SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ડોન કિવટનું પ્રેમશૌર્ય આ બધો કિસ્સો પૂરો થયો એટલે હજામે ડૉરોધિયા તથા કાર્ડિનિયોને ડૉન કિવકસોટનો કિસ્સો કહી સંભળાવ્યો, તથા પાદરી-બુવા અને તે પોતે તેમને સમજાવીને પાછા લઈ જવા માટે આવ્યા છે, એમ પણ જણાવ્યું. કાર્ડિનિયોને તરત ડૉન કિવક્સોટ તથા સાન્કો પાન્ઝા સાથે તેને થયેલી અથડામણ યાદ આવી; પણ તે બધું જાણે સ્વપ્નમાં બની ગયું હોય એવું તેને લાગતું હતું, એટલે તેણે આ લોકોને એ વિષે તરત કંઈ કહ્યું નહિ. એટલામાં સાન્કો પાન્ઝા પાદરી-બુવાને તથા હજામને જ્યાં મૂકીને ગયો હતો ત્યાં પાછી આવી તેમને ન જોવાથી બૂમો પાડતો ચારે તરફ ફરવા લાગ્યો. તે સાંભળી પાદરી-બુવા તથા હજામ તેની તરફ ગયા અને તેને ડૉન કિવકસીટના સમાચાર પૂછવા લાગ્યા. સાન્કોએ જણાવ્યું કે, “તેમની બહુ કફોડી હાલત છે, ભૂખમરાથી તે લગભગ મરવા જેવા થઈ ગયા છે અને લેડી ડુલસિનિયાને પોકારતા નિસાસા નાખ્યા કરે છે. મેં તેમને લેડી ડુલસિનિયાનો સંદેશો કહી સંભલાવ્યો, પણ તે તો એવી ધૂન લઈને બેઠા છે કે, લેડી ડુલસિનિયાએ ભલે તેમના પ્રેમનો સ્વીકાર કર્યો, પણ જ્યાં સુધી પોતે કોઈ ભારે મોટું પરાક્રમ કરી, તેમના એ પ્રેમને પાત્ર નહીં બને, ત્યાં સુધી તે ટૉબસો તરફ મોં પણ ફેરવવાના નથી. પરંતુ એમની અત્યારની સ્થિતિ જોતાં, જો તેમને એમની એ ધૂનમાંથી છોડાવવામાં નહીં આવે, તો તે કદી સાજા થઈ શકશે નહિ. માટે તમે ગમે તેમ કરી તેમને સમજાવી અને અહીંથી બહાર કાઢો.” ૧૨૨
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy