SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ડૉન કિવક ૧૨૩ પાદરી-બુવાએ હવે બાજુએ આવી પોતાની યોજના કાર્ડિનિયો તથા ડૉરોધિયાને કહી સંભળાવી. બંનેને એ યોજના બરાબર ગમી; તથા ડૉરોધિયાએ તો જાતે જ પેલી સંકટ-ગ્રસ્ત સુંદરીનો ભાગ ભજવવા તૈયારી બતાવી. તેણે કહ્યું કે, મેં પ્રેમ-શૌર્યની ઘણી વાર્તાઓ વાંચેલી છે, એટલે મને ડૉન કિવકસોટ આગળ એ ભાગ ભજવવાનું બરાબર ફાવશે, ઉપરાંત મારી પાસે મારી બચકીમાં સુંદર ખાનદાન સ્ત્રીને છાજે તેવાં કપડાં તથા ઘરેણાં પણ છે.” પાદરી-બુવા એ સાંભળી ઘણા રાજી થયા. ડૉરોધિયા તરત પોતાની બચકીમાંનાં કપડાં તથા ઘરેણાં પહેરીને તૈયાર થઈ, ત્યારે તેનું સૌંદર્ય જોઈ તેમને લાગ્યા વિના રહ્યું નહિ કે, આવી સ્વરૂપવતી યુવતીને છોડનાર ડૉન ફર્ડિનાન્ડ કેવો મૂર્ખ માણસ હોવો જોઈએ. પરંતુ એનું અભુત સૌંદર્ય જોઈને ખરી નવાઈ તો સાન્કો પાન્ઝાને થઈ આવી. તેણે પાદરી-બુવાને પૂછયું, “આ પરીને તમે ક્યાંથી લઈ આવ્યા? તે કોણ છે?” - પાદરી-બુવાએ હવે તે મૂર્ખ માણસને ભ્રમમાં રાખવા ખાતર એમ જ કહ્યું કે, “આ તો મિકોમિકોન દેશના રાજાની એકમાત્ર વારસદાર રાજકુંવરી પોતે છે, તથા તારા માલિકની ખ્યાતિ સાંભળી, છેક ગિની તરફથી આટલે સુધી તેમને બોલાવી જવા આવી છે. એક રાક્ષસ તેને સતાવી રહ્યો છે, અને તેના ત્રાસમાંથી છોડાવવા તે તારા માલિકનું શરણું શોધી રહી છે.” સાન્કો પાન્ઝાએ તરત જ રાજી થઈને કહ્યું, “વાહ, આ તો બહુ સારા સમાચાર છે. મારા માલિક જરૂર પેલા રાક્ષસને હણી નાખશે; તેમના કાંડા-બળની શી વાત કરવી? પણ પાદરી-બુવા, તમે મારા માલિકને વડા-પાદરી ન થવાનું જ સૂચવજો. તો જ તે આ રાજકુંવરીને પરણીને રાજા થઈ શકશે. આ રાજકુંવરીનું નામ શું છે, તે તો મને કહો!” તેમનું નામ મિકોમિકોના છે; એ દેશમાં દેશના નામ ઉપરથી જ કુંવર-કુંવરીઓનાં નામ પાડવાનો રિવાજ છે.”
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy