________________
પ્રેમ-તપશ્ચર્યા
૧૦૩ પણ સાંભળી છે–બાપરે! શું એનો ઘંટ જેવો અવાજ છે? પણ હું તો એમ માન્યા કરતો હતો કે તમે ખરેખર કોઈ રાજકુંવરી લેડી ડુલસિનિયાના પ્રેમમાં છો. તમે જીતેલા બધાને તમે ખેડૂત-કન્યાનાં ચરણોમાં પડવા અત્યાર સુધી મોકલ્યા કરતા હતા? વાહરે, માલિક, તમે તો તપ કર્યા વિના જ ખરેખર ગાંડા થઈ ગયા છો, એમ જ મારે કહેવું જોઈએ.”
“જો સાન્કોડા, મેં તને કેટલીય વાર તારી ભૂલીને પકડી રાખવા તથા તારા ડીમચા જેવા માથાને કદી ન સમજાય તેવી વાતોમાં ન વાપરવા ઘણી વાર કહ્યું છે. અમારા નાઈટ લોકોની અને મોટા મોટા કવિઓની સૃષ્ટિ અનોખી જ હોય છે. કવિઓએ જે બધી સ્ત્રીઓને અપ્સરાઓ તરીકે વર્ણવી છે, તે બધી શું ખરેખર સુંદર હોતી? અરે નહિ, તે તો પોતાની કલ્પનાથી જ તેમનું વર્ણન કરતા હોય છે. એમ, અમે નાઈટ લોકો પણ અમારી પ્રેમરાજ્ઞીઓને સૌન્દર્ય અને તાકાતની બાબતમાં અમારી કલ્પનાથી જ અતિ ઊંચું પદ આપીએ છીએ, અને પછી અમારા બાહુબળથી સૌની પાસે તે પદ કબૂલ કરાવીએ છીએ. એટલે મારી આ વિજ્યયાત્રા જ્યારે પૂરી થશે, ત્યારે તું જોઈશ કે, લેડી તુલસિનિયાને પ્રભુતા અને સુંદરતામાં આખા વિશ્વમાં સર્વથી શ્રેષ્ઠ ન કહેનાર કે માનનાર કોઈ જ નહિ રહ્યું હોય; અને મોટા મોટા રાજાઓ પણ તેમનાં ચરણોમાં વંદન કરવામાં બહુમાન સમજતા હશે.”
સાન્કોએ પોતાની ભૂલ કબૂલ કરી લીધી અને તરત પત્ર લખી આપવા ડૉન કિવકસોટને જણાવ્યું. ડૉન કિવકસોટે હવે પેલા કાર્ડિનિયોની નોંધપોથીમાં જ નીચે મુજબ પત્ર લખ્યો
“મહાન, શ્રેષ્ઠ સમ્રાજ્ઞી,
તમારા વિયોગની કટારીથી આરપાર ભેંકાઈ ગયેલો અને પ્રેમબાણથી હદયમાં વીંધાઈ ગયેલો તમારો સેવક તમને કુશળ-સમાચાર પૂછે છે. જો તમે હવે મને વધુ વખત તરછોડશો, તથા નકારશો, તો હવે હું મારી આ વેદનાથી છેક જ ભાગી પડીશ, એ નક્કી જાણજો. મારો વિશ્વાસુ સ્કવાયર સાન્કો, તમારા પ્રેમમાં મારી શી વલે થઈ ચૂકી છે તેનું યથાસ્થિત વર્ણન કરશે. હવે જો તમે જરા પણ કૃપા નહિ કરો, અને