________________
રસ માટે નામ જ બીજું નથી: એ “કિવકસોટ'-રસ છે, કે જેને રસમીમાંસકો કેવળ હાસ્ય જ ગણીને હસનીય બને છે! આ ગ્રંથ માત્ર હી-હી હસાવતો વિદૂષક-ગ્રંથ નથી. બહુ બહુ તો, એ તો એનું એક બહિરંગ અર્ધવર્ણન જ કરે. “માનવતાનું બાઇબલ” સાવ હાસ્યાસ્પદ હોય ખરું? હા, જો એવી દલીલ કરી કે, ઈશ્વરની સૃષ્ટિમાં એકલો મનુષ્ય હસતું પ્રાણી સરજાયો છે. તેથી કરીને, માનવજાતનો મૂળ રસાઈ કે આવિર્ભાવ કુદરતી રીતે જ હાસ્ય ગણાય, તો એ સાન્કો પાન્ઝા પેઠે વજનદાર અને ડૉન પેઠે ઉન્નત તર્કસિદ્ધ વાત કહેવાય. પરંતુ હાસ્ય તો માનવ વર્ણમાળાનો વ્યંજન છે; સ્વર તો માનવભાવમાળા છે. અને હાસ્યરસ કેવળ હી-હી કરતાં વિશેષ છે– માર્મિક છે, તે આ કથા બરોબર સિદ્ધ કરે છે; નવા શબ્દથી જ તેને નવાજવો પડે– તેનો રસ અનુનામી – “કિવકસોટ-”રસ છે.
અંગ્રેજી કોશકાર ‘કિવકસોટ’નો અર્થ સમજાવવા આ રીતે પ્રયત્ન કરે છે. –“૧. ઉત્સાહી સ્વપ્નદ્રષ્ટા, ૨. ઉન્નત પરંતુ અવહેવારુ આદર્શોનો અનુગામી, ૩. જીવનનાં સ્વમાન અને નિષ્ઠાભક્તિની તુલનામાં પોતાનાં પાર્થિવ હિતો વિષે બિલકુલ બેપરવા મનુષ્ય.” ડૉન આવો પુરુષ હતો. તેવાને હાસ્યાસ્પદ માનનાર જ હસનીય ઠરે! આથી એક અંગ્રેજ વિવેચકે કહ્યું કે, ડૉન-કથા આજ દિવસ સુધી આતુરભાવે વંચાય છે ને તેનો રસ મણાય છે, તેનું કારણ એનું મર્માળી અને વેધક વ્યંગ્યત્વ જ નહીં, પરંતુ તે એક ઉત્તમોત્તમ મનોરંજન પૂરું પાડે છે તે છે. જે દિવસે તે જન્મી ત્યારથી જ તેને આમ જગતે ઝડપી લીધી છે. અલબત્ત, લેખકે યુરોપના પ્રેમશૌર્યયુગની “નાઈટ-કે અમીર- કથાઓ પર ચચરતા ચાબખા રૂપે તે લખી; તે અર્થે તેણે (ડૉન જેમ બક-સેના પર તૂટી પડ્યો તેમ, ત્યારે ગતપ્રાણ થઈ બકરાં જેવા બનેલા નામશેષ નાઈટો પર) જે સચોટ ને મરણતોલ મશ્કરીનો સાટકો ચલાવ્યો છે, તેથી તે લોકપ્રિય નથી બની. તેનાથી વધારે ગંભીરાર્થક રહસ્ય એમાં હતું, અને તે તેનો અમર મનો