બેલેર્માનાં પરિવાર-પરિજનનું એક શોકઘેરું મોટું સરઘસ આવી પહોંચ્યું. મહાસુંદરી બેલેર્મા પણ તે સરઘસમાં હતી. શોકને લીધે તેના મોંની કાંતિ ફીકી પડી ગઈ હતી.” પણ પેલો વિદ્યાર્થી હવે બોલી ઊઠ્યો, “તમે થોડી જ વાર તો ત્યાં રહ્યા, તેવામાં આ બધું કેવી રીતે જોઈ શક્યા?” “હું આ ગુફામાં કેટલો સમય રહ્યો હતો એમ તમે માનો છો?” “માંડ એક કલાક રહ્યા હશો વળી.” “જાઓ જાઓ, ત્રણ દિવસ અને ત્રણ રાત મેં ત્યાં ગાળ્યાં છે.” “તો એ દરમ્યાન ત્યાં તમે કશું ખાધું હતું?” “ના રે, એ લોકો ત્યાં કશું ખાતાપીતા નથી, તથા ઊંઘતા પણ નથી.” પણ માલિક, તમે અંદર ઊતર્યાને એક કલાક પણ થયો નથી, અને તમે તેમાં ત્રણ દિવસ અને રાત ગાળી આવ્યા એમ કહો છો, તો જરૂર ત્યાં પેઠા પછી તમારા ઉપર પણ પેલા મલિનના જાદની જ અસર પહોંચી હોવી જોઈએ.” સાન્કોએ કહ્યું. Page #239 -------------------------------------------------------------------------- ________________ જેનું જાગ્રત પણ સ્વપ્ન સમાન છે ૧૯૧ “મૂરખ માણસ, હું તો જરાય જાદુની અસર હેઠળ નથી આવ્યો. ઊલટો મલિનની જાદુ-વિદ્યાનો નાશ કરીને હું એ સૌનો ઉદ્ધાર કરીશ એ આશાએ તો એ સૌ લોકમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ ફેલાયું હતું. ઉપરાંત ત્યાં મેં મારી પ્રેમરાજ્ઞી ડલસિનિયાને પણ જોઈ અને તેની બે સખીઓને પણ – તેમના મૂળ સુંદર સ્વરૂપમાં! જો ત્યાં હું જાદુઈ વિદ્યાની અસર તળે હોઉં, તો મને તેઓ તેમને મૂળ સ્વરૂપે શી રીતે દેખાય? પરંતુ તમે બધા જ અહીં બહાર રહ્યા રહ્યા, મારા પેલા દુશ્મન જાદુગરની અસર હેઠળ આવી ગયા છો, જેથી ત્રણ દિવસ અને રાતને તમે એક કલાક જેટલાં જ જાણો છો અને જુઓ છો.” પેલો વિદ્યાર્થી તથા તેનો મિત્ર સમજી ગયા કે, આ નાઈટ તેમ જ તેનો સ્કવાયર બંને જણ મૂર્ખ છે અને નાઈટ ખરેખર નીચે ઊતરવાને બદલે પેલી બખોલમાં વચ્ચે જ પેસી જઈ ત્યાં નિરાંતે ઊંઘ ખેંચીને અને સ્વપ્ન જોઈને બહાર આવ્યો છે. પણ એ બાબત આ લોકો આગળ કશી તકરાર કરવાને બદલે તેઓ રાત પડે તે પહેલાં ત્યાંથી કોઈ વીશીમાં પહોંચી જવાય તે માટે ઊપડ્યા. જેનું જાગ્રત પણ સ્વપ્ન સમાન છે પેલો વિદ્યાર્થી મનમાં વિચાર જ કર્યા કરતો હતો કે, બીજી રીતે સમજદાર અને ડાહ્યા લોકો, આવી રીતે પોતાની જાતને છેતરવા જેટલા મૂર્ખ શી રીતે બની જતા હશે? અતિશય ઉટપટાંગ વાચનથી મગજમાં ધૂન ભરાઈ જાય, અને તેનાં આવાં પરિણામ આવે, એ જાણી તેને અતિશય નવાઈ લાગી. આ બાબતનો વિશેષ અભ્યાસ કરવા તેણે આ નાઈટ સાથે જ પોતાની મુસાફરી થોડી લંબાવવા વિચાર કર્યો. અંધારું થતાં થતાંમાં તેઓ એક વીશી આગળ આવી પહોંચ્યા અને તેમાં તેઓએ ઉતારો કર્યો. આ વખતે આ વીશીને ડૉન કિવક્સોટે કોઈ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ડૉન કિવકસોટ! કિલ્લો ન માની લીધો, એ સાન્કોને મન બહુ આનંદની અને નિરાંતની વાત હતી. પરંતુ તે હજુ ભૂલ ખાતો હતો! તેઓ બધા ત્યાં ઊતર્યા હતા, અને નિરાંતે થાક ખાતા બેઠા હતા, તેવામાં એક જણ આવી બારણું ઠોકતો બૂમ પાડવા લાગ્યો: “ એહેય, વીશીના માલિકજી ! અંદર જગા-બગા છે કે નહિ? આ મારો ભવિષ્યજ્ઞાની વાંદરો અને આ મારો કઠપૂતળીનો આખો ખેલ તમારે બારણે આવીને ઊભાં છીએ!’’ વીશીવાળો રાજી થતો બોલી ઊઠયો, “વાહ, વાહ! આજની રાત આનંદમાં જવાની! આ તો માસ્ટર પિટર કઠપૂતળીના ખેલવાળો અને ભવિષ્ય ભાખનાર વાંદરાવાળો આવી પહોંચ્યો છે ને!” તરત તેણે રાજી થતાં થતાં બારણું ઉઘાડયું, અને કહ્યું, “અરે ભાઈ, તને ઉતારો આપવા તો, ડયૂક ઑફ આલ્વા મારી વીશીમાં ઊતર્યા હોય તો પણ તેમને જગા ખાલી કરાવું અને તને આપું! આજે મારી વીશીમાં ઘણા મુસાફરો ઊતર્યા છે, એટલે તારી ઘરાકી સારી ચાલશે.” પિટરે જવાબ આપ્યો, “તો તો હું મારા દર પણ ઓછા કરીશ. આજની રાતનું વીશીખર્ચ નીકળી રહેશે તો પણ મને સંતોષ થશે.” આટલું કહી, તે પાછો બહાર પોતાના ગાડા તરફ દોડયો. આ પિટરે ડાબી આંખ અને અર્ધો ગાલ ઢંકાય તેવો લીલો પટ્ટો માં ઉપર માર્યો હતો. વીશીવાળાએ તેના ખેલનો પ્રકાર તથા તેના વાનરના ભવિષ્ય ભાખવાના ગુણનું ઉમળકાભેર વર્ણન સૌને કરી બતાવ્યું : “પ્રશ્ન દીઠ તે બે રિયલ લે છે; અને પ્રશ્ન પૂછીએ એટલે પેલો વાંદરો કૂદીને તેના ખભા ઉપર બેસી તેના કાનમાં પોતાની ભાષામાં કંઈક કહે છે. એ ભાષા પિટર એકલો જ સમજી વર્ક છે. તે આપણને પછી વાનરે કહેલો જવાબ આપણી ભાષામાં કહી આપે છે, ઇ. ' પિટરનો બધો સરંજામ વીશીમાં આવી ગયો, અને વાનર પણ તેની સાથે ચાલ્યો આવ્યો, એટલે ડૉન કિવકસોર્ટ જ સાન્કો પાસે તેને બે રિયલ અપાવી પ્રશ્ન પૂછવાની પહેલ કરાવી. પિટરે પ્રથમથી જ કહી દીધું કે, “મારો વાનર ભૂતકાળની ઘણી અને વર્તમાનકાળની થોડીક વાતો કહી શકે છે. ભવિષ્યની એક પણ નહિ.” Page #241 -------------------------------------------------------------------------- ________________ જેનું જાગ્રત પણ સ્વપ્ન સમાન છે ૧૯૩ સાન્કોએ જવાબમાં કહ્યું, “મારા ભૂતકાળની વાતો વાનરને મેં સાંભળવા હું તો એક પૈસો પણ ન આપું. કારણ કે, મારા જેટલી એ વાતો બીજો કોણ જાણી શકે? પણ જો આ વાનર વર્તમાનકાળની કંઈક વાતો કહી શકતો હોય, તો હું પૂછવા માગું છું કે, મારી પત્ની ટેરેસા અત્યારે શું કરે છે?” પિટરે પોતાનો ડાબો ખભો થાબડ્યો, એટલે તરત પેલો વાનર તેને ખભે ચડી બેઠો અને તેના કાન પાસે માં લઈ જઈ દાંતિયાં કરવા લાગ્યો. પિટર જાણે તેની ભાષા સમજતો હોય તેમ ડોકું ધુણાવવા લાગ્યો. એક-બે મિનિટ આમ વાનરનાં દાંતિયાં તથા પિટરની ચેષ્ટા ચાલ્યા પછી, વાનર તેને ખભેથી કૂદીને જમીન ઉપર ઊતરી ગયો. એટલે તરત પિટર દોડીને સીધો ડૉન કિવકસોટ પાસે પહોંચી ગયો અને તેને ઘૂંટણિયે પડી કહેવા લાગ્યો, “અહા, મહાન નાઈટ ડૉન કિવકસોટ દ લા માંશા, ભાંગેલ હૃદયો સાંધનારા, ન તૂટેલાં ખરાબ માથાં તોડનારા, મરી ગયેલા નાઈટ-પણાને આ પૃથ્વી ઉપર ફરીથી સજીવન કરનારા, નબળાના આરામ, અને દુ:ખીના વિશ્રામ, પડેલાને ઊભા કરનાર અને પડતાને ટેકો આપનાર! તમને સલામ! સલામ! વારંવાર સલામ !” ડૉન કિવક્સોટ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા અને સાન્કો તો ઉત્તેજનાથી ઘૂ જવા જ માંડયો. પિટરે હવે તેની તરફ ફરીને કહ્યું, “તમે ભાઈ આ દુનિયાના અજોડ નાઈટના બેનમૂન સ્કવાયર છો. તમારાં ધણિયાણી ટેરેસા એ બહુ ભલાં ધણિયાણી છે, મહેનનું છે અને અત્યારે એક રતલ ભીંડી લઈને આમળવા બેઠાં છે. તેમની પાસે એક ખાંડા થયેલા મોંવાળા કૂજામાં થોડો દારૂ પડેલો છે તેના ઘૂંટડા ભરીને પોતાના થાકેલા શરીરને તે આરામ આપે છે અને તમારા વિયોગે ચિંતાવાળા બનેલા મનને જરા મલાવી રહ્યાં છે.” “શાબાશ, શાબાશ,” સાન્કો બોલી ઊઠયો; “અત્યારે અમારા ગામમાં ભીંડી આવે જ છે અને મારી વહુ મારા ગધેડા માટે દર વરસે તેના અછોડા આમળે છે, તે જરા આનંદી જીવ છે એટલે હું પાસે હોઉં કે ન હોઉં પણ એક-બે ઘૂંટડા કોઈ કોઈ વાર પી પણ લે છે!” ડૉ.-૧૩ Page #242 -------------------------------------------------------------------------- ________________ ડૉન કિવકસોટ! પણ પછી સાન્કોએ પોતાના માલિકને કહ્યું, “માલિક, તમે મૉન્ટે સિનોની ગુફામાં જે જોઈ આવ્યા, તે સાચું હતું કે ગપ્યું હતું, કે માત્ર તમારું સ્વપ્નું હતું, તે મારે આ વાંદરાને પૂછવું છે.' ૧૯૪ << ડૉન વિકસોટે કહ્યું, “વાહ, મેં જાતે જે કહ્યું તે ખોટું હતું અને આ વાનર જે દાંતિયાં કરીને કહેશે તે સાચું, એમ ?” ઃઃ એટલામાં પિટર પાસે આવી તેમની તકરાર સાંભળી ગયો; પછી જાણે કશું ન સાંભળ્યું હોય તેમ બોલ્યો, “ માલિક, હવે મારો કઠપૂતળીનો ખેલ શરૂ થાય છે, આપ જોવા પધારશો ને?” ડૉન કિવકસોટે પૂછ્યું કે, “ ભાઈ, તારા ત્રિકાળજ્ઞાની આ વાનરને મારો સ્કવાયર એમ પૂછવા માગે છે કે, મેં મૉન્ટેસિનોની ગુફામાં ઊતરીને જે કાંઈ જોયું તે સાચું છે કે સ્વપ્નું?” પિટરે ઘણી ખુશીથી પોતાના વાનરને એ પ્રશ્ન પૂછીને જવાબ આપવા જણાવ્યું. તેણે વાનરને બંને જણ સામે લાવીને ઊભો રાખ્યો અને પછી તેને કહ્યું, “જુઓ વાનરજી, આ મહાન નાઈટ તમને પૂછે છે કે તેમણે મૉન્ટેસિનોની ગુફામાં જે કાંઈ જોયું કે અનુભવ્યું તે સાચું છે કે નહિ?” વાનર નિશાની થતાં પિટરને ડાબે ખભે ચડી બેઠો અને તેના કાન પાસે માં લઈ જઈ દાંતિયાં કરવા લાગ્યો. પિટરે તેની વાત સમજી લઈ, પછી ડૉન કિવકસોટને કહ્યું, “માલિક, મારા આ વાનરની શક્તિ શુક્રવારે જ અમુક કલાક કામ આપે છે. હવે રાત પડવાની થઈ હોવાથી તેણે મને ઉતાવળમાં એટલું કહ્યું કે, તે બધા બનાવોમાંના થોડાક સાચા હતા અને થોડાક સાંભળેલી કહાણીના હતા. પણ વધુ ચોક્કસ જવાબ જોઈતો હોય, તો હવે આવતા શુક્રવાર સુધી આપે અહીં જ થોભવું પડશે. ’ ના ભાઈ ના; એટલું બધું તો અહીં થોભાય તેવું નથી; અને મેં જોયેલી વાતોની સચ્ચાઈ, ગમે ત્યારે તો પુરવાર થયા વિના રહેવાની નથી. પણ ઠીક હવે તારો કઠપૂતળીનો ખેલ જ જોઈએ; મને ખાતરી છે કે, તારા વાનરના ખેલની માફક એ ખેલ પણ રસિક જ નીવડશે.” (6 પિટરે આભારસૂચક વંદન કર્યાં. Page #243 -------------------------------------------------------------------------- ________________ જેનું જાગ્રત પણ સ્વપ્ન સમાન છે ૧૯૫ બધા પ્રેક્ષકો ગોઠવાઈ ગયા એટલે કઠપૂતળીનો ખેલ શરૂ થયો. એક છોકરો પાછળ ઊભો ઊભો મોંએ ખેલની વાત કહેતો હતો – (ઢોલની ધમાધમ; અને ધડાકા ભડાકા) “જુઓ, જુઓ, સાંભળો મહેરબાનો, કાંસ દેશના ઇતિહાસમાંથી અને સ્પેન દેશની દંતકથામાંથી ! ડૉન ઑફેરોએ પોતાની પત્ની મેલિસાન્ડ્રાને શી રીતે છોડાવી તેનો ખેલ! મેલિસાન્ડ્રા પેન દેશના સરગોસા શહેરમાં મુર લોકોને ત્યાં ટાવરમાં કેદ છે. પણ તેનો પતિ ડૉન ઑફેરો આખો દિવસ બાજી ખેલ્યા કરે છે. હવે જુઓ, બાદશાહ શાર્લમૅન આવે છે, તે કેદ પકડાયેલી મેલિસાન્ડ્રાના બાપ છે. તે આવીને જમાઈને ઠપકો આપે છે–પોતાની પત્ની કેદમાં પડી હોય અને પતિ બાજી ટીચ્યા કરે એ કેવું! -“જુઓ, જૈફેરો ગુસ્સે થઈ જાય છે; બાજીવાળું ટેબલ ગબડાવી પાડે છે અને શસ્ત્રો સજી, પોતાના ભાઈ ઓરલાન્ડોની તરવાર દુરિન્દાના માગી લઈ, એકલો જ પોતાની પત્નીને છોડાવવા જાય છે! છેક મુર લોકોના દેશમાં! “જઓ મહેરબાનો ! સરગોસા શહેરમાં આ ટાવરમાં મેલિસાન્ડ્રા મુર લોકોનો પોશાક પહેરીને બેઠી છે. તે ફ્રાંસ દેશની દિશામાં નજર નાંખ્યા કરે છે, પતિને યાદ કર્યા કરે છે, અને નિસાસા નાંખ્યા કરે છે. પણ જઓ મહેરબાનો, પાછળ પેલો મુર ચૂપકીથી આવે છે અને તેના હોઠ તથા ગાલ ઉપર સડાક દઈને એક ચુંબન કરી લે છે. મેલિસાન્ડ્રા તરત ઘૂંકી નાંખે છે અને બાંય વડે હોઠ તથા ગાલ લૂછી નાંખે છે. “જુઓ મહેરબાનો, મુર લોકોના બાદશાહ પેલા મુરને ચુંબન કરતા જોઈ ગયા છે. તે તેને કેદ પકડવાનો હુકમ આપે છે અને તે પોતાનો સર્ગો તથા માનીતો હોવા છતાં તેને સો જેરબંધ મારવાની સજા ફટકારે છે. પણ જુઓ મહેરબાનો, હવે બીજી બાજુ ડૉન ફેરો ઝભ્ભો ઓઢીને ઘોડેસવાર થઈને આવે છે. મેલિસાન્ડ્રા, ટાવરની બારીમાંથી, પેલા મુરને થતી જેરબંધની સજા જોતી ઊભી છે. તે આ પરદેશીને જોઈને, તે ફ્રાંસ જતો હોય તો, પોતાના પતિ જેફેરો પાસે સંદેશો લઈ જાય તે માટે તેને વીનવે છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ડૉન કિવકસોટ! જેફેરો તેને પોતાની સાચી ઓળખ આપે છે. એટલે મેલિસાડા રાજી થઈ, બારીમાંથી તેના ઉપર નીચે કૂદવા જાય છે. પણ તેનો ઘાઘરો કહેરાની કિનારા ઉપર ભરાઈ રહે છે. જેફેરો તરત પાસે પહોંચી જઈ એક આંચકો મારી તેને નીચે ઘોડા ઉપર ખેંચી લે છે અને તેને લઈને ફ્રાંસ તરફ દોડી જાય છે. પણ જુઓ મહેરબાનો, કેટલાક લોકો આવીને મુરોના બાદશાહને ખબર આપે છે કે, મેલિસાન્ડ્રા ઘોડા ઉપર બેસી નાસી છૂટી છે. તરત જ માર લોકોનાં ધાડાં ઘોડા ઉપર બેસી શહેરમાંથી પાણીના રેલાની માફક નીકળે છે અને નગારાં વગાડતા તથા રણશિંગાં ફુકતા જૈફેરોનો પીછો કરે છે. “અરેરે મહેરબાનો! હવે શું થશે? શું મેલિસાન્ડાને આ ક્રૂર લોહીતરસ્યા મુરો પાછી પકડશે? શું જેફરોને એ બધા ઘેરી લઈ મારી નાંખશે? જુઓ, તબડક, તબડક, ધબડક, ધબડક, મુરોનું ધાડિયું જેફેરોની પાસે જઈ પહોંચે છે – અને એને આ પકડયો, એ વાર્તા કહેનારા એ છોકરાએ મચાવેલો અદ્દભુત શોરબકોર સાંભળી, તથા તેણે દિલ કંપાવી નાંખે એવી પાડેલી ચીસોથી તરત ડૉન કિવક્સોટ તરવાર પકડી એકદમ ઊભા થઈ ગયા, અને પેલા મુરોના ધાડા ઉપર તૂટી પડ્યા. થોડી વારમાં તો બધા બદમાશોનાં હિંગલાં ઊડી ગયાં અને ઊછળીને દૂર પડ્યાં. પિટર હા-હા-કાર કરતો રડી ઊડ્યો–“અરે મારી કઠપૂતળીઓના ભૂકા બોલાવી દીધા! હાય, હાય, હવે શું કમાઈશ અને શું ખાઈશ!” પરંતુ ડૉન કિવકસોટનો ગરમ થયેલો જુસ્સો એકદમ શાંત થાય તેમ નહોતો. તેમણે વીણી વીણીને મુરોના બાદશાહને તથા સેનાપતિને ઠાર કર્યા ત્યારે જ તે જરાક શાંત પડયા. પછી સૌ તરફ નજર કરતા, જેફેરો અને મેલિસાન્ડ્રાને પોતે કેવી આફતમાંથી અણીને વખતે બચાવી લીધાં, એ વાત પૂછવા લાગ્યા! પિટર બિચારો માથું કૂટતો અને બરાડા પાડતો એક જ રોણું રડ્યા કરતો હતો “અરેરે મારી કઠપૂતળીઓ! અત્યાર સુધી મને રોટલો Page #245 -------------------------------------------------------------------------- ________________ જેનું જાગ્રત પણ સ્વપ્ન સમાન છે ૧૯૭ રળી આપતી ! બધી કપાઈ ગઈ ! તેમના કીમતી નવા પોશાકોના પણ લીરા ઊડી ગયા! હાય, આજે હું કઈ કમનસીબ ઘડીએ આ વીશીમાં આવ્યો! હવે મારું શું થશે? આ બિચારા વાનરને પણ હું શું ખવરાવીશ?” બિચારા સાન્કોને પિટરનો વિલાપ જોઈ દયા આવી ગઈ. તેણે તરત, ત્યાં ને ત્યાં, બે ત્રણ જણને ભેગા મળી, પિટરને થયેલી નુકસાનીનો અંદાજ કાઢી આપવા કહ્યું, જેથી પોતે તેટલી નુકસાની ભરપાઈ કરી આપી શકે. એ બધી ગણતરીનો લૂખો પ્રસંગ વધુ લંબાવવાની જરૂર નથી. ચાલીસ એકતાલીસ રિયલનો બધી નુકસાનીનો અંદાજ બંને પક્ષે કબૂલ રાખ્યો, અને સાન્કોએ તરત ચૂકવી દીધો. ડૉન કિવકસોટે એ બધા તુચ્છ વિધિ તરફ જરાય લક્ષ ન આપ્યું; તે તો જેફેરો સાથે પેરીસ નિર્વિદને પહોંચેલી મેલિસાન્ડ્રા હવે શું કરતી હશે અને કેવી રાજી થતી હશે, તેના વિચારમાં ડૂબી ગયા. સૌ હવે ગઈ ગુજરી ભૂલી ભેગા વાળુ કરવા બેઠા; ડૉન કિવક્સોટે તે વખતે જેફેરો અને મેલિસાન્ડ્રાના પોતે કરાવેલા મિલનના શુભ નિમિત્તે સૌને પોતાને ખરચે પાન-ભોજન કરાવવા વીશીવાળાને હુકમ કર્યો. વીશીવાળો એ માણસના ગાંડપણથી તેમ જ ઉદારતાથી આભો બની ગયો. કહેવાની જરૂર નથી કે, એ પિટર બીજો કોઈ ન હતો પણ પેલા વહાણ ઉપર કામ કરવાની સજા પામેલા બંદીવાનોમાંથી જે કાણિયો છેવટે સાન્કોનું ગધેડું લઈને નાસી ગયો હતો તે જ હતો. તે હવે પોતાની કાણી આંખ ઉપર પટ્ટો ચોંટાડી રાખતો. પેલું વાંદરું અમુક નિશાનીથી ખભા ઉપર બેસી કાન તરફ માં લાવી દાંતિયાં કરવાનું શીખી ગયું હતું. અને પિટર હંમેશાં જે જગાએ વાનરનો ખેલ કરવા જતો, ત્યાંના જાણીતા માણસોની બધી વાતો શુક્રવાર સુધીમાં કઠપૂતળીના ખેલો કરીને જ જાણી લેતો. પછી શુકવાર આવતાં, એક પ્રશ્નના બે રિયલ માગી, અમુક જાણીતાં ઘરોમાં જ એ વાનરનો ખેલ કરતો. આમ તે તથા તેનો વાંદરો આસપાસ બધે મશહૂર થઈ ગયા હતા. Page #246 -------------------------------------------------------------------------- ________________ - જળ-ચક્કીનું પરાક્રમ ડૉન કિવકસોટે સરગોસા પહોંચવાની ઉતાવળ ન હોવાથી, રસ્તામાં વચ્ચે એબ્રો નદી જોતા જવાનો વિચાર કર્યો હતો. બે દિવસની નિવેદન મુસાફરી બાદ તેઓ એ નદીને કિનારે આવી પહોંચ્યા. નદીકિનારાની હરિયાળી, અને ધીરગંભીર ગતિએ વહેતું નદી- મેલબક પાણી, – એ બધા દેખાવે ડૉન કિવકસોટના અંતરની પ્રેમ-તૃષા ફરીથી જાગ્રત કરી મૂકી. નાઈટ ઊભા ઊભા એ બધો મનોરંજક દેખાવ જોઈ રહ્યા હતા, તેવામાં તેમણે હલેસાં-દોરડાં વિનાની એક ખાલી હોડી કિનારે બાંધેલી જોઈ. તેમણે આસપાસ નજર કરી જોઈતથા કોઈ માણસને તે હોડી , તરફ કે હોડી પાસે ન જોતાં, તે ઘોડા ઉપરથી નીચે ઊતરી પડયા. તેમણે સાન્કોને પણ તેના ગધેડા ઉપરથી ઊતરી, બંને પ્રાણીઓને કોઈ ઝાડના થડ સાથે જલદી જલદી બાંધી દેવા ફરમાવ્યું. સાન્કોએ પૂછયું, “માલિક, શું છે?” ડૉન કિવકસોટે કહ્યું, “પ્રાચીન ગ્રંથોમાં અનેક જગાએ લખેલું છે કે, કોઈ નાઈટ ભયંકર સંકટમાં સપડાયો હોય, અને તેનું રક્ષણ થાય તેવો કશો ઉપાય ન દેખાય, ત્યારે તે નાઈટના સંરક્ષક ઋષિ આકાશમાર્ગે આવી, તેને બચાવી શકે તેવા બીજા નાઈટના રસ્તામાં, તેને ઝટ તે સંકટની જગાએ પહોંચાડે તેવું જાદુઈ વાદળ કે હોડી મૂકી દે છે: સ્થળરસ્તે તે જગાએ પહોંચાય તેવું હોય તો વાદળ આવે છે, અને જળ-રસ્તે પહોંચાય તેવું હોય તો હોડી આવે છે. આપણા માર્ગમાં આ હોડી છે, એટલે આપણે સાત સમુદ્ર પાર કોઈ જગાએ જવાનું છે, એ નક્કી છે.” સાજોએ કહ્યું, “માલિક, હું કશું કહેવા જાઉં છું એટલે તરત તમે મને મૂરખ-ગધેડો કહેવા માંગો છો તથા ભાલાના દંડા વડે ઠોકવા તૈયાર ૧૯૮ Page #247 -------------------------------------------------------------------------- ________________ જળ-ચક્કીનું પરાક્રમ ૧૯૯ થઈ જાઓ છો; પરંતુ મારી સગી આંખોએ હું જોઉં છું કે, આ હોડી કોઈ જાદુઈ વાહન નથી, પણ આ નદીમાં માછલાં પકડવા માટે ફરતી બીજી હોડીઓ જેવી સીધી-સાદી માછીમારની હોડી છે. તથા તેનો માલિક અત્યારે ઘેર આરામ કરતો હશે, એટલે તેનાં હલેસાં વગેરે સામાન પોતાની સાથે ઘેર ઉપાડતો ગયો છે.” | ડૉન કિવકસોટે તેની મૂર્ખતા ઉપર હસીને, તરત હોડીમાં કૂદકો માર્યો. સાન્કોએ પણ ઝટપટ બંને જાનવરને એક થડ સાથે બાંધી દઈ, હોડીમાં કૂદકો માર્યો. ડૉન કિવક્સોટ તરવાર વડે દોરડું કાપી નાંખ્યું, એટલે હોડી પાણીના પ્રવાહમાં ધીમે ધીમે આગળ સરકવા લાગી. ડૉન કિવકસોટે સંતોષ સાથે હવે કહ્યું, “જો આપણે થોડા જ વખતમાં આ જાદુઈ હોડીમાં ત્રણ સાગર ઓળંગી ગયા છીએ, અને વિષુવવૃત્તની રેખા ઉપર આવી પહોંચ્યા છીએ. એ રેખા ઓળંગીએ એટલે ખલાસીઓનાં માથાંમાંથી જૂઓ મરી પરવારે છે. તારે ખાતરી કરવી હોય તો તારા માથામાં હાથ નાંખી જો.” સાન્કોએ ઝટ પોતાના માથામાં હાથ નાંખી એક જ પકડી આણી; અને તરત ડૉન કિવક્સોટને કહ્યું, “માલિક, જૂ તો આ રહી; પરંતુ હજુ તો આપણાં પેલાં બે વફાદાર જાનવર પણ દૂર કિનારે પગ પછાડતાં, પૂંછડી હલાવતાં, તથા આપણને દૂર ચાલ્યા જતા જોઈ હણહણતાં અને ભૂકતાં દેખાય છે.” પણ એટલામાં નદીએ એક ધીમો વળાંક લીધો, તેથી એ પ્રાણીઓ દેખાતાં બંધ થયાં; અને દૂર પાણીમાં ખડી કરેલી આટો પીસવાની જંગી જળચક્કીઓ દેખાવા લાગી. પાણીનું વહેણ બરાબર તે ચક્કીઓ તરફ જ હોવાથી હોડી તે ચક્કી તરફ જ હવે વેગે ધસવા લાગી. ડૉન કિવકસોટ તરત બોલી ઊઠ્યા, “જો, જો, પેલા કિલ્લાઓમાં પેલો નાઈટ કેદ કરાયેલો હશે; આપણી હોડીને તે નાઈટનો સંરક્ષક ઋષિ એ તરફ જ લઈ જાય છે.” સાન્કોએ કહ્યું, “માલિક, તમારે મને અધવચ મારી નાંખવી હોય તો મારી નાંખો; પણ આ તો લોટ દળવાની જળ-ચક્કીઓ છે; અને આ હલેસાં વગરની હોડી તે તરફ જ ઘસડાઈ રહી છે. થોડી વારમાં આપણી Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ડૉન કિવકસોટ! સાથે તે હોડીને પણ એ ચક્કીઓના રાક્ષસી પંખાઓમાં ભભુક્કા ઊડી જશે, એ તો વિચારો!” પણ પછી તો મૃત્યુ પાસે આવેલું જોઈ, સાન્કોનાં ગાતર એવાં ઢીલાં થઈ ગયાં કે, તે મોટેથી પોકાર કરી રડી ઊઠયો. પરંતુ, એ હોડીને જળ-ચક્કીઓ તરફ પાણીના વહેણમાં તણાઈ જતી જોઈ, એ ચક્કીમાં કામ કરનારા અને લોટ ઊડવાથી ધોળાં થઈ ગયેલાં મોંવાળા મજૂરો મોટા મોટા વળા લઈ તે તરફ દોડી આવ્યા. ડૉન કિવકસોટે તો એ વિચિત્ર દેખાવવાળા મજૂરોને પેલા નાઈટને કેદ પકડનારા બદમાશો જ માની લીધા. એટલે, તેમણે કેદ કરેલા નાઈટને તાબડતોબ છૂટો કરવાનો હુકમ તેમને કર્યો. સાન્કો ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે, આ સંકટમાંથી જો તે જીવતો છૂટશે, તો તેના માલિક જેવા ગાંડા માણસની છાયામાં એક ક્ષણ પણ ઊભો નહિ રહે! પેલા મજરોએ હવે આ લોકોને બચાવવાનો બીજો રસ્તો ન જોઈ, એ હોડીને વળાઓ વડે તરત ઊંધી કરી દીધી. ૉન કિવકસોટને તરતાં બરાબર આવડતું હતું, પણ તેમના લોખંડી બખ્તરને કારણે તે બે વખત પાણીને તળિયે પહોંચી ગયા. પેલા મજુરો હવે હિંમતભેર પાણીમાં કૂદી પડયા અને બંને જણને જોર કરી કિનારે ખેંચી લાવ્યા. દરમ્યાન પેલી હોડીના તો જળ-ચક્કીનાં ચક્રોમાં બડૂકા બોલી ગયા. એટલામાં એ હોડીનો માલિક માછીમાર, સમાચાર મળતાં, તરત ત્યાં દોડી આવ્યો, અને પોતાને થયેલી નુકસાનીના પૈસા માગવા લાગ્યો. ' ડૉન કિવકસોટ તો માનવજાતની હલકટ વૃત્તિઓ વિષે વિચાર કરતા નિસાસા નાંખવા લાગ્યા. તેમને ખાતરી થઈ ગઈ કે, નાઈટના સંરક્ષક ઋષિએ જે હોડી મોકલી, તેને એ નાઈટના દુમનના પક્ષકાર ઋષિએ વચમાં જ જળ-ચક્કીઓ ખડી કરી દઈ ભુક્કા બોલાવી નાંખ્યા! અને આમ એક ઋષિનું કાર્ય નિષ્ફળ ગયું તેનો અર્થ એ થાય કે, એ નાઈટનો ઉદ્ધાર કરનાર પોતે નહીં પણ બીજો કોઈ નાઈટ હોવો જોઈએ. દરમ્યાન સાન્કોને હોડીની નુકસાનીના કમને પચાસ રિયલ પેલા માછીમારને ચૂકવવા પડયા. પછી તે બંને પગે ચાલતા જ્યાં રોઝિૉન્ટી Page #249 -------------------------------------------------------------------------- ________________ શિકારે નીકળેલી ડચેસ ૨૦૧ અને ડેપલને બાંધ્યા હતા ત્યાં આવ્યા. સાન્કોએ તો પોતાના ગાંડા માલિકની નોકરી છોડી દેવાનો નિશ્ચય જ કરી લીધો હતો; એટલે તે તો કેવી રીતે ડૉન કિવકસોટને પાછળ મૂકી ગુપચુપ ઘેર ચાલ્યા જવાય, તેની તરકીબ શોધવા લાગ્યો. પણ ભગવાને જુદું જ ધાર્યું હતું. ૧૦ શિકારે નીકળેલી ડચેસ બીજે દિવસે સૂર્યાસ્ત સમયે એક જંગલ પસાર કરીને તેમાંથી બહાર નીકળતાં જ ડૉન કિવકસોટની નજર સામે એક હરિયાળીભર્યું મેદાન પથરાઈ રહ્યું. તેના દૂરના એક છેડા તરફ તેમણે એક મંડળી જોઈ. જરા પાસે જતાં તેમને માલૂમ પડ્યું કે, કોઈ ઉમરાવ વર્ગના લોક તેમના રસાલા સાથે શકરાબાજ વડે શિકાર કરવા નીકળ્યા છે. વળી પાસે જતાં જણાયું કે, તે મંડળી સાથે, સફેદ જરીના સામાનવાળી સફેદ ઘોડી ઉપર બેઠેલી, લીલા રંગના સુંદર કીમતી પોશાકવાળી, તથા ડાબા બાહુ ઉપર શકરાબાજવાળી એક સુંદર બાનુ પણ સામેલ છે. ડૉન કિવક્સોટને ખાતરી થઈ ગઈ કે, એ જ આ મંડળીની આગેવાન બાઈ છે; અને એ વાત સાચી પણ હતી. તરત જ ડૉન કિવકસોટે સાન્કોને પાસે બોલાવ્યો અને તેને કહ્યું, “જા, જલદી દોડ, અને પેલાં બાજુ પાસે જઈને તેમને કહે કે, હું સિહોવાળો’ નામે ઓળખાતો નાઈટ, તેમને સલામ કરવા ઇચ્છું છું. પરંતુ તારી ગામઠી ભાષામાં તથા વચ્ચે નરી કહેવતોનો મસાલો ભરીને વાત ન કરતો – જરા સારી રીતે વાત કરજે.” સાન્કો તરત જ ડેપલને પેલાં બાજુ પાસે દોડાવી જઈ, નીચે ઊતરી, ઘૂંટણિયે પડી બોલ્યો, “સ્વરૂપવાન બા, પેલા ઊભા છે તે “સિંહોવાળા નાઈટ પોતે છે. હું તેમનો સ્કવાયર નામે સાન્કો પાન્ઝા છું. આ જ નાઈટ થોડા દિવસ ઉપર ‘દયામણા મોંવાળા નાઈટ' તરીકે મશહુર હતા. તેમણે મને આપને એવી અરજ ગુજારવા મોકલ્યો છે કે, તેમને એવી Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ડિૉન કિવકસોટ! મરજી થઈ છે કે, તે પોતે તમારા સૌંદર્યના કાયમી દાસ અને બંદીવાના બને. તે તમારી કોઈ ભારે સેવા પણ બજાવી આપશે, જેથી તમને તો એક કાંકરે બે પંખી પાડવા જેવો લાભ થશે.” પેલી લેડીએ જવાબ આપ્યો, “ભલા અને વફાદાર સ્કવાયર, તમે તમારો સંદેશો આ પ્રસંગને છાજે તેવી સુંદર રીતે મને પહોંચાડ્યો છે; તમે હવે તરત ઊભા થઈ જાઓ; તમારા સુપ્રસિદ્ધ નાઈટના નામથી અને કાર્યથી અમે અપરિચિત નથી; અમે તેમનાં વર્ણનોની વાતો વાંચી છે તથા સાંભળી છે. એટલે તમે તરત જ જઈને એ નાઈટને કહો કે, મને અને મારા લૉર્ડ ડયૂકને તેમના સાક્ષાત્ પરિચયનો લાભ આપી સંમાનિત કરે; અમારો મહેલ પાસે જ છે, અને ત્યાં તેમને છાજે તેવું આદર-આતિથ્ય કરીને અમે અમારી જાતને ધન્ય માનીશું.” સાન્કો હવે ઊઠીને ઊભો થયો. ડચેસે તેને પૂછયું, “હમણાં જેમના જીવનચરિત્રનો પહેલો ભાગ અમારા વાંચવામાં આવ્યો છે, તે જ આ સુપ્રસિદ્ધ નાઈટ ડૉન કિવક્સોટ દ લા માંશા છે ને? જેમનાં પ્રેમ-ભકિતનાં પાત્ર બનવાનું બહુમાન લેડી ડુલસિનિયા ડેલ ટૉબોસોને મળ્યું છે?” હાજી, હાજી, એ જ એ છે; અને એ પુસ્તક જો તમે વાંરયું હશે, તો તેમાં તેમના સ્કવાયરનું જે નામ હશે – અને સાન્કો પાન્ઝા ' નામ જ તેમાં હોવું જોઈએ, કારણ કે છાપનારાથી માણસનું ખરું નામ તેની પરવાનગી વગર બદલી ન જ શકાય – તે જ સાન્કો પાન્ઝા હું પોતે છે.” તો ભલા સ્કવાયર, તમે જલદી જઈને તમારા માલિકને અરજ કરો કે, તેઓ અમારા મુલકમાં – અમારી ભૂમિ ઉપર પધાર્યા છે, એ સમાચાર અમારે માટે ભારે આનંદના છે.” સાન્કો આ જવાબથી રાજી થતો થતો પોતાના માલિક પાસે દોડી ગયો અને ડચેસે જે કહ્યું હતું, તે તેમને કહી, તેમની સુંદરતાનાં અને વૈભવનાં આકાશે પહોંચે તેટલાં વખાણ કરવા લાગી ગયો. ડૉન કિવકસોટ આ શુભ શરૂઆતથી રાજી થતા તે તરફ પૂરી છટાથી અને અદાથી જવા ઊપડ્યા. ડચેસે પણ તરત પોતાના પતિ ડયૂકને પાસે બોલાવ્યા અને તેમને ડૉન કિવકસોટે મોકલેલા સંદેશાની ખબર આપી. તે Page #251 -------------------------------------------------------------------------- ________________ શિકારે નીકળેલી ચેસ. ૨૦૩ બંને હવે ડૉન કિવકસોટના આવવાની આતુરતાથી રાહ જોવા લાગ્યાં. તેમણે ડૉન કિવકસોટના ઇતિહાસનો પ્રથમ ભાગ વાંચ્યો હતો; અને એ મૂર્તિને પોતાને ત્યાં રાખી, નાઈટ લોકોની જૂની ચોપડીઓમાં વર્ણવેલી રીતે જ તેમનો આદરસત્કાર કરી, મજાક કરી લેવાની પૂરી મરજી તેમને હતી. ડૉન કિવકસોટ જે જુસ્સાથી સામે આવી રહ્યા હતા, તે ઠસ્સાથી રોઝિનેન્ટી ઉપરથી ઊતરી શક્યા નહિ; કારણ કે, સાન્કોએ આવીને ઊતરતી વખતે તેમનું એક બાજુનું પેંગડું નિયમ મુજબ પકડી રાખ્યું હશે એમ તેમણે ધારેલું; પરંતુ સાન્કોનો પોતાનો પગ પોતાના ગધેડા ઉપરથી ઊતરતી વખતે પેંગડા તરીકે રાખેલા દોરડાના ગાળિયામાં અચાનક ભરાઈ ગયો; અને તેણે રોઝિનેન્ટીના નંગ પણ ધૂંધવાટમાં બરાબર બાંધેલા નહિ, એટલે ડૉન કિવકસોટ જેવા એક પેંગડા ઉપર ઊભા થઈ ઊતરવા ગયા, તેવું જ આખું જીન ઘોડાના પેટ સુધી ખેંચાઈ આવતાં તે વિચિત્ર રીતે જમીન ઉપર ફસડાઈ પડયા. ડૉન કિવકસોટ મનમાં ને મનમાં સાન્કોને તેની બેદરકારી અને આળસ બદલ ગાળો ભાંડવા લાગ્યા; પણ ચૂક અને તેમનાં માણસોએ , જઈ બંનેને તેમની કઢંગી સ્થિતિમાંથી છોડાવ્યા. પોતાના મુલકમાં પધારવાની પ્રથમ ક્ષણે જ આવો અકસ્માત થયો તે બદલ ડયૂકે ખેદ વ્યક્ત કર્યો. પરંતુ ડૉન કિવન્સોટે દરબારી ભાષામાં જવાબ વાળ્યો, “આપની મુલાકાત થઈ એ આનંદની તુલનામાં આવું તેવું જે કંઈ બને, તે તો કંઈ વિસાતનું ન લાગે; હું ભલે નીચે ગબડેલો દેખાયો હોઈશ, પરંતુ આપની મુલાકાતના બહુમાનથી હું કેટલો ઊંચો ઊઠયો છું, તે હું જ જાણું છું. પણ ગબડી પડેલો હોઉં કે ટટાર ઊભેલો હોઉં, છતાં મને આપનાં માનવંત મહોરદારની સેવામાં હંમેશ ખડો રહેલો જ જાણજો. મેં “માનવંત' શબ્દ જોખીને વાપર્યો છે, કારણ કે, તે ખરેખર સૌંદર્યનાં રાજ્ઞીપદના માનને પાત્ર છે, એટલું જ નહીં, પરંતુ વિનય-વિવેકનાં સમ્રાજ્ઞીપદના બહુમાનને પણ પાત્ર છે.” ડયૂકે તરત જ વચ્ચે વાંધો ઉઠાવીને કહ્યું, “એ અભિપ્રાયમાં મને તમારાથી જુદો પડવા પરવાનગી આપશો; કારણ કે, જ્યાં જગતભરનાં Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ડૉન કિવકસોટ! સૌંદર્યરાજ્ઞી ડુલસિનિયાની વાત આવે, ત્યાં સરખામણીમાં બીજી સૌ સૌંદર્યવતી સ્ત્રીઓ હેઠ છે.” સાન્કો હવે વચ્ચે બોલી ઊઠ્યો: “અલબત્ત, સ્પેન દેશની ભૂમિમાં જ્યાં ઊભો હોઉં ત્યાં હું એમ કહેવા તૈયાર છું કે, લેડી ડુલસિનિયા ડેલ ટૉબોસો ખરેખર સુંદર અને ગોરાં છે. પરંતુ આપણે “ધારીએ નહિ ત્યાંથી સસલું નીકળે' એ કહેવત છે જ; તથા કુદરત ડોસીનો પણ પેલા કુંભાર જેવો ઘાટ છે કે, જે એક ફૂટડી કુલડ બનાવે, તે બીજી સો પણ બનાવી શકે'; એટલે આ લેડી ડચેસ પણ લેડી ડુલસિનિયા ડેલ ટૉબોસો કરતાં જરા પણ ઊતરે એવાં નથી જ.” ડૉન કિવકસોટે સાન્કોના લપલપિયા સ્વભાવ બદલ ડયૂકની તથા ડચેસની હજાર હજાર માફી માગી. પણ ડયૂકે હવે ડૉન કિવકસોટને પોતાના નજીક આવેલા મહેલમાં પધારી, પોતાનું આતિથ્ય સ્વીકારી, પોતાને આભારી કરવા વિનંતી કરી. ૧૧ અનેક અને મહત્વની બાબતે વિષે થોડુંક ડયૂક એકલા પોતાના દરબાર-ગઢમાં નાઈટના વિધિસર સત્કાર માટે તૈયારીઓ કરાવવા આગળ ચાલ્યા ગયા. સાન્કો તો ડગેસની મીઠી નજર પોતા ઉપર થઈ છે એ જાણી ખુશ ખુશ થઈ ગયો. કારણ કે, તેને હવે ખાનપાન, આરામ વગેરે ભરપટ્ટે મળશે એવી આશા બંધાઈ હતી. દરબાર-ગઢમાં પેસતાં જે શાહી સન્માન આ મોંઘા અતિથિને આપવામાં આવ્યું, તે જોઈ સાન્કો પણ આભો બની ગયો; તથા ડૉન કિવકસોટને પણ પોતે જાણે આજે જ ખરા નાઈટ બન્યા હોય તેવું લાગ્યું. ભોજન બાદ તેમનું મોં ધોવા ચાર ચાર તહેનાતબાનુઓએ ખૂબ સાબુ ઘસી તેમનાં આંખ-મોં ઉપર ફીણ ફીણ કરી મૂક્યું. પછી પાણી ખૂટ્યું એમ કહી એક જણી પાણી લેવા ચાલી ગઈ, તે કેટલીક વાર Page #253 -------------------------------------------------------------------------- ________________ અનેક અને મહત્ત્વની બાબતો વિષે થોડુંક - ૨૦૫ સુધી પાછી જ આવી નહિ. દરમ્યાન આવે વિચિત્ર એ નાઈટને બિચારાને આંખોમાં સાબુ જાય નહીં તે માટે આંખો બંધ કરીને જ બેસી રહેવું પડ્યું. તેમને હવે આ બધા વિધિ પાછળ કંઈ મજાક-ઠઠ્ઠાના ભાવ જેવું લાગવા માંડ્યું. પણ ડયૂકે પોતે પછી પોતાનું મોં એવી રીતે જ ધોવરાવ્યું – જોકે તેમણે તો પહેલેથી પાણી તૈયાર રખાવીને જ પછી સાબુ લગાડાવ્યો હોવાથી, તેમની બાબતમાં કશું મોડું ન થયું. છતાં એટલામાત્રથી ડૉન કિવકસોટને સંતોષ થઈ ગયો કે, આ ડયૂક લોકોનો આવી રીતે જમ્યા બાદ નોકરો પાસે મોં ધોવરાવવાનો રિવાજ જ હોવો જોઈએ. ભોજન બાદ ડયૂક અને ડચેસ ડૉન કિવકસોટને મેં તેમનાં પરાક્રમોનો અહેવાલ સ્વમુખે સાંભળતાં મોડી રાત સુધી બેઠાં. ડચેસે પછી ધીમે રહીને ડૉન કિવકસોટને પોતાની પ્રેમરાજ્ઞીનું વર્ણન સ્વમુખે સંભળાવવા વિનંતી કરી. ડૉન કિવકસોટે કહ્યું, “હું મારું હૃદય ચીરીને આપની સમક્ષ રજૂ નથી કરી શકતો; નહીં તો મારે મારી જીભને એ મુશ્કેલ કામે લગાડવી ન પડત. લેડી ડલસિનિયાનું વર્ણન તો પ્રાચીન કાળના કવિઓ અને મહાકવિઓની કલમનો વિષય થઈ શકે તેવું છે. હું પોતે તો તેમના પ્રત્યેનાં ભાવ-ભક્તિથી એટલો ગદ્ગદ્ બનેલો રહું છું કે, મારાથી તેમનું નામ પણ સીધી રીતે જીભે લઈ શકાતું નથી, તો તેમનું વર્ણન તો કેમ કરીને કરી શકે? ઉપરાંત, હાલમાં જ હું છેવટના તેમના હાથને ચુંબન કરવા ગયો, ત્યારે મને માલૂમ પડ્યું કે મારા દુશ્મન જાદુગરોએ તેમનું રૂપ જ પલટાવી નાંખ્યું છે– સૌંદર્યની મહારાણીમાંથી તેમને છેક જ ગામઠી બૈરું બનાવી દીધાં છે; એટલે સુધી કે એ પહેલાં બહુ શાંત પ્રકૃતિનાં હતાં તેને બદલે હવે તે ઘોડા-ગધેડા ઉપર ઠેકડા ભરીને બેસી જાય તેવાં ચંચળ બની ગયાં છે; પહેલાંની જે તેમની સુવાસ હતી તેને બદલે હવે તેમનામાં બિલાડીની ગંધ આવી ગઈ છે; એક દેવીમાંથી તે એક ડાકણ બની ગયાં છે, એમ જ કહો ને!” Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ' ડૉન કિવકસોટ! “અરેરે !” ડયૂક હમદર્દી બતાવતા બોલી ઊઠયા. ' હા, હા, દુશ્મનોએ મને એવી નાજુક જગાએ જાણીબૂજીને ઘા કર્યો છે. કોઈ નાઈટને પ્રેમ-રાજ્ઞી વિનાનો કરી મૂકવી, એ તેની આંખો છીનવી લેવા જેવું છે, તેનો સૂર્યપ્રકાશ છીનવી લેવા જેવું છે, અને તેને પોષણ આપનાર આહાર છીનવી લેવા જેવું છે. કારણ કે, મેં વારંવાર કહ્યું છે તેમ, પ્રેમ-રાજ્ઞી વિનાનો નાઈટ એ પાન વિનાના વૃક્ષ જેવો છે, ચૂના વિનાના મકાન જેવો છે, અરે બિબ વિનાના પ્રતિબિબ જેવો છે.” ભોજન બાદ ડૉન કિવકસોટ આરામ માટે પોતાને માટે જુદા કઢાયેલા ઓરડામાં ચાલ્યા ગયા. પણ ડચેસે સાન્કો પ્રત્યે ખાસ ભાવ બતાવી, તેને ઊંઘવું ન હોય તો’ પોતાના કમરામાં વાતો કરવા માટે આવવા આમંત્રણ આપ્યું. સાન્કોને ડચેસના સ૬ ભાવ ઉપર વિશ્વાસ ઉત્પન્ન થતો જતો હતો; એટલે તેણે તે નિમંત્રણનો તરત સ્વીકાર કર્યો. પોતાના કમરામાં લઈ ગયા પછી, ડચેસે તેને ખુરશી ઉપર બેસવા કહ્યું. પણ સાન્કોએ ઊભા રહેવાનો જ વિનય બતાવ્યો. ત્યારે ડચેસે કહ્યું, તમારા જેવા શાણા અને સમજુ માણસને અમારા રાજ્યમાંના એકાદ ટાપુના ગવર્નર બનાવવાનો મેં મારા પતિ લૉર્ડ ડયૂકને કયારનો આગ્રહ કરી દીધો છે. અને તે પણ એ બાબતમાં સંમત થયા છે. એટલે તમે હવે નાઈટના સ્કવાયર તરીકે નહિ પણ અમારા રાજ્યના જ એક ગવર્નર તરીકે અમારી સામે બેસી શકો છો.” સાન્કોને આ જાહેરાત સાંભળતાં જ આનંદ આનંદ થઈ ગયો. એટલે બીજી બધી બાનુઓ ઊભી હતી, છતાં તે શાંતિથી એક ખુરશી ઉપર બેસી ગયો. પછી ડચેસે તેની સાથે વાતચીત શરૂ કરી. તેણે કહ્યું, “જુઓ, હવે આપણે ખાનગી મંત્રણા કરીએ છીએ એમ માનજો; આજબાજ કોઈ બીજે સાંભળી શકે તેમ નથી – તમારા નાઈટ તો નહિ જ. મેં તમારા નાઈટ મહાશયનો જે ઇતિહાસ વાંચ્યો છે, તેમાં મને કેટલીક શંકાઓ છે. તમારા સિવાય એ શંકાઓનું નિવારણ કરે તેવું બીજું કોઈ હું જોતી નથી. એટલે તમે મને જેવા હોય તેવા સાચા ખુલાસા જ કરશો, એવી આશા છે.” Page #255 -------------------------------------------------------------------------- ________________ અનેક અને મહત્ત્વની બાબતો વિષે થોડુંક ૨૦૭ સાન્કોએ તરત ઊભા થઈ ઘૂંટણિયે પડી કસમ ખાધા કે, તે જે કંઈ પૂછશે તેના પોતે સાચા જવાબ જ આપશે. ડચેસે ખુશ થઈ તેને પાછું પોતાનું આસન સ્વીકારવા વિનંતી કરી અને પૂછ્યું, “ ઇતિહાસમાં જણાવ્યું છે કે, સ્કવાયર સાન્કો કદી લેડી ડુલિનિયાને મળ્યા જ ન હતા તથા તેમને ડૉન વિકસોટનો પત્ર પણ આપ્યો જ ન હતો; કારણ કે, પેલી નોંધપોથી તો તે સામેરા મૉરેના પર્વતમાં જ ભૂલી આવ્યા હતા. તેમણે ડૉન કિવકસોટને ગપ્પુ જ સંભળાવ્યું હતું કે, પોતે મળવા ગયા ત્યારે લેડી ડુલસિનિયા અનાજ ઊપણતાં હતાં. હવે સાન્કો જેવા વફાદાર સ્કવાયર પોતાના માલિકની પ્રેમરાજ્ઞી જેવાં લેડી ડુલનિયા માટે એવી વાત કેવી રીતે કરી શકે? માટે એ બધું એ ઇતિહાસ લખનારનું ગણું જ માનવું જોઈએ ને?” "" સાન્કો આ સાંભળી તરત ઊભો થયો અને બારણા પાસે જઈ કોઈ બહાર ઊભું નથી એની ખાતરી કરી આવ્યો અને પછી બોલ્યો, ‘જુઓ,મ ડમ ડચેસ, હું જેવું છે તેવું સાચેસાચું કહી દઉં છું. મારા માલિક ડૉન કિવકસોટને હું છેક જ પાગલ માણસ ગણું છું. હવે હું તો તેમની બધી રગ જાણું, એટલે જરૂર પડયે માં-માથા વિનાની વાત પણ એમને ગોઠવીને કહી દઉં છું. તેને તે તદ્દન સાચી માની લે છે. એ કાગળ પહોંચાડવાની વાત પણ મારી ગપ જ હતી; અને એવી જ બીજી ગપ હમણાં જ મેં તેમને ગોઠવી આપી છે, જે હજુ છાપેલા પુસ્તકમાં આવી નથી; અને તે એ કે, લેડી ડુલસિનિયાને જાદુગરોએ પલટી નાંખ્યાં છે!” પછી ડચેસના કહ્યાથી એ ત્રણ ગામડિયણોવાળો આખો પ્રસંગ તેણે પોતાની આગવી શૈલીમાં કહી બતાવ્યો, એટલે સૌ હસી હસીને બેવડાં વળી ગયાં. ડચેસે હવે ઠાવકે મોઢે પૂછ્યું, “મને હવે બીજો એક પ્રશ્ન થાય છે કે, ડૉન કિવકસોટ દ લા માંશા જો આવા ગાંડા જ માણસ છે, તો સાન્કો પાન્ઝા તેમને ગાંડા જાણવા છતાં, તેમનાં વચનો ઉપર વિશ્વાસ રાખી તેમની સાથે ભટકવા શા માટે નીકળે? એટલે સાન્કો પાન્ઝા માલિક કરતાં પણ વધુ ગાંડા માણસ હોવા જોઈએ. તો પછી મૅડમ ડચેસ Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ડૉન કિવકસોટ! એવા ગાંડા માણસને પોતાના રાજ્યના એક મોટા અને અગત્યના ટાપુના ગવર્નર બનાવવાનું પોતાના પતિ લૉર્ડ ડયૂકને કહે, તો તે પણ સૌથી વધુ ગાંડાં ન ઠરે?” મેડમ ડચેસ, હું પણ ગાંડો છું જ એમાં જરાય શંકા લાવવા જેવું નથી; નહિ તો કયારનો હું મારા માલિકને છોડી મારે ઘેર બૈરીછોકરાં ભેગો થઈ ગયો હોત. પરંતુ મેં તેમનું અન્ન ખાધું છે, અને હું તેમને ચાહું છું; એટલે સુખમાં કે દુ:ખમાં મારે તેમને સાથ આપવો જ જોઈએ. ઉપરાંત, તેમની રીતે તેમણે મને અપાય તેટલો ઘણો બદલો આપ્યો પણ છે. એટલે મને ગવર્નરપશું તમારે ન આપવું હોય તો પણ ભલે; કારણ કે હું “જન્મ્યો હતો ત્યારે શું સાથે લઈને આવ્યો હતો? અને મરીશ ત્યારે તો એથીય ઓછી વસ્તુઓ સાથે લઈને કબરમાં પોઢવાનો છું. એટલે હું મારા માલિકની મરતા સુધી વફાદારીથી સેવા બજાવવાનો જ, એ વાત નક્કી છે. અને “સ્કવાયર’ સાન્કોને સ્વર્ગ વહેલું મળશે; કદાચ “ગવર્નર’ સાન્કોને તો કદીય નહિ મળે. અને પેટ તો બધાંનું સરખું” જ હોય છે; હાથીને મણ પણ મળી રહે છે અને કીડીને કણ પણ મળી રહે છે. રેશમી કપડું સુંવાળું હોય છે પણ જાડું કપડું ટાઢ વધુ ખાળે.” અને “રેશમી કાપડના ચાર વાર પણ ગામઠી કપડાના ચાર વાર જેટલા જ લાંબા હોય છે. “મરવાટાણું આવ્યું રાજાને પણ મરવું પડે છે અને રંકને પણ.” અને “કબરમાં તો પોપના શરીરને જેટલી જગા જોઈએ, તેટલી જ તેના નોકરને પણ જોઈએ.” એટલે તમે મને મૂર્ખ જાણી ગવર્નર પણું નહિ આપો, તો તે ગવર્નરપણું મળે કે ન મળે તો પણ કશી ચિંતા ન કરવા જેટલો સમજુ તો હું છું જ. કારણ કે, આ દુનિયામાં કઈ વસ્તુ સ્થિર છે?” અને “રાજા પણ રંક બની જાય છે તથા રંક પણ રાજા, એવા ઘણા કિસ્સા જાણીતા છે.” ડચેસ સાન્કોનું ડહાપણ સાંભળી ખુશ થઈ ગઈ. તેણે કહ્યું, “જુઓ મહાશય, નાઇટ અથવા સગૃહસ્થનું બોલેલું વચન કદી મિથ્યા થતું નથી. એટલે મારા લૉર્ડ ડયૂક જે પોતે એક નાઈટ છે, તે મોઢેથી બોલ્યા છે કે, તમને ગવર્નર બનાવવાના જ છે, તેમાં જરાય ફેર પડવાનો નથી, એની ખાતરી રાખજો. વળી કયો માણસ ડાહ્યો જમ્યો હોય છે? બિશપો Page #257 -------------------------------------------------------------------------- ________________ અનેક અને મહત્ત્વની બાબતો વિષે થોડુંક ૨૦૯ પણ માણસો જ હોય છે ને? પરંતુ એક વાત હું તમને પણ સાચેસાચ કહી દઉં છું તે સાંભળો. જે ગામડિયણને તમે લેડી ડુલસિનિયા તરીકે તમારા માલિક આગળ ઓઠવી દીધી, તે ખરેખર લેડી ડુલસિનિયા જ હતાં; અને ડૉન કિવકસોટ જે માને છે તે સાચું જ છે; ખરી વાત તો એ છે કે, તમારા માલિકના દુશમન જાદુગરોએ જ પેલી ખોટી વાત તમારા માથામાં ભરી કાઢી છે. અમારે પણ કેટલાક મિત્ર જાદુગરો છે, તે અમને આવું બધું જે બનતું હોય છે તે આવીને કહી જતા હોય છે. તેઓ આવીને અમને ખાતરીપૂર્વક કહી ગયા છે કે, તમારા મગજમાં પેલા દુશ્મન જાદુગરોએ જ ખોટો ભ્રમ ઊભો કર્યો છે, જેથી તમે તમારા માલિકને ગાંડા માનવા લાગો.” સાચી વાત છે, મૅડમ, એવું જ હશે, અને હવે મને લાગે છે કે, મારા માલિક જે કહેતા હતા કે મૉન્ટેસિનોની ગુફામાં તેમણે લેડી ડુલસિનિયાને તેમના મૂળ સ્વરૂપે પ્રત્યક્ષ જોયાં હતાં, તે વાત સાચી જ હશે. વળી, એ જાદુગરોનું જ કારસ્તાન ન હોય, તો મારા જેવા મૂરખ માણસમાં મારા માલિકને છેતરવા જેવો વિચાર પણ શી રીતે આવે? ઉપરાંત, મારા માલિકને મેં એ જૂઠી વાત કહી હતી, ત્યારે તેમને કશી ઇજા પહોંચે તેમ કરવાનો કે તેમને છેતરવાનો મારો ઇરાદો હતો જ નહિ; તેમને જલદી તેમની પ્રેમ-તપની ધૂનમાંથી છોડાવવાને જ ખ્યાલ હતે.” ૉ-૧૪ Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૨ માયાજાળ છેદવાને ઉપાય ડયૂક અને ડચેસ હવે પોતાના આ નવા મહેમાનોને ખેલાવી, આનંદ મેળવવાની નવી નવી યુક્તિઓ શોધવા લાગ્યાં. ડૉન કિવક્સોટે મૉન્ટેસિનોની ગુફાની મુલાકાતના કરેલા વર્ણનમાંથી સૂચના મેળવી, તેમણે હવે તેમને માટે એક અદ્ભુત પરાક્રમ ગોઠવવાનું ધાર્યું. એ અનુસાર બધી તૈયારીઓ પૂરી કરી લીધા બાદ તેમણે જંગલી સૂવરના શિકારે નીકળવાનો દિવસ નક્કી કર્યો અને પાંચ કે છ દિવસ બાદ તેઓ શિકારીઓનું અને બીજા કામદારોનું મોટું ટોળું લઈ, પાસેના જંગલમાં શિકારે નીકળ્યાં. ડૉન કિવકસોટ માટે તેમણે શિકારીનો પોશાક તૈયાર કરાવવા ઇચ્છયું, પણ તેમણે એમ કહીને ના પાડી કે, થોડા જ વખતમાં તે પાછા પોતાની વિજ્ય-યાત્રાએ ઊપડી જ જવાના છે, એટલે તેમને કપડાંના એવા લબાચા સાથે વીંઢારવા ફાવે નહિ. અલબત્ત, સાન્કો એ પોતાને માટે લીલા કાપડનો શિકારી-પોશાક તૈયાર કરાવરાવ્યો, જે પછીથી ઘેર જઈ વેચી ખાવાની જ તેની દાનત હતી. તે નક્કી કરેલો દિવસ આવ્યો એટલે ડૉન કિવકસોટ બધાં શસ્ત્રો સજીને તથા સાન્કો પોતાનો નવો પોશાક પહેરીને તૈયાર થઈ ગયા. ડચેસ પણ સુંદર વિચિત્ર પોશાક પહેરીને સાથે જોડાઈ. ડયૂક અને બીજે શિકારી મંડળ પણ પોતપોતાની રીતે તૈયાર થઈ ગયું. થોડા વખતમાં બે ઊંચા પર્વત વચ્ચે આવેલા એક જંગલમાં તેઓ નિયત સ્થાને પહોંચી ગયાં. પછી તો જંગલી સુવરને ભગાડીને તે તરફ લાવવા કૂતરાઓ, શિકારીઓ, રણશિંગાંઓ વગેરેની ધમાલ મચી રહી. થોડી જ વારમાં એક મોટા કદનો ભયંકર સૂવર દંકૂશળ વીંઝતો અને માંએથી ફીણ ૨૧૦ Page #259 -------------------------------------------------------------------------- ________________ માયાજાળ છેદવાનો ઉપાય ૨૧૧ કાઢતો તે તરફ આવી પહોંચ્યો. ડૉન કિવસોટ ઢાલ તરવાર સાથે તેની સામે ધસી ગયા; ડયૂક પણ ભાલા સાથે તેમની સાથે થયા. ડચેસને પાછળ જ રાખવામાં આવ્યાં. સાન્કો તો ભયનો માર્યો ડેપલ ઉપરથી ઊતરી, દૂરના એક ઓક ઝાડ ઉપર ઊંચે ચડી જવા ગયો, પરંતુ અધવચ જ એક સૂકી ડાળી તૂટી પડતાં નીચે ગબડયો, અને તેનો નવો ઝભ્ભો એકાદ ટૂંઠામાં ભરાઈ રહેતાં તે ઊંધે માંએ નીચે લટક્યો. તેના વજનથી તેના ઝભ્ભાના જે ચિરાડા બોલવા લાગ્યા, તેથી તેનો જીવ બળી જવા લાગ્યો; પરંતુ બીજી બાજુ પોતે જમીન ઉપર પડશે અને પેલો સૂવર દંકૂશળ ચમકાવતો ત્યાં દોડી આવશે તો શું થશે, એનો ડર પણ તેને સતાવવા લાગ્યો. તે હવે એ સ્થિતિમાં જ મદદ માટે બૂમો ઉપર બૂમો પાડવા લાગ્યો. છેવટે પેલો સૂવર તો અનેક ભાલાઓથી પરોવાઈ જઈ જમીન ઉપર ગબડી પડયો; અને ડૉન કિવક્સોટ હવે, સાન્કોને કયા જાનવર પકડયો છે એ ફિકરમાં, તેની બૂમો આવતી હતી તે તરફ વળ્યા. તેને ઊંધે માથે લબડતો જોઈ, ડૉન કિવક્સોટે તેને નીચે ઉતાર્યો. સાન્કો પોતાના નવા શિકારી પોશાકને થયેલું નુકસાન જોઈ ખૂબ હતાશ થઈ ગયો. શિકારને હવે એક મોટા ખચ્ચર ઉપર લાદી, તથા ડાળીઓથી ઢાંકી, એક જગાએ તૈયાર કરવામાં આવેલા તંબૂઓના પડાવ તરફ લઈ જવામાં આવ્યો. ત્યાં તો આનંદ-પ્રમોદ અને રમતગમતના કાર્યક્રમનો શાહી ઇંતેજામ કરવામાં આવ્યો હતો. સાન્કોએ ડચેસ આગળ જઈ, પોતાના નવા પોશાકની થયેલી વલે બતાવીને, લોકો ઘેર રહી આરામ કરવાને બદલે આવા વનજંગલમાં ઝાંખરાં-કાંટા વેઠવામાં તથા જાનનું જોખમ ખેડીને વનનાં પ્રાણીઓને નાહક સતાવવામાં કે મારવામાં શું મજા જોતા હશે, તેની ચર્ચા કરવા લાગ્યો. ડયૂકે તેને કહ્યું કે, “રાજવંશીઓને આવો જંગલનો શિકાર દુશ્મનનો સામનો કરવાના બૃહની અને પરાક્રમની અચ્છી તાલીમ આપે છે, શરીરને સઢ-તડકો વેઠનારું દૃઢ અને મજબૂત બનાવે છે, શરીરના સાંધા છૂટા કરી આપે છે, તથા એશઆરામમાં પડી જઈ ગંઠાઈ જવા દેવાને Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ડૉન કિવકસોટ! બદલે પરાક્રમી અને ઉદ્યમી બનાવે છે. તમે પણ ગવર્નર થાઓ ત્યારે આવા કાર્યક્રમ રાખતા રહેજો.” સાન્કોએ જવાબ આપ્યો, “ગવર્નર આમ વન-વગડામાં ફરતો ફરે તેના કરતાં તો પગ ભાગી જવાથી તે ઘેર પડયો રહે તે વધુ સારું; કારણ કે તો પછી બિચારા કોઈ લોકો દૂર દૂરથી ફરિયાદ કરવા આવ્યા હોય કે મદદ માગવા આવ્યા હોય તેમને રાહ જોઈ બેસી રહેવું ન પડે. ગવર્નરને તો ઘણાંય કામ સ્થળ ઉપર સંભાળવાનાં હોય; આ શિકાર-બિકાર તો નવરાઓનાં કામ છે. ,, યૂકે હસતાં હસતાં કહ્યું, “ઠીક, ઠીક, અમે જોઈશું કે તમે સ્થળ ઉપર રહી, લોકોનાં કામ સંભાળવામાં વધુ વખત આપો છો કે, ખાનપાન અને એશઆરામમાં. બાકી, સાચા રાજવીને તો રાજ્યવહીવટ તેમ જ સંરક્ષણ એ બંને વાનાં સંભાળવાનાં હોય, એટલે તેણે બંને રીતે તત્પર અને કાર્યક્ષમ રહેવું જોઈએ. કારણ કે, આસપાસના ધાડપાડુ જેવા રાજાઓના હુમલાઓથી મુલકનું અને પ્રજાનું સંરક્ષણ પણ તેણે બરાબર કરવું જોઈએ. માત્ર ન્યાયાસન ઉપર બેસી રહ્ય ન ચાલે.’ "" ૨ ધીમે ધીમે રાત નજીક આવવા લાગી, અને વાદળ-છાયું આકાશ હોવાથી અંધારું પણ વહેલું જામવા લાગ્યું. પરંતુ પહેલેથી નક્કી કર્યા મુજબ કોઈ ને કોઈ કાર્યક્રમ કે ધમાલ ઊભી કરીને ડ્યૂક અને તેમનાં માણસોએ જંગલમાં જ રાત પડી જવા દીધી. અંધારું જામવા લાગ્યું અને જરા સોપો પડવા જેવું થયું, એટલામાં આખા જંગલમાં ચારે બાજુ આગ લાગી હોય તેવું અજવાળું થઈ ગયું અને રણશિંગાં તથા મુર લોકોના લડાઈ વખતના પોકારો જેવી હાકલો અને નાદો ચોતરફથી આવવા લાગ્યા. ઢોલ ઢમકી ઊઠયાં અને નગારાં ગડગડવા લાગ્યાં. અચાનક મચેલા આ શોરબકોરથી યૂક દિગ્મૂઢ થઈ ગયા, ડચેસ આભાં થઈ ગયાં, અને ડૉન કિવકસોટ નવાઈ પામ્યા; ત્યારે સાન્કો તો પાંદડાની પેઠે થરથર કંપવા લાગ્યો. એટલામાં ભૂત જેવો પોશાક પહેરેલો એક ઘોડેસવાર ઢંઢેરો પોકારતો એ તરફ થઈને નીકળ્યો. યૂકે તેને બોલાવીને પૂછ્યું, “તું કોણ છે, અને 66 Page #261 -------------------------------------------------------------------------- ________________ માયાજાળ છેદવાનો ઉપાય ૨૧૩ ક્યાં જાય છે? તેમ જ કોનાં લશ્કરો આમ આ જંગલમાં થઈ કૂચકદમ કરી રહ્યાં છે?” પેલું ભૂત ખોખરા અવાજે બોલ્યું, “હું ભૂતોનો નાયક છું અને ડૉન કિવકસોટ દ લા માંશાને શોધવા નીકળ્યો છું. આ કૂચકદમનો અવાજ સંભળાય છે, તે તો આ જગતના મોટા છ માયાવી જાદુગરો આવે છે, તેમના રસાલાનો છે. એક રથમાં મંતરેલી ડુલસિનિયા ડેલ ટૉબોસોને લઈને નાઇટ મૉન્ટેસિનોસ પણ આવે છે; ડુલસિનિયાને માયા-જાળની અસરમાંથી મુક્ત શી રીતે કરી શકાશે, તેનો ઉપાય તે કહી બતાવશે.” ડયૂકે તેને કહ્યું, “તું જો ખરેખર ભૂત હોય, તો તને વગર કહ્યું ખબર પડી જવી જોઈએ કે, ડૉન કિવકસોટ દ લા માંશા અહીં જ ઊભા છે.” પેલાં ભૂતે જવાબ આપ્યો, “અત્યારે અમારા લોકોમાં તરખાટ મચી રહ્યો છે, એટલે મારા મગજનું ઠેકાણું રહ્યું નથી. છતાં, હું સાચે ઠેકાણે જ વગર વિચાર્યું પણ આવી પહોંચ્યો છું, એ જાણી મારા રાજીપાનો પાર રહ્યો નથી.” - પછી તેણે ડૉન કિવક્સોટ તરફ સીધા વળીને કહ્યું, “હે સિંહોવાળા નાઇટ, મને તારી પાસે બહાદુર પણ કમનસીબ મૉન્ટેસિનોએ મોકલ્યો છે. તે તને મળવા આ તરફ જ આવવા નીકળ્યા છે, તેમની સાથે તુલસિનિયા ડેલ ટૉબોસો નામે ઓળખાતી સ્ત્રી છે. તેને માયાજાળમાંથી શી રીતે છોડાવી શકાય તેનો ઉપાય એ તને કહેવા માગે છે. મારો સંદેશો પૂરો થયો, એટલે હું હવે ભાગું છું.” આમ કહી તે તરત એક બાજુ દોડી જઈ અદૃશ્ય થઈ ગયો. ડયૂકે ડૉન કિવક્સોટને પૂછ્યું, “તમે અહીં થોભવા માગો છો કે કેમ?” ડૉન કિવકસોટે કહ્યું, “જરૂર; ભલેને આખા નરકની ભૂતાવળ મને ઘેરી વળે, પણ હું તો બીન્યા વિના અહીં જ ઊભો રહેવાનો.” રાત જેમ અંધારી ઘોર બનવા લાગી, તેમ તેમ જંગલની વચ્ચેથી આમ તેમ ગોબારા જેવા પ્રકાશ આકાશ તરફ ઊંચા જતા દેખાયા. અવારનવાર જુદી જુદી બાજુએથી હથિયારો અફળાતાં હોય અથવા ભડાકા Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ડૉન વિકસોટ! ધડાકા થતા હોય એવા અવાજો પણ સંભળાતા. વચ્ચે વચ્ચે મોટાં ટોળાં આથડતાં હોય કે બાથડતાં હોય તેવા કારમાં અવાજ સંભળાતા. પછી તો નગારાં, ઢોલ, રણશિંગાં, તૂરઈ, તોપનો ગડગડાટ, અનેક ઘોડાનો દડબડાટ વગેરે જેવા કલ્પી ન શકાય તેવા અવાજોનો શોરબકોર ઊઠ્યો. સાન્કો ડચેસની પાસે જ બેભાન થઈને ગબડી પડ્યો. ડચેસે તેના મોં ઉપર પાણી છંટાવ્યું એટલે તે ભાનમાં આવ્યો. તે જ વખતે એક ગાડું ગડગડાટ કરતું ચાર કાળા ઓછાડથી ઢંકાયેલા બળદોથી ખેંચાતું તે તરફ આવ્યું. તેમાં એક ઊંચા આસન ઉપર લાંબી સફેદ દાઢીવાળો એક વૃદ્ધ પુરુષ બેઠો હતો. બે ભયંકર ભૂતો તે ગાડું હાંકતાં હતાં. તેમના ઉપર નજર પડતાં જ સાન્કોએ આંખ મીંચી દીધી, તે પછી ફરીથી ઉઘાડવાની તેની હિંમત જ ચાલી નહિ. ગાડામાં ઘણા દીવા ગોઠવેલા હતા. એ ગાડું આ બધાં ઊભાં હતાં ત્યાં પાસે આવ્યું એટલે પેલો પુરુષ ઊભો થયો અને બોલ્યો, “હું લિÍન્ડર ઋષિ છું.” પછી તે ગાડું આગળ ચાલ્યું ગયું. તેની પછી બીજું ગાડું આવ્યું. તેમાં બેઠેલો વૃદ્ધ પુરુષ પણ પસાર થતાં થતાં બોલ્યો, “હું ઋષિ અલકીફ છું.” પછી માયાજાળી આર્કેલૉસ આવ્યો. પણ છેવટે જે રથ આવ્યો, તે અગાઉ આવી ગયેલાં ગાડાં કરતાં ત્રણ ગણો લાંબો તથા મોટો હતો. તેમાં એક ઊંચા સિંહાસન ઉપર રૂપેરી જરીવાળાં કપડાં પહેરેલી એક અપ્સરા બેઠી હતી. તેના મોં ઉપર બુરખો હતો, તેમાંથી અંદરની મુખાકૃતિ આછી આછી દેખાતી હતી. પાસે કાળો બુરખો પહેરેલી અને મેજિસ્ટ્રેટ જેવો ઝભો ઓઢેલી એક આકૃતિ હતી. એ રથમાં ગિતાર, બંસી વગેરે વાજિંત્રોનો મધુર અવાજ આવતો હતો. રથ આ લોકોની પાસે આવતાં જ, પેલી આકૃતિએ પોતાનો કાળો બુરખો હટાવ્યો. તો અંદરથી મોંને બદલે હાડપિંજરની ખોપરી દેખાઈ. સી ગેંકી ઊઠયા. એ ખોપરીએ ઘેરા ઊંઘતા અવાજે એક ગીત ગાયું. તેનો ભાવાર્થ આ હતો – “હું બુદ્ધો મલિન છું. બધા નાઈટો મારા પ્રેમના વારસદાર છે તથા મારા માનીતા છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ માયાજાળ છેદવાનો ઉપાય ૨૧૫ બીજા જાદુગરો તો મહામારી અને દુઃખો વરસાવે છે ત્યારે હું તો આશીર્વાદ જ વરસાવું છું. “મારો જીવાત્મા નિવૃત્ત થઈ, પાતાળના અંધારા પ્રદેશોમાં જઈ જંતર-મંતર સાધતો હતો; તેવામાં મેં ત્યાં સૌન્દર્યરાશી ડુલસિનિયાનાં ડૂસકાં સાંભળ્યાં. તે બિચારી પોતાની રાજવંશી આકૃતિ ગુમાવીને, ગામડાની ગામડિયણ બની ગઈ હતી. કોઈ બદમાશ જાદુગરોએ ઈષ્ય-અદેખાઈથી એ દુષ્કર્મ કર્યું હતું. “મેં તરત એક લાખ મંત્ર-પત્રો ઉથલાવી કાઢયા અને છેવટે આ હાડપિંજરમાં પ્રવેશ કરીને હું લેડી ડુલસિનિયાના ઉદ્ધારનો માર્ગ બતાવવા આવ્યો છું, તે સાંભળી લો. “ખાસ કરીને બહાદુર, પરાક્રમી અને લોખંડી નિરધારવાળા ડૉન વિક્સોટને હું એ સત્ય સંભળાવી દેવા માગું છું કે, લેડી ડલસિનિયાને તેના અજોડ સૌન્દર્યો પાછી સ્થાપવી હોય, તો તે જાણી લે કે, તેનો એક જ માર્ગ વિધાતાએ નિયત કર્યો છે – તે એ કે તારો ભલો સ્કવાયર સાન્કો, પોતાના ખુલ્લા ઢગડા ઉપર ત્રણ હજાર અને ત્રણસો ફટકા મારે–અને તે પણ એટલા જોરથી કે જેથી દરેક ફટકો પેલા બદમાશોની ચામડી ચીરી નાખે તેવા જોરથી તેના પોતાના ઉપર પડે– તો પેલાઓની સાન ઠેકાણે આવશે, અને તેઓ પોતાની માયાજાળ પાછી ખેંચી લેશે. નહિ તો નહિ! નહિ તો નહિ! નહિ તો નહિ! એ મારો આદેશ છે!” - સાન્કો તરત બોલી ઊઠ્યો, “અબે બુઢે, મારા ઢગડા ઉપર ત્રણ હજાર તો શું પણ ત્રણ ફટકા પણ હું મારવાનો નથી. તારી બધી મંત્રતંત્રની વાતો સાથે તું પણ જ્યાંથી આવ્યો છે ત્યાં નરકમાં કે ઘરમાં પાછો પેસી જા. લેડી ડુલસિનિયાએ જો પોતાના ઉદ્ધાર માટે બીજો કોઈ સારો ઉપાય રહેવા ન દીધો હોય, તો તેઓ ભલે મરતા લગી, એવી જ રીતે માયાજાળમાં જ સપડાયેલા રહે! એવો મારા તરફથી તેમને સંદેશો છે.” | ડૉન કિવક્સોટ સાન્કોની નાલાયકીથી ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું, રંડીપુત્તર, બદમાશ, હું પોતે તને ઝાડે બાંધી, ત્રણ હજાર ને ત્રણસો શું પણ છ હજાર અને છસો ફટકા, તને જન્મ્યો હતો તેવો કરીને Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ડૉન કિવકસોટ! મારીશ. અને તે દરેક ફટકો એવા હશે કે તેની પીડા તું ત્રણ હજાર વખત હાથ ફેરવીશ તોય ઠંડી નહિ પડે.” | મલિન તરત જ બોલી ઊઠયો, “થોભો, થોભો, આ ફટકા સાક્કો રાજીખુશીથી ખાશે તો જ ફાયદો કરશે, ઉપરાંત એ ફટકા તે જ્યારે ખાવા હોય ત્યારે ખાઈ શકશે. ઉપરાંત તેને એ ફટકાની સંખ્યા ઘટાડીને અર્ધી કરવી હશે તો પણ રસ્તો છે: અર્ધી સંખ્યાના ફટકા તેણે બીજાને હાથે અને બમણા જોરથી ખાવા પડશે.” લે, પણ હું શા માટે લેડી ડુલસિનિયાને માટે અર્ધા કે પૂરા ફટકા ખાઉં? મારે ને લેડી ડુલસિનિયાને ક્યાં કશી સગાઈ છે? મારા માલિક ડૉન કિવક્સોટ લેડી ડુલસિનિયાના જીવતા અર્ધા હિસ્સા સમાન છે; એટલે મારા માલિક એ ફટકા ખાય તો જ લેડી ડલસિનિયાને ફાયદો પહોંચે. મારા જેવો પરાયો માણસ એ ફટકા ખાય, તેથી શું વળે?” તેના જવાબમાં સિંહાસન ઉપર બેઠેલી પેલી અપ્સરા ઊઠી અને મરદના અવાજે બોલી, “હે દુષ્ટ માનવી, તને કોઈ ઊંચા ટાવર ઉપરથી પડવાનું કે એક ડઝન દેડકા, બે ડઝન ઘરોળિયો, અને ત્રણ ડઝન સાપ ગળવાનું કહ્યું હોત અને તું ના પાડત તો પણ કંઈક વજૂદ ગણાત. પરંતુ આ તો ત્રણ હજાર - ત્રણસો ફટકા ખાવાની જ વાત છે; એથી તો વધારે ફટકા દરેક નિશાળે જતો છોકરો દર મહિને ખાતો હશે. અરે દુષ્ટ માણસ, તારા થોડા જ દુ:ખથી બીજાને જીવનભરનું સુખ થતું હોય તો પણ તું ના પાડે છે, તો તું ખરેખર પથ્થરના, લોઢાના કે કાંસાના હૃદયવાળો જ માનવી હોઈશ. જો, મને મલિન ડોસાએ પોતાની શક્તિથી થોડા ઘણા સારા દેખાવની કરી છે, જેથી તને કંઈક ખાતરી થાય અને મારા ઉપર દયા આવે. છતાં તું ના જ પાડીશ, તો મારે પાછા મૂળ મારા ગામડિયણના શરીરને ફરીથી ધારણ કરવું પડશે.” - સાન્કો હવે બોલી ઊઠયો, “વાહ મારી માલિકણ થતી નું! મારે માટે કદી તે કોઈ સારું કપડું પણ તારે હાથે આપ્યું છે, કે કશું ખાવાનું પણ મને ખવરાવ્યું છે, જેથી તું મારી પાસે આવી આકરી વસ્તુની ભીખ માગતી આવી છે! લો, આ તો ન ઓળખાણ, ન પિછાન! અને એકદમ મારા ઉપર જ હું તેનો દેવાદાર હોઉં તેમ ફટકા ખાવાનો હુકમ કરતી Page #265 -------------------------------------------------------------------------- ________________ માયા-જાળ છેદવાનો ઉપાય ૨૧૭ આવી છે! તો તું પણ જાણી લે કે, હવે હું સાન્કો પાન્ઝા સ્કવાયર રહ્યો નથી, હવે તો હું ગવર્નર બન્યો છું, ગવર્નર! અને ગવર્નરને ફટકા ખાવા કરતાં બીજાં ઘણાં મોટાં અને અગત્યનાં કામ કરવાનાં હોય છે. હવે તો હું ફરિયાદો સાંભળવાના અને ફેંસલો આપવાના ઢંગમાં આવી ગયો છું. હજુ હમણાં તો મારો નવો ઝભ્ભો ફાટી ગયો તેની બળતરામાં હું સિઝાઉં છું, ત્યારે વળી તું મારી ચામડી ફાડવાની વાત કયાં કરે છે? દરેક બાબતને સમય હોય છે. વખત જોઈને વર્તવું જોઈએ.” આ બધું સાંભળી, ડયૂક બોલી ઊઠયા, ‘જુઓ મહાશય, સાન્કો, તમે જો અંજીર જેવા નરમ નહિ થઈ જાઓ, તો તમને રાજ્યકારભાર ચાલવવાનું નહિ જ મળે, એ નક્કી જાણજો. મારા ટાપુવાસીઓને આવા કઠોર, નિર્દય માણસના હાથમાં મારે નથી સોંપવા. જેને સુંદરીઓનાં આંસુ પલાળી ન શકે કે, ડાહ્યા ઋષિઓની સલાહ વાળી ન શકે, તેવાઓને મારે એટલું જ કહેવાનું છે કે, ‘ ફટકા નહીં, તો રાજકારભાર પણ નહીં!'' ‘પણ નામદાર, મને એક કે બે દિવસ વિચારવાના પણ આપશો 66 કે નહિ?” 66 “એક મિનિટ પણ નહિ,” મર્લિન બોલી ઊઠયો; “ડુલસિનિયાને ફરી ગામડિયણ બનાવી દઈને પાછી મૉન્ટેસિનોસ ગુફામાં લઈ જવાની છે કે ફટકા ખવાઈ રહે ત્યાં સુધી ‘એલિશિયન ફિલ્ડ્સ'માં આગળ લઈ જવાની છે, તેનો જવાબ અબઘડી જ મળવો જોઈએ.” "C ડચેસે પણ હવે કહ્યું, ભલા સાન્કો, જરા હિંમત રાખો અને જેની રોટી ખાધી છે તેના પ્રત્યે વફાદારી દાખવો. તમારી સંમતિ આપી પેલા ભૂતને મૂરખ ઠરવા દો. ભય દૂર કરો; બીકણ માણસ કદી સુંદર સ્ત્રીઓનો આદર પ્રાપ્ત ન કરી શકે.” સાન્કોએ મલિનને પૂછ્યું, “પહેલાં મને એ તો કહો કે, અહીં જે તમારી અગાઉ પેલો સંદેશો લાવનાર ભૂત આવ્યો હતો તે તો કહેતો હતો કે અહીં લેડી ડુલસિનિયાને માયા-જાળમાંથી છોડાવવાનો ઉપાય બતાવવા મૉન્ટેસિનોસ આવવાના છે. તેને બદલે તમે કયાંથી આવો ઉપાય લઈને ટપકી પડયા?” Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ડૉન કિવકસોટ! મલિને જવાબ આપ્યો, “અરે ભલાદમી, ભૂત જેનું નામ, તે આવું તોફાન કર્યા વિના સીધું કામ કદી કરે? મૉન્ટેસિનોસને બંધનમાંથી મુક્ત કરવા તો હજી બીજાં ઘણાં કામ કરવાં પડશે. પણ તેમની પાસે તારા કંઈ પૈસા માગતા નીકળતા હોય, કે તારે તેમનું કંઈ કામ હોય તો તેમને જરૂર બોલાવી શકાશે. પણ હવે પેલા થોડા સરખા તપની બાબતમાં તારો શો જવાબ છે? તારું શરીર જોતાં થોડુંક લોહી તેમાંથી ઓછું થાય, તો કંઈ વાંધો આવે એવું લાગતું નથી.” હા, હા, લેડી ડુલસિનિયા ડેલ ટૉબોસોની સુંદર મુખાકૃતિ વિનાની દુનિયા ન બની રહે તે માટે જરૂર હું એ ફટકા ખાઈ લઈશ. પણ મારી થોડી શરતો છે તે જાણી રાખજો: એક, મને લોહી નીકળવું જ જોઈએ એવો આગ્રહ ન હોવો જોઈએ; બે, જે ફટકો ઉગામ્યો અને મને ન વાગ્યો, તે ફટકો પણ ગણી લેવાનો; ત્રણ, મલિન ઋષિએ પોતે જ એ ફટકા ગણવા હાજર રહેવું જોઈશે, જેથી એક ફટકો પણ મારે વધારાનો ખાવો ન પડે; ઉપરાંત, મારે એ ફટકા ખાવાનું તપ જ્યારે શરૂ કરવું હોય ત્યારે મારી ઇચ્છાથી કરું.” હા, હા,” મલિને જવાબ આપ્યો, “આ માયાજાળની બાબત એવી હોય છે કે, તું એ ફટકા ગણે કે ન ગણે, તો પણ છેલ્લો ફટકો તું ખાઈ રહીશ કે તરત લેડી ડુલસિનિયા જ્યાં હશે ત્યાંથી તારી સમક્ષ આવીને ઊભાં રહેશે, અને તારો આભાર માન્યા પછી જ જ્યાં જવું હશે ત્યાં જશે.” સાન્કોએ આ બધું કબૂલ રાખ્યું, એટલે તરત ફરીથી સંગીત શરૂ થયું અને મલિનવાળો રથ આગળ ચાલતો અદૃશ્ય થઈ ગયો. ડૉન કિવકસોટ હવે ગળગળા થઈને ભલા સાન્કોને ગળે વળગી પડ્યા. ડયૂક, ડચેસ અને આખી મંડળી પણ રાજી રાજી થઈ ગઈ. બધાં હવે દરબારગઢમાં પાછા ફર્યા. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ઊડણ-ઘોડાનું પરાક્રમ પછીને એક દિવસે તેઓ સૌ બગીચામાં જમવા ગયાં હતાં. સાન્કો પોતાની વાતચીતોથી સૌ મંડળીને આનંદ આપી રહ્યો હતો, એટલામાં દૂરથી બંસીનો શોકપૂર્ણ અવાજ સંભળાવા લાગ્યો; સાથે નગારાનો ઢમઢોલ અવાજ પણ! સૌ મંડળી ઓચિંતો આ અવાજ સાંભળી એકદમ ચોંકી ઊઠી. ડૉન કિવકસોટ ઉશ્કેરાઈ ગયા, અને સાન્કો થરથર ધ્રુજવા લાગ્યો. એટલામાં લાંબા કાળા ઝભ્ભા પહેરેલા બે જણ બગીચામાં દાખલ થયા. તે બંને જણ કાળા રંગના કાપડથી ઢાંકેલાં ઢોલ બજાવતા હતા. ત્રીજા માણસના હાથમાં બંસી હતી. તેમની પાછળ એક રાક્ષસી કદનો માણસ આવ્યો. તે પણ કાળાં કપડાંમાં વીંટાયેલો હતો. તેની કમરે એક પટ્ટો હતો અને તેમાંથી એક જંગી તરવાર લટકતી હતી. એ માણસનું આખું માં કાળી બુકાનીથી ઢંકાયેલું હતું. જોકે તેની નીચેથી લાંબી સફેદ દાઢી કમર સુધી લંબાતી હતી. તેનાં પગલાં બરાબર પેલા ઢોલબંસીના સંગીતના તાલમાં જ પડતાં હતાં. થોડું નજીક આવી, તે જંગી માણસ ડયૂકની સામે ઘૂંટણિયે પડયો. મૂકે તેને તરત ઊભો કર્યો, અને તે કોણ છે વગેરે પૂછ્યું. પેલાએ ઘેરા મોટા અવાજે જવાબ આપ્યો, “હું કાઉન્ટસ ત્રિફાલ્દીનો સફેદ દાઢીવાળો સ્કવાયર ત્રિફાલ્કીન છું. કાઉન્ટસનું બીજું નામ ‘હતાશ મહિલા’ છે. તેમના એલચી તરીકે હું આપની પાસે આવ્યો છું. તેમણે પુછાવ્યું છે કે, અજેય એવા નાઈટ ડૉન કિવકસોટ દ લા માંશા અત્યારે તમારા કિલ્લામાં છે? તે એમની શોધમાં છેક કૅન્ડાયા રાજ્યમાંથી ભૂખ્યા-તરસ્યાં પગપાળાં નીકળીને આવ્યાં છે. અલબત્ત એટલે બધે દૂરથી ૨૧૯ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ડૉન કિવકસોટ! તે આવી શકયાં છે તે કેવળ મંત્ર-તંત્રને બળે જ. તે અત્યારે દરવાજા બહાર આપના જવાબની રાહ જોઈને ઊભાં છે. "" ડબૂકે જવાબ આપ્યો, “અમે ઘણા વખતથી કાઉન્ટસ ત્રિફાલ્ટીનાં કમનસીબની કહાણી સાંભળી છે. તમે ઝટ તેમને અંદર લઈ આવો. કારણ કે, બહાદુર ડૉન વિકસોટ દ લા માંશા અત્યારે અહીં હાજર છે. તેમનાં દુ:ખ તે જરૂર દૂર કરી શકશે, એવી અમારી ખાતરી છે.” ત્રિફાલ્દીન તરત વંદન કરી, પોતાનાં માણસો સાથે પાછો ફરી ગયો. ડણૂક હવે ડૉન કિવકસોટ સામે ફરીને કહેવા લાગ્યા, “વાહ, અમારા દરબારગઢમાં પધા તમને હજુ છ દિવસ પણ થયા નથી, તેટલામાં તો આપના સમાચાર ચોમેર દૂર દૂર સુધી ફેલાઈ ગયા છે, અને દુ:ખી, પીડિત લોકો પોતાનાં દુ:ખનું મારણ શોધતા અહીં સુધી આવી પહોંચવા લાગ્યા છે.” થોડી વારમાં કાઉન્ટસ ત્રિફાલ્વી યોગ્ય અનુગામી પુરોગામીના રસાલા સાથે ત્યાં આવી પહોંચી. તેની બાર બાર તહેનાતબાનુઓ પણ શોકનાં કાળાં વસ્ત્રોમાં સજ્જ હતી. તેનો સ્કવાયર ત્રિફાલ્કીન તેની આગળ ચાલતો હતો. યૂક, ડચેસ અને ડૉન કિવકસોટ બારેક ડગલાં તેની સામે ગયા. પેલી કાઉન્ટસ તરત ઘોઘરા કર્કશ અવાજે બોલી ઊઠી, આપ લોકો મારા સત્કાર માટે આમ આગળ આવો એ આપની સજ્જનતા છે; બાકી તો મારા કમનસીબે મને ભાનભૂલી બનાવી દીધી છે.” 66 ડયૂકે અને ડૉન કિવકસોટે તેને આશ્વાસન આપી, તેનું ગમે તેવું દુ:ખ હશે તો પણ દૂર કરવા પ્રયત્ન કરવાનું વચન આપ્યું; એટલે તેણે એક આસન ઉપર બેસીને પોતાની કર્મ-કથા સંભળાવવા માંડી — 66 કેપ કોમોરીનથી છ ગાઉ પેલી પાર આવેલા દક્ષિણ સમુદ્રના વિખ્યાત રાજ્ય બૅન્ડાયાનાં રાજા-રાણી ગુજરી જતાં તેમની એકમાત્ર પુત્રી ઍન્ટોનૉમેશિયા કુલ વારસદાર બની. રાણીજીની પ્રથમ તહેનાતબાનુ તરીકે તેનું શિક્ષણ અને ઉછેર મારા હાથમાં હતાં. કુંવરી ચૌદ વર્ષની થતાંમાં તો તેનું સૌન્દર્ય એટલું ઝળહળી ઊઠયું કે, દેશપરદેશના ઘણાય રાજકુંવરો તેને મેળવવા ઉત્સુક થઈ ગયા. ત્યાંના જ રાજદરબારનો એક નાઈટ Page #269 -------------------------------------------------------------------------- ________________ ઊડણ-ઘોડાનું પરાક્રમ ૨૨૧ ડૉન કૉવિજો ખાનગીમાં તેનો હાથ મેળવવાના કોડ સેવવા લાગ્યો; જોકે તે રાજવંશી ન હતો, એટલે તેને કુંવરીનો હાથ મળવો શકય નહોતું. પરિણામે, તેણે રાજકુંવરીની સંરક્ષક એવી મને ફોસલાવવા માંડી. તેને ગિતાર વગાડતાં સરસ આવડતી, અને કવિતાઓ બનાવતાં. એ બે વડે તેણે મારા મનને પિગળાવી નાખ્યું, અને મેં તેને અંત:પુરમાં આવવા દીધો. ધીમે ધીમે રાજકુંવરી સગર્ભા બની. રાજકુંવરીના મામા રાક્ષસ માલાંબુ નોએ આ વાત જાણી, ત્યારે તેણે આવી એ બંનેને રાણીમાતાની કબર ઉપર જ કાંસાનાં મગર અને વાંદરી બનાવી ચોટાડી દીધાં. ત્યાં જ તેણે પાછો એક લેખ કોતરાવ્યો કે, “આ બે નાદાન પ્રેમીઓ, બહાદુર નાઈટ લા માંશા આવીને મને હરાવશે, ત્યારે જ પોતાનું મૂળ રૂપ ધારણ કરશે.' “પછી તેણે ગુસ્સામાં આવી જઈ, અંત:પુરની અમને સૌ બાનુઓને અમાર. દગાબાજી બદલ તાત્કાલિક મોતની સજા કરવાને બદલે અમારે જીવનભર હીણપત અને નામોશી વેઠવી પડે એવો શાપ આપ્યો. તેથી તરત જ અમને સૌને ગાલ ઉપર ચળ ઊપડી અને અમે વલૂરવા ત્યાં હાથ લગાડ્યો કે તરત દાઢીના લાંબા લાંબા વાળ અમારાં મોં ઉપર ટી નીકળ્યા. અમે સૌ વગર મોતે મરવા જેવી થઈ ગઈ. અમારી નોકરી તો ગઈ જ, પણ અમને કોઈ સામે પણ ન આવવા દે એવી અમારી કફોડી દશા થઈ ગઈ. “અમારા ઉપરના આ જાદુનું નિવારણ પણ રાજકુમારી ઉપરના જાદુના નિવારણ સાથે જ થવાનું છે, અર્થાત્ વિખ્યાત નાઈટ ડૉન કિવકસોટ જો અમારું દુ:ખ નિવારવા તત્પર થાય તો જ તેમ બની શકે. એટલે મેં તરત જ મનમાં ને મનમાં વિચાર કર્યો કે, મારે ગમે તેમ કરી ડૉન કિવસોટને શોધી કાઢવા, જેથી રાજકુંવરીના અને અમારા સૌના શાપનું નિવારણ થાય. એ દુષ્ટ રાક્ષસ મારા મનનો વિચાર જાણી ગયો હોય તેમ તરત બોલ્યો, “તું જો ડૉન કિવકસોટને પંદર હજાર ગાઉ દૂરથી અહીં બોલાવી લાવે, તો મારો વિચાર પણ તેની સાથે લડવાનો છે જ, એટલે જો તું તેમને મળે અને તે અહીં મારી સાથે લડવા કબૂલ થાય, તો હું મારો લાકડાનો જાદુઈ ઘોડો, તરત તારી પાછળ જાદુઈ રીતે મોકલી આપીશ: Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ડૉન કિવકસોટ! તે ઘોડાના કપાળમાં રહેલો ખીલો ફેરવવાથી તે તરત જ ઊંચે ઊડી પવન અને અગ્નિનાં સ્થાનકો ઓળંગી, ત્યાં થોડા વખતમાં જ આવી પહોંચશે.’ એટલે, જો આ મહાશય વિખ્યાત નાઈટ લા માંશા જ હોય, અને તે અમારા દુ:ખના નિવારણ અર્થે તે દુષ્ટ રાક્ષસ સાથે લડવા કબૂલ થાય, તો તે ઘોડો રાત પડયા પછી અર્ધા કલાકમાં અહીં જ આવીને રજૂ થશે એ અમારી વાતની સચ્ચાઈની નિશાની છે.” ડૉન કિવકસોટ આ અદ્ભુત કહાણી સાંભળી તરત ગળગળા થઈ ગયા. તેમણે તરત એ ઘોડો આવે તો તેના ઉપર બેસી કૅન્ડાયા રાજ્યમાં જઈ એ દુષ્ટ રાક્ષસ માલાંબુ નોને હણવાનું વચન આપ્યું. પેલી કાઉન્ટસ બિચારી તે સાંભળી ગળગળી થઈ ગઈ અને લાંબી થઈ ડૉન વિકસોટના પગમાં આળોટી ગઈ. ડૉન કિવકસોટે તેને હાથ પકડીને ઊભી કરી. હવે સૌ ઉત્સુકતાપૂર્વક લાકડાનો જાદુઈ ઘોડો આવવાની રાહ જોવા લાગ્યા. ડૉન કિવક્સોટને એક એક ક્ષણ પસાર થતી હતી તેમ અધીરાઈ, આવતી જતી હતી. કારણ કે, એ ઘોડો ન આવે તો પોતાને માટે એ પરાક્રમ નિયત થયું નથી એવું સાબિત થાય. જોકે, લા માંશા કહેવાય તેવો બીજો નાઈટ તેમની જાણમાં નહોતો જ. પરંતુ થોડી વારમાં ચાર જંગલીઓ ખભા ઉપર એક લાકડાનો ઘોડો ઊંચકીને દાખલ થયા. તેઓએ એ ઘોડો ત્યાં મૂકયો; પછી તેમાંના એક મોટેથી જણાવ્યું, “હવે જે માઈનો પૂત નાઈટ હિંમત કરતો હોય તે અમારા માલિક સાથે લડવા તૈયાર થઈ જાય અને તેના સ્કવાયર સાથે આ ઘોડા ઉપર બેસી જાય. આ ઘોડાના કપાળમાં રહેલો ખીલો ફેરવવાથી તે તરત હવામાં ઊડશે. પણ તેની ઉપર બેસનારાઓએ આંખે પાટા બાંધી દેવા પડશે; કારણ કે એ ઘોડો પવન અને અગ્નિનાં સ્થાનકો વીંધીને પાર ઊડશે. એટલે તેમની આંખો જો બાંધેલી નહિ હોય, તો તે આંધળી થઈ જશે. અને આ ઘોડો અમારા માલિક પાસે જઈને ઊભો રહેશે એટલે તરત મોટેથી હણહણશે; તેને નિશાની જાણી, નાઈટ અને સ્કવાયરે પોતાની આંખો ઉપરના પાટા છોડી નાખવા.” આટલું કહી તે જંગલી અને તેના સાથીદારો લાકડાના ઘોડાને ત્યાં મૂકી, જ્યાંથી આવ્યા હતા તે તરફ ચાલતા થયા. Page #271 -------------------------------------------------------------------------- ________________ ઊડણ-ઘોડાનું પરાક્રમ ૨૨૩ પેલી કાઉન્ટસ ઘોડાને આવેલો જોઈ, ડૉન કિવકસોટને કરગરવા લાગી, “હે બહાદુર નાઈટ, હવે તમે આ ઘોડા ઉપર તમારા સ્કવાયર સાથે આરોહણ કરો, જેથી તમે ઝટ તે દુષ્ટ રાક્ષસ પાસે પહોંચી જઈ, તેને હણી, રાજકુંવરીના અને અમારા શાપનો જલદી અંત લાવી શકો.” સાન્કો તરત બોલી ઊઠયો, “મારા માલિકને જવું હોય તો તે ભલે આ લાકડાના દંડા ઉપર બેસી, આકાશમાં કે પાતાળમાં ઊડે, હું પોતે તેમની સાથે જવાની કશી જરૂર જોતો નથી; લડવાનું કામ તેમને કરવાનું છે, મારે નહીં. ઉપરાંત આકાશમાં અધ્ધર ઊડવાનું છે, અને માનો કે આ ઘોડો લાકડાનો છે છતાં થાકી જાય અને રસ્તામાં જ ઊતરી જાય, તો કયા જંગલમાં કે કયા સમુદ્રમાં તે ઊતરે છે, તેની એ લાકડાના ડીમચાને શી ખબર પડે? ઉપરાંત આ લોકોની દાઢીઓ ઊતરે તે માટે અમારે પંદર હજાર ગાઉ આગ અને પવનમાં થઈને દોડી જવું એનો શો અર્થ? તેઓ સહેજે હજામને કે હજામની સ્ત્રીને બોલાવી રોજ સવારે દાઢી બોડાવી શકે છે. ઉપરાંત, મને ટાપુનું ગવર્નરપણું હાથમાં આવી ગયું છે તે છોડી, હું બીજી અનિશ્ચિત વસ્તુઓ પાછળ શું કામ દોડું?” - યૂકે જવાબ આપ્યો, “તમારે માટેનો ટાપુ કંઈ ઊડતો નથી કે ખસતો નથી; એટલે તમે કેન્ડાયા જઈને પાછા આવશો ત્યાં સુધીમાં તે કાંઈ નાસી જવાનો નથી. ઉપરાંત ધારો કે આ જાદુઈ ઘોડો રસ્તામાં કે અધવચ બગડી જાય, તોપણ તમે એક વખત અહીંથી ગયા હશો, એટલે તમે જ્યારે પાછા આવશો ત્યારે તે ટાપુ તમારે માટે ખાલી રાખવાનું હું વચન આપું છું.” સાન્કો સમજી ગયો કે, પોતે જો વધુ આનાકાની કરશે, તો આ લોકો પોતાને ટાપુનો ગવર્નર બનાવવાનું ના પાડી દેશે. એટલે તેણે એ કઠ-ઘોડા ઉપર પોતાના માલિકની સાથે જવાનું કબૂલ કર્યું. અને તે બંને અરસપરસ આંખો કપડાથી મજબૂત રીતે બાંધીને ઘોડા ઉપર ગોઠવાઈ ગયા. પછી ડૉન કિવકસોટે ઘોડાના કપાળમાંનો ખીલો ફેરવવા માંડયો. તરત તેમની આજુબાજુ મોટી મોટી ધમણો ગોઠવી દેવામાં આવી અને તેમની આસપાસ જોરથી પવન ફૂંકવામાં આવ્યો. દૂરથી “આવજો,* Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ડૉન કિવકસોટ! ‘જલદી પાછા ફરજો,” વગેરે ગળામાં દબાવેલા પોકારો પણ કરવામાં આવ્યા. એટલે ડૉન કિવકસોટ બોલી ઊઠયા, “વાહ ઘોડો પવનના સ્થાનકમાં આવી પણ લાગ્યો ને કંઈ!” થોડી વાર બાદ મોટી મોટી સળગતી મશાલો લાવી તેના ભડકા તેમની પાસે ધરવામાં આવ્યા. અને ચારે બાજુ એ જવાળાઓની ગરમી લાગતાં ડૉન કિહોટ બોલી ઊઠ્યા, “વાહ પવનનું સ્થાનક પસાર કરી આ તો અગ્નિના સ્થાનકમાં આવી પણ પહોંચ્યાને!” એ બંનેને બળતા ભડકાઓથી સારી પેઠે શેક્યા પછી, ડયૂક નિશાની કરી એટલે એ ઘોડાના પૂંછડામાં રાખેલો પલીતો એક જણે જઈને સળગાવ્યો, અને પછી સૌ સમુદાય ત્યાંથી દૂર ભાગી ગયો. તે પહેલાં દૂર એક ભાલા ઉપર સફેદ રંગનો રૂમાલ બાંધીને નીચે એક કાગળ લટકાવવામાં આવ્યો. પેલો પલીતો સળગતો સળગતો અંદર ગયો એટલે અંદર ભરેલા ટેટા વગેરે દારૂખાનું જોરથી ફૂડ્યું અને એના ધડાકાભેર ગાભરા ગાભરા, થઈને બંને ઊછળીને દૂર પડયા. લાકડાના ઘોડાના તો ફુરચે કુરચા ઉડી ગયા. બંને જણાએ ગભરાતાં ગભરાતાં શું થયું તે જોવા પોતાની આંખ ઉપરના પાટા છોડી નાખ્યા, તો તેઓ ડયૂકના બગીચામાં જ હતા, જ્યાંથી તેઓ ઊપડયા હતા. પણ તેમની આસપાસ અનેક માણસો બેહોશ થઈને પડયાં હતાં. ૉન કિવકસોટે આસપાસ નજર કરી તો કોઈ ત્યાં ન હતું. તેમણે પાસે રાખેલા ભાલા ઉપર કાગળ ફરફરતો જોયો, એટલે ત્યાં જઈ તેને વાંચ્યો. તેમાં નીચે મુજબ લખાણ હતું “વિખ્યાત નાઈટ ડૉન કિવકસોટ દ લા માંશા, તમે કાઉન્ટેસ ત્રિફલદીના પરાક્રમમાં વિજ્યી નીવડયા છો. તમે આટલે દૂર આવી પહોંચ્યા એ તમારી હિંમત જોઈને જ હું માલાંબુનો પોતાનો પરાજય સ્વીકારી લઉં છું. રાજકુમારી એન્ટોનૉમેશિયા અને તેમના પતિ નાઈટ ક્લેવિજેને શાપ-મુક્ત કરી દેવામાં આવ્યા છે, તથા પેલી બારે તહેનાતબાનુઓની દાઢીઓ પાછી ખેંચી લેવામાં આવી છે. ઉપરાંતમાં હું ખુશી થઈને તમારે માટે ભવિષ્ય ભાખી આપું છું કે, તમારો વફાદાર સ્કવાયર પોતાનું ફટકા Page #273 -------------------------------------------------------------------------- ________________ સ્કવાયરને નાઈટનો સદુપદેશ ખાવાનું બલિદાન આપી રહેશે એટલે સ્વર્ગીય સુંદરી લેડી ડુલસિનિયા તેમના અત્યાચારીઓના પંજામાંથી મુક્ત થઈ, તમારા બહાદુર હાથોમાં આવી પડશે.” | ડૉન કિવકસોટ રાજી થઈ હવે ભૂકની શોધમાં ચાલ્યા. તરત એક બાજુએ બગાસાં ખાતા અને હાથ પગ લાંબા કરતા ડયૂક જાણે લાંબી ઊઘમાંથી ઊઠયા હોય તેમ જાગીને બેઠા થયા. પાસે જ ડચેસ તથા બીજાં ઓ પણ એ જ પ્રમાણે બેહોશીમાં પડ્યાં હતાં, તેઓ પણ બેઠાં થયાં. ડૉન કિવકસોટ તેમની સામે રાજી થતા ધસી ગયા અને બોલ્યા, “નામદાર, ઊભા થાઓ; રાજી થાઓ; હવે કંઈ ભય નથી; પરાક્રમ લોહી રેડડ્યા વિના જ પૂરું થયું છે. જો આ ભાલા ઉપરના કાગળમાં બધું લખેલું છે.” - ૧૪ સ્કવાયરને નાઈટને સદુપદેશ યૂક તથા ડચેસને પોતાના ઊડણ-ઘોડાના આયોજનને મળેલી પૂરી સફળતાથી સવિશેષ આનંદ અને સંતોષ પ્રાપ્ત થયાં. તેમણે હવે સાન્કોને ગવર્નર બનાવવાની રમૂજી યુક્તિ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો. પછીને બીજે દિવસે જ ડયૂકે સાન્કોને પોતાના ટાપુની રાજધાનીમાં જઈ રાજ્યતંત્રનો કાબૂ લેવા માટે તૈયાર થવા સૂચના આપી; તથા બપોરે જ તેના પદને છાજે તેવાં કપડાં તથા બીજી સાધનસામગ્રી તૈયાર કરવા પોતાનાં માણસોને હકમ આપી દીધા. ડૉન કિવકસોટને જ્યારે ખબર પડી કે, સાન્કોને ગવર્નર-પદ બક્ષવામાં આવ્યું છે, ત્યારે તેમણે તેને થોડીક આવશ્યક સલાહ આપવા પોતાના કમરામાં બોલાવ્યો અને બારણું બંધ કરી, પોતાની પાસે બેસાડીને કહ્યું – હું ભગવાનને લાખ લાખ ધન્યવાદ આપું છું કે, મને મારી ઇચ્છાઓ અને આકાંક્ષાઓ પૂરી થયેલી જોવાની મળે તે પહેલાં તને ડૉ.