________________
માયાજાળ છેદવાનો ઉપાય
૨૧૫ બીજા જાદુગરો તો મહામારી અને દુઃખો વરસાવે છે ત્યારે હું તો આશીર્વાદ જ વરસાવું છું.
“મારો જીવાત્મા નિવૃત્ત થઈ, પાતાળના અંધારા પ્રદેશોમાં જઈ જંતર-મંતર સાધતો હતો; તેવામાં મેં ત્યાં સૌન્દર્યરાશી ડુલસિનિયાનાં ડૂસકાં સાંભળ્યાં.
તે બિચારી પોતાની રાજવંશી આકૃતિ ગુમાવીને, ગામડાની ગામડિયણ બની ગઈ હતી. કોઈ બદમાશ જાદુગરોએ ઈષ્ય-અદેખાઈથી એ દુષ્કર્મ કર્યું હતું.
“મેં તરત એક લાખ મંત્ર-પત્રો ઉથલાવી કાઢયા અને છેવટે આ હાડપિંજરમાં પ્રવેશ કરીને હું લેડી ડુલસિનિયાના ઉદ્ધારનો માર્ગ બતાવવા આવ્યો છું, તે સાંભળી લો.
“ખાસ કરીને બહાદુર, પરાક્રમી અને લોખંડી નિરધારવાળા ડૉન વિક્સોટને હું એ સત્ય સંભળાવી દેવા માગું છું કે, લેડી ડલસિનિયાને તેના અજોડ સૌન્દર્યો પાછી સ્થાપવી હોય, તો તે જાણી લે કે, તેનો એક જ માર્ગ વિધાતાએ નિયત કર્યો છે – તે એ કે તારો ભલો સ્કવાયર સાન્કો, પોતાના ખુલ્લા ઢગડા ઉપર ત્રણ હજાર અને ત્રણસો ફટકા મારે–અને તે પણ એટલા જોરથી કે જેથી દરેક ફટકો પેલા બદમાશોની ચામડી ચીરી નાખે તેવા જોરથી તેના પોતાના ઉપર પડે– તો પેલાઓની સાન ઠેકાણે આવશે, અને તેઓ પોતાની માયાજાળ પાછી ખેંચી લેશે. નહિ તો નહિ! નહિ તો નહિ! નહિ તો નહિ! એ મારો આદેશ છે!”
- સાન્કો તરત બોલી ઊઠ્યો, “અબે બુઢે, મારા ઢગડા ઉપર ત્રણ હજાર તો શું પણ ત્રણ ફટકા પણ હું મારવાનો નથી. તારી બધી મંત્રતંત્રની વાતો સાથે તું પણ જ્યાંથી આવ્યો છે ત્યાં નરકમાં કે ઘરમાં પાછો પેસી જા. લેડી ડુલસિનિયાએ જો પોતાના ઉદ્ધાર માટે બીજો કોઈ સારો ઉપાય રહેવા ન દીધો હોય, તો તેઓ ભલે મરતા લગી, એવી જ રીતે માયાજાળમાં જ સપડાયેલા રહે! એવો મારા તરફથી તેમને સંદેશો છે.”
| ડૉન કિવક્સોટ સાન્કોની નાલાયકીથી ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું, રંડીપુત્તર, બદમાશ, હું પોતે તને ઝાડે બાંધી, ત્રણ હજાર ને ત્રણસો શું પણ છ હજાર અને છસો ફટકા, તને જન્મ્યો હતો તેવો કરીને