SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ડૉન કિવકસોટ! પણ સાંભળ્યું કે, થોડા વખત બાદ લ્યુસિન્ડા પણ હતી, અને તેનાં માબાપ એની ચિતામાં જ અધમૂ અલોપ થઈ ગઈ થઈ ગયાં છે. 66 “ફર્ડિનાન્ડનું લગ્ન લ્યુસિન્ડા સાથે ન થયેલું જાણી, મારા મનમાં ફરીથી તેને મેળવવાની આશા જાગી. પણ એટલામાં મે શહેરમાં એક જાહેર ઢંઢેરો પિટાતો સાંભળ્યો કે, પાસેના ગામમાંથી ડૉરોધિયા નામની છોકરી ઘરના એક જુવાન નોકર સાથે નાસી ગઈ છે; તેને શોધી આપનારને ઇનામ આપવામાં આવશે. “એ સાંભળી મારા મનની બધી આશાઓ મરી ગઈ. ઉતાવળમાં અને ગુસ્સામાં હું શું પગલું ભરી બેઠી હતી તેનું મને ભાન થયું. ઘરના જુવાન નોકર સાથે ગુપચુપ ચાલ્યા જવું, એ એક જુવાન સ્ત્રી માટે કેવું બદનામીભર્યું કહેવાય, તેનું મને તરત ભાન થયું. ફર્ડિનાન્ડ તો મને કદી સ્વીકારે જ નહિ, પણ હવે તો લોકોને હાથે પકડાઈ જવાની બીકે જ હું તથા મારો નોકર ગામ છોડી આ પર્વતોમાં ભાગી આવ્યાં. એ નોકરે મારી અસહાય દશા જોઈ મારી આબરૂ લેવાનો પ્રયત્ન કર્યા, અને મારી અને તેની વચ્ચે ઝપાઝપી થઈ. તેને ખ્યાલ ન રહ્યો કે તે એક ભેખડની કિનાર ઉપર આવી ગયો છે; એટલે મેં એક ધક્કો માર્યો તેની સાથે તે નીચેની ખીણમાં ગબડી પડયો. તેનું શું થયું તે જોવાની પણ દરકાર કર્યા વિના હું પર્વતોની અંદરના ભાગમાં નાઠી. ત્યાં મને નસીબજોગે એક ગામડાનો મુખી જેવો માણસ મળી ગયો. તેણે મને તેના નોકર તરીકે પોતાને ત્યાં રાખી. કેટલાક મહિના મેં તેને ત્યાં કામ કર્યું. હું દૂર એકાંતમાં ખેતર વગેરેમાં જ કામ કરતી, જેથી હું સ્ત્રી છું તેવું ઝટ પકડાઈ ન જાય. પણ પછી તો તેને પણ ખબર પડી ગઈ કે હું સ્ત્રી છું, એટલે તે પણ મારી પાસે પ્રેમયાચના કરવા લાગ્યો. આજે લાગ જોઈ ખેતરમાંથી જ એકલી હું નાઠી અને અહીં આવીને હવે શું કરવું તે વિચારતી હતી તથા આ દુ:ખમાંથી કે આ જીવનમાંથી મને છોડાવવાની પ્રભુને પ્રાર્થના કરતી હતી, તેવામાં તમે લોકો મને આવી મળ્યા છો. મને મારા જીવનમાં કંઈ આશા દેખાતી નથી, તથા નોકર સાથે નાસી જવાની બદનામી સાથે વસ્તીમાં કે ઘેર પાછા ફરવાની પણ મારી હિંમત નથી.”
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy