________________
૨૧૪
ડૉન વિકસોટ! ધડાકા થતા હોય એવા અવાજો પણ સંભળાતા. વચ્ચે વચ્ચે મોટાં ટોળાં આથડતાં હોય કે બાથડતાં હોય તેવા કારમાં અવાજ સંભળાતા. પછી તો નગારાં, ઢોલ, રણશિંગાં, તૂરઈ, તોપનો ગડગડાટ, અનેક ઘોડાનો દડબડાટ વગેરે જેવા કલ્પી ન શકાય તેવા અવાજોનો શોરબકોર ઊઠ્યો. સાન્કો ડચેસની પાસે જ બેભાન થઈને ગબડી પડ્યો. ડચેસે તેના મોં ઉપર પાણી છંટાવ્યું એટલે તે ભાનમાં આવ્યો. તે જ વખતે એક ગાડું ગડગડાટ કરતું ચાર કાળા ઓછાડથી ઢંકાયેલા બળદોથી ખેંચાતું તે તરફ આવ્યું. તેમાં એક ઊંચા આસન ઉપર લાંબી સફેદ દાઢીવાળો એક વૃદ્ધ પુરુષ બેઠો હતો. બે ભયંકર ભૂતો તે ગાડું હાંકતાં હતાં. તેમના ઉપર નજર પડતાં જ સાન્કોએ આંખ મીંચી દીધી, તે પછી ફરીથી ઉઘાડવાની તેની હિંમત જ ચાલી નહિ. ગાડામાં ઘણા દીવા ગોઠવેલા હતા. એ ગાડું આ બધાં ઊભાં હતાં ત્યાં પાસે આવ્યું એટલે પેલો પુરુષ ઊભો થયો અને બોલ્યો, “હું લિÍન્ડર ઋષિ છું.”
પછી તે ગાડું આગળ ચાલ્યું ગયું.
તેની પછી બીજું ગાડું આવ્યું. તેમાં બેઠેલો વૃદ્ધ પુરુષ પણ પસાર થતાં થતાં બોલ્યો, “હું ઋષિ અલકીફ છું.” પછી માયાજાળી આર્કેલૉસ આવ્યો.
પણ છેવટે જે રથ આવ્યો, તે અગાઉ આવી ગયેલાં ગાડાં કરતાં ત્રણ ગણો લાંબો તથા મોટો હતો. તેમાં એક ઊંચા સિંહાસન ઉપર રૂપેરી જરીવાળાં કપડાં પહેરેલી એક અપ્સરા બેઠી હતી. તેના મોં ઉપર બુરખો હતો, તેમાંથી અંદરની મુખાકૃતિ આછી આછી દેખાતી હતી. પાસે કાળો બુરખો પહેરેલી અને મેજિસ્ટ્રેટ જેવો ઝભો ઓઢેલી એક આકૃતિ હતી. એ રથમાં ગિતાર, બંસી વગેરે વાજિંત્રોનો મધુર અવાજ આવતો હતો. રથ આ લોકોની પાસે આવતાં જ, પેલી આકૃતિએ પોતાનો કાળો બુરખો હટાવ્યો. તો અંદરથી મોંને બદલે હાડપિંજરની ખોપરી દેખાઈ. સી ગેંકી ઊઠયા. એ ખોપરીએ ઘેરા ઊંઘતા અવાજે એક ગીત ગાયું. તેનો ભાવાર્થ આ હતો –
“હું બુદ્ધો મલિન છું. બધા નાઈટો મારા પ્રેમના વારસદાર છે તથા મારા માનીતા છે.