________________
૨૧૨
ડૉન કિવકસોટ!
બદલે પરાક્રમી અને ઉદ્યમી બનાવે છે. તમે પણ ગવર્નર થાઓ ત્યારે આવા કાર્યક્રમ રાખતા રહેજો.”
સાન્કોએ જવાબ આપ્યો, “ગવર્નર આમ વન-વગડામાં ફરતો ફરે તેના કરતાં તો પગ ભાગી જવાથી તે ઘેર પડયો રહે તે વધુ સારું; કારણ કે તો પછી બિચારા કોઈ લોકો દૂર દૂરથી ફરિયાદ કરવા આવ્યા હોય કે મદદ માગવા આવ્યા હોય તેમને રાહ જોઈ બેસી રહેવું ન પડે. ગવર્નરને તો ઘણાંય કામ સ્થળ ઉપર સંભાળવાનાં હોય; આ શિકાર-બિકાર તો નવરાઓનાં કામ છે.
,,
યૂકે હસતાં હસતાં કહ્યું, “ઠીક, ઠીક, અમે જોઈશું કે તમે સ્થળ ઉપર રહી, લોકોનાં કામ સંભાળવામાં વધુ વખત આપો છો કે, ખાનપાન અને એશઆરામમાં. બાકી, સાચા રાજવીને તો રાજ્યવહીવટ તેમ જ સંરક્ષણ એ બંને વાનાં સંભાળવાનાં હોય, એટલે તેણે બંને રીતે તત્પર અને કાર્યક્ષમ રહેવું જોઈએ. કારણ કે, આસપાસના ધાડપાડુ જેવા રાજાઓના હુમલાઓથી મુલકનું અને પ્રજાનું સંરક્ષણ પણ તેણે બરાબર કરવું જોઈએ. માત્ર ન્યાયાસન ઉપર બેસી રહ્ય ન ચાલે.’
""
૨
ધીમે ધીમે રાત નજીક આવવા લાગી, અને વાદળ-છાયું આકાશ હોવાથી અંધારું પણ વહેલું જામવા લાગ્યું. પરંતુ પહેલેથી નક્કી કર્યા મુજબ કોઈ ને કોઈ કાર્યક્રમ કે ધમાલ ઊભી કરીને ડ્યૂક અને તેમનાં માણસોએ જંગલમાં જ રાત પડી જવા દીધી.
અંધારું જામવા લાગ્યું અને જરા સોપો પડવા જેવું થયું, એટલામાં આખા જંગલમાં ચારે બાજુ આગ લાગી હોય તેવું અજવાળું થઈ ગયું અને રણશિંગાં તથા મુર લોકોના લડાઈ વખતના પોકારો જેવી હાકલો અને નાદો ચોતરફથી આવવા લાગ્યા. ઢોલ ઢમકી ઊઠયાં અને નગારાં ગડગડવા લાગ્યાં. અચાનક મચેલા આ શોરબકોરથી યૂક દિગ્મૂઢ થઈ ગયા, ડચેસ આભાં થઈ ગયાં, અને ડૉન કિવકસોટ નવાઈ પામ્યા; ત્યારે સાન્કો તો પાંદડાની પેઠે થરથર કંપવા લાગ્યો.
એટલામાં ભૂત જેવો પોશાક પહેરેલો એક ઘોડેસવાર ઢંઢેરો પોકારતો એ તરફ થઈને નીકળ્યો. યૂકે તેને બોલાવીને પૂછ્યું, “તું કોણ છે, અને
66