________________
૧૬૦
ડૉન કિવકસોટ! અત્યારે એન્ટવર્પમાં તેની વધુ નકલો છપાઈ રહી છે. દુનિયામાં એવી નમાલી ભાષા તો ભાગ્યે જ હશે, જેમાં તેનો તરજૂમો નહિ થાય.”
| ડૉન કિવક્સોટે ઘૂંટણિયે પડેલા તેને ઉમળકાભેર બેઠો કર્યો તથા કહ્યું, “કોઈ પણ માણસને પોતાનાં કૃત્યો પોતાના જ જમાનામાં મશહૂર થાય તથા પુસ્તકને પાને ચઢે, તો સહેજે આનંદ થાય જ. પરંતુ તે અંગે મારે તમને એ પૂછવાનું છે કે, મારાં કયાં કૃત્યોને તેમાં ખાસ ઉપર તારવવામાં આવ્યાં છે, તે તમે મને કહી શકશો?”
“વાહ! એ તો વાચકની અભિરુચિની બાબત છે. કેટલાકોને પવનચક્કીનું પરાક્રમ બહુ નોંધપાત્ર લાગ્યું છે, કેટલાકને ધોબીઘાટની જળચક્કીનું, અને કેટલાકને ઘેટાંના ટોળારૂપ નીવડેલાં બે લશ્કરોનું. કેટલાક વળી સેગોવિયા લઈ જવાતા મડદાના પરાક્રમને પ્રધાન્ય આપે છે, ત્યારે કેટલાકને પેલા મુકત કરાયેલા બંદીવાનોનું પરાક્રમ શ્રેષ્ઠ લાગે
છે. ”
પણ મારે વિષે તેમાં શું લખ્યું છે, તે કહોને પંડિતજી,” સાન્કો વચ્ચે બોલી ઊઠયો.
“ભાઈ, તારી વાતો પણ તેમાં ભરપટ્ટે છે. જોકે, કેટલાક તારી કોઈ ટાપુના ગવર્નર થવાની વાત ઉપર હસે છે ખરા. કારણ કે, રાજકારભારની વાતમાં તું શું સમજે?”
પણ ડૉન કિવન્સોટ બોલી ઊઠયા, “એ તો કામ કામને શીખવે એ ન્યાયે ભલા સાન્કોને પણ જ્યારે ટાપુનું રાજવીપદ મળશે ત્યારે અનુભવે ને ડહાપણે તે એવો રીઢો થઈ ગયો હશે કે, તેનો રાજકારભાર જરૂર ભલભલા લોકો પાસે દાંતે આંગળાં કરડાવશે. અલબત્ત, એ વસ્તુ પણ પુસ્તકમાં ચડવી જોઈએ; પરંતુ મને લાગે છે કે, મારો ઇતિહાસ લખનાર કોઈ ઋષિ-બુષિ નથી, પરંતુ આસપાસના લોકો પાસેથી વાતો ભેગી કરી, ફાવે તેમ ચોપડી લખી કાઢનાર લહિયો જ છે અને તેણે લખેલી કે ન સમજેલી ઘણી વાતો સમજાવવા કોઈએ તેમાં ભાષ્ય ઉમેરવું જોઈશે.”
“ના, ના, મહાશય; તેણે દરેક વસ્તુ એવી વિગતવાર તથા સ્પષ્ટતાપૂર્વક લખી છે કે, કોઈને કશી શંકા કે અસ્પષ્ટતા જ ન રહી