-૧૫ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ડૉન કિવકસોટ! તારી ઇચ્છાઓ પૂરી થયેલી જોવા મળી છે. મેં તો મારાં લક્ષ્ય સિદ્ધ થયા બાદ તેને ગવર્નર-પદ બક્ષવાનો ઇરાદો જાહેર કર્યો હતો. પરંતુ તને તો તે પદ હું કે તું ક૯પીએ તે પહેલાં જ પ્રાપ્ત થઈ ગયું છે. એ બધું તને તારી કશી લાયકાતના બદલામાં મળ્યું છે, એમ માની લેવાની ભૂલ ન કરતો. એ તો તને ભગવાનની કૃપાથી તથા કોઈ મોટા નાઈટની સેવામાં જોડાવામાં તે બતાવેલી તત્પરતાથી મળ્યું છે, એમ હંમેશ યાદ રાખજે. “હવે હું તને જે થોડીક શિખામણ આપું છું, તે તું બરાબર લક્ષમાં રાખ. એ બધું તને તારો બેડો સહીસલામત પાર કરવા માટે ઉત્તર ધ્રુવના તારા સમાન નીવડશે. પ્રથમ તો, ભાઈ, તું ઈશ્વરથી ડરતાં શીખજે; કારણ કે ઈશ્વરની સજાનો ડર એ જ સ ડહાપણનું મૂળ છે. બીજું, તારી જાતની ખરી લાયકાત ઓળખતાં શીખજે; દુનિયામાં એ પાઠ શીખવો અઘરામાં અઘરો છે. એનાથી તું બળદ જેટલા મોટા બની જવા ઇચ્છતા તુચ્છ દેડકાની વલે પામતો બચી જઈશ. ત્રીજાં, તું મજૂર-વર્ગમાંથી આવેલો છે, એ વસ્તુ કબૂલ કરતાં કદી શરમાઈશ નહીં. કારણ કે, આપણે પોતે આપણી ખરી સ્થિતિથી ન શરમાઈએ, તો બીજું કોઈ આપણામાં એ બાબતની શરમ ઊભી કરી શકે નહિ. હંમેશાં નમ અને સદ્ગણી રહેવું એ ઘમંડી અને દુરાચારી બનવા કરતાં વધુ સારું છે. તારાં બધાં કૃત્યોનું માધ્યમ સદ્ગુણને જ બનાવજે. કલીનતા તો વારસામાં મળે છે, ત્યારે સગુણ આપણી કમાણી હોય છે. કુલીનતા કરતાં સદ્ગણને હંમેશ ચડિયાતી વસ્તુ માનજે. તારાં ગરીબ સગાં તને મળવા આવે ત્યારે તેમને તુચ્છકારી કાઢીશ નહિ. આપણા સ્વભાવની ખાનદાનીથી જ આપણે બીજા કરતાં મોટા બની રહીએ છીએ. તારી પત્નીને તું તેડાવે – અને તારા હોદ્દાની રૂએ તારે તેડાવવી જ જોઈએ- તો તેને તું ધીરજ રાખી અને પૂરા ખંતથી તારા હોદ્દાને Page #275 -------------------------------------------------------------------------- ________________ સ્કવાયરને નાઈટનો સદુપદેશ ૨૨૭ છાજે તેવું વર્તન શીખવજે; કારણ કે એ ગામડિયણ બાઈ તારો સાચો અને વફાદાર સાથી બનશે. અને કદાચ તું વિધુર બને, અને તેને કોઈ સારા ખાનદાનની સ્ત્રી મળે, તો એટલું યાદ રાખજે કે તારી અજાણમાં તે લાંચ-રૂશવત લેવાનું શરૂ કરી, તારી આબરૂ ધૂળ ન મેળવે; એ બધી ખાનદાન સ્ત્રીઓ પૈસાની બાબતમાં બહુ નાદાન હોય છે; કહો કે, પૈસાની જ સગી હોય છે. “ગરીબોનાં આંસુ જોઈ દયાવૃત્તિ ધારણ કરજે; પરંતુ તારી ન્યાયવૃત્તિને તેથી આંચ ન આવવા દઈશ. “સત્ય શોધીને ન્યાય ચૂકવવા બેસે, ત્યારે જરૂર કરતાં વધુ કઠોર બનવા ન તાકીશ. ન્યાયાધીશ ક્ષમાશીલ બને એ તેનું અપલક્ષણ ન કહેવાય; પણ કઠોર બને, એ જરૂર તેનું અપલક્ષણ કહેવાય. ન્યાયની કઠોરતા હળવી કરવામાં માત્ર દયા-વૃત્તિને જ તારો હેતુ બનવા દેજે; લાગવગ કે લાંચરુશવતને નહિ. તારો દુશ્મન પણ તારી સામે આરોપી કે ફરિયાદી થઈને આવે. છે ત્યારે તારી આંખો તેના ચહેરા ઉપરથી હઠાવી લઈ, સત્ય હકીકત ઉપર જ સ્થિર કરજે. “કોઈ સુંદર સ્ત્રી તારી પાસે ન્યાય માગવા આવે, ત્યારે તારી આંખો તેનાં આંસ ઉપરથી અને તારા કાન તેના વિલાપો ઉપરથી ખસેડી લેજે; અને તેની અરજીનો તરત ફેંસલો ન આપી દઈશ: વધુ વખત લેજે. સ્ત્રીના નિસાસા અને આંસુમાં આપણી વિવેકબુદ્ધિ ડૂબી જતી અટકાવવી બહુ મુશ્કેલ હોય છે. “દુરાચારીઓને સજા કરતી વખતે અપશબ્દો ન વાપરીશ : તેમની સજા સાથે સાથે ગલીચ ભાષા ઉમેરવાથી તેમને થયેલી સજાનું જોર હળવું થઈ જાય છે. ગુનેગારોનો ન્યાય તોળતી વખતે એટલું યાદ રાખજે કે, જેમ ગરીબી અને કંગાલિયત વધારે, તેમ ગુનો કરવાનું પ્રલોભન વધારે. અલબત્ત, તેથી કરીને ફરિયાદીને અન્યાય થઈ જાય તેવું હરગિજ ન થવું જોઈએ. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ડૉન વિકસોટ! આ બધા નિયમોનું નું પાલન કરીશ, તો તારી કીર્તિ વધશે, તથા તને તારી મહેનતનો પૂરો બદલો આ લોકમાં મળી રહેશે તેમ જ પરલોકમાં પણ. “તારી પોતાની રીતભાત માટે હવે બે શબ્દો કહું તે દયાનમાં રાખ: નખ વધવા ન દઈશ; કપડાં લઘરવઘર ન રાખીશ (કારણ કે કપડાંની લઘરવઘરતા મનની પણ લઘરવઘરતાનું ઘણી વાર પ્રતીક હોય છે); તારી આવક તપાસતો રહેજે અને તેના પ્રમાણમાં તારા નોકરી માટે સારા પોશાક વગેરેનું ખર્ચ કરતો રહેજે. નકામા બાહ્ય દિપકા પાછળ વધુ ખર્ચ કરવું નહિ; એટલા પૈસા ગરીબો પાછળ ખર્ચવા વધુ સારા. “તારો શ્વાસ તારું ખેડૂતપણું પકડાવી ન દે તે માટે લસણ-ડુંગળીથી તેને બગાડતો નહિ, બપોરનું ભોજન કે રાતનું વાળુ પેટ ઠાંસીને ન કરવું. પેટને ખોરાકથી ઠાંસી મારીએ, તો પછી બધા અવયવોને પોષણ પહોંચાડવાને બદલે તે રોગ જ પહોંચાડે છે. પીધેલો માણસ ગુપ્ત વાત જાળવી શકતો નથી કે વચનનું પાલન કરી શકતો નથી; માટે પીધેલ ન બનતો. ખાતી વખતે બંને તરફ એકસામટું ચાવવું પડે તેટલું બધું મોઢામાં ન ઓરતો. અને લોકોની હાજરીમાં ઓડકાર કે ઘચરકાં ન ખાતો. તને મોટેથી ઓડકાર ખાવાની ટેવ છે, એ ખેતરમાં ભલે ચાલે, પણ રાજદરબારમાં નહીં. તને વાતચીતમાં કહેવતો ઠાંસી મારવાની ટેવ છે, તે ભૂલી જજે. કહેવતથી આપણું કહેવાનું ટૂંકમાં તથા સચોટપણે કહી શકાય છે ખરું; પણ નરી કહેવતો ભર્યા કરવાથી આપણું કહેવાનું જ કેટલીક વાર અધૂરું રહી જાય છે.” સાન્કોએ કહેવતો ભર્યા કરવાની પોતાની કુટેવનો હસતાં હસતાં સ્વીકાર કર્યો અને પછી આ બધી સલાહો યાદ રાખવાની ખાતરી આપી. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સાન્કોનું ગવર્નર-રાજ! યૂકે સાન્કોને ગવર્નર બનાવવાની મશ્કરીનું બધું કામ પોતાના ઘરકારબારીને સોંપ્યું હતું. તે માણસ આમેય બહુ મજાકી સ્વભાવનો હતો તથા બુદ્ધિશાળી હતો. નક્કી કરેલ સમયે સાન્કો પોતાના રસાલા સાથે પોતાની રાજધાની તરફ જવા ખચ્ચર ઉપર બેસીને ઊપડયો. તેના માનીતા ગધેડા ડેપલને પણ ડયૂકના હુકમથી નવા સામાનથી બરાબર શણગારી પાછળ લઈ જવામાં આવતો હતો. સાન્કો પોતાના ગધેડાની તરક્કી થયેલી જોઈ, ખૂબ ખુશ થયો. ડૉન કિવકસોટ સાન્કોના જવાથી બહુ ખિન્ન થઈ ગયા. ડચેસે તેમની તહેનાતમાં ચાર યુવાન બાનુઓને મૂકવા આગ્રહ કર્યો; પણ ડૉન કિવકસોટ એવાં બધાં પ્રલોભનોમાં પડી જઈ, લેડી ડુલસિનિયા પ્રત્યેની પોતાની પ્રેમભક્તિમાં ડાઘ લાગવા દેવા ઇચ્છતા ન હતા. રાત પડી અને શોકઘેરા હૃદયે તે પોતાના કમરામાં સૂવા ગયા. ગરમી લાગતી હોવાથી તેમણે બારી ઉઘાડી, તો બગીચાનો અંધકારભર્યો ભાગ તેમની નજરે પડ્યો. બારી નીચે અંધારામાં બે સ્ત્રીઓ ધીમેથી વાતો કરતી કરતી ફરતી હોય એવો અવાજ તેમણે સાંભળ્યો. તેમાંની એક ડચેસની પ્રિય સખી અને તહેનાત-બાનું આલ્ટિસિડોરા હતી. તે પોતાની બહેનપણીની આગળ એકાંતમાં ડૉન કિવકસોટ પ્રત્યે પોતાના હૃદયમાં ઊભા થયેલા ઉત્કટ પ્રેમથી પોતાની થયેલી માઠી વલે ગદ્યમાં અને પદ્યમાં વર્ણવતી હતી. કહેવાની જરૂર નથી કે, એ આખું કાવતરું ડચેસે જ રમૂજ માટે ઊભું કર્યું હતું. ૨૨૯ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ડૉન કિવકસોટ! પરંતુ ડૉન કિવકસોટ તો પ્રેમ-શૂરાતનના જ નાઈટ! તેમનાથી આ યુવાન સુંદરીનું દુ:ખ જોયું ગયું નહિ તથા સાંભળ્યું ગયું નહિ. તેમણે બારી જોરથી બંધ કરીને નીચે થઈને જતી બાનુઓને એટલી ખબર પડવા દીધી કે, પોતે જાગે છે અને બારીએ ઊભા રહી બધું સાંભળે છે. પછી તો કહેવું શું? આટિસિડોરાએ હવે પોતાની પાસેના એક તંતુવાદ્યના સહકારમાં દરદભર્યું પ્રેમગીત મોટેથી ગાવા માંડ્યું. | ડૉન કિવકસોટની છાતી ફાટી જવા લાગી; તેમણે લેડી ડલિિનયાને ઉદ્દેશીને મોટેથી સંબોધન કરી ઠપકો આપવા માંડયો કે, “હે નિધૃણ સુંદરી, તું તો તારા આ બંદા ઉપર કૃપાદૃષ્ટિ પણ કરવા માગતી નથી, પણ કેટકેટલી સુંદરીઓ તારા આ સેવક ઉપર જાત ઓવારી નાખવા માગે છે ઇ.” સાન્કોનું સરઘસ હવે બૅરેટેરિયો નામના હજારેકની વસ્તીવાળા કિલ્લેબંદ શહેરના દરવાજા પાસે આવી પહોંચ્યું. એ શહેર ડયૂકની માલકીનું હતું. | દરવાજા પાસે અધિકારી-અમલદારો અને નાગરિકો પોતાના નવા ગવર્નરનું સ્વાગત કરવા આવ્યા. નવા ગવર્નરને પ્રથમ ઈશ્વરનો આભાર માનવા માટે મોટા દેવળમાં લઈ જવામાં આવ્યો. પછી તેમના હાથમાં શહેરના દરવાજાની ચાવીઓ વિધિસર સોંપવામાં આવી. ત્યાંથી તેમને સીધા ન્યાયાસન ઉપર લઈ જવામાં આવ્યા. પેલા ઘરકારભારીએ ઠાવકે મોંએ જણાવ્યું, “નામદાર, અમારા આ ટાપુનો પરાપૂર્વનો રિવાજ છે કે, નવા ગવર્નર પોતાની ગાદી સંભાળે, તે પહેલાં ન્યાયાસન ઉપર બેસી થોડા સુકાદા આપે, જેથી લોકોને ખબર પડી જાય કે નવા ગવર્નરના રાજ્યમાં શી રીતે વર્તવાનું છે.” સાન્કો તરત જ ન્યાયાસન ઉપર બેસી ગયો; તેણે અરજદારોને એક પછી એક આવવા ફરમાવ્યું. પહેલાં એક દરજી અને એક ખેડૂત આવ્યા. દરજીએ કહ્યું, “નામદાર, આ ખેડૂત કાલે મારી દુકાને કપડું લઈને આવ્યો, અને મને પૂછવા Page #279 -------------------------------------------------------------------------- ________________ સાન્કોનું ગવર્નર-રાજ ! ૨૩૧ લાગ્યો કે, તે કપડામાંથી તેના માથાને બંધ બેસતી ટોપી થઈ રહેશે કે નહિ. મેં તેના માથાનું તથા કપડાનું માપ લઈને કહ્યું, ‘ઘણી ખુશીથી થઈ રહેશે. પણ તેના મનમાં એવો વહેમ કે, દરજી તો ગમે તેમ કરીને કપડું કાઢી જ લે; એટલે તેણે મને પૂછ્યું, ‘એ કપડામાંથી બે ટોપીઓ થશે કે નહિ?’ હું તેના મનનો ભાવ સમજી ગયો, એટલે મે તેને કહ્યું, ‘બે ટોપીઓ પરાણે થશે. ’ પણ પછી તેણે તરત જ પૂછ્યું કે, ‘ત્રણ નહિ થાય ?’ હું પણ પછી જીદે ચડયો અને તેના માથાની કે કોના માથાની એમ કહ્યા વિના મે જવાબ દીધો કે, ‘થશે.' પછી તો વધતાં વધતાં પાંચ ટોપી સુધીની વાત આવી. મેં પણ દીધે રાખ્યું કે, ‘થશે.’ આજે હવે એ ટોપીઓ લેવા આવ્યો, ત્યારે મેં પાંચ ટોપીઓ તેને આપી પણ ખરી; પરંતું તે તો ગુસ્સે થઈ મને કહે છે કે, ‘મારું કપડું પાછું આપ કે તેની કિંમત આપ. 9 66 સાન્કોએ પેલા ખેડૂતને પૂછ્યું, “આ ખરી વાત છે?” ખેડૂતે કહ્યું, નામદાર, એને એ પાંચ ટોપીઓ બતાવવા કહો, એટલે મારી તકરાર સમજાઈ જશે.” પેલા દરજીને પાંચ ટોપીઓ બતાવવાનું કહેવામાં આવતાં તેણે ખીસામાંથી કાઢીને પોતાના પંજાની પાંચ આંગળીઓ ઉપર પાંચ ટચૂકડી ટોપીઓ ટિંગાવી દીધી. બધા દરબારીઓ હસી પડયા. સાન્કોએ ગંભીરતાથી થોડો વિચાર કરી લીધો અને પછી ફેંસલો સંભળાવ્યો, “દરજીનું મહેનતાણું જાય, ખેડૂતનું કપડું જાય, અને આ ટોપીઓ ગરીબ કેદીઓને વહેંચી દેવામાં આવે. "" દરબારીઓ આ ચુકાદાથી હસી પડયા. પણ પછીના કેસનો સાન્કોએ આપેલો ચુકાદો જાણ્યા પછી, તેઓને સાન્કો વિષેનો પોતાનો મત બદલવો પડયો. તે કિસ્સો આ પ્રમાણે હતો. - બે જણા ન્યાય માટે ત્યાં રજૂ થયા. એકના હાથમાં ચાલતી વખતે ટેકો દેવા માટે મોટો દંડો હતો; અને બીજા પાસે કશું ન હતું. દંડા વગરના માણસે ફરિયાદ કરતાં કહ્યું, “નામદાર, થોડા વખત પહેલાં આને મેં દસ સોનામહોરો ઊછીની આપી હતી. તે બહુ ભીડમાં આવી ગયો હતો; Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨. ડૉન કિવકસોટ! અને હું માગું ત્યારે પાછી આપવાની શરતે, વગર વ્યાજે મેં તેને એ આપી હતી. પછી જ્યારે ઘણી વખત થયા છતાં, તેણે એ રકમ પાછી વાળવાની કંઈ દાનત બતાવી નહિ, ત્યારે મેં તેની પાસે મોંએ ચઢીને તે રકમ પાછી માગી. પણ તેણે તો એ રકમ પાછી આપવાની ના પાડી, એટલું જ નહિ પણ, હું તેની પાસે કશું માગું છું એ વાત જ ખોટી છે, એમ જણાવ્યું. તે કહે છે કે, મેં કદી એ રકમ તેને ધીરી હશે, તો પણ તે કયારની તેણે મને પાછી વાળી દીધી છે. હવે મેં તે રકમ તેને ધીર્યાનો જેમ કોઈ સાક્ષી મારી પાસે નથી, તેમ તે રકમ મને પાછી વાળ્યાનો તેની પાસે પણ કોઈ સાક્ષી નથી. એટલે હવે એક જ રસ્તો બાકી રહે છે, અને તે એ કે, જો તે સોગંદપૂર્વક આપની રામક્ષ એમ કહે કે, તેણે મને એ રકમ પાછી આપી દીધી છે, તો હું ભગવાનને માથે રાખીને કહું છું કે, ફરી કદી તેની પાસે મારી રકમ હું માગીશ નહિ.” સાન્કોએ પેલા દંડાવાળાને પૂછ્યું, “તારે આ બાબતમાં શું કહેવું છે?” દંડાવાળાએ કહ્યું, “મેં તેની પાસે રકમ ઊછીની લીધી હતી, એ વાત હું કબૂલ રાખું છું, નામદાર. પણ મેં તે રકમ તેને પાછી વાળી દીધી છે, એમ હું સોગંદપૂર્વક કહું એવું તે ઇરછે છે, તો આપ નામદારનો ન્યાયદંડ નીચો નમાવો એટલે હું તેને સ્પર્શીને સોગંદ ખાઉં.” સાન્કોએ પોતાનો ન્યાયડ તે પ્રમાણે નીચી નમાવ્યો, એટલે પેલા દંડાવાળાએ પોતાનો દંડો લેણદારના હાથમાં પકડવા માટે આપ્યો, અને પોતે ન્યાયદંડને સ્પર્શી સોગંદ ખાવા આગળ આવ્યો. તેણે હવે સોગંદપૂર્વક જણાવ્યું કે, પેલાએ આપેલા પૈસા તેણે પાછા તેના હાથમાં આપી દીધા છે. સાન્કોએ પેલા લેણદારને પૂછયું, “કેમ ભાઈ, હવે તારે શું કહેવું છે?” લેણદારે જવાબ આપ્યો, “આ માણસ મારા જેવો જ અથવા મારા કરતાં વધુ ધર્મભાવી છે; તેણે હવે સોગંદ ખાઈ બતાવ્યા છે, એટલે હું તેની વાત કબૂલ રાખું છું; કદાચ તેણે મને મારી રકમ પાછી આપી દીધી હશે પણ હું ભૂલી ગયો હોઈશ, એમ જ માનવું રહ્યું.” Page #281 -------------------------------------------------------------------------- ________________ સાન્કોનું ગવર્નર-રાજ! ૨૩૩ પછી તે દેવાદાર પેલાના હાથમાંથી પોતાનો દંડો પાછો લઈ, રાજદરબારમાંથી ચાલતો થયો. સાન્કો વિચારમાં પડી ગયો; તેણે તરત જ એ દંડાવાળાને પાછો બોલાવવા હુકમ કર્યો. તે આવ્યો એટલે સાન્કોએ તેની પાસેથી તેનો દંડો એમ કહીને જોવા માગ્યો કે, પોતાને એવો દંડો કરાવવો છે. પેલાએ ખુશીથી પોતાનો દંડો ગવર્નરને જોવા આપ્યો. સાન્કોએ એ દંડો પેલા લેણદારને આપી દીધો અને કહ્યું, “જા ભાઈ, તારું લેણું હવે ચૂકતે થઈ ગયું.” શું નામદાર, આપ આ દંડાની કિંમત દસ સોનામહોરો ગણો છો?” “હા, હા, તું એ દંડો ભાગી જો, એટલે તને ખાતરી થશે.” પેલાએ નવાઈ પામી એ દંડો ઢીંચણ નીચે નમાવીને ભાગ્યો, તો તેના પોલાણમાંથી દસ મહોરો બહાર નીકળી પડી! સૌ દરબારીઓ રાજી રાજી થઈ ગયા, અને સાન્કોની બુદ્ધિમત્તાનાં વખાણ કરવા લાગ્યા. આ ચુકાદો અપાઈ રહ્યો, એટલામાં એક બાઈ એક પુરુષને ઘડતી અને બૂમો પાડતી દરબારમાં આવી. તેણે કહ્યું, “આ બદમાશે મને ખેતરમાં એકલી જોઈ, મારું શિયળ લૂટયું છે. બાઈ માણસ પાસે મોંઘામાં મોંઘી ચીજ હોય તો તેનું શિયળ છે; એ વસ્તુ આ નરાધમે લૂંટી લીધી ! હાય ! હાય !” પેલાએ કહ્યું, “નામદાર, હું બીજા ગામનો ભરવાડ છું. હું મૂંડ વેચવા ગુજરીમાં ગયો હતો. ત્યાં મેં ચાર ભૂંડ વેચ્યાં; પણ ત્યાંના અમલદારોએ કરવેરા તરીકે અને લાંચ તરીકે મારા ઘણાખરા પૈસા પડાવી લીધા. થોડા ઘણા જે રહ્યા તે લઈ હું મારે ગામ પાછો જવા નીકળ્યો. તેવામાં રસ્તામાં આ બાઈ મળી. તેણે મને લોભાવ્યો એટલું જ નહિ, તેની ઇચ્છા પૂરી કરી લીધા પછી ઉપરથી મારી પાસે પૈસા માગ્યા. મેં તેને મારી પાસે બચેલામાંથી થોડા આપ્યા; પણ તેને વધારે જોઈતા હતા, એટલે હવે આવી બૂમો પાડતી તે મને અહીં દરબારમાં ઘસડી લાવી છે.” Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ડૉન કિવકસોટ! સાન્કોએ તેને પૂછયું, “હવે તારી પાસે કાંઈ રોકડ નાણું બાકી રહ્યું છે?” પેલાએ કહ્યું, “હા નામદાર, વીસેક ડયુકેટ રહ્યા છે.” એમ કહી તેણે છાતી આગળ છુપાવી રાખેલી થેલી કાઢીને બતાવી. સાન્કોએ આખી થેલી છોડ્યા વિના જ પેલીને આપી દેવા ફરમાવ્યું. પેલી સ્ત્રી તો રાજી થતી થતી એ થેલી હાથમાં લઈ, તેમાંના નગદ સિક્કા ઉપર નજર નાંખી, સાન્કોને આશીર્વાદ આપતી આપતી ત્યાંથી ચાલતી થઈ. પેલો ભરવાડ બિચારો પોતાના બધા પૈસા આમ ચાલ્યા જતાં બહુ દુ:ખી થઈ, આંખમાં આંસુ સાથે ત્યાં ઊભો રહ્યો. હવે સાન્કોએ તેને કહ્યું, “જા, દોડ, અને તે બાઈને પકડી પાડી, તેની પાસેથી તારી થેલી ઝૂંટવી લઈને અહીં મારી પાસે લાવ.” પેલો તો હુકમ મળતાં તરત જ દોડયો. દરબારીઓ બધા આ વિચિત્ર કિસ્સાનું શું છેવટ આવે છે, તે જાણવા ઇંતેજાર થઈ ગયા. થોડી વારમાં પેલો ભરવાડ અને પેલી બાઈ એકબીજા સાથે ઝૂંટાઝૂંટ કરતાં દરબારમાં પાછાં આવ્યાં. પેલીએ ઘેલી છાતી સાથે સખત દબાવી રાખી હતી, અને પેલો પણ એટલી જ ચવડતાથી એ થેલીને વળગ્યો હતો. દરબારમાં આવ્યા પછી પેલી બાઈ બૂમો પાડવા લાગી, “નામદાર, ન્યાય! ન્યાય! આ બદમાશ મને આપ નામદારે અપાવેલી થેલી ઝૂંટવી લેવા માગે છે – આપ નામદારની સમક્ષ જ! જુઓ !” પણ તે હજુ તેના હાથમાં કયાં જવા દીધી છે?” સાન્કોએ પૂછ્યું. મારી પાસેથી એ ભડવો થેલી શું લઈ લેતો હતો? મારી જાન ભલે જાય, પણ હું એ થેલી છોડે?” તે બાઈએ સાન્કોને જવાબ આપ્યો. અને પછી પેલા ભરવાડને સંબોધીને કહ્યું, “ભલે ને મારી ઉપર કૂતરા છોડી મૂક, કે સાંડસા-ચીપિયા કે હથોડા-ફરસી લાવીને મારા હાથમાં માર– પણ તું હવે એ થેલી મારા હાથમાંથી લઈ રહ્યો, હીજડા!” Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ સાન્કોનું ગવર્નર-રાજ! પેલા ભરવાડે પણ કહ્યું, “સાચી વાત છે નામદાર; એ કૂતરીના હાથમાંથી થેલી છોડાવવી અશકય છે; ડાકણે એવી તો ચપસીને પકડી રાખી છે!” સાન્કોએ હવે એ બાઈ પાસેથી થેલી પોતાના હાથમાં “જોવા માગી. પેલીએ એ થેલી આપી એટલે સાન્કોએ એ થેલી પેલા ભરવાડને પાછી આપી દીધી અને પેલી બાઈને ઉદ્દેશીને કહ્યું, “બાઈ, તે થેલી પકડી રાખવામાં જે જોર બતાવ્યું છે, તેટલું જોર જો તારું શિયળ સાચવી રાખવામાં તે વાપર્યું હોય, તો મોટો હકર્યુલસ પણ તને નમાવી ન શકે. માટે તે તારી આપ-મરજીથી જ તારા શિયળને વટાવી ખાધું છે, એ સાબિત થઈ જાય છે. માટે અબઘડી તું મારા આ ટાપુની હદમાંથી તડીપાર થઈ જા; જો તું ટાપુથી બહાર પણ છ માઈલની હદમાં દેખા દે, તો તને પકડીને બસો ફટકા મારવાની સજા હું ફરમાવું છું. તારા જેવી કુંવારી બાઈઓ કે જેઓ પુરષોને લોભાવીને જાત વેચવાનું કામ કરે છે, તે તો વેશ્યાથીય વધુ ભૂંડી છે.” - સૌ દરબારીઓ સાન્કોના આ ચુકાદાથી મેંમાં આંગળાં નાંખી ગયા. આ બાજુ લૂકને ત્યાં ડૉન કિવકસોટ ઉપર આલ્ટિસિડોરાનો મધુર હુમલો ચાલુ જ રહ્યો. સવારના પહોરમાં ડૉન કિવકસોટ તૈયાર થઈ ડણૂક અને ડચેસ તેમની રાહ જોતાં બેઠાં હતાં તે ઓરડામાં જવા નીકળ્યા, તેવામાં પ્રેમ-તલપાટ દાખવતી આલ્ટિસિડોરા તેની સખીને ટેકે ધીમે ધીમે ત્યાં ચાલી આવતી તેમને સામી મળી. આલ્ટિસિડોરાએ ડૉન કિવકસોટને જોયા કે તરત તે બેભાન થઈ તેની સખીના હાથમાં ગબડી પડી. ડૉન કિવકસોટ ‘શું થયું, ‘શું થયું? કરતા પાસે દોડી ગયા. પેલી સખી ભવાં ચડાવી ડૉન કિવક્સોટને ઠપકારતી કહેવા લાગી, “મારી જુવાન સખીને બીજું શું થવાનું હતું? તેના જેવી તબિયત આખા દરબારગઢમાં કોઈની નથી; પણ ગમે ત્યાંથી રખડતા નાઈટો આવી ચડે, જેમને સ્ત્રીઓનાં નરમ હૃદયોની કશી જ લાગણી ન હોય, ત્યાં ફૂલ જેવી બાપડીઓ સિઝાઈ ન જાય તો બીજું શું થાય? માટે તમે મહેરબાની કરીને અહીંથી દૂર થાઓ; તમે અહીં ઊભા હશો ત્યાં સુધી ભાગ્યે તે કંઈ ભાનમાં આવે.” Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ડૉન કિવકસોટ! ડૉન કિવકસોટે તેને ધીમેથી કહ્યું, “આજે મારા ઓરડામાં તમારી સખીનું તંતુવાદ્ય મૂકી જજો. હું રાતે બગીચા તરફની બારીએથી કવિતા સંભળાવીશ; તેથી તમારી સખીનું દરદ દૂર થશે.” ડૉન કિવસોટ ચાલ્યા ગયા એટલે આલ્ટિસિડોરા તરત ભાનમાં આવી ગઈ. પછી તેઓએ લૂક અને ડચેસને મળી, રાતે નવું જ તોફાન કરવાનું વિચાર્યું. રાત પડી એટલે ડૉન કિવકસોટે બગીચા તરફની બારી ઉઘાડી. તેમણે બગીચામાં બે જણ ફરતાં હોય તેવો અણસાર સાંભળ્યો, એટલે તરત એક પ્રેમ-ગીત ગાવા માંડયું. તેનો ભાવાર્થ એવો હતો કે, પરદેશીઓ સાથે સુંદરીઓએ ઝટ પ્રીત કરી ન બેસવી જોઈએ; એના પરિણામે કેવળ દુ:ખી થવાનું જ આવે છે. કારણ કે, પરદેશી તો મોડો વહેલો ચાલ્યો જે જવાનો. ઉપરાંત, આ પરદેશી તો ટૉબોસન સુંદરીને પોતાનું હૃદય અપી બેઠો છે; હવે હે પ્રિય સુંદરી, હું તમારા પ્રેમભર્યા હદય આગળ બિછાવવા બીજું હૃદય કયાંથી લાવું? પ્રેમના ખેલ કેવા ન્યારા છે? હું જેને માટે તડપે છે, તે તો બિલકુલ નિષ્ફરપણે મારા તડપાટને અવગણી રહી છે; ત્યારે બીજી કોઈ મારે માટે તડપી કરે છે. તે પ્રેમના દેવ! તારી આ નાદાની હવે છોડ, અને જુવાન હૃદયોને શાંતિથી જંપવા દે !” ડભૂક–ડસ-આલ્ટિસિડોરા વગેરે સૌ આ ઉત્તર-ગીત સાંભળી રહ્યાં હતાં; તેવામાં નાઈટની બારી ઉપરના ખુલ્લા ઝરૂખામાંથી એક દોરડું નીચે ઊતર્યું. તે દોરડાને સેંકડો રણકતી દાંટડીઓ બાંધેલી હતી. પછી તરત. જ, પૂંછડીએ નાની ઘંટડીઓ બાંધેલી બિલાડીઓનો એક કોથળો તે દોરડા ઉપર ઠાલવવામાં આવ્યો. બિલાડીઓ બીકની મારી ઘૂરકતી ગાને ઘંટડીઓ હલાવતી, એ દોરડાને આધારે નહોર ભેરવી ભયની મારી નીચે સરકવા લાગી. એ બધો અવાજ એવો વિચિત્ર થયો કે, અંધારી રાતે કોઈ પણ છળી મરે. બનવાકાળ, તે બે ત્રણ બિલાડીઓ કમનસીબે નાઈટની બારીએથી તેમના ઓરડામાં પણ ઘૂસી ગઈ. નાઈટ પણ બન્યા અને તરવાર પકડી બારી આગળ પટ્ટા ખેલતા બોલવા લાગ્યા, “આવો શયતાન જાદુગરો, તમે ગમે તે વેશ લઈને મને સતાવવા આવશો, પણ હું ગભરાતો નથી; મારી અને તમારી વચ્ચે હવે આ આખરી લડાઈ છે.” Page #285 --------------------------------------------------------------------------  Page #286 -------------------------------------------------------------------------- ________________ 1 ખિલાડીએથી ઘાયલ થયેલા ડૉન વિસેાટ. – પૃ૦ ૨૩૭ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ડૉન કિવકસોટ! પેલી તરફ સાન્કોને ન્યાયાલયનું કામ પરવાર્યા પછી, તેને માટેના સુંદર મહેલમાં લઈ જવામાં આવ્યો. ત્યાંના વિશાળ ભોજન-ખંડમાં દબદબાભરી રીતે ભોજનની તૈયારીઓ થઈ ગઈ હતી અને વિવિધ વાનીઓની મીઠી સોડમ નાક ભરી કાઢતી હતી. સાન્કો પાન્ઝા રાજી થતો થતો ભોજન કરવા માટે બેસી ગયો. કારણ કે, એક જ જણ ભોજન કરવા બેસે તેવી ગોઠવણ ત્યાં કરવામાં આવી હતી. ભોજન આવ્યું પણ સાથે સાથે એક વિચિત્ર દેખાવનો, હાથમાં વહેલના હાડકાનો દંડ ધારણ કરેલો, ગંભીર ઍવાળો માણસ પાસે આવીને ઊભો રહ્યો. સાન્કોએ પૂછયું, એ કોણ છે? કારભારીએ જવાબ આપ્યો, “એ આપના રાજવૈદ્ય છે; ગવર્નર સાહેબ જમવા બેસે ત્યારે રિવાજ મુજબ તે હાજર રહે છે અને આજે કઈ વાની ગવર્નરને અનુકૂળ આવે તેવી નથી, તેનો ચુકાદો આપી, તે તે વસ્તુ ટેબલ ઉપરથી લઈ લેવરાવે સાન્કોને નવાઈ તો લાગી; પણ એકદમ કશી બાબતનો વિરોધ કરવો યોગ્ય ન કહેવાય, એમ માની, તેણે વૈદ્યની કામગીરી ચકાસી જોવાનો વિચાર કર્યો. અને થયું પણ તેમ જ. વૈદ્ય ટેબલ ઉપર આવતી સારી સારી ચીજો, ‘આજે વાદળ છે’, ‘આજે પવન છે’, ‘આજે ટાઢ છે’, ‘આજે અમુક તિથિ-વાર છે', એમ વૈદક અને જ્યોતિષનાં બહાના હેઠળ, પાછી લેવરાવવા માંડી. સાન્કો બધી સારી સારી ચીજો માત્ર દેખાડવા પૂરતી લવાતી જોઈને, તથા પોતાને માટે નિષિદ્ધ કરતી જોઈને, અકળાયો. પણ પછી કશુંય ખાવાનું મળે છે કે નહિ, તે જોવા માટે થોભો. છેવટે તે બોલી ઊઠ્યો, “વૈદ્યરાજ, મારું આયુષ્ય વધે અને મારી તંદુરસ્તી સચવાય, એ માટે તમારે મને ભૂખે જ મારી નાંખવાનો રસ્તો લેવો છે કે શું? માટે અબઘડી મારા ઓરડામાંથી ચાલ્યા જાઓ, નહિ તો તમારું તો શું પણ આ ટાપુમાં જેટલા વૈદ્યો છે, તે બધાનું માથું હું ફોડાવી નંખાવીશ. Page #288 -------------------------------------------------------------------------- ________________ સાન્કોનું ગવર્નર રાજ! ૨૩૯ કારણ કે, તમારા શાસ્ત્ર પ્રમાણે તો માણસોએ ભૂખે ટળવળતા મરી જવું, એ જ સારી રીતે જીવવાનો ધોરી માર્ગ હોય એમ લાગે છે!” પેલો વૈદ્ય જરા વધારે પડતી રમત રમાઈ ગઈ એમ માની ડરી ગયો; પણ એટલામાં ડયૂકે યોજના પ્રમાણે મોકલેલો એક કાસદ દોડતો દોડતો ભોજનખંડમાં ધસી આવ્યો. ડયૂકે તે પત્રમાં તાકીદની સૂચના મોકલી હતી કે, “મારા જાસૂસો તરફથી મને જાણવા મળ્યું છે કે, આપણા દુમનોએ ટાપુ ઉપર ભારે તૈયારીઓ સાથે ચડાઈ કરવા વિચાર્યું છે. તેથી તમે એ બાબત પૂરતા સાવચેત રહેજો. મને એવા પણ ખબર મળ્યા છે કે, ત્રણ કે ચાર જણ તમારું ખૂન કરવા માટે છૂપે વેશે કિલ્લામાં દાખલ પણ થઈ ગયા છે. તમારે જોઈતી કુમક હું મોકલાવતો રહીશ, એ બાબત બેફિકર રહેજો, પરંતુ તમારે પોતે અજાણ્યાઓ સાથે મળવા-ભળવા બાબતમાં બહુ સાવચેત રહેવું. દરબારગઢ, તમારો મિત્ર સવારના ચાર વાગ્યે. ડયૂક” સાન્કોએ કારભારી પાસે આ પત્ર વંચાવ્યો હતો. તેણે વાંચવાનું પૂરું કર્યું એટલે તરત સાન્કોએ કારભારીને હુકમ કર્યો કે, “પેલો વૈદ્ય જ દુમનો સાથે ભળી ગયેલો લાગે છે; કારણ કે, આજે તે મને ભૂખે મારી નાંખવાની પેરવી કરીને જ આવ્યો હતો; માટે તેને ઝટ કેદમાં પૂરી દો.” પણ પેલા કારભારીએ સાન્કોને જણાવ્યું કે, “નામદાર, આજનો બધો ખોરાક આપને માટે મઠવાળાઓએ ખાસ મોકલાવ્યો છે. પણ એ મઠવાળાઓ દુશ્મનો સાથે ભળી ગયેલા પણ હોય; માટે ડયૂક સાહેબની સુચના પછી મારો એવો અભિપ્રાય છે કે, બહારથી આવેલો આ બધો ખોરાક આપે જરાય ન ખાવો; પણ અહીં નોકર-ચાકર માટે તૈયાર થયેલો સાદો ખોરાક જ અત્યારે ખાઈ લેવો; સાંજથી તો પછી આપણે રસોડે જ કાળજીપૂર્વક તૈયાર થતો ખોરાક આપ મરજીમાં આવે તેમ ખાજો.” સાન્કોને તે વાત નાછૂટકે કબૂલ કરવી પડી. