________________
અજબ પરાક્રમ.
૧૭૯ પણ ટોપ ઉતારીને પેલાનું મોં જોતાં જ બંને જણ ચોંક્યા: એ તો પેલા પંડિત ઑપ્સન કેરેસ્કોનું જ જાણે બીબાઢાળ મેં હતું! ડૉન કિવસોટે સાન્કોને કહ્યું, “જો ભાઈ જો, મારા દુશમન માયાવીઓનાં કરતૂત તો જો; મેં આખા સ્પેનના નાઈટોને હરાવનાર મહા-નાઈટને સીધી લડાઈમાં એક જ ધક્કે હરાવી પાડ્યો, ત્યારે મારા દુશ્મનોએ તેનું મોં બિચારા સીધા સાદા પંડિતનું કરી દીધું, કે જેને ઘોડા ઉપર બેસતાં કે ભાલો પકડતાંય ન આવડે!” - સાન્કો પણ પંડિતજીનું જ માં જોઈ એકદમ આભો બની ગયો અને ડૉન કિવકસોટને આજીજી કરીને કહેવા લાગ્યો, “માલિક, ગમે તેવો દેખાવ એ બદમાશ જાદુગરો કરે, પણ તમે તો આના ગળામાં તમારી તરવાર ખોસી જ દો; એટલે જાદુગરોની પેરવી છતાં તમારો એક ભયંકર દુશ્મન તો ઓછો થાય !”
ડૉન કિવકસોટને પણ એ વસ્તુ ઠીક લાગતાં તે તરવાર કાઢી તેના ગળા ઉપર ઝીંકવા જતા હતા, તેવામાં એ નાઈટનો સ્કવાયર ત્યાં દોડતો આવ્યો અને બોલ્યો, “અરે મહેરબાન, સાચેસાચ એ તમારા મિત્ર પંડિત સેસન કેરેસ્કો જ છે; તેમને મારતા નહીં!” - સાન્કોએ તેના માં સામું જોયું, તો તેનું એક ફૂટ લાંબું નાક તેના મોં ઉપર નહિ પણ તેના હાથમાં છૂટું પકડેલું હતું અને તેનું મોં સાક્ષાત્ તેના પોતાના પડોશી મિત્ર થોમસ સેસિલનું બની ગયું હતું !
સાન્કો વળી વધુ ભડકયો. પણ પેલો હવે સાન્કોને બધી નિશાનીઓ આપતો બોલ્યો કે, “દોસ્ત, હું જ તારો પડોશી અને રોજનો મેળાપી થૉમસ સેસિલ જ છું, અને આ પંડિત બીજા કોઈ નથી પણ ઑપ્સન કેરેકો જ છે.
પરંતુ આ દરમ્યાન પેલો અરીસા-નાઇટ ભાનમાં આવતો જતો હતો. અને ડૉન કિવકસોટે તરત તેના ગળા ઉપર તરવારની અણી મૂકીને તેને ફરમાવ્યું, “બોલ, તું કબૂલ કરે છે કે, ડુલસિનિયા ડેલ ટૉબોસો જ તારી કૅસિલ્ડિયા દ લૅન્ડેલિયા કરતાં સૌન્દર્યની બાબતમાં શ્રેષ્ઠ છે? તેમાં જ ટૉબોસો નગરમાં જઈ, તેમનાં ચરણોમાં પડી તે ફરમાવે તે સજા વેઠવા પણ તું કબૂલ થાય છે કે નહિ?”