________________
સ્કવાયરને નાઈટનો સદુપદેશ ખાવાનું બલિદાન આપી રહેશે એટલે સ્વર્ગીય સુંદરી લેડી ડુલસિનિયા તેમના અત્યાચારીઓના પંજામાંથી મુક્ત થઈ, તમારા બહાદુર હાથોમાં આવી પડશે.” | ડૉન કિવકસોટ રાજી થઈ હવે ભૂકની શોધમાં ચાલ્યા. તરત એક બાજુએ બગાસાં ખાતા અને હાથ પગ લાંબા કરતા ડયૂક જાણે લાંબી ઊઘમાંથી ઊઠયા હોય તેમ જાગીને બેઠા થયા. પાસે જ ડચેસ તથા બીજાં
ઓ પણ એ જ પ્રમાણે બેહોશીમાં પડ્યાં હતાં, તેઓ પણ બેઠાં થયાં. ડૉન કિવકસોટ તેમની સામે રાજી થતા ધસી ગયા અને બોલ્યા, “નામદાર, ઊભા થાઓ; રાજી થાઓ; હવે કંઈ ભય નથી; પરાક્રમ લોહી રેડડ્યા વિના જ પૂરું થયું છે. જો આ ભાલા ઉપરના કાગળમાં બધું લખેલું છે.”
- ૧૪ સ્કવાયરને નાઈટને સદુપદેશ
યૂક તથા ડચેસને પોતાના ઊડણ-ઘોડાના આયોજનને મળેલી પૂરી સફળતાથી સવિશેષ આનંદ અને સંતોષ પ્રાપ્ત થયાં. તેમણે હવે સાન્કોને ગવર્નર બનાવવાની રમૂજી યુક્તિ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો. પછીને બીજે દિવસે જ ડયૂકે સાન્કોને પોતાના ટાપુની રાજધાનીમાં જઈ રાજ્યતંત્રનો કાબૂ લેવા માટે તૈયાર થવા સૂચના આપી; તથા બપોરે જ તેના પદને છાજે તેવાં કપડાં તથા બીજી સાધનસામગ્રી તૈયાર કરવા પોતાનાં માણસોને હકમ આપી દીધા.
ડૉન કિવકસોટને જ્યારે ખબર પડી કે, સાન્કોને ગવર્નર-પદ બક્ષવામાં આવ્યું છે, ત્યારે તેમણે તેને થોડીક આવશ્યક સલાહ આપવા પોતાના કમરામાં બોલાવ્યો અને બારણું બંધ કરી, પોતાની પાસે બેસાડીને કહ્યું –
હું ભગવાનને લાખ લાખ ધન્યવાદ આપું છું કે, મને મારી ઇચ્છાઓ અને આકાંક્ષાઓ પૂરી થયેલી જોવાની મળે તે પહેલાં તને
ડૉ.-૧૫