SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ-તપશ્ચર્યા ૯૫ તેના રહેવા-સૂવાનું કશું ઠેકાણું નથી, એટલે જ્યારે કઈ ચીજ જોઇશે ત્યારે તે હવે માગીને લેશે, પણ કશી લૂંટફાટ કે મારપીટ નહિ કરે. પણ આટલી વાત કર્યા પછી તે અચાનક કરુણ વિલાપો અને આદિ કરવા લાગ્યો. અમારા હૃદય પણ તે સાંભળી ફાટી પડવા લાગ્યાં. થોડી વાર એમ વિલાપ કર્યા પછી તે પાછો પોતાની નજીકના ભરવાડ ઉપર ઠોંસામુક્કો મારતો તૂટી પડયો અને તેને કહેવા લાગ્યો, ‘સાલા ફર્ડિનાન્ડ, તે મને જે નુકસાન પહોંચાડ્યું છે, તેનો બદલો હું તારું હૃદય ફાડીને લેવાનો છું.' અને અમે બધાએ વચ્ચે પડીને પેલાને બચાવી લીધો ન હોત, તો તેનું આવી જ બન્યું હતું. પિલો ગાંડો તરત જ પાછો ઠેકડા ભરતો અને કૂદકા મારતો ઝાડીમાં અદૃશ્ય થઈ ગયો. અમે સમજી ગયા કે તેને આમ અવારનવાર ગાંડપણનું વળું જ આવી જતું હોવું જોઈએ. ત્યાર પછી કેટલીય વાર એ ડાહ્યો થઈને અમને મળ્યો છે તથા અમારી પાસેથી ખાવાની ચીજો રડતાં રડતાં માગી ગયો છે. પણ પાછો ગાંડો થાય ત્યારે તે એવી જ મારપીટ કરે છે. હવે ગઈ કાલે જ મેં અને મારા બીજા ચાર સાથીઓએ નક્કી કર્યું છે કે, એ કોઈ સારા ખાનદાનનો જુવાનિયો હોઈ, તેને ગમે તેમ કરીને પકડીને પચીસેક ગાઉ દૂર આવેલા એક શહેરમાં લઈ જવો. ત્યાં દવાદારૂ પણ થાય અને તેનાં સગાંવહાલાંની કંઈ ભાળ પણ મળે.” આ લોકો આમ વાત કરતા હતા, તેવામાં જ પેલો ગાંડો એક પર્વત ઉપરથી તેમના તરફ આવતો દેખાયો. તેણે પાસે આવી આ લોકોને શિષ્ટ રીતે અભિવાદન કર્યા. ડૉન કિવક્સોટે પણ નાઈટોની ભાષામાં તેને ખૂબ વિનય વિવેકથી અભિવાદન કર્યા, તથા પોતે તેની કોઈ પણ સેવા બજાવવા કેવા આતુર છે તે ભારપૂર્વક જણાવ્યું. પણ તે માટે પ્રથમ તેની પોતાની બધી વાત પોતાને વિગતે કહી સંભળાવવા વિનંતી કરી; કારણ કે, પોતાના અંતરમાં અમળાતી વાત સામાને કહેવાથી પણ મનમાં શાંતિ થાય છે.
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy