________________
૪૦
ડૉન કિવકસોટ! ઊતરી ગઈ હોત. પણ પેલા ટોપને કારણે તે તરવાર તેની સાથે અફળાઈ બાજુએ સરકી ગઈ; પણ જતાં જતાં ડૉન કિવકસોટનો અર્થો કાન અને તે બાજુના મહોરાનો ભાગ સાથે લેતી ગઈ.
ડૉન કિવકસોટે એ ભયંકર ફટકાનો જીવલેણ ધક્કો અનુભવી, એકદમ લેડી ડુલસિનિયાને મનોમન યાદ કરી લીધી અને પોતાની તરવારને બે હાથે સખત પકડી, ઘોડાને સીધો પેલા ઉપર ઝીંકયો. પેલો પણ આ વળતા હુમલા માટે તૈયાર થઈ ગયો; પરંતુ તેનું ખચ્ચર એડી મારવા છતાં ડાબું કે જમણું એક તરફ વખતસર ખસ્યું નહિ. સૌ પ્રેક્ષકોનાં હૃદય ધબકતાં બંધ થઈ જવા આવ્યાં. ડૉન કિવકસોટની તરવાર કુહાડીની પેઠે પેલાના માથા ઉપર એટલા જોરથી પડી કે, પેલાએ આખી ગાદી તથા તરવાર માથા આડે ધરવા છતાં, માથે મોટી શિલા પડી હોય તેમ તેનું માથું ત્રણ ચાર જગાએથી ફૂટી ગયું અને તેનાં નાકમાં અને કાનમાંથી લોહી વહેવા લાગ્યું. તે તરત ખચ્ચર ઉપરથી ઢળી પડ્યો. નસીબજોગે તેના હાથમાં ખચ્ચરનું ડોકું આવી ગયું એટલે તે સીધો જમીન ઉપર ન પડયો, પણ બનેલા ખચ્ચરે મેદાન તરફ ફાવે તેમ નાસભાગ કરીને પેલાને પેંગડામાંથી જમીન ઉપર ફગાવી દીધો.
ડૉન કિવકસોટે શાંતિથી તેની પાસે જઈ, તેના ગળા ઉપર પોતાની તરવારની અણી ટેકવી દીધી અને તેને તાબે થઈ જવા હુકમ કર્યો. પેલાનામાં બોલવાના પણ હોશ નહોતા રહ્યા, એટલે પેલી કોચ-ગાડીવાળી બાને ત્યાં દોડી આવી અને તેનો જીવ બચાવવા ડૉન કિવક્સોટને આજીજી કરવા લાગી.
ડૉન કિવકસોટે વિજેતાના રૂઆબથી ગંભીરપણે તેને જવાબ આપ્યો, “હું તમારી વિનંતી સ્વીકારવાનું મંજૂર રાખું, પણ એક જ શરતે કે આ પરાજિત નાઈટ અહીંથી સીધો ટૉબોસો જાય અને ત્યાં લેડી હુલસિનિયા પાસે જઈ મારું નામ દઈ ઊભો રહે. પછી એ લેડી ડુલસિનિયા તેનું જે કરવું ઠીક લાગશે તે કરશે.”
પેલી બાજુ છેક જ ગભરાઈ ગઈ હતી અને મૂંઝાઈ ગઈ હતી, એટલે લેડી ડુલસિનિયા કયાં રહે છે તથા ટૉબોસો કયાં આવ્યું એ પૂછવા થોભ્યા વિના તેણે તરત ડૉન કિવકસોટનું કહેલું સ્વીકારી લીધું.