________________
મહા-પ્રયાણ
દરમ્યાન ડૉન કિવકસોટે પડોશના સાજો પાન્ઝા નામના એક ખેત-મજૂરને બોલાવીને પલાળવા માંડયો હતો. તે બિચારો ભલી-ભોળો પ્રમાણિક માણસ હતો. ગરીબ માણસને જો પ્રમાણિક કહી શકાય, તો તે ખરેખર પ્રમાણિક હતો. તથા તે કંગાળ પણ હતો – પૈસાની બાબતમાં તેમ જ મગજની બાબતમાં. ડૉન કિવકસોટે તેની સાથે એટલી લાંબી લાંબી વાતો કરી, તથા એવાં મોટાં મોટાં વચનો આપ્યાં કે છેવટે એ ભલો માણસ તેની સાથે સ્કવાયર તરીકે જોડાવા કબૂલ થયો. ડૉન વિક્સોટે તેને એવી લાલચ પણ બતાવી હતી કે, તણખલું તોડીએ
એટલા વખતમાં તો આપણે મોટા મોટા ટાપુઓ કબજે કરીશું અને પછી તેમાંના કોઈ એક ટાપુમાં તને હું ગવર્નર પણ બનાવીશ.
એ વાત પતી, એટલે ડૉન કિવસોટે એક ઘર વેચીને, અને બીજાને ગીરો મૂકીને – તથા એ બંને બાબતોમાં ભારે ખાધ ખાઈને –ઠીક ઠીક રોકડ રકમ એકઠી કરી. ઉપરાંતમાં બીજા એક મિત્ર પાસેથી તેમણે એક ઢાલ ઊછીની લીધી, તથા પોતાનો માથાનો ટોપ તથા તેનું મહોરું પણ બની શકે તેટલાં સમરાવી લીધાં. ત્યાર પછી તેમણે પોતાના મહાપ્રસ્થાન માટેનો દિવસ તથા કલાક નક્કી કરી સાન્કો પાન્ઝાને જણાવી દીધો, જેથી તે તૈયાર રહી શકે. ખાસ તો તેણે ગૂણ જેવી એક મોટી થેલી લેવાની હતી. સાન્કો પાન્ઝાએ સાથે પોતાનું ગધેડું પણ લેવાની વાત કરી, – કારણ કે તેને પગે ચાલીને લાંબી મુસાફરી કરવાની ટેવ નહોતી. ડૉન કિવકસોટે કોઈ નાઈટના સ્કવાયરો ગધેડા ઉપર સવારી કરતા કે નહિ એ વાત યાદ કરી જોઈ, પણ કોઈ પુસ્તકમાં ગધેડાની સવારી તરીકે
૩૦