________________
૨૨૪
ડૉન કિવકસોટ!
‘જલદી પાછા ફરજો,” વગેરે ગળામાં દબાવેલા પોકારો પણ કરવામાં આવ્યા. એટલે ડૉન કિવકસોટ બોલી ઊઠયા, “વાહ ઘોડો પવનના સ્થાનકમાં આવી પણ લાગ્યો ને કંઈ!”
થોડી વાર બાદ મોટી મોટી સળગતી મશાલો લાવી તેના ભડકા તેમની પાસે ધરવામાં આવ્યા. અને ચારે બાજુ એ જવાળાઓની ગરમી લાગતાં ડૉન કિહોટ બોલી ઊઠ્યા, “વાહ પવનનું સ્થાનક પસાર કરી આ તો અગ્નિના સ્થાનકમાં આવી પણ પહોંચ્યાને!”
એ બંનેને બળતા ભડકાઓથી સારી પેઠે શેક્યા પછી, ડયૂક નિશાની કરી એટલે એ ઘોડાના પૂંછડામાં રાખેલો પલીતો એક જણે જઈને સળગાવ્યો, અને પછી સૌ સમુદાય ત્યાંથી દૂર ભાગી ગયો. તે પહેલાં દૂર એક ભાલા ઉપર સફેદ રંગનો રૂમાલ બાંધીને નીચે એક કાગળ લટકાવવામાં આવ્યો.
પેલો પલીતો સળગતો સળગતો અંદર ગયો એટલે અંદર ભરેલા ટેટા વગેરે દારૂખાનું જોરથી ફૂડ્યું અને એના ધડાકાભેર ગાભરા ગાભરા, થઈને બંને ઊછળીને દૂર પડયા. લાકડાના ઘોડાના તો ફુરચે કુરચા ઉડી ગયા. બંને જણાએ ગભરાતાં ગભરાતાં શું થયું તે જોવા પોતાની આંખ ઉપરના પાટા છોડી નાખ્યા, તો તેઓ ડયૂકના બગીચામાં જ હતા,
જ્યાંથી તેઓ ઊપડયા હતા. પણ તેમની આસપાસ અનેક માણસો બેહોશ થઈને પડયાં હતાં.
ૉન કિવકસોટે આસપાસ નજર કરી તો કોઈ ત્યાં ન હતું. તેમણે પાસે રાખેલા ભાલા ઉપર કાગળ ફરફરતો જોયો, એટલે ત્યાં જઈ તેને વાંચ્યો. તેમાં નીચે મુજબ લખાણ હતું
“વિખ્યાત નાઈટ ડૉન કિવકસોટ દ લા માંશા, તમે કાઉન્ટેસ ત્રિફલદીના પરાક્રમમાં વિજ્યી નીવડયા છો. તમે આટલે દૂર આવી પહોંચ્યા એ તમારી હિંમત જોઈને જ હું માલાંબુનો પોતાનો પરાજય સ્વીકારી લઉં છું. રાજકુમારી એન્ટોનૉમેશિયા અને તેમના પતિ નાઈટ ક્લેવિજેને શાપ-મુક્ત કરી દેવામાં આવ્યા છે, તથા પેલી બારે તહેનાતબાનુઓની દાઢીઓ પાછી ખેંચી લેવામાં આવી છે. ઉપરાંતમાં હું ખુશી થઈને તમારે માટે ભવિષ્ય ભાખી આપું છું કે, તમારો વફાદાર સ્કવાયર પોતાનું ફટકા