SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ જળ-ચક્કીનું પરાક્રમ ૧૯૯ થઈ જાઓ છો; પરંતુ મારી સગી આંખોએ હું જોઉં છું કે, આ હોડી કોઈ જાદુઈ વાહન નથી, પણ આ નદીમાં માછલાં પકડવા માટે ફરતી બીજી હોડીઓ જેવી સીધી-સાદી માછીમારની હોડી છે. તથા તેનો માલિક અત્યારે ઘેર આરામ કરતો હશે, એટલે તેનાં હલેસાં વગેરે સામાન પોતાની સાથે ઘેર ઉપાડતો ગયો છે.” | ડૉન કિવકસોટે તેની મૂર્ખતા ઉપર હસીને, તરત હોડીમાં કૂદકો માર્યો. સાન્કોએ પણ ઝટપટ બંને જાનવરને એક થડ સાથે બાંધી દઈ, હોડીમાં કૂદકો માર્યો. ડૉન કિવક્સોટ તરવાર વડે દોરડું કાપી નાંખ્યું, એટલે હોડી પાણીના પ્રવાહમાં ધીમે ધીમે આગળ સરકવા લાગી. ડૉન કિવકસોટે સંતોષ સાથે હવે કહ્યું, “જો આપણે થોડા જ વખતમાં આ જાદુઈ હોડીમાં ત્રણ સાગર ઓળંગી ગયા છીએ, અને વિષુવવૃત્તની રેખા ઉપર આવી પહોંચ્યા છીએ. એ રેખા ઓળંગીએ એટલે ખલાસીઓનાં માથાંમાંથી જૂઓ મરી પરવારે છે. તારે ખાતરી કરવી હોય તો તારા માથામાં હાથ નાંખી જો.” સાન્કોએ ઝટ પોતાના માથામાં હાથ નાંખી એક જ પકડી આણી; અને તરત ડૉન કિવક્સોટને કહ્યું, “માલિક, જૂ તો આ રહી; પરંતુ હજુ તો આપણાં પેલાં બે વફાદાર જાનવર પણ દૂર કિનારે પગ પછાડતાં, પૂંછડી હલાવતાં, તથા આપણને દૂર ચાલ્યા જતા જોઈ હણહણતાં અને ભૂકતાં દેખાય છે.” પણ એટલામાં નદીએ એક ધીમો વળાંક લીધો, તેથી એ પ્રાણીઓ દેખાતાં બંધ થયાં; અને દૂર પાણીમાં ખડી કરેલી આટો પીસવાની જંગી જળચક્કીઓ દેખાવા લાગી. પાણીનું વહેણ બરાબર તે ચક્કીઓ તરફ જ હોવાથી હોડી તે ચક્કી તરફ જ હવે વેગે ધસવા લાગી. ડૉન કિવકસોટ તરત બોલી ઊઠ્યા, “જો, જો, પેલા કિલ્લાઓમાં પેલો નાઈટ કેદ કરાયેલો હશે; આપણી હોડીને તે નાઈટનો સંરક્ષક ઋષિ એ તરફ જ લઈ જાય છે.” સાન્કોએ કહ્યું, “માલિક, તમારે મને અધવચ મારી નાંખવી હોય તો મારી નાંખો; પણ આ તો લોટ દળવાની જળ-ચક્કીઓ છે; અને આ હલેસાં વગરની હોડી તે તરફ જ ઘસડાઈ રહી છે. થોડી વારમાં આપણી
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy