________________
૧૦૪ ' ડૉન કિવકસોટ! મને જીવતો રહેવા નહિ ફરમાવો, તો પછી આ તમારો વફાદાર સેવક પોતાના હૃદયની આગમાં હંમેશને માટે ખાક થઈ જશે.
– મરતા લગી આપનો
‘દયામણા મોંવાળો’ નાઇટ.” ત્યાર બાદ ડૉન કિવકસોટે બીજા પાન ઉપર પોતાની ભત્રીજીને પાંચમાંથી ત્રણ ગધેડાં સાન્કોને આપી દેવાની હુકમ-ચિઠ્ઠી લખી.
ડૉન કિવકસોટે સાન્કોને હવે કહ્યું, “જો ભાઈ, તું હવે જેટલો જલદી આ સ્થાનમાં જવાબ લઈને પાછો આવીશ, તેટલો જલદી તું મને આ કઠોર તપમાંથી મુક્ત કરી શકીશ. માટે તું આ પર્વતની નિશાની રાખીને જા – હું તેની પેલી બખોલમાં જ ગમે તેમ કરીને ચઢીને બેસી રહીશ, તથા વનજંગલનાં કંદમૂળ ખાઈને જ જીવીશ.”
સાન્કોએ જલદી જલદી પાછા ફરવાની ઇચ્છાથી તરત ત્યાંથી ચાલતી પકડી: કારણ કે, તે જેટલી ઉતાવળ કરે, તેટલા જ તેના માલિક વહેલા આ તપમાંથી છૂટા થાય! પેલી ખેડૂત-કન્યાને સમજાવીને પટાવીને તેની પાસેથી અનુકૂળ જવાબ મેળવવાની તેને ખાતરી હતી.
પાદરી-બુવાની યોજના
સાન્કો બને તેટલી જલદીથી એ પર્વત-પ્રદેશની બહાર નીકળી ગયો અને ટૉબોસો જવાનો રસ્તો પકડી, બીજે દિવસે પેલી શેતરંજીઉછાળ વીશી આગળ આવી પહોંચ્યો. દૂરથી તે મકાન જોતાં જ તેને આખે શરીરે પરસેવો વળી ગયો અને ઊંચે ઊછળતો હોય તેવા ફેર ચડવા માંડયા; પરંતુ ઘણા દિવસથી ઊનું ઊનું કંઈ ખાધું નહિ હોવાથી, તે લાલચે તે મકાનની પાસે જઈ પહોંચ્યો. જોકે વીશીનો દરવાજો નજીક આવ્યો ત્યારે અંદર જવું કે નહિ, તેની દ્વિધામાં તે પડી ગયો. એટલામાં જે બે જણ વીશીના દરવાજામાંથી બહાર નીકળ્યા, તેઓએ સાન્કોને તરત