SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ડૉન કિવકસોટ! આ સુવર્ણ-ટોપ શું હજામનું તાંસળું છે, તથા આ ઘોડાનું જીન છે કે ગધેડાનું ખોગીર? ફર્ડિનાન્ડ વગેરેએ આ બધી તકરાર વધી ન જાય તે માટે ડૉન કિવકસોટની તરફેણમાં જ મત આપ્યો કે, આ તો બરાબર સુવર્ણ-ટોપ છે જેનો નીચેનો ભાગ કોઈ હરામખોરે પૈસાના લોભથી ઓગાળીને વેચી દીધો છે અને આ સામાન પણ કોઈ ઉત્તમ યુદ્ધ અશ્વનું જીન છે, જેને ગધેડાનું ખોગીર કોઈ ગધેડો જ કહે. પરંતુ તે જ ઘડીએ વીશીમાં ચોરી-ડાકાટી કરનારા ગુનેગારોને પકડવાની સત્તાવાળા ત્રણ અફસર આવી પહોંચ્યા હતા; તેઓએ આ મશ્કરી ન સમજાતાં આગળ આવી જાહેર કર્યું કે, તમે સૌ એક નંબરના ઠગો છો કે શું? આ હજામ તાંસળું છે, તેને સુવર્ણ-ટોપ શાના કહો છો? તથા આ ગધેડાનું ખોગીર છે, તેને યુદ્ધ-અશ્વનું જીન શાના કહો છો? ડૉન કિવકસોટે એ અફસરોની વાત સાંભળી તરત પોતાનો ભાલો એ અફસરના માથા ઉપર દંડાની પેઠે ઝીંક્યો. પેલો જરા દૂર ખસી ગયો એટલે ભાલાના હાથાના જમીન ઉપર પછડાઈ ટુકડા થઈ ગયા. પછી તો એ અફસરોએ સૌને રાજાજીના હુકમથી એને પકડવા અને જેરા કરવામાં મદદ કરવા હાકલ કરી. વીશીવાળો તરત 'રાજાજીનો હુકમ' શબ્દ સાંભળી તરવાર દંડા વગેરે લઈ આવ્યો અને ત્યાં મોટું રમખાણ મચી રહ્યું; કારણ કે, ફર્ડિનાન્ડ વગેરેને ડૉન કિવકસોટનો જ પક્ષ લેવો પડ્યો. પણ અચાનક ડૉન કિવક્સોટે પોતાના પક્ષનાં માણસોને યુદ્ધ થોભાવવા હુકમ કર્યો. કારણ કે તેમને અચાનક ખાતરી થઈ ગઈ હતી કે, “આ તો અગ્રામત અને સોબિનો એ બે રાજાનાં લશ્કરો માયાજાળથી આપણી વચ્ચે આવીને ભળી ગયાં છે; એટલે તેમની લડાઈ લડીને આપણું લોહી નાહક રેડવું ન જોઈએ!” પેલા અફસરોને તો આ ગાંડા માણસના બોલવા-ચાલવાની કંઈ સમજ ન પડી. પરંતુ તેમાંના એકના ખીસામાં ડૉન કિવકસોટના વર્ણનવાળા માણસને, વહાણ તરફ લઈ જવાતા કેદીઓને છોડાવવાના આરોપસર, ગિરફતાર કરવાનો હુકમ હતો; તે કાઢીને તેણે ડૉન કિવન્સોટને નિહાળી જોયો, તો તેને તરત ખાતરી થઈ કે, એ માણસને જ પકડવાનો તે હુકમ
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy