________________
૫૦
ડૉન કિવકસોટ! નહિ, પણ જરૂર પડયે દુશ્મન સામે લડવાની હિંમત પણ દાખવવી જોઈએ.”
પણ મહાશય, તમારા નાઈટપણાના આ ધંધામાં આવી મારપીટ કેટલો વખત અંદાજે મળે, તે જરા કહેશો? કારણ કે, આવી બેએક મારપીટ આપણને મળે, તો તો પછી આપણે રાજ્ય કરવા કે ટાપુઓ જીતવા ભાગ્યે જીવતા રહ્યા હોઈએ.”
ભાઈ, આ ધંધામાં આવી મુશ્કેલીઓ પણ જેમ અણધારી આવી પડે છે, તેમ રાજા-મહારાજાનાં સુખ પણ એમ જ આવી મળે છે. કેટલાય નાઈટોને ઘણી વાર આના કરતાં બહુ આકરાં દુ:ખો પણ વેઠવાં પડયાં છે. અને એક વાત હું તને કહી રાખું; કાયદો એવો છે કે, નાઈટ લોકો ઉપર હલકી વર્ણના લોકો પોતાનાં ધંધેદારી ઓજારો વડે હુમલો કરે, તો તેમાં નાઈટને નામોશી નથી. નાઈટને તો તરવારથી લડનારા નાઈટ સામેની લડાઈમાં પરાજ્ય થાય તો જ નામોશી છે. મેં પેલા નાઈટ સામે તો વિજ્ય જ મેળવ્યો હતો; પણ આ વણજારાઓએ એમના ધંધાનાં ઓજાર રૂપ જે આડિયાં-ડફણાં, તેના વડે મારેલા મારની મને કશી નામોશી નથી.”
“પણ નામદાર, મને તો એવો કશો ભેદ પાડવાની જરૂર લાગતી નથી; કારણ કે આપણને ખભા ઉપર માર ગાડાનાં આડિયાંથી પડયો હોય કે સૈનિકના ભાલાના દાંડાથી પડયો હોય, તો પણ સરખું જ દુ:ખે !”
“પણ ભાઈ ગમે તેવું દુ:ખ હોય તો પણ સમય જતાં બધું ઓછું થઈ જાય છે, અને ગમે તેવી નામોશી હોય તો પણ મૃત્યુથી તેનો અંત આવી જાય છે...”
“વાહ માલિક, વાગેલાના દુ:ખનો દવાદારૂથી ઉપાય કર્યો મટવાનું હોય તો તો કંઈક હિમત રહે; પણ માત્ર મોતથી જ આપણાં દુ:ખ ધોઈ કાઢવાનાં હોય, તો તો પછી કશી આશા જ શી રહી?”
ભાઈ, આમ હિમત ન હારી જા; ગમે તેમ કરીને જરા ઊભો થા; અને રોઝિનૅન્ટી જીવે છે કે મરી ગયો છે તે તો જરા જો !”
“મને, એ રોઝિનેન્ટી; એને કારણે જ આ બધી આફત ઊભી થઈ છે, હું તો તેને શાણું અને ઠાવકું પ્રાણી સમજતો હતો; ઓછામાં