________________
ઊડણ-ઘોડાનું પરાક્રમ
૨૨૩ પેલી કાઉન્ટસ ઘોડાને આવેલો જોઈ, ડૉન કિવકસોટને કરગરવા લાગી, “હે બહાદુર નાઈટ, હવે તમે આ ઘોડા ઉપર તમારા સ્કવાયર સાથે આરોહણ કરો, જેથી તમે ઝટ તે દુષ્ટ રાક્ષસ પાસે પહોંચી જઈ, તેને હણી, રાજકુંવરીના અને અમારા શાપનો જલદી અંત લાવી શકો.”
સાન્કો તરત બોલી ઊઠયો, “મારા માલિકને જવું હોય તો તે ભલે આ લાકડાના દંડા ઉપર બેસી, આકાશમાં કે પાતાળમાં ઊડે, હું પોતે તેમની સાથે જવાની કશી જરૂર જોતો નથી; લડવાનું કામ તેમને કરવાનું છે, મારે નહીં. ઉપરાંત આકાશમાં અધ્ધર ઊડવાનું છે, અને માનો કે આ ઘોડો લાકડાનો છે છતાં થાકી જાય અને રસ્તામાં જ ઊતરી જાય, તો કયા જંગલમાં કે કયા સમુદ્રમાં તે ઊતરે છે, તેની એ લાકડાના ડીમચાને શી ખબર પડે? ઉપરાંત આ લોકોની દાઢીઓ ઊતરે તે માટે અમારે પંદર હજાર ગાઉ આગ અને પવનમાં થઈને દોડી જવું એનો શો અર્થ? તેઓ સહેજે હજામને કે હજામની સ્ત્રીને બોલાવી રોજ સવારે દાઢી બોડાવી શકે છે. ઉપરાંત, મને ટાપુનું ગવર્નરપણું હાથમાં આવી ગયું છે તે છોડી, હું બીજી અનિશ્ચિત વસ્તુઓ પાછળ શું કામ દોડું?”
- યૂકે જવાબ આપ્યો, “તમારે માટેનો ટાપુ કંઈ ઊડતો નથી કે ખસતો નથી; એટલે તમે કેન્ડાયા જઈને પાછા આવશો ત્યાં સુધીમાં તે કાંઈ નાસી જવાનો નથી. ઉપરાંત ધારો કે આ જાદુઈ ઘોડો રસ્તામાં કે અધવચ બગડી જાય, તોપણ તમે એક વખત અહીંથી ગયા હશો, એટલે તમે જ્યારે પાછા આવશો ત્યારે તે ટાપુ તમારે માટે ખાલી રાખવાનું હું વચન આપું છું.”
સાન્કો સમજી ગયો કે, પોતે જો વધુ આનાકાની કરશે, તો આ લોકો પોતાને ટાપુનો ગવર્નર બનાવવાનું ના પાડી દેશે. એટલે તેણે એ કઠ-ઘોડા ઉપર પોતાના માલિકની સાથે જવાનું કબૂલ કર્યું.
અને તે બંને અરસપરસ આંખો કપડાથી મજબૂત રીતે બાંધીને ઘોડા ઉપર ગોઠવાઈ ગયા. પછી ડૉન કિવકસોટે ઘોડાના કપાળમાંનો ખીલો ફેરવવા માંડયો.
તરત તેમની આજુબાજુ મોટી મોટી ધમણો ગોઠવી દેવામાં આવી અને તેમની આસપાસ જોરથી પવન ફૂંકવામાં આવ્યો. દૂરથી “આવજો,*