________________
૨૦૦
ડૉન કિવકસોટ! સાથે તે હોડીને પણ એ ચક્કીઓના રાક્ષસી પંખાઓમાં ભભુક્કા ઊડી જશે, એ તો વિચારો!”
પણ પછી તો મૃત્યુ પાસે આવેલું જોઈ, સાન્કોનાં ગાતર એવાં ઢીલાં થઈ ગયાં કે, તે મોટેથી પોકાર કરી રડી ઊઠયો.
પરંતુ, એ હોડીને જળ-ચક્કીઓ તરફ પાણીના વહેણમાં તણાઈ જતી જોઈ, એ ચક્કીમાં કામ કરનારા અને લોટ ઊડવાથી ધોળાં થઈ ગયેલાં મોંવાળા મજૂરો મોટા મોટા વળા લઈ તે તરફ દોડી આવ્યા.
ડૉન કિવકસોટે તો એ વિચિત્ર દેખાવવાળા મજૂરોને પેલા નાઈટને કેદ પકડનારા બદમાશો જ માની લીધા. એટલે, તેમણે કેદ કરેલા નાઈટને તાબડતોબ છૂટો કરવાનો હુકમ તેમને કર્યો. સાન્કો ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે, આ સંકટમાંથી જો તે જીવતો છૂટશે, તો તેના માલિક જેવા ગાંડા માણસની છાયામાં એક ક્ષણ પણ ઊભો નહિ રહે!
પેલા મજરોએ હવે આ લોકોને બચાવવાનો બીજો રસ્તો ન જોઈ, એ હોડીને વળાઓ વડે તરત ઊંધી કરી દીધી. ૉન કિવકસોટને તરતાં બરાબર આવડતું હતું, પણ તેમના લોખંડી બખ્તરને કારણે તે બે વખત પાણીને તળિયે પહોંચી ગયા. પેલા મજુરો હવે હિંમતભેર પાણીમાં કૂદી પડયા અને બંને જણને જોર કરી કિનારે ખેંચી લાવ્યા.
દરમ્યાન પેલી હોડીના તો જળ-ચક્કીનાં ચક્રોમાં બડૂકા બોલી ગયા.
એટલામાં એ હોડીનો માલિક માછીમાર, સમાચાર મળતાં, તરત ત્યાં દોડી આવ્યો, અને પોતાને થયેલી નુકસાનીના પૈસા માગવા લાગ્યો.
' ડૉન કિવકસોટ તો માનવજાતની હલકટ વૃત્તિઓ વિષે વિચાર કરતા નિસાસા નાંખવા લાગ્યા. તેમને ખાતરી થઈ ગઈ કે, નાઈટના સંરક્ષક ઋષિએ જે હોડી મોકલી, તેને એ નાઈટના દુમનના પક્ષકાર ઋષિએ વચમાં જ જળ-ચક્કીઓ ખડી કરી દઈ ભુક્કા બોલાવી નાંખ્યા! અને આમ એક ઋષિનું કાર્ય નિષ્ફળ ગયું તેનો અર્થ એ થાય કે, એ નાઈટનો ઉદ્ધાર કરનાર પોતે નહીં પણ બીજો કોઈ નાઈટ હોવો જોઈએ.
દરમ્યાન સાન્કોને હોડીની નુકસાનીના કમને પચાસ રિયલ પેલા માછીમારને ચૂકવવા પડયા. પછી તે બંને પગે ચાલતા જ્યાં રોઝિૉન્ટી