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ સાન્કોનું ગવર્નર-રાજ! બારીએથી નવી બિલાડીઓ અંદર આવતી બંધ થઈ, એટલે ડૉન કિવકસોટ હવે કમરામાં ઘૂસેલી બિલાડીઓ ઉપર તૂટી પડયા. પરંતુ, બિલાડીને આંતરીને પછી તેના ઉપર તૂટી પડવું, એના જેવી જોખમકારક ચીજ બીજી કોઈ નથી. કારણ કે, બિલાડીને બહાર જવાનો રસ્તો ન રહે, ત્યારે તે મરણિયા જેવી થઈ જઈને સીધી તમારે મોંએ કે ગળે જ વળગે છે. એની એ મરણ-ચૂડ એવી કારમી હોય છે કે, તેમાંથી ભાગ્યે બચાય. એ વસ્તુ યાદ રાખ્યા વિના, ડૉન કિવકસોટ તો પોતાના ઓરડામાં પેઠેલી બિલાડીઓને પોતાના દુશ્મન માયાવી જાદુગરો સમજી, તેમને ખતમ કરવાના ઇરાદાથી ઉઘાડી તરવારે તેમની પાછળ પડ્યા. બેએક બિલાડીઓ તો, જીવ ઉપર આવી, બારી એ થઈ બહાર કૂદી પડી. પણ છેલ્લી એક બિલાડી અંતરાઈ ગઈ, અને તે હવે જીવ ઉપર આવી જઈને ડૉન કિવકસોટના મોં ઉપર જ લપકી. તેના પંજામાં અને બચકામાં ડૉન કિવકસોટનું નાક આવી ગયું. ડૉન કિવકસોટ ભયંકર ચીસ પાડી ઊઠ્યા. ડયૂક અને ડચેસ નાઈટની એ કારમી ચીસ સાંભળી તરત તેમના કમરા તરફ દોડી ગયાં. આખા મહેલનાં બધાં બારણાંની એક આલા-ચાવી તેમની પાસે હતી જ. તે વડે ડૉન કિવકસોટનું બારણું ઉઘાડી તેઓ અંદર પેઠાં. યૂકે નાઈટની કરુણ પરિસ્થિતિ જોઈ, બિલાડીને જોરથી પકડી અને બીજાઓએ તેના પંજા વગેરે ડૉન કિવકસોટની ચામડીમાંથી છોડાવ્યા. છૂટી થયેલી તે બિલાડીને તરત જ ડયૂકે જોરથી બારી બહાર ફગાવી દીધી. ડૉન કિવકસોટના મોં ઉપર ઊંડા ઉઝરડા પડયા હતા અને તેમની માઠી વલે થઈ હતી. તરત જ મલમપટ્ટા મંગાવવામાં આવ્યા અને આલ્ટિસિડોરાએ પોતે પોતાના ગોરા ગોરા હાથે નાઈટને એ મલમપટ્ટા લગાવ્યા. પછી એ મલમપટ્ટા લગાવવાને બહાને તેમના કાન પાસે માં લઈ જઈ, તેણે તેમના કાનમાં સંભળાવી દીધું, “બીજાઓનાં પ્રેમભર્યા હૃદય તોડનારની આ જ વલે થાય!” ડૉન કિવકસોટને પાંચ દિવસ પથારીવશ રહેવું પડયું. ડયૂક અને ડચેસને પણ પોતાની મશ્કરીનું આવું પરિણામ આવેલું જોઈ મનમાં ખેદ થયો. અને તેઓ હવે તેમની સારવારમાં દિલ દઈને લાગી ગયાં. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ડૉન કિવકસોટ! ડૉન કિવકસોટ પોતાના મોં ઉપર લગાવેલા વિચિત્ર મલમપટ્ટાઓને કારણે એક દિવસ લાગલગટ બહાર નીકળ્યા નહતા. એક રાતે તેમના ઓરડાનું બારણું કોઈ ધીમે રહીને ચાવીથી ઉઘાડતું હોય એમ તેમને લાગ્યું. થોડી વારમાં એક કાળો ઝભ્ભો પહેરેલી બાઈ હાથમાં મીણબત્તી સાથે અંદર દાખલ થઈ. ડૉન કિવકસોટ તેને કોઈ પરલોકનું સત્ત્વ માની, એદકમ પથારીમાં બેઠા થઈ ગયા. પેલી પણ તેમને બેઠા થઈ ગયેલા જોઈ, તથા તેમના મોં ઉપરના વિચિત્ર મલમપટ્ટા જોઈ ગભરાઈ ગઈ. તેના હાથમાંથી મીણબત્તી પડી ગઈ અને ઓલવાઈ ગઈ. ડૉન કિવકસોટ તરત પરમાત્માને યાદ કરવા લાગ્યા અને બોલ્યા, ભૂત કે ડાકણ જે હો તે, તમારે શી ઇચ્છા છે તે મને જણાવશો. હું ધાર્મિક ખ્રિસ્તી હોઈ, તમારી અવગતિમાંથી તમારો ઉદ્ધાર જે વિધિ કરવાથી થઈ શકે તેમ હશે તે હું જરૂર કરાવીશ.” પેલીએ અંધારામાં જે કહ્યું, “હું કોઈ ભૂત-ડાકણ નથી; હું તો ડચેસની તહેનાતબાનુ છું, અને મારા એક અંગત કામમાં તમારી મદદ પ્રાર્થવા આવી છું.” ડૉન કિવકસોટે કહ્યું, “તમે જો કોઈ પ્રેમ-પ્રકરણ અંગે આવ્યાં હો, તો મને માફ કરો; હું મારા પ્રેમ રાજ્ઞી લેડી ડુલસિનિયાને અર્પણ થઈ ચૂકેલો છું.” પેલી તાડૂકી ઊઠી, “પ્રેમ-પ્રકરણ? તમે મને શું ધારી લીધી? નાઈટ તરીકેની તમારી ખ્યાતિ સાંભળી હું તમારી મદદ માગવા માટે આવી, ત્યારે તમે આ કેવી વાતો કરો છો? પણ હવે તો પહેલાં મને મારી મીણબત્તી સળગાવી આવવા દો; તમારી સાથે અંધારામાં વાત કરવી, એ પણ જોખમકારક છે.” પેલી તરત મીણબત્તી સળગાવી લાવવા બહાર ગઈ; પણ ડૉન કિવકસોટને હવે આ બધી બાઈઓ ઉપર ભરોસો રહ્યો નહતો; તે એમ જ માની બેઠા હતા કે, આ બધી બાઈઓ તેમને લોભાવવા અને ભ્રષ્ટ કરવા જુદા જુદા કાવાદાવા કરી રહી છે. એટલે તે બારણું અંદરથી Page #291 -------------------------------------------------------------------------- ________________ સાન્કોનું ગવર્નર-રાજ! ૨૪૧ બંધ કરવા ઝટપટ પથારીમાંથી ઊઠયા. તેવામાં જ પેલી બાઈ મીણબત્તી સળગાવી લાવીને અંદર દાખલ થઈ. ડૉન કિવકસોટને સામા આવતા જોઈ, તે તરત બીની અને બોલી, “મહાશય, નાઈટ, તમારા હાથે મારું શિયળ તો ગુમાવી બેસવાનો વારો નહીં આવે ને? હું તો, ઊલટી, સ્ત્રીઓને ભ્રષ્ટ કરનાર એક બદમાશ સામે, તમારી મદદની આશાએ જ આવી છું.” ડૉન કિવકસોટ તરત પથારીમાં બેસી ગયા; તેમણે પેલીને નિરાંતે પોતાની વાત કહેવા જણાવ્યું. પેલીએ દૂર ખૂરશી ઉપર બેસી ધીમેથી પોતાની વાત કહેવા માંડી. તેનો સાર એ હતો કે, “હું સારા કુટુંબની છું, પણ મારા પતિ નજીવા અકસ્માતમાં અપંગ બન્યા પછી, તેમની નોકરી ચાલી ગઈ, અને થોડા દિવસ બાદ તે ગુજરી ગયા. ત્યાર બાદ હું મારી દીકરી સાથે આ ડચેસની નોકરીમાં જોડાઈ. મારી દીકરી બહુ સ્વરૂપવતી હતી, અને સોળ વરસ થતાં તો તેના રૂપની ખ્યાતિ ચોમેર ફેલાઈ. દરમ્યાન આ ડયૂક સાહેબના એક તવંગર જાગીરદારનો પુત્ર તેના પ્રેમમાં પડ્યો. તેને ગમે તેમ સમજાવી તથા લગ્ન કરવાનું વચન આપી, તેણે તેને ભ્રષ્ટ કરી. પણ હવે તે લગ્ન કરવાની ના પાડે છે. ડયૂક સાહેબને મેં ઘણી ફરિયાદો કરી, પણ એ જાગીરદાર પાસેથી ટૂક સાહેબને ઘણી વાર પૈસા ઉછીના લેવા પડતા હોવાથી, તે પોતે કશું કરવા માગતા નથી. એટલે હવે તમારી ખ્યાતિ સાંભળી, હું તમારી પાસે મદદની આશાએ આવી છે. ગમે તેમ કરી, તેને પેલો પોતે આપેલા વચન પ્રમાણે પરણે એમ કરો. મારી દીકરીના રૂપનાં હું મારે મોંએ શાં વખાણ કરું? ડચેસની તહેનાતબાનુઓમાં આલ્ટિસિડોરા બહુ રૂપવાળી ગણાય છે, પણ એ બહુ નખરાળી છે અને તેનો શ્વાસ બહુ ગંધાય છે. અરે, અમારી ચેસ પણ ગમે તેટલાં રૂપાળાં છે, પણ તેમના પગ ઉપર બે ભગદાળાં છે, અને તેમાં થઈને તેમના શરીરમાં ભરેલી ગંદકી કાયમ વહ્યા કરે છે. એ તો ડુંગરા દૂરથી જ રળિયામણા!” આટલું એ બોલી રહી, તેટલામાં તો એ ઓરડાનું બારણું ઝટ ઊઘડી ગયું અને પેલી બાજુ ડૉના રૉડ્રીગીઝ તરત ચીસ પાડી ઊઠી. તેના હાથમાંથી મીણબત્તી પડી ગઈ. આખા ઓરડામાં અંધારું થઈ ગયું અને ડૉ.-૧૬ Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ડૉન કિવકસોટ! કોઈએ આવી તેને ગળેથી એવી ચપસીને પકડી કે તેનાથી એક શબ્દ પણ બોલાયો નહિ. પછી બીજા કોઈએ તેના કૂલા ઉઘાડા કરી એવા જોરથી ચપોચપ સપાટો ઠોકવા માંડી કે, બિચારી અધમૂઈ થઈ ગઈ. ડૉન કિવસોટ ડરના માર્યા પથારીમાંથી હાલ્યા પણ નહિ. પણ પેલીને ખોખરી કર્યા પછી પેલા હુમલાખોરો ડૉન કિવસોટ તરફ પણ આવ્યા; તેઓએ ચાદર ઊંચી કરી, ડૉન કિવકસોટને એવા જોરથી ચૂંટલા ભર્યા કે તેમને પણ છેવટે પોતાના મુક્કા ઠોંસા વાપરવા પડયા. અએક કલાક આખા શરીરે તેમને ખૂબ ચીમટો ભર્યા બાદ પેલાઓ એ ઓરડામાંથી ચાલ્યા ગયા. પેલી બાજુ ૉડીગીઝ ડૉન કિવકસોટ તરફ જોયા વિના કપડાં ઠીકઠાક કરી લઈ ઓરડા બહાર ચાલી ગઈ. અને ડૉન કિવકસોટ પણ પોતાના જાદુગર દુશ્મનોનું જ આ નવું પરાક્રમ ગણી, પોતાના શરીરની ચીમટાઓથી થયેલી વલે અને બળતરાનો વિચાર કરતા હતાશ થઈ પડી રહ્યા. રાત પડતાં વાળુ કરી હવે સાન્કો પોતાના અમુક વિશ્વાસુ માણસો સાથે નગરચર્યા માટે નીકળ્યો. રસ્તામાં જ બે જણ ઝઘડો કરતા તેના જોવામાં આવ્યા. તેમને છૂટા પાડી, લડવાનું કારણ પૂછતાં જણાવ્યું કે, તેઓમાંનો એક જણ જુગારી હતો, અને બીજો ગારીઓને અડ્ડા ઉપર ખેંચી લાવનાર દલાલ હતો. દલાલ પેલા જુગારી પાસે દલાલીના વધુ પૈસા માગતો હતો; કારણ કે, પેલો જુગારી આજે વધુ રકમ જીત્યો હતો. પેલો જુગારી રોજના ધારા મુજબ જ રકમ ચૂકવવા તૈયાર હતો. સાન્કોએ બંનેની વાત સાંભળ્યા પછી ચુકાદો આપ્યો કે, જગારીએ પેલા દલાલને સો રિયલ આપવા અને બીજા ત્રીસ ગરીબ કેદીઓ માટે આપવા. પેલા દલાલે એ પૈસા લઈ ટાપુ બહાર ચાલ્યા જવું અને ફરીથી દશ વર્ષ લગી કદી પાછા ન આવવું. કારણ કે, જુગાર જેવી પ્રવૃત્તિમાં મારા રાજ્યના માણસો ભળે, એ હું ઇચ્છનીય ગણતો નથી; લોકોએ આજીવિકા માટે ઉત્પાદક શ્રમ કરવો જોઈએ.” Page #293 -------------------------------------------------------------------------- ________________ સાન્કોનું ગવર્નર-રાજ! ૨૪૩ ઉપરાંત સાન્કોએ જુગારના અડ્ડા ચલાવનારને પણ સજા કરવા વિચાર કર્યો. પણ પેલા કારભારીએ કહ્યું કે, એ બધા તવંગર તથા લાગવગવાળા લોકો છે, અને ડયૂક પાસેથી પરવાના લઈને એ અડ્ડા ચલાવે છે, માટે તે બાબતમાં એકદમ પગલું ભરતાં પહેલાં વિચાર કરવો પડશે. સાન્કોએ પરવાનાવાળાઓને છોડી, પરવાના વિનાના જે અડાઓ ચાલતા હોય, તે બધાને તાબડતોબ શોધી કાઢી બંધ કરાવવાનું ફરમાન કાઢયું. હવે આપણે પેલા રૉડીગીઝના કિસ્સા તરફ પાછા વળીએ. વાત એમ બની હતી કે, એ રૉડીગીઝ રાતના એકાંતમાં પોતાના ઓરડા બહાર નીકળી કે તરત તેની સાથે સૂતેલી બીજી બાઈ ગુપચાપ તેની પાછળ થઈ. એ બધી બાઈઓમાં અરસપરસ બહુ વેરઝેર ચાલતાં હોય છે. પેલીએ રૉડીગીઝને નાઈટના કમરામાં પેસતી જોઈ, રાજી થતાં થતાં ડચેસને ચાડી ખાધી કે, નાઈટના ઓરડામાં પ્રેમ-લીલા ચાલે છે. ડચેસે ડયૂકને ખબર આપીને આલ્ટિસિડોરાને સાથે લીધી અને બારણા બહાર ઊભા રહી, કાન માંડી બધું સાંભળવા માંડયું. અંદર જ્યારે આલ્ટિસિડોરાની નિંદા પૂરી થઈ અને ડચેસની નિંદા શરૂ થઈ, ત્યારે એકદમ ગુસ્સે થઈ તેઓ ત્રણે ઓરડામાં ઘૂસી ગયાં અને અંધારામાં પેલાં બંને જણને સારી પઠે ખોખરાં કર્યાં. પછી ડચેસ ડયૂક પાસ જઈ, તેમને બધી વાત કહી સંભળાવી. ડૉન કિવસોટે હવે અહીં આળસુ થઈને પડી રહેવા કરતાં, સરગોસા તરફ નાઈટોની ટુર્નામેંટ થવાની હતી, ત્યાં જવા ઊપડવાનો વિચાર લૂક આગળ જાહેર કર્યો. થોડી વારમાં તો આખા દરબારગઢમાં એ વાત ફેલાઈ ગઈ. તરત જ ત્યાં રૉડીગીઝ પોતાની પુત્રીને લઈને દોડી આવી અને ડૉન કિવકસોટને ડયૂકના દેખતાં જ, પોતાની પુત્રીની બાબતમાં ન્યાય મળે તેવું કરીને જ જવા વીનવવા લાગી. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ડૉન વિકસોટ! ડૉન કિવક્સોટે તરત જ પેલાની શોધમાં તેની જાગીર ઉપર જઈ, તેને રૉડીગીઝની દીકરી સાથે પરણવા અને નહિ તો લડવા આવી જવા પડકારવાનો નિરધાર જાહેર કર્યો. ડયૂક અકળાયા. તેમણે એવો તોડ કાઢયો કે, તે પોતે જે એ છોકરાને પકડી મંગાવશે, તથા અમુક નિશ્ચિત દિવસે તેને કાં તો આ દીકરીને પરણવા અથવા ડૉન કિવકસોટ સાથે સૌની સમક્ષ નાઈટોની રીત પ્રમાણે બખ્તર પહેરી લડીને એ બાબતનો ફેંસલો લાવવા સૂચવશે. પેલાં મા-દીકરીને તે ક્ષણથી દરબાર-ગઢનાં નોકરિયાટ નહિ પણ નાઈટ પાસે મદદ માગવા માટે આવેલા મહેમાન ગણવાનો હુકમ અપાઈ ગયો. સાન્કોને ગવર્નર થયે સાતમી રાત હતી. અને દિવસના કાસકાજ પછી થાકીને તે ઊંઘવા લાગ્યો હતો. તેવામાં મધરાતે અચાનક આખા મહેલમાં ધમાચકડી મચી રહી, અને “ધાજો!” “ધાજો!' ‘દુશ્મનો!’ ‘દશમનો!” એવા પોકાર ચોતરફ સંભળાવા લાગ્યા. મારા કાપના, શસ્ત્રોના ખણખણાટના તથા નગારાં-રણશિંગાના અવાજ પણ ચોતરફથી આવવા લાગ્યા. એકદમ એક હજૂરિયો સાન્કોના સૂવાના ઓરડામાં ધસી આવ્યો અને તેને જગાડીને કહેવા લાગ્યો, “નામદાર, ઊઠો, ઊઠો, આપણા સૈનિકોની આગેવાની લેવા જલદી તૈયાર થઈ જાઓ; દુશ્મનો છેક કિલ્લામાં ધસી આવ્યા છે. હવે તો આપની બહાદુરી અને પરાક્રમ જ અમને સૌને બચાવી શકશે!” અરે ભાઈ, પણ લડવા જવાનું હોય તો મારા માલિક ડૉન કિવક્સોટને બોલાવો, અને ડયૂક સાહેબને ખબર આપો; હું તો વળી કયે દહાડે કદી લડવા ગયો છું?” અરે, નામદાર આપ આવી ઢીલાશ બતાવશો, તો અમારા બધાનું શું થશે? અત્યારે આપણાં માણસો જીવસટોસટની લડાઈ લડી રહ્યાં છે; આપ જો તૈયાર થશો તો આપને દેખીને જ તે દરેકના હાથમાં Page #295 --------------------------------------------------------------------------  Page #296 -------------------------------------------------------------------------- ________________ સાન્કાને બે હાલે વરચે બાંધી રણમેદાનમાં જવા તૈયાર કર્યો. –પૃ૦ ૨૪૫ Page #297 -------------------------------------------------------------------------- ________________ સાન્કોનું ગવર્નર-રાજ ! ૨૪૫ વીસ વીસ જણનું જોર આવશે. અત્યારે આપ નામદાર આમ અમને વિસારી મૂકો, એ તો બહુ ખરાબ કહેવાય. ,, આમ કહેતાં કહેતાંમાં તો એક બે જણાએ આવી, સાન્કોને પરાણે પકડી રાખી, બે મોટી ઢાલો તેની બે બાજ તાણીને બાંધી દીધી અને પછી બહાર રહેલા હાથમાં એક ભાલો પકડાવી દીધો. ગળાથી પગ સુધી પહોંચતી એ મોટી ઢાલોથી તેને એવી રીતે જકડી લેવામાં આવ્યો હતો કે, એ ભાલાનો ટેકો તો તેને ઊભા રહેવા માટે જ લેવો પડે તેમ હતું. પછી તેને ધકેલતા અને બૂમો પાડતા એ સૌ બહાર લઈ આવ્યા. પણ પછી સહેજ આગળ ધકેલતાં તે બિચારો ચત્તાપાટ ગબડી જ પડયો અને પછી તો ત્યાં અંધારામાં એટલી બધી દોડધામ અને ધમાચકડી મચી રહી કે કોણ કયાં પડયું છે કે કોણ શું કહે છે, તે જ જાણી શકાય તેવું ન રહ્યું. બે વિરોધી ટોળાંઓ જાણે ખૂનખાર જંગમાં મચ્યાં હોય એવી ઠોકાઠોક તથા બૂમાબૂમ મચી રહી. બિચારા સાન્કો ઉપર થઈને કેટલાય લોકો આમથી તેમ અને તેમથી આમ દોડી ગયા, અને તે આખે શરીરે કચરાઈ-છૂંદાઈ ગયો. તેની ઉપર-નીચે ઢાલ ન હોત, તો તે કયારનો લોચો જ બની ગયો હોત. ચારે તરફ દુશ્મનોને શેરીઓમાં જ રોકવા આડચો ઊભી કરવા હુકમો અપાતા હતા; ભડાકા, ધડાકા થતા હતા; તથા ઘાયલ થયેલાઓ કણસતા હોય અને ‘પાણી’ ‘પાણી’ કહેતા કરાંઝતા હોય તેવા અવાજો આવતા હતા. સાન્કો તો ધંટીનાં બે મોટાં પડિયાં વચ્ચે દબાયો હોય તેમ અસહાયપણે અનંત વેદના અનુભવી રહ્યો હતો. તેને પોતાના પ્રાણ હમણાં જ નીકળી જશે એમ લાગ્યું. છેવટે, તેણે પરમાત્માને યાદ કરવા માંડયા તથા બાધા રાખી કે, જો આ ઘમસાણમાંથી તે જીવતો રહેશે, તો તે એ જ ઘડીએ આ બધી ગવર્નરપણાની બલામાંથી છૂટો થઈ જશે. અને ભગવાને જાણે તેની પ્રાર્થના સાંભળી હોય, તેમ થોડા વખત બાદ આસપાસથી આનંદના અવાજો સંભળાવા લાગ્યા: “ગવર્નર સાહેબનો જય ! દુશ્મનો હાર્યા! આપણે જીત્યા! દુશ્મનો ભાગ્યા! દુશ્મનો ઠાર થયા! ઇ.’ ,, Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ડૉન કિવન્સોટ! પછી તો કેટલાય માણસો હાથમાં સળગતી મશાલો લઈ એ તરફ ધસી આવ્યા અને ગવર્નર સાહેબને અભિનંદન આપવા માટે શોધવા લાગ્યા. એ લોકો મોટેથી અંદર અંદર વાતો કરતા હતા કે, ગવર્નર સાહેબ જાતે ઢાલ-ભાલા સાથે લડાઈમાં આગળ નીકળ્યા તેથી જ આ વિજય મળ્યો છે. હવે તો દુશ્મનોની પાસેથી મળેલી વસ્તુઓ ગવર્નર સાહેબ સૌને સરખી વહેંચી આપે એટલે બસ!” સાન્કોએ માત્ર ધીમેથી એટલું જ કહ્યું, “ભાઈઓ, મને બેઠો કરો અને આ બંધનોમાંથી છૂટો કરો.” પેલાઓએ સાન્કોને ઊભો કરી, ઢાલોના બંધ કાપી નાંખ્યા, એટલે સાન્કોએ તરત પીવાનું થોડું પાણી મંગાવ્યું. પેલાઓ પાણી લાવ્યા એટલે તે પીને, બોલ્યા ચાલ્યા વિના સાન્કો સીધો તબેલામાં ગયો, અને ત્યાં પોતાને હાથે ડેપલનો સામાન કસી, તેના ઉપર સવાર થઈ ત્યાંથી ચાલી નીકળ્યો. ચૂકના માણસો, અને ખાસ કરીને પેલો કારભારી, જેને ડયૂકે આ આખી યોજના સોંપી હતી, તે આભા થઈ ગયા. તેમને લાગ્યું કે, તેમનાથી વધારે પડતી મશ્કરી થઈ ગઈ છે. તેઓ ડયૂક સાહેબનો હુકમ આવે ત્યાં સુધી સાન્કોને ટાપુની રાજગાદી ખાલી ન રાખવા સમજાવવા લાગ્યા. પણ સાન્કોએ તો એટલું જ કહ્યું, “ભાઈઓ, હું ગવર્નર થવા જમ્યો નથી, અને ગવર્નરપણું મને સદે તેમ નથી. હું ખેતી કરનાર ખેડૂત તરીકે જન્મ્યો છું, અને એ જ જીવન મને માફક આવે તેમ છે. ગવર્નરપણાનો સ્વાદ મેં લઈ લીધો: રાજવૈદ્ય કહે તેટલું ખાવાનું; અમલદારો કહે તેટલું કામ કરવાનું અને પછી લડતાં આવડતું ન હોય તો પણ પરાણે લડવા નીકળવાનું તથા લોકોના પગ નીચે છૂંદાવાનું મને પસંદ નથી. હું એક મિનિટ અહીં થોભવા માગતો નથી.” આટલું કહી, સાન્કોએ અંધારામાં જ ડયૂકના શહેર તરફ જવા ડેપલને હાંકવા માંડ્યો. ૧૦ રૉડીગીઝની દીકરીનો પ્રેમી તો ક્યારનો ફલેન્ડર્સ તરફ ભાગી ગયો હતો; છતાં ડયૂક અને ચેસે ડૉન કિવકસોટનો પડકાર ઝીલવાની અને ટૂંક Page #299 -------------------------------------------------------------------------- ________________ સાન્કોનું ગવર્નર-રાજ! ૨૪૭ યુદ્ધ યોજવાની તૈયારીઓ કરવાનું તો ચાલુ જ રાખ્યું. તેમણે પોતાના હજરિયાઓમાંથી ટૉસિલૉસ નામના માણસને તૈયાર કર્યો અને પોતાનો ભાગ કેવી રીતે ભજવવો તે તેને સમજાવી દીધું. બે દિવસ બાદ યૂકે ડૉન કિવકસોટને ખબર આપી કે, ચાર દિવસની અંદર પેલો બેવફા પ્રેમી તેમની સામે યુદ્ધ ખેલી લેવા આવવા કબૂલ થયો છે. ડૉન કિવકસોટને પોતાનાં પ્રેમ-શૌર્ય દાખવવાની આવી તક મળી, તે બદલ તે બહુ રાજી થયા. આ તરફ સાન્કો રસ્તામાં થયેલા થોડા રોકાણને કારણે છેક અંધારું થયું ત્યારે ભૂકના દરબારગઢથી દોઢેક ગાઉ દૂર રહ્યો. તેણે સવાર થયે જ આગળ જવાનું વિચારી, બાજામાં કયાંક રાતે પડી રહેવા જેવી જગા શોધવા માંડી. એમ શોધતાં શોધતાં ખબર રહી નહિ, અને જાના વખતનાં ખંડેરના એક ખાડામાં ગધેડા સાથે તે ગબડી પડ્યો. એ ખાડો કેટલો ઊંડો હશે એની તેને કલ્પના તો હતી નહિ, એટલે તે એમ માનવા લાગ્યો કે પાતાળ સુધી ઊંડા કોઈ ખાડામાં જ તે ઊતરી રહ્યો છે. પરંતુ અઢારેક ફીટ ઊંડે ગયા પછી તરત તે ગધેડા ઉપર બેઠેલી હાલતમાં જ તળિયે પહોંચ્યો અને થોભ્યો. તેણે હવે આસપાસ હાથ લાંબો કરી કયાંક જવાયનીકળાય તેવું કહ્યું છે કે નહિ, એની તપાસ કરવા માંડી; પણ એ ખાડો ચારે તરફથી એવો ઊભડક હતો કે, ઉપર ચઢાય કે જવાય તેવું હતું જ નહિ. વળી અંધારામાં ગમે તે બખોલમાં હાથ નાંખવો એ પણ સહીસલામત ન ગણાય. એટલે તેણે આસપાસ કોઈ જતા આવતાને કાને પોતાનો અવાજ જાય તેવી બૂમો પાડવા માંડી. તેના ગધેડાએ પણ એ અસ્કમાતથી ગભરાઈ બૂમો પાડવામાં સાથ પુરાવવા માંડયો. કઈ અપશુકનિયાળ ઘડીએ પોતે ગવર્નરપણાની લાલચમાં ઘેરથી નીકળ્યો, અને ગવર્નર બન્યો, એનો વિચાર તેને આવવા લાગ્યો. ગવર્નર બન્યા પછી પોતાની સ્ત્રીને લખેલા કાગળના જવાબમાં તેની સ્ત્રીએ કેવાં ખુશીઆનંદ દર્શાવ્યાં હતાં, તથા પોતાની છોકરી માટે કોઈ રાજદરબારી જુવાનને પતિ તરીકે પસંદ કરવાના પોતાના વિચાર બદલ કેવા ધન્યવાદ આપ્યા હતા, તે બધું તેને યાદ આવવા માંડ્યું, અને તેના દુ:ખનો પાર ન રહ્યો. Page #300 -------------------------------------------------------------------------- ________________ ડૉન કિવકસોટ! હવે બનવાકાળ, તે એ જ દિવસે સવારે ડૉન કિવકસોટ અંધારે અંધારે જ પોતાની જાતને અને ઘોડા રોઝિનૅન્ટીને કસરત આપવા ખાતર તે તરફ ફરવા નીકળ્યા હતા. રસ્તાની બાજુએ આમ તેમ ઘોડાને દોડાવતાં દોડાવતાં અચાનક રોઝિનૅન્ટી એ ખાડાને કિનારે જ આવી ગયો, અને ડૉન વિકસોટે માંડ માંડ તેને અંદર ગબડતો રોકી લીધો. પછી પોતે કયા ખાડામાં ગબડતાં બચી ગયા તે જોવા તેમણે ઘોડાને પડખે ફેરવી, ઘોડા ઉપર બેઠાં બેઠાં જ નીચે નજર કરી જોઈ. તેવામાં તેમને અંદરથી કોઈની બૂમનો અવાજ આવતો સંભળાયો. ૨૪૮ તેમણે ઝટપટ નીચે ઊતરી, કિનારે જઈ, ઉપરથી પૂછપરછ કરી જોઈ, અને સાન્કો જ તેના ગધેડા સાથે અંદર પડયો છે એ જાણી, તરત તે પાછા દરબારગઢ તરફ મારતે ઘોડે ગયા અને યૂકને ખબર આપી, દોરડાં, માણસો વગેરેની મદદ લઈ પાછા આવ્યા. કહેવાની જરૂર નથી કે, મહામહેનતે દોરડાં વગેરેથી સાન્કોને તથા ડેપલને બહાર ખેંચી કાઢવામાં આવ્યા. પછી દરબારગઢમાં લાવી, તેને ખવરાવી-પીવરાવી તાજો કર્યા પછી તેને માંએ ડયૂક વગેરે સૌએ તેના ગવર્નરપણાની અને તેણે કરેલા ગાદીત્યાગની વાત સાંભળી. તે જ દિવસે બૅરેટરિયોથી પેલો કારભારી પણ આવી પહોંચ્યો અને તેણે ડયૂકને તથા ડચેસને સાન્કોએ કેવા ડહાપણભેર રાજકારભાર ચલાવ્યો હતો તથા ન્યાય ચૂકવ્યો હતો તેની વાતો પણ કરી. એવા ભલા માણસને પોતે મશ્કરી કરવા જતાં નાહક હેરાન કર્યા તે બદલ તેણે ખેદ પણ વ્યક્ત કર્યા. યૂકે તથા ડચેસે મન સાથે નક્કી કર્યું કે, આપણે સાન્કોને જરૂર કંઈક મદદ કરવી તથા યોગ્ય નોકરીએ રાખી લેવો. પણ તેઓ સાન્કોની પોતાના માલિક પ્રત્યેની વફાદારીની ગણતરી કર્યા વિના આ બધાં લેખાં માંડતાં હતાં. પરંતુ તે વાત પછી. