SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ જેનું જાગ્રત પણ સ્વપ્ન સમાન છે ૧૯૫ બધા પ્રેક્ષકો ગોઠવાઈ ગયા એટલે કઠપૂતળીનો ખેલ શરૂ થયો. એક છોકરો પાછળ ઊભો ઊભો મોંએ ખેલની વાત કહેતો હતો – (ઢોલની ધમાધમ; અને ધડાકા ભડાકા) “જુઓ, જુઓ, સાંભળો મહેરબાનો, કાંસ દેશના ઇતિહાસમાંથી અને સ્પેન દેશની દંતકથામાંથી ! ડૉન ઑફેરોએ પોતાની પત્ની મેલિસાન્ડ્રાને શી રીતે છોડાવી તેનો ખેલ! મેલિસાન્ડ્રા પેન દેશના સરગોસા શહેરમાં મુર લોકોને ત્યાં ટાવરમાં કેદ છે. પણ તેનો પતિ ડૉન ઑફેરો આખો દિવસ બાજી ખેલ્યા કરે છે. હવે જુઓ, બાદશાહ શાર્લમૅન આવે છે, તે કેદ પકડાયેલી મેલિસાન્ડ્રાના બાપ છે. તે આવીને જમાઈને ઠપકો આપે છે–પોતાની પત્ની કેદમાં પડી હોય અને પતિ બાજી ટીચ્યા કરે એ કેવું! -“જુઓ, જૈફેરો ગુસ્સે થઈ જાય છે; બાજીવાળું ટેબલ ગબડાવી પાડે છે અને શસ્ત્રો સજી, પોતાના ભાઈ ઓરલાન્ડોની તરવાર દુરિન્દાના માગી લઈ, એકલો જ પોતાની પત્નીને છોડાવવા જાય છે! છેક મુર લોકોના દેશમાં! “જઓ મહેરબાનો ! સરગોસા શહેરમાં આ ટાવરમાં મેલિસાન્ડ્રા મુર લોકોનો પોશાક પહેરીને બેઠી છે. તે ફ્રાંસ દેશની દિશામાં નજર નાંખ્યા કરે છે, પતિને યાદ કર્યા કરે છે, અને નિસાસા નાંખ્યા કરે છે. પણ જઓ મહેરબાનો, પાછળ પેલો મુર ચૂપકીથી આવે છે અને તેના હોઠ તથા ગાલ ઉપર સડાક દઈને એક ચુંબન કરી લે છે. મેલિસાન્ડ્રા તરત ઘૂંકી નાંખે છે અને બાંય વડે હોઠ તથા ગાલ લૂછી નાંખે છે. “જુઓ મહેરબાનો, મુર લોકોના બાદશાહ પેલા મુરને ચુંબન કરતા જોઈ ગયા છે. તે તેને કેદ પકડવાનો હુકમ આપે છે અને તે પોતાનો સર્ગો તથા માનીતો હોવા છતાં તેને સો જેરબંધ મારવાની સજા ફટકારે છે. પણ જુઓ મહેરબાનો, હવે બીજી બાજુ ડૉન ફેરો ઝભ્ભો ઓઢીને ઘોડેસવાર થઈને આવે છે. મેલિસાન્ડ્રા, ટાવરની બારીમાંથી, પેલા મુરને થતી જેરબંધની સજા જોતી ઊભી છે. તે આ પરદેશીને જોઈને, તે ફ્રાંસ જતો હોય તો, પોતાના પતિ જેફેરો પાસે સંદેશો લઈ જાય તે માટે તેને વીનવે છે.
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy