________________
પાદરી-બુવાની યોજના
૧૦૭ તમે ખોસી દીધી છે તે હવે કાઢી નાખવી છે – એ ઘાયલ થયેલો માણસ તમારા હાથને ચુંબન કરીને પોતાને જીવતો કરવા કરગરે છે-ના, ના, તેને જીવતા બળી મરવું છે – તેનું માં દયામણું છે, ના, ના, મારું નામ દયામણા મવાળો છે – ના, ના,-એવું એવું બધું લખી દો ને મારા ભાઈ – મને બરાબર યાદ છે.”
પાદરી-બુવાએ હસતાં હસતાં બધું ગોઠવીને પ્રેમપત્રની ભાષામાં લખી આપ્યું.
પેલા બંને જણે પછી ડૉન કિવકસોટની મુસાફરીની શરૂઆતથી માંડીને બધી માહિતી પૂછી લીધી. સાન્કોએ ભારે ભારે વર્ણન કરીને એ બધાં પરાક્રમો –માત્ર વીશીમાં પોતાને શેતરંજી ઉપર ઉછાળવામાં આવ્યો હતો તે સિવાયનાં – કહી સંભળાવ્યાં. તથા ડૉન કિવકસોટ જરૂર એકાદ રાજ્ય જીતી લેવાના છે, અને પોતાને ઉમરાવ બનાવી સૂબેદાર કે ગવર્નર નીમવાના છે, એ વાત ફરી ફરીને કહ્યા કરી.
પેલા બેએ તેને તેની બધી બાબતોમાં ‘હા’ ભણી, તેને ચગાવ્યું રાખ્યો, તથા ડૉન કિવકસોટ જેવા પરાક્રમી પુરુષ કોઈ રાજાને તેનું રાજ્ય પાછું મેળવવામાં મદદ કરી, અથવા કોઈ રાજકુમારીને રાક્ષસના પંજામાંથી છોડાવી, તેના પિતા પાસેથી બદલામાં મોટું રાજ્ય કે રાજ્યના વડા-પાદરીનો હોદ્દો જરૂર મેળવશે, એમ તેને જણાવ્યું.
“વડા-પાદરીનો?” સાન્કોએ તરત શંકામાં પડી જઈ પૂછયું.
હા, હા, આખા રાજ્યના વડા-પાદરીનો હોદ્દો કંઈ જેવો તેવો ન ગણાય.”
પણ પછી તે મને ઉમરાવપદ આપી ટાપુનો ગવર્નર શી રીતે બનાવી શકે?”
“ખરી વાત; તો તો તેમણે દુશ્મન રાજાનું રાજ્ય જ માગી લઈ, ત્યાંના રાજા જ બનવું જોઈએ.”
સાન્કોએ પાદરી-બુવાને આજીજી કરીને કહ્યું, “તમે બુજી મારા માલિકને ગમે તેમ કરી રાજા થવાનું જ સમજાવજો; વડા-પાદરી થવાનું નહિ.”