________________
હારી સાત્વિક રંજન-ગુણ છે, એમ તે અંગ્રેજ વિવેચક કહે છે. આ વિધાન છણી જોવા જેવું છે.
ડૉન-કથા, યુરોપના સાહિત્યમાં, અર્વાચીન શૈલીની નવલકથા તરીકે પ્રથમ કહેવાય છે. અગાઉનાં પ્રેમશૌર્ય-કથાઓ ને કાવ્યાદિથી નવું પ્રયાણ આ હતું; તથા વધુમાં એ કે, આખી વાર્તા જ બેઠી મશ્કરીરૂપે આલેખાઈ હતી. પ્રેમશૌર્ય-રસ વાસી થઈ ગયેલો, તેમાં આથી નવતાની રમણીયતા આવી એટલું જ નહીં, ‘નાઈટ’– અમીરીનો પ્રાચીન ખ્રિસ્તી આદર્શ પડતીદશામાં છતાં, તેનો આત્મા પુન: પ્રગટ થયો–મધ્યયુગીન ખ્રિસ્તી સમાજમાં રૂઢ થયેલી ભાવનાની ભક્તિને ટકોરીને તાજી કરાઈ. હાસ્ય જેવા સર્વ-ભોગ્ય રસથી આ કામ થવાથી, તે કથા તરત પરચો દેખાડી શકી – મીઠું મનોરંજન અને પુરાણપ્રિય ભક્તિ – બંનેને એકીસાથે અપીલ કરતી આ શક્તિ ડૉન-સ્થામાં નોંધપાત્ર છે.
આવી બેઠી મશ્કરી-કથા આપણે ત્યાં જોવી હોય તો “ભદ્રંભદ્ર' છે. કદાચ ડૉન-કથાની જ પ્રેરક છાયામાં તેના લેખકને એનું સ્વરૂપ સફર્યું હોય. પુરાણપ્રિય મહાવ કાળધર્મને વશ થઈ સમાજમાં જડ કે ભ્રષ્ટ અથવા કાલગ્રસ્ત કે અ-હૃદયી બને, છતાં રૂઢિજડ ને ચાલ્યા કરે, ત્યારે એમાં જીવન વિશે અમુક અસંવાદિતા અને અસ્થાનેપણું આપોઆપ આવી જાય છે. છતાં પૂર્વબળે તે ચાલ્યા કરે છે. આવી વિસંવાદી અસંગતતા કે સમાજજીવનના અનુબંધમાં અદકેરા અંગ જેવી વિષમ વિસંગતિ એક બાજુ દંભનું મૂળ બને છે; પણ તેને બીજી બાજ પણ છે, કે જે વિનોદક હાસ્યપાત્ર છે. આ બાજુને ડૉન-કથા યુરોપમાં અને તેના અનુકરણમાં હિંદમાં ‘ભદ્રંભદ્ર' નિરૂપે છે.
એક બીજી વસ્તુ પણ અહીં નોંધપાત્ર છે. સ્પેન ખ્રિસ્તી દેશ – તેના પ્રજાત્મામાં પ્રેમશૌર્યનો આદર્શ ભારેલો હતો; તેમ જ તેનો સમાજ