SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ ડૉન કિવકસોટ! તારી ઇચ્છાઓ પૂરી થયેલી જોવા મળી છે. મેં તો મારાં લક્ષ્ય સિદ્ધ થયા બાદ તેને ગવર્નર-પદ બક્ષવાનો ઇરાદો જાહેર કર્યો હતો. પરંતુ તને તો તે પદ હું કે તું ક૯પીએ તે પહેલાં જ પ્રાપ્ત થઈ ગયું છે. એ બધું તને તારી કશી લાયકાતના બદલામાં મળ્યું છે, એમ માની લેવાની ભૂલ ન કરતો. એ તો તને ભગવાનની કૃપાથી તથા કોઈ મોટા નાઈટની સેવામાં જોડાવામાં તે બતાવેલી તત્પરતાથી મળ્યું છે, એમ હંમેશ યાદ રાખજે. “હવે હું તને જે થોડીક શિખામણ આપું છું, તે તું બરાબર લક્ષમાં રાખ. એ બધું તને તારો બેડો સહીસલામત પાર કરવા માટે ઉત્તર ધ્રુવના તારા સમાન નીવડશે. પ્રથમ તો, ભાઈ, તું ઈશ્વરથી ડરતાં શીખજે; કારણ કે ઈશ્વરની સજાનો ડર એ જ સ ડહાપણનું મૂળ છે. બીજું, તારી જાતની ખરી લાયકાત ઓળખતાં શીખજે; દુનિયામાં એ પાઠ શીખવો અઘરામાં અઘરો છે. એનાથી તું બળદ જેટલા મોટા બની જવા ઇચ્છતા તુચ્છ દેડકાની વલે પામતો બચી જઈશ. ત્રીજાં, તું મજૂર-વર્ગમાંથી આવેલો છે, એ વસ્તુ કબૂલ કરતાં કદી શરમાઈશ નહીં. કારણ કે, આપણે પોતે આપણી ખરી સ્થિતિથી ન શરમાઈએ, તો બીજું કોઈ આપણામાં એ બાબતની શરમ ઊભી કરી શકે નહિ. હંમેશાં નમ અને સદ્ગણી રહેવું એ ઘમંડી અને દુરાચારી બનવા કરતાં વધુ સારું છે. તારાં બધાં કૃત્યોનું માધ્યમ સદ્ગુણને જ બનાવજે. કલીનતા તો વારસામાં મળે છે, ત્યારે સગુણ આપણી કમાણી હોય છે. કુલીનતા કરતાં સદ્ગણને હંમેશ ચડિયાતી વસ્તુ માનજે. તારાં ગરીબ સગાં તને મળવા આવે ત્યારે તેમને તુચ્છકારી કાઢીશ નહિ. આપણા સ્વભાવની ખાનદાનીથી જ આપણે બીજા કરતાં મોટા બની રહીએ છીએ. તારી પત્નીને તું તેડાવે – અને તારા હોદ્દાની રૂએ તારે તેડાવવી જ જોઈએ- તો તેને તું ધીરજ રાખી અને પૂરા ખંતથી તારા હોદ્દાને
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy