________________
સિંહ ખુશીથી પાંજરામાં પુરાયો!
૧૪૭
પણ એટલામાં જેના માથા ઉપરની તાંસળીને ડૉન કિવકસોટે મૅબ્રિનોનો વિખ્યાત સુવર્ણટોપ માનીને પડાવી લીધો હતો, તથા જેના ગધેડાના ખોગીરને સાન્કોએ બદલી લીધું હતું, તે હજામ ભોગજોગે તે વીશીમાં આવી પહોંચ્યો. તે પોતાના ગધેડાને તબેલામાં દોરી જતો હતો, તેવામાં તેણે સાન્કોને ત્યાં બેસી પોતાના ખોગીરને કંઈ ટાંકા મારતો જોયો. તે તેને ઓળખી ગયો અને તરત બોલી ઊઠ્યો, “સાલા, બદમાશ, તું મારા ખોગીરને બદલી ગયો હતો, પણ હવે મુદ્દામાલ સાથે જ તું પકડાયો છે, એટલે તારી વલે કરું છું.”
સાન્કો આવી ભાષા સાંભળીને એકદમ ગુસ્સે થઈ ગયો અને ખોગીરની ખેંચતાણ કરતા પેલા હજામને તેણે હાથમાં જે હતું તે મોં ઉપર ઝાપટયું. પેલાના દાંતમાંથી લોહી વહેવા માંડયું, પણ તેણે ખોગીરને હાથમાંથી છોડવું નહિ, અને બૂમો પાડી સૌને ભેગા કર્યા તથા પોતાનો ચોરાયેલો માલ પાછો અપાવવામાં મદદ કરવા વિનંતી કરી.
સાન્કોએ સૌને જણાવ્યું કે, “મારા માલિકે તેને યુદ્ધમાં હરાવીને તેની પાસેથી યુદ્ધમાં જીતેલા માલ તરીકે તેના ગધેડાના સામાનને બદલી લેવાની મને પરવાનગી આપી છે.”
એટલામાં ડૉન કિવક્સોટ ત્યાં આવી પહોંચ્યા. પેલા હજામે સૌને કહ્યું કે, આ લોકો મને રસ્તા ઉપર એકલો જોઈ, મને મારી મારું તાંસળું ઉઠાવી ગયા છે, તથા મારા ગધેડાનું ખોગીર પડાવી ગયા છે.
ડૉન કિવશોટે સૌને જણાવ્યું કે, આ દુનિયા કેવી નાદાન થઈ ગઈ છે તથા આ માયાવી ગઢમાં બધા કેવા માણસો ભેગા થયા છે કે કંઈ વાત નહિ! મેં આ નાઈટને ઍડ્મિનોના સુવર્ણ-ટોપને પડાવી લઈ જતો જોયો એટલે તેને સામા માંના યુદ્ધમાં પડકારી, તેને હરાવી, એ ટોપ લઈ લીધો છે, તથા યુદ્ધમાં જિતાયેલા તેના ઘોડા ઉપરનો સામાન મારા સ્કવાયરને લઈ લેવા પરવાનગી આપી છે. છતાં આ બદમાશ એને ગધેડાનું ખોગીર કહે છે, અને ટોપને તાંસળું કહે છે!”
પેલાં તાંસળું, સાન્કો પાસે ડૉન કિવકસોટે ત્યાં રજૂ કરાવ્યું; અને સૌને ઉઘાડી આંખે જોઈને નિર્ણય આપવા જણાવ્યું કે,