________________
૪૪
ડૉન કિવકસોટ! સોગંદ મહાન માફિવસ ઑફ માટુઆએ પોતાના ભત્રીજા બૉલ્ડવિનના મૃત્યુનું વેર લેવા માટે લીધા હતા, એવું મેં વાંચ્યું છે.”
પણ સરકાર, આવા બધા સોગંદ ફોગંદની વાતો પડતી મૂકો; કારણ કે, આ રસ્તે તો ગાડાવાળાઓ કે સામાન્ય હાલી-મવાલી જેવા લોકો જ અવરજવર કરતા હોય છે; અહીં કોઈ લોખંડી ટોપ પહેરેલો નાઈટ તમને મળવાનો નથી. આખી જિંદગીમાં એવો ટોપ પહેરેલો કોઈ માણસ આ તરફના લોકોએ નજરે જોયો નહિ હોય કે કાને સાંભળ્યો પણ નહિ
હોય.”
તારી ભૂલ થાય છે ભાઈ; આ રસ્તે બે કલાકમાં જ આપણને એટલા બધા સશસ્ત્ર લોકો મળશે કે જેટલા સુંદરી એંજલિકાનું હરણ કરી જવા બત્રીસ રાજાઓએ ચડાઈ કરી હતી ત્યારે પણ ભેગા નહિ થયા હોય. પણ એ બધી વાત તો પછી; અત્યારે તો હું તારી ઝોળીમાં કંઈ ખાવાનું હોય તો કાઢ, ત્યાર બાદ આપણે કોઈ કિલ્લો શોધીને રાતનો મુકામ કરીશું. ત્યાં ગયા પછી આ કાન માટે પેલું જાદુઈ તેલ બનાવવું હશે તો પણ આપણે બનાવી લઈશું.”
- સાન્કોએ ઝોળીમાંથી એકાદ ડુંગળી, થોડી ચીઝ અને રોટીનું બટકું કાઢયું. બંને જણે તે થોડું થોડું વહેંચીને ખાઈ લીધું. સાન્કો બોલી ઊઠયો, “નામદાર, બહાદુર નાઈટ-લોકોને આવું લૂખું-પાખું ખાવાનું હોય ખરું?”
ડૉન કિવકસોટે જવાબ આપ્યો, “તારી ભૂલ થાય છે ભાઈ, મોટા મોટા નાઈટ-લોકોએ મહિનો મહિનો ખાધા વિના જ ચલાવ્યું હોય છે. અને ત્યાર બાદ પણ જેવું મળ્યું તેવું જ ખાઈ લીધું હોય છે. તે આ બાબતનું કશું વાંચ્યું નથી, એટલે તને કશો ખ્યાલ નથી. મેં ઘણી ઘણી ચોપડીઓ વાંચી છે, તેમાં ભોજનનો વખત થયે નાઈટો ખાવા બેઠા – એવું કાંઈ આવ્યું જ નથી હોતું. તેઓને તો જવલ્લે જ ખાતા વર્ણવેલા હોય છે – અને તે પણ મોટી મોટી મિજબાનીઓમાં અને સત્કારસમારંભોમાં. બાકી તો તેઓ પોતાના વિચારો અને આદર્શોને જ વાગોળતા રહે છે. જોકે, તેઓ પોતાની શારીરિક જરૂરિયાતો પૂરી કર્યા વિના જીવતા રહી ન શકે, પરંતુ તેઓના જીવનનો મોટો ભાગ જંગલો અને વેરાન રણોમાં પસાર થતો હોવાથી, તથા તેઓની પાસે હંમેશાં રસોઈયો રહેતો ન હોવાથી,