________________
માયા-જાળ છેદવાનો ઉપાય
૨૧૭
આવી છે! તો તું પણ જાણી લે કે, હવે હું સાન્કો પાન્ઝા સ્કવાયર રહ્યો નથી, હવે તો હું ગવર્નર બન્યો છું, ગવર્નર! અને ગવર્નરને ફટકા ખાવા કરતાં બીજાં ઘણાં મોટાં અને અગત્યનાં કામ કરવાનાં હોય છે. હવે તો હું ફરિયાદો સાંભળવાના અને ફેંસલો આપવાના ઢંગમાં આવી ગયો છું. હજુ હમણાં તો મારો નવો ઝભ્ભો ફાટી ગયો તેની બળતરામાં હું સિઝાઉં છું, ત્યારે વળી તું મારી ચામડી ફાડવાની વાત કયાં કરે છે? દરેક બાબતને સમય હોય છે. વખત જોઈને વર્તવું જોઈએ.”
આ બધું સાંભળી, ડયૂક બોલી ઊઠયા, ‘જુઓ મહાશય, સાન્કો, તમે જો અંજીર જેવા નરમ નહિ થઈ જાઓ, તો તમને રાજ્યકારભાર ચાલવવાનું નહિ જ મળે, એ નક્કી જાણજો. મારા ટાપુવાસીઓને આવા કઠોર, નિર્દય માણસના હાથમાં મારે નથી સોંપવા. જેને સુંદરીઓનાં આંસુ પલાળી ન શકે કે, ડાહ્યા ઋષિઓની સલાહ વાળી ન શકે, તેવાઓને મારે એટલું જ કહેવાનું છે કે, ‘ ફટકા નહીં, તો રાજકારભાર પણ નહીં!'' ‘પણ નામદાર, મને એક કે બે દિવસ વિચારવાના પણ આપશો
66
કે નહિ?”
66
“એક મિનિટ પણ નહિ,” મર્લિન બોલી ઊઠયો; “ડુલસિનિયાને ફરી ગામડિયણ બનાવી દઈને પાછી મૉન્ટેસિનોસ ગુફામાં લઈ જવાની છે કે ફટકા ખવાઈ રહે ત્યાં સુધી ‘એલિશિયન ફિલ્ડ્સ'માં આગળ લઈ જવાની છે, તેનો જવાબ અબઘડી જ મળવો જોઈએ.”
"C
ડચેસે પણ હવે કહ્યું, ભલા સાન્કો, જરા હિંમત રાખો અને જેની રોટી ખાધી છે તેના પ્રત્યે વફાદારી દાખવો. તમારી સંમતિ આપી પેલા ભૂતને મૂરખ ઠરવા દો. ભય દૂર કરો; બીકણ માણસ કદી સુંદર સ્ત્રીઓનો આદર પ્રાપ્ત ન કરી શકે.”
સાન્કોએ મલિનને પૂછ્યું, “પહેલાં મને એ તો કહો કે, અહીં જે તમારી અગાઉ પેલો સંદેશો લાવનાર ભૂત આવ્યો હતો તે તો કહેતો હતો કે અહીં લેડી ડુલસિનિયાને માયા-જાળમાંથી છોડાવવાનો ઉપાય બતાવવા મૉન્ટેસિનોસ આવવાના છે. તેને બદલે તમે કયાંથી આવો ઉપાય લઈને ટપકી પડયા?”