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૧૬ તંદ્વયુદ્ધમાં વિજય ! તંદ્વયુદ્ધનો ભયંકર દિવસ આવી લાગ્યો. રણમેદાન ઉપર ઊંચો મંચ પરીક્ષકોને બેસવા માટે ઊભો કરવામાં આવ્યો. ફરિયાદણો રૉડ્રીગીઝ અને તેની દીકરી પણ તેના ઉપર જ બેઠાં. આજબાજનાં શહેરો અને ગામોમાંથી હજારો લોકો આ ઢંદ્વયુદ્ધ જોવા એકઠા થયા હતા. ઘણાઓએ તો તંદ્વયુદ્ધ એ શબ્દ જ સાંભળ્યો નહોતો. માર્શલ પ્રથમ આવીને રણમેદાનની સ્થિતિ બારીકાઈથી તપાસી ગયો: કયાંય ઘોડો ઠોકર ખાય તેવો ખાડો કે પોચી જમીન તો નથી! - ત્યાર પછી ડૉન કિવકસોટ દ લા માંશા રણાંગણમાં દાખલ થયા. ત્યાર બાદ તેમના પ્રતિસ્પર્ધી તરીકે ઊભો કરવામાં આવેલો પેલો હજૂરિયો ટૉસિલૉસ પણ આવ્યો. બંને જણ બખ્તર અને લોખંડી ટોપથી બરાબર ઢંકાયેલા હતા એટલે કોઈનું માં દેખી શકાતું ન હતું. ટૉસિલૉસનો ઘોડો ધરતી ધમધમાવતો હોય તેમ ચાલતો હતો અને તેનું બખ્તર ઝળાંહળાં થતું હતું. ડમૂકે તેને બરાબર શીખવી રાખ્યું હતું કે, ગમે તેમ કરીને ડૉન કિવકસોટનો જીવ બચાવી લેવો; અને તેથી પહેલા હલ્લા વખતે જ તેમને ગબડાવી પાડવાની દાનત ન રાખવી. હવે ટૉસિલૉસ પેલી ફરિયાદણ સ્ત્રીઓ તરફ ગયો અને પોતાની સાથે લગ્ન કરવા ઇચ્છતી છોકરીને તેણે જોઈ લીધી. પછી માર્શલે એ મા-દીકરી પાસે આવી તેમને પૂછયું, “તમારી ફરિયાદની સચ્ચાઈ પુરવાર કરવા તમે ડૉન કિવકસોટ દ લા માંશાને ઢંદ્વયુદ્ધમાં ઉતારવાનું ખુશીથી ૨૪૯ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ડૉન કિવકસોટ! સ્વીકારો છો, તથા તે હારે કે જીતે તેના ઉપર તમારી ફરિયાદની સચ્ચાઈ કે ખોટાઈ પુરવાર થવા દેવા રાજી છો?” બંનેએ ખુશીથી હા પાડી. ડયૂક, ડચેસ વગેરે હવે મંચ ઉપર આવીને બિરાજ્યાં અને રણમેદાનની આસપાસ પ્રેક્ષકોનો મોટો સમુદાય વીંટળાઈને ઊભો રહ્યો. - સૌ પ્રેક્ષકોની અને પરીક્ષકોની જાણ માટે, પછી મોટેથી, યુદ્ધની શરતો નીચે પ્રમાણે જાહેર કરવામાં આવી: જો ડૉન કિવકસોટ જીતે, તો તેમના પ્રતિસ્પર્ધીએ ડૉના રૉડીગીઝની દીકરી સાથે લગ્ન કરવું અને જો ડૉન કિવકસોટ દ લા માંશા હારે, તો પેલો પ્રતિસ્પર્ધી ડૉના રૉડ્રીગીઝની પુત્રી સાથે લગ્ન કરવાની શરતમાંથી મુક્ત થાય; તેમ જ નુકસાની બદલ બીજું કાંઈ પણ વળતર પેલી ન માગી શકે. માર્શલે હવે બંને પ્રતિસ્પર્ધીઓને સામસામે છેડે તેમના નિયત સ્થળે ઊભા રાખ્યા. રણશિંગાં ફૂંકાવા લાગ્યાં અને ઢોલ ગડગડવા લાગ્યાં. ડૉન કિસોટે પરમાત્માને તથા લેડી ડુલસિનિયાને યાદ કરી લીધાં અને આગળ ધસવાની નિશાની થાય તેની રાહ જોતા તે ઊભા રહ્યા. પણ સામે પક્ષે કંઈક જુદો જ ઘાટ થયો હતો. પેલા હરિયા ટૉસિલૉસે રૉડીગીઝ બાનુની દીકરીને જિંદગીમાં પહેલી વાર જોઈ હતી, અને તે પોતે તેના રૂપથી એટલો મોહિત થઈ ગયો હતો કે, તેને કેમ કરીને મેળવવી એના જ વિચારમાં તે પડી ગયો. હવે જો તે આ તંદ્રયુદ્ધમાં ડૉન કિવકસોટને હરાવે, તો તો દ્રઢયુદ્ધની શરત પ્રમાણે તે એ સુંદરીને પરણવાની શરતમાંથી આપોઆપ મુક્ત થઈ જાય. અને જો ડૉન કિવકસોટને હાથે પોતે જાણી જોઈને હારવાની પેરવી કરે, તો એ ધસારા વખતે કંઈક કથોલું વાગી બેસે તો જાનથી જ પોતાને હાથ ધોવા પડે! ડૉન કિવકસોટ તો એ બંને સ્ત્રીઓની ઈજજતના રક્ષણહાર તરીકે બહાર પડતા હોઈ, પ્રતિસ્પર્ધીને ગબડાવી નાંખવાની બનતી બધી કોશિશ કરવાના જ! એટલે ધસારો શરૂ કરવાની નિશાની થઈ, અને ડૉન કિવકસોટે રોઝિનેન્ટીને જોરથી દોડાવવા એડી લગાવી, તેની સાથે ટૉસિલૉસે આગળ ધસવાને બદલે બૂમ પાડી માર્શલને પોતાની પાસે બોલાવ્યા. Page #303 -------------------------------------------------------------------------- ________________ તંદ્વયુદ્ધમાં વિજ્ય! ૨૫૧ માર્શલ એકદમ પાસે દોડી ગયા; ટૉસિલસે માર્શલને પૂછયું, “આ કંકયુદ્ધ હું પેલી સુંદર યુવતીને પરણું કે ન પરાણું એ મુદ્દાસર જ લડવાનું છે ને? માર્શલે ‘હા’ કહી. એટલે ટૉસિલૉસે કહ્યું, “તો મારો અંતરાત્મા હવે એ સુંદરીને મેં દીધેલા દગાથી એટલો બધો ડંખવા લાગ્યો છે કે, મારાથી આ યુદ્ધ લડી શકાય તેમ જ નથી. તેથી હું મારી જાતને હારેલી જાહેર કરું છું અને હું એ સુંદરીને આ ક્ષણે જ પરણવા તૈયાર છું.” હવે માર્શલ તો ધ્વંદ્વયુદ્ધનું આ આખું ઠઠ્ઠા-કાવતરું રચવામાં ભૂકનો સાગરીત હતો. પેલા જાગીરદારના છોકરાને બદલે વેશપલટો કરાવી ટૉસિલૉસને તેણે જ તૈયાર કર્યો હતો. એટલે એ તો એવો છોભીલો પડી ગયો કે, શો જવાબ આપવો એ જ તેને સમજાયું નહિ. એ દરમ્યાન ડૉન કિવકસોટ ધસમસતા છેક રણમેદાનની વચ્ચોવચ્ચે આવી ગયા હતા. પણ પોતાના પ્રતિસ્પર્ધીને જરાય ખસતો ન જોઈ, તે આશ્ચર્યમાં પડી ગયા. ડયૂક પણ ઊંચાનીચા થવા લાગ્યા, અને સૌ પ્રેક્ષકો પણ. માર્શલ ડયૂક પાસે જઈને ટૉસિલૉસે કરેલી વાત કહી, એટલે ડયૂક એકદમ ગુસ્સે થઈ ગયા. પરંતુ ટૉસિલૉસે ડૉના રૉડીગીઝ પાસે જઈને સાદર વિનંતી કરી, “મૅડમ, હું તમારી આ સુપુત્રીને પરણવા તૈયાર તૈયાર છું; એટલે ફરિયાદ-તકરાર-કે-ઝઘડો કરવાની, કે લંબાવવાની કશી જ જરૂર નથી.” ડૉન કિવસોટ એ સાંભળી તરત જ બોલી ઊઠયા, “તો તો પછી હું પણ આ કેંદ્વયુદ્ધની પ્રતિજ્ઞામાંથી આપોઆપ મુક્ત થયો. હવે તો એ બે જણનું લગ્ન કરાવવું- તત્કાળ કરાવવું, એ જ મારો ધર્મ થઈ રહે છે.” યૂકે હવે ટૉસિલૉસ પાસે આવી તેને પૂછયું, “કેમ નાઈટ, એ વાત સાચી છે કે, તમે તમારા અંતરાત્માના અવાજને માન આપી, આ કેંદ્વયુદ્ધમાંથી નીકળી જવા માગો છો?” “હા, જી,” ટૉસિલૉસે જવાબ આપ્યો. Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ડૉન કિવકસોટ! ટૉસિલૉસે હવે પોતાનો ટોપ અને બખ્તર ઉતરાવી નાખ્યાં. પરંતુ, તેનું મોં ખુલ્લું થતાં જ ડૉના રૉડીગીઝ અને તેની પુત્રી બોલી ઊઠયાં, “દગો, દગો!” આ તો, ભૂકના હજૂરિયાને મારા પતિને સ્થાને ગોઠવી દેવાનું કાવતરું છે! મારો કાયદેસર પતિ બીજો જ માણસ છે, આ નહિ!” પેલી છોકરી બૂમ પાડી ઊઠી. પણ ડૉન કિવકસોટ હવે વચ્ચે પડ્યા. તેમણે કહ્યું, “બાબુ, આમાં દગો ફગો કાંઈ નથી; તથા ડયૂક સાહેબનો પણ કાંઈ વાંક નથી. આ તો મારા દુશ્મન જાદુગરો, જે મારો પીછો કરી રહ્યા છે, તેઓએ આ ટૂંકયુદ્ધમાં વિજેતા નીવડવાનો યશ મને પ્રાપ્ત ન થાય, તે માટે કેવળ કરેલી નજર-બંધી છે; એટલે તમે તમારા સાચા પતિને હવે એક મામૂલી હજૂરિયાના રૂપમાં જ દેખો છો. મારી નજરબંધી પણ એ બદમાશોએ એવી કરેલી છે કે, હું પણ આખા જગતની સૌંદર્યરાજ્ઞી લેડી ડુલસિનિયાને લસણ-ગંધાતી એક ગામડિયણ તરીકે જ જોઈ શકું છું. એટલે તમે મારી સલાહ માની, હાલ તુરત તેને પરણી જ લો; અત્યારે તે પરણવા કબૂલ થયો છે, એટલું જ બસ છે; એનું રૂપ તો યોગ્યકાળે બદલાઈ રહેશે, અને હું પોતે એ જાદુગરોની આ તથા બીજી સર્વ માયાજાળ જલદી તોડી આપવાની તમને ખાતરી આપું છું.” જોકે, પોતાની મજાક પોતાના જ લમણામાં વાગ્યા જેવું થયું હોવાથી ખૂબ ગુસ્સે થઈ ગયા હતા, છતાં ડૉન કિવકસોટનો ખુલાસો સાંભળી એકદમ હસી પડ્યા. અને તેમણે પણ હસતાં હસતાં કબૂલ કર્યું કે, “આ મારો હજારિયો હરગિજ નથી! પણ હાલ તુરત આ માણસને આપણે પંદરેક દિવસ અટકાયતમાં રાખીએ, અને દરમ્યાન તેનું મોં બદલાયા છે કે નહિ તે જોઈએ. ડૉન કિવકસોટ જેવા વીરપુરુષ સામે એ બદમાશ જાદુગરોનો જાદુ લાંબું ચાલવાનો નથી; માટે આપણે આ લગ્ન હાલ તુરત મોકૂફ રાખીએ, તો સારું.” પણ સાન્કો વચ્ચે જ બોલી ઊઠયો, “મારા અનુભવની વાત સાંભળો તો, મારા માલિકની બાબતમાં આવા કિસ્સા બનતા જ આવે છે; અને એ જાદુગરો ક્યારે હાથમાં આવશે અને તેમની સાન ઠેકાણે Page #305 -------------------------------------------------------------------------- ________________ ડબૂકને ત્યાંથી વિદાય ૨૫૩ . " " લવાશે એનું કાંઈ ઠેકાણું નહિ; માટે આ લગ્ન જેવા શુભ કાર્યને પાછું ઠેલનું હું ડહાપણભરેલું માનતો નથી. કહ્યુ છે કે, ‘હાથે તે સાથે, ‘મુલતવી રાખવાનાં માઠાં ફળ, ‘શુભ કામમાં વઘન ઘણાં, ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે,' ‘આજ કરે સો અબ કર લે, કાલ કરે સો આજ કર લે, ફિર પિછે પછતાયેગા, જબ ચિડિયાં ચૂગ જાયગી ખેત.' ” સાન્કોની કહેવતો હજુ લંબાયા જ કરત, પણ તેટલામાં પેલી છોકરી જ બોલી ઊઠી, “આ માણસ ગમે તે હોય તો પણ હું તેની સાથે અબઘડી લગ્ન કરવા તૈયાર છું; કોઈ સદ્ગુહસ્થની ત્યક્તા રખાત બનવું, તેના કરતાં હજૂરિયાની પણ પત્ની બનવું શું ખોટું?” ટૂંકમાં, બધી રીતે ડૉન કિવકસોટને આજના પ્રસંગના એકમાત્ર વિજેતા જાહેર કરવામાં આવ્યા, અને સૌ તેમના વિજયના પોકારો કરતા વીખરાયા. ૧૭ ડચૂકને ત્યાંથી વિદાય ૧ ડૉન કિવકસોટે હવે ડયૂકને ત્યાંના આરામ અને નિરાંતના જીવનમાંથી ઝટપટ છૂટા થઈ, સરગોસાની ટુર્નામેન્ટમાં ભાગ લેવા નીકળી પડવાનો નિર્ણય જાહેર કર્યો. ડચૂક અને ડચેસના અતિ આગ્રહ છતાં તેમણે પોતાનો નિર્ણય જરાય ફેરવ્યો નહિ. રૉડ્રીગીની દીકરીનું પ્રેમપ્રકરણ પત્યું એટલે તેનાથી આશાવંત થઈ આલ્ટિસિડોરા પણ પોતાની આસપાસ તેની પ્રેમજાળ વધુ સક્કસ કરશે, એવો પણ તેમને ડર હતો. નીકળવાને દિવસે તેમને ભારે દબદબાપૂર્વક વિદાય આપવામાં આવી. સાન્કોની ઝોળી અનેક ખાદ્ય પદાર્થોથી, તથા મુસાફરી-ખર્ચ માટે બસો ક્રાઉન-સોનૈયાઓથી ઠાંસી દેવામાં આવી. ખુલ્લી હવામાં નીકળ્યા બાદ ડૉન કિવકસોટને જાણે એક ભારે બંધનમાંથી છૂટયા એવું લાગવા માંડયું. Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ડિૉન કિવકસોટ ! બંને જણાને એકબીજાને થયેલા અનુભવની વાતો કરવાની તો હતી જ; અને બંને જણનો એકબીજા પ્રત્યેનો આદરભાવ પણ એ છેલ્લા અનુભવોથી બરાબર વધ્યો હતો. એટલો રસ્તો ઝટ કપાવા લાગ્યો. આ પ્રદેશમાં ડૉન કિવકસોટની કથાનો પહેલો ભાગ છપાઈને પ્રચારમાં આવી ગયો હતો એટલે રસ્તાના વટેમાર્ગ વગેરે પણ તેમના નામ અને કામથી પરિચિત મળતા. શરૂઆતમાં કેટલાક લોકો એવા પ્રશંસકો જ મળ્યા, એટલે એમનો રસ્તો ઝટ ટૂંકો થવા લાગ્યો. અચાનક અમુક જગાએ રસ્તામાં રોઝિનેન્ટીના પગ લીલા રંગના દોરાની જાળોમાં અટવાયા અને એ જાળોની ખેંચાખેંચ થતાં બાજુએથી ગોપીઓનો વેશ પહેરેલી બે જુવાન સ્ત્રીઓ નીકળી આવી. તેમણે જણાવ્યું કે, અમારા અવાજથી છેતરાઈને આવતાં પંખીઓ પકડવા માટે અમે આ જાળ બિછાવી છે, તે કેવળ અમારા મનોરંજન માટે છે, કોઈને તકલીફમાં નાખવા માટે નથી; માટે તમે જરા થોભો અને એ જાળોની તોડ-ફોડ ન કરશો. ડૉન કિવકસોટ ફૂલ-પાનના શણગારથી વનદેવતાઓની પેઠે અદ્ભુત રીતે શોભતી એ સુંદરીઓથી પ્રભાવિત થઈ એકદમ બાજુએ વળી ગયા. પેલીએ હવે જણાવ્યું, “આ બાજુએ જાગીરદારોનું એક ગામ છે. ત્યાંના લોકો ખાધેપીધે સુખી અને એક રીતે તવંગર કહેવાય તેવા છે. અમે એ ગામની કન્યાઓ છીએ. દર વર્ષે અમે આ તરફ વનમહોત્સવ જેવી ઉજાણી ગોઠવીએ છીએ; અને ગોપ-ગોપીનો વેશ લઈ આ ઉપવનમાં ફરી-રમી આનંદ કરીએ છીએ. થોડે દૂર અમે તંબૂઓ ઠોક્યા છે, તે તરફ આવશો તો અમને તમારું આતિથ્ય કરવાનો આનંદ મળશે.” ડૉન કિવકસોટને આ સુંદરીઓના મધુર વર્તન અને સંભાષણથી ઘણો આનંદ થયો હતો. એટલે તેમણે તેમના ઉત્સવમાં ભાગ લેવા આવવાનું તરત કબૂલ કર્યું. સાન્કોએ તરત તે સુંદરીઓને જણાવ્યું કે, આ મહાશય મશહૂર નાઈટ ડૉન કિવકસોટ દ લા માંશા પોતે છે. એ જાણીને તો એ સુંદરીઓ રાજી રાજી થઈ ગઈ. તેમણે કહ્યું, “એમની કીર્તિ એમનાથી ઘણી આગળ આગળ દોડતી જાય છે, અને અમે પણ તેમની ઘણી વાતો સાંભળી છે. અમારા પિતા તથા ભાઈઓ એમને નામથી Page #307 -------------------------------------------------------------------------- ________________ ડબૂકને ત્યાંથી વિદાય ૫૫. બરાબર ઓળખે છે; તેઓ પણ એમની મુલાકાતનો લાભ મળતાં ખરે જ ઘણા રાજી થશે.” એટલામાં તો એ બે ગોપ-સુંદરીઓમાંથી એકનો ભાઈ ગોપવેશમાં ત્યાં આવી પહોંચ્યો. આ ડૉન કિવકસોટ દ લા માંશા પોતે છે, એ જાણતાં જ, ખૂબ આગ્રહ કરી, તે પણ આ બેને પેલા ઉપવન-મંડપ તરફ લઈ ગયો. ત્યાં અનેક ગોપ-વેશધારી યુવાનો અને યુવતીઓની ભીડ મચી હતી. તેઓ સૌએ ડૉન કિવકસોટનું ખૂબ ઉમળકાભેર સ્વાગત કર્યું. ખૂબ આનંદ ઉલ્લાસમાં ખાન-પાન પૂરું થયું. પછી ડૉન કિવકસોટે આનંદ-ઉત્સાહમાં આવી જઈ, નાઈટ લોકોની રીત પ્રમાણે સૌ વચ્ચે જાહેર કર્યું, “ આપણા પ્રત્યે કોઈએ મનથી-વાણીથી-કે-કર્મથી કંઈ સદ્ભાવ દાખવ્યો હોય, તો તેનો બદલો વાળવા ન ચૂકવું – એ સદ્ગૃહસ્થોનો અને ખાસ કરીને પ્રેમ-શૌર્ય-વ્રતધારી નાઈટોનો ધર્મ છે. હું તમો સૌએ કરેલા આતિથ્ય-સત્કારથી બહ પ્રભાવિત થયો છું. એટલે હું જાહેર કરું કે, અહીં પાસેના રાજમાર્ગ ઉપર હું બે દિવસ અને બે રાત ખડો રહીશ; તથા જતા આવતા સૌને માંએ કબૂલ કરાવીશ કે, જે બે ગોપકન્યાઓએ મને તમો સૌ વચ્ચે નોતર્યો છે, તે બે સૌંદર્યમાં અને ગુણમાં સર્વશ્રેષ્ઠ છે! જે એ કબૂલ કરવા ના પાડશે, તેને મારી સાથે યુદ્ધમાં ઊતરવું પડશે. "" સૌ યુવાન-યુવતીઓને આ જાહેરાતથી બહુ આનંદ તથા આશ્ચર્ય થયાં. અને તેઓમાંનાં ઘણાં આ જાહેરાતનો અમલ નાઈટ મહાશય શી રીતે કરાવે છે તે જોવા સાથે થયાં. અને નસીબ પણ કેવી અવળચંડી જાત છે! તે આવા લોકોના માર્ગમાં એવી વિચિત્ર બાબતો લાવીને ખડી કરી દે છે કે, તે જ પ્રસંગે હાજર થવાને તેમને કંઈ કારણ ન હોય. એટલે કોઈ એકદોકલ વટેમાર્ગુ કે સારા માણસોનું જૂથ ત્યાં આવી ચડવાને બદલે, સાંઢોના ટોળાને પાસેના શહેરની ગુજરીમાં લઈ જતા ઠાકોરોની એક ટુકડી લાંબા લાંબા દડા હાથમાં લઈ ઘોડાઓ ઉપર બેસી સામેથી ધસમસતી આવતી દેખાઈ. Page #308 -------------------------------------------------------------------------- ________________ ડૉન કિવકસોટ! ડૉન કિવકસોટને તો એ ઠાકોરો હાથમાં ભાલા સાથે આવનાર ઘોડેસવારો જ લાગ્યા; એટલે તે તો પોતાને એક ખાસો પડકાર આવી મળેલો જાણી, મક્કમપણે રસ્તા વચ્ચે જઈને ઊભા રહ્યા. ૨૫૬ ડૉન કિવકસોટની સાથે પ્રેક્ષક તરીકે આવેલાં બધાં ગોપ-ગોપી તો દૂરથી જ એ ટોળું શાનું છે તે જાણીને તરત રસ્તા પાસેથી દૂર સહીસલામત જગાએ ખસી ગયાં. તેમણે માની લીધું કે, ડૉન કિવકસોટ પણ આ તોફાની સાંઢોના ટોળાને જોઈને તેમ જ કરશે. પણ ડૉન કિવકસોટ જેનું નામ, તે ખસે શાના? સાન્કો પણ ગભરાઈને તેમના ઘોડા પાછળ સંતાઈને ઊભો. આગળ આવનારા ઘોડેસવાર ઠાકોરોએ દૂરથી બૂમ પાડી, “હટી જા ! હટી જા! રસ્તામાંથી હટી જા! મરવાનો થયો છે!” પણ ડૉન કિવકસોટ એ જંગલી ગમારોના ‘તું ’કારા સાંભળી વિશેષ ચિડાયા. પરંતુ સાંઢોનું ટોળું તો ધસમસતું આવી જ પહોંચ્યું અને થોડી વારમાં તો નાઈટ, તેમનો ઘોડો, તેમનો સ્કવાયર અને તેનું ગધેડું,—એ બધાં જ સાંઢોના પગના જંગલમાં કયાં અટવાઈ ગયાં તે જ ખબર પડી નહીં. પેલાં ગોપ-ગોપીઓએ દૂરથી એ જોઈ આંખો મીંચી દીધી. સાંઢોનું એ ટોળું તો પવનના વંટોળની પેઠે પસાર થઈ ગયું એટલે ડૉન કિવકસોટ ધૂળમાં રગદોળાયેલા અને કેટલાય સાંઢોના પગ નીચે કચરાયેલા ગમે તેમ કરીને બેઠા થયા અને તરવાર સાથે પડતા આથડતા પેલાઓની પાછળ દોડયા, અને બૂમો પાડવા લાગ્યા, “ઊભા રહો, બદમાશો! હું એકલો નાઈટ તમને સૌને પડકારું છું.' ,, પણ પછી તેમના શરીરમાં વધુ દોડવાની તાકાત ન રહેતાં તે થોડે દૂર જઈ ગબડી પડયા. પછી સાન્કો ધીમે ધીમે ઊભો થઈ, રોઝિનૅન્ટીને અને ડેપલને લઈ ત્યાં આવી પહોંચ્યો. બંને જણ પોતાની થયેલી માઠી વલેથી શરીંદા બની જઈ, પેલાં ગોપ-ગોપીની વિદાય લીધા વિના ત્યાંથી સીધા વિદાય થઈ ગયા. રસ્તામાં એક ઝરામાં હાથ માં ધોઈ લઈ, તેઓ ટીમણ કરવા બેઠા. પણ ડૉન વિકસોટનું મન બહુ ખિન્ન થઈ ગયું હતું, એટલે તેમણે ખાવાની ના પાડી દીધી. Page #309 -------------------------------------------------------------------------- ________________ ડચૂકને ત્યાંથી વિદાય ૨૫૭ પછી જ્યારે સાન્કો ખાઈ રહ્યો, ત્યારે ડૉન કિવકસોટે તેને સમજાવીને કહ્યું, “ભાઈ, મારું મન બહુ મૂંઝાઈ ગયું છે, તે હું જરા ઊંઘી જઈને શાંત પાડું, તે દરમિયાન તું બાજુએ જઈ, બસોત્રણસોએક ફટકા ખાઈ લે; જેથી લેડી,ડુલસિનિયાનું દેવું ધીમે ધીમે ઓછું થતું જાય. એ દેવું જ્યાં સુધી આપણા માથા ઉપર છે, તથા જ્યાં સુધી લેડી ડુલિસનિયા પોતાના મૂળ રૂપને પ્રાપ્ત કરી, આપણી વિજ્ય-યાત્રાને આશીર્વાદ આપતાં નથી, ત્યાં સુધી આપણી આવી ફજેતી થયા જ કરવાની; અને આપણા દુશ્મન જાદુગરો આપણને સતાવ્યા જ કરવાના. બાકી તો, આપણી કીર્તિ જ્યાં ત્યાં કેવી ફેલાઈ ગઈ છે, તેનો પુરાવો તને હમણાં જ મળ્યો. "" C સાન્કોએ જવાબ આપ્યો, “હું પણ આ સાંઢોના પગમાં ખૂબ રગદોળાયો છું, એટલે એવા ઘાયલ શરીરે ફટકાનો વધુ માર ખાઈશ તો મરી જઈશ. માટે હમણાં મને ઊંધીને તાજો થવા દો. જીવતા હોઈશું તો સૌ સારાં વાનાં જોઈશું.' · જાતે મરીને બીજા ઉપર ઉપકાર ન કરાય.’ પહેલી જાત અને પછી બીજું બધુંય.’ ‘સબ સબકી સમાલિયે !’ મારે પણ મારાં બૈરી છોકરાં સંભાળવાનાં છે! · ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને માગનારને આટો!" સાન્કોના મોંમાંથી નીકળવા લાગેલી કહેવતોથી જ ત્રાસીને ડૉન કિવકસોટે તેની વાત કબૂલ રાખી. તેઓએ પાછલે પહોરે પોતાની મુસાફરી ફરી શરૂ કરી. તેઓએ કોઈ વીશીએ જઈ પહોંચવાનો જ મનસૂબો રાખ્યો હતો. હવે વીશીને વીશી કહેવા જેટલા નાઈટ ડાહ્યા થયા હતા! . એક વીશી આવી પહોંચતાં ઉતારાનો કમરો નક્કી કરી, ડૉન કિવકસોટ તેમાં ગયા, અને સાન્કો જાનવરોને બંધાવી વીશીવાળાને પૂછવા લાગ્યો, “વાળુમાં શું શું મળશે?” “અરે તમો સાહેબ જે ફરમાવો તે–આ, આ, આ, આ, આ, દરેક વસ્તુ, મહેરબાન.” વીશીવાળાએ ગણાવેલાંમાંથી એક પસંદ કરી, સાન્કોએ તેનો ઑર્ડર આપ્યો, ત્યારે વીશીવાળાએ જરા વિચારમાં પડી જઈ કહ્યું, “અરે, એ Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ડૉન કિવકસોટ! વસ્તુ તો હમણાં જ ખલાસ થઈ; બીજી કોઈ પસંદ કરો.” * પછી સાન્કોએ જે બીજી વસ્તુ પસંદ કરી, તે વસ્તુ પાસેના બજારમાંથી મંગાવ્યા છતાં હજુ આવી ન હોવાથી, કોઈ ત્રીજી પસંદ કરવાની વીશીવાળાએ વિનંતી કરી. એમ લગભગ, વીશીવાળાએ કહી બતાવેલી બધી ચીજો નહીં મળી શકે, એવું જાણ્યા પછી, સાન્કોએ થાકીને “જે તૈયાર હોય તે’ આપવા જણાવ્યું, એટલે તરત વીશીવાળાએ ‘ઑર્ડર’ મંજૂર રાખ્યો! | દરમ્યાન, ડૉન કિવકસોટ પોતાની ઓરડીમાં બેઠા હતા, તેની પાસેની ઓરડીમાં બીજા બે મુસાફરો ઊતરેલા હતા. એક જણ કોઈ ચોપડી મોટેથી વાંચતો હતો, અને બીજો સાંભળતો હતો. એમાં વચ્ચે વચ્ચે પોતાનું નામ આવતું જોઈ, ડૉન કિવકસોટે સાન્કોને તપાસ કરવા તેમની પાસે મોકલ્યો, તો તેઓ ડૉન કિવકસોટની કથાનો ‘બીજો ભાગ’ છપાયો હતો તે વાંચતા હતા! ડૉન કિવકસોટ તરત તેમના કમરામાં ધસી ગયા. સાન્કોએ તેમની ઓળખાણ પેલાઓને આપી; એટલે પેલાઓ રાજી થતા થતા ડૉન વિકસોટને સ્વદેહે મળવાનો આનંદ પ્રગટ કરવા લાગ્યા. ડૉન કિવકસોટે જોયું તો તે બીજો ભાગ, બીજા કોઈએ જ લખેલો હતો; પહેલો ભાગ લખનારે નહીં. અને તેમાં ભૂલો તથા ખોટાં ખોટાં નામ ઘણાં હતાં. પેલાઓએ ડૉન કિવકસોટ સાથે ઘણી ઘણી વાતો કરી. તથા તેમને પોતાની સાથે વાળુ કરવા પણ નિમંત્રણ આપ્યું. એટલે સાન્કોએ બને જણ માટે પોતે આપેલો ‘ઑર્ડર’ એકલાએ જ ખાઈ નાખ્યો. * વાળ બાદ પેલાઓએ ડૉન કિવકસોટને પૂછયું, “હવે આપ કઈ દિશામાં વિજ્યપ્રસ્થાન માટે નીકળ્યા છો?” | ડૉન કિવકસોટે કહ્યું, “સરગોસા તરફ નાઈટોની ટુર્નામેન્ટ છે, તેમાં ભાગ લેવા હું જાઉં છું.” ત્યારે પેલાઓએ તરત કહ્યું, “આ બીજો ભાગ લખનારાએ એ ટુર્નામેન્ટનું તમારે વિષે આપેલું વર્ણન ઘણું બેહૂદુ છે – કપોલકલ્પિત છે, તથા મશ્કરીભર્યા શબ્દોમાં કરેલું છે.” Page #311 -------------------------------------------------------------------------- ________________ બાર્સિલોના તરફ ૨૫૯ ડૉન કિવકસોટે તરત જ કહ્યું, “તો હું એ બદમાશ લેખકને જૂઠો પાડવા, હવે સરગોસા જઈશ જ નહિ! એટલે એ ટુર્નામેન્ટની હકીકતની પેઠે બીજું બધું લખાણ પણ જૂઠું છે તથા બદ-દાનતથી લખેલું છે, તે આપોઆપ પુરવાર થઈ જશે !” પેલાઓએ ડૉન કિવકસોટના એ નિર્ણયની આનંદ સાથે સરાહના કરી તથા ઉમેર્યું કે, “બાસિલોનામાં પણ આવી ટુર્નામેન્ટ હશે; ત્યાં આપ અવશ્ય જાઓ!” | ડૉન કિવકસોટે તે લોકોની વાત ઘણી ખુશીથી મંજૂર રાખી, તથા હવેથી પોતાને તેમના ઉત્તમ મિત્રોમાંના એક તરીકે સ્વીકારવા પરવાનગી આપી. ૧૮ બાસિલોના તરફ સવારના ઠંડે પહોરે ડૉન કિવકસોટ અને સાન્કો બંને બાસિલો નાનો રસ્તો પૂછી લઈ, તે તરફ ચાલવા લાગ્યા. છ દિવસ સુધી તેઓ એ રસ્તે ચાલ્યા ત્યાં સુધી ખાસ જાણવા જેવું કાંઈ બન્યું નહિ. પરંતુ સાતમે દિવસે તેઓ રસ્તો ભૂલ્યા અને રાત આવી પડી એટલે ઝાડોના એક ઝુંડમાં રાતવાસો કરવા થોભ્યા. સાન્કો તો ઘસઘસાટ ઊંઘી ગયો; પણ ડૉન કિવકસોટ જુદા જુદા વિચારને ચગડોળે ચડી ગયા. બધા વિચારો છેવટે એક જ મુદ્દા આગળ અડાવીને થોભ્યા કે, લેડી ડુલસિનિયાને માયાજાળમાંથી મુક્ત કરવાનો રસ્તો મલિન જેવાને મુખે સાંભળ્યો છે, અને પોતાના જ હાથમાં છે, છતાં એ કામ પહેલું પતવવાને બદલે, બીજી બાબતોમાં આથડયા કરીએ છીએ, તેથી કશો ભલીવાર આવતો નથી. તેમને એમ પણ વિચાર આવ્યો કે, અલેકઝાન્ડરને પણ ગોરડિયસ રાજાએ વાળેલી ગાંઠ છોડતાં ન ફાવી એટલે તેણે તરવારથી જ કાપી નાખી અને છતાં તે વિશ્વવિજેતા બન્યો જ; તેમ આ સાન્કો પાન્ઝા Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ડૉન કિવકસોટ! પોતાની મેળે એ ટકા ઝટ ખાઈ લેવા તૈયાર ન થતો હોય, તો પછી આપણે જ તેને ઉઘાડો કરીને ફટકારીએ, તો પણ શો વાંધો? વાત તો સાન્કો ફટકા ખાય તેની જ છે ને? પછી તે જાતે ખાય કે બીજો મારે તેથી ખાય, તેમાં શો ફેર પડવાનો? આમ વિચાર કરી, દૃઢ નિશ્ચય સાથે, તેમણે રોઝિનૅન્ટીની લગામ છોડીને હાથમાં લીધી અને પછી સાન્કોનું સૂંથણું છોડવા માંડયું. સાન્કો તરત જાગી ઊઠયો અને ‘શું છે,’ ‘શું છે,' કરી, બૂમ પાડવા લાગ્યો. ડૉન કિવકસોર્ટ તરત જવાબ આપ્યો, “બસ, બીજું કાંઈ નથી, હવે તને હું આજે ત્રણ હજાર ને ત્રણસો ફટકા મારી લઉં, એટલે પૂરું થયું. તારે માથે એ દેવું છે, પણ તું જરાય મન ઉપર લેતો નથી ત્યાં સુધી લેડી ડુલસિનિયા રિબાય છે. માટે તું અત્યારે રાજીખુશીથી ફટકા ખાવા તૈયાર થઈ જા. મેં નક્કી કર્યું છે કે, ઓછામાં ઓછા બે હજાર ટકા તો પૂરા કરીને જ આ જગાએથી ખસવું છે.” સાન્કોએ તરત જવાબ દીધો, “થોભો, થોભો, સાંભળો, જે ફટકા ખાવાના છે તે મારે રાજીખુશીથી ખાવાના છે, અને કોઈએ મને ફરજ પાડવાની નથી. હવે અત્યારે ફટકા ખાવાનો મારો જરા પણ વિચાર નથી; મને જયારે મન થશે ત્યારે હું પોતે – મારે સગે હાથે – એ ફટકા ખાઈ લઈશ, એવું તમને વચન આપું છું. ,, ડૉન કિવકસોટે કહ્યુ, “ના, ના; હું હવે તારી વાત માનવાનો નથી; હું ચામડીનો બહુ સુંવાળો છે, અને તું તારી જાતે કદી ફટકા ખાવાનો નથી.” આમ કહી, તે પરાણે સાન્કોનું સૂંથણુ ખેંચવા લાગ્યા. સાન્કો તરત પગ ઉપર ઊભો થઈ ગયો અને પોતાના માલિકને હડકવા આવેલો કલ્પી લઈ, હડકાયા કૂતરાનો સામનો કરે તે રીતે એ તેમની સામે થઈ ગયો. થોડી વારમાં તો તેણે તેમને પીઠ ઉપર ચત્તાપાટ ગબડાવી દીધા અને તેમની છાતી ઉપર ચડી બેસી તેમનું ગળું એટલા જોરથી દબાવ્યું કે, ડૉન કિવકસોટની આંખો ફાટી ગઈ. તેમણે રૂંધાતા સ્વરે કરાંઝીને કહ્યું, “બદમાશ, દગાબાજ, તારા માલિકનો – તારા અન્નદાતાનો જીવ લેવા તૈયાર થયો છે, શું?” Page #313 -------------------------------------------------------------------------- ________________ બાસિલોના તરફ ૨૬૧ 66 “હું બીજું કશું ન સમજું; તમે મારો જીવ લેવા તૈયાર થયા છો, એટલે મારી જાતનું રક્ષણ કરવાનો મારો ધર્મ છે. અબઘડી તમે જો મને વચન નહીં આપો કે, એ ફટકા ખાવાનું મારી પોતાની મરજી ઉપર છોડી દેશો અને કદી મને ફરી જાતે મારવાનો આગ્રહ નહીં કરો, તો તમારું મોત નક્કી જ છે. કારણ કે, તો મારી બૈરીને હું રંડાવીને ચાલતો થવા માગું છું કે નહીં, તેનો સવાલ છે; લેડી ડુલસિનિયા મારા મરી જવાથી નહીં રાંડે!” આ ડૉન કિવકસોટે તરત આકરામાં આકરા સોગંદ ખાધા કે, તે કદી ફટકા ખાવાની બાબતમાં તેને આગ્રહ નહીં કરે કે તેના ઉપર દબાણ નહીં લાવે. એ સાંભળી, સાન્કો તરત ઊઠી ગયો, પણ પછી ડૉન કિવકસોટથી થોડે દૂર બીજા ઝાડ પાસે જ જઈને આડો પડયો. પણ તે બંને પોતપોતાના ઝાડ નીચે આડા પડયા હશે, એટલામાં મશહૂર બહારવટિયા રૉક ગિનાર્ટનાં માણસો ચારે બાજુથી એ બંનેને ઘેર વળ્યાં. તેમણે પહેલાં તો ડેપલ ઉપરથી બધો સામાન ઉતારી લીધો. ડ્યૂકે આપેલા પેલા સોનૈયા સાન્કોએ કમર આસપાસ કંદોરાની પેઠે કપડામાં આમળી લીધા હતા, એટલે તે તો તેમના હાથમાં ન આવ્યા. પરંતુ ઘોડા-ગધેડાને તપાસ્યા પછી તેઓ તેમનાં શરીર તપાસવા જતા જ હતા, તેવામાં તેમનો સરદાર રૉક ગિના જ ત્યાં આવી પહોંચ્યો. cc ડૉન કિવકસોટને બખ્તર પહેરેલા જોઈને તથા તેમની ઢાલ અને ભાલો ઝાડના થડ પાસે ઊભાં કરેલાં જોઈને તે તેમની પાસે આવ્યો અને કહેવા લાગ્યો, ભલા માણસ, દુ:ખી થવાની જરૂર નથી; કારણ કે તમે કોઈ રેંજી પેંજી લૂંટારાના હાથમાં નથી પડયા, પણ બહાદુર રૉક ગિનાર્ટના હાથમાં પડયા છો. હું બહાદુર માણસની કદર કરી જાણું છું.” ડૉન કિવકસોટ રૉક ગિનાર્ટ નામ સાંભળી તરત રાજી થઈ બોલી ઊઠયા, “ ભાઈ તમારા હાથમાં પડવા બદલ મને જરાય દુ:ખ થતું નથી; કારણ કે તમારી કીર્તિ તો ચામેર ફેલાયેલી છે. પરંતુ મને ખેદ એટલી વાતનો જ થાય છે કે, 'નાઈટ લોકોના નિયમ મુજબ મારે હંમેશ માટે સાવધાન રહેવું જોઈએ તથા ઘોડાથી અને હથિયારથી દૂર ન રહેવું જોઈએ; Page #314 -------------------------------------------------------------------------- ________________ ડૉન કિવકસોટ! પણ તમારા માણસોએ મને પકડ્યો ત્યારે હું બંને બાબતથી દૂર હતો. મારું નામ પણ તમે જાણી લો કે, હું ડૉન કિવકસોટ દ લા માંશા છું.” હવે રૉક ગિનાર્ડે પણ ડૉન કિવકસોટનું નામ સાંભળ્યું હતું, તથા આ જમાનામાં તે પ્રાચીન નાઈટ લોકોની રીતે દુનિયામાં વિચરવા નીકળી પડયા છે, એમ તેને ખબર હતી. એટલે તેણે તરત આ લોકો પાસેથી તૂટેલું બધું તેમને પાછું આપી દેવા પોતાનાં માણસોને કહ્યું. ત્યાર બાદ રૉકે પોતાનાં માણસોને પંક્તિમાં ઊભાં રાખી, છેવટની વહેંચણી પછી તેઓએ જે કંઈ ઘરેણાં-કપડાં-રોકડ વગેરે લૂંટી આપ્યું હતું, તેની ન્યાયપુર:સર વહેંચણી કરી આપી. તે જોઈ સાન્કો બોલી ઊડ્યો : કહેવત છે કે, “ચોરો પણ એકબીજાને તો વફાદાર રહે જ.' તે સારું છે. તેઓ જો અંદર અંદર છેતરપિંડી ચલાવે, તો એક દહાડોય એમનું કામ ન ચાલે!” એ સાંભળી એક બહારવટિયાએ પોતાની બંદૂકનો ઘોડો ચડાવ્યો. તેણે સાન્કોને ત્યાંને ત્યાં જ વીંધી નાખ્યો હોત, પણ રૉકે તેને રોક્યો. સાન્કો કહેવતો બોલી નાખવાના પોતાના સ્વભાવનું જોખમ અત્યારે એવું સમજ્યો, તેવું ડૉન કિવક્સોટે તેને વારંવાર કહ્યું હતું તોપણ નહોતો સમજ્યો! એટલામાં રૉકના બે અગુવા ખબર-દારો ખબર લાવ્યા કે, બાસિલોના તરફ એક મોટી મંડળી જાય છે. રૉકે પૂછયું, “એ મંડળી આપણે જેમને શોધીએ છીએ, તેવાઓની છે કે, જેઓ આપણને શોધે છે, એવાઓની “આપણે જેવાઓને શોધતા ફરીએ છીએ, તેવાઓની, સરદાર.” “તો જાઓ, એકેએક જણને પકડીને અહીં લઈ આવો; કોઈ જીવતું નાસી છૂટવું ન જોઈએ,” રૉકે ફરમાન કાઢયું. તરત જ બધા ઊપડ્યા. દરમ્યાન રૉકે ડૉન કિવકસોટને પોતાના જીવન-માર્ગ વિશે કંઈક સમજણ પાડવા માંડી. તેણે કહ્યું, “તમારા મોં ઉપરથી એમ લાગે છે કે, તમને અમારી આ જાતની જિંદગી ગમતી નહિ હોય. પરંતુ જે કંઈ જંગાલિયત કે કર્કશતા મારા સ્વભાવમાં અત્યારે તમને દેખાય છે, તે મને પહેલાં થયેલા ગંભીર અન્યાયોનો પ્રત્યાઘાત માત્ર છે. એ અન્યાયો મારાથી સાંખી લેવાય તેવા ન હતા, તેમ જ તેમનો Page #315 -------------------------------------------------------------------------- ________________ બાસિલોના તરફ ૨૬૩ સામનો પણ તે વખતે મારાથી થાય તેમ ન હતો. તેથી હું આ રીતે એમાંના થોડાકનો બદલો લઈ રહ્યો છું. અલબત્ત, મારે હવે આજીવિકા માટે જ ઘણું ઘણું ખોટું આદરવું પડે છે; પણ હું સ્ત્રીઓ-અનાથો-વગેરેની નાહક પજવણી કરતો નથી; તથા જેઓ સીધેસીધું પોતાની પાસેનું આપી દે છે, તેમને વૃથા મારપીટ કરતો નથી. ઉપરાંત, કોઈની પાસેનું લઈ લેતી વખતે હું એટલું તો જોઉં છું કે, તેની પાસે તેના જીવન માટે જરૂરી હોય એટલું તો રહે જ. અલબત્ત, મારે કેટલીક વખત મારા સાથીઓનાં ઘણાં કૃત્યો પ્રત્યે આંખમિચામણાં કરવાં પડે છે; તથા મારા જેવા બીજાઓની ટોળીઓને સાથ પણ આપવો પડે છે. પરંતુ બનતા લગી હું જરૂર વગરનો અત્યાચાર ટાળવા પ્રયત્ન કરું છું.” ડૉન કિવકસોટને આ બહારવટિયાની આવી બધી સિદ્ધાંતની વાતો સાં મળી આશ્ચર્ય થયું અને આનંદ પણ થયો. તેમણે કહ્યું, “ભાઈ, પોતાના દરદનું ભાન હોવું, એ પણ તેમાંથી મુક્ત થવાને રસ્તે જવાનું જ લક્ષણ છે. એટલે જો તમે તમારી અત્યારની સ્થિતિ વિશે આવો પાપીપણાનો ખ્યાલ કાયમ રાખ્યા કરશો, તો જરૂર ભગવાન તેનો કંઈ ને કંઈ ઉપાય બતાવશે. પણ જો તમારે તમારા દરદમાંથી એકદમ જે મુક્ત થવું હોય, તો તમે તમારો આ ધંધો છોડી દઈ, મારી પાસે નાઈટપણોની દીક્ષા લઈ લો; તો થોડા વખતમાં તમારાં બધાં પાપ ધોવાઈ જશે અને તમે સારી કીર્તિ પણ મેળવી શકશો.” રૉકને અત્યાર આગમચ ડૉન કિવકસોટના ધૂનીપણાની ખબર પડી ગઈ હતી; એટલે તે જવાબમાં માત્ર હસ્યો. થોડી વારમાં તેના માણસો પેલી મંડળીને પકડીને ત્યાં લઈ આવ્યા. બે સદગૃહસ્થો ઘોડા ઉપર હતા, બે યાત્રીઓ પગપાળા હતા, અને એક ઘોડાગાડીમાં સ્ત્રીઓ હતી. તે સ્ત્રીઓના છએક નોકરો પગપાળા હતા અને એક જણ ઘોડા ઉપર હતો. બીજા બે ખચ્ચરવાળા પેલા સદગૃહસ્થના નોકરો હતા. રૉકે પ્રથમ પેલા સદ્ગૃહસ્થોને પૂછયું, “તમે લોકો કોણ છો? કયાં જાઓ છો, અને તમારી પાસે કેટલા પૈસા છે?” તેમણે જવાબ આપ્યો, “અમે સ્પેનિશ પાયદળ પલટનના કેપ્ટનો Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ડૉન કિવકસોટ! છીએ; અમારી ટુકડીઓ નેપલ્સ મુકામે છે; ચાર વહાણોમાં અમારે સિસિલિ જવાનું છે અને અમારી પાસે બસો કે ત્રણસો ક્રાઉન છે. ,, યાત્રીઓને એ પ્રમાણે પૂછવામાં આવતાં તેઓએ કહ્યું, “અમે રોમ જવા નીકળ્યા છીએ અને અમારી બંનેની પાસે થઈને સાઠેક રિયલ છે.” ઘોડાગાડીવાળાને પૂછતાં જણાયું કે, તેમાં નેપલ્સના ન્યાયાધીશની પત્ની, પુત્રી, તહેનાતબાનુ અને બુઢ્ઢી દાસી હતાં; બીજા તેમના નોકરો હતા. અને તે સૌ પાસે છસોએક ક્રાઉન હતા. રૉકે હિસાબ ગણ્યો તો બધું મળી ૯૦૦ ક્રાઉન અને ૬૦ રિયલ થતા હતા. પોતાનાં સાઠેક માણસોને એટલું વહેંચતાં દરેકને ભાગે કેટલું આવે તે તેણે ગણવા માંડયું. પેલાં સૌ પોતાની પાસેનું બધું નાણું લઈ લેવાશે એમ જાણી બહુ ખિન્ન થઈ ગયાં; અને બહારવિટયા બધા ખુશ થઈ ગયા. પછી રૉકે સૌનો મનોભાવ સમજી લઈ, પોતાનો ફેંસલો સંભળાવી દીધો: બે કૅપ્ટનો પાસેથી તેણે સાઠ ક્રાઉન માગી લીધા અને બાનુઓ પાસેથી એસી. બાકીનું બધું સૌની પાસે રહેવા દીધું. ઉપરાંતમાં તે સૌને તેણે એક એક પરવાનો લખી આપવા કબૂલ કર્યું, જેથી પોતાની બીજી કોઈ ટકડીઓ તેઓને ફરી લૂંટે નહિ. પેલાં સૌ રાજી રાજી થઈ ગયાં. પેલી બાનુઓ તો ગાડીમાંથી ઊતરી તેને પગે પડવા તૈયાર થઈ ગઈ; પણ રૉકે, તેઓને ગાડીમાંથી ન ઊતરવા દીધી. પછી પોતાનાં માણસોને તેણે બબ્બે ક્રાઉન વહેંચી દીધા. વીસ વધ્યા તેમાંથી દશ પેલા યાત્રીઓને દાનમાં આપ્યા, અને દશ સાન્કોને વધુ કહેવતો સંભળાવવા માટે આપ્યા. ત્યાર બાદ ખડિયો-કલમ કાઢી તેણે પેલાંઓને એક કાગળિયા ઉપર, વધુ પજવણી વિના બાર્સિલોના પહોંચવા દેવાનો આદેશપત્ર લખી આપ્યો. પણ આ દરમ્યાન એક બહારવટિયો ધીમેથી ગણગણ્યો, “ આપણો સરદાર પાદરી થવાને લાયક છે, બહારવટિયો નહિ; અને તેને દયાધર્મ કરવો હોય તો પોતાના પૈસામાંથી કરે, આપણા પૈસામાંથી શાનો કરે છે?" તે બહુ ધીમેથી બોલ્યો હતો, પણ રૉક તરત જ ઊઠયો. તેણે પોતાની તરવાર ખેંચી તેના માથા ઉપર એટલા જોરથી ઝીંકી કે, તેનાં Page #317 -------------------------------------------------------------------------- ________________ બાર્સિલોના તરફ ૨૬૫ બે ફાડિયાં થઈ ગયાં. પછી તે ધીમેથી બોલ્યો, “મારી સામે બળવો હું જરા પણ સાંખી નહિ લઉં.” સૌ આભા બની ગયા. પછી રૉકે ડૉન કિવોટને પણ બાસિલોનામાં પોતાના એક તવંગર મિત્ર ઉપર ચિઠ્ઠી લખી આપી, તથા ડૉન કિવકસોટ કોણ છે અને શાથી આવે છે, તે બધું તેમાં જણાવ્યું. પણ પછી વિચાર કરીને તેણે એ ચિઠ્ઠી પોતાના એક માણસને વેશ બદલીને પોતાના મિત્રને અગાઉથી પહોંચાડી આવવા આપી અને ડૉન કિવકસોટને તો તેનું સરનામું જ જણાવ્યું. ડૉન કિવકસોટ બધું મળી ત્રણ દિવસ અને ત્રણ રાત રૉક સાથે રહ્યા. તેઓએ અરસપરસ એકબીજાની જીવન-પદ્ધતિ અને જીવન-આદર્શ વિષે વિચારોની સારી પેઠે આપલે કરી. અલબત્ત, તેઓને આવારનવાર નાસભાગ કરવી પડતી, સ્થિર થઈને બેસવાનું ભાગ્યે જ મળતું, તથા ગાઢ નિદ્રામાં સૂવાનું તો જરા પણ નહિ. સવારે તેઓ દેશના અમુક ભાગમાં હોય, સાંજના બીજા જ ભાગમાં; સાવચેત તો હંમેશ જ! જાસૂસો આવ-જા કરતા જ રહે, તેમ જ પોતાના ખબર-૫ત્રીઓ પણ! રૉક પોતાનાં માણસોથી સૂવાનું તો દૂર જ રાખતો. કારણ કે, તેના માથા માટે એટલી ભારે કિંમત બાસિલોનાના ગવર્નરે જાહેર કરેલી હતી, કે તેની પોતાની ટુકડીનો માણસ જ જ્યારે ફૂટી જાય તેની કલ્પના ન આવે. ટૂંકમાં તેનું જીવન છેક જ અનિશ્ચિત, અવિશ્વાસભર્યું તથા કંગાળ હતું. એક સામાન્ય વેરની લાગણીનો માર્યો તે શક્તિશાળી માણસ આખું જીવન હોડમાં મૂકી બેઠો હતો. પછી ધીમે ધીમે આગળ વધતાં વધતાં રૉક ડૉન કિવકસોટને રાતને વખતે છેક બાસિલોનાની ખાડી આગળ પહોંચાડીને પાછો ફર્યો. Page #318 -------------------------------------------------------------------------- ________________ ૧૯ Kતચંદ્ર નાઈટ એન્ટોનિયો મૉરેનો નામના શૈકના મિત્રે બાસિલોનામાં ડૉન કિવકસોટનો કેવો સત્કાર કર્યો, તથા તેમના પાગલપણાની ખબર પડતાં તેમની ડયૂકની પેઠે કેવી મશ્કરીઓ ઉડાવી, વગેરે વાતોમાં રોકાવાની આપણે જરૂર નથી. શરૂઆતમાં આદર-સત્કાર, અને પછી મજાક-મશ્કરી, એ ડૉન વિકસોટના નસીબમાં જ જાણે લખાયાં હતાં. ખાસ કરીને સ્ત્રીઓ તેમના શૌર્યની કીર્તિથી શરૂઆતમાં ખેંચાતી, પણ પછી લેડી ડલસિનિયાની સર્વશ્રેષ્ઠતાની અને માયાજાળથી તેમનો રૂપ-પલટો થયાની વાતો સાંભળતાં જ મનમાં હસવા લાગતી. એન્ટોનિયો પાસે એક મંતરેલું “માથું” હતું. ડોક તથા છાતી સુધીના ભાગવાળું તે માથું તેણે પોતાના એક ખાનગી કમરામાં સ્ફટિકના લાગતા એક ટેબલ ઉપર ગોઠવેલું હતું. તે માથું કાંસાનું હતું. એક દિવસ ઍન્ટોનિયો પોતાની ભારે કોઈ ગુપ્ત વાત ડૉન કિવકસોટને કહેવી હોય તેવો દેખાવ કરી, તેમને પોતાના એ ખાનગી કમરામાં લઈ ગયો. પછી તેણે તેમને કહ્યું, “જુઓ મહાશય, હું મારા જીવનની એક ખાનગી વાત તમને કહી દેવા માગું છું. મારી પાસે દુનિયાના મોટામાં મોટા જાદુગરે મંતરીને બનાવેલું આ માથું છે. તે મારી પાસે કેવી રીતે આવ્યું, તેની વાત હું કોઈને કહી શકે તેમ નથી, પરંતુ એ માથું મેં અહીં છુપાવી રાખ્યું છે. જીવનની કંઈ મૂંઝવણભરી શંકા હોય અને તેને પૂછીએ, તો તે સાચો જવાબ આપે છે, એમ કહેવાય છે. મેં એક વખત તેની ખાતરી કરી જોઈ નથી. તમારી હાજરીમાં હું તેનો પ્રથમ પ્રયોગ કરવા માગું છું. આપણે કાલે અહીં આવીશું. મેં તેના ૨૬૬ Page #319 -------------------------------------------------------------------------- ________________ “શ્વેત-ચંદ્ર' નાઈટ જાદ ઈ પ્રભાવને નામે તેની ઘણી આકરી કિંમત ચૂકવી છે, એટલે હું કોઈને હજુ તેના વિશે વાત કરતો નથી; નહિ તો સૌ કોઈ મને મૂરખ માને. પરંતુ તમે તો આવી જાદુઈ શક્તિઓમાં વિશ્વાસવાળા છો; એટલે મેં તમારી હાજરીમાં તેની પરીક્ષા કરી જોવાનો વિચાર કર્યો છે.” | ડૉન કિવકસોટ નવાઈમાં પડી ગયા. પરંતુ પછી બોલ્યા ચાલ્યા વિના તે ઍન્ટોનિયો સાથે ઓરડાની બહાર નીકળી ગયા. ઍન્ટોનિયોએ ભારે ગુપ્તતા જાળવતો હોય તેમ એ ઓરડાને પછી તાળું મારી દીધું. પછી બપોરના સમયે તે બખ્તર વગેરે પહેરી શહેરમાં ફરવા નીકળ્યા, ત્યારે કેટલાક તોફાનીઓએ તેમના ઘોડાના અને સાન્કોના ગધેડાના પૂંછડા નીચે બારીક કાંટાવાળી સળીઓ દબાવી દીધી એટલે ઘોડું તથા ગધેડું ભડકીને ખૂબ નાઠાં. એ બધી વાતોની પણ નોંધ લેવાની જરૂર નથી. દરેક ગામમાં અને શહેરમાં એવા તોફાનીઓ તથા નાલાયકો હોય જ છે, જેઓ ભલા દેખાતા માણસની પીઠ પાછળ ગમે તેવું નામ લખેલું કાગળિયું ચિપકાવી દેવું, વગેરે તોફાનો કરતા જ રહે છે. બીજે દિવસે ઍન્ટોનિયોએ ડૉન કિવકસોટ, સાન્કો, પોતાની પત્ની, તેની બે સખીઓ (જેમણે આગલી રાતે ડૉન કિવકસોટને ચિડવવામાં નૃત્ય વખતે ખાસ ભાગ લીધો હતો), તથા એક બે ખાસ અંગત મિત્રો – એટલાની હાજરીમાં જાદુઈ માથાવાળો કમરો ઉઘાડયો. એ સૌને અંદર લીધા પછી તેણે ગંભીરતાથી જાહેર કર્યું કે, આ જાદુઈ માથું મારી પાસે ઘણા વખતથી છે, પણ આજે પહેલી જ વાર સૌને તેની જાણ કરું છું. જોકે, દરેક જણે એ બાબતમાં ગુપ્તતા જાળવી રાખવાની છે. (અર્થાત્ સૌએ તેની જાહેરાત કરવાની છે!) ઍન્ટોનિયોએ પોતે જ પ્રથમ પ્રયોગ કરી જોયો. તેણે માથા પાસે જઈ મોટે અવાજે પોતાનો પ્રશ્ન પૂછયો: “હે જાદુઈ મસ્તક! તારા જાદુઈ પ્રભાવથી મને જવાબ આપ કે, મારા મનમાં અત્યારે શો વિચાર ચાલે છે?” પેલા માથાએ સ્પષ્ટ સમજાય તેવી ભાષામાં, પણ હોઠ હલાવ્યા સિવાય જવાબ આપ્યો: “હું બીજાના મનના વિચારો જાણી શકતું નથી.” Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ડૉન કિવકસોટ! સૌ આશ્ચર્યચક્તિ થઈ ગયા. પછી ઍન્ટોનિયોએ પૂછ્યું, “આ ઓરડામાં કોણ કોણ છે?” પેલા મસ્તકે જવાબ આપ્યો, “તું, તારી પત્ની, તેની બે સખીઓ, તારા બે મિત્રો, તથા ડૉન કિવકસોટ દ લા માંશા નામના વિખ્યાત નાઈટ અને તેમનો સ્કવાયર સાન્કો પાન્ઝા.” આ સાંભળી સૌ નવાઈ પામી ગયાં, પણ કેટલાંકનાં તો રુંવાડાં પણ ઊભાં થઈ ગયાં. એન્ટોનિયો હવે પૂરો સંતોષ થયો હોય તેમ ત્યાંથી ખસી ગયો. તેણે કહ્યું, “હવે મને સંતોષ થયો કે, મને કોઈ છેતરી ગયું નથી. આ માથું ખરેખર ચમત્કારિક છે.” પછી બીજા કોઈને ખાતરી કરી લેવી હોય તો ખાતરી કરવા માટે મસ્તકને પ્રશ્ન પૂછવા આગળ આવવા તેણે જણાવ્યું. ઍન્ટોનિયોની પત્નીની બે સખીઓમાંથી એક જણીએ આગળ આવી હવે મસ્તકને પૂછયું, “મારે ખરેખર સ્વરૂપવાન બનવું હોય તો શું કરવું?” * “પ્રમાણિક બન,” મસ્તકે જવાબ આપ્યો. હવે તેની બીજી સખી આગળ આવી. તેણે પૂછ્યું, “મારો પતિ મને સાચેસાચ ચાહે છે કે નહિ?” તેનો વ્યવહાર તપાસતી રહેજે અને તને ખબર પડી જશે.” જવાબ મળ્યો. તે પણ સંતુષ્ટ થઈને ત્યાંથી ખસી ગઈ. હવે ઍન્ટોનિયોના મિત્રે પોતાનું નામ પૂછયું. તેનો સાચો જવાબ મળ્યો.પછી ઍન્ટોનિયોની પત્નીએ પૂછ્યું, “મને મારા પતિનો સહવાસ લાંબો વખત મળશે?” પેલા મસ્તકે “હા” કહી અને ઉમેર્યું, “તેના જેવો નીરોગી અને ખાન-પાનમાં મિતાહારી માણસ લાંબુ જીવે જ.” પછી ડૉન કિવસોટ આગળ આવ્યા. તેમણે પૂછયું – “મૉન્ટેસિનોની ગુફામાં મેં જે કાંઈ જોયું હતું તે સત્ય હતું કે સ્વપ્ન? તથા સાન્કો પોતાની ફટકા ખાવાની પ્રતિજ્ઞા પૂરી કરશે કે નહિ? Page #321 -------------------------------------------------------------------------- ________________ ‘શ્વેત-ચંદ્ર’ નાઈટ ૨૬૯ કારણ કે, લેડી ડુલસિનિયા જાદુ-ક્ત થવાનો આધાર એ પ્રતિજ્ઞાના પાલન ઉપર છે.' "" મસ્તકે જવાબ આપ્યો, “મૉન્ટેસિનોની ગુફાની વાત સાચી પણ છે અને સ્વપ્ન પણ છે; સાન્કો ફટકા ખાશે પણ ધીમે ધીમે; તથા ડુલસિનિયા છેવટે જાદુમાંથી મુક્ત થશે.” હવે સાન્કોએ આગળ આવી પૂછ્યું, “મને ફરી કયાંક ગવર્નરપદ મળશે ખરું? કે જિંદગીભર હું ભૂખે મરતો અને આથડતો સ્કવાયર જ રહીશ? મારું ઘર હું ફરી જીવતો જીવત કદી જોઈ શકીશ? ’’ 66 મસ્તકે જવાબ આપ્યો, ‘તને તારા ઘરનું ગવર્નરપદ જ મળવાનું છે; તું ઘેર પાછો ફરશે તો ફરી તારા ઘરભેગો થઈ શકશે, અને તું તારી આ નોકરી છોડી દેશે, તો તું સ્કવાયરપણામાંથી પણ છૂટશે. "" સાન્કો નવાઈ પામી બોલી ઊઠયો, “અરે આ જવાબ તો ઘોડાનું માથું પણ આપી શકે. એટલું તો હું પોતે પણ કહી શકું!” 66 ડૉન કિવકસોટે તેને ધમકાવીને કહ્યું, તારા પ્રશ્નો જેવા જ જવાબ તને મળે ને?” ટૂંક્માં અહીં જ કહેતા જઈએ કે, આ જાદુઈ માથું એ ઍન્ટોનિયોની એક રમત જ હતી. એ માથું પોલ્યું હતું અને તેમાંથી જતી નળી ટેબલ નીચે થઈ નીચેના ઓરડાની છતમાં પહોંચતી હતી. તેની નીચેના ઓરડામાં ઍન્ટોનિયોનો સાગરીત એ નળીના છેડા આગળ કાન રાખીને બેસતો, અને માથા આગળ પુછાયેલા સવાલો સાંભળતો અને ઍન્ટોનિયોએ પ્રશ્ન પૂછનારા વિષે જાણી રાખેલી અને તેને કહી રાખેલી માહિતી અનુસાર થોડા ઉડાઉ, થોડા સીધા એવા જવાબો એ નળી આગળ માં રાખીને આપતો! ૨ ઍન્ટોનિયોએ ડૉન · કિવકોટને બનાવવા, નાઈટોની ટુર્નામેન્ટ જેવો એક જાહેર મેળાવડો યોજવાની ગોઠવણ કરી હતી. શહેરના ઘણાખરા સદ્ગૃહસ્થો એ કાવતરામાં ભળ્યા હતા. પણ દરમ્યાન Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ડૉન કિવકસોટ! એક એવી વસ્તુ બની, જેથી એ યોજના સાંગોપાંગ પાર પડી શકી નહિ. વાત એમ બની કે, એક વખત ડૉન કિવકસોટ સવારના પહોરમાં દરિયાકિનારે ફરવા નીકળ્યા હતા. તેમણે તેમના રિવાજ મુજબ બખ્તર, હથિયાર વગેરે બરાબર સજી રાખેલાં હતાં. તેવામાં સામેથી આખે શરીરે બખ્તરધારી એક નાઈટને તેમણે ઘોડા ઉપર બેસી તેમની સામે આવતો જોયો. તેની ઢાલ ઉપર ચકચકિત ચંદ્રની મુદ્રા હતી. તેણે ડૉન વિકસોટ પાસે આવતાં જ નવાઈ પામ્યો હોય તેમ બૂમ પાડીને કહ્યું, “ઓહો, વિશ્વવિખ્યાત નાઈટ ડૉન કિવકસોટને જ હું મારી નજર સામે જોઉં છું કે શું? હું પોતે ‘શ્વેત-ચંદ્ર’વાળો નામે ઓળખાતો નાઈટ છું; અને મારાં પરાક્રમો તમારે કાને પહોંચ્યાં જ હશે. હું તમને શોધતો શોધતો અહીં આવ્યો છું કારણ કે, મારે તમારી સાથે દ્વંદ્વયુદ્ધમાં ઊતરી તમારે માંએ એમ કબૂલ કરાવવું છે કે, મારી પ્રેમરાજ્ઞી, તમારી ડુલિનિયા ડેલ ટૉબોસો કરતાં શ્રેષ્ઠ છે— વધુ સુંદર છે. હવે જો તમે સીધેસીધા એ વાત કબૂલ કરી લેશો, તો હું તમારો જાન લેવાની કે બક્ષવાની ખટપટમાંથી બચી જઈશ. નહિ તો આપણે દૃયુદ્ધ લડી લેવું જ પડશે. તેમાં પછી આપણા યુદ્ધની શરતો એવી રહેશે કે, – જો હું જીવું, તો તમારે તમારાં હથિયાર છોડી, સીધા ઘેર જવું, અને એક આખું વર્ષ ત્યાં શાંતિથી પડી રહેવું – બહુ તો તમારી જાગીરનું કામકાજ તમે સંભાળી શકો કે તમારા આત્માના ઉદ્ધાર માટે ભજન-ભક્તિ કરી શકો. પરંતુ જો તમે જીતો, તો પછી મારો જાન તમારા હાથમાં આવી પડે, તથા મારો ઘોડો અને હથિયાર એ તમારાં વિજય-ચંદ્રકરૂપ બની રહે, અને મારાં બધાં પરાક્રમોની કીતિ મારા વારસદાર તરીકે તમારી બની રહે. તો હવે વિચાર કરીને કહો કે, તમારે શું કરવું છે. કારણ કે હું આ એક જ દિવસ માટે આ શહેરમાં રહી શકું તેમ છું.” ડૉન કિવકસોટે આ જીવતાજાગતા નાઈટનો નાઈટની રીતે અપાયેલો પડકાર તરત સ્વીકારી લીધો અને કહ્યું, “તમારી કીતિ હજુ મારે કાને પહોંચવા પામી નથી; તેથી બનવાજોગ છે કે, તમે કોઈ દિવસ લેડી ડુલિનિયાને જોયાં નિહ હોય કે મને પણ મળ્યા નહીં હો, જેથી આવો Page #323 -------------------------------------------------------------------------- ________________ ‘શ્વેત-ચંદ્ર ’ નાઈટ ૨૭૧ પડકાર આપી બેઠા છો; પરંતુ નાઈટની રીતે અપાયેલો આ પડકાર મને માન્ય જ છે, અને તેની બધી શરતો પણ. માત્ર તમારી કીતિ મને વારસામાં મળે એ વસ્તુ હું માન્ય રાખી શકતો નથી; કારણ કે, તમે કેવાં કેવાં કામ કર્યાં છે એ હું જાણતો નથી; અને એ બધાં કામો મારે નામે ચડે એ હું ઇચ્છતો નથી. વળી તમારી પાસે અહીં રહેવાનો વખત થોડો જ છે, તો અબઘડી જ હું તમારી સાથે ભાલા મિલાવવા તૈયાર છું.” તરત જ બંને જણ જગા માપવા તથા છેડા નક્કી કરવાને કામે લાગી ગયા. બાર્સિલોનાનો વાઈસરોય તે વખતે અચાનક ફરતો ફરતો ત્યાં આવી પહોંચ્યો. તે બંનેને આમ દૃ યુદ્ધમાં ઊતરવાની તૈયારી કરતા જોઈ, તે તેમને તેનું કારણ પૂછવા લાગ્ય; કારણ કે, દ્વંદ્વયુદ્ધ લડવાની કાયદેસર મનાઈ હતી. પણ તે ઍન્ટોનિયોનો મિત્ર હતો, અને ડૉન કિવકસટની વાત તેણે સાંભળી હતી. એટલે પેલા શ્વેત-ચંદ્રવાળા નાઈટને તેણે ઍન્ટોનિયોનો જ કોઈ સાગરીત માની લીધો અને આ આખું કાવતરું ઍન્ટોનિયોએ જ મજાક માટે ઊભું કર્યું હશે એમ માની લીધું. કારણ કે, તે .જ વખતે ઍન્ટોનિયો અને બીજા કેટલાક જણ પણ ત્યાં અચાનક આવી પહોંચ્યા હતા. શ્વેત-ચંદ્રવાળા નાઈટૅ જવાબ આપ્યો, “અમારી તકરાર એક લેડીની સર્વશ્રોતા બાબત છે.” વાઈસરોયે ઍન્ટોનિયોને બાજુએ બોલાવી પૂછી જોયું. તો તેણે આ બાબત વિષે કશી જાણ હોવાનો સ્પષ્ટ શબ્દોમાં ઇન્કાર કર્યો. તેમ છતાં વાઈસરોયનૅ લાગ્યું કે, તો આ બીજા કોઈની મશ્કરી જ હશે; એટલે તેણે વચ્ચે પડી તેમને લડતા રોકવાનું મુનાસિબ ન ધાર્યું; અને તેમને તેમનું યુદ્ધ પૂરું કરવાની સંમતિ આપી. બંને નાઈટોએ વાઈસરોયનો તેમની સંમતિ બદલ આભાર માન્યો. પછી બંને જણ નક્કી કર્યા મુજબ સામસામે છેડે જઈ ઊભા રહ્યા અને ભાલા હાથમાં પકડી એકબીજા તરફ જોરથી ઘોડા દોડાવતા ધસી ગયા. શ્વેત-ચંદ્રવાળા નાઈટનો ઘોડો એવો જબરો તથા વેગવંત હતો કે, તેણે ડૉન કિવકસોટની પાસે આવી, ભાલો જાણીબૂજીને ઊંચો કરી લઈ, ડૉન કિવકસોટને અને તેમના ઘોડાને બંનેને અમુક રીતના ધક્કામાત્રથી જ ગબડાવી પાડયા. Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ડૉન કિવકસોટ! તરત જ શ્વેત ચંદ્રવાળો નાઈટ નીચે ઊતરી ડૉન કિવકસોટના ગળા ઉપર ભાલાની અણી ધરીને ઊભો રહ્યો અને બોલ્યો, “તું હારી ગયો છે, અને હવે મરવા ખાતે છે. જો તારે જીવતા રહેવું હોય, તો યુદ્ધની શરતો પ્રમાણે વર્તવા તૈયાર થઈ જા.” ૉન કિવકસોટ એવા જોરથી પછડાયા હતા કે તેમનામાં બોલવાના પગ હોશ રહ્યા નહોતા. એટલે પોતાના ટોપનું મહોરું ઊંચું કર્યા વિના જ તેમણે ધીમેથી જવાબ આપ્યો, “ડુલસિનિયા ડેલ ટૉબોસો જગતની સર્વશ્રેષ્ઠ નારી છે, અને હું આ દુનિયાનો કમનસીબમાં કમનસીબ નાઈટ છું. મારા જેવા નિર્બળ માણસને કારણે ડુલસિનિયાની સર્વશ્રેષ્ઠતા હણાય, તેના કરતાં હું મારા ગળામાં તારો ભાલો પરોવી દે, એટલે બસ.” પેલા નાઈટે હવે જવાબ આપ્યો, “લેડી ડુલસિનિયા ડેલ ટૉબોસો- ની કીર્તિ ભલે અખંડિત રહે, હું તો હું એક વરસ હથિયાર છોડી ઘેર પાછો ફરે એટલી શરતથી સંતુષ્ટ થઈશ.” વાઈસરોય અને ઍન્ટોનિયોએ પણ આ શરતને વાજબી ગણી, તેનું પાલન કરવા ડૉન કિવકસોટને આગ્રહ કર્યો. ડૉન કિવકસોટને પણ લાગ્યું કે, જો તે અત્યારે મરવા તૈયાર થશે, તો પછી સાન્કો પેલા ફટકા ખાવાની શરત પૂરી નહિ કરે, તેમ જ ડુલસિનિયા હંમેશ માટે જાદુ-મંતરથી રૂપાંતર પામેલી જ રહેશે, એટલે એ ખાતર પણ તેમણે જીવતા રહેવું જ જોઈએ! તેથી તેમણે પેલા નાઈટની શરતનું પાલન કરવાનું કબૂલ કર્યું– અર્થાત એક વરસ માટે શસ્ત્રસંન્યાસ તથા ક્ષેત્રવાસ મંજૂર રાખ્યાં. એટલું થતાં પેલો શ્વેત ચંદ્રવાળો નાઈટ વાઈસરોયને સલામ કરી, શહેર તરફ પાછો વળ્યો. વાઈસરોય એન્ટોનિયોને તેની પાછળ જઈ, તે કોણ છે તે જાણી લેવા સૂચવ્યું. ડૉન કિવકસોટને હવે ત્યાં ઊભેલાઓએ ઊભા કર્યા, અને તેમનો ટોપ કાઢી નાંખ્યો. તે મરણતોલ ફીકા પડી ગયા હતા. રોઝિનેન્ટી વળી વધુ ખરાબ સ્થિતિમાં હતો. તે તો હાલ્યો જ નહિ. સાન્કોને તરત જ ઍન્ટોનિયોને ત્યાંથી બોલાવવામાં આવ્યો. તે તો પોતાના માલિકના પરાજયની શરમ ભરેલી વાત જાણી, છેક જ ભાગી પડ્યો. તેને આ બધું કોઈ જાદુગરોની કારવાઈનું જ પરિણામ લાગ્યું. નહિ તો તેના માલિક Page #325 -------------------------------------------------------------------------- ________________ ત-ચંદ્ર' નાઈટ - ૨૭૩ જેવા માલિક આવા યુદ્ધમાં કોઈ એકલાને હાથે હારી જાય, એવી વાત બની શી રીતે? વળી તેના માલિકે એક આખું વરસ ઘેર રહેવાની અને હથિયાર ત્યાગવાની શરત કબૂલ રાખી હતી, એ જ્યારે તેણે જાણ્યું, ત્યારે તો તેને પોતાનાં પણ સૌ સ્વપ્ન પૂરાં થયેલાં લાગ્યાં. વાઈસરોયે એક ખાસ ખુરશી તાબડતોબ શહેરમાંથી મંગાવી. તે આવી એટલે તેમાં ડૉન કિવકસોટને બેસાડી, શહેરમાં લઈ જવામાં આવ્યા. આ બાજુ ઍન્ટોનિયો, પેલો “ત-ચંદ્ર” નાઈટ જે વીશીમાં ઊતર્યો હતો, ત્યાં તેની પાછળ પાછળ ગયો. આખે રસ્તે છોકરાઓ નાઈટના વિચિત્ર બખ્તર અને પોશાકને કારણે તેનો હુરિયો બોલાવતા હતા તથા કાંકરાચાળી કરતા હતા. એન્ટોનિયોએ છોકરાઓને આખે રસ્તે બને તેટલા હાંક હાંક કર્યા. પેલો નાઈટ ઍન્ટોનિયોને પોતાની પાછળ આવતો જોઈ ગયો હતો. વીશીમાં જઈ એન્ટોનિયોએ જ્યારે તેની સાચી ઓળખ માગી, ત્યારે પેલાએ પ્રથમ તો કશું કહેવા ના પાડી. પણ પછી ઍન્ટોનિયો નહિ જ ખસે એમ જાણ્યું તથા ડૉન કિવકસોટ તેને ઘેર જ ઊતરેલા છે એમ જાણ્યું, ત્યારે તેને વિશ્વાસમાં લઈ, તેણે આ પ્રમાણે આખી વાત સ્પષ્ટ કહી દીધી: હું તો કેરેસ્કો નામનો શાસ્ત્ર-પંડિત છે, તથા ડૉન કિવકસોટના ગામનો છું. ડૉન કિવકસોટની વિચિત્ર ધૂનમાંથી તેમને છોડાવવા તેમના કુટુંબનાં તથા ગામનાં ઘણાં ઇચ્છતાં હતાં, પણ કોઈની કશી યુક્તિ કામ આવતી ન હતી. પછી મેં ડૉન કિવકસોટને દ્રુ દ્ધમાં હરાવી, તેની શરત તરીકે બે વરસ ગામ પાછા ફરવાનું તેમની પાસે કબૂલ કરાવવાનો બેત રચ્યો. અને તે પ્રમાણે ત્રણેક મહિના ઉપર અરીસાવાળા નાઈટ તરીકે મેં તેમને તંદ્રયુદ્ધમાં પડકાર્યા હતા. પણ તે વખતે મારા ઘોડાની આડાઈને કારણે હું જમીન ઉપર પછડાયો અને સખત ઘાયલ થઈ ઘેર પાછો આવ્યો. તેથી તો ડૉન કિવકસોટ ઊલટા વધુ જોરમાં આવી પોતાના નિરધારમાં વધુ મક્કમ બન્યા. આમ ધાર્યા કરતાં ઊલટું પરિણામ આવેલું જોઈ, સાજો થતાં હું ડૉ.–૧૮ Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ડૉન કિવકસોટ! ફરી વિશેષ તૈયારી સાથે નીકળ્યો અને તેમને અહીં આવેલા જાણી, અહીં આવ્યો અને છેવટે મારી યોજનામાં સફળ થયો. મારી ગુપ્ત વાત આટલી જ છે. ડૉન કિવકસોટ આમ બીજી બધી રીતે ડાહ્યા તથા સમજદાર છે; માત્ર જની નાઈટ લોકોની વાતો વાંચી તેમને ધૂન ચડી ગઈ છે, તે કોઈ પણ રીતે છોડાવવાની જરૂર છે.” એન્ટોનિયોએ હસી પડીને જવાબ આપ્યો, “શાસ્ત્રીજી, તમારી યોજના સારી છે; પણ ડૉન કિવકસોટ મહાશયનું ગાંડપણ એથી દૂર થશે એમ હું માનતો નથી. એટલે જગતને એક રમૂજનું જે મોટું સાધન મળ્યું છે, તેનાથી તમે તેને વંચિત કરો છો, એટલું જ. છતાં હું તમને ખાતરી આપું છું કે, તમારી યોજના નિષ્ફળ જાય તેવું હું કાંઈ પણ કરીશ નહિ, તથા ડૉન કિવકસોટને કે સાન્કોને કશી વાત ખબર પડવા દઈશ. નહિ.” કેરેસ્કો પછી તે જ દિવસે બાસિલોના છોડી ગયો. ડૉન કિવકસોટ છ દિવસ પથારીવશ રહ્યા. તેમના મનનો ખેદ પાર વગરનો હતો. સાન્કો તેમને આશ્વાસન આપવા પ્રયત્ન કરતો. તે કહેતો કે, “લોકો એથી પણ ઓછા ધક્કામાં પડી જાય છે અને કાં તો તેમનું ગળું ભાગી જાય છે કે પાંસળું પણ. તમને તો તેવું કશું થયું નથી, એટલે આપણે થોડા દિવસમાં સાજાસમા ઘરભેગા થઈ જઈશું. ખરું નુકસાન તો મને થયું છે, માલિક, કારણ કે, હવે તમે ઘેર પાછા ફરવાના એટલે મારું ગવર્નર કે અર્લ બનવાનું પણ પૂરું થયું. કારણ કે, ના તમે થાઓ રાજા કે ન હું થાઉં ગવર્નર. ‘આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા!'” | ડૉન કિવકસટ બોલી ઊઠયા, “ના, ના, સાન્કો, એક વર્ષ તો આપણે આંખ મીંચતાંમાં કાઢી નાંખીશું. અને ત્યાર પછી હું જરૂર રાજ્ય મેળવીશ, અને તને અર્થપણું અપાવીશ.” સાન્કોએ કહ્યું, “ ‘આશા રાખો ને આવી મળશે” એવું કહ્યું જ છે ને? જરૂર માલિક, આપણે હજ સારા દિવસ જોવાના જ છીએ; ‘જીવતો નર ભદ્ર પામે! Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ઘર તરફ ૧ બે દિવસ બાદ, ડૉન કિવકસોટ કંઈક હરતાફરતા થયા, એટલે ડૉન ઍન્ટોનિયોની રજા લઈ ઘર તરફ વિદાય થયા. હવે તેમને એક વર્ષ બખ્તર પહેરવાનું ન હોવાથી, તથા હાલ તુરત તો ઘાયલ શરીરે પહેરી શકાય તેમ પણ ન હોવાથી, સાન્કોના ગધેડા ઉપર જ તે બધું લાદવામાં આવ્યું. સાન્કોને આમ પગે ચાલતા અને ડેપલને દોરતા ઘેર પાછા વળવાનું થયું. પાંચમા દિવસે રાતે તેઓ એક વીશીમાં ઊતર્યા. પણ તે પછીની રાતે ખુલ્લા ખેતરમાં તેમનો રાતવાસો થયો. ડૉન કિવકસોટને હવે ડુલસિનિયાના જ વિચાર વધુ જોરથી આવવા લાગ્યા. તેમણે સાન્કોને ફટકા ખાઈ લઈ, તેમનો માયા-જાળમાંથી છૂટકો કરવા વીનવવા માંડયું; કારણ કે, મર્લિનના શબ્દો પ્રમાણે, એ ફટકા ખાવાનું સાન્કો પૂરું કરે, તેની સાથે જ લેડી ડુલસિનિયા માયામુક્ત થઈ, જ્યાં હોય ત્યાંથી સીધાં ડૉન કિવકસોટને આવી મળે તેમ હતું. જો લેડી ડુલિસિનયા માયામુક્ત થાય, તો પણ આ બધું કંઈક લેખે લાગ્યું કહેવાય ! પણ સાન્કોએ હવૈં એ વાતના સાચાપણામાં શંકા બતાવવા માંડી. પોતે માર ખાય તેથી લેડી ડુલસિનિયા મંત્ર-મુક્ત થાય, એમ શી રીતે બને ? ઉપરાંત નાઈટ-પણાની માલિકે વાંચેલી ચોપડીઓમાં એવો કોઈ દાખલો બન્યાનું વાંચવામાં આવ્યું છે? ડૉન વિકસોટે કહ્યું, “ભગવાન તને સજ્બુદ્ધિ આપે; કારણ કે લેડી ડુલસિનિયા · મારાં પ્રેમ-રાજ્ઞી છે, અને તું મારો નોકર છે; એટલે લેડી ૨૭૫ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ડૉન કિવકસોટ! ડુલસિનિયા તારાં પણ માલિકણ થાય. અને તેમને વફાદાર નીવડવું એ તારો ધર્મ કહેવાય.” આવી વાતોમાં ને ચર્ચાઓમાં તેઓ આગળ ચાલ્યા. હવે, પેલી ગોપ-ગોપીઓના વનમહોત્સવવાળી જગા આવી પહોંચી. ત્યાં ડૉન કિવકસોટને એવો વિચાર આવ્યો કે, આપણે પણ એક વરસ આવો ગણવેશ લઈ ઘેટાં-બકરાં સાથે વનોપવનોમાં ફરતા, પાવા વગાડતા, કવિતાઓ ગાતા, અને ફૂલ-પાનની માળાઓ પહેરતા વિતાવવું. સાન્કોને પણ એ વિચાર ખૂબ ગમ્યો. અને શાસ્ત્રીજી, ભુજ, અને હજામજી પણ આ યોજનામાં સાથે જોડાય, તો તેમને પણ કહી જોવાનું બંનેએ નક્કી કર્યું. ભરવાડો જેવાં સૌનાં નામ પણ તેઓએ નક્કી કરી લીધાં. જેમ કે પોતાનું કિવકનોટિસ, સાન્કોનું પાન્ઝિનો, શાસ્ત્રીનું સૅમ્સોનિયો કે કેસ્કોન, નિકોલસ હજામનું નિકુલૉસો, પાદરીનું ‘કયુરેટ” ઉપરથી કયુરિયાહaો ઇ૦. પછી પોતાને મનપસંદ ગોપીઓ પણ તેઓએ કલ્પી લીધી અને તેમનાં નામ પણ વિચારી લીધાં. એક રાતે તેઓ ખુલ્લા ખેતરમાં સૂતા હતા; અને ચંદ્ર પ્રકાશનો હતો. સાન્કો ઘસઘસાટ ઊંઘી ગયો હતો; પણ ડૉન કિવકસોટ જાગતા હતા. તેમણે સાન્કોને ઢંઢોળીને ઉઠાડ્યો અને આજની ઠંડી રાતે હજારેક ફટકા ખાઈ લેવા વીનવવા માંડયો. સાન્કો આનાકાની કરવા માંડયો. પણ એટલામાં ગુજરીમાં લઈ જવાનું છસોએક ભૂંડોનું ટોળું ત્યાં આવી પહોંચ્યું. અને તેઓ તેમાંથી કંઈક બહાર નીકળી શકે તેવામાં તો તેમને ગબડાવતું અને રગદોળતું પસાર થઈ ગયું. બંનેના ભૂંડા હાલહવાલ થયા. સાન્કો ડૉન કિવકસોટની તરવાર માગી એ ભૂંડોમાંથી થોડાંકને મારવા પાછળ જવાનો વિચાર કરવા લાગ્યો, પણ ડૉન કિવકસોટે ના પાડી. તેમણે કહ્યું, “આ બધું મને પરમાત્મા જ સજા તરીકે મોકલે છે. એટલે ભંડ-ડુક્કર કે માખો પણ નાઈટને રગદોળી જાય છે. અને આ બધાનું મુખ્ય કારણ જ એ છે કે, હું હજ લેડી ડુલસિનિયાના ષ્ણમાંથી મુક્ત થતો નથી; અને તને તેમ કરવા ફટકા ખાઈ લેવાનું સમજાવી શકતો નથી.” Page #329 -------------------------------------------------------------------------- ________________ ઘર તરફ ૨૭૭ બીજા બે દિવસ વીતી ગયા. ડૉન કિવકસોટની ધીરજ હવે ખૂટી ગઈ. તેમણે હવે સાન્કોની સાથે કોઈ પણ રીતે કડદો કરવા વિચાર કર્યો. તેમણે કહ્યું, “બોલ, તું એક ફટકા દીઠ કેટલા પૈસા લેવા માગે છે? તારી કિંમત બોલી નાંખ; હું તને આપણી થેલીમાંથી અબઘડી એ પૈસા ચૂકવવા તૈયાર છું.” સાન્કોએ કહ્યું, “મારે ત્રણ હજાર ને ત્રણસો ફટકા ખાવાના બાકી છે. પાંચેક તો મેં ખાઈ લીધા છે. હવે એક ટકા દીઠ એક ‘કવાર્ટિલો’ એટલે કે દોઢ પેન્સ ગણીએ, તો ત્રણ હજાર ફટકાના સાતસો પચાસ રિયલ થાય. અને બાકીના ત્રણસો ફટકાના એ હિસાબે ઉમેરતાં કુલ આઠસો પચીસ રિયલ થાય. તમે પહેલા એટલા પૈસા મને ગણી આપો તો હું રાજીખુશીથી તેટલા ફટકા ખાઈ લઈશ.” ડૉન કિવકસોર્ટ તરત એ સોદો કબૂલ કર્યો. સાન્કોએ ફટકા મોડી રાતે ખાવાનું શરૂ કરવાનો નિર્ણય જાહેર ર્યા, અને ડૉન કિવકસોટ કયારે મધરાત થાય તેની રાહ જોવા લાગ્યા. 66 પછી સાન્કોએ ડેપલની લગામ કાઢી, અને પોતાના કમર સુધીનો ભાગ ખુલ્લો કરી, થોડે દૂર જઈ ફટકા ખાવાનું શરૂ કર્યું. ડૉન કિવકસોટે દૂર રહ્યાં રહ્યાં જ કહ્યું, “ભાઈ, એક દિવસે બધા જ ખાઈ લેવાનો આગ્રહ ન રાખીશ, તથા બહુ જોરથી ફટકા ખાઈ અધમૂઓ ન થઈ જઈશ. નહિ તો બધા ફટકા પૂરા કરતાં પહેલાં તું કયાંક માર્યા જઈશ, તો લેડી ડુલિસિનિયાની મુક્તિ અવધવચ જ લટકતી રહેશે. ’’ સાન્કોએ સાત કે આઠ ટકા પોતાની ખુલ્લી પીઠ ઉપર લગાવ્યા તેટલામાં તો તેને તમ્મર આવી જાય તેવું થઈ ગયું. તેણે દયામણે અવાજે ડૉન કિવકસોટને બૂમ પાડીને કહ્યું, “માલિક મને આપણા સોદામાંથી મુક્ત થયેલો જાહેર કરો; મારાથી આ ફટકા ખવાશે નહિ. ,, "C તરત જ ડૉન કિવકસોટે દૂર રહ્યાં રહ્યાં કહ્યું, “હિંમત રાખ ભાઈ; અને તને કહ્યા છે તેથી બમણા પૈસા હું ચૂકવીશ. "" “તો તો માલિક, હું ત્રણ ગણા જોરથી ફટકા ખાઈશ, ભલે પછી મારો જીવ જાય !” એમ કહી તેણે પાસેના ઝાડના થડ ઉપરથી જોરથી Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ડૉન કિવસોટ! ફટકા મારવા માંડ્યા, અને એ ફટકા પોતાને વાગ્યા હોય એમ જોરથી બૂમો પાડવા માંડી. ડૉન કિવકસોટને ચિંતા થઈ કે, એ મૂરખ પૈસાના લોભમાં ફટકા પૂરા થયા પહેલાં જ મરી જશે તો બધું જ હાથથી જશે! એટલે તેમણે ઓછામાં ઓછા બે હપતે એ ફટકા પૂરા કરવા તેને વિનંતી કરી; તથા કહ્યું કે, “મારી ગણતરી પ્રમાણે હજાર ફટકા પૂરા થયા છે, માટે અત્યારે હવે થોભી જા.” પણ સાન્કોએ દૂરથી જ જણાવ્યું, “માલિક, મને તમે પૈસા ચૂકવી દીધા છે, માટે તમે જરા દૂર રહીને જ બીજા હજાર ફટકા ગણી લો, અને પછી મને રોકજો.” ડૉન કિવકસોટ દૂર જઈ, અવળા ફરી, ફટકા ગણવા લાગ્યા. સાન્કો હવે એટલા જોરથી ઝાડોને ફટકારવા લાગ્યો કે, તેમની જાડી ચામડી પણ ઊતરી ગઈ. અને તેની બૂમો તેટલા જ પ્રમાણમાં બિચારા ડૉન કિવકસોટના હૃદય સોંસરી નીકળી જવા લાગી. ડૉન કિવકસોટને ખાતરી થઈ ગઈ કે, સાન્કો ફટકા તો દિલથી ખાય છે, અને જરૂર આખી સંખ્યા પૂરી થતાં લેડી ડુલસિનિયા મંત્રમુક્ત થઈ ત્યાં આવી પહોંચશે જ. બીજા હજાર ફટકા પૂરા થતાં જ ડૉન કિવકસોટે તરત તેને થોભવાનું કહ્યું. સાન્કોએ કરાંઝતાં કરાંઝતાં બૂમ પાડી, “મારા બરડાની સ્થિતિ તમારાથી અંધારી રાતે પણ નહિ જોઈ જાય. માટે તમે પહેલાં મને મારો ઝભો દૂરથી નાંખો. એ ઓઢીને પછી હું તમારી પાસે આવીશ.” સવાર થતાં તેઓએ મુસાફરી આગળ ચલાવી. રાતે તેઓ એક વીશીમાં ઊતર્યા. ડૉન કિવકસોટે સાન્કોને પૂછ્યું, વીશીના મકાનની હંફમાં બાકીના ફટકા પૂરા કરવા છે કે કેમ? સાન્કોએ જણાવ્યું કે, તેને ઝાડ વચ્ચે તથા રાતે ખુલ્લામાં ફટકા ખાવાનું વધુ ફાવશે. એટલે ડૉન કિરકસોટે એક રાત આરામની જવા દેવા તેને આગ્રહ કર્યો. બીજો આખો દિવસ તેમણે વીશીમાં આરામ કર્યો. પછી રાત થતાં તેઓ ત્યાંથી વિદાય થયા અને એક ઝાડીમાં જઈ પહોંચ્યા. ત્યાં મધરાત Page #331 -------------------------------------------------------------------------- ________________ ઘર તરફ ૨૭૯ થયા પછી સાન્કોએ પહેલાંની પેઠે જ ઝાડો ઉપર ફટકા મારી, ખૂબ વાગ્યાની બૂમો પોતે પાડવા માંડી. બરાબર ત્રણ હજાર અને ઓગણત્રીસ ફટકા થયા; એટલે તેઓએ બાકીના ફટકા પછી પૂરા કરવાનું વિચાર્યું. અને સૂર્યોદય થતાં તેઓ આગળ ચાલ્યા. તે રાતે પણ સાન્કોએ ફટકા પૂરા કરવાની ખુશી બતાવી, એટલે ડૉન કિવકસોટ એકદમ રાજી રાજી થઈ ગયા. તેમને થઈ ગયું કે, ફટકા પૂરા થતાં લેડી ડુલસિનિયા તેમને સ્વદેહે દર્શન જરૂર દેશે. ફટકા પૂરા થયા પછીના બીજા દિવસે તેઓએ મુસાફરી શરૂ કરી, ત્યારે દૂરથી સામે આવતું જે કોઈ હોય તે લેડી ડુલસિનિયા જ હશે એવી આશા ડૉન કિવકસોટ રાખ્યા કરતા. એમ કરતાં કરતાં તેઓ છેલ્લી ટેકરી ઉપર આવી પહોંચ્યા, જ્યાંથી તેમને પોતાના ગામનાં દર્શન થતાં હતાં. સાન્કો તરત ઘૂંટણિયે પડી પોતાની વતન-ભૂમિને પગે લાગ્યો. વચ્ચે જ એક ખેતરમાં શાસ્ત્રી કેરેસ્કો અને પાદરી-બુઆ તેમને સામાં મળ્યા. બંને જણ રાજી થતા ડૉન કિવકસોટ તરફ દોડી આવ્યા. ડૉન કિવકસોટ નીચે ઊતર્યા અને તેમને ભેટ્યા. થોડી વારમાં તો ગામમાં ડૉન કિવકસોટ અને સાન્કો પાછા આવ્યાની ખબર પહોંચી ગઈ. ઘેર પહોંચતાં જ ડૉન કિવકસોટે પોતે ગોપ-જીવન ગાળવા કરેલા નિરધારની વાત સૌને કરી. અને એક વરસ એમ જીવન વિતાવ્યા બાદ પોતે ફરી શસ્ત્રધારણ કરી વિજ્ય-પ્રસ્થાન કરશે એમ પણ જણાવ્યું. પરંતુ રાત પડતાં સુધીમાં તો ડૉન કિવક્સોટને ભયંકર થાક લાગવા માંડયો અને તેમને સખત તાવ ચડ્યો. સૌએ માની લીધું કે, એ તાવ થાકનો તથા નિરાશાનો હશે. અને થોડા દિવસમાં તેમને ઠીક થઈ જશે. પરંતુ એ તાવ જીવલેણ નીવડવાનો હતો. એ તાવની ઊંઘમાંથી છ કલાક બાદ તે જાગ્યા ત્યારે કંઈક વિચિત્ર મોટા અવાજે પોકારી ઊઠયા: “ભગવાનની દયા છે! ભગવાન દયાળુ Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ડૉન કિવકસોટ! છે; માણસનાં પાપ ગમે તેટલાં મોટાં હોય, પણ તેની દયા તેથી પણ મોટી છે.” તેમની ભત્રીજી તેમનો અવાજ સાંભળી ત્યાં દોડી આવી, અને, “શું થયું? શું થયું?” એમ ચિંતાતુર થઈને પૂછવા લાગી. ડૉન કિવકસોટ બોલી ઊઠયા, “ભગવાને મારા ઉપર દયા કરી છે અને મને મારું ભાન પાછું મળ્યું છે. અજ્ઞાનનું જે પડળ મારી આંખો ઉપર ફરી વળ્યું હતું તે દૂર થયું છે. “તૂટ સાં મરમ, મ વિની વાસ!' પેલી નકામી ચોપડીઓ વાંચી વાંચીને કોણ જાણે મારા મગજમાં કેવીક ધૂન ભરાઈ બેઠી હતી? માત્ર ખેદ એટલી જ વાતનો છે કે, એ ભાન મને બહુ મોડું આવ્યું. કારણ, હવે મારી આખરી ઘડી આવી પૂગી છે; અને પ્રભુ પાસે પહોંચવા તૈયાર થવાનો મારી પાસે જરાય વખત રહ્યો નથી. અરેરે, મેં કેવી મૂર્ખતામાં મારા દિવસ કાઢી નાંખ્યા ? બેટા, હવે બીજું કશું કર્યા વિના મને, મારી ચિર વિદાય માટે તૈયારી કરવામાં મદદ કર. પ્રથમ તો તું મારા પ્રમાણિક મિત્ર પાદરી-બુઆ, નિકોલસ, અને શાસ્ત્રી કેરેસ્કોને બોલાવવા મોકલ. હું કબૂલાતવિધિ પૂરો કરી મારું વીલ લખાવી દેવા માગું છું.” એટલામાં કોણ જાણે પ્રભુએ મોકલ્યા હોય તેમ તે ત્રણે ત્યાં આવી પહોંચ્યા. ડૉન કિવક્સોટે તરત જ તેમને કહ્યું, “આવો મિત્રો, હવે હું ડૉન કિવકસોટ દ લા માંશા નહિ, પણ તમારો સાચો મિત્ર અલોન્ઝો કિવકસાનો તમને બોલાવું છું. મારી પાસે વખત થોડો છે, એટલે મારે કહેવાનું તમે સૌ પહેલાં સાંભળી લો: નાઈટ-પણાની બધી ચોપડીઓ ખોટી છે – જૂઠી છે - નકામી છે; આખી પેઢીને માટે તે ભયરૂપ છે, જોખમરૂપ છે. મારા જેવા કેટલાયનાં મગજ તે વાતો ભરમાવી દેતી હશે. ભગવાનની દયાથી મારો પોતાનો એ ભ્રમ તો હવે ભાગ્યો છે. મારા જાતઅનુભવથી હવે તમને હું એમ કહું છું, તે તમે સાચું માનજો. મારું મોત નજીક આવી રહ્યું છે. હવે તમે મને સારું લગાડવા નહિ પણ મારી સાથે ગંભીરતાથી વાત કરજો. મારે મારો કબૂલાત-વિધિ કરાવવો છે અને વીલ લખાવવું છે તેની બધી તૈયારીઓ તરત જ કરવા માંડો.” Page #333 -------------------------------------------------------------------------- ________________ ઘર તરફ - ૨૮૧ પેલા સૌ ૉન કિવકસોટની આ પ્રકારની વાતો સાંભળી પ્રથમ તો હબકી ગયા, તથા હજ તો તે ઘણું જીવશે વગેરે કહીને આશ્વાસન આપવા ગયા. પણ ડૉન કિવકસોટે તેમની વાત ધરાર સાંભળી નહિ. સૌ હવે સમજી ગયાં કે, ખરેખર આ માણસ આ દુનિયા બહારથી ઊભો રહી જાણે બોલી રહ્યો છે. તેમની ભત્રીજી અને કામવાળી બાઈ તરત જ ડૂસકાં ભરી રડવા લાગ્યાં. પાદરી-બુઆએ તેમનું કબૂલાત-નામું સાંભળી લીધું અને ભગવાનની માફી તેમના ઉપર ઊતરે એવા આશીર્વાદ આપ્યા. થોડી વારમાં સાન્કોના ઘર સુધી આ બધા સમાચાર પહોંચી ગયા. તે તરત દોડતો આવી પહોંચ્યો. વીલ લખનાર આવતાં જ ડૉન કિવકસોટે પોતાની બધી મિલકતની વ્યવસ્થા લખાવવા માંડી: સાન્કો પાસેની પોતાની બધી રોકડ તેને આપી દીધી; પોતાની જાગીરની કલા વારસદાર પોતાની ભત્રીજીને ઠરાવી. પોતાની કામવાળી બાઈને વાર્ષિક અમુક પગાર મળ્યા કરે એવી વ્યવસ્થા કરી. પાદરી-બુઆને તથા શાસ્ત્રીજીને પોતાના વીલનો અમલ કરનાર નીમ્યા. પોતાની ભત્રીજી માટે એવી શરત તેમણે ઉમેરી કે, તે લગ્ન કરવા વિચાર કરે, તો એવા માણસ સાથે તેણે લગ્ન કરવું કે જેણે નાઈટ-પણાની વાતોની એક પણ ચોપડી વાંચી ન હોય. જો પેલો એવી ચોપડીઓ વાંચનાર છે એવું જાણ્યા પછી પણ એ તેની સાથે જ પરણવાનો આગ્રહ રાખે, તો એને મારો વારસો ન મળે. પછી મારી મિલકત મારા વસિયતના વહીવટદારો કોઈ ધર્માદા કામમાં વાપરી નાખે. ઉપરાંત મારા વસિયતના વહીવટદારોને ડૉન કિવકસોટ દ લા માંશાનાં પરાક્રમોની ચોપડીનો બીજો ભાગ લખનારો મળે, તો તેની તેઓ મારા વતી માફી માગે અને તેને જણાવે કે, મરતી વખતે મને એક જ વાતનું દુ:ખ રહી જાય છે કે, હું એવી ચોપડી લખવાનું નિમિત્ત બન્યો.” ત્યાર પછી તે એકદમ બેભાન થઈ ગયા અને ચત્તાપાટ પથારીમાં પડ્યા. સૌ ગાભરા થઈ પાસે દોડી ગયાં. થોડી વારમાં તે ભાનમાં આવ્યા; પણ પાછા બીજા કલાકે તે ફરીથી બેભાન બની ગયા. એમ ત્રણ દિવસ સુધી ચાલ્યા કર્યું. Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ડૉન કિવકસોટ! આખું કુટુંબ ભારે શોકમાં અને મૂંઝવણમાં ગરકાવ થઈ ગયું. છેવટે આખરી ઘડી આવી, ત્યારે શાંતિથી પોતાની પથારીમાં જ તેમણે પ્રાણત્યાગ કર્યો. શાસ્ત્રીજીએ તેમની કબર ઉપર નીચેનો લેખ કોતરાવ્યો “અહીંયાં એક વીર નાઈટ ચિર નિદ્રામાં પોઢયા છે. અમર કીર્તિ પ્રાપ્ત કરવાની તેમની ઝંખના હતી, અને તે કીર્તિ હાંસલ કરીને તેમણે મરણ ઉપર વિજ્ય મેળવ્યો છે. એક ગાંડા ધૂની માણસની પેઠે જો તે જીવ્યા હતા, તો એક ડાહ્યા સમજણા માણસની જેમ તે મૃત્યુ પામ્યા -=- =-= Page #335 -------------------------------------------------------------------------- ________________ કરી દરેક st2, હૈંન વિકસેટની આખર.- પૃ૦ ૨૮૨ Page #336 --------------------------------------------------------------------------  Page #337 -------------------------------------------------------------------------- ________________ પરિવાર પ્રકાશને બાશા અને ધીરજ અનુ. નેપાળદાસ પટેલ ૪૫૦ [અલેકઝાન્ડર ડૂમા કુત અભુત-રસ-પ્રધાન નવલકથાને છાયાનુવાદ, સચિત્ર) વેર અને કાંતિ અનુ. બિપિનચંદ્ર ઝવેરી ૩.૦૦ [ચાર્લ્સ ડિકન્સ કૃત વિખ્યાત નવલકથા “એ ટેલ ઓફ દ્ર સિટીઝને સરળ સચિત્ર સંક્ષેપ.] કે મિરાગ્લ ઉર્ફે દરિદ્રનારાયણ અનુ. નેપાળદાસ પટેલ ૧૨૦૦ [ વિકટર હ્યુગે કૃત પ્રખ્યાત વિશ્વકથાને વિસ્તૃત સંક્ષેપ, સચિત્ર.] મોતીની માયા અનુ. ગેપાળદાસ પટેલ ૧૫૦ [નોબેલ પ્રાઇઝ વિજેતા જોન સ્ટાઇનબેકની લખેલી લોકકથા પર્લ’ને સંક્ષિપ્ત અનુવાદ, સચિત્ર કાલિ કે ઉત્ક્રાંતિ અનુ. ગોપાળદાસ પટેલ પ૦૦ [વિકટર હ્યુગે કૃત નવલકથા “નાઈન્ટી શ્રી અને વિસ્તૃત સંક્ષેપ, સચિત્ર.] કાઉન્ટ ઑફ મેન્ટેક્રિસ્ટો' અનુ. ગોપાળદાસ પટેલ ૪૦૦. [ ઇતર વાચન માટે સરળ સંક્ષેપ, સચિત્ર.] શ્રી મસ્કેટિયર્સ-૧ ચાને પ્રેમશૌર્યના રાહ! અનુ. ગોપાળદાસ પટેલ ૮૦૦ [અલેક્ઝાન્ડર ડૂમા કૃત વિખ્યાત નવલકથાને સચિત્ર, વિસ્તૃત સંક્ષેપ.] શ્રી મસ્કેટિયર્સ-૨ યાને વીસ વર્ષ બાદ! અનુ. નેપાળદાસ પટેલ ૮૦૦ [ ડૂમા કૃત “ ટવેન્ટી ઈયર્સ આફટર ને સચિત્ર સંક્ષેપ.] શ્રી મટિયર્સ- ૩ ચાને કામિની અને કાચન અનુગોપાળદાસ પટેલ ૧૦૦૦ [મા કૃત “વાઇકાઉન્ટ દ બ્રાજલન ને સચિત્ર સંક્ષેપ.] Page #338 -------------------------------------------------------------------------- ________________ શ્રી મસ્કેટિયર્સ-૪ યાને પ્રેમપંક અનુ. ગોપાળદાસ પટેલ (સમાં) [ ડૂમા કૃત “લુઝા દ લ વાલિયેરને સચિત્ર સંક્ષેપ.] થ્રી મસ્કેટિયર્સ-૫ યાને દગા કિસીકે સગા નહિ! (પ્રેસમાં) અનુ. ગોપાળદાસ પટેલ [મા કૃત “મૈન ઇન ધિ આયન માસ્કને સચિત્ર સંક્ષેપ.] લાફિંગ મૅન' યાને ઉમરાવશાહીનું પિત અને પ્રતિભા અનુ. ગોપાળદાસ પટેલ ૮૦૦૦ વિકટર હ્યુગની વિખ્યાત કથાને વિસ્તૃત સચિત્ર સંક્ષેપ.] લિવર વિસ્ટ ચાને “એક અનાથ બાળકની કહાણું” અનુ. ગેપાળદાસ પટેલ ૫૫૦ [ડિકન્સકૃત જાણીતી નવલક્થાને સચિત્ર છાયાનુવાદ.] નિકોલસનિકબી ચાને કરણી તેવી ભરણું અનુગોપાળદાસ પટેલ ૧૦-૦૦ [ડિકન્સકૃત નવલકથાને વિસ્તૃત સંક્ષેપ, સચિત્ર.] પિકવિક કલબ ચાને “સૌ સારું, જેનું છેવટ સારું' (પ્રેસમાં) અનુ. ગોપાળદાસ પટેલ , [ડિકન્સ ત વિખ્યાત નવલકથાને વિસ્તૃત સંક્ષેપ, સચિત્ર.] ડેબી એન્ડ સન ચાને “તવંગરનું સંતાન' (છપાય છે) અનુ. ગોપાળદાસ પટેલ [ડિકન્સ ત નવલકથાને વિસ્તૃત સંક્ષેપ, સચિત્ર.] સરસ્વતીચંદ્ર સંપા. કમુબહેન પુત્ર છે. પટેલ (પ્રેસમાં) [સાક્ષરશ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી કૃત, ચાર મોટા ભાગોમાં પ્રસિદ્ધ થયેલી, અને વિશ્વસાહિત્ય – ગ્રંથ તરીકે જેની ગણના થાય છે એવી પ્રસિદ્ધ ગુજરાતી નવલકથાને સરળ, વિસ્તૃત સચિત્ર સંક્ષેપ.] કટુંબ-પરિવાર અનુ. કમુબહેન પુત્ર છે. પટેલ ૧૧૦૦ [શ્રી. ગુરુદત્ત કૃત હિંદી નવલકથા “પુષ્ઠનને સચિત્ર અનુવાદ] વિચારમાળા સંપા, કમુબહેન પુત્ર છે. પટેલ ૦.૭૫ [‘સત્યાગ્રહ”ની સુંદર વિચારકલિકાઓને સંગ્રહ) ચિંતનમણિમાળા સંપાકમુબહેન પુત્ર છો. પટેલ ૧૦૦ [‘નવજીવન’નાં વિચાર-પુષ્પોની ફૂલગૂંથણી, સચિત્ર.] Page #339 -------------------------------------------------------------------------- ________________ મનનિકા સંપા. વિજયશંકર મંત્ર ભટ્ટ ૩૦૦ [સંપાદકે વાંચેલાં અનેક પુસ્તકોના સારરૂપ મૂળ ફકરા] મારી જીવનદષ્ટિ સંપા. વિજયશંકર મંત્ર ભટ્ટ ૨૦૦ [કેટલાક વિશ્વવિખ્યાત વિદ્વાનો, વિજ્ઞાનીઓ તથા સંશોધકોની પ્રેરક જીવનદષ્ટિ આલેખતું પુસ્તક, સુંદર ફેટાઓ સહિત.] સત્યાગ્રહી બાપુ સંપા, રમેશ ડા, દેસાઈ ૦૬૦ [ગાંધીજીના સત્યાગ્રહના પ્રસંગેની રસિક વાર્તાઓ, સચિત્ર.] સરદારશ્રીને વિનેદ સંપા. મુકુલભાઈ કલાર્થી; કલ્યાણ વિ. મહેતા ૨૦૦ [બારડોલીની લડતના ૬૫ પ્રસંગે સહિત.] ભારત પર ચડાઈ | મગનભાઈ દેસાઈ ૦૭૫ [ચીની આક્રમણને ખ્યાલ આપતી પુસ્તિકા, નકશા સાથે.] ગીતાનું પ્રસ્થાન | મગનભાઈ દેસાઈ ૫.૦૦ [મહાભારતના યુદ્ધના મંડાણ પહેલાંની રસિક કથા.] ગીતાને પ્રબંધ | મગનભાઈ દેસાઈ ૨૦૦ [અષ્ટાદશાધ્યાયિની ગીતાના વિષયની ગોઠવણ અને રજૂઆત કેવી રીતે થઈ છે તેનું સળંગ નિરૂપણ ૩૦મી જાનેવારી મગનભાઈ દેસાઈ ૧૯૫૦ [રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ-અગિયાર ફેટ-ચિત્રો સહિત.] નવી યુનિવર્સિટીઓ મગનભાઈ દેસાઈ ૧૨૫ યુનિ.ના શિક્ષણ-વહીવટ અંગે માહિતી આપતી પુસ્તિકા; ગાંધીજીના ઉચ્ચ શિક્ષણને લગતા લેખ સહિત.] ગાંધીજીને જીવનમાર્ગ | મગનભાઈ દેસાઈ ૬૦૦ [ગાંધીજીએ જીવન-સાધનામાં આવશ્યક માનેલાં વ્રત-સાધનની ઝીણવટભરી પ્રમાણભૂત રજૂઆત. સાવધાન ! મગનભાઈ દેસાઈ ૦૧૦ [અંગ્રેજીના પ્રશ્ન અંગે સમજ આપતી પુસ્તિકા.] મિડલ સ્કૂલ : “અદકેરું અંગ” મગનભાઈ દેસાઈ ૧૦૦૦ [અંગ્રેજી રાજ્ય હેઠળ પ્રાથમિક કેળવણીમાં અંગ્રેજોએ શા હેતુથી “મિડલ સ્કૂલ”ની ફાચર મારી હતી, તેની ચર્ચા.]. Page #340 -------------------------------------------------------------------------- ________________ રાક અને સ્વાસ્થય ઝવેરભાઈ પટેલ ૨૦૦ | [આરોગ્ય અને ખોરાક અંગે સમજ આપતી પુસ્તિકા.] નીલગંગાનાં નીર પુરુષોત્તમ ભેજાણું ૫.૦૦ [યુગાન્ડા જઈ વસેલા ગુજરાતી ભાવુક હૃદયમાં સ્કુરેલાં કાવ્યોને સંગ્રહ, સચિત્ર] સંત ફ્રન્સિસનું જીવનગાન અનુ૦ ધનજીભાઈ ફકીરભાઈ (પ્રેસમાં) [સંત કાન્સિસના જીવન અને કાર્ય અંગે સમજ આપતું પુસ્તક.] તપસ્યા અને નિચહ ' અનુ. ગોપાળદાસ પટેલ (પ્રેસમાં) [વિખ્યાત ફ્રેન્ચ લેખક આનાતોલ ક્રાંસની નવલકથા થાઈ ને સંક્ષિપ્ત અનુવાદ.] ચિત્રકથામાળા લે મિરાબ્લ, કાઉન્ટ ઑફ મેન્ટેક્રિસ્ટ, શ્રી મકેટિયર્સ-ન, લિવર ટ્વિસ્ટ એ નવલકથાઓને ચિત્રમાળા રૂપે રજૂ કરતી અનોખી કથામાળા. (તૈયાર થાય છે) સિપાટ કમુબહેન પુત્ર છે. પટેલ : ચિત્રકાર : રજની વ્યાસ) Page #341 -------------------------------------------------------------------------- ________________ CIPER LIVINES STUT TAL:T ડિકન્સ કૃત પ્રસિદ્ધ નવલકથા પિકવિક પેપર્સ'ના ચિત્ર અનુવાદ ‘પિકવિક લખ માંથી એક લાક્ષણિક ચિત્ર, NARIONIC GEL'S - Page #342 -------------------------------------------------------------------------- ________________ ડિકન્સ કૃત પ્રસિદ્ધ નવલકથા “ ડાબી ઍન્ડ સન'ના સચિત્ર અનુવાદમાંથી એક લાક્ષણિક ચિત્ર. Page #343 -------------------------------------------------------------------------- ________________ ડારીમંદિરનિ. 8c 0 ગુરુદત્ત કૃત નવલકથા શુષ્ઠન ના સચિત્ર અનુવાદ ‘કુટુંબ-પરિવાર ’માંથી નાયકનું એક લાક્ષણિક ચિત્ર Page #344 -------------------------------------------------------------------------- ________________ ઝઘતિકત આ ડાળ ફલકશીટ પ્રેમ-mોયની એક અનોખી 65ii કશ્રી સખા: ગોપાળદાસ પટેલ સર્વાન્ત 'પરિવાર પ્રકાશન સહકારી મંદિ૨ લિ.અમદાવાદ:૧૩ -