SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ નવા પ્રયાણનો નિરધાર ૧૫૯ પરાક્રમોનો ઇતિહાસ કઈ જાદુઈ વિદ્યા કે મંત્રવિદ્યાને બળે તેના લખનારે જાણી લીધો હશે તે મારે નક્કી કરવું પડશે. ઉપરાંત જાના વખતના ઇતિહાસમાં નાઈટોના ઇતિહાસ સાથે તેમના સ્કવાયરોની વાતો લખાયેલી કદી મારા વાંચવામાં આવી નથી; પરંતુ આ ઇતિહાસ લખનારે અંદર તારી વાતો નામ સાથે લખી હોય, તો તે નવાઈની વાત ગણાય. છતાં તું કહે છે તેમ આપણો બધો જ ઇતિહાસ તે પુસ્તકમાં છપાયો હોય, તો તે પુસ્તક જરૂર મોટું, પાકું બાંધણીનું, અને સોનેરી ગિલેટ કરેલા પૂંઠાવાળું જ હોવું જોઈએ. ઉપરાંત તેણે જો લેડી ડુલસિનિયાની વાતો પણ તેમાં લખી હોય, તો તે લેખક સ્ત્રીજનોચિત દાક્ષિણ્ય તથા વિનય વિવેકની ભાષા વાપરી શક્યો છે કે નહિ, તે પણ જાણવું રહ્યું. ઘણા હલકી કોટીના લેખકો સ્ત્રીઓ વિશે લખવા બેસે છે, ત્યારે તેમની કલમ લીસી બની જાય છે, અને તેઓ તેમના સૌંદર્ય વિષે કે પ્રેમપ્રસંગો વિશે અઘટિત વર્ણન કરી બેસે છે.” સાન્કો ઑપ્સન કૅરેસ્કોને લઈને પાછો આવ્યો; ત્યારે ડૉન કિવક્સોટ આવી બધી ચિંતાઓમાં જ મશગૂલ હતા. કૅરેકોની ઉંમર ચોવીસેક વર્ષની હશે. તેની આંખો અને માંના દેખાવ ઉપરથી તેનો મશ્કરીખોર તોફાની સ્વભાવ સ્પષ્ટ દેખાઈ આવતો હતો. તેણે આવી ડૉન કિવકસોટને જોતાંવેંત તેમની પાસે ઘૂંટણિયે પડી તેમના હાથને ચુંબન કરવાની પરવાનગી માગી. કારણ કે, તેના કહ્યા પ્રમાણે અને માનવા પ્રમાણે, માનવજાતે તેમના જેવો પ્રેમ-શૂર નાઈટ આજ સુધી કદી જોયો નથી–સાંભળ્યો નથી – કદી જોશે નહિ–અને સાંભળશે પણ નહિ. તેણે સાથે સાથે એમ પણ કહ્યું કે, “જે ઋષિએ તમારાં પરાક્રમોની ગાથા લખીને આખા વિશ્વને અને તેના સાહિત્યને અલંકૃત કર્યું છે, તેને ધન્ય હો! અરેબિક ભાષામાંથી આપણી ગામઠી ભાષામાં તેનો તરજૂમો કરી તે મહાગ્રંથ સૌને– ભણેલાને અભણને – સુલભ કરી આપનારને પણ ધન્ય હો! પોર્ટુગલ, બાસિલોના અને વૅલેન્શિયામાં તે ગ્રંથની બાર બાર હજાર નકલો છપાઈ ચૂકી છે, અને
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy