________________
ડૉન કિવકસોટ!
પણ પછી સાન્કોએ પોતાના માલિકને કહ્યું, “માલિક, તમે મૉન્ટે સિનોની ગુફામાં જે જોઈ આવ્યા, તે સાચું હતું કે ગપ્યું હતું, કે માત્ર તમારું સ્વપ્નું હતું, તે મારે આ વાંદરાને પૂછવું છે.'
૧૯૪
<<
ડૉન વિકસોટે કહ્યું, “વાહ, મેં જાતે જે કહ્યું તે ખોટું હતું અને આ વાનર જે દાંતિયાં કરીને કહેશે તે સાચું, એમ ?”
ઃઃ
એટલામાં પિટર પાસે આવી તેમની તકરાર સાંભળી ગયો; પછી જાણે કશું ન સાંભળ્યું હોય તેમ બોલ્યો, “ માલિક, હવે મારો કઠપૂતળીનો ખેલ શરૂ થાય છે, આપ જોવા પધારશો ને?”
ડૉન કિવકસોટે પૂછ્યું કે, “ ભાઈ, તારા ત્રિકાળજ્ઞાની આ વાનરને મારો સ્કવાયર એમ પૂછવા માગે છે કે, મેં મૉન્ટેસિનોની ગુફામાં ઊતરીને જે કાંઈ જોયું તે સાચું છે કે સ્વપ્નું?”
પિટરે ઘણી ખુશીથી પોતાના વાનરને એ પ્રશ્ન પૂછીને જવાબ આપવા જણાવ્યું. તેણે વાનરને બંને જણ સામે લાવીને ઊભો રાખ્યો અને પછી તેને કહ્યું, “જુઓ વાનરજી, આ મહાન નાઈટ તમને પૂછે છે કે તેમણે મૉન્ટેસિનોની ગુફામાં જે કાંઈ જોયું કે અનુભવ્યું તે સાચું છે કે નહિ?”
વાનર નિશાની થતાં પિટરને ડાબે ખભે ચડી બેઠો અને તેના કાન પાસે માં લઈ જઈ દાંતિયાં કરવા લાગ્યો. પિટરે તેની વાત સમજી લઈ, પછી ડૉન કિવકસોટને કહ્યું, “માલિક, મારા આ વાનરની શક્તિ શુક્રવારે જ અમુક કલાક કામ આપે છે. હવે રાત પડવાની થઈ હોવાથી તેણે મને ઉતાવળમાં એટલું કહ્યું કે, તે બધા બનાવોમાંના થોડાક સાચા હતા અને થોડાક સાંભળેલી કહાણીના હતા. પણ વધુ ચોક્કસ જવાબ જોઈતો હોય, તો હવે આવતા શુક્રવાર સુધી આપે અહીં જ થોભવું પડશે. ’ ના ભાઈ ના; એટલું બધું તો અહીં થોભાય તેવું નથી; અને મેં જોયેલી વાતોની સચ્ચાઈ, ગમે ત્યારે તો પુરવાર થયા વિના રહેવાની નથી. પણ ઠીક હવે તારો કઠપૂતળીનો ખેલ જ જોઈએ; મને ખાતરી છે કે, તારા વાનરના ખેલની માફક એ ખેલ પણ રસિક જ નીવડશે.”
(6
પિટરે આભારસૂચક વંદન કર્યાં.