SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ શુભ પ્રારંભ ૧૯ ડૉન કિવકસોટે તેને આદેશ આપ્યો કે, હવેથી તેણે પોતાના નામ આગળ “લેડી’ શબ્દ જોડવો અને પોતાનું નામ લેડી તોલોસા” કહેવું; કારણ કે, આજથી તેણે આખા વિશ્વમાં યશોધન પ્રાપ્ત કરવા નીકળનાર એક “નાઈટ'ની ભેટે તરવાર બાંધવાનું બહુમાન પ્રાપ્ત કર્યું હતું. તે જ રીતે, પોતાની એડીઓ બાંધનાર બીજી બાઈ મિલરને “લેડી મિલર' તરીકે ઓળખાવાનું કહીને છેવટે ડૉન કિવકસોટ પોતાને દીક્ષિત કરીને કૃતાર્થ કરનાર વીશીવાળાને પ્રેમથી ભેટયા, તથા તેનાં એવાં વખાણ કરવા લાગ્યા કે, પેલા વીશીવાળાએ આ બધી પંચાતમાંથી ઝટ છૂટવા માટે, તે બધાના ટૂંકા જવાબો આપીને, તથા એક રાત વસવાટનું બિલ માગ્યા વિના, તરત તેમને વિદાય કરી દીધા. શુભ પ્રારંભ ડૉન વિકસોટ જ્યારે પૂરેપૂરા દીક્ષિત નાઈટ બનીને વીશી છોડી આગળ ચાલ્યા, ત્યારે તેમનું અંતર આનંદથી હિલોળે ચડ્યું હતું. વીશીવાળાએ આપેલી સલાહ મુજબ, પ્રથમ તો તેમણે પોતાના ઘર તરફ જ પ્રયાણ આરંભળ્યું; કારણ કે પોતાની સાથે થનાર એક પાસવાન-સ્કવાયર મેળવી લેવો આવશ્યક હતો, તથા તે સ્કવાયર પાસે પૈસા તથા ઔષધિઓથી ભરેલી થેલી રાખવી આવશ્યક હતી. | રૉઝિનેન્ટી ઘર તરફ જવાનું આવેલું જાણી ઉતાવળે ડગલાં ભરવા મંડી ગયો હતો. અચાનક ડૉન કિવસોટને રસ્તાની જમણા હાથ તરફની વાડ પાછળથી કોઈની કરુણ ચીસો સંભળાઈ. તરત તેમણે ઘોડો તે તરફ વાળ્યો. ત્યાં જઈને જોયું તો એક ઝાડના થડ સાથે ઘોડી બાંધેલી અને બીજા ઝાડના થડ સાથે પંદરેક વરસના એક છોકરાને કમરથી ઉપરનો ભાગ ખુલ્લો કરીને બાંધેલો. તેની સામે ઊભો ઊભો એક ખેડૂત પોતાનો ચામડાનો કમરપટ્ટો કાઢી તેના વડે પેલાને ખુલ્લા ભાગ ઉપર જોરથી
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy