SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ડૉન કિવકસોટ! પણ તમારા માણસોએ મને પકડ્યો ત્યારે હું બંને બાબતથી દૂર હતો. મારું નામ પણ તમે જાણી લો કે, હું ડૉન કિવકસોટ દ લા માંશા છું.” હવે રૉક ગિનાર્ડે પણ ડૉન કિવકસોટનું નામ સાંભળ્યું હતું, તથા આ જમાનામાં તે પ્રાચીન નાઈટ લોકોની રીતે દુનિયામાં વિચરવા નીકળી પડયા છે, એમ તેને ખબર હતી. એટલે તેણે તરત આ લોકો પાસેથી તૂટેલું બધું તેમને પાછું આપી દેવા પોતાનાં માણસોને કહ્યું. ત્યાર બાદ રૉકે પોતાનાં માણસોને પંક્તિમાં ઊભાં રાખી, છેવટની વહેંચણી પછી તેઓએ જે કંઈ ઘરેણાં-કપડાં-રોકડ વગેરે લૂંટી આપ્યું હતું, તેની ન્યાયપુર:સર વહેંચણી કરી આપી. તે જોઈ સાન્કો બોલી ઊડ્યો : કહેવત છે કે, “ચોરો પણ એકબીજાને તો વફાદાર રહે જ.' તે સારું છે. તેઓ જો અંદર અંદર છેતરપિંડી ચલાવે, તો એક દહાડોય એમનું કામ ન ચાલે!” એ સાંભળી એક બહારવટિયાએ પોતાની બંદૂકનો ઘોડો ચડાવ્યો. તેણે સાન્કોને ત્યાંને ત્યાં જ વીંધી નાખ્યો હોત, પણ રૉકે તેને રોક્યો. સાન્કો કહેવતો બોલી નાખવાના પોતાના સ્વભાવનું જોખમ અત્યારે એવું સમજ્યો, તેવું ડૉન કિવક્સોટે તેને વારંવાર કહ્યું હતું તોપણ નહોતો સમજ્યો! એટલામાં રૉકના બે અગુવા ખબર-દારો ખબર લાવ્યા કે, બાસિલોના તરફ એક મોટી મંડળી જાય છે. રૉકે પૂછયું, “એ મંડળી આપણે જેમને શોધીએ છીએ, તેવાઓની છે કે, જેઓ આપણને શોધે છે, એવાઓની “આપણે જેવાઓને શોધતા ફરીએ છીએ, તેવાઓની, સરદાર.” “તો જાઓ, એકેએક જણને પકડીને અહીં લઈ આવો; કોઈ જીવતું નાસી છૂટવું ન જોઈએ,” રૉકે ફરમાન કાઢયું. તરત જ બધા ઊપડ્યા. દરમ્યાન રૉકે ડૉન કિવકસોટને પોતાના જીવન-માર્ગ વિશે કંઈક સમજણ પાડવા માંડી. તેણે કહ્યું, “તમારા મોં ઉપરથી એમ લાગે છે કે, તમને અમારી આ જાતની જિંદગી ગમતી નહિ હોય. પરંતુ જે કંઈ જંગાલિયત કે કર્કશતા મારા સ્વભાવમાં અત્યારે તમને દેખાય છે, તે મને પહેલાં થયેલા ગંભીર અન્યાયોનો પ્રત્યાઘાત માત્ર છે. એ અન્યાયો મારાથી સાંખી લેવાય તેવા ન હતા, તેમ જ તેમનો
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy