SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦. ડૉન કિવકસોટ! પેલાએ તરત કબૂલ કર્યું કે, “Áયુદ્ધની શરતો પ્રમાણે હું એ કરવા બંધાયેલો છું.” | ડૉન કિવકસોટે તેને એ પણ પૂછ્યું કે, “તું હવે કબૂલ કરે છે કે, તે જેમને હરાવ્યા હતા એમ તું કહે છે તે ડૉન કિવસોટ દ લા-માંશા નહિ, પણ તેવા દેખાવનો બીજો કોઈ હતો, તથા તેણે જાણી જોઈને મારી બદગોઈ કરવા મારું નામ આપ્યું હતું?” - પેલાએ તરત કબૂલ કર્યું કે, “એ વ્યક્તિ ડૉન કિવકસોટ દ લા-માંશા હોઈ શકે જ નહિ.” ડૉન કિવસોટે પણ ઉદારતાથી સામું કબૂલ કર્યું કે, “હું પણ સ્વીકારું છું કે, તારો દેખાવ પંડિત ઑપ્સન કેરેસ્કો જેવો જ હોવા છતાં, હું કદી એમ નહિ કહું કે, મેં પંડિત ઑપ્સન કૅરેસ્કોને હરાવ્યા છે, કારણ કે મારા દુશમન જાદુગરોએ માયાજાળથી જ મારા દુશ્મનને મારા શુભેચ્છક મિત્રનું સ્વરૂપ આપી દીધું છે.” પેલાએ એ બાબત ડૉન કિવકસોટનો વિશેષ આભાર માન્યો. સાન્કોએ પણ, પેલો સ્કવાયર થૉમસ સેસિલ જેવો જ દેખાતો હોવા છતાં, તેને જાદુગરોની માયાજાળ જ માની લેવાનું કબૂલ રાખ્યું. પેલો અરીસા-નાઇટ અને તેનો સ્કવાયર હવે નજીકના ગામમાં પાટા-પ્લાસ્ટર કરાવવા વિદાય થયા, અને ડૉન કિવક્સોટ તથા સાન્કોપાન્ઝા સરગોસાને માર્ગે આગળ ચાલ્યા.
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy