________________
સિહ ખુશીથી પાંજરામાં પુરાયો! ૧૪૯ છે. એટલે તેણે નવેસર એ માણસને ગિરફતાર કરવામાં મદદ કરવાની સૌને હાકલ કરી. પરંતુ ફર્ડિનાન્ડ વગેરે યોદ્ધાઓની સામે એમ કરવું સહેલું ન હતું; અને પાદરી-બુવાએ પછી તે અફસરોને સમજણ પાડી કે, તમે તેને પકડશો તો પણ તે ગાંડો હોઈ તેને તરત છોડી મૂકવામાં આવશે.
પેલા અફસરો એ વસ્તુ સમજી ગયા અને પોતાનું સંખ્યાબળ પણ ઓછું હતું તે સમજી જઈ તરત શાંત થયા. ઊલટું પેલા હજામ અને સાન્કો વચ્ચેના ઝઘડાનો પણ તેઓએ ઉકેલ કાઢી આપ્યો – હજામને તેના તાંસળા બદલ આઠ રિયલ આપવામાં આવ્યા અને બંનેના ગધેડાનાં ખોગીર અરસપરસ બદલી આપવામાં આવ્યાં; પણ અછોડા અને પટ્ટા જે હતા તે જ કાયમ રાખવામાં આવ્યા !
ડૉન કિવસોટે હવે આ માયાવી નગરીમાંથી ઊપડી જવા ઉતાવળ કરાવવા માંડી. પાદરી-બુવા તથા હજામ હવે ડૉરોધિયા વગેરેને તેમની યોજનામાંથી મુક્તિ આપી તેમને ઘેર કેવી રીતે જવા દેવાં તેની યુક્તિ વિચારવા લાગ્યા. બધું નક્કી કરી તેઓએ પછી એક બળદગાડું તૈયાર કરાવ્યું અને તેમાં એક મજબૂત પાંજરું તૈયાર કરાવીને મુકાવ્યું. ત્યાર બાદ બુરખા તથા ભૂતો જેવો પોશાક પહેરી પાંચેક જણા ડૉન કિવક્સોટ સૂતા હતા તે ઓરડામાં ગયા અને તેમને પકડી હાથપગ બાંધી વીશી બહાર ગાડું ઊભું હતું ત્યાં લઈ ગયા. તે વખતે નક્કી કર્યા મુજબ હજામ બારણા પાછળ છુપાઈને આકાશવાણી જેવા અવાજે બોલ્યો, “હે માંશેગન નાઈટ, હું તમારો પાલક અને સંરક્ષક ઋષિ મૅન્ટિોનિયન બોલું છું, તે લક્ષ દઈને સાંભળો. હું તમારાં પરાક્રમોનો ઇતિહાસ લખું છું. તમારાં પરાક્રમોથી પ્રસન્ન થઈ હવે હું તમારું ભવિષ્ય ભાખી સંભળાવું છું કે, તમે જલદી હવે તમારી પ્રેમ-રાજ્ઞી સાથે લગ્ન-સંબંધથી જોડાવાના માર્ગે છો. અને એ લગ્નસંબંધ જલદી થાય તેમ આકાશી દેવોએ નક્કી કર્યું હોવાથી તમને પ્રથમ ત્યાં લઈ જવામાં આવે છે, જ્યાં તમારી ટૉબોસન પ્રેમરાજ્ઞી પોતાને હાથે સાત સમુદ્રનાં રત્નોની સ્વહસ્તે ગૂંથેલી માળા લઈને તમારા કંઠમાં આરોપવા તત્પર થઈને ઊભી છે. એટલે મેં આ