________________
૯૪
ડૉન કિવકસોટ!
ડૉન વિકસોટે જણાવ્યું કે, “અમે વચ્ચે એક પોર્ટમેન્ટો અને ખોગીરની ગાદી પડેલાં જોયાં હતાં.” પેલા ભરવાડે કહ્યું, “મેં પણ જોયાં હતાં, પરંતુ હું તો તેની નજીક જ જાઉં નહીં કારણ કે, એવી રસ્તામાં પડેલી ચીજોની પાસે પણ જઈએ, તો તેના માલિકને મારી નાખ્યાનો કે લૂંટી લીધાનો આરોપ આવે.
,,
ડૉન કિવકોર્ટ એ બધી ચીજોના માલિક વિષે તે કંઈ જાણતો હોય તો પૂછ્યું. તેણે કહ્યું, “છ મહિના અગાઉ આ જ ખચ્ચર ઉપર બેસી એક સારાં કપડાં પહેરેલો જુવાનિયો અહીંથી ગાઉ દૂર આવેલા અમારા નેસડા પાસે આવ્યો અને અમને પૂછવા લાગ્યો કે, આટલામાં સૌથી વધુ વેરાન જગ્યા કયાં છે. અમે કહ્યું, આ જ સૌથી વધુ વેરાન જગા છે, અને હજુ બેએક ગાઉ આગળ જાઓ તો તો એવું વેરાન આવે, જ્યાંથી પાછા વળવાનો રસ્તો જ ન જડે. પછી અમે એને જ સામું પૂછયું કે, તમે રસ્તા વિનાના આ નિર્જન પ્રદેશમાં આટલે સુધી, જ શી રીતે આવ્યા છો અને શા માટે આવ્યા છો? પણ તે તો કશો જવાબ આપ્યા વિના અમે બતાવેલી દિશામાં આગળ ચાલતો થયો.
“ત્યાર બાદ ઘણા દિવસ સુધી અમને એના કશા સમાચાર મળ્યા નહિ; પણ એક દિવસ અમારામાંના એક ભરવાડને પકડીને તેણે ખૂબ માર્યા; અને ખોરાકી-સામાન લાદેલા તેના ગધેડા ઉપરથી બધી વસ્તુઓ પડાવી લીધી. પછી પાછો તે જલદી જલદી પર્વતોમાં ભાગી ગયું. એ વાત સાંભળી, અમે બધાએ ભેગા મળી તેને શોધી કાઢવાનું નક્કી કર્યું. બે દિવસ ગાઢ જંગલમાં ભટકયા બાદ અમે તેને એક ઝાડની બખોલમાં ઊભેલો જોયો. તેણે અમારી સાથે સલૂકાઈથી વાત કરી. તેનાં કપડાં ફાટી ગયાં હતાં અને તેનો ચહેરો સુકાઈને કાળો પડી ગયો હતો. તેણે અમને કહ્યું કે, પોતાનાં કેટલાંક કર્મોના પ્રાયશ્ચિત્તરૂપે એક આકરું તપ તેને કરવાનું હોવાથી તે અહીં આમ રહે છે. અમે તેને કહ્યું કે, તારે આવા વનવગડામાં ખાવાપીવાની મુશ્કેલી પડે તેમ હોય, તો તું કહે ત્યાં અમે તને એ બધું પહોંચાડતા રહીએ; પણ તારે અમારા એકલદોકલ લોકો ઉપર આમ ચોરીછૂપીથી તૂટી પડવું નહીં કે લૂંટફાટ કરવી નહીં. તેણે કહ્યુ કે,