________________
સાન્કોનું ગવર્નર-રાજ!
૨૪૧ બંધ કરવા ઝટપટ પથારીમાંથી ઊઠયા. તેવામાં જ પેલી બાઈ મીણબત્તી સળગાવી લાવીને અંદર દાખલ થઈ.
ડૉન કિવકસોટને સામા આવતા જોઈ, તે તરત બીની અને બોલી, “મહાશય, નાઈટ, તમારા હાથે મારું શિયળ તો ગુમાવી બેસવાનો વારો નહીં આવે ને? હું તો, ઊલટી, સ્ત્રીઓને ભ્રષ્ટ કરનાર એક બદમાશ સામે, તમારી મદદની આશાએ જ આવી છું.”
ડૉન કિવકસોટ તરત પથારીમાં બેસી ગયા; તેમણે પેલીને નિરાંતે પોતાની વાત કહેવા જણાવ્યું.
પેલીએ દૂર ખૂરશી ઉપર બેસી ધીમેથી પોતાની વાત કહેવા માંડી. તેનો સાર એ હતો કે, “હું સારા કુટુંબની છું, પણ મારા પતિ નજીવા અકસ્માતમાં અપંગ બન્યા પછી, તેમની નોકરી ચાલી ગઈ, અને થોડા દિવસ બાદ તે ગુજરી ગયા. ત્યાર બાદ હું મારી દીકરી સાથે આ ડચેસની નોકરીમાં જોડાઈ. મારી દીકરી બહુ સ્વરૂપવતી હતી, અને સોળ વરસ થતાં તો તેના રૂપની ખ્યાતિ ચોમેર ફેલાઈ. દરમ્યાન આ ડયૂક સાહેબના એક તવંગર જાગીરદારનો પુત્ર તેના પ્રેમમાં પડ્યો. તેને ગમે તેમ સમજાવી તથા લગ્ન કરવાનું વચન આપી, તેણે તેને ભ્રષ્ટ કરી. પણ હવે તે લગ્ન કરવાની ના પાડે છે. ડયૂક સાહેબને મેં ઘણી ફરિયાદો કરી, પણ એ જાગીરદાર પાસેથી ટૂક સાહેબને ઘણી વાર પૈસા ઉછીના લેવા પડતા હોવાથી, તે પોતે કશું કરવા માગતા નથી. એટલે હવે તમારી ખ્યાતિ સાંભળી, હું તમારી પાસે મદદની આશાએ આવી છે. ગમે તેમ કરી, તેને પેલો પોતે આપેલા વચન પ્રમાણે પરણે એમ કરો. મારી દીકરીના રૂપનાં હું મારે મોંએ શાં વખાણ કરું? ડચેસની તહેનાતબાનુઓમાં આલ્ટિસિડોરા બહુ રૂપવાળી ગણાય છે, પણ એ બહુ નખરાળી છે અને તેનો
શ્વાસ બહુ ગંધાય છે. અરે, અમારી ચેસ પણ ગમે તેટલાં રૂપાળાં છે, પણ તેમના પગ ઉપર બે ભગદાળાં છે, અને તેમાં થઈને તેમના શરીરમાં ભરેલી ગંદકી કાયમ વહ્યા કરે છે. એ તો ડુંગરા દૂરથી જ રળિયામણા!”
આટલું એ બોલી રહી, તેટલામાં તો એ ઓરડાનું બારણું ઝટ ઊઘડી ગયું અને પેલી બાજુ ડૉના રૉડ્રીગીઝ તરત ચીસ પાડી ઊઠી. તેના હાથમાંથી મીણબત્તી પડી ગઈ. આખા ઓરડામાં અંધારું થઈ ગયું અને
ડૉ.-૧૬