________________
૪૯
માંગેસિનો “માલિક, તમારી પાસે કોઈ અદ્ભુત દવા હોય તો આપો, જેથી ભાગેલાં હાડકાં સંધાઈને હું બેઠો થઈ શકે,” સાન્કોએ કહ્યું.
ભાઈ, અત્યારે તો મારી પાસે એવી કશી દવા નથી; પણ બેએક દિવસમાં જો બીજી કંઈ "આફત નહિ આવી પડે, તો હું જરૂર તે દવા તૈયાર કરી લઈશ.”
બે દિવસમાં તમને માલિક લાગે છે કે, બે દિવસમાં આપણે પાછા ઊભા થઈ શકીશું?”
“મારી વાત પૂછે, તો તો હું કેટલા દિવસમાં પાછો ઊભો થઈ શકીશ તેની કશી મર્યાદા જણાવી શકતો નથી. પણ આ આફત મેં જ હાથે કરીને નોતરી છે, એ નક્કી : એ બદમાશો નાઈટપણાની દીક્ષા પામેલા ન હોઈ, મારે તેઓ સામે તરવાર ખેંચવી જોઈતી નહોતી. અને એ મોટા કાયદાનો ભંગ કર્યો હોવાથી જ નાઈટ-લોકોના સંરક્ષક દેવે મને આ સજા ફરમાવી છે. અને એ સજા મારે બડબડાટ કર્યા વિના માથે ચડાવી લેવી જ રહી. પરંતુ આજથી હવે તું સમજી રાખ કે, એવા હલકી વર્ણના લોકો આપણા ઉપર હુમલો કરે, ત્યારે હું તેઓ સામે હરગિજ તરવાર નહીં ખેંચું; તે વખતે તારે એકલાએ જ તરવાર ખેંચી, તને ઠીક લાગે તેવી સજા તેઓને કરવી. અલબત્ત, કોઈ નાઈટ-લોકો આપણા ઉપર હુમલો કરશે, તો તો હું એકલો જ તેઓ સામે તરવાર ખેંચીશ; અને મારા હાથમાં કેટલી તાકાત છે, એનાં તો તને અત્યાર આગમચ સેંકડો પ્રમાણ મળી ચૂકયાં છે.”
પરંતુ સાન્કો અત્યારે પોતાના માલિકની ગમે તે વાતો સ્વીકારી લેવાના મિજાજમાં ન હતો. તેણે કહ્યું, “હું તો બહુ શાંતિપ્રિય માણસ છું તથા મારે બૈરીછોકરાં છે; એટલે કોઈ પણ માણસ મને મારે પીટે કે લૂંટે, તો પણ હું તો તેને ક્ષમા કરી દેવામાં જ વધુ ડહાપણ અને વધુ સહીસલામતી જોઉં છું.”
પણ તો પછી તારા જેવાને હું ગવર્નર બનાવું, અને તારી હકૂમત હેઠળના માણસો તારી હકૂમત સામે બળવો પોકારે, તો તો હું તે લોકોને ક્ષમા કરી દઈ, મેં મારા પરાક્રમથી જીતેલો મુલક ખોઈ બેસે! માણસે માત્ર રાજવહીવટ ચલાવવામાં કુશળ હોવું જોઈએ એટલું જ ડૉ.–૪