________________
શિકારે નીકળેલી ડચેસ
૨૦૧ અને ડેપલને બાંધ્યા હતા ત્યાં આવ્યા. સાન્કોએ તો પોતાના ગાંડા માલિકની નોકરી છોડી દેવાનો નિશ્ચય જ કરી લીધો હતો; એટલે તે તો કેવી રીતે ડૉન કિવકસોટને પાછળ મૂકી ગુપચુપ ઘેર ચાલ્યા જવાય, તેની તરકીબ શોધવા લાગ્યો. પણ ભગવાને જુદું જ ધાર્યું હતું.
૧૦ શિકારે નીકળેલી ડચેસ બીજે દિવસે સૂર્યાસ્ત સમયે એક જંગલ પસાર કરીને તેમાંથી બહાર નીકળતાં જ ડૉન કિવકસોટની નજર સામે એક હરિયાળીભર્યું મેદાન પથરાઈ રહ્યું. તેના દૂરના એક છેડા તરફ તેમણે એક મંડળી જોઈ. જરા પાસે જતાં તેમને માલૂમ પડ્યું કે, કોઈ ઉમરાવ વર્ગના લોક તેમના રસાલા સાથે શકરાબાજ વડે શિકાર કરવા નીકળ્યા છે. વળી પાસે જતાં જણાયું કે, તે મંડળી સાથે, સફેદ જરીના સામાનવાળી સફેદ ઘોડી ઉપર બેઠેલી, લીલા રંગના સુંદર કીમતી પોશાકવાળી, તથા ડાબા બાહુ ઉપર શકરાબાજવાળી એક સુંદર બાનુ પણ સામેલ છે. ડૉન કિવક્સોટને ખાતરી થઈ ગઈ કે, એ જ આ મંડળીની આગેવાન બાઈ છે; અને એ વાત સાચી પણ હતી.
તરત જ ડૉન કિવકસોટે સાન્કોને પાસે બોલાવ્યો અને તેને કહ્યું, “જા, જલદી દોડ, અને પેલાં બાજુ પાસે જઈને તેમને કહે કે, હું સિહોવાળો’ નામે ઓળખાતો નાઈટ, તેમને સલામ કરવા ઇચ્છું છું. પરંતુ તારી ગામઠી ભાષામાં તથા વચ્ચે નરી કહેવતોનો મસાલો ભરીને વાત ન કરતો – જરા સારી રીતે વાત કરજે.”
સાન્કો તરત જ ડેપલને પેલાં બાજુ પાસે દોડાવી જઈ, નીચે ઊતરી, ઘૂંટણિયે પડી બોલ્યો, “સ્વરૂપવાન બા, પેલા ઊભા છે તે “સિંહોવાળા નાઈટ પોતે છે. હું તેમનો સ્કવાયર નામે સાન્કો પાન્ઝા છું. આ જ નાઈટ થોડા દિવસ ઉપર ‘દયામણા મોંવાળા નાઈટ' તરીકે મશહુર હતા. તેમણે મને આપને એવી અરજ ગુજારવા મોકલ્યો છે કે, તેમને એવી