________________
બાસિલોના તરફ
૨૬૧
66
“હું બીજું કશું ન સમજું; તમે મારો જીવ લેવા તૈયાર થયા છો, એટલે મારી જાતનું રક્ષણ કરવાનો મારો ધર્મ છે. અબઘડી તમે જો મને વચન નહીં આપો કે, એ ફટકા ખાવાનું મારી પોતાની મરજી ઉપર છોડી દેશો અને કદી મને ફરી જાતે મારવાનો આગ્રહ નહીં કરો, તો તમારું મોત નક્કી જ છે. કારણ કે, તો મારી બૈરીને હું રંડાવીને ચાલતો થવા માગું છું કે નહીં, તેનો સવાલ છે; લેડી ડુલસિનિયા મારા મરી જવાથી નહીં રાંડે!”
આ
ડૉન કિવકસોટે તરત આકરામાં આકરા સોગંદ ખાધા કે, તે કદી ફટકા ખાવાની બાબતમાં તેને આગ્રહ નહીં કરે કે તેના ઉપર દબાણ નહીં લાવે.
એ સાંભળી, સાન્કો તરત ઊઠી ગયો, પણ પછી ડૉન કિવકસોટથી થોડે દૂર બીજા ઝાડ પાસે જ જઈને આડો પડયો.
પણ તે બંને પોતપોતાના ઝાડ નીચે આડા પડયા હશે, એટલામાં મશહૂર બહારવટિયા રૉક ગિનાર્ટનાં માણસો ચારે બાજુથી એ બંનેને ઘેર વળ્યાં. તેમણે પહેલાં તો ડેપલ ઉપરથી બધો સામાન ઉતારી લીધો. ડ્યૂકે આપેલા પેલા સોનૈયા સાન્કોએ કમર આસપાસ કંદોરાની પેઠે કપડામાં આમળી લીધા હતા, એટલે તે તો તેમના હાથમાં ન આવ્યા. પરંતુ ઘોડા-ગધેડાને તપાસ્યા પછી તેઓ તેમનાં શરીર તપાસવા જતા જ હતા, તેવામાં તેમનો સરદાર રૉક ગિના જ ત્યાં આવી પહોંચ્યો.
cc
ડૉન કિવકસોટને બખ્તર પહેરેલા જોઈને તથા તેમની ઢાલ અને ભાલો ઝાડના થડ પાસે ઊભાં કરેલાં જોઈને તે તેમની પાસે આવ્યો અને કહેવા લાગ્યો, ભલા માણસ, દુ:ખી થવાની જરૂર નથી; કારણ કે તમે કોઈ રેંજી પેંજી લૂંટારાના હાથમાં નથી પડયા, પણ બહાદુર રૉક ગિનાર્ટના હાથમાં પડયા છો. હું બહાદુર માણસની કદર કરી જાણું છું.”
ડૉન કિવકસોટ રૉક ગિનાર્ટ નામ સાંભળી તરત રાજી થઈ બોલી ઊઠયા, “ ભાઈ તમારા હાથમાં પડવા બદલ મને જરાય દુ:ખ થતું નથી; કારણ કે તમારી કીર્તિ તો ચામેર ફેલાયેલી છે. પરંતુ મને ખેદ એટલી વાતનો જ થાય છે કે, 'નાઈટ લોકોના નિયમ મુજબ મારે હંમેશ માટે સાવધાન રહેવું જોઈએ તથા ઘોડાથી અને હથિયારથી દૂર ન રહેવું જોઈએ;