________________
વિજયપ્રસ્થાન
૧૧ ડૉન કિવકસોટને આ માણસના શબ્દો કાયદેસર તથા નમ્ર લાગ્યા, એટલે તેમણે તેને આ ગઢનો સૂબો જ માની લઈને કહ્યું, “સિનિયોર કેસેલનો*, મને ગમે તે સગવડ આપશો તો પણ ચાલશે. આખા જગતમાં શસ્ત્રો સિવાય બીજી કોઈ વસ્તુની મારે મન કિંમત નથી, અને રણભૂમિ જ મારે મન ફૂલ-શપ્યા છે.”
વીશીવાળો ચાલાક અને ઉસ્તાદ માણસ હતો. તે આ માણસ ભેજાગેપ છે એ તરત પારખી ગયો. તેણે એની પાસે જઈ કહ્યું, “નામદાર, તો તો ફરસબંધી એ જ આપને માટે યોગ્ય પથારી છે, અને આખી રાત જાગવું એ જ આપને માટે આરામ છે. તો આપ નામદાર હવે ઘોડા ઉપરથી નીચે ઊતરો; એવા આરામ માટે તો આ મકાનમાં, આપને માટે, એક રાત તો શું, આખું વરસ પૂરતું સ્થાન મળી રહેશે.”
વીશીવાળાએ હવે ઘોડાની લગામ પકડી રાખતાં, ડૉન કિવકસોટ ભૂખથી તથા થાકથી અકડાઈ ગયેલા શરીરે મહાપરાણે જમીન ઉપર ઊતર્યા. તેમણે વીશીવાળાને પોતાના ઘોડાની યોગ્ય માવજત કરવા વિનંતી કરી; કારણ કે એ ઘોડો આખો દુનિયામાં જોડ’ હતો.
- વીશીવાળાએ ઘોડાને તો નજર નાંખતાં જ પારખી લીધો હતો; એટલે તેણે સામાન્ય જાનવરની જેમ તેને તબેલામાં બાંધી દીધો.
તે પાછો આવ્યો ત્યારે પેલી બે સ્ત્રીઓ ડૉન વિકસોટનું બખ્તર છોડવામાં તેને મદદ કરતી હતી. બીજું બધું તો છૂટું થયું, પણ માથા ઉપરનો ટોપ વિવિધ પટ્ટીઓથી એવી રીતે તાણી બાંધવામાં આવ્યો હતો કે, એ પટ્ટીઓ કાપ્યા વિના એ છૂટો થઈ શકે તેમ નહોતું. પણ ડૉન કિવકસોટ, સક્સ બંધાયેલો એ ટોપ, મુસાફરીમાં અધવચ છૂટો કરી નાંખવા દેવા હરગિજ રાજી ન હતા, એટલે માથે-મએ એ ટોપ તેમણે જેમનો તેમ રહેવા દીધો.
ડૉન કિવકસોટે આ ભલી બાઈઓની સેવાશુશ્રુષાથી ખુશ થઈ, તેમને પોતાનું અને પોતાના ઘોડાનું નામ કહી દીધાં! તથા જણાવ્યું કે, “આપને માટે કાંઈ વીરોચિત પરાક્રમ કર્યા પહેલાં મારે આપની સમક્ષ મારું ખરું નામ પ્રગટ કરવું ન ઘટે; પરંતુ આપની મમતાભરી શુશ્રુષાથી પ્રભાવિત
* “કૅસલ’ એટલે ગઢ. કેસેલનો એટલે ગઢપતિ.