________________
૨૪૦
ડૉન કિવકસોટ!
ડૉન કિવકસોટ પોતાના મોં ઉપર લગાવેલા વિચિત્ર મલમપટ્ટાઓને કારણે એક દિવસ લાગલગટ બહાર નીકળ્યા નહતા. એક રાતે તેમના
ઓરડાનું બારણું કોઈ ધીમે રહીને ચાવીથી ઉઘાડતું હોય એમ તેમને લાગ્યું. થોડી વારમાં એક કાળો ઝભ્ભો પહેરેલી બાઈ હાથમાં મીણબત્તી સાથે અંદર દાખલ થઈ. ડૉન કિવકસોટ તેને કોઈ પરલોકનું સત્ત્વ માની, એદકમ પથારીમાં બેઠા થઈ ગયા. પેલી પણ તેમને બેઠા થઈ ગયેલા જોઈ, તથા તેમના મોં ઉપરના વિચિત્ર મલમપટ્ટા જોઈ ગભરાઈ ગઈ. તેના હાથમાંથી મીણબત્તી પડી ગઈ અને ઓલવાઈ ગઈ.
ડૉન કિવકસોટ તરત પરમાત્માને યાદ કરવા લાગ્યા અને બોલ્યા, ભૂત કે ડાકણ જે હો તે, તમારે શી ઇચ્છા છે તે મને જણાવશો. હું ધાર્મિક ખ્રિસ્તી હોઈ, તમારી અવગતિમાંથી તમારો ઉદ્ધાર જે વિધિ કરવાથી થઈ શકે તેમ હશે તે હું જરૂર કરાવીશ.”
પેલીએ અંધારામાં જે કહ્યું, “હું કોઈ ભૂત-ડાકણ નથી; હું તો ડચેસની તહેનાતબાનુ છું, અને મારા એક અંગત કામમાં તમારી મદદ પ્રાર્થવા આવી છું.”
ડૉન કિવકસોટે કહ્યું, “તમે જો કોઈ પ્રેમ-પ્રકરણ અંગે આવ્યાં હો, તો મને માફ કરો; હું મારા પ્રેમ રાજ્ઞી લેડી ડુલસિનિયાને અર્પણ થઈ ચૂકેલો છું.”
પેલી તાડૂકી ઊઠી, “પ્રેમ-પ્રકરણ? તમે મને શું ધારી લીધી? નાઈટ તરીકેની તમારી ખ્યાતિ સાંભળી હું તમારી મદદ માગવા માટે આવી, ત્યારે તમે આ કેવી વાતો કરો છો? પણ હવે તો પહેલાં મને મારી મીણબત્તી સળગાવી આવવા દો; તમારી સાથે અંધારામાં વાત કરવી, એ પણ જોખમકારક છે.”
પેલી તરત મીણબત્તી સળગાવી લાવવા બહાર ગઈ; પણ ડૉન કિવકસોટને હવે આ બધી બાઈઓ ઉપર ભરોસો રહ્યો નહતો; તે એમ જ માની બેઠા હતા કે, આ બધી બાઈઓ તેમને લોભાવવા અને ભ્રષ્ટ કરવા જુદા જુદા કાવાદાવા કરી રહી છે. એટલે તે બારણું અંદરથી