________________
૨૪૨
ડૉન કિવકસોટ! કોઈએ આવી તેને ગળેથી એવી ચપસીને પકડી કે તેનાથી એક શબ્દ પણ બોલાયો નહિ. પછી બીજા કોઈએ તેના કૂલા ઉઘાડા કરી એવા જોરથી ચપોચપ સપાટો ઠોકવા માંડી કે, બિચારી અધમૂઈ થઈ ગઈ. ડૉન કિવસોટ ડરના માર્યા પથારીમાંથી હાલ્યા પણ નહિ. પણ પેલીને ખોખરી કર્યા પછી પેલા હુમલાખોરો ડૉન કિવસોટ તરફ પણ આવ્યા; તેઓએ ચાદર ઊંચી કરી, ડૉન કિવકસોટને એવા જોરથી ચૂંટલા ભર્યા કે તેમને પણ છેવટે પોતાના મુક્કા ઠોંસા વાપરવા પડયા. અએક કલાક આખા શરીરે તેમને ખૂબ ચીમટો ભર્યા બાદ પેલાઓ એ ઓરડામાંથી ચાલ્યા ગયા. પેલી બાજુ ૉડીગીઝ ડૉન કિવકસોટ તરફ જોયા વિના કપડાં ઠીકઠાક કરી લઈ ઓરડા બહાર ચાલી ગઈ. અને ડૉન કિવકસોટ પણ પોતાના જાદુગર દુશ્મનોનું જ આ નવું પરાક્રમ ગણી, પોતાના શરીરની ચીમટાઓથી થયેલી વલે અને બળતરાનો વિચાર કરતા હતાશ થઈ પડી રહ્યા.
રાત પડતાં વાળુ કરી હવે સાન્કો પોતાના અમુક વિશ્વાસુ માણસો સાથે નગરચર્યા માટે નીકળ્યો.
રસ્તામાં જ બે જણ ઝઘડો કરતા તેના જોવામાં આવ્યા. તેમને છૂટા પાડી, લડવાનું કારણ પૂછતાં જણાવ્યું કે, તેઓમાંનો એક જણ જુગારી હતો, અને બીજો ગારીઓને અડ્ડા ઉપર ખેંચી લાવનાર દલાલ હતો. દલાલ પેલા જુગારી પાસે દલાલીના વધુ પૈસા માગતો હતો; કારણ કે, પેલો જુગારી આજે વધુ રકમ જીત્યો હતો. પેલો જુગારી રોજના ધારા મુજબ જ રકમ ચૂકવવા તૈયાર હતો.
સાન્કોએ બંનેની વાત સાંભળ્યા પછી ચુકાદો આપ્યો કે, જગારીએ પેલા દલાલને સો રિયલ આપવા અને બીજા ત્રીસ ગરીબ કેદીઓ માટે આપવા. પેલા દલાલે એ પૈસા લઈ ટાપુ બહાર ચાલ્યા જવું અને ફરીથી દશ વર્ષ લગી કદી પાછા ન આવવું. કારણ કે,
જુગાર જેવી પ્રવૃત્તિમાં મારા રાજ્યના માણસો ભળે, એ હું ઇચ્છનીય ગણતો નથી; લોકોએ આજીવિકા માટે ઉત્પાદક શ્રમ કરવો જોઈએ.”