________________
૨૦૨
ડિૉન કિવકસોટ!
મરજી થઈ છે કે, તે પોતે તમારા સૌંદર્યના કાયમી દાસ અને બંદીવાના બને. તે તમારી કોઈ ભારે સેવા પણ બજાવી આપશે, જેથી તમને તો એક કાંકરે બે પંખી પાડવા જેવો લાભ થશે.”
પેલી લેડીએ જવાબ આપ્યો, “ભલા અને વફાદાર સ્કવાયર, તમે તમારો સંદેશો આ પ્રસંગને છાજે તેવી સુંદર રીતે મને પહોંચાડ્યો છે; તમે હવે તરત ઊભા થઈ જાઓ; તમારા સુપ્રસિદ્ધ નાઈટના નામથી અને કાર્યથી અમે અપરિચિત નથી; અમે તેમનાં વર્ણનોની વાતો વાંચી છે તથા સાંભળી છે. એટલે તમે તરત જ જઈને એ નાઈટને કહો કે, મને અને મારા લૉર્ડ ડયૂકને તેમના સાક્ષાત્ પરિચયનો લાભ આપી સંમાનિત કરે; અમારો મહેલ પાસે જ છે, અને ત્યાં તેમને છાજે તેવું આદર-આતિથ્ય કરીને અમે અમારી જાતને ધન્ય માનીશું.”
સાન્કો હવે ઊઠીને ઊભો થયો. ડચેસે તેને પૂછયું, “હમણાં જેમના જીવનચરિત્રનો પહેલો ભાગ અમારા વાંચવામાં આવ્યો છે, તે જ આ સુપ્રસિદ્ધ નાઈટ ડૉન કિવક્સોટ દ લા માંશા છે ને? જેમનાં પ્રેમ-ભકિતનાં પાત્ર બનવાનું બહુમાન લેડી ડુલસિનિયા ડેલ ટૉબોસોને મળ્યું છે?”
હાજી, હાજી, એ જ એ છે; અને એ પુસ્તક જો તમે વાંરયું હશે, તો તેમાં તેમના સ્કવાયરનું જે નામ હશે – અને સાન્કો પાન્ઝા ' નામ જ તેમાં હોવું જોઈએ, કારણ કે છાપનારાથી માણસનું ખરું નામ તેની પરવાનગી વગર બદલી ન જ શકાય – તે જ સાન્કો પાન્ઝા હું પોતે છે.”
તો ભલા સ્કવાયર, તમે જલદી જઈને તમારા માલિકને અરજ કરો કે, તેઓ અમારા મુલકમાં – અમારી ભૂમિ ઉપર પધાર્યા છે, એ સમાચાર અમારે માટે ભારે આનંદના છે.”
સાન્કો આ જવાબથી રાજી થતો થતો પોતાના માલિક પાસે દોડી ગયો અને ડચેસે જે કહ્યું હતું, તે તેમને કહી, તેમની સુંદરતાનાં અને વૈભવનાં આકાશે પહોંચે તેટલાં વખાણ કરવા લાગી ગયો.
ડૉન કિવકસોટ આ શુભ શરૂઆતથી રાજી થતા તે તરફ પૂરી છટાથી અને અદાથી જવા ઊપડ્યા. ડચેસે પણ તરત પોતાના પતિ ડયૂકને પાસે બોલાવ્યા અને તેમને ડૉન કિવકસોટે મોકલેલા સંદેશાની ખબર આપી. તે