SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ માયાજાળ છેદવાનો ઉપાય ૨૧૧ કાઢતો તે તરફ આવી પહોંચ્યો. ડૉન કિવસોટ ઢાલ તરવાર સાથે તેની સામે ધસી ગયા; ડયૂક પણ ભાલા સાથે તેમની સાથે થયા. ડચેસને પાછળ જ રાખવામાં આવ્યાં. સાન્કો તો ભયનો માર્યો ડેપલ ઉપરથી ઊતરી, દૂરના એક ઓક ઝાડ ઉપર ઊંચે ચડી જવા ગયો, પરંતુ અધવચ જ એક સૂકી ડાળી તૂટી પડતાં નીચે ગબડયો, અને તેનો નવો ઝભ્ભો એકાદ ટૂંઠામાં ભરાઈ રહેતાં તે ઊંધે માંએ નીચે લટક્યો. તેના વજનથી તેના ઝભ્ભાના જે ચિરાડા બોલવા લાગ્યા, તેથી તેનો જીવ બળી જવા લાગ્યો; પરંતુ બીજી બાજુ પોતે જમીન ઉપર પડશે અને પેલો સૂવર દંકૂશળ ચમકાવતો ત્યાં દોડી આવશે તો શું થશે, એનો ડર પણ તેને સતાવવા લાગ્યો. તે હવે એ સ્થિતિમાં જ મદદ માટે બૂમો ઉપર બૂમો પાડવા લાગ્યો. છેવટે પેલો સૂવર તો અનેક ભાલાઓથી પરોવાઈ જઈ જમીન ઉપર ગબડી પડયો; અને ડૉન કિવક્સોટ હવે, સાન્કોને કયા જાનવર પકડયો છે એ ફિકરમાં, તેની બૂમો આવતી હતી તે તરફ વળ્યા. તેને ઊંધે માથે લબડતો જોઈ, ડૉન કિવક્સોટે તેને નીચે ઉતાર્યો. સાન્કો પોતાના નવા શિકારી પોશાકને થયેલું નુકસાન જોઈ ખૂબ હતાશ થઈ ગયો. શિકારને હવે એક મોટા ખચ્ચર ઉપર લાદી, તથા ડાળીઓથી ઢાંકી, એક જગાએ તૈયાર કરવામાં આવેલા તંબૂઓના પડાવ તરફ લઈ જવામાં આવ્યો. ત્યાં તો આનંદ-પ્રમોદ અને રમતગમતના કાર્યક્રમનો શાહી ઇંતેજામ કરવામાં આવ્યો હતો. સાન્કોએ ડચેસ આગળ જઈ, પોતાના નવા પોશાકની થયેલી વલે બતાવીને, લોકો ઘેર રહી આરામ કરવાને બદલે આવા વનજંગલમાં ઝાંખરાં-કાંટા વેઠવામાં તથા જાનનું જોખમ ખેડીને વનનાં પ્રાણીઓને નાહક સતાવવામાં કે મારવામાં શું મજા જોતા હશે, તેની ચર્ચા કરવા લાગ્યો. ડયૂકે તેને કહ્યું કે, “રાજવંશીઓને આવો જંગલનો શિકાર દુશ્મનનો સામનો કરવાના બૃહની અને પરાક્રમની અચ્છી તાલીમ આપે છે, શરીરને સઢ-તડકો વેઠનારું દૃઢ અને મજબૂત બનાવે છે, શરીરના સાંધા છૂટા કરી આપે છે, તથા એશઆરામમાં પડી જઈ ગંઠાઈ જવા દેવાને
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy