________________
૨૪૪
ડૉન વિકસોટ! ડૉન કિવક્સોટે તરત જ પેલાની શોધમાં તેની જાગીર ઉપર જઈ, તેને રૉડીગીઝની દીકરી સાથે પરણવા અને નહિ તો લડવા આવી જવા પડકારવાનો નિરધાર જાહેર કર્યો.
ડયૂક અકળાયા. તેમણે એવો તોડ કાઢયો કે, તે પોતે જે એ છોકરાને પકડી મંગાવશે, તથા અમુક નિશ્ચિત દિવસે તેને કાં તો આ દીકરીને પરણવા અથવા ડૉન કિવકસોટ સાથે સૌની સમક્ષ નાઈટોની રીત પ્રમાણે બખ્તર પહેરી લડીને એ બાબતનો ફેંસલો લાવવા સૂચવશે.
પેલાં મા-દીકરીને તે ક્ષણથી દરબાર-ગઢનાં નોકરિયાટ નહિ પણ નાઈટ પાસે મદદ માગવા માટે આવેલા મહેમાન ગણવાનો હુકમ અપાઈ ગયો.
સાન્કોને ગવર્નર થયે સાતમી રાત હતી. અને દિવસના કાસકાજ પછી થાકીને તે ઊંઘવા લાગ્યો હતો. તેવામાં મધરાતે અચાનક આખા મહેલમાં ધમાચકડી મચી રહી, અને “ધાજો!” “ધાજો!' ‘દુશ્મનો!’ ‘દશમનો!” એવા પોકાર ચોતરફ સંભળાવા લાગ્યા. મારા કાપના, શસ્ત્રોના ખણખણાટના તથા નગારાં-રણશિંગાના અવાજ પણ ચોતરફથી આવવા લાગ્યા.
એકદમ એક હજૂરિયો સાન્કોના સૂવાના ઓરડામાં ધસી આવ્યો અને તેને જગાડીને કહેવા લાગ્યો, “નામદાર, ઊઠો, ઊઠો, આપણા સૈનિકોની આગેવાની લેવા જલદી તૈયાર થઈ જાઓ; દુશ્મનો છેક કિલ્લામાં ધસી આવ્યા છે. હવે તો આપની બહાદુરી અને પરાક્રમ જ અમને સૌને બચાવી શકશે!”
અરે ભાઈ, પણ લડવા જવાનું હોય તો મારા માલિક ડૉન કિવક્સોટને બોલાવો, અને ડયૂક સાહેબને ખબર આપો; હું તો વળી કયે દહાડે કદી લડવા ગયો છું?”
અરે, નામદાર આપ આવી ઢીલાશ બતાવશો, તો અમારા બધાનું શું થશે? અત્યારે આપણાં માણસો જીવસટોસટની લડાઈ લડી રહ્યાં છે; આપ જો તૈયાર થશો તો આપને દેખીને જ તે દરેકના હાથમાં