________________
બિસ્કેયન
૪૩
તો એવી કમાણી થઈ શકે કે પછી બીજું કંઈ કામ કરવાનું જ ન રહે! પણ માલિક એ તેલ બનાવવામાં બહુ મોંઘી ચીજો તો વાપરવી પડતી નથી ને?”
cc
ના, ના, ત્રણ રિયલમાં તો એક ગૅલન તેલ બને.”
66
તો તો ભલા ભગવાન, તમે મને હમણાં જ થોડુંક બનાવી દેતા કેમ નથી? અને ભવિષ્યમાં હું પોતે બનાવી શકું તે માટે તેની વિદ્યા તો મને અબઘડી શીખવી દો!”
“અરે ભાઈ, હું તો એવી એવી કેટલીય અદ્ભુત વિદ્યાઓ જાણું છું—એક એકથી ચડિયાતી. વખત આવ્યે તને સારી સારી લાભદાયક બધી વિદ્યાઓ હું શીખવી દઈશ, જેથી તને અનર્ગળ લાભ થશે. પણ અત્યારે તો તારી ઝોળીમાં જે કંઈ મલમપટ્ટાની સગવડ હોય, તે જ કાઢ અને મારા કાનને બાંધી દે; કારણ કે, મને મારા કાનમાં બહુ દરદ થાય છે.”
સાન્કોએ પોતાની ઝોળીમાંથી મલમપટ્ટાનો સામાન કાઢયો; પણ તે ઘડીએ ડૉન કિવકસોટને ખબર પડી કે તેમના કાન સાથે તેમના શિરટોપનો તે તરફ્નો ભાગ પણ કપાઈ ગયો છે. એટલે તે લગભગ ગાંડા જેવા થઈ ગયા. તેમણે ત્યાં ને ત્યાં આકરા સોગંદ ખાધા કે, જ્યાં સુધી મને આ ઈજા કરનારનું વેર હું નહિ લઉં, ત્યાં સુધી હું ભાણે પીરસેલી રોટી જમીશ નહિ, કે પાથરેલી પથારીમાં સૂઈશ નહિ.
66
સાન્કોએ તરત વાંધો ઉઠાવીને કહ્યું, નામદાર, તમે પેલા માણસને લેડી ડુલલિનિયા ડેલ ટૉબોસો પાસે જવા ફરમાવ્યું છે, અને તેમણે જા તેને માફી બક્ષી દીધી હશે, તો પછી તમારે ને તેને બધો ઝઘડો પતી ગયો ગણાય. તો પછી તમારાથી એ જૂના ગુના માટે વેર લઈ ન શકાય —કંઈ નવો ગુનો તે કરે ત્યારે જ તમે તેને સજા કરી શકો. માટે તમારા આ સોગંદ ફોક છે.”
<<
“ ખરી વાત છે,” ડૉન વિકસોટે વિચારમાં પડી જઈને કહ્યું, તો જ્યાં સુધી હું કોઈ બીજા નાઈટને હરાવીને તેનો ટોપ ઉતારી નહીં લઉં, ત્યાં સુધી હું મારા એ સોગંદ ચાલુ રાખીશ. આવા આકરા