SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ડૉન કિવકસોટ! “પણ મારું ગધેડું પેલો ચોર લઈને નાસી ગયો, એટલે જ ટૉબોસો જલદી પહોંચાય તે માટે તેમણે મને તેમનો ઘોડો આપ્યો છે. અને તેમનું બખ્તર, હથિયાર વગેરે બધું તેમણે ઉતારી કાઢયાં છે, તે મેં તેમની પાસે જ એક ઝાડ ઉપર વટ કરીને લટકાવી દીધાં છે. અને કાગળ તો એમણે એક તેમના જેવા નાઈટની મળેલી નોંધપોથીમાં જ લખી આપ્યો છે; પણ નાઈટે પોતાની પ્રેમરાજ્ઞીને સીધો કાગળ પોતાને હાથે લખ્યાનું એક પુસ્તકમાં ન આવતું હોવાથી, લેડી ડુલસિનિયા ઉપરનો કાગળ તો મારે પાસેના ગામમાં જઈને કોઈ મહેતાજી કે પાદરી પાસે જુદા કાગળ ઉપર લખાવી લેવાનો છે. મારા ગધેડાના બદલામાં મને ત્રણ ગધેડાં આપવા તેમનાં ભત્રીજીને તેમણે જે કાગળ લખી આપ્યો છે, તે તો તેમના હસ્તાક્ષર ઓળખાય માટે કાયમ જ રાખવાનો છે. પણ પાદરીબુવાજી તમે જ લેડી ડુલસિનિયાવાળો કાગળ બીજા કાગળ ઉપર લખી આપો ને!” આમ કહી તે પેલી નોંધપોથી પોતાનાં કપડાંમાંથી કાઢવા ગયો. ' પણ સત્તાનાશ! એ નોંધપોથી કયાં? પોતે ત્યાંથી નીકળતી વખતે ત્યાં જ રહેવા દઈને આવ્યો કે શું? તરત તે માથું કૂટવા લાગ્યો અને વાળ તોડવા લાગ્યો. તેની બધી આશાઓ ઉપર પાણી ફરી વળ્યું હતું! પાદરી-બુવાએ તેને હવે આશ્વાસન આપવા માટે કહ્યું કે, હું ત્રણ ગધેડાં માટેની ચિઠ્ઠી શરાફી ચિઠ્ઠીની ભાષામાં લખી આપીશ, અને તારા માલિક વતી જ મેં લખેલી છે એમ કહીશ, એટલે નાઈટનાં ભત્રીજી મને ઓળખતાં હોવાથી, તને તરત એ ગધેડાં આપી દેશે. આ સાંભળી સાન્કોના જીવમાં જીવ આવ્યો; તેણે રાજી થઈને કહ્યું, “મારાં ગધેડાંની ચિઠ્ઠી મને મળે એટલે બસ. પછી લેડી ડુલસિનિયા ઉપરની ચિઠ્ઠીની તો મને બહુ દરકાર નથી; કારણ કે, મને બધું લખાણ મોઢે યાદ છે. અને તે બધું મારે બીજા પાસે જ લખાવી લેવાનું હતું, એટલે હું તમને કહું તે મુજબ લખવા માંડો – “મોટી ઊંચી પર્વત જેવડી રાણી – હું ઘાયલ થઈ ગયો છે, મારે આરામની જરૂર છે અને કટાર તમને મોકલી દઉં છું – ના, ના,– મારે કટાર જોઈએ છીએ જેથી મારી છાતીની આરપાર ખોસી દઉં—ના, ના
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy