________________
૧૨૫
ડૉન કિવકસોટનું પ્રેમ-શૌર્ય રાખો; એમને સતાવનાર એક રાક્ષસને જ મસળી નાખવાનો છે, અને આ વરદાન માગનાર યુથોપિયા ખંડમાં આવેલા મિકોમિકોન રાજ્યની કુલ વારસદાર રાજકુંવરી મિકોમિકોના છે.”
ડૉન કિવકસોટે તરત ડૉરોધિયા તરફ ફરીને કહ્યું, “ઊઠો, બાન, હું તમને તમારું વરદાન બલું છું.”
ડૉરોધિયાએ જવાબ આપ્યો, “હું એ વરદાન માગું છું કે, અબઘડી તમે શસ્ત્રસજજ થઈ, મારી સાથે મારા દેશ તરફ આવવા નીકળો, અને મારું રાજ્ય પચાવી પાડનાર દ્રોહી રાક્ષસને હણીને મને ભયમુક્ત કરો.”
ડૉન કિવકસોટે જવાબમાં સાન્કોને નજીકના ઝાડ ઉપર વીંટો કરીને લટકાવેલાં પોતાનાં આયુધ-બખ્તર લઈ આવવા કહ્યું.
સાન્કો રાજી રાજી થઈ ગયો.
કાર્ડિનિયો અને પાદરી-બુવા એક ઝાડવાની ઓથે છુપાઈ રહી આ બધું જોઈ રહ્યા હતા. હવે ડૉન કિવકસોટને બખ્તર સજી તૈયાર થતા જોઈ, પાદરી-બુવાએ કાર્ડિનિયોની દાઢી તથા વાળ તરત કાતરી નાખ્યાં, તથા પોતાનો ઝભ્ભો તેને ઓઢાડી દીધો. એટલા માત્ર તેનો દેખાવ એવો તો બદલાઈ ગયો કે, તે પોતાની જાતને ચાટલામાં જુએ તો પણ ઓળખી ન શકે ! પછી તેઓ ઝટપટ ટૂંકે રસ્તે આગળ ચાલી, ધોરી રસ્તા ઉપર આવીને ઊભા રહ્યા. - જ્યારે ડૉન કિવકસોટ વગેરેની મંડળી સામેથી આવતી દેખાઈ, ત્યારે પાદરી-બુવાએ જાણે ડૉન કિવકસોટને અચાનક જ જોયા હોય તેમ થોડી વાર તાકી તાકીને તેમના તરફ જોઈ રહી, હાથ પહોળા કરી, એકદમ રાજી થતાં થતાં તેમની સામે આમ બોલતાં બોલતાં દોટ મૂકી –
“ઓહો, હું મારી નજરે મારા હમવતન, નાઈટ-શિરોમણિ, બૅન વિકસોટ દ લા-માંશાને તો નથી જોતો? ઓહો! દીન-દુઃખીના ઉદ્ધારક, પ્રેમશૌર્યના અર્ક, જેની ખ્યાતિ ચોતરફ પડઘમની પેઠે ગાજી રહી છે,