SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ સાન્કોનું ગવર્નર-રાજ! ૨૪૩ ઉપરાંત સાન્કોએ જુગારના અડ્ડા ચલાવનારને પણ સજા કરવા વિચાર કર્યો. પણ પેલા કારભારીએ કહ્યું કે, એ બધા તવંગર તથા લાગવગવાળા લોકો છે, અને ડયૂક પાસેથી પરવાના લઈને એ અડ્ડા ચલાવે છે, માટે તે બાબતમાં એકદમ પગલું ભરતાં પહેલાં વિચાર કરવો પડશે. સાન્કોએ પરવાનાવાળાઓને છોડી, પરવાના વિનાના જે અડાઓ ચાલતા હોય, તે બધાને તાબડતોબ શોધી કાઢી બંધ કરાવવાનું ફરમાન કાઢયું. હવે આપણે પેલા રૉડીગીઝના કિસ્સા તરફ પાછા વળીએ. વાત એમ બની હતી કે, એ રૉડીગીઝ રાતના એકાંતમાં પોતાના ઓરડા બહાર નીકળી કે તરત તેની સાથે સૂતેલી બીજી બાઈ ગુપચાપ તેની પાછળ થઈ. એ બધી બાઈઓમાં અરસપરસ બહુ વેરઝેર ચાલતાં હોય છે. પેલીએ રૉડીગીઝને નાઈટના કમરામાં પેસતી જોઈ, રાજી થતાં થતાં ડચેસને ચાડી ખાધી કે, નાઈટના ઓરડામાં પ્રેમ-લીલા ચાલે છે. ડચેસે ડયૂકને ખબર આપીને આલ્ટિસિડોરાને સાથે લીધી અને બારણા બહાર ઊભા રહી, કાન માંડી બધું સાંભળવા માંડયું. અંદર જ્યારે આલ્ટિસિડોરાની નિંદા પૂરી થઈ અને ડચેસની નિંદા શરૂ થઈ, ત્યારે એકદમ ગુસ્સે થઈ તેઓ ત્રણે ઓરડામાં ઘૂસી ગયાં અને અંધારામાં પેલાં બંને જણને સારી પઠે ખોખરાં કર્યાં. પછી ડચેસ ડયૂક પાસ જઈ, તેમને બધી વાત કહી સંભળાવી. ડૉન કિવસોટે હવે અહીં આળસુ થઈને પડી રહેવા કરતાં, સરગોસા તરફ નાઈટોની ટુર્નામેંટ થવાની હતી, ત્યાં જવા ઊપડવાનો વિચાર લૂક આગળ જાહેર કર્યો. થોડી વારમાં તો આખા દરબારગઢમાં એ વાત ફેલાઈ ગઈ. તરત જ ત્યાં રૉડીગીઝ પોતાની પુત્રીને લઈને દોડી આવી અને ડૉન કિવકસોટને ડયૂકના દેખતાં જ, પોતાની પુત્રીની બાબતમાં ન્યાય મળે તેવું કરીને જ જવા વીનવવા લાગી.